Samayno palto - 2 in Gujarati Moral Stories by Poojan Khakhar books and stories PDF | સમયનો પલટો - 2

Featured Books
Categories
Share

સમયનો પલટો - 2

સમયનો પલટો - ૨

______________________________________________________________

પૂજન ખખ્ખર

બસ, આ સાથે જ તન્મય રેસ્ટોરન્ટ તરફ આવે છે અને તેની સૌથી પહેલી નજર રીયા પર જાય છે. રેશ્મી વાળમાં રહેલી તેની હેરસ્ટાઈલ એ બ્લ્યુ કલરનું સિમ્પલ ગાઉન, હાથમાં તેને આપેલું બ્રેસલેટ તેમજ મોઢા પર એક લેખિકા તરીકેનું ઊભરી આવતું તેજ સાથે જરૂરિયાત જેટલો જ મેકઅપ અને તેની પીંગરી આંખો કે જેને જોઈને તન્મયને પ્રેમ થયો હતો. તન્મય તેનો એકપણ દાગ વગરનો ચહેરો જોઈને જાણે છકી ગયો હતો. માથાના બોરીયાથી લઈને કાનની બુટી તેમજ કપાળ પરની બિંદી તો વળી, આંખનું આંજણ, હોઠ પરની લિપસ્ટિક, આંગળીઓ પરની નેઈલ પોલિશ તો તેના પરનું નેઈલ આર્ટ, હાથમાં રહેલી વીટીઓ ને એક હાથમાં રાખેલું પર્સ આ સાથે તેના પગમાં રહેલા ચપ્પલ પર તન્મય નજર નાખી ચૂકેલો હતો. અચાનક જ તન્મયને લાગ્યુ કે તે કોઈ એક જ વ્યક્તિને શોધતો હોય એમ લાગે છે અને એ છે તન્મય.

આમ, રીયાની નજર પણ તન્મય પર પડી અને જાણે કોઈ રાજકુમારી પોતાના રાજકુમારની વાટ જોઈ રહી હોય અને તે વર્ષોના ઈંતજાર પછી આવ્યો હોય એમ રીયાના હાવભાવ જણાતા હતા. તેણે આજે અનુભવ્યું કે તન્મય માટે તે પોતે કેટલી ખાસ છે. તેને આજે સમજાયુ કે આવા ભરાવદાર શરીર કે જેના મોઢા પર તેના પિતા જેવુ તેજ કે જેની આંખમાં તેની માતા જેવી પ્રામાણિકતા અને તેના સ્મિત પરથી નજર આવી રહેલી તેની સાદગી તેમજ હાવભાવ અને વર્તન પર છલકતો પોતાના પ્રત્યેનો પ્રેમ! આ બધુ જોઈ રીયા પણ સ્ત્બ્ધ બની ગઈ.


આથી બંને એકબીજા સામે ઊભા રહી ગયા અને એકબીજાની સામું જ જોવા લાગ્યા. પ્રેમની આ નાજુક ક્ષણ માણવાની આજે તક આવીગઈ.. આંખથી આંખ સામે જોવું કે જેનાથી સમગ્ર બીજાના પ્રત્યેનો ભાવ પ્રગટ થઈ શકે કે જેનાથી પ્રેમની સૌથી પેલી કૂંપણ ફૂટી હોય અને અત્યારે તો આ વિકસિત થતી હોય એ પણ કેવી રીતે તો કે.."આપણને સામે વાળાની આંખમા જે દ્રશ્ય દેખાય તેનાથી!"

આ સાથે જ રીયા બોલી ઊઠી..

"શું દેખાય છે મારી આંખમાં?"

"મારું પ્રતિબિંબ!" તરત જ મળેલા જવાબથી રીયાને લાગ્યું કે તન્મય આ જ પ્રશ્નની રાહ જોતો હતો.

"રૂપથી સજેલી આ રીયા આજે ઘેલી થઈ ગઈ..

આપીને મારું આ હ્રદય હું તમારી થઈ ગઈ.." શબ્દોની અને સાહિત્યની રસિક રીયાના મુખમાંથી આ સરી પડે છે.

"રસ્તા પરના મારા એ હ્રદયને સંભાળજો,

હું દુઃખી થાવ ત્યારે એને પ્રેમથી પંપાળજો..

ગુસ્સે થવ હું તમારા પર ત્યારે મને સમજાવજો,

તમારા પ્રેમરૂપી અંતરની લાગણીથી મને ઓગાડજો.." તન્મય પણ આજે કંઈક અલગ જ મૂડમાં છે.

બંનેના મગજમાં હવે તારા-મારાને છોડી અને આપણાની ભાવના જાગી ઊઠી ,આવે ભલેને સુખ કે દુઃખ. એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયેલા આ પ્રેમીપંખીડા હવે એકબીજાને ભેટી પડે છે કે જેને આ જમાનામાં હગ કહે છે. આજે ફરી એક નવા પ્રેમી યુગલનો જન્મ થયો છે કે જેઓ આજે એકમેકમાં ખોવાય ગયા છે. આ ૮-૧૦ લીટીના સંવાદથી તેમનો પ્રેમ વધારે ગાઢ બન્યો હોય એવુ લાગ્યુ.

બંનેના વિચાર એક જ તરફ ચાલી રહ્યા છે અને તે છે સમયનો પલટો.. કેમકે તેઓ બાળપણથી જ સાથે હોય છે અને છૂટા પડ્યા હોવાછતા સમય તેમને કૉલેજમાં ભેગો કરી દે છે. શાળાના સમયમાં તેઓ એકબીજા સાથે બોલ્યા પણ નહોતા અને તેના ૫-૭ વર્ષ પછી આ વિકસેલો મિત્રતાનો સંબંધ હવે પ્રેમમાં પલટી ગયો. પ્રેમી યુગલને કુદરતની આ કરામતથી ગર્વ થવા લાગ્યો. આજે આ અવસ્થાએ તેઓની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ હોય એમ તેઓ વર્તતા હતા. અચાનક જ તેમની નજર ઘડિયાળ પર જાય છે અને તેઓ સમયના અભાવથી જમવા બેસે છે. તન્મય વેઈટરને સૂપ અને સલાડ માટે ઓર્ડર કરે છે. મિનિટોમાં જ રીયાનું ફેવરીટ ટોમેટો સુપ વીથ ટોસ અને કબાબ પીરસાય છે.

રીયા અચાનક જ ચમચી હાથમાં પકડીને અટકી જાય છે. તન્મય આ જોવે છે અને તેનાથી ના રહેવાતા તે રીયાને પૂછી જ લ્યે છે.

"શું થયું રીયા??"

"કશું નહિં..!"

"જો રીયા તુ જે વિચારશને કે આપણે છૂટા પડી જશું તો..? પણ આપણે છૂટા કદી નહિં થઈએ. મારા મમ્મી-પપ્પા અને અંકલ-આંટી બંને ફોરવર્ડ છે. હું તને વચન આપું છું કે હું તને કદી એકલી નહિં છોડું."

"પણ તને કેમ ખબર કે હું એ જ વિચારું છું?"

"એ જ તો ખાસિયત છે મારી... ટૂંકમાં કહું ને તો હું તને સમજું છું રીયા."

"હા, તુ બધાને સમજી શકે છે પણ તારા ચહેરા પરથી કદી કોઈ કહી શક્યું હોય તારો ભાવ એવું મૈં જોયું નથી."

"હું તને તેમાં સફળતા અપાવીશ."

(આ સાંભળી રીયા એકદમ જ ખુશ થઈ જાય છે. પ્રેમભરી વાતોનો તો ખજાનો હોય છે એમાં પણ આતો નવા એટલે પતી ગયુ. બંંને એકબીજાને ખવડાવે છે તો વળી, એક સમય એવો આવે છે કે માત્ર અહિં નજરથી નજરનો મેળાપ જ થાય છે. તો ક્યારેક વળી સ્મિતની આપ-લે. ખાવાનું બાજું પર રહી જાય છે અને બંને પ્રેમથી પોતાની ભૂખ સેવતા હોય એવું લાગે છે. હોટેલનો સ્ટાફ પણ તેને જોયને સ્ત્બ્ધ બની ગયો છે. રીયા અને તન્મયને તો કશું દેખાતુ જ નથી. નથી તેમને સમયનું ભાન કે નથી તેમને આસપાસના લોકોનું ભાન. આમ, તે બંને પોતાનું ભોજન પતાવે છે.)

"તન્મય, એક વાત કહુ?"

"અરે! એમાં કશે પૂછવાની શી જરૂર..!"

"મને છે ને આ બધું બહું જ ગમ્યુ.."

"બસ, એ જ તો જોઈએ આપણને.. મજા આવી જોઈએ.."

"થેન્ક્યું સો સો સો સો મચ.."
"
અરે..અરે..અરે..!!! આ કાંઈ સર્જન નહોતું મારું. આ એક સિમ્પલ પાર્ટી જ હતી જેમાં થોડી સરપ્રાઈઝ હતી એટલે વધું મજા આવી.."

"હા.. પણ તો ય આઈ લવ યુ.."

"આઈ લવ યુ ટુ.. રીયા.."

(બે મિનીટની સાયલન્સ પછી..)

"તો હાં... મીસ રીયા હવે આપ શું લેસો?"

"મિસ્ટર તન્મય આપ શું આપી શકશો..?"

"હાર્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, મલાઈ કુલ્ફી, બ્રાઉની, આઈસ્ક્રીમ કે પછી બ્રાઉની વીથ આઈસ્ક્રીમ??"

"ઓ માય ગોડ!! બધુ જ મારું મનપસંદ!!"

"યસ, માય પ્રિન્સેસ.."

"હું કુલ્ફી લઈશ.."

"મેમસાહબ ઑર હમરે લિયે એક એક માવા કુલ્ફી હો જાયે.."

"હાહાહાહાહાહાહાહાહાહા..." આ અંદાજમાં તન્મયનો અવાજ સાંભળી રીયા ખળખળાટ હસી ઊઠે છે.

તન્મય બસ તેની આ સ્માઈલનો જ દિવાનો છે. તે આજે રીયાને ખૂબ જ હસાવવા માગે છે. કારણ એક જ છે કે અત્યારે રીયા તેની છે અને તે ક્ષણ-ક્ષણને માણી લેવા માગે છે.

આ સાથે જ બંને કુલ્ફી ખાય છે. તે બંને ચર્ચા કરે છે કે ભલે આપણે લાખ પાર્ટીઓ કરી પરંતુ આના જેવી મજા કદાચ એકેયમાં નહિં આવે. કેમકે, આમાં કંઈ જ ધાર્યું નહોતું. હવે પછીમાં કદાચ અપેક્ષાઓ પણ હોય. આજનો આ બંનેનો પ્રેમભર્યો અંદાજ કંઈક અલગ જ હતો. આજે રીયા આવી ત્યારથી એને મળેલી સરપ્રાઈઝોથી લઈને તેને મળેલી અત્યાર સુધીની ભાવતી વાનગીઓ તે બધું જ શ્રેષ્ઠ હતું. તેથી જ આજે જરાક રીયા ને આજે તન્મય વધું પસંદ પડી ગયો. આ વિચારતા રીયા અચાનક જ બોલી ઊઠી.

"તુ આજે મને જરાક વધુ જ પસંદ પડી ગયો તન્મય..!"

"તો અત્યાર સુધી શું કોઈ બીજું હતું??"

"ના, હવે જાને.. તુ આ મને ગુસ્સો અને મૂડ બદલાવાની કૂટેવ ક્યારે કાઢીશ..?"

"હું મરીશ ત્યારે.."

"ચુપ, બોલમાં કંઈ જ આગળ.." રીયા એકદમ જ ગુસ્સા સાથે બોલી.

"પણ.."

"ના પાડીને.. કશું બોલવાની.."

આમ, તન્મય કશું જ બોલતો નથી. બંને ફરી એકબીજા સામું જોયા રાખે છે અને બંનેને અનુભવ થાય છે કે હવે તે બંનેની કેર એકબીજા પ્રત્યે વધતી જાય છે. અત્યારે ભલેને ગમે તે ઋતુ ચાલતી હોય પણ આ લોકોની જીંદગીમાં વસંત આવી ચૂકી છે. તેઓનું એકબીજા વચ્ચેનું અંતર હવે ઘટતું જાય છે. તેમની યુવાની હવે સોળે કલાએ ખીલી છે અને એક એવો માહોલ બન્યો છે કે જેનાથી તેઓ ચુંબન કરવા પ્રેરાયા છે. આ નિરવ શાંતિ અને યુવા માહોલે ને અચાનક જ નવું રૂપ મળી જાય છે.

"સાહેબ તમારી બે માવા કુલ્ફી.."

માહોલ આખો વિખાય જાય છે અને તે બંનેને પણ જાહેરમાં આવું ના કરાય એનો અહેસાસ થાય છે. ઉંમર સાથેના વધતા જતા આકર્ષણોએ તેમને આ કરવા મજબૂર કર્યા હશે એમ સમજી શકાય. માવા મલાઈ આપી ત્યારે રીયાની જે શરમાયેલી નજર હતી તે તન્મય પોતાના હ્રદયમાં કેદ કરી લે છે. તેઓ માત્ર ૧૦ જ મિનિટમાં ઘરે નીકળવવાનું નક્કિ કરે છે. કુલ્ફીની ઠંડારકએ તેમના આનંદમાં અનોખો ઉમેરો કરે છે.તેઓ બંને હોટેલની જ્યારે બહાર નીકળે છે ત્યારે તેને એવો અહેસાસ થાય છે કે અમે કંઈક અલગ જ દુનિયામાંથી આવ્યા છીએ. આ જ ભાવના સાથે રીયા બોલી ઊઠે છે..

"તન્મય, આપને ક્યાંક બીજે તો નથી આવી ગયા ને??"

"રીયા, આપણે ક્યાંક બીજે ચાલ્યા ગયા હતા.."

તન્મયના પ્રત્યેક નાના જવાબ પણ હવે રીયાના હ્રદયને સ્પર્શી જાય છે. તન્મય જાણે પોતાના માટે જ બન્યો હોય તેમ તે ગાઢ પ્રમાણમાં માની લે છે. સમય જે એક જ એવું પરિમાણ છે તે હાથમાંથી સરી રહ્યું છે. રીયાના મમ્મી-પપ્પા અને તેની નાની બહેન ગમે ત્યારે ઘરે આવી જશે અને તે પેલા રીયાને નોર્મલ થવાનું છે. જેમ બને તેમ વહેલું તે ઘરે પહોંચે એ જ સારું છે. રીયા એકદમ જ જીદ્દી છે અને તે ૫-૫ મિનિટનું કહીને તન્મયને તેની સાથે રહેવાનું કહે છે. તન્મય પણ હવે કશું બોલી શકે તેવી અવસ્થામાં નથી. છેલ્લે તન્મય ખીજાયને રીયાને સમજાવે છે અને તેને ઘરે જવા સહમત કરે છે. આ સાંભળતા જ રીયા તન્મયને રસ્તા પર જ આલિંગન આપે છે. શહેરમાં મેઈન રોડ પર આવેલી આ હોટેલના મુખ્ય ચાર રસ્તા પર આ યુગલ ભેટી રહ્યું છે. રાત્રીના આ સમયમાં આજુ-બાજુ કોઈ જ નથી. જો કે, આ સમયમાં કોઈ હશે તોય તેઓને માટે આ પ્રતિકરૂપ બની રહેશે. રીયા તો એટલી ખુશ છે કે તેને તો ભગવાનને વિનંતી કરીને સમયને થોભાવી દેવો છે. તન્મયને સમયનું ભાન છે અને તે ઉંમરના પ્રમાણમાં જ સભાન અને સહજ પણ છે. તેથી, તે કહે છે કે આપણે ફરી મળીશુ..રીયા. રીયા પણ સમજી જાય છે કે હવે વધુ રોકાશું તો તન્મયને પસંદ આવશે નહિં. તે બંને લગભગ ૧૦-૧૨ વખત બાય-બાય.. બાય..બ્બાય.. કરીને નીકળે છે. ડ્રાઈવર પ્રવીણકાકાને પણ લાગે છે કે આજે બહેન બહુ જ ખુશ છે. તેથી તે પણ મોજમાં આવી જાય છે.

રીયા કારમાં અંદર પ્રવેશતા જ બોલે છે કે "કાકા, મમ્મી-પપ્પાના શું ખબર??"

"એ તો હજુ વાર છે એમ થોડીવાર પહેલા કહેલું.."

"તો તો અત્યારે હાઈ-વે પરથી લેજો.. આપણે ફરીને જઈશું.. તમે જમ્યા ??"

"હા, બેટા જમી લીધું.. પણ હાઈ-વે પરથી કેમ??"

"કાકા..આજનો દિવસ મારા માટે ખૂબ જ સરસ છે.. મારે આ પળને માણી લેવી છે. ચાલો, આજે મને લાંબો આટો મરાવો.."

"હા, ઓકે મેમસાહેબ.. તમે ક્યો એમ.."

રીયા કારની અંદર બેસી જાય છે ગરમી લાગતા એ.સી. ચાલુ કરવાનું કહે છે. કાકા એ.સી. ચાલુ કરે છે. રીયા કાકાને મ્યુઝીક વગાડવાનું કહે છે. ગીત ચાલું થતા જ રીયા ઝુમી ઊઠે છે.

"નજર જો તેરી લાગી મૈં દિવાની હો ગયી.. મશહુર મેરે ઈશ્ક કિ કહાની હો ગયી..

જો જગને ના માની તો મેને ના ઠાની કહાથી દેખો મૈં કહા ચલી આયી...

કહેતે હે યે દિવાની મસ્તાની હો ગયી..."

આ ગીતમાં રીયા પણ સાથોસાથ સૂર પૂરાવે છે અને કાકા પણ સમજી જાય છે કે આજે મેમ કંઈક અલગ જ ખુશીમાં છે. રીયા આ ગીતમાં એટલી ઝુમી ઊઠે છે કે તે કારની બારી ખોલી અને પોતાનું મો બહાર કાઢે છે અને તે પવનમાં એકદમ જ પરોવાય જાય છે. તેને કોઈ મુવીનો સીન શૂટ થતો હોય તેમ હિરોઈનની જેમ બેસવું છે. તેને જગતની મોટામાં મોટી લેખિકા બનવું છે. તેના આ સપનાઓમાં અચાનક જ તન્મય આવી જાય છે અને તે તેની સાથે માણેલા એ સમયમાં વહી જાય છે કે જે તેને સપનાથી દૂર લઈ જાય છે.

ક્રમશઃ..