Vishnu Marchant - 9 in Gujarati Fiction Stories by Chetan Gajjar books and stories PDF | વિષ્ણુ મર્ચન્ટ - 9

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

વિષ્ણુ મર્ચન્ટ - 9

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 9

“આઇ એમ સોરી”

આ શબ્દો મને આકરા તાપમાં ઠંડા પાણીના ટીપા જેવા લાગ્યા. એના સુંદર અને દયામણા ચહેરાએ મને માયકાંગલો બનાવી દીધો. આમતો મારે ગુસ્સે થવુ હતુ, લેક્ચર આપવુ હતુ પણ મે હથિયાર હેઠા મુકી આત્મસમર્પણ કરી દીધુ.

“ડોન્ટ બી સોરી, ભૂલ તો બધાથી થાય છે”

“ના વિષ્ણુ”

“હા આર્યા”

“ના વિષ્ણુ”

“હા આર્યા”

“ના વિષ્ણુ”

“શુ રાતનો પ્લાન બને છે?” અમન

અમન ભાગવા લાગ્યો અને આર્યા એની પાછળ. બધા હસવા લાગ્યા, બે મીનીટ પહેલાના લાગણીભર્યા દ્રશ્યો મસ્તીમા પરિવર્તિત થઇ ગયા.

હુ ધીરે ધીરે એ ગ્રુપનો સદસ્ય બની ગયો અને આર્યા નો બેસ્ટફ્રેન્ડ.

********

એક તકલીફના કારણે હુ હંમેશા મૂંજવણમા રહેતો એ હતી પૈસાની તકલીફ. મારા સિવાય બધા પૈસાદાર હતા એટલે એમના શોખ પણ એવાજ હતા. હુ એમની સાથે તાલ મીલાવવામા અસમર્થ હતો. એક કહેવત છે ને “લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય”. હુ મર્યો નહોતો પણ માંદો તો થવા લાગ્યો હતો.

પિતાજીની મહેનતના પૈસા હુ જ્યારે જલસા કરવા ઉડાડતો ત્યારે સુષુપ્ત અવસ્થામા પડેલો વિષ્ણુ જાગતો પણ વધારે સમય એ જાગ્રત ના રહી શકતો.

મે મની મેનેજમેન્ટ શરૂ કર્યુ. જ્યાં જરૂરત હતી ત્યાં ખર્ચા ઓછા કર્યા અને જ્યા જરૂરત નહોતી ત્યાં ખર્ચા વધારી દીઘા છતા પણ ખેંચ પડતી. કદાચ આર્યા મારી પરિસ્થિતિ પારખી ગઇ હતી.

એક રવિવારે બપોરે મારા હોસ્ટેલના રૂમ પર ટકોરા પડ્યા. મે આંખો મશળતા મશળતા દરવાજો ખોલ્યો, મારી ઊંઘ આંખના પલકારામા ઉડી ગઇ. મારી સામે આર્યા ઊભી હતી. હુ ખાલી અંડરવેઇરમા હતો.

(એમના ચહેરા પર સ્મિત આવ્યુ, માથુ જરા ધૂણાવ્યુ)

“આર્યા તુ અહિંયા.....” અચંભાથી

મે ફટાફટ પેન્ટ પહેર્યુ, ટી શર્ટ પહેર્યુ. એ રૂમમા પ્રવેશી.

“ઇઇઇઇ... કેટલો ગંદો રૂમ છે?”

મે એનો હાથ પકડ્યો અને સટાસટ ચાલવા લાગ્યો.

“આ બોઇઝ હોસ્ટેલ છે”

“અંકલ ક્યા છે?”

“આર યુ મેડ? તુ શુ વિચારીને અંદર ઘુસી?”

“અંકલ ક્યા છે?”

મારુ ધ્યાન તો હોસ્ટેલના છોકરાઓ તરફ હતુ જે મને અને આર્યાને એકીટસે જોઇ રહ્યા હતા.

અમે હોસ્ટેલની બહાર નીકળી ગયા અને બહાર આવેલી ચાની લારી પર પહોચ્યા.

“તારામા જરાપણ અક્કલ છે, આમ બોઇઝ હોસ્ટેલમા ઘુસી અવાય?, કઇ થઇ જાત તો?”

“અંકલ ક્યા છે?”

“કોણ અંકલ?”

“તારા પપ્પા આવાના હતા ને”

“ઓ હા, પપ્પા આવાના તો” મારો ગુસ્સો શાંત થઇ ગયો અને બોલવામા લોચા પડવા લાગ્યા.

મે થોડુ વિચાર્યુ.

“હજી કલાક પછી આવાના છે”

“કંઇ વાંધો નહિ, મૂવિનો ટાઇમ છ વાગ્યાનો છે, વી કેન વેઇટ”

હકિકતમા મારી પાસે પૈસા નહોતા એટલે મે બહાનુ બનાવેલુ પણ આર્યાને ખબર પડી ગઇ હતી કે હુ જૂઠ્ઠુ બોલુ છુ.

“અરે ના પણ, તને મારી જોઇ જશે તો”

“તો શુ?”

“તુ હમણા અહિંયાથી જા”

“હુ તો અંકલને મળીને જ જઇશ”

“હુ તને પછી મળાવીશ”

“મારે તો આજેજ મળવુ છે”

“આર્યા તુ સમજતી કેમ નથી”

“તો મને સમજાય” એ થોડી ઢીલી પડી ગઇ

“તુ નહિ સમજે”

“હુ બધુજ સમજુ છુ”

હુ શાંત થઇ ગયો.

“હુ સમજુ તો છુ પણ તારા વિષે કંઇ જાણતી નથી, તુ કેમ તારી ફેમિલી વિષે કંઇ વાત કરતો કેમ નથી”

“કહીશ”

“ક્યારે?”

“સમય આવશે ત્યારે”

“એ સમયની રાહ જોઇશ”

મે એની સામે જોયુ, અમારી નજર મળી.

“તારી ટીકીટ લેવાઇ ગઇ છે, આજે મારા તરફથી ટ્રીટ”

અમે બધા મૂવી જોવા ગયા પછી જમવા. એ રાત્રે અમે ખૂબજ એન્જોય કર્યુ.

બધા નીકળી ગયા. આર્યા મને હોસ્ટેલ સુધી છોડવા આવી. એણે એક્ટીવા બંધ કર્યુ.

“કાલનો શુ પ્લાન છે?”

“કંઇ ખાસ નહિ, કેમ?”

“તો મારા ઘરે ડીનર પર આવ, એ બહાને મમ્મી પપ્પા ને મળી લેવાય”

તરતજ મને યાદ આવ્યુ કે હુ નીચલી વર્ણનો છુ અને આર્યા બ્રાહ્મણ.

“અરે ના ના”

“કેમ?”

“બસ એમજ, મને થોડુ ઓકવડ ફીલ થશે”

“હુ છુ ને”

હુ થોડો મૂંજાયો.

“તુ વિચારીને જવાબ આપજે, જવાબ હા જ હોવો જોઇએ”

અમારી વચ્ચે એક અજબનો સંબંધ હતો જે પ્રેમ તો નહોતો, આકર્ષણ કહી શકાય. આમપણ હુ મારી જાતને રોજ એકવાર તો યાદ કરાવતો “વિષ્ણુ તારે પ્રેમ નથી કરવાનો”. હુ ફરી એકવાર સમાજના તિરસ્કારથી ડરતો હતો, અપમાનથી ડરતો હતો, સાચુ કહુ તો પ્રેમથી ડરતો હતો.

હુ નક્કિ કરીને ગયો કે કોલેજ પહોંચતાજ આર્યાને ના પાડી દઇશ પણ આર્યા માને તો ને.

(એમના ચહેરા પર આછુ આછુ સ્મિત આવ્યુ)

એ હા પડાવીનેજ રહી.

(પછી અચાનક એ ઉદાસ થઇ ગયા , કદાચ કંઇક યાદ આવી ગયુ)

હુ આઠ વાગ્યે એના ઘરે પહોંચી ગયો. થોડો નર્વસ હતો.

આર્યાએ દરવાજો ખોલ્યો ત્યારે એના ચહેરા પર મોટ્ટી સ્માઇલ હતી. લાલ રંગના પંજાબી ડ્રેસમા પરી જેવી લાગતી હતી.

(ઘીરે ઘીરે હ્રદય પીગળવા લાગ્યુ હતુ પણ હુ જાણતો નહોતો)

મે આર્યાના મમ્મીને બુકે આપ્યો, આર્યાને ચોકલેટ આપી. આર્યાના પપ્પા દેખાતા નહોતા. મે એને ઇશારાથી પૂછ્યુ, એને પણ ઇશારાથી ઇગ્નોર કરવા કહ્યુ. આર્યા એના પિતાની વાત આવતી ત્યારે એ અવગણના કરતી અને સરખો જવાબ પણ ના આપતી.

અમે ડ્રોઇંગરૂમમાં ગોઠવાઇ ગયા. વાતો કરવા લાગ્યા એટલામાં એના પપ્પાનો હાકોટો સંભળાયો અને ઉપરના રૂમમાથી લથડતા લથડતા નીચે આવ્યા. આર્યાની મમ્મી એમને સંભાળવા ગયા.

“આ કોણ છે?”

“મારો ફ્રેન્ડ છે” આર્યા

“ફ્રેન્ડ છે? અહીંયા શુ કરે છે?” એ લથડતા લથડતા મારી તરફ આવ્યા

આર્યાના મમ્મીનએ એમને પકડ્યા.

“તમે ઉપર જાઓ, હુ બરફ લઇ આવુ છુ”

“હુ ઉપર નથી જવાનો”

“તમે જાઓ”

“મુકેશ, જરા નીચે આવ તો” એના પપ્પાએ કોઇને બૂમ મારી.

“તમે ઉપર જાઓ, તમારુ જમવાનુ હુ ઉપર આપી જઉ છે”

“મુકેશ, જરા નીચે આવતો”

“પપ્પા પ્લીઝ, તમારા કારણેજ હુ કોઇને ઘરે નથી બોલાવતી”આર્યા ગુસ્સે થઇ ગઇ

એના પપ્પા પર કોઇ અસર નહોતી. એટલામા એમના ફ્રેન્ડ નીચે આવતા દેખાયા.

જેવો એમનો ચહેરો દેખાયો મારુ હ્રદય ઘબકારા ચુકી ગયુ, પરસેવો છૂટવા લાગ્યો, ગળામા દૂમો ભરાઇ ગયો. એક મીનીટ માટે હુ અચેતન થઇ ગયો.

એ હતા કામિનીના પપ્પા.

હુ કંઇપણ બોલ્યા વગર ચાલવા લાગ્યો.

“ક્યાં ભાગે છે, ડરપોક” મુકેશભાઇ

બધાનુ ઘ્યાન આર્યાના પિતા પરથી હવે મારા અને મુકેશભાઇ પર હતુ.

“ઊભો રહે, નીચ, ગંદા લોહીની પેદાશ”

આર્યા અવાક બનીને જોઇ રહી અને હુ થોભી ગયો. હુ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો.

“મુકેશ અંકલ તમે આ શુ બોલો છો?”

“આ તો વાપીનો કચરો છે બેટા, તુ ક્યા આને ઘર સુઘી લઇ આવી?”

“આ બધુ શુ છે, મને જરા કોઇ સમજાવશે, વિષ્ણુ તુ કેમ કંઇ બોલતો નથી?”

હુ ગુસ્સાને અંદરજ દબાવી રાખવા માંગતો હતો.

“એ આજે ના બોલે, એની પોલ ખૂલી ગઇ છે”

“મને કંઇ સમજાતુ નથી”

“હુ સમજાઉ તને બેટા, આ લોકો ગટરની પેદાશ છે, ગામનો કચરો છે અને કચરાને ઘરની બહાર ફેંકાય, ઘરમા ના લવાય”

“તમે કહેવા શુ માંગો છુ?”

“એની જાત”

“હુ નથી માનતી જાતપાતમા”

“તુ માને કે ના માને પણ આ લોકો આપણુ ગંદુ સાફ કરવા જન્મેલા છે એટલે એમની સાથે મિત્રતા પણ પાપ છે”

“હુ નથી માનતી”

“એ.....” આર્યાના પપ્પાએ રાડ નાખી

“ઘર્મ છે આપણો”

“તમે તો ના બોલો તોજ સારુ, હુ જાણુ છુ તમારો ઘર્મ” આર્યાએ એના પપ્પાને મો પર ઘસીને જવાબ આપી દીઘો.

એના પપ્પા ખૂબજ ગુસ્સે થયા. હાથ પણ ઉગામ્યો, એની મમ્મીએ રોકી લીધો. હુ નીકળી ગયો.

હુ અંદરથી ખૂબજ ધૂંધવાયેલો હતો, ગુસ્સામા લાલચોળ હતો. માંડ માંડ તો અતિત ભૂલ્યો હતો પણ પાછો મારો ભૂતકાળ મારા મનના દરવાજે દસ્તક દેવા લાગ્યો. મહા મહેનતે સ્થિર થયેલા જીવનને અતિતના કંકરે હચમચાવી નાખ્યુ. આખી રાત હુ સૂઇ ના શક્યો. એકવાર ફરીથી કામિની યાદ આવી ગઇ. એના વિષે જાણવાની ઇચ્છા પણ થઇ. બીજી બાજુ ઊભા હતા આર્યાના સવાલો. હવે તો આર્યાને સત્ય કહેવા સિવાય કોઇ રસ્તો નહોતો.

જેવુ વિચાર્યુ હતુ એવુજ થયુ. જેવો કોલેજ પહોચ્યો, આર્યા મારો હાથ પકડી કેન્ટીનની પાછળ લઇ ગઇ. એ શાંતિથી વાત કરવા માંગતી હતી, મારા વિષે બઘુ જાણવા માંગતી હતી અને મે પણ નક્કિ કરી લીધેલુ હુ એને બઘુ કહી દઇશ.

મે પણ હ્રદય ખોલી નાખ્યુ. એની આંખો ભરાઇ ગઇ. મારુ મન પણ હલકુ થઇ ગયુ.

**********

એ વાતને લગભગ એક મહીનો થઇ ગયો. એક રવિવારે અમે એક ફાર્મહાઉસ પર જવાનો પ્લાન બનાવ્યો. અમન ગાડી ચલાવતો હતો, નીશિતા એની બાજુમા બેઠી હતી તો, વચ્ચેની સીટ પર આદિત્ય અને શિવાંગી હતા અને પાછળની સીટ પર હુ અને આર્યા. મારા અને આર્યા સિવાય બંન્ને કપસ હતા.

છ યૌવનથી ઊભરાતા હૈયા એક સાથે હોય એમાથી બે કપલ હોય અને નોટી વાતો ના નીકળે એ અશક્ય કહેવાય. આદિત્ય એ બાબતે ઘણો નિખાલસ હતો.

“અમન, આજે તો ત્રણેય ફટાકડી લાગે છે, નહિ?”

અમને ખાલી સ્માઇલ આપી.

“એમા મારા વાળી તો ખાસ” આદિત્ય

“આદિત્ય” શિવાંગી જરા ઊંચો અવાજે

“મને ખબર છે ”

“ફાર્મહાઉસમા ચાર બેડરૂમ છે” આદિત્ય

“સપના જો, સપના હુ એટલી જલ્દી હાથમા નથી આવાની” શિવાંગી એ ટોંટ માર્યો

“આદિત્ય, આપણે અહિયાં સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરવા આવ્યા છીએ” આર્યા

“તુ અને વિષ્ણુજ કબાબ મા હડ્ડી છો, તમે પણ કપલ બની જાવ ને”

“કબાબમા હડ્ડી હે?” આર્યાએ આદિત્યને મસ્તીમા માર્યો

“તો શુ કપલ બની જાઓ અને એક બેડરૂમ લઇ લો”

“આદિત્ય, શટ અપ” ત્રણેય દેવીઓ એક સાથે

હુ તો એકદમ શોક્ડ હતો, મારા માટે થોડુ અસામાન્ય હતુ. આદિત્ય મૂફટ હતો પણ આજે થોડો વઘારેજ થઇ ગયો હતો.

અમે આખા રસ્તે ખૂબજ મસ્તી કરી. હુ મહદઅંશે શાંત હતો કારણ કે ક્યાંક હુ પોતાની જાતને એ બઘાથી ઉતરતો સમજતો હતો અને કદાચ એટલેજ.......

(વિષ્ણુ મર્ચન્ટ જરા શાંત થઇ ગયા, આંખો બંઘ કરી, ઊંડો નિસાસો નાખ્યો, દાંત બરાબર ભીડ્યા)

(શુ એટલેજ? મે પૂછ્યુ)

(સમય આવતા સમજાઇ જશે, વિષ્ણુ મર્ચન્ટ)

અમે ફાર્મહાઉસ પહોચ્યા. એકદમ નિરવ શાંતિ, હસતા રમતા ઉપવનમા એક શાનદાર મહેલ. કુદકતી સૌંદર્ય એની સોળે છટા એ ખીલેલુ હતુ. પક્ષીઓના મધુર ટહુકા, પ્રકૃતિની સુગંઘ, વૃક્ષોના લહેરાતા પાંદડાના એ મઘુર સંગીતથી શરીરની બઘી ઇંન્દ્રીઓ પ્રફૂલ્લિત થઇ ઉઠી. શહેરની ભીડભાડ, ટ્રાફિક, પ્રદૂષણ, ઘોંઘાટથી દૂર એક સ્વર્ગ. એ કુદરતી વાતાવરણમાં શ્વાસ લેતાજ ફેફસા પ્રસન્નતાથી જૂમી ઊઠ્યા. જ્યારે પ્રકૃતિની સુગંઘ જ્યારે નાકના દ્વારે અંદર પહોચી તો એવી પ્રસન્નતા થઇ જાણે વર્ષોથી વિખૂટા પડેલા સંતાનને માતાની છાતીની ઠંડક મળે.

અમે એ મહેલમા પ્રવેશ્યા. પ્રવેશતાજ એક મોટો રૂમ. વચ્ચો વચ્ચ એક મોટુ ઝુમ્મર. પહેલા માળે ચાર ભવ્ય બેડરૂમ, પાછળ સ્વીમીંગ પૂલ અને પછી ઊંચી દિવાલ.

આદિત્ય તો પાગલ થઇ ચૂક્યો હતો.

“શિવુ, જો આવો મોકો ફરી કદાપિ નહિ મળે”

“આદિત્ય” શિવાંગી અકળાઇ ગઇ

“અરે યાર જો તો ખરી, આ દિવસ હંમેશા યાદ રહેશે”

“પ્લીઝ આદી...” શિવાંગી

શિવાંગી આગળ આગળ અને આદિત્ય પાછળ પાછળ.

હુ તો ભારે અચંભામા હતો. આવી માંગ બધાની સામે.

“ઓય, આપળે અહિંયા કપલ કપલ રમવા નથી આવ્યા, આજે બધા સીંગલ છે”

“તુ પણ આજના દિવસ પૂરતો વિષ્ણુને તારો બોયફ્રેન્ડ બનાવી દેને”

“આદિ, હવે બસ કર યાર, આઇ એમ હેવીંગ સરપ્રાઇઝ” અમન

બધાનુ ધ્યાન અમન તરફ ગયુ.

“શુ છે સરપ્રાઇઝ?” આર્યા એકદમ ઉત્સાહથી

અમને એની બેગ ખોલી, અંદર હાથ નાખ્યો. બધા ઉત્સાહથી અમન તરફ જોઇ રહ્યા હતા.

એણે સિવાસ રીગલ ની બોટલ કાઢી.

“વોહ.... સિવાસ રીગલ?”આર્યા અને અમન એક સાથે

“તો આ છે સરપ્રાઇઝ” નિશિતા.

નિશિતા થોડી અંર્તમુખી હતી. એનો સ્વભાવ ખૂબજ સરસ હતો. જેલમા એકવાર અમન સાથે આવી હતી પણ એ મારી સાથે એકદમ સામાન્ય હતી.

“ગાઇઝ, અત્યારે નહિ” આર્યા

“સ્વીમીંગપૂલે બેસીને પીસુ”

“પીવાની મજા તો રાત્રે આવે”

“આપણી પાસે રાત સુધીને સમય નથી”

“પણ અત્યારે” નિશિતા

“પછી ખબર નહિ બધા ક્યારે ભેગા થઇશુ, ચલો ગાઇઝ મજા આવશે. આજે તક મળી છે તો મજા લૂટી લઇએ”

“હજી તો દોઢ વર્ષ બાકી છે”

“ચલો સ્વીમીંગપૂલ પાસે”

બધા સ્વીમીંગપૂલ પાસે ગોઠવાઇ ગયા. પહેલો પેગ બન્યો. ચીયર્સ સાથે ગ્લાસ અથડાયા અને એક પછી એક ઘૂંટળો ગળે ઉતરવા લાગ્યો.

નિશિતાએ આર્યાને ઇશારો કર્યો, આર્યાએ શિવાંગીને.

“બોઇઝ, તમારે માટે પણ સરપ્રાઇઝ છે”

“શુ સરપ્રાઇઝ છે?”

“એ કહી દઇએ તો સરપ્રાઇઝ શેની?”

પહેલો પેગ પત્યો, બીજો પત્યો, ત્રીજો પત્યો. ધીરે ધીરે બધાની આંખોમા સિવાસ રીગલ દેખાવા લાગી.

શિવાંગી ઊભી થઇ. એના પગ પર સિવાસ રીગલનુ સામ્રાજ્ય હતુ. આદિત્ય પણ એની પાછળ ઉપડ્યો. શિવાંગી જેવી લડખડાવા લાગી, આદિત્યએ તક ઝડપી લીધી એને બાહુપાશમા જકડી લીધી. બંન્ને જણ અંદર ગયા.

“લાગે છે આદિત્યની ઇચ્છા પૂરી થઇ જશે”

“રેડી ફોર સરપ્રાઇઝ”

અમન અને નિશિતાતો એકબીજાની આંખોમાં ખોવાઇ ગયા. દુનિયાથી પર એક બીજી દુનિયામા ચાલ્યા ગયા હતા.

“શુ છે તમારી સરપ્રાઇઝ?”

“વિષ્ણુ, સંયમ રાખ”

આર્યા પણ ડોલતી હતી.

“કોઇ હિન્ટ તો આપ”

“બીજુ તો કંઇ નહિ પણ તારો નશો ઉતરી જશે”

“જો, જરા પેલી બાજુ નજર કર”

મારુ મોં ખૂલ્યુ તો ખૂલ્યુજ રહિ ગયુ અને ખરેખર નશો ઉતરી ગયો.

શિવાંગી લથડાતી લથડાતી આવતી હતી ટુ પીસ બીકનીમા. અચાનકજ ટેસ્ટોસ્ટેરાનનુ લેવલ વઘી ગયુ. શિવાંગુ ખરે ખર ખૂબજ સુંદર હતી. એની સુદ્રઢ કાયા ચારે બાજુ કામણ પાથરી રહી હતી.

“ઓ, જાગો... વિષ્ણુ સાહેબ આ બાજુ” આર્યાએ મારી આંખો સામે ચપટી વગાડી

“હા, આર્યા”

“મને ઊભી કર, હવે મારો વારો છે”

મે એનો હાથ પકડ્યો. એ ઊભી થઇ શકે એવી હાલતમા નહોતી.

“રહેવા દે, તને ચડી ગઇ છે”

“તુ મને નહિ સંભાળે?”

“હા હા પણ તુ સરખી રીતે ઊભી પણ નથી રહી શકતી”

“ચલ મારી સાથે”

હુ આર્યાને રૂમમા લઇ ગયો. એ બાથરૂમમા ગઇ. અચાનક બહાર આવી.

“જો વિષ્ણુ, કંઇપણ પડવાનો અવાજ આવે તો બેજીજક અંદર આવી જજે”

“અવાજ આવે તો......” એ હસતી હસતી અંદર ગઇ

એ અંદર ગઇ અને હુ આવનારા તોફાનની સામે ટકી રહેવા હુ પાળ બાંધી રહ્યો હતો.

“વિષ્ણુ, હુ બહાર આવુ?”

હુ તરતજ ઊભો થઇ ગયો.

“હા”

“આર યુ રેડી?”

એ તરતજ બહાર આવી ગઇ. બે હાથ ફેલાવીને, પગ ક્રોસ કરીને ઊભી રહી.

“ધનતડનનનનન”

એનુ સમતોલન ડગમગી ગયુ, હુ એની તરફ ઘસ્યો, એને કમરથી પકડી લીધી. એ ફટાફટ સીઘી થઇ ગઇ અને હુ દૂર ચાલ્યા ગયો. એના એ માખણ જેવા દેહનો પહેલો સ્પર્શ હુ આજે પણ અનુભવી શકુ છુ.

ગુલાબી બીકનીમા એનો સદ્રઢ દેહ કામણના બાણ વીંજી રહ્યો હતો જે મારી ચેતનાને ચીરી મારા અંતરને લોહિલૂહાણ કરી રહ્યો હતો. એની સુંદરતા જાણે બરફથી છવાયેલા વિશાળ પર્વત પર ઉગતો સૂર્યનો ગુલાબી તડકો. એક એક અંગની કોતરણી એટલી પરફેક્ટ કે કદાચ બનાવવા વાળાને પણ બનાવ્યા બાદ પોતાની કારીગરી પર વિશ્વાસ નહિ થયો હોય.

શરીરમા અંતસ્ત્રાવોનો સ્ત્રાવ વધી ગયો. શિશ્નમા લોહીનો પ્રવાહ વધી ગયો. બધુ જાણ બહાર. હુ સામાન્ય બનવાનો ડોળ કરવા લાગ્યો.

“અરે વિષ્ણુ, નો કોમ્પ્લીમેન્ટ્સ?”

હુ થોડો સ્વસ્થ થયો.

“યુ આર લૂકિંગ બ્યુટીફૂલ”

“આઇ નો વિષ્ણુ, બ્યુટીફૂલ છુ એ તો હુ જાણુ છુ, એમ આઇ નોટ લૂકીંગ સેક્સી?”

“યેસ યેસ.... યુ આર લૂકીંગ સેક્સી”

“ચલ બધા રાહ જોઇ રહ્યા હશે”

અમે બહાર ગયા. બધા ત્યાજ હાજર હતા.

“લો આવી ગયુ ત્રીજુ કપલ”

“લેટ્સ સ્વીમ”

“આર્યા આર યુ સીરીયસ?” હુ

“આઇ એમ ડેઅમ સીરીયસ”

“તને ચડી ગઇ છે, રહેવા દે”

એટલામાં નિશિતા બધા પર પાણી ઉડાડવા લાગી. પછી તો બધા એમા જોડાઇ ગયા, આમતેમ ભાગાભાગી થવા લાગી. મારુ ધ્યાન ના ઇચ્છતા પણ આર્યા તરફ જતી રહેતા. એના શરીર તરફ, એની છાતી તરફ, એની જાંઘો, એના નિતંબ. પછી શિવાંગી, પછી નિશિતા. બસ એજ ક્રમ સતત ચાલ્યા કર્યો. પણ ધીરે ધરે બધુ સામાન્ય થઇ ગયુ. પછી નજર તો ભટકી પડતી પણ કંટ્રોલ પણ ફટાફટ થઇ જતી.

થોડીવારમા થાકીને બધા નીચે ગોઠવાઇ ગયા. ખૂબજ મસ્તી કરી પછી ધીરે ધીરે બધા છૂટા પડવા લાગ્યા.

આદિત્યએ ફાઇનલી એનો દિવસ યાદગાર બનાવી દીધો. અમન અને નિશિતા પણ રૂમમા જતા રહ્યા. વધ્યા કોણ? હુ અને આર્યા.

“સાલાઓ, ચલ બધાને રૂમની બહાર કાઢીએ” આર્યા

“છોડને”

“તો આપણે શુ કરીશુ?”

“ચલ બહાર ગાર્ડનમા જઇએ”

“હુ કપડા બદલી લઉ”

અમે બંન્ને બંગલાની પાછળની બાજુ ગયા. આર્યા આગળ હતી, હુ પાછળ. હુ થોભ્યો, ચલ એ રૂમમા આદિ અને નીશિતા છે. એમના એન્જોયમેન્ટનો અવાજ છે.

અમે બંન્ને એક વૃક્ષ નીચે બેઠા.

“એક સવાલ પૂછુ?” આર્યા

“હા પૂછ”

“એ અવાજો સાંભળીને તને કંઇ ફીલ થયુ?”

હુ સવાલ માટે તૈયાર નહોતો એટલે ચોંકી ગયો.

એ હસવા લાગી.

“હુ તારા ખોળામા માથુ રાખુ?”

“હા હા સ્યોર”

એ દિવસે જે પણ થઇ રહ્યુ હતુ એ મારે માટે અસામાન્ય હતુ.

પ્રો. શર્માએ અમને મિત્ર બનાવ્યા તો એના ઘરે થયેલુ મારુ અપમાન અમને નજીક લઇ આવ્યુ. ફાર્મહાઉસમા એ દિવસે મનમા દાટી દીઘેલા લાગણીના બીજમાંથી એ પ્રેમના અંકુર ફૂટ્યા પણ મે મારી જાતને સાચવી લીઘી.

“વિષ્ણુ તુ એકદમ પાગલ છે”

“કેમ?”

“જ્યારે કોઇ છોકરી તારા ખોળામા માથુ રાખે ત્યારે તારે એના માથે હાથ ફેરવવો જોઇએ”

હુ એના માથે હાથ ફેરવવા લાગ્યો. એણે આંખો બંધ કરી દીઘી. પહેલા મારુ ધ્યાન એના ચહેરા પર હતી જે ધીરે ધીરે એની છાતી પર, સાથળ પર અને એટલામા પાછુ એણે પડખુ ફેરવ્યુ, એની કમર પર નજર પડતાજ શિશ્નમા લોહીનુ પરિભ્રમણ વધી ગયુ. આર્યા તરતજ ઊભી થઇ ગઇ.

“સોરી”

“ડોન્ટ બી સોરી”

હુ ખૂબજ નર્વસ થઇ ગયો હતો. શુ વાત કરવી એ ખબરજ નહોતી પડતી.

“ઇટ્સ ઓ.કે, ઇટ્સ એબ્સોલ્યુટલી નોર્મલ”

“ચલ અંદર જઇએ, સાલાઓને બહાર કાઢીએ”

હુ ઘીરે ઘીરે ફરી એજ રસ્તે ચાલવા જઇ રહ્યો હતો જે રસ્તો ઘણો પાછળ હુ છોડી ચૂક્યો હતો અને જવા પણ નહોતો માંગતો.

હુ ફરી પ્રેમમા પડવા જઇ રહ્યો હતો.

ફરી એજ થવા જઇ રહ્યુ હતુ જે વર્ષો પહેલા થયુ હતુ.