Shubham Bhavtu in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | શુભમ્ ભવતુ

Featured Books
Categories
Share

શુભમ્ ભવતુ

શુભમ્‌ ભવતુ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


શુભમ્‌ ભવતુ

’હૃદયના ધબકાર

ઝીલે અનેક પડકાર.

થાય દુઃખ, વેદના,

હૃદય ન ચૂકે ધબકાર.

મનની છે વાત નોખી,

ચારે ય દિશામાં અથડાય.

મન હૃદય છે ઉપર નીચે,

ક્યારેય મેળ ન થાય.

મન કરે મન ફાવે તે,

દુઃખ તો હૃદયને જ થાય.’

આ વાતને મન હૃદયમાં કંડારી રાખજો. આપણે આ વાત છેલ્લે યાદ કરશું.

સંધ્યા ઝીણા પ્રકાશમાં સાવ એકલી બેઠી હતી અને એ રૂમમાં એની માતાસુરભીદેવી દાખલ થયા. એમણે રૂમની લાઈટ ચાલુ કરી અને સંધ્યા સામે જોયું. સંધ્યાનીઆંખમાં અવિરત અશ્રુધારા ચાલતી હતી. માએ જે સમયે લાઈટ ચાલુ કરી એ જ સમયેસંધ્યા ચમકી ગઈ અને આંસુ લુછવાના પ્રયત્ન કરવા માંડી, મા એ કહ્યું એમ આંસુછૂપાવવાથી સત્ય છૂપાઈ નહીં જાય. સત્ય સ્વીકારી લે કે તું હારી ગઈ, તને મેં અને તારાપપ્પાએ ના પાડી હતી કે એમ પહેલી નજરના પ્રેમમાં ગાંડા ન થવાય. એ દૂર દૂરથી એકબીજાની આંખોથી થયેલો પ્રેમ છે અરે પ્રેમ શું...? આકર્ષણ હોય છે. શરીરનું જ, પણતારે તો માનવું જ નહોતું. અનેકવાર તને પપ્પાએ સમજાવી હતી કે પાછી વળી જા, પણના, તું તો કહેતી હતી અમારો પ્રેમ શારીરિક આકર્ષણવાળા જુવાનીયા જેવો નથી,સાચો પ્રેમ છે, હૃદયની લાગણી છે અને એ લાગણીઓથી સર્જાયેલા તાંતણે બંધાયેલાછીએ અમે, ક્યાં ગયું એ બધું, પ્રેમના શબ્દોથી બંધાયેલા સ્વપ્નાના મહેલ...?સુરભીદેવીનું આ ભાષણ અટક્યું ત્યારે સંધ્યા કશું જ ન બોલી, માત્ર સામે જોઈ રહી,સંધ્યાથી એ નજર પણ સુરભીદેવીથી સહન ન થઈ અને એ તાડૂક્યા ’એય છોકરી આમમારી સામે ગુસ્સાથી નહીં જોવાનું હાર કબૂલ કરી લેવાની અને હવે પછી અમે કહીયે એમ જ કરવાનું’. આ સાંભળી સંધ્યા મા નો કરાડાકીભર્યો ચહેરો જોઈ રહી અને એટલુંજ બોલી, ’મા પહેલી વાત તો એ કે હું હારી નથી, થોડી પાછી પડી છું અને બીજું આ સંપૂર્ણપણે મારો પ્રશ્ન છે પગલું મેં ભર્યું છે અને આગળ વધીશ. તને જો હું ભારે પડતી હોઉં તો હું ચાલી જઈશ. નોકરી તો કરૂં જ છું, મને ઘર મળી જશે.’ આ ચાલતું હતું ત્યાંજ પપ્પા આવ્યા અને બોલ્યા ’શું થયું બેટા, તારી માએ પાછું પારાયણ શરૂ કર્યું...?’સંધ્યા કહે હા પપ્પા, મને એમ લાગે છે કે હું બીજે રહેવા જતી જ રહું. થાકી ગઈ છુંઆટલા દિવસમાં આ તો હું એકલી પડું અને અતિતમાં ખોવાઈ જાઉં, યાદોમાં ઓતપ્રોતથઈ જાવું એટલે સ્વાભાવિક એ ક્ષણો વાગોળતા આંખમાં આંસુ આવી જ જાય અને એજ વખતે માતાશ્રી પધારે અને મારૂં આવી જ બને. આટલું સાંભળી પપ્પાજી બોલ્યા,’તારે ક્યાંય જવાની જરૂર નથી, હું તારી સાથે છું, તું જરાય મુંઝાતી નહીં’ અને મા છણકો કરી જતી રહી.

આ તરફ સુદેશની પરિસ્થિતિ પણ કાંઈ સારી ન હતી. સુદેશ અત્યારે એનીમોટી બહેનને ત્યાં રહેતો હતો, એ પણ આમ જ વિચારોમાં બેઠો હતો ત્યારે મોટી બહેનએની પાસે ચૂપચાપ આવીને બેસી ગઈ, થોડીવારે સુદેશને ખ્યાલ આવ્યો એટલે સફાળોજાગૃત થઈ ગયો. બહેનને એ નામથી નહીં પણ મોટી બહેન જ કહેતો, એ પણ પૂરૂંનહીં, માત્ર ’મોટી ’જ કહે એટલે જાગૃત થઈ બોલ્યો ’મોટી તું ક્યારે આવીને બેસી ગઈ’ત્યારે મોટી કહે ’તું જ્યારે આંખ બંધ કરી, સંધ્યાને મળવા ગયો હતો ત્યારે.’ આ સાંભળીસુદેશ સહેજ મલકાયો અને બોલ્યો ’મોટી, મળવાનું તો મને લાગે છે કે બહું જ સમયપછી પણ નહીં થાય.’ આ સાંભળી મોટીબહેન ભાઈ સુદેશની આંખોમાં થોડી ક્ષણો તોજોઈ રહી અને એની આંખોમાં આંસુ આવી ગયા. આ જોઈ સુદેશની આંખ પણ આંસુથીછલકાવા માંડી અને બહેનના આંસુ લુછતા બોલ્યો ’મોટી હું ન રડવા માટે બહું જ મક્કમહતો પણ તને ખબર છે ને તારી આંખમાં આંસુ ક્યારેય નથી જોઈ શકતો અને મને પણરોવું આવી જાય છે. તું પ્લીઝ રો નહીં.’ ભાઈ બહેનનો આ પ્રેમાલાપ ચાલતો હતો ત્યાંજ બનેવીલાલ આવ્યા અને નજર ફેરવી સમજી ગયા કે વાત શું ચાલે છે. તરત બોલ્યા કે’ફરી એની એ જ વાત, મેં પહેલા જ કહેલું કે આ હાથે કરીને દુઃખી થવાના ધંધા છે.સાથે રહેવાના કોઈ જ સંજોગો નથી તો પછી ભૂલી જાવ એકબીજાને, આમને આમજિંદગીને માણવાના વર્ષો ઓછા કરો છો તમે બન્ને, સુદેશ, તું અને સંધ્યા. આને કારણેનોકરીમાં ધ્યાન નથી આપી શકતા. બધી જ શક્તિ આ પ્રેમના આઘાતમાં વેડફી નાંખોછો. હું તમારા બેમાંથી કોઈનો દુશ્મન નથી, મને તમારા બન્ને માટે લાગણી છે. પહેલીવાત તો આમ પ્રેમમાં પડી લગ્ન થાય જ નહીં. લગ્ન કરીને પ્રેમમાં પડાય, પછી જુઓજિંદગીની મજા, હા બાંધછોડ કરવી પડે, એ કરવાની. લગ્ન કરીને પ્રેમમાં પડો અનેભૂલ થાય તો માત્ર સપ્તપદીના સાથ ફેરે જે વચન લીધા હોય એ જ એક બીજાને યાદકરાવી શકાય, આ તારી બહેન મને યાદ કરાવે છે ને કે ફેરા ફરતા આપણે વચન લીધું હતું, સુખમાં-દુઃખમાં સાથ દઈશ વગેરે વગેરે. બસ એટલું જ, પણ પ્રેમમાં પડ્યા પછીસાત ફેરાના સાત વચન ગૌણ થઈ જાય છે અને યાદ આવે છે પ્રેમમાં પડ્યા પછી રોજની મુલાકાતમાં અપાયેલા વચન. તું તો કહેતો હતો, કે કહેતી હતી, લગ્ન પછી હું તને આમકરીશ, આ લઈ આપીશ, આપણે આમ જીવીશું, એક રોટલી હશે તો અડધી અડધીખાશું, એકબીજાનું દુઃખ સમજીશું, કેમ નહીં થઈએ વગેરે વગેરે. તમારા કિસ્સામાં એવુંજ થયું હશે. નેં આ ભવ્ય પગલું ભર્યું ત્યારે મેં કહ્યું હતું એ યાદ છે...?’

સુદેશ બનેવીલાલની સામે જ જોવા માંડ્યો, બનેવીલાલ બહું જ મજાના માણસ.એકદમ પ્રેક્ટીકલ. સુદેશ પ્રેમમાં પડ્યો ત્યારે સહયોગ આપનાર એ જ હતાં. સમજાવનારપણ એ જ હતાં, ચેતવનાર પણ એ જ હતાં. એમણે તો ત્યાં સુધી કહેલું કે આ બધું ભૂલીજા, મારી બહેન સાથે આમેય તને ફાવે છે. એ પણ તને પસંદ કરે છે. એને તારી અનેસંધ્યાની મિત્રતા પણ ખબર છે. તું અને સંધ્યા, આજીવન મિત્ર બની રહો કોઈ જ વાંધોનથી, પણ એ ના થયું. હવે તો જીવનના દરિયામાં મઝધારે આવીને ઉભા છે. હલેસુંકેમનું મારવું સમજાતું જ નથી.

સંધ્યા અને સુદેશ ત્રણ વર્ષના પ્રેમ સંબંધ પછી પરણવાનું નક્કી કરેલું, સંધ્યાનીમા નો સખત વિરોધ હતો, પિતાજી સંધ્યાને સાથ આપતા હતાં. એમને એમ કે બન્ને સુખીથાય. દીકરીને સારૂં પસંદગીનું ઘર મળે. સુદેશને એક જ બહેન છે. એ પરણેલી છે.સુદેશ બાપદાદાના વિશાળ ઘરમાં એકલો જ છે. સારૂં કમાય છે, ઘરમાં નોકરચાકર છે,બન્ને સરખું જ ભણેલા છે સારૂં પડશે. કંઈ જ વાંધો નથી. આ તરફ સુદેશના બનેવીવિરોધ નહોતા કરતા પણ યોગ્ય નહોતા માનતા. કારણ કે બન્ને સરખું ભણેલા, બન્નેસરખું જ્ઞાન ધરાવતા, થોડા સિધ્ધાંતો જુદા અને બન્નેનો અહ્‌મ ભવિષ્યમાં ટકરાવાનીપૂરી શક્યતાનો ભય. બનેવીલાલને સતાવતો હતો. એમણે બહું જ સ્પષ્ટપણે એમનામિત્ર જાણીતા આર્કીટેક્ટ શ્રી યજ્ઞેશ વ્યાસના શબ્દો કહેલા કે ’જતું કરે એ જીતે’ એસિધ્ધાંત યાદ રાખજો. તમારા બન્નેના સ્વભાવ જોતા ડગલેને પગલે જતું કરવાની ભાવનારાખશો તો સુખી થશો. પણ એ ન થયું. અહ્‌મ પરાકાષ્ટાએ પહોંચ્યો અને લગ્નના ત્રણવર્ષે છૂટા પડ્યા. હજુ છુટાછેડા નથી થયા, છૂટા પડ્યા, એ સમયે પણ બનેવીલાલેએમના મિત્ર યજ્ઞેશ વ્યાસની જ લાઈન કહેલી કે ’આપણું હોય એ જાય નહીં અને જાય એઆપણું નહીં’ તમે બન્ને એકબીજાના હશો તો એકબીજાના જ રહેશો. આ તો કદાચ મન સરખું કરવા માટેનો મધ્યાંતર હોઈ શકે છે.

સુદેશ અને સંધ્યાની વેદના વધતી જ જતી હતી. એ બન્ને એકબીજાના જવિચારોમાં રહેતા, એક દિવસ સુદેશને વિચાર આવ્યો કે મળી તો નથી શકાતું પણ લગ્નપહેલા તળાવની પાળે જ્યાં બેસતા હતા ત્યાં જઈને બેસું, એ એકજ સ્થળ છે જ્યાં સમેટાયેલી બધી જ યાદોને સાથે મળી શકાશે. સુદેશ ત્યાં પહોંચ્યો ત્યારે સંધ્યા તો ત્યાં જબેઠેલી. સુદેશ એની બાજુમાં જ જઈને બેઠો, સંધ્યાનું ધ્યાન પડ્યું અને જોઈ જ રહી સુદેશપણ સંધ્યાના ચહેરા સામે જોવા માંડ્યો. બન્ને એકબીજાની આંખોમાં જોઈ એ જ કહેતા હતાં મનમાંને મનમાં કે ક્યાં શું ખૂટે છે. ચાલને ખૂટતા રંગો પૂરી લઈ જીવનને રંગમયબનાવી દઈએ. બન્નેને પ્રશ્ન એક જ કે કોણ નમતું મૂકે. સુદેશને વાત યાદ આવીને બોલ્યોકે સંધ્યા બધું જ ભૂલી જઈએ તો કેવું. હું તો બધા મનભેદ-મતભેદ જતાં કરૂ, તું કંઈકવિચારને...? અને સંધ્યા પણ બોલી કે બધું જ અંતર આપણા વચ્ચે, મનનું છે, હૃદયનુંતો નહીં જ. હૃદયને તો વેદના જ ભોગવવાની છે. આપણા વિચારો જુદા પડ્યા, મનમાનતું નહોતું, હૃદય વેદના અનુભવતું હતું, આટલા વખતમાં શું થયું...? મન તોપોતાનું કામ પતાવી બેસી ગયું, આટલા દિવસથી દુઃખી તો હૃદય થાય છે, શું કામ...?

આપણે જે પ્રારંભમાં કવિતાના શબ્દો એક તરફ રાખ્યા હતાં એ આખી વાતઆ જ હતી. તકલીફો, મનભેદ અને મતભેદની જ છે. હૃદય તો પ્રેમ અકબંધ રાખે છે.જેમ આજે સંધ્યા અને સુદેશે મનભેદ-મતભેદ એકતરફ મૂકી દુઃખી હૃદયને પ્રફુલ્લિત કર્યુંઅને જીવન નવપલ્લવિત કર્યું. સુદેશ-સંધ્યા પહેલા મોટીબહેન પાસે ગયા, બનેવીને તોકંઈ બોલવાનું હતું જ નહીં. એમના આશીર્વાદ લઈ, સંધ્યાના મા-બાપને મળવા ગયા.એ લોકો ખુશ થયા, સંધ્યાએ મા ને એટલું જ કહ્યું, ચિંતા નહીં કરતી હવે ક્યારેય જુદાનહીં પડીયે. અમે સમજી ગયા છીએ કોઈ વાત હૃદય સુધી પહોંચાડીશું જ નહીં, મનથીજ માંડી વાળશું. હૃદય સુધી જવા દઈએ તો દુઃખ થાય, જુદાઈ થાય.અત્યારે લગ્નગાળો ચાલે છે ત્યારે બધાએ સમજવા જેવું છે, જેઓ લગ્ન કરીને પ્રેમમાંપડવાના છે અને જે પ્રેમ કરી લગ્ન કરવાના છે એ સૌએ હૃદયના તારને મજબૂત બાંધીરાખવાના છે. મનભેદ કે મતભેદની કરવત હૃદયને જુદા ન કરે એ ખ્યાલ રાખજો, જતું કરશો તો જીતી જશો, જીવનભર સુખી રહેશો. શુભમ્‌ ભવતુ.