અંક – ૨
એક અતૃપ્ત ઈચ્છા કે જે ઈચ્છા દ્વારા મુક્તિ સમભાવ નથી હોતી આવીજ એક દીકરીની અતૃપ્ત ઈચ્છા દર્શાવામાં આવી છે.
અતૃપ્ત ઈચ્છા
“ઈચ્છા” જીવન એક ઈચ્છાના તારો વચે રચાયેલુ છે, બધાના જીવન માં ઈચ્છા હશે કોઈને જીવનને માં પોતાના લક્ષ સુધી પોચવાની ઈચ્છા હશે તો કોઈને, મોક્ષ સુધી પોહ્ચવાની ઈચ્છા હશે, આવી અનેક ઈચ્છા થી જકડાયેલો છે, માનવી, અને તેજ જીવન જીવાવનું કારણ પણ હોય છે, જીવન માં ઈચ્છા પૂરી કરવામાં જીવન નો સમય ક્યાં ચાલ્યો જાય છે, અને ક્યાં જીવન સમાપ્ત થાય જાય છે, કશું ખબર નથી રહેતી, અને તો પણ બધાની છેલી ઈચ્છા તો બકીજ રહીજાય છે, હકીકત માં કોઈની ઈચ્છા નો અંત છે ખરી? જીવન માં ઈચ્છા પુરતી કરતા કરતા સમય પસાર થાય છે, એક નાના બાળક ને પુછ્સોને સુ કરવું છે તારે તો તેના મનમાં પણ ઘણી ઈચ્છાઓ જન્મ લેતી હશે અને મૃત્યુ પામતી હશે.
એક સુંદર નાની દીકરી હતી, તે ખુબજ લાડકોડ થી ઉછરી હતી તેના પિતા તેની બધીજ ઈચ્છા પૂર્ણ કરતા હતા, અને તેને જીવન માં આગળ વધવા માટે પોતાના પગ ઉપર જીવન કેમ વ્યતીત કરવું તે તેને શિક્ષા આપતા હતા, ધીરે ધીરે તે દીકરી લગ્ન ની ઉંમર જેટલી થય અને પિતા ના લાડકોડ માં ઉછરેલી તે દીકરીને પિતાએ એક ડ્રેસ ભેટ માં આપ્યો, દીકરી ખુબજ ખુશ થાય, અને તે ડ્રેસ પહેરવા જતી હતી ત્યારે તેને અચાનક બહાર જવાનું થયું તો તેને એમ વિચાર્યું કે તે આવીને પહેરશે પરંતુ તેની તે ઈચ્છા અધુરી રહીગય અને રસ્તામાં તેનું અક્સીડન થતા તેનું મૃત્યુ થયું, પરંતુ તે દીકરીનો જીવ તે ડ્રેસ માં હતો, કે તે તેને પહેરી ના શકી ઓઈતા ખુબજ આઘાત માં હતા અને તેને તે ડ્રેસ કોઈ જરૂરિયાતમંદ ને આપ્યો પરંતુ તે ડ્રેસ નવો હતો તેથી તે જરૂરિયાત મંદ એ તે ડ્રેસ ને વહેચી નાખ્યો, અને તે ડ્રેસ જે ને વહેચ્યો તે જે લેડીસ હતી તેને તે ડ્રેસ પહેર્યો અને તેને આભાસ થતો હતો તેને ઘર અને તે બધું મન માં દેખાતું હતું પેલી દીકરી નું ઘર તે લેડીસ ને દેખાતું હતું આવું ઘણી વાર બન્યું કારણકે તે દીકરી નો જીવ આ ડ્રેસ માં હતો અને અંતે તે લેડીસ પેલી દીકરીનું ઘર ગોતીને તેના ઘરે આ ડ્રેસ આપવા જાય છે અને પેલી દીકરીના પિતાને આ ડ્રેસ આપ્તજ પિતા સમજી જાય છે અને તે ડ્રેસ ને સંભાળીને પોતાની પાસે રાખે છે.
આમાજ મૃત્યુ બાદ પણ ઘણી ઈચ્છા બાકી રહીજાય છે અને તે ઈચ્છા પૂર્ણ કરવાનો તેના અંગતજન ને આભાસ કરાવે છે.
આપણા આ સમાજ માં ઘણા લોકો આવી વાતોને સમાજ તા નથી કે માનતા નથી આધુનિકરણ માં જીવે છે, અને સાચું કહું તો હેરાન પણ ઘણા થાય છે. અને આવા અનેક બનાવો હશે કે કોઈના જીવન માં ઘટિત થયા હશે, અને ઘણા રીસર્ચ બાદ જાણવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે વ્યક્તિની આત્મા પોતાના નજીકના અને અંગત માણસ ની આજુ બાજુ ફરે છે, કારણ કે લાગણી તે આત્માને જકડી રાખે છે. અને તેને પોતાનાથી અલગ નથી થતી અને મુક્તિ નથી મળતી,જીવન આવી અનેક વાતો થી ઘેરાયેલું હોય છે. અને તેમાંજ લોકો ક્યારે જન્મ લઈને ક્યારે મૃત્યુ પામે છે તે ખુદને ખ્યાલ નથી રહેતો, અને અંતે અતૃપ્ત ઈચ્છાઓ રહી જાય છે.
આથીજ જીવન માં સત્ય અને સંયમ થી ચાલવું ખુબજ જરૂરી હોય છે. જીવન એ એક પ્રકારની રમત સમય બની ગયું છે, આજકાલ કે ક્યારે લોકો હારી અને જીતી જાય છે, તે સમજી નથી શકાતું.
Banny dave