નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર
email –
સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા
વિષય : સસ્પેન્સ – થ્રીલર
પ્રકરણ : 14
(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે કોઇ ઘાતક સિરિયલ કિલિરે અલગ અલગ જગ્યાએ ચાર ખુન કરી નાખ્યા છે અને ડિટેકટીવ મેહુલ પટેલને હજુ કોઇ પણ કડી મળી નથી. કાજલના પિતાની હત્યા થઇ જતા તેની માનસિક હાલત ખુબ જ ખરાબ બની ગઇ છે. હવે શુ થશે જાણવા માટે વાંચો આગળ) મશહુર સાઇકાર્ટીસ જગદીપ પટેલને આદિત્યએ બોલાવ્યા કારણ કે દિવસે દિવસે કાજલની હાલત સુધરવાની બદલે બગડતી જતી હતી. જે દીકરીને તેના પિતાજીએ લાડકોડથી માતા અને પિતા બંન્ને બનીને પ્રેમથી ઉછેરી હોય તે દીકરી જયારે પિતાજીનુ આવુ હિંસક રીતે મૃત્યુ જોઇ ત્યારે સ્વભાવિક રીતે દીકરીને આઘાત તો લાગે જ અને તેમાં પણ કાજલ ખુબ જ લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતી હતી. આથી તેને તીવ્ર આઘાત લાગ્યો. હવે તે ઝગડાઓ અને તોડફોડ પણ કરવા લાગી હતી. તે કયારેક એકદમ હિંસક બની જતી તેની હાલત જોઇ આદિત્યની આઁખમાં આંસુ આવી જતા હતા. સતત આદિત્ય તેની સાથે જ રહેવા લાગ્યો. તેણે કોલેજ જવાનુ અને પોતાની પાર્ટ ટાઇમ જોબ પર જવાનુ પણ છોડી દીધુ. તે આખો દિવસ ઘરે કાજલ સાથે જ રહેતો. તેના માતા પિતા અને કોલેજ ફ્રેન્ડસ તેને કોલેજ જવા માટે સમજાવતા પરંતુ તેને કાજલને છોડીને જવા કયાંય મન થતુ ન હતુ. અદિતિ અને આર્યા અને અપુર્વા પણ કાજલ સાથે વારાફરતી રહેતી જ હતી. તેઓ પોતાના ભાઇની સ્થિતિ સમજતી હતી આથી તેઓ અદિત્યને ખુબ જ સપોર્ટ કરતી રહેતી, જગદીપ પટેલે કહ્યુ, “આવા કેસ ખુબ જ નોર્મલ હોય છે. આજના ફાસ્ટ યુગમાં લગભગ સોએ વીસેક વ્યક્તિઓ આ બિમારીથી પીડાય છે. મોટેભાગના લોકો થોડી દવાથી નોર્મલ રહે છે અને કોઇ કોઇ એકદમ ઠીક થઇ જાય છે. પરંતુ અમુક લોકો આવી બિમારીમાંથી કયારેય બહાર આવી શકતા નથી અને એક પછી બીજી માનસિક બિમારીમાં ફસાતા જાય છે. કાજલની હાલત જોતા તેને દવાનો કોર્સ કરવો પડશે એન્ડ આઇ એમ સોરી ટુ સે બટ જો દવાથી ફરક નહિ પડે તો ટ્રીટમેન્ટ માટે તેને હોસ્પિટલમાં એડમીટ કરવી પડશે.”
“નો ડોક્ટર નો. હુ એને ઠીક થવામાં મદદ કરીશ હોસ્પિટલની નોબત નહી આવે. કાજલ જરૂર ઠીક થઇ જશે.” “તે પોતાના શોકમાંથી બહાર આવશે તો જ તેની હાલતમાં સુધારો આવશે નહિતર તેની માનસિક હાલત સાવ બગડી જશે. તે પાગલ પણ થઇ શકે છે.” આદિત્યને જગદીપ પટેલ ની વાત સાંભળીને ખુબ જ આંચકો લાગ્યો. “હુ એ નહિ થવા દઉ. મારી ફેમિલી અને હુ તેને જરૂર શોકમાંથી બહાર લાવીશુ.” તે કાજલને ખુબ જ ચાહતો હતો તે તેને પાગલ થતી જોઇ શકે તેમ નહોતો.
“બસ તેને ખુશ રાખવા પ્રયત્નો કરજો. તેને હમેંશા અંધકારથી દુર પ્રકાશમાં જ વધારે રાખજો. આવા દર્દીઓ માટે પ્રકાશ પણ એક દવાનુ કાર્ય કરે છે અને તેની સાથે હમેંશા કોઇએ રહેવુ એકલતામાં તેનુ મગજ વિચારમાં ચડી જાય છે. અને હમેંશા તેના મગજ એકટિવ રાખવા પ્રયત્ન કરજો. જેમ કે તેને ગમતી ગેઇમ, મુવી યા ફરવાના સ્થળો, ગમતુ કામ વગેરેમાં તેનુ માઇન્ડ બીઝી રહેશે તો વધારે ફાયદો થશે એન્ડ કલર્સ આર ઓલસો યુઝફુલ ઇન ધીસ પ્રોબ્લેમસ એટલે કે કલરફુલ વસ્તુઓ તેની પાસે રાખવી. આ બધી સ્મોલ ટીપ્સ છે બાકી પ્રેમ અને લાગણીથી ઘણી બિમારીઓ એમ જ ઠીક થઇ જાય છે. બસ ધીરજથી તેને ખુબ જ પ્રેમ પુર્વક સારવાર આપો અને થોડો દવાનો કોર્સ કરો. બસ ભગવાનની કૃપા હશે તો કાજલ ખુબ જ જલ્દીથી સાવ ઠીક થઇ જશે.” “થેન્ક્યુ ડોકટર” “વેલકમ યંગ બોય. મારે આખો દિવસ મનોરોગીઓ સાથે રહેવાનુ હોય છે એટલે હુ લોકોની માનસિક સ્થિતિ સારી રીતે પિછાણી શકુ છુ અને મારા આ જ્ઞાનથી મને ખબર પડી કે તુ કાજલને ખુબ જ ચાહે છે અને તારો આ પ્રેમ તેને એક દિવસ જરૂર ઠીક કરી દેશે. ડોન્ટ વરી બસ થોડી ધીરજ રાખજે. ભગવાને આપણા મગજને આખા શરીરને કન્ટ્રોલ કરવાની શક્તિ આપી છે. હવે આવા પાવરફુલ યંત્રનુ જયારે કન્ટ્રોલર ખોટકાઇ જાય છે ત્યારે તેને ઠીક કરવામાં ધીરજ એ જ માત્ર ઉપાય છે.”
જગદીપ પટેલ તો આદિત્યને સમજાવીને જતા રહ્યા. પરંતુ તેની વાત સાંભળીને આદિત્યને ખુબ જ આઘાત લાગ્યો અને તેની આઁખમા આંસુ ટપકી પડયા. તે જોઇ તેની પાસે બેઠેલી અદિતીએ કહ્યુ, “ભાઇ તમે મુઝાંવ નહિ. તમે આ લડાઇમાં એકલા નથી આખો દેસાઇ પરિવાર તમારી સાથે જ છે. આપણે બધા સાથે મળીને તમારા પ્રેમને બચાવીશુ. હિમ્મત અને ધીરજથી કાજલભાભીને એટલો પ્રેમ આપીશુ કે તે એક દિવસ જરૂર ઠીક થઇ જશે.” અદિતીના બંન્ને હાથ પકડીને તેના પર માથુ રાખીને રડતા રડતા આદિત્યએ કહ્યુ “ થેન્ક્યુ વેરી મચ અદિતી. તમારા બધાના સપોર્ટને કારણે જ હુ હિમ્મત ટકાવી રાખ્યો છુ. બસ હવે કાજલના ઠીક થવા સુધી મારી માનસિક હાલત ટકાવી રાખુ એટલે ઘણુ.” “ભાઇ મોરા ન બનો આ એક કસોટી છે. ઇશ્વરની આપણા કર્મોના બંધન પુરા કરાવવાની સાથે આપણી દૃઢતા અને હિમ્મત ચકાશવાની એક કસોટી છે અને તેમાંથી આબાદ રીતે આપણે પાર ઉતરવાનુ છે. આમ ભાંગી ન જશો. આપણે સાથે મળીને મુશ્કેલ ઘડી સામે લડીશુ.” “અદિતી હુ ખુબ જ નસીબદાર છુ કે મને આવો સુંદર પરિવાર મળ્યો છે. તારી વાત સાચી છે તમે બધા મારી સાથે જ છો તો કાજલને ઠીક થવુ જ પડશે.” “ધેટસ લાઇકસ અ સ્પિરિટ ભાઇ. આમ જ હિમ્મત રાખજો તો ભાભી જરૂરથી ઠીક થઇ જશે.” “થેન્ક્યુ અદિતી” “હવે બસ હો આ થેન્ક્યુ બેન્ક્યુ રહેવા દો. હુ મસ્ત રસોઇ બનાવા જઇ રહી છુ પછી ભાભીને તમારા હાથે પ્રેમથી જમાડજો.” આદિત્યએ સ્માઇલથી અદિતીને જવા દીધી. અદિતીની વાતથી તેનામાં ઘણો ઉત્સાહ આવી ગયો. તેણે હિમ્મત રાખીને કામ કરવાનુ નક્કી કર્યુ. હવે તે આખો દિવસ કાજલને સમજાવવા પ્રયત્નો કરતો. પરંતુ તે મુઢ થઇ બધુ સાંભળ્યા કરતી કોઇ રિસ્પોંસ જ ન આપતી હતી. આદિત્ય હમેંશા તેની સાથે રહીને તેને પ્રેમથી જમાડતો તેની સાથે ઘણી બધી વાતો કરતો. સારી સારી મુવિઝની ડી.વી.ડીઓ લાવીને તેની સાથે પિકચર જોતો. પરંતુ કાજલ થોડીવારમાં મુવિ છોડીને રૂમમાં જતી રહેતી. આદિત્ય તેની સાથે મોબાઇલમાં અને હાઉસહોલ્ડ બીજી ગેઇમ્સ રમતો પરંતુ કાજલ ગેઇમમાં કોઇ રસ દાખવતી ન હતી.
કાજલની હાલત રોજથી રોજ ખરાબ બનવા લાગી હતી. દુ:ખ અને મુશ્કેલીઓ બધા પર પડે જ છે અને એ આપણા જીવનની નિયતિ છે કે આપણે હમેંશા સુખ જ મળતુ નથી અને કયારેક નાનુ તો કયારેક પહાડ જેવા મોટા દુ:ખનો સામનો તો આપણે કરવો જ રહ્યો. પરંતુ લાગણીશીલ મનુષ્યો માટે દરેક દુ:ખની તીવ્રતા ખુબ જ વધી જાય છે. ઇશ્વર આપણને આ પૃથ્વી પર કર્મોના બંધન પુરા કરવા જન્મ આપે છે. અને આ જન્મ કયાં લેવો તે આપણે જ નક્કી કરીએ છીએ અને તે આપતા પહેલા ભગવાન આપણને ઘણીવાર પુછે કે આપણે આ યોનિમાં આ જ જગ્યાએ જન્મ લેવો છે ને? કેમ કે સંસારને જીરવવો ખુબ જ કપરો છે. એટલે ઇશ્વર આપણે પુછીને જ આપણે આ પૃથ્વી પર મોકલે છે. છતાંય આપણે આપણી પસંદગી કરેલુ જ જીવન પણ પૃથ્વી પર જીવવુ અઘરુ લાગે છે. આ જ આપણા સંસારનુ બંધન છે. ************************************
મેહુલ દિવસ અને રાત જોયા વિના પોતાનુ કામ કર્યે જતો હતો. ખુન થયેલ બધી વ્યક્તિની બધી ડિટેઇલ એકઠી કરી લીધી. આવી રીતે તે એક રાત્રે કોમ્યુટર પર બીજા સિરિયલ કિલિગ કેસની સ્ટડી કરી રહ્યો હતો ત્યાં બે વાગ્યે અચાનક તેના કોમ્યુટરમાં એક મેઇલ આવ્યો તેણે ખોલીને જોયો તો તે આ મુજબ હતો. “તુ ગમે તેટલુ કરી લે. હુ તેઓને નહી છોડુ તેઓ મારા ગુનેહગાર છે તેઓને કોઇ નહિ બચાવી શકે. મારા રસ્તા પર આવવાની કોશિષ કરી છે તો તારું પરિણામ સારું નહિ આવે. હટી જા, મારી અને તે લોકોની વચ્ચે આવવાની કોશિષ કરવાનુ રહેવા દે. તને ક્યારેય સફળતા નહી મળે.”
તુ તારા ઘરે જા અને પરિવાર સાથે આરામથી જીંદગી ગુજાર. મારા ગુનેગારને મને સજા આપવા દે નહિતર તુ પણ તેમાનો એક બની જાઇશ. આને ખાલી ધમકી ન સમજજે. ” તારો હિતેચ્છુ મેહુલ હજુ સુવાનુ વિચારતો જ હતો ત્યાં આવો મેઇલ વાંચીને તેની ઉંઘ સાવ ઉડી ગઇ. મેહુલને તેનુ મેઇલ આઇ.ડી.પણ થોડુ વિચિત્ર લાગ્યુ. તેની તો ઊંઘ હરામ થવા લાગી. હોટેલના રૂમમાં તે ગાંડાની જેમ ચક્કર મારવા લાગ્યો અને એક પછી એક સિગારેટ પી જઇ રહ્યો હતો. થોડી વાર બાદ અચાનક તેને આઇડિયા આવ્યો અને તેણે તાત્કાલિક પોતાના મિત્ર રાધે વર્માને મેઇલ ફોરવર્ડ કરી દીધો. જલ્દી તપાસ કરો આ મેઇલ કયાંથી આવ્યો છે. અને કોણે મોકલ્યો છે? અને આ મેઇલ આઇ.ડી. બનાવનારની તમામ ડિટેઇલ્સ ફટાફટ શોધવા કહી દીધુ. તેને ખબર હતી કે આટલી રાત્રે તે સુતો હશે આથી તેણે ફોન કરીને ઉઠાડવાનુ નક્કી કર્યુ.
ફોન હાથમાં લઇને તેના મિત્રને ફોન જોડયો. ઘણીવાર સુધી રીંગ વાગતી રહી. રાત્રે બે વાગ્યે કોઇને ઉંઘમાંથી ઉઠાડવુ તે સારી તહેજજીબ ન હતી પરંતુ એક સુરાગ હાથ લાગ્યો હતો. હવે કાતિલ હાથ વેંત જ હતો. આથી રાત બાત બધુ ભુલીને મેહુલે બીજી વાર ફોન લગાડયો. બે ત્રણ વાર રીંગ વગાડી ત્યારે તે ઉઠયો. રાધે વર્મા પણ કેસની ગંભીરતા સમજતો હતો મોબાઇલ પર મેહુલનુ નામ ફલેશ થતા જોઇને ફોન પીક અપ કરીને બોલ્યો, “મેહુલ અત્યારે શુ કડી હાથ લાગી? કેસ સોલ્વ થઇ ગયો?” “બસ હવે સોલ્વ થવાની અણીએ જ છે કેસ. તુ અત્યારે મારા મેઇલ આઇ.ડી. પર ચેક કરીને કહે મને અત્યારે જે મેઇલ આવ્યો તે કયાંથી આવ્યો છે. મારા પાસવોર્ડ અને આઇ.ડી. તને મોકલાવ્યા છે.” “શુ થયુ બોલ તો ખરા?” “વાતોમાં સમય ના બગાડ યાર મે કહ્યુ તે જલ્દી કરવા લાગ” “રાધે વર્મા ફટાફટ બેડ પરથી ઉઠીને થોડુ પાણી પી ને કમ્યુટર ઓન કર્યુ. પોલીસ ઓફિસર પાસે રહેલી ખાસ એપલિકેશન અને જી.પી.એસ સિસ્ટમથી તપાસ કરીને તેણે જાણ્યુ કે તે મેઇલ સુરતના કોઇ સાઇબર કાફેમાંથી આવ્યો છે. તેણે એ મેઇલ આઇ.ડી. વિષે બધી ડિટેઇલ મેહુલને ફોરવર્ડ કરી ત્યારે સવારના સાડા છ વાગી ગયા હતા. તે ફ્રેશ થઇ તૈયાર થવા ગયો. હવે તેને ડ્યુટી પર જવાનો સમય થઇ ચુકયો હતો. પોલીસની જીંદગીમાં હમેંશા ઉજાગરા આવતા રહેતા હોય છે. આથી તે તેના માટે માનસિક તથા શારિરીક બંન્ને રીતે તૈયાર જ હોય છે. મેહુલને એડ્રેસ મળી ગયુ એટલે તે કોઇ પણ જાતનો સમય બરબાદ કર્યા વિના જલ્દીથી સાઇબર કાફેના એડ્રેસ પર પહોંચી ગયો. ત્યાં જઇ તેણે જોયુ તો કાફે બંધ હતુ એટલે તેણે તાત્કાલિક તે કાફેના બોર્ડ પર લખેલા નંબર પર ફોન જોડ્યો અને કાફેના માલિક વિશાલ દવેને તાત્કાલિક હાજર થવા કહ્યુ.
થોડી જ વારમાં વિશાલ ત્યાં પહોંચી ગયો અને બાદમાં તે અને મેહુલ કાફેમા આવ્યા. મેહુલે તેને ગઇ કાલે આવેલા મેઇલ વિષે બધી વાત કરી અને તેને કહ્યુ કે આ મેઇલ તેના કાફેમાંથી થયો છે. “સર ઇટ્ઝ કમ્પ્લીટલી ઇમપોસિબલ. ગઇ કાલે આખો દિવસ કાફે બંધ જ હતુ. મારા કઝીનના મેરેજ હોવાથી હું અને મારુ આખુ ફેમિલી તો આઉટ ઓફ સુરત હતા અને તમે કહો છો કે આ મેઇલ મારા કાફેમાંથી થયો છે એ હું કેવી રીતે માની શકું?”
“તમારા કોઇ પાર્ટનર છે કે આ કાફે તમે જ હેન્ડલ કરો છો?” મેહુલે પુછ્યુ. “ના હુ એકલો જ હેન્ડલ કરુ છુ. મારે કોઇ પાર્ટનર નથી. બસ મારે ત્યાં ત્રણ માણસો કામ કરે છે. એક સફાઇ વાળો અને એક કોમ્પ્યુટર હેન્ડલ કરે છે અને એક મારી હાજરી કે ગેરહાજરીમા કાફે તથા કોમ્પ્યુટરનુ સંપુર્ણ ધ્યાન રાખે છે.” “ઓ.કે. તો તમારા માણસોમાંથી કોઇ પાસે અહીંની ચાવી રહે છે ખરા?” “ના આમ તો હુ ક્યારેય તેને ચાવી કે કાંઇ આપતો નથી પરંતુ કાંઇ ખાસ ઇમરજન્સી હોય તો તેને ચાવી આપુ છુ. પરંતુ સર કાલે તો ચાવી મારા ઘરે જ હતી. મે કોઇને આપી નથી.”
“ઓ.કે. ખુનીએ તમારુ કાફે પસંદ કર્યુ તેનુ કોઇ ખાસ કારણ હશે. એવુ બને કે કોઇએ જાણી જોઇને આ કાફે જ પસંદ કર્યુ હોય. જે કાલે બંધ હતુ. જેથી કોઇને શક ન પડે.” કહેતા મેહુલે સાઇબર કાફે આખુ તપાસી લીધુ કે કોઇ રાત્રે તેમાં ઘુસી જઇને મેઇલ તો નહિ કરી ગયુ.
પરંતુ તેવા કોઇ નિશાન ત્યાં મળ્યા નહિ. તેને સાઇબર કાફેના માલિક પર પણ શંકા ગઇ કે તે ખોટુ બોલતો હોય અને તેણે કે પોતાના કોઇ માણસ દ્વારા આ મેઇલ કરાવ્યો હશે. તેણે ચુપચાપ છાનામાના એક નાનકડી ચીપ ત્યાં ગોઠવી દીધી. જેથી તેની બધી વાતચીત તે સાંભળી શકે. પરંતુ તેને દિલથી એવુ લાગતુ હતુ કે તે સાચુ બોલે છે અને કોઇ શાતિર માણસ જ આની પાછળ હોવો જોઇએ. આવા વિચારને કારણે મેહુલને ઘોર નિરાશા વળી ગઇ. કેસ સોલ્વ થવાને બદલે ગુંચવાતો જ જતો હતો. તેને કોઇ જાતનો રસ્તો હવે દેખાતો ન હતો. મેહુલે પોતાના મનમાં કહ્યુ કે એમ કેમ બની શકે? રાત્રે બે વાગ્યે મને આ જ સાઇબર કાફે પરથી મેઇલ આવ્યો હતો. સાઇબર કાફેના માલિકે ચેક કર્યુ કે રાત્રે કોઇ તેના કાફેમાં ઘુસીને તેના કોમ્યુટરનો ઉપયોગ તો નથી કર્યોને? પરંતુ કોઇ સુરાગ મળ્યા નહી. મેહુલ નિરાશ થઇને હોટેલ પર આવી ગયો આવીને તેણે કોમ્યુટર ખોલ્યુ તો ફરીથી બીજા અજાણ્યા આઇ.ડી. પરથી મેઇલ આવ્યો હતો. તેણે જલ્દીથી ખોલીને ચેક કર્યો તો............. “તુ મને શોધવા પાછળ સમય ના બગાડ. તુ મને કયારેય શોધી નહિ શકે. તુ ગમે તેટલા ફાંફા મારી લે તુ મને નહિ પકડી શકે. હજુ કહુ છુ તને તારો જીવ વહાલો હોય તો તારી તપાસ છોડીને તારા ગામ જતો રહે. મને મારા મકસદથી કોઇ રોકી નહિ શકે. તે મારા ગુનેગારો છે અને વચ્ચે તુ આડો આવીશ તો તુ પણ મારો શિકાર બની જઇશ. જતો રહે તુ જતો રહે.”
તારો હિતેચ્છુ આ મેઇલ આઇ.ડી. પણ સાવ વિચિત્ર જ હતુ. વળી તેણે રાધે વર્માને મેઇલ લોકેશન ટ્રેસ કરવા કહ્યુ. રાધે વર્માએ તપાસ કરી તો આ વખતે કોઇ સરકારી ઓફિસનુ લોકેશન બતાવતુ હતુ. મેહુલે તપાસ કરી તો ખબર પડી કે તે ઓફિસ તો ઘણા સમયથી બંધ છે અને તેના કોમ્યુટર પણ બંધ હાલતમાં પડેલા છે. હવે મેહુલને ખ્યાલ આવી ગયો કે ખુની ખુબ જ ચાલાક છે અને તેની સામે નબળાઇ જરાય ચાલે એમ નથી. ખુનીએ મેઇલ કરવા માટે એવી જગ્યા પસંદ કરી હતી જે બંધ હતી. પરંતુ સરકારી ઓફિસના બંધ કોમ્પયુટર માંથી કોઇ કેવી રીતે મેઇલ કરી શકે? મેહુલને તો કાંઇ સમજ જ ન હતી પડતી. તેને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો. તેને આજ સુધી અનેક ગુંચવાડા ભર્યા કેસ સોલ્વ કર્યા હતા અને તે પણ ખુબ જ ઝડપથી. આ તેની જીંદગીનો પહેલો એવો કેસ હતો કે તેમાં આટલા મહિના વિતી ગયા હોવા છતાંય કોઇ શકમંદ પણ મળ્યુ ન હતુ. ખુન થયેલી બધી વ્યકિતઓના કોઇના કોઇ દુશ્મન હતા પરંતુ તેમાંથી કોઇ પર શક કરી શકાય તેવો ન હતો. તેને સાઇબર કાફેમાં રાખેલી ચીપમાં વારંવાર વાતચીત તપાસી પરંતુ ત્યાંથી મેઇલને લગતી કોઇ માહિતી ન મળી. મેહુલ સાવ નિરાશ બની ગયો.
કોણ છે આ સ્વાતી જે અચાનક મેહુલની લાઇફમાં આવી??? અને અચાનક રૂમમાંથી ક્યાં ગાયબ થઇ ગઇ? શું આ એ જ ખુની નથી ને કે જે આગળના ત્રણ ખુન થયા ત્યારે બધા સાથે હતી??? સ્ટ્રેન્જ!!! આ મીસ્ટ્રીનો ઉકેલ જાણવા માટે વાંચતા રહો સન્નાટાનુ રહસ્ય.....