અંક – ૨
નમસ્તે.....
વાંચો, વિચારો, જાણો, નિયમ, કરમ, ધર્મ કે પછી.....
પત્ની માટે ગ્રાહક શોધવાનું કામ તેના પતિ કરે છે. તેઓ થોડીક સમજવાલાયક થઈ જાય ત્યારે લગ્નના નામે તેને વેચી દેવામાં આવે છે.
ફાઈટમાં જીતી જાય તો એજટેક સામ્રાજ્યના લોકો તે મહિલાને છોડી દેતા અને હારી જાય તો મહિલાઓને લઈને ચાલ્યા જતા.
માણસોનું ભેજુ ખાવાને કારણે લોકોની રોગ પ્રતિકારશક્તિ વધી જાય છે.
સ્ત્રીઓ લગ્ન પહેલાં પોતાની ઈચ્છા મુજબ કોઈપણ પુરુષ સાથે સંબંધ રાખવાની આઝાદી ધરાવે છે. તેમજ સ્ત્રીઓ કોઈ પ્રકારનો પડદો રાખતી નથી.
પત્ની માટે ગ્રાહક શોધતો....
એકવીસમી સદી એટલે કે, પરીવર્તનની સદી. સમયની સાથે પરીવર્તન થવું. અમુક શહેરની પરંપરા મુજબ સ્ત્રીઓને માન આપવામાં આવે છે. અમુક શહેરની પરંપરા કંઈક વિચિત્રતા અને નિર્દયતાથી ભરાયેલી જોવા મળે છે.
જ્યાં સ્ત્રીઓને માન સન્માન તો દુરની વાત છે, પોતાની મરજીથી જીવવા પણ મળતું નથી. તેમની પરંપરા મુજબ સ્ત્રીઓને વેપારનું સાધન તરીકે ગણવામાં આવે છે. પછી તે દીકરી હોય કે પત્ની તેમના માટે તો આવક જ આશીર્વાદ.
આ પરંપરાને ધ્યાને લઈ છોકરીઓ ચાર કે પાંચ સુધી જ અભ્યાસ કરાવે છે. છોકરીઓને લગ્નના નામે વેચતાં પહેલાં પંચાયતમાં હાજરી આપવાની હોય છે, જ્યાં સુંદરતાના આધારે તેમનો ભાવ નક્કી થાય છે. સાસરીયાવાળા એક બાળક થતા જ છોકરી પાસે દેહવ્યાપાર કરાવે છે.
આ પરંપરા નજફગઢમાં રહેવાવાળા પેરના સમુદાયમાં ઘણી પેઢીથી ચાલી આવે છે. આ સમુદાય ૧૯૬૪માં રાજસ્થાનથી દિલ્હી આવ્યો, ભીખ માંગીને ગુજરાન ચલાવતા. પરંતુ બાદમાં વધારે પૈસા કમાવવા માટે દેહ વ્યાપારમાં ઉતરી ગયા.
આ સમુદાય પ્રેમનગર અને ધર્મશાળામાં વસ્યો છે. અહી લગ્નના નામે છોકરીઓને વેચવામાં આવે છે. સાસરીવાળા માટે છોકરી પૈસા કમાવવા માટેનું સાધન હોઈ છે. તેઓ તેને દેહવ્યાપારના ધંધામાં ઉતારી દે છે.
ચોકાવી નાંખે તેવી વાત તો એ છે કે આ છોકરીઓ માટે ગ્રાહક શોધવાનું કામ તેના પતિ કરે છે. તેઓ થોડીક સમજવાલાયક થઈ જાય ત્યારે લગ્નના નામે તેને વેચી દેવામાં આવે છે.
*****
લડાઈ
*****
‘પરંપરા’ મને યાદ છે ત્યારથી આ શબ્દ સાંભળતી આવી છું. દરેક દેશ, શહેર, ગામ, કસબો, મહોલ્લો, શેરી તો શું દરેક ઘરની પરંપરા પણ અલગ અલગ હોય છે. અજબ ગજબની પરંપરાઓ વંશ પરંપરાગત નિભાવે છે.
અચરજ જનક આવી જ અજબ ગજબની પરંપરા તે પણ પાંચસો વર્ષથી નિભાવી રહ્યા છે. તે પરંપરા મુજબ લોકો એકબીજાને લડવા માટે ચેલેન્જ કરે છે.
એકબીજા સાથે લડતા પહેલાં તે મુઠ્ઠીઓ બંધ કરી લે છે આ લડાઈ ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ લોહીથી લથપથ થઈને પોતાની હાર ન સ્વીકારી લે.
આ ફાઈટમાં સત્તર વર્ષથી વધારે ઉંમરની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. આમાં ભાગ લેનાર મોટાભાગે એકબીજાને પડકાર આપતા હોય છે. એવું માનવામાં આવે છે કે લડાઈમાં લોહી નિકળે તો આ વિસ્તારમાં વરસાદ સારો થાય.
પરંતુ પાંચસો વર્ષ પહેલાં આવી કોઈ પરંપરા ન હતી. નાહુઆ કમ્યુનિટીના લોકો સ્કર્ટ પહેરીને એજટેક આક્રમણખોરોને પોતાની તરફ આકર્ષિત કરવાનું કામ કરતા, પરંતુ તેમાં અસફળ રહે તો ફાઈટ માટે આમંત્રણ આપતા.
પરતું સેંકડો વર્ષો પહેલાં એજટેક સામ્રાજ્યમાં નાહુઆ કમ્યુનિટીના લોકો ટેક્સ ચુકવવા જતા હતા, તે દરમિયાન બીજા સમુદાયના લોકો તેની મહિલાઓને ઉઠાવી જતા હતા.
તે સમયે આ સમુદાયના લોકોએ પોતાની બહેન, દિકરીઓ તેમજ અન્ય મહિલાઓને બચાવવા માટે લડાઈ કરવી પડતી. જો ઘરના સભ્યો આ ફાઈટમાં જીતી જાય તો એજટેક સામ્રાજ્યના લોકો તે મહિલાને છોડી દેતા અને હારી જાય તો મહિલાઓને લઈને ચાલ્યા જતા. આપણે જે શહેરની વાત કરી રહ્યા છીએ તે છે અમેરિકના મેક્સિકોના ઉત્તરી ગુએરેર્રાના જિટલાલા ગામની.
*****
માણસનું મગજ ખાય
*****
અલગ-અલગ દેશની જીલ્લાની પરંપરા પણ અલગ હોય છે. અમુક દેશની પરંપરા તો આપણા વિચારોથી જોજનો દુર હોય છે. પરતું દરેકની પોતાની એક અલગ પરંપરા હોય છે. વર્ષોથી આવતી પરંપરાને પુરા વિશ્વાસની સાથે ઓસ્ટ્રેલિયામાં આવેલા પાપુઆ ન્યૂગિનીની આદીવાસી પ્રજાતિ ફોર, આજે પણ માણસનું મગજ ખાય છે.
આ પ્રજાતિમાં અંદાજીત વીસ હજાર જેટલા લોકો ન્યૂ ગિનીના પૂર્વમાં આવેલ પહાડો વચ્ચે રહે છે. માણસનું ભેજું ખાવાના કારણસર જ તેઓ ગંભીર બીમારીઓનો ભોગ નથી બનતા. આદીવાસી સમુદાયમાં પોતાના સ્વજનના મૃત્યુ બાદ તેનું મગજ ખાઈ જવાની પરંપરા છે.
આ અંગે બ્રિટન અને ન્યૂ ગિનીના વૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માણસોનું ભેજુ ખાવાને કારણે આ લોકોની રોગ પ્રતિકારશક્તિ વધી જાય છે અને તે જ કારણોસર તેઓ ‘મેડ કાઉ’ જેવી ગંભીર બિમારીઓને સુરક્ષિત છે.
આ રિસર્ચ કરવા પાછળ વૈજ્ઞાનિકોનો મુખ્ય હેતુ ‘મેડ કાઉ’ અને 'ડિમેંશિયા' જેવી ગંભીર બિમારીઓ અંગે જાણકારી મેળવવાનો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે માત્ર ડિમેંશિયાથી પીડાતા લોકોની સંખ્યા ચાર કરોડથી વઘારે છે અને દરવર્ષે વધી રહી છે. આ બિમારીને કારણે માણસનું માનસિક સંતુલન બગડે છે અને તે પોતાના કામમાં ધ્યાન આપી શકતો નથી.
ARTI UKANI,
E-mail :