Shraddha in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | શ્રધ્ધા

Featured Books
Categories
Share

શ્રધ્ધા

શ્રધ્ધા

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

શ્રધ્ધા

શ્રધ્ધા સાવ શાંત બેઠી હતી. અત્યંત વ્યથિત આંખમાં આંસુની પાળ તો બંધાઈજ હતી. ડૂમો ભરાઇ આવ્યો હતો. બસ ગમે તે ક્ષણે આંસુઓનો દરિયો છલકાઇ જાયએમ હતો. શ્રાધ્ધ પક્ષ શરુ થાય અને માં જાણે ગમે તે ક્ષણે આવશે અથવા તો મારી માંક્યાંક મારી આસપાસ જ છે એવી અનુભૂતિ સતત થયા કરે, શ્રધ્ધા સાવ જ એકલી પડી ગયેલી. (એની પોતાની ભૂલ કહેવાય કે નહીં એ તો આપે નક્કી કરવાનું) વિચારો તોજાણે અમુકમાં બેસુમાર ઉછળતા મોજાં આવીને કિનારે અફળાતા હોય એવા ધસમસતાઆવતાં હતાં. હૈયું વલોવાઇ રહ્યું હતું. મન દરિયાની જેમ તોફાને ચડ્યું હતું અને વિચારો વંટોળની જેમ ફંગોળાઇને અતિતમાં પહોંચી ગયા હતાં.

શ્રધ્ધા... હાં, શ્રધ્ધા જ નામ એનું... માં-બાપની ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું ફળએટલે શ્રધ્ધા. ઇશ્વરને જ પ્રાર્થના અને વિનવણીઓ કરીને માંગી હતી પિતાએ દીકરી,એ શ્રધ્ધા. સુબોધ અને સુધાને લગ્ન પછી લગભગ પાંચ વર્ષે દીકરો જનમ્યો, જ્યારેસુધાને સારા દિવસો હતા ત્યારે સુબોધને તો તીવ્ર ઇચ્છા હતી કે દીકરી જોઇએ છે, કારણકે બે પેઢીથી સુબોધના પરિવારમાં દીકરાઓ જ હતા, એટલે સુબોધને એમ હતું કે દીકરીઆવે તો બહુ જ સારૂં, પણ દીકરો જનમ્યો. સૌને આનંદ તો થયો, લોકો અભિનંદન પણઆપવા લાગ્યા. પણ સુબોધને તો દીકરી જ જોતી હતી, પછી મનમાં વિચાર્યું કે, ઇશ્વરનીઇચ્છા હશે તો આપશે. સુધાએ પણ કહ્યું કે, હજી ક્યાં આપણું જીવન ૫ૂરું થઇ ગયું છે,હજી તો જીવનની શરુઆત જ છે, આ દીકરાને અન્યાય ન થવો જોઇએ. એની અવગણનાન થવી જોઇએ, અને દીકરા સોહમને ઇશ્વરની ભેટ સ્વીકારી નિરાશા ખંખેરી નાંખી.

સોહમ પા... પા... પગલી ભરવા માંડ્યો, કાલુ-ઘેલું બોલવા માંડ્યો અને એમ કરતાં ઘણી વાતો કરવા લાગ્યો, અને સ્કૂલે પણ જવા માંડ્યો. હોંશે હોંશે સ્કૂલેજાય, ભણવામાં હોંશિયાર બનતો જાય, સ્કૂલમાં પણ ટીચર્સ કહે, સુધીર-સુધાને કે તમારોસોહમ બહુ જ શાંત, ભણવામાં હોંશિયાર, એકાગ્રતા સારી છે, અને વિવેક નમ્રતા તોકોઇ એની પાસેથી જ શીખે. સોહમના આવા વખાણ સાંભળી સુબોધ-સુધાને તો આનંદથીહૈયું છલકાઇ જાય, આમને આમ સોહમ પાંચ વર્ષનો થયો ત્યારે સુધાને ફરી સારાદિવસો રહ્યાં, સુબોધ-સુધા બંને ઉત્સુક હતા કે હાશ, હવે દીકરી જન્મે તો સારૂં...! બંનેઇશ્વરને શ્રધ્ધાપૂર્વક વિનવણીઓ કરતાં હતાં કે, હે ભગવાન, એક દીકરી આપી દે, બીજું બધું ઓછું આપીશ તો પણ ચાલશે. એક દીકરી આપી દે...

ઇશ્વરે એમની પૂરી શ્રધ્ધાપૂર્વકની ભક્તિ સાંભળી હશે એમ દીકરીનો જ જન્મથયો, બંનેને હરખ સમાતો નહોતો, બસ દીકરી તો જાણે લક્ષ્મી જ નહીં, હેત-પ્રિતવ્હાલનો દરિયો... લાગણીનું સરોવર, ઇશ્વરનો આભાર માન્યો અને આ દીકરી અતૂટશ્રધ્ધાનું ફળ હતું એટલે નામ રાખ્યું શ્રધ્ધા. સોહમ પણ બહુ જ ખુશ હતો. બધાને કહેતોકે ભગવાને મારા માટે બહેન મોકલી છે, હવે અમે બે ભાઇ બહેન સાથે રમીશું, સાથેભણીશું, સાથે જમીશું, મજા કરીશું. સોહમની આ નિર્દોષ ખૂશી જોઇ એના ટીચર પણખુશ થઇ જતાં. સોહમ શ્રધ્ધા મોટા થવા માંડ્યા, શ્રધ્ધા ભલે સોહમ કરતાં નાની પણસોહમ શુભ દિવસે કે પોતાના જન્મ દિવસે રક્ષાબંધને બહેનને પગે લાગે જ, અનેઅમસ્તોય પોતે નાનો હોય એવા જ લાડ કરે. બહેનના ખોળામાં સૂઈ જાય, મમ્મી કંઇકના આપે તો બહેનને કહે કે, તું કહેને મમ્મીને... તો મમ્મી આપશે. અને શ્રધ્ધાનાકહેવાથી મમ્મી આપે. પાછી કહે કે તું જ તારા ભાઇની વકીલાત કરવા આવી જાય છે.શ્રધ્ધા ખરેખર નાની છતાં ઘરની વડીલ બની ગઈ હતી. ક્યારેક મમ્મીને કહે, સુધા આજેમારા માટે આ બનાવજે, મારે આ વસ્તુ લાવવાની છે. ભાઇને આ જોઇએ છે, લઇઆપજે, વગેરે-વગેરે... ત્યારે સુધા કહેતી કે, આમ કહેવાય કે મારે સાસુ નથી, નણંદનથી, એટલે કોઇ કચકચ નથી. પણ મારી આ દીકરી છે ને મારી માં, સાસુ, નણંદ બધાકરતાં સવાઇ છે. ક્યારેક તો કહે કે, હાં સાસુમા હો... તમારી આજ્ઞા આંખ-માથાપર... થઇ જશે બધું જ...

આ શ્રધ્ધા પપ્પાને પણ ખખડાવે. લાડ કરે, બધું જ... ક્યારેક સુબોધ બેઠોહોય તો દોડીને એના ખોળામાં બેસી જાય, ક્યારેક સુબોધ જમીન પર બેઠો હોય તોદાંતીયો લઇને આવે અને કહે કે, ચાલ સુબોધ માથું ઓળી આપું અને નાના નાનાહાથથી કાંસકો ફેરવે, પાછી બોલતી જાય કે હલવાનું નહીં, ના પાડીને... અને હવેવાળ કેટલા લાંબા થઇ ગયા છે, કપાઈ આવ, ત્યારે સુબોધ કહે, હાં માં... કરી લઇશહોં... ક્યારેક તો શ્રધ્ધા સુબોધને કહે કે, ડાહ્યો થઇ માથું ઓળાવી લઇશ ને તો ચોકલેટઆપીશ, (શ્રધ્ધાને એની મમ્મી કહેતી હોય એટલે એ કહે...) અને સુબોધ હસે.

શ્રધ્ધાને તો પપ્પા એટલે પ્રાણ. સુબોધ શ્રધ્ધા માટે જાત-જાતનું લઇ આવે.કેટલીયે જોડી તો ચપ્પલ, ડ્રેસ, મેચીંગની બંગડી, ચાંદલા, બહેન મેચીંગના તો શોખીન,સોહમ માટે મમ્મી-પપ્પા કંઇ લાવે તો સોહમ કહે કે મને પૂછ્યા વગર કંઇ લાવવાનુંનહીં, મને કબાટો ભરવાનો કોઇ શોખ નથી, એ બધું બહેનને... સોહમ પોતાના કપડાંપસંદ કરે, જોડીઓ નક્કી હોય, એના મેચીંગના મોજાં હોય, બધું પસંદગીનું પણ માપમાં,શ્રધ્ધાને તો એના રૂમમાં કબાટ જ જુદા, એવા તો શોખ. પપ્પા જો માંદા પડે તો શ્રધ્ધા પપ્પા પાસેથી હલે જ નહીં, એકવાર સુબોધને સખત તાવ હતો, શ્રધ્ધા પપ્પા પાસેથીહલી જ નહીં, માથે હાથ ફેરવ્યા કરે, પગ દાબી આપે, વાંસો પંપાળે, ન્હાવા-ધોવા જઊભી થાય, બાકી બધું ત્યાં જ... એ છોકરી ત્રણ રાત ઊંઘી જ નહોતી, પપ્પા ચાલતાથયા પછી ઉંઘી, અને સુબોધ શ્રધ્ધા સુધી હતી ત્યારે પાસે આવ્યો અને માથે હાથ ફેરવ્યોઅને કહ્યું કે, તું મારી દીકરી છો, કે માં છો... સુધાએ કદાચ મટકું માર્યું હશે પણ શ્રધ્ધાએનહીં, આ સમર્પણ શ્રધ્ધાનું હતું પપ્પા માટે...

આ શ્રધ્ધા જે પપ્પાના હ્યદયનો ધબકાર હતી, પળે પળની સંગાથી હતી, એશ્રધ્ધાને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો. બંનેના વિચારો બિલકુલ મળતા આવે. શોખપણ સરખા... પસંદગી, ગમા-અણગમા બધું જ સરખું... છોકરો વિનયી ખરેખરવિનયી, વિવેકી અને સાવ નમ્ર સારા પરિવારનો. એ એક-બે વાર ઘેર પણ આવી ગયોહતો સુબોધ-સુધાને પણ મળ્યો હતો. સોહમનો તો મિત્ર જ બની ગયો હતો અને સોહમનેઆ બન્નેના પ્રેમમિલનની ખબર હતી. એ બહેન શ્રધ્ધાને કહેતો કે તારે જો આની સાથેલગ્ન કરવાના હોય પપ્પાને વાત કરજે, પછી તમે લોકો પ્રેમથી હજુ વધુ મજબૂત ગાંઠેબંધાતા જશો અને પપ્પા ના પાડશે તો તમે જીરવી નહીં શકો અને દુઃખી થશો, સોહમનીવાત સાચી જ હતી. આ તરફ શ્રધ્ધા ભલે પપ્પાની ગમે તેટલી લાડકી હતી, પપ્પા પરહુકમ ચલાવતી હતી પણ પપ્પાને આ પ્રેમની વાત કરવાની હિમ્મત કરી શકતી નહોતી.કારણ કે એ પપ્પાનો સ્વભાવ જાણતી હતી. એ ચુસ્તપણે માનતા હતાં કે લગ્ન જ્ઞાતિમાંજ થાય, કેટલાય ભાગી ગયેલા જ્ઞાતિના છોકરા-છોકરીઓને પાછા લઈ આવ્યા હતાં.આ વાત શ્રધ્ધા સારી રીતે જાણતી હતી. વિનય ભલે સારી ઉચ્ચ જ્ઞાતિનો હતો પણશ્રધ્ધાની જ્ઞાતિનો તો નહોતો જ.

શ્રધ્ધાએ એક દિવસ ભરપૂર હિમ્મત ભેગી કરીને પહેલા તો મમ્મીને વાત કરીમમ્મીને તો વિનય ગમતો હતો એટલે એમને તો વાંધો ના આવ્યો પણ મમ્મીએ કહ્યું કેતારા પપ્પાને કેવી રીતે વાત કરીશ...? મારી તો હિમ્મત નથી... અને સોહમનું તોજરાય ગજુ નહીં. એટલે બધાએ ભેગા મળી વચ્ચેનો રસ્તો કાઢ્યો. વિનયના માં-બાપનેઘેર બોલાવવા અને વાત કરવી. વિનયના માં-બાપ તો ખુલ્લી વિચારસરણીના હતા. એલોકો તો આવવા તૈયાર થઈ ગયા. એમણે શ્રધ્ધાને જોયેલી, શ્રધ્ધા તો ઘણીવાર એમનાઘેર ગયેલી. એ લોકોને તો શ્રધ્ધા સ્વીકાર્ય જ હતી.

વિનયના માતા-પિતા ફોન કરીને સુબોધને મળવા આવ્યા. આમ તો બન્નેનેપરિચય હતો. જુના પાડોશી હતાં. એ લોકો આવ્યા અને પ્રસ્તાવ મૂક્યો... સુબોધનેવિનયના પિતાએ કહ્યું કે ’આ બન્ને એકબીજાને પસંદ કરે છે, બન્ને એકબીજાના પ્રેમમાં છેઅને અમને પણ શ્રધ્ધા પસંદ છે, એટલે અમે તમારી દીકરીનો હાથ માંગવા આવ્યા છીએ.’ સુબોધનો ચહેરો જુવો તો આકુળ-વ્યાકુળ, એણે શ્રધ્ધાને જોશથી બૂમ પાડી,શ્રધ્ધા ગભરાયેલી બહાર આવી, સુબોધ તાડુક્યો, ’આ શું છે...? શું તે લફડા કર્યાછે...? મારી દીકરી અને આવા લફડા...? અને છાનગપતિયા...?’ ત્યાં વચ્ચે સુધાબોલી કે, ’શાંતિ રાખો... આમાં ખોટું શું છે...?’ તો સુબોધ કહે, ’અચ્છા એટલે તમેપણ સામેલ છો, વાહ...’ ત્યાં સોહમ બોલ્યો, ’વિનયભાઈમાં શું કમી છે સારૂં ઘર છે,એ પોતે સારી નોકરી કરે છે, સંસ્કારી છે...’ ત્યાં ફરી સુબોધ બોલ્યો કે, ’તમે બધાસામેલ છો, બધા એક તરફ છો, પણ આ નહીં થાય, લગ્ન જ્ઞાતિમાં જ થશે, માફ કરજોવડીલ પણ મને મંજુર નથી, તમે ખરાબ નહીં લગાડતા, મારો ગુસ્સો મારા પરિવાર પરછે, આપણે બીજી વાત કરીએ.’ હવે વાત કરવા જેવું રહ્યું જ શું...? વિનય અને એનામાતા-પિતા ઊભા થઈ નીકળી ગયા. શ્રધ્ધા રોતી-રોતી અંદર ગઈ, કોઈ સાથે સુબોધબોલે જ નહીં, માત્ર ગુસ્સો જ કરે.

સમય પસાર થવા માંડ્યો, પરિસ્થિતિ થાળે પડી ગઈ છે એમ સુબોધને લાગ્યું,આમને આમ છ મહિના નીકળી ગયા, અને સોહમનું નક્કી થયું. એના લગ્ન પણલેવાઈ ગયા, લગ્ન પછી બે-ચાર મહિને સોહમની પત્નીએ સુબોધને કહ્યું કે, પપ્પાજીમારી એક વાત માનશો...? શ્રધ્ધાબહેનને વિનયકુમાર સાથે લગ્ન કરવા દો. બન્નેનાજીવ મળેલા છે, જબરદસ્ત શ્રધ્ધાબહેનના લગ્ન બીજે કરશો તો બેમાંથી એકેય સુખીનહીં થાય.

એક મહિનાની ગડમથલ પછી સુબોધે હા પાડી, પણ આકરી શરત કરી કે,કન્યાદાન હું નહીં કરૂં. પરણાવજો તમે. સોહમ અને સરિતા, આમાંથી એને કોઈ નાફેરવી શક્યું. ભારે હૈયે, કંકોત્રી તૈયાર થઈ, જેમાં સુબોધે પોતાનું નામ લખવાની પણના પાડી, વડીલોએ સમજાવ્યા પણ કંઈ જ ના થયું. લગ્ન લેવાયા, સુબોધ લગ્નસ્થળેહાજર પણ ના રહ્યો. ઘરમાં બંધ બારણે રોતો બેસી રહ્યો. લગ્ન પછી વરઘોડિયા પગેલાગવા આવ્યા, સાથે ઘરના બધા જ હતાં, રોતા રોતા સુબોધે આશીર્વાદ આપ્યા,ભેટીને પડ્યો પણ ખરો, અને છેલ્લે કહ્યું, ’આ મેં હા પાડી તું દુઃખી ના થાય માટે, પણએક વાત કાયમ માટે યાદ રાખજે, તારા માટે હું જીવું છું ત્યાં સુધી આ ઘરના દરવાજાબંધ... તારે અહીં આવવું નહીં, મેં તને આજીવન વિદાય આપી દીધી છે. હવે મને તારૂંમોઢું બતાવતી નહીં, ક્યારેય નહીં... અને જો આવી તો મને મરેલો ભાળીશ.’ બધાએહાયકારો નાંખી કહ્યું, આ શું બોલો છો, પણ એ તો અંદર જતો રહ્યો, શ્રધ્ધા... દીવાલેથાપા મારી નીકળી ગઈ.આ વાતને બે વર્ષ વીતી ગયા. દુઃખમાં અને વિલાપમાં સુધા ગુજરી ગઈ, શ્રધ્ધાને તોઆભ ફાટ્યું, માં ને જોવા પણ ના જઈ શકી... બાપને કારણે જ... તોય, સોહમે સ્મશાનયાત્રા... શ્રધ્ધાના ઘર પાસેથી લીધી. શ્રધ્ધાએ માં ના અંતિમ દર્શન કર્યા અનેભાંગી પડી... સોહમે બહેનને દિલાસો આપ્યો... અને વિદાય લીધી...બસ... બીજા જ મહિને, સુબોધની તબિયત લથડી અને હોસ્પિટલમાં દાખલ કર્યો...શ્રધ્ધાને થયું, હવે તો હદ થાય છે, બે દિવસ પછી હિમ્મત ભેગી કરીને ગઈહોસ્પિટલમાં... સુબોધને જે રૂમમાં રાખેલો, ત્યાં ગઈ... એણે બધાને બહાર મોકલીદીધા... પપ્પા પાસે બેઠી... અને હળવેથી પપ્પાના માથે હાથ મૂક્યો... સુબોધ તોઆંખ બંધ કરી પડ્યો હતો... કોઈએ કહેલું... એ હજી ભાનમાં નથી આવ્યા... તો યશ્રધ્ધા તો પપ્પાને ઓળખે... એ બોલી, ’પપ્પા, તમે તેટલું કરો પણ હું શ્રધ્ધા છું તમારીલાડલી શ્રધ્ધા. તમને રગેરગ ઓળખતી શ્રધ્ધા. મારી એક જ ભૂલ ભલે પહાડ જેવડીપણ તમે તો માફ કરી શકો. આપણે બન્ને જાણીયે છીએ કે એકબીજા વગર નહીં રહીશકીયે. મમ્મી ગઈ, ત્યારથી તમે વ્યથિત છો, મારા ખાલીપામાં માં સહારો હતી, એગઈ પછી તમને માત્ર મારો ખાલીપો લાગે છે, એમાં જ તબિયત બગડી છે પપ્પા. તમેનહીં જ બોલો...? તમે બેહોશ નથી... હું જાઉ છું... મને ખબર છે તમારી આંખનાખૂણેથી અશ્રુધારા વહેશે... હું બારણા સુધી પહોંચીશ ત્યાં જ...’ અને એવું જ થયું. એપહોંચી, અને પાછળ જોયું તો પપ્પાની આંખની કોરેથી અશ્રુધારા વહી રહી હતી. એબોલી, ’પપ્પા, હજી કહું છું, મને માફ કરી દો... તમારી એકની એક દીકરીને માફનહીં કરો...?’ એટલું બોલી એ રડતી રડતી નીકળી ગઈ.

સુબોધ સાજો થઈ ગયો, એ એના મનના વિચારો કોઈને કહેતો નહીં, સ્વસ્થથયો અને ગાડી લઈ નીકળ્યો.

શ્રધ્ધા તો ઘેર શાંત બેઠી હતી અને પાછળ ખભા પર કોઈએ હાથ મૂક્યો, એનેથયું, માં આવી, અને જોયું તો પપ્પા... આંખમાં આંસુ ભર્યો વહાલનો દરિયો છલકાવીઊભા હતા. બે હાથ પહોળા કર્યા અને શ્રધ્ધાને બોલાવી, આવતી રે બેટા, અને શ્રધ્ધાબાજી પડી. સૌની આંખોમાં હર્ષના આંસુ હતાં... દીકરી એ દીકરી છે, હૃદયનો ધબકારછે, અંદર-બહાર જતો શ્વાસ છે, ભલે કહેવાય દીકરી પારકી પણ ક્યારેય પારકી ન થાય.