Bhartiya Sanskruti in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | Bhartiya Sanskruti

Featured Books
Categories
Share

Bhartiya Sanskruti

ભારતીય સંસ્કૃતિ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ભારતીય સંસ્કૃતિ

પ્રિયંકા કોમ્પ્યુટર પર કોઈ યુવક સાથે ચેટીંગ કરી રહી હતી. જો કે આ તો એએક વર્ષથી કરતી હતી. પ્રિયંકાએ સુનિલ સાથે પહેલી વખત અજાણતા જ ચેટ કર્યું હતું.એ એનું કામ કરતી હતી અને અચાનક જ ફ્લેશ થયેલું કે આ માણસ તમારી સાથે સંપર્કકરવા માંગે છે. તમને મંજુર છે...? અને માત્ર આનંદ કરવા એણે એ સ્વીકારી લીધું.બસ પછી તો આ રીતે વાતચીત ચાલવા માંડી. એ સમયે એક વખત એના પિતાએપાછળ ઉભા રહી જોયું અને તરત પૂછ્યું કોણ છે આ સુનિલ. જેની સાથે વાતાવરણ,હવાની મસ્તી, ફૂલોની તાજગીની વાતો કરે છે. ત્યારે પ્રિયંકાએ કહ્યું, એક અજાણ મિત્રછે, બસ આવી સુંદર વાતો કરીએ છીએ. તો પિતાજી કહે, ક્યાં છે એ છોકરો...? શું કરેછે...? તો પ્રિયંકા કહે એ તો કાંઈ ખબર નથી બસ વિચારોની આપ-લે કરીએ છીએ.આ સાંભળતા જ પિતાજી તાડૂક્યા, જેના વિષે તને કાંઈ જ ખબર નથી એની સાથે આમસ્તી...? તકલીફમાં આવી જઈશ, બંધ કર આ બધું, એમ કહી નીકળી ગયા.

પ્રિયંકાનો વાર્તાલાપ તો ચાલુ જ હતો અને એ વાર્તાલાપ પરિણમ્યો પ્રેમાલાયમાં,કોણ જાણે કેમ વાતવાતમાં બન્ને ખૂબ નજીક આવી ગયા. સુનિલ પ્રિયંકા કરતા ૬ વર્ષમોટો હતો. પ્રિયંકાને થોડો ધક્કો તો લાગ્યો પણ પછી થયું, મારી લગ્નની ઉંમર તો ઘણીજ વીતી ગઈ છે. મારી સરખે સરખી સખીઓ તો બે બાળકોની મા બની ગઈ છે. એટલેઆમા શું વાંધો. એમ વિચારી વાત આગળ વધારી. પછી સુનિલે કહ્યું કે, તું તારો ચહેરોબતાવ, ફોટો મોકલ તો પ્રિયંકા કહે એ નહીં થાય. તું તારો ફોટો મોકલ પછી હું વિચારીશકે મારે ફોટો મોકલવો કે નહીં અને પછી સુનિલે પોતાનો ફોટો મોકલ્યો, પ્રિયંકા તો ફોટોજોઈ ગાંડી ગાંડી થઈ ગઈ. કેટલો સરસ છોકરો છે. હું ભલે સુંદર છું પણ બન્ને ઉભા હોઈએ તો કોઈ પહેલા તો એને જ જુવે. પણ હશે, કાંઈ નહીં, પણ સુનિલ આપણનેગમ્યો. પછી તો પ્રિયંકાએ પણ ફોટા મોકલ્યા અને એ ફોટો મળતા તો સુનિલે ભરપૂરવખાણ કરવા માંડ્યા. પ્રશંસાના પુષ્પો વેરવા માંડ્યા. પ્રિયંકાને લાગ્યું આ તો છેલબટાઉ લાગે છે. ખોટે ખોટા વખાણ કરે છે. તો ય વાત તો ચાલું જ રાખી. વાત ફોટાની આપલે પછી એક દિવસ વેબ કેમેરા પર આવી અને બન્ને વેબકેમ ચાલુ કરી એક બીજાને જોઈ,હસી-મજાક કરવા માંડ્યા. વાત આગળ ચાલી અને બન્નેએ એક બીજાને પૂછી લીધું અનેજાણી લીધું કે બન્નેએ લગ્ન નથી કર્યા. આ પછી સુનિલે પ્રસ્તાવ મૂક્યો લગ્નનો. પ્રિયંકાએ કહ્યું, વિચારીને કહું, મારે મારા વડીલોને પણ પૂછવું પડે.

પ્રિયંકાએ પોતાની બધી હિંમત ભેગી કરી પિતાજીને વાત કરી. પિતાજી આવખતે તો હદ બહાર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ’મેં ના પાડી હતી અને કહ્યું હતું કે, તકલીફમાં આવી જઈશ. ક્યાં રહે છે એ છોકરો...?’ તો પ્રિયંકા કહે, ’ન્યુ જર્સી’. આસાંભળીને તો પિતાજી વધુ બગડ્યા અને ના જ પાડી દીધી અને કહ્યું, ’પરદેશનો છોકરો છે એનો ભરોસો શું, કંઈક કેટલા લફરા હશે, આ ઉંમરે તો એક વાર પરણી છૂટો પણથઈ ગયો હશે. અરે કોક છોકરીનું જીવન પણ બરબાદ કરી ચૂક્યો હશે એની સાથેલગન...? નહીં જ થાય. તને ખબર નથી આવા છોકરા લગ્ને લગ્ને કુંવારા હોય છે અનેવળી પાછો આપણી નાતનો ય નથી. ચાલો એ તો છોડો પણ આપણે એની તપાસ પણકેવી રીતે કરવી...? કોને પૂછવું...? એનો કંઈ આપણા દેશનો સંપર્ક છે...? એનાસગા છે...? છોકરી, તું આટલા વરસ કુંવારી રહી છે તો જિંદગી આમ જ કાઢી નાખ હુંતને ખમી સકીશ પણ તું પરણીને જાય પછી દગો થાય કાં તો બેઠી બેઠી રીબાય, પછી તને છોડાવી પાછી લાવવી પડે એ નહીં ખમાય.’ આ વાત ચાલતી હતી ત્યાં જ પ્રિયંકાનીસહેલી રીના આવી અને કહ્યું, ’શું થયું અંકલ કેમ આટલા બધા ગુસ્સે થાવ છો, શું કર્યુંપ્રિયંકાએ...?’ ત્યારે પિતાજી બોલ્યા, ’આ તારી બાળસખી નેટચેટમાં એક છોકરાના પ્રેમમાં પડી ગઈ છે હવે એ છોકરાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે અને એ છોકરો ન્યુજર્સીમાં છે. જેના વિષે કોઈ જ માહિતી નથી, મારી છોકરીને એમ અંધારા કૂવામાં હુંનહીં જ નાંખી દઉં, તું સમજાવ રીના, આ ગાંડીને સમજાવ જો જો એ છોકરાને...’ એમકહી એ તો જતા રહ્યા પછી રીનાએ કહ્યું, ’બતાવ તો એ છોકરો કોણ છે...?’ અનેપ્રિયંકાએ ફોટો બતાવ્યો, એ ફોટો જોતા જ રીના ભડકી અને બોલી, ’આ છોકરો છે...?આ તો મારી સાથે પણ ચેટીંગ કરતો હતો અને અચાનક જ મારી સાથે સંપર્ક કાપીનાંખ્યો. જો કે મને એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો, બસ છ માસ અમારે ચેટીંગચાલેલું.’ આ સાંભળી પ્રિયંકા વિચારોમાં પડી ગઈ. કંઈ જ બોલી નહીં. બીજા દિવસેચેટીંગ કરતા એણે સુનિલને પૂછ્યું કે તમારા સંબંધી અહી કોણ છે...? કાંઈ તમારા વિષેજાણવું હોય તો...? તો ’સુનિલે કહ્યું મારા મામા છે ત્યાં એનો સંપર્ક કરી શકો છો.’ એમકહી સરનામું આપ્યું.

પ્રિયંકાએ વિચાર કર્યો કે બે-ચાર દિવસમાં કોઈકના મારફતે તપાસ કરાવવીપડશે. એ વિચાર કરતી હતી અને બીજા દિવસે ઘેર એક ફોન આવ્યો. પ્રિયંકાના પિતાએફોન લીધો સામે છેડેથી એક વડીલ બોલ્યા કે હું જયકાંત બોલું છું મારા ભાણિયા માટેતમારી કન્યા પ્રિયંકાની વાત કરવા આવવી છે તમે હા પાડો તો હું આવું બાકીની વાત ત્યારે કરશું પ્રિયંકાના પિતાએ હા પાડી અને સમય નક્કી કર્યો.બે દિવસ પછી જયકાંતભાઈ એના પરિવાર સાથે આવ્યા. પ્રિયંકાના પિતા સુબોધભાઈએસારી આગતાસ્વાગતા કરી પછી વાતનો પ્રારંભ થયો. જયકાંતભાઈએ કહ્યું, ’મારોભાણિયો ન્ય જર્સીમાં છે, અમારે એક જ બહેન છે અને આ એક જ ભાણિયો છે. ખૂબભણ્યો છે અને સારી નોકરી કરે છે. શાંત સંસ્કારી છે, વર્ષોથી ત્યાં જ છે પણ પરદેશનીકોઈ જ અસર નથી.’ સુબોધભાઈને ન્યુજર્સી કહ્યું એટલે વિચાર તો આવ્યો જ કે આ એજ છોકરો તો નહીં હોય ને...? પછી થયું, આ માણસો તો સારા છે પછી કોને ખબર શુંહોય...? સુબોધભાઈએ પૂછી જ નાંખ્યું કે ’એણે આટલી ઉંમર સુધી લગ્ન કેમ નથીકર્યા...? એક વાર કરીને છૂટુ થયું છે...? વાત શું છે...?’ તો જયકાંત કહે, ’એણેજિંદગી ભણવામાં જ કાઢી છે એના મગજમાં સારી સંસ્કારી ભારતીય છોકરીની વ્યાખ્યાજ જુદી છે. એ વાત બધા સાથે કરતો રહે પણ વાતવાતમાં ખ્યાલ આવે કે આ મારીધારણા મુજબની નથી તો સંપર્ક કાપી નાંખે, એક રીના નામની છોકરી સાથે આમ જ વાત કરતો હતો પણ એ છોકરીએ કંઈક અણછાજતી અભદ્ર વાત કરવા માંડી અને નગમતા ફોટા મોકલ્યા ત્યારે અમારા સુનિલને ના ગમ્યું તો સંપર્ક કાપી નાંખ્યો. એણેલગ્નનો પ્રસ્તાવ માત્ર તમારી દીકરીને મોકલ્યો. લાગ્યું કે આ છોકરી સુંદરતા સાથેસંસ્કારો પણ સારા ધરાવે છે. આપને વાંધો ન હોય તો સુનિલ આવ્યો જ છે તો બોલાવું.’સુબોધભાઈને વાત સારી લાગી એમનો સંપર્કનો વિવેકપૂર્ણ પ્રયાસ પણ ગમ્યો. એટલેએમણે હા પાડી. એટલે સુનિલને મામાએ ફોન કરી બોલાવ્યા, સુનિલે આવીને પૂરાઆદરભાવથી આપણી સંસ્કૃતિ મુજબ ચરણસ્પર્શ કર્યા અને શાંતિથી બેઠો. સુબોધભાઈએએની સાથે વાત કરી તો અદ્‌ભૂત શૈલીમાં એણે વિનમ્રતાપૂર્વક દરેક વાતના જવાબઆવ્યા. પછી કહ્યું કે, વડીલ, પરદેશ ગયેલા અમુક છોકરાઓને કારણે અમારા જેવાઓનેઆ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, પણ બધા એવા નથી હોતા, હું સમજણો થયોત્યારથી ત્યાં છું. મારા માતા-પિતાના સંસ્કાર જ એવા છે કે આપણી માતૃભાષા તો સંપૂર્ણ આવડવી જોઈએ. પછી ઈંગ્લીશ, ઘરની રહેણીકરણી પણ ભારતીય જોઈએ.આપણે ગુજરાતી છીએ, આપણા ઘરમાં પ્રવેશ કરતા જ ગુજરાત દેખાવું જોઈએ.પહેરવેશ, રહેણીકરણી, પૂજાપાઠ, વાતચીત, સમયપાલન બધું જ આપણું માત્ર, માત્ર કામની શૈલી, ત્યાંની, હું ત્યાંની કંપનીમાં પણ કામમાં આગળ છું. પ્રશંસા પણ મેળવું છુંઅને પ્રમોશન પણ, હવે વિચારવાનું આપને છે, અમે દબાણ નહીં કરીએ.

આની વાત સાંભળી માત્ર પ્રિયંકા જ નહીં, સુબોધભાઈ અને તેમના પત્નીપણ પ્રભાવિત થઈ ગયા અને સંબંધ સ્વીકાર્યો. ભલે એનઆરઆઈ સાથે લગ્ન થયા પણભારતીય સંસ્કૃતિ અને વહેવાર મુજબ જ.

આજે લગ્નને પાંચ વર્ષ થયા, પણ પ્રિયંકા બહું જ સુખી છે. સુબોધભાઈ અને તેમના પત્ની પણ ત્યાં જઈ આવ્યા. એમનો એક જ પ્રતિભાવ હતો, ભલે પરદેશમાં છેપણ ઘર આપણા ગુજરાતનું છે એ ઘરમાં પ્રવેશતા જ ખ્યાલ આવે. આવા ઘણા પરિવારોછે, ત્યાં રહે છે, પણ આપણી સંસ્કૃતિ જાળવીને. એ સૌ પરિવારને સલામ. જે પરદેશમાંભારતીય બનીને જ રહે છે અને ગરવા ગુજરાતી તરીકે ગૌરવભેર ઓળખાય છે.