Hovapanu ane hoy j in Gujarati Magazine by Nikhil Shukl books and stories PDF | હોવાપણું અને હોય જ !

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

હોવાપણું અને હોય જ !

********** હોવાપણું અને હોય જ ! ********

ગિટાર હોય,ટ્રમ્પેટ હોય,બ્યુગલ હોય જે કેમ્પફાયરની બહેતરીન સ્મૃતિઓનો ઇજારો લઈને બેઠું હોય..પિયાનો હોય,સંતુર હોય, ઢોલક અને તબલાં હોય.."ઝાકિર હુસૈન" નો ચહેરો હોય, "આબિદા પરવિન" નો અવાજ હોય, જગજીત સિંઘ હોય, "યુક્રેનિઅન" બેલે ડાન્સર "અલા કુશનિર" હોય એની કર્વેસિયસ-કમનિય-કાયા હોય અને એનું લાડિલું નામ "લૈલા" હોય અને એની માદક અદા હોય જે અશ્ર્લિલ ના હોય ! "સની લિયોન" નો પોર્નોગ્રાફિક ચહેરો હોય જે કોઇ જાણિતા કારણોસર જ સાવ ભારતીય લાગતો હોય ! તવાયફો અને કોઠાનો ઠેકો લઈને બેઠેલી અને લુંગી અને કુર્તો પહેરેલી "દીના પાઠક" હોય, "અર્ધસત્ય" નો "અમરિશ પુરી" અને "ઓમ પુરી" હોય અને "કાસ્ટઅવે" અને "કેમ્પ્ટન જેક સ્પેરો" હોય "સિન કોનેરી" અને "પિઅર્સ બ્રોસનન" હોય અને "જહોન ટ્રાવોલ્ટા" અને "લિયોનાર્ડ દિ કેપ્રિઓ" હોય અને એક "શટર આઇલેન્ડ" હોય એક "મોર્ગન ફ઼્રિમેન" અને એક "અમિતાભ બચ્ચન" હોય "..દેવિયોં ઔર સજ્જનો.." ! અને એક નાજુક "ડિમ્પ્લ કાપડિયા" હોય જેનું નામ "બોબી" રાખ્યું હોય અને એક એ હોય જે આ - હુસ્ન, શોલા, કયામત - જેવા શબ્દોનો પર્યાય હોય - "સલમા આગા" !

એક લેટિન અમેરિકન માણસ હોય જે સિગાર પિતો હોય અને "લા પોડેરોસા " - ધિ માઇટિ વન(!) ઉપર રખડવા નિકળ્યો હોય, એક "નિલ આર્મસ્ટ્રોંગ" હોય અને એક "લાન્સ આર્મસ્ટ્રોંગ" હોય જેનું "હાર્ટ" એના "હાથ" કરતાં વધારે સ્ટ્રોંગ હોય. અધખુલા બ્લાઉઝ અને ડિપ-કટ ડ્રેસમાંથી છ્લકાયાં કરતાં ક્લેવેજ હોય, "લો-હીપ" કપડામાંથી ઉભરાયા કરતી માંસલતાં હોય, ચુસ્ત/ચપોચપ ટોપ હોય , તંગ-તંગ છાતી હોય, વ્હિસ્કીના અડધા પેગ જેવી જરાક ખુલ્લી "બેક" હોય અને આખી બોટલની જેમ લથડાતી/ઉછળતી..! અને આ બધાંને ભેગાં કરીને "ક્રિટિકલ માસ" માં રૂપાંતરિત કરતાં "નિતંબ યુગ્મ" હોય હોય જેનું ગુરૂત્વાકર્ષણ "તારા યુગ્મો" કરતાં વધારે હોય !

"મિકા" નું "સાવન મેં લગ ગઈ આગ" હોય અને "યુફોરિઆ" નું "ધુમ પિચક ધુમ" હોય અને "ગુલામ અલી" ગાઈ નાંખે એક દિવસે "સુરજ મેં લગા ધબ્બા ફિતરત કે કરિશ્મે હે.." ! અને એક "જગજીત" હોય અને જે મોઢું વાંકુ(!) કરીને અઘરા આલાપોને લોકભોગ્ય બનાવતું હોય અને "કૈલાશ ખૈર" ની "તેરી દિવાની" હોય અને "ઇશ્ક જુનું સર.."-ચઢીને બોલતું હોય "રાજ કપુર" હોય અને "તીસરી કસમ" હોય અને "...દુનિયા બનાનેવાલે.." ને માટે એક કોયડારૂપ એવી "..રોતી છટપટાતી હુઇ મહુઆ.." અને લઈ જનાર "સૌદાગર" હોય !

"લાર્જ હેડ્રોન કોલાઇડર" હોય અને પૃથ્વી ઉપર "બ્લેકહોલ" બની જવાની બીક હોય, મંગળના ગ્રહના "આઇસોટોપ્સ" હોય અને ભાષાંતરની ભુલોના કારણે માની લેવાયેલા "માનવ સર્જીત બાંધકામો" હોય અને "ટેરાફોર્મિંગ પ્રોજેક્ટ" ની હજુ શરુઆત પણ ના થઈ હોય અને "કાર્લ સેગાન","સ્ટિફન હોકિંગ્સ" અને "આલ્બર્ટ હેરમાન આઇનસ્ટાઈન" હોય અને "સાપેક્ષવાદ" ના સાપેક્ષ અર્થો-અનર્થો હોય. "ચાર એમિનો એસિડ" હોય અને અગણિત શક્યતાઓ હોય અને એની જ આ બધી મગજમારીઓ હોય અને હાં કોમ્પ્યુટર હોય અને એના જટિલ શાસ્ત્રની સુંદરતા હોય અને..કોમ્પ્યુટરની અમારી પાસેની વાતો બહુ લાંબી હોય !

ગઝલો હોય ,કવિતાઓ હોય, વિદેશી હોય અને ગુજરાતીમાં થયેલું ભાષાંતર હોય. સોનેટ હોય,"રમેશ પારેખ" ની "સોનલ" હોય અને એક "અદનો શાયર" ક્યાંક "ઘાયલ" હોય ! ૫-૭-૫ નો નિયમ હોય અને "ઝેન તત્વદર્શન" જેવા "હાઇકું" હોય "અચ્છાંદસ" હોય અને એના પોતાના છંદ-કુછંદ હોય ! "મુનવ્વર રાણા" હોય , "બશીર બદ્ર", "વસીમ બરેલવી" હોય અને "આધુનિક કલાપિ"(!) ની જરાક "કોપિ-પેસ્ટ" જેવા "કુમાર વિશ્વાસ" હોય અને "...એક પગલી મેરા નામ જો લે, ગભરાયે ભી..શરમાયે ભી" - નો એક રચયિતા હોય.અને આ બધાંમાંથી વિણિવિણીને પસંદ કરેલી રચનાઓ "અહેમદ-હુસૈન" અને "અનુપ જલોટા" ગાઈ નાંખતા હોય અને આ બે-ત્રણ નામોને બે-એક પેરેગ્રાફમાં જ સમાવી/ઉલ્લેખી લેવાનું ભુલી જવાની ભુલો હોય !

..અને એમ જ લાઇફમાં દુખો હોય. સાલા જાલિમ હોય અને એની જાલિમ મઝાઓ હોય ! તુટવાનું અને ભાંગવાનું હોય અને તુટીતુટીને "બુધ્ધિના બંધારણ" ને બદલવાનું હોય અને એની જફાઓ હોય અને તકલિફોની "વફાઓ" હોય અને ધરબી રાખેલા જખ્મોની એમની પોતાની આગવી "પ્રામાણિકતા" હોય અને ક્યારેક અચાનક વધી જતાં "રક્તચાપ" નો રોમાંચ હોય. છાતીમાં સોય વાગવા જેવી ટિસ હોય અને હ્રદય હજુ સાવ "સંવેદના રહિત" નથી થયું એનો "આશ્વાસન ઇનામ" જેવો આનંદ હોય ! અને મૌત-મૃત્યુની એક સુંદર વિચારધારા હોય અને એ અંતિમ ઉપલબ્ધિની રાહ જોતાં રહેવાની એક તાઝા ઉઝરડાઓ જેવી બળતરા હોય. દુખો વડે સલંકારિત અને શોભાયમાન જીવન પણ હોય. પોતાની ભુલોનું પોતાનાપણું હોય અને એનો ગર્વ અને વસવસો હોય અને ક્યાંક એ ગર્વના કારણે જ "આત્મસન્માન" નામનું રમકડું પાળ્યું હોય !

આમ હોય..તેમ હોય અને કંઈ કેટલુંય હોય અને કંઈ ના હોય અને એ હોવા-ન હોવા નું એક "કોલાજ" હોય અને "સાઇન વેવ્ઝ" જેવી જિંદગી હોય અને "ડિજીટલ સિગ્નલસ" જેવી નૈતિકતા હોય અને "મહારથી કર્ણ" અમસ્તાં જ અને અ-કારણ જ યાદ આવ્યાં કરતો હોય અને એકાદ "ખુટી જતી" વાતો નો ઢગલો હોય અને આ બધું બસ આમ જ હોય. સુખદુખ બધું બસ હોય જ ! અને એને જોતા/સમજતાં/અનુભવતાં/સહન કરતાં/ખુશ થતાં/હેરાન થતાં શિખવાનું હોય !

જીવન માત્ર સુખ આપે છે. દુખ જેવું કંઈ હોતું જ નથી ! કંઈક "આનંદિત સુખ" કંઈક "ગમગીન સુખ" બસ, માત્ર સુખ ! લાલ/કાળાં/સફેદ રંગોની છાંટવાળા સુખો જ સ્વયં જીવનની નિયતી પણ છે અને સાર્થકતા અને યથાર્થતા પણ છે.

__નિખિલ શુક્લ