Coffee House - 8 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - પાર્ટ-૮

Featured Books
Categories
Share

કોફી હાઉસ - પાર્ટ-૮

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 8

લવ સ્ટોરી

બધા લોકો પણ ત્યાંથી જવા નીકળવાની તૈયારી કરવા લાગ્યા. “ચલ ઓઝા , હવે ઉભો થા. આમ નિરાશ બની ક્યાં સુધી બેઠો રહીશ?” હેમરાજભાઇએ કહ્યુ. “હા ચાલો જઇએ.” ઓઝા સાહેબ ચમકી બોલી ઉઠ્યા. “દાદા આ કેકનું શું કરશું?” પાર્થે હેમરાજભાઇને બોક્ષ તરફ ઇશારો કરતા પુછ્યુ. “હું જાઉ છું કોફીહાઉસ બાજુ, ત્યાં આપતો જઇશ બેટા.” ઓઝા સાહેબે કહ્યુ અને કેકનું બોક્ષ લઇ લીધુ. સૌ પોતપોતાના ઘર તરફ જવા નીકળ્યા. કોફીહાઉસ પહોંચતા જ ઓઝાસાહેબે જોયુ કે પ્રવીણભાઇ અંદર એકલા બેઠા હતા અને બહાર ક્લોઝડનુ સાઇન બોર્ડ લગાવી દીધુ હતુ. “હેમરાજ લાગે છે આજે આ પ્રવીણ બહુ દુઃખી થઇ ગયો અને એ પણ આપણા જ કારણે.”

“હા સાચી વાત છે ઓઝા તારી. ચલ આપણે જઇએ અને તેને સાંત્વન ના બે બોલ તો કહેતા જઇએ.” “હા એ સારૂ રહેશે અને આમ પણ આ કેક તેને આપવાની જ છે ને. ચાલ આપણે જઇએ.” કહેતા બન્નેએ કોફીહાઉસ તરફ ડગ માંડ્યા. “નોક...નોક..... પ્રવીણ ઓ પ્રવીણ.” ઓઝા સાહેબે ડોર ક્નોક કરતા બૂમ મારી. “અંદરથી વેઇટરે આવી ડોર ખોલ્યુ અને બન્ને પ્રવીણભાઇ પાસે આવી બેસ્યા. “આવો કાકા. બેસો. વેઇટર ફટાફટ સાહેબ માટે કોફી બનાવ.”

“અરે ના દીકરા આજે કોફી નથી પીવી અમારે. તારા શબ્દો હજુ અમારા કાને ગુંજી રહ્યા છે. આજે તારી દર્દભરી દાસ્તાન સાંભળી અમારી આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા દીકરા. અમે ખુબ દિલગીર છીએ કે તારા ખુણેખુણામાં રહેલા દર્દને અમે જાગાવ્યુ.” “અરે ના ના અંકલ એવું ના કહો તમે બન્ને. આ તો નશીબની વાતો છે. એવો એક પણ દિવસ નથી જ્યારે મને કુંજની યાદમાં ઉંહકારો ન ભર્યો હોય પણ આજે એ ઉંહંકારો આંસુ બની મારી આંખમાંથી બહાર આવી નીકળ્યો. આ બધુ તો ચાલે રાખે કાકા. તમે દિલગીર ન બનો.” “ઠીક છે દીકરા પણ તું આ તારુ બોક્ષ ત્યાં જ ભુલી ગયો હતો તે અમે પાછુ આપવા આવ્યા છીએ. આ હેમરાજને તો તેમા રહેલી કેક ત્યાં જ ચટ્ટ કરી જવાનુ મન હતુ પણ પરાણે મે તેને રોક્યો નહી તો ખાલી બોક્ષ જ તારા હાથમાં આવવાનું હતુ.” કહેતા ઓઝા સાહેબ હસતા હસતા ફરી ગળગળા બની ગયા. હંમેશા સજીવન રહેતા કોફીહાઉસ આજે નિર્જન હતો ત્યાં થોડી ક્ષણો માટે હાસ્યનું મોજુ રેલાઇ ગયુ. “વેઇટર હવે કોફી બનાવ અમારા બધા માટે.” પ્રવીણભાઇએ ઓર્ડર આપ્યો. “અંકલ એ બધુ આપણે કાલના અધ્યાયમાં વર્ણન કરીશું. અત્યારે મારા શ્રોતાગણોની સંખ્યા ઓછી છે.” કહેતા પ્રવીણભાઇ હસવા લાગ્યા. “પ્રવીણ્યા તું પણ ખરો છે હો દીકરા, પલ ભર મા દુઃખ અને બીજી જ પળે તારા ચહેરા પર હાસ્ય રમવા લાગે છે. ખરો ખેલાડી છે તું આ જીંદગીરૂપી શતરંજની રમતનો યાર. માન છે તારા પર દીકરા માન છે અમને.” કહેતા ઓઝા સાહેબ પ્રવીણભાઇને સલ્યુટ કરતા ઉભા થઇ ગયા.

“અરે કાકા મને તમારો ઋણી ન બનાવો. તમે મારા વડિલ છો અને વડિલોના હાથ આશિર્વાદ આપતા જ શોભે, આ રીતે સલ્યુટમાં નહી.” કહેતા પ્રવીણભાઇએ ઓઝાસાહેબનો હાથ પોતાના શિરે મુકી દીધો. ઓઝા સાહેબ પણ ભાવાવેશ બની પ્રવીણભાઇને ભેટી પડ્યા અને બન્નેની આંખોમાંથી આંસુઓની વર્ષા થવા લાગી.

“સાહેબ કોફી.” કહેતા વેઇટર આવ્યો એટલે ત્રણેય મિત્રોએ સાથે કોફી પીધી અને બાદમાં હેમરાજભાઇ અને ઓઝાસાહેબ પોતાના ઘરે જવા નીકળ્યા.

**********

“હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ડીઅર માય કુંજ હેપ્પી બર્થ ડે ટુ યુ..........” રાત્રે જ્યાર તમામ સ્ટાફ જતો રહ્યો ત્યારે પ્રવીણભાઇએ કેક કટ કરી કુંજનો બર્થ ડે સેલીબ્રેટ કરતા કેક કટ કરી. આ સેલીબ્રેશનમાં સહભાગી બનેલા મહેમાનોમાં દરરોજ રાત્રે કોફીહાઉસના ઓટલે સુઇ રહેતા ભીખારીઓ અને તેમના નાના નાના બાળકો હતા. બધાએ સાથે મળી કેકની મીજબાની માણી અને ત્યાર બાદ પ્રવીણભાઇએ બધાને મસ્ત ડિનર જમાડ્યા.તે ગરીબ લોકોના શરિર પર પુરતા કપડા પણ ન હતા પણ પ્રવીણભાઇ કુંજના દરેક જન્મદિવસે આ રીતે તેનો બર્થ ડે સેલીબ્રેટ કરતા અને ગરીબોને એક જ વાત કહેતા કે “એવા આશિર્વાદ આપજો કે મારી કુંજ જ્યાં હોય ત્યાં ખુબ જ ખુશ રહે અને તેના જીવનમાં તેને કોઇ મુશ્કેલી ન પડે.”

તમામ ગરીબોને સારા કપડા અને તેમના બાળકોને રમકડા અને મિઠાઇના બોક્ષ આપી પ્રવીણભાઇ પણ કોફીહાઉસ બંધ કરી ઘર તરફ નીકળી ગયા.ઘરે જઇ તેઓ રવેશમાં ખુરશી પર બેસી આંખ બંધ કરી બેસી ગયા. જાણે કોઇ જુની યાદોને હ્રદયના ઉંડાણમાંથી શોધી તે યાદો સાથે આજનો સમય જીવી લેવા માંગતા હોય.આંખો બંધ હતી પણ ઉંઘનું કોઇ નામોનિશાન ન હતુ.કુંજના બર્થ ડે જેવા ખાસ દિવસે પણ આજે પ્રેય દુઃખી હતો.વિચારોમાં ને વિચારોમાં રાત્રીના ત્રણ વાગી ગયા તેનો અણસાર પણ પ્રવીણભાઇને ન આવ્યો. અચાનક ફોનની રીંગ વાગતા પ્રવીણભાઇ ઝબકી ગયા, જોયુ તો ઓઝા સાહેબનું નામ ફ્લેશ થઇ રહ્યુ હતુ. “હેલ્લો કાકા, ઇઝ એવરીથીંગ ઓલ રાઇટ?” “આ પ્રશ્ન તો મારો હોવો જોઇએ દીકરા. આજે તારી હાલત જોઇ મને ક્યાંય ચેન નથી. અત્યાર સુધી ઉંઘનું નામોનિશાન નથી તો આ બધુ જેના પર વિત્યુ તેને ક્યાંથી ચેન હોઇ શકે? એ વિચારે જ તને કોલ કર્યો મે દીકરા.” “ના ના કાકા, મારી ચિંતા ન કરો તમે અને હા, કાલે રેગ્યુલર ટાઇમે પહોંચી જજો કથાનો નેક્ષ્ટ અધ્યાય સાંભળવા.” કહેતા પ્રવીણભાઇ જુઠ્ઠુ હસી પડ્યા. “ના દીકરા ના, હવે બહુ થયુ. તારી લવ સ્ટોરી સાંભળવાની જીદ કરી તારા હ્રદયને અમે બહુ ઠેસ પહોંચાડી છે એટલે હવે કાલથી આપણે રૂટીનમાં મળશું પણ કોઇ અધ્યાય બધ્યાય સાંભળવા નથી અમારે.” કહેતા ઓઝા સાહેબ ગળગળા બની ગયા. “કાકા પ્લીઝ દુઃખી ન થાઓ. આ બધી યાદોને ઘણા સમયથી હ્રદયમાં દફન કરી રાખી હતી તે બધી યાદોમાં જીવવાનો મને તમારા થકી મોકો મળી રહ્યો છે તે હું જવા નહી દઉ, માટે કાલે તો તમારે પુરી ટીમ સાથે આવવું જ પડશે અને હા ટીમને લઇ આવવાની જવાબદારી તમારી છે. અને હવે કોઇ પણ પ્રકારની ચિંતા કે ઓચાપો લીધા વિના આરામ કરો. જય શ્રી કૃષ્ણ.” “જય શ્રી કૃષ્ણ દીકરા.તું પણ નિરાંતે સુઇ જજે.”

“ઓ.કે. કાકા ગુડ નાઇટ.” ફોન કટ કરી પ્રવીણભાઇ બેડ પર આડા પડ્યા અને પોતાની કુંજગલીઓમાં ભમતા ભમતા તેઓ સ્વપ્ને સરી પડ્યા.

“રાજુ, મોહન ક્યાં ગયા બધા આજે? હું વહેલો આવી ગયો કોફીહાઉસમાં કે શું?” પ્રવીણભાઇ કોફીહાઉસ આવ્યા અને જોયુ કે આખુ કોફીહાઉસ ખાલી હતુ. કાઉન્ટર પર બેસનાર કેશિયર, બધા વેઇટર કોઇ દેખાતુ ન હતુ. તે ચારે તરફ બધાને શોધવા લાગ્યા. “હીઅર ઇઝ અ સરપ્રાઇઝ ફોર યુ અંકલ.’ કહેતી કોલેજીયન ટોળકી અને નિવૃત શિક્ષકોનું ગૃપ અને કોફીહાઉસનો તમામ સ્ટાફ ઉપરના માળેથી આવતો દેખાયો. “સરપ્રાઇઝ? આજે એવુ તે ખાસ તો કાંઇ છે નહી જેની મને સરપ્રાઇઝ મળે.” પ્રવીણભાઇએ આશ્ચર્યભરી નજરે બધા સામે જોતા કહ્યુ. “અંકલ તમે ભુલી ગયા લાગો છો આજના દિવસને. યાદ કરો આજના દિવસે એવુ તે શું ખાસ થયુ હતુ? મતલબ કે કુંજના બર્થ ડે ના દિવસે જ બીજી શું ખાસ ઘટના બની હતી તમારા જીવનમાં અંકલ?” શિલ્પાએ પુછ્યુ. “ઓહ માય ગોડ, હમ્મ્મ હવે યાદ આવી ગયુ. આજે કોફીહાઉસનું ઇનોગ્રેશન હતુ. કુંજના બર્થ ડે ના દિવસે જ આ કોફીહાઉસ મારા નામે થયુ હતુ. તે આખો દિવસ આવનાર મહેમાનો અને બીજા અનેક ગરીબોને સાથે લઇ ભવ્ય ઉદઘાટન રાખવામાં આવ્યુ હતુ અને આજે મતલબ કુંજના બર્થ ડે ના બીજા દિવસે વિધિવત કોફીહાઉસ સ્ટાર્ટ થયુ હતુ.” પ્રવીણભાઇએ કહ્યુ. “પ્રવીણ્યા તુ ભુલકણો બહુ થતો જાય છે, બદામ ખાતો જા. કે પછી જાણી જોઇને ભુલવાનુ નાટક કરે જાય છે જેથી તારે અમને બધાને પાર્ટી ન આપવી પડે?” હેમરાજ્ભાઇએ કહ્ય. “ના ના કાકા એવુ તે કાંઇ નથી. ગઇ કાલે જરા ઉજાગરો હતો માટે તાત્કાલીક મગજમાં આ વાત ન આવી.” પ્રવીણભાઇએ કહ્યુ. બધાએ સાથે મળી કેક કટ કરી અને કોફીહાઉસમા જ બધાએ હળવો નાસ્તો કર્યો. દર વર્ષે આ દિવસે આવનાર ગ્રાહકોને ખાસ ઓફર આપવામાં આવતી કે આ દિવસે આવનાર ગ્રાહકને તેના કુલ બીલના ૫૦% રકમ જ ચુકવવાની રહેતી માટે આજે સવારથી જ ગ્રાહકોની ભીડ હતી. પ્રવીણભાઇનું યંગ-ઓલ્ડ ગૃપ તેની યથાવત જગ્યાએ બેઠુ હતુ અને કોફીનો આનંદ મેળવી રહ્યુ હતુ. પ્રવીણભાઇ ગ્રાહકોની સરભરામાં વ્યસ્ય હતા. “બપોરે ૧૨ વાગ્યા સુધી ગ્રાહકોની ખુબ ટ્રાફીક રહી. ગ્રાહકો ઓછા થતા પ્રવીણભાઇ તેના ગૃપ સાથે તેઓ સાથે વાતચીત કરવા આવી પહોચ્યા.

“પ્રવીણ આજે બધા સાથે હસીખુશીથી વાત કરતો જોઇ મને ખુબ આનંદ થયો. આજે અમે બધા હમણા તારી જ વાત કરતા હતા.” ઓઝાસાહેબે કહ્યુ. “હા અંકલ જાણ્યે અજાણ્યે અમારાથી તમને બહુ હર્ટ ફીલ થયુ છે તે બદલ અમે બધા આજે તમારી માંફી માંગીએ છીએ. એ દિવસે અમે જ જીદ કરી હતી તમારા પાસ્ટ વીષે જાણવાની. જો એ જીદ ન કરી હોત તો તમે દુઃખી ન થાત.” વ્રજેશે કહ્યુ. “મે કાલે ઓઝા સાહેબને પણ કહ્યુ હતુ અને આજે તમે બધા સાથે છો ત્યારે પણ કહી દઉ છું કે મને તમારા કારણે કોઇ દુઃખ થયુ નથી. અરે ઉલ્ટાનુ તમારા કારણે મને મારી કુંજ સાથે વિતાવેલા પળોને ફરી જીવનમાં તરોતાજા કરવાનો મોકો મળ્યો છે. હા, ક્યારેક તેની વાતો કરતા કરતા જીવ ભરાઇ આવે પણ તેનો મતલબ એ નથી કે તેની યાદોને મારે તમારી સાથે શેર ન કરવી. અને સાંભળી લો બધા આજે સાંજે નક્કી થયેલા સમયે જ આપણે લાખોટાએ મળશું. મારી કથા સાંભળવા. બધા શ્રોતાગણોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ સમયસર પધારે.” પ્રવીણભાઇ આ રીતે મહારાજની મીમીક્રી કરતા બોલ્યા કે બધાના ચહેરા પર હાસ્યનુ મોંજુ ફરી વળ્યુ. આજે પ્રવીણભાઇના જીવનમાં ખરેખર આનંદનો પાર ન હતો. આજે તેના કોફીહાઉસને ૧૦ વર્ષ પુરા થઇ જવા પામ્યા હતા. બપોરે તેણે તેની સાથે કામ કરતા કેશિયર મહેતાભાઇને અને તમામ વેઇટરોને ગિફ્ટ આપી અને ગરીબોને અન્નદાન અને વસ્ત્રદાન કર્યુ. ગાયોને ચરો નાખ્યો અને કુતરાઓને બિસ્કિટ આપ્યા. વૃધ્ધાશ્રમ જઇ બપોરનો પુરો સમય ત્યાં નિરાધારો સાથે વ્યતિત કર્યો અને ત્યાં પણ તમામ વૃધ્ધોને તેણે વસ્ત્ર ,જરૂરી દવાઓ, ફળ જેવી અનેક વસ્તુઓ દાનમાં આપી. હર સાલ આ બધા જ તેની ખુશીઓમાં સામેલ થનારા મહેમાનો હતા. પ્રવીણભાઇના જીવનમાં કોઇ પણ શુભ પ્રસંગ હોય ત્યારે આ બધા લોકો સામેલ હોય જ.

સાંજના છ વાગવા આવ્યા હતા પણ આજે ગ્રાહકોની લાઇન લાગી હતી. આમ તો દરરોજ સાંજના સમયે તો કોફીહાઉસમાં વેઇટીંગમા વારો આવે પણ આજે આ ૫૦% ની ઓફરના કારણે બહુ વધુ ભીડ હતી. પ્રવીણભાઇનુ ધ્યાન ક્યારનું છ વાગ્યાના ઘડિયાલના કાંટા પર જતુ હતુ. તે એ જ વિચારમાં હતા કે તેના બધા સાથીદારો લાખોટા તળાવે તેની રાહ જોઇ રહ્યા હશે પણ આજે ત્રણ ત્રણ વેઇટરો પુરા પડતા ન હતા અને કેશિયર મહેતાભાઇ પણ ભીડને કારણે ખેંચમાં હતા આથી પ્રવીણભાઇ નીકળી શકે તેમ ન હતા. તે મનોમન વિચારે જઇ રહ્યા હતા કે બધા મિત્રોને લાખોટાએ આવવાનુ કહી તો દીધુ પણ હવે હું જ પહોંચી નહી શકુ તો તેઓ વળી કાઇક નવીન વિચારો મનમાં ઘડી લેશે. હજુ તો તેના મનમાં આવા વિચારોની હારમાળા ચક્કરાવા લેતી જ હતી ત્યાં તેનુ આખુ ગૃપ આવતુ તેને દેખાયુ. તે બધાને જોઇ પ્રવીણભાઇ ખુબ રાજી થઇ ગયા.

“સોરી મિત્રો આજે આ સ્પેસિયલ ડે હોવાને કારણે ખુબ જ ભીડ જામી છે તો હું નીકળી ન શક્યો. મને ક્યારનો એ જ વિચાર ખાઇ જઇ રહ્યો હતો કે તમે બધા મારી રાહ જોતા હશો અને હું આજે સમયસર ન પહોંચી શક્યો ત્યાં તમે બધા દેખાયા તો મારા જીવને ટાઢક વળી. બેસો બેસો હું તમારા માટે કોફી મોકલાઉ છું.” બધા ગૃપ મેમ્બર્સને આવકારતા પ્રવીણભાઇ બોલ્યા. “પ્રવીણ્યા તુ બેસવાનુ તો કહે છે પણ જરા નજર ફેરવીને અમને કહે તો ખરો કે આ તારા હાઉસમાં અમે ક્યાં બેસીએ?” પ્રતાપભાઇએ ટોન મારતા અવાજે પુછ્યુ. “ઓહ શીટ.. આજે તમારી શીટ રીઝર્વડ નથી. આઇ એમ સોરી કાકા. હમણા તમારુ રુટીન ટેબલ ખાલી થતા તમને બેસવાની વ્યવસ્થા કરાવું છું, પ્લીઝ જસ્ટ ૧૦ મિનિટ આપો મને.” પ્રવીણભાઇ છોભીલા પડી ગયા અને આમતેમ નજરો દોડાવવા લાગ્યા કે કોઇ ટેબલ ખાલી થવા પર છે કે નહી.... ઓઝા સાહેબ અને આખી ટોળકી પ્રવીણભાઇની હાલત જોઇ રહી ન શક્યા અને હસવા લાગ્યા. “અરે પ્રવીણ્યા આજે અમે અહી બેસવા નહી, તારી હેલ્પ માટે આવ્યા છીએ. તુ મનમાં જરા પણ સંકોચ ન કર. આજે અમારા માટે કોઇ ટેબલ રીઝર્વ રાખવાની જરૂર નથી. બોલ શું મદદ કરીએ અમે?” ઓઝા સાહેબે તેની પીઠ થપથપાવતા કહ્યુ. અરે કાકા તમારે બધાએ બસ અહી બેસીને કોફીની રંગત માણવાની છે એ હેલ્પ કરી દો મારી એટલે બધુ આવી ગયુ.” પ્રવીણભાઇએ હસતા હસતા કહ્યુ. “અંકલ બી ચીલ.... કહો શું મદદ કરાવીએ?” જીતેશે પુછ્યુ. “જીત્યા આ પ્રવીણ્યો આપણને કંઇ નહી કે, તેના કરતા સારૂ છે આપણે જ ગોઠવી લઇએ આપણે શું ફાવશે?” હેમરાજભાઇ બોલ્યા. “ઓ.કે. અંકલ હું ઓર્ડર લેવામાં મદદ કરીશ.” વ્રજેસ્જે કહ્યુ. “હું કેશિયરને હેલ્પ કરું તો. મને ઉભા ઉભા કામ નહી ફાવે.” ઓઝા સાહેબે પોતાનુ સજેશન મુક્યુ. “હું અને શિલ્પા ઓર્ડર મુજબ સર્વીંગમાં હેલ્પ કરીએ.” પાર્થે કહ્યુ. હું વેઇટીંગમા રહેલા ગ્રાહકોને બેસવાની વ્યવસ્થામાં જોડાઉ છું.” રાયચુરાએ કહ્યુ. બધાએ પોતપોતાના કામ વહેંચી કામે વળગી ગયા. પ્રવીણભાઇ આ બધુ જોઇ રહ્યા અને તેની આંખમાં હરખના આંસુ છલકી પડ્યા.મનોમન તે પોતાની આ ટીમ પર ઓવારી ગયા કે કોઇ પોતાનુ પણ આ રીતે આપણો સાથ ન આપે જ્યારે આ લોકો મારા માટે પોતાના રૂટિન વર્કને છોડી અહી હેલ્પ માટે આવી ગયા. આવા વિચારે ખોવાયેલા હતા ત્યાં હેમરાજ્ભાઇએ તેને ટપલી મારી , “પ્રવીણ્યા અત્યારે ધંધાનો સમય છે હો, તારી કુંજ્જ્જ્જ્જ્જ ગલીમાં ખોવાઇ જવાનુ બંધ કર અને છનુમાનો કામમાં વળગી જા. કાલથી જ્યારે અમને કથા કહેવાનુ શરૂ કર ત્યારે તારી કુંજગલીમાં ખોવાજે.” બન્ને જણા હસવા લાગ્યા અને પ્રવીણભાઇ પણ કામમાં વ્યસ્ત બની ગયા. કોલેજીયન ટોળકી અને નિવૃત શિક્ષકોનો પરિવાર પણ આજે કોફીહાઉસની મુલાકાતે આવ્યો હતો. બધા પેરેન્ટસને પોતાન બાળકો આ રીતે હેલ્પફુલ થતા જોઇ ખુબ ખુશ થયા. પ્રવીણભાઇએ પણ બાળકોની તેમના માતા-પિતા સામે ખુબ સરાહના કરી. રાત્રે બાર વાગ્યા સુધી ભીડ ખત્મ થવાનુ નામ જ લેતી ન હતી. લાસ્ટમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે સ્ટોક ખત્મનુ બહાનુ કરી પ્રવીણભાઇએ કોફીહાઉસ ક્લોઝ્ડ કર્યુ. પછી તેઓ અને તેમની તોફાની ટોળકી બધા સાથે આરામ હોટેલમાં મસ્ત ડિનર લઇ બીજા દિવસે મળવાનુ નક્કી કરી છુટા પડ્યા. ઘરે આવી પ્રવીણભાઇ ખુબ જ ખુશ હતા. તેમને લાગતુ હતુ કે જીવનમાં તેઓ એકલા છે તેમનુ પોતાનુ કહી શકાય તેવુ કોઇ નથી પણ આજે તેમની ધારણા ખોટી નીવડી. આજે તેમની ટોળકીએ તેમની આટલી હેલ્પ કરી એ જોઇ તેમને એહસાસ થયો કે આ લોકો તેમના સગા કરતા પણ એક કદમ આગળ નીકળી ગયા..........

To be continued……………