Besti in Gujarati Short Stories by Ruchita Gabani books and stories PDF | બેસ્ટી

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

બેસ્ટી

બેસ્ટી

રૂચિતા ગાબાણી


Chapter - 1

કોલેજ ના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ૮-૧૦ છોકરાઓ ૧૦૦ મીટરની રેસ માટે લાઈનમાં ઉભા હતા, અને આ રેસ ને જોવા માટે ઘણા બધા કોલેજના સ્ટુડનટ્સ ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા. બધા જ સ્ટુડનટ્સ ના ફેસ પર ખુશી અને રેસની એક્સાઈટમેન્ટ દેખાતી હતી. કોલેજ તરફથી “બેક ટુ સ્કુલ ડે” ઓર્ગનાઈઝ કરવામાં આવેલું, જેનાથી સ્ટુડનટ્સ સ્કુલના સ્પોર્ટ્સ ડે ની એક્સાઈટમેન્ટ અને મસ્તી ને રીક્રિએટ કરી શકે. એટલે જ ગેમ્સ પણ એવી જ રાખવામાં આવેલી, ખો-ખો, લંગડી, ગિલ્લી-ડંડા, સાંકળી, ૧૦૦ મીટર રેસ વગેરે.

સ્ટુડનટ્સ ઘણા એક્સાઈટેડ હતા, અને પાર્ટીસીપેન્ટસને ચીઅર-અપ કરવા માટે જોરજોરથી ચીલ્લાવતા હતા. એ જ ભીડમાં એક છોકરી હતી, જે બધાથી અલગ પોતાનું ધ્યાન ખેચતી હતી. આ છોકરી એટલે તમન્ના. શરીરે થોડી પાતળી, સુંદર ગોરો ચહેરો, ખભા સુધી પહોચે તેટલા ટુંકા પણ સીધા વાળ, માફકસર હાઈટ, સ્વભાવે થોડી ચંચળ, બિન્દાસ, થોડી નાદાન, ફુલ ઓફ લાઈફ, અને મસ્તીખોર. ઓડિયન્સમાં એવું કોઈ નહતું જેનું ધ્યાન તમન્ના તરફ ના ગયું હોય. કેમ ? કેમકે તેના હાથમાં લાઉડસ્પીકર હતું, જેમાંથી તે જોરજોરથી ચીલ્લાવી રહી હતી. બેસ્ટી...બેસ્ટી...બેસ્ટી...બેસ્ટી. થોડી મિનીટ તો તમન્ના સિવાયના લોકો પોતાની એક્સાઈટમેન્ટ ભૂલીને, અચરજ સાથે જોવા લાગ્યાં કે આ કોને બેસ્ટી બેસ્ટી કહીને ચીઅર-અપ કરે છે, કેમકે તમન્ના સિવાય કોઈ આવી રીતે લાઉડસ્પીકર લઈને નહતું આવ્યું.

બે છોકરીઓ એકબીજાને પૂછવા લાગી કે આ બેસ્ટી કોને કહે છે ? તેની સાથે રહેલી છોકરીએ ૧૦૦ મીટરની રેસ માટે ઉભેલા છોકરાઓમાંથી, એક લાંબા, વાંકડિયા વાળ વાળા, ઘઉંવર્ણા હેન્ડસમ છોકરા તરફ આંગળી દેખાડીને કહ્યું કે લાઈનમાં ઉભેલા છોકરાઓમાં જે સેકન્ડ લાસ્ટ છોકરો છે, તે છે આનો બેસ્ટી, ઉર્ફ સાહિલ.

અને રેસ શરુ થઈ. સાહિલ જોશ માં હાથો. કેમકે તેની બેસ્ટફ્રેન્ડ તમન્ના તેને ચીઅર-અપ કરી રહી હતી પોતાના જ એક અનોખા અંદાજમા. આ જ જોશમા સાહિલ રેસ જીતી ગયો અને સીધો તમન્ના પાસે ગયો. જઈને તમન્ના ને થેંક યુ કહેતા, તમન્નાએ એના જ તોફાની લહેકા સાથે કહ્યું, “ડફોળ, ભૂલી ગયો કે, દોસ્તી મેં નો સોરી, નો થેંક યુ.”

પછી રોજની જેમ કોલેજ પાસેના બ્રીજ પાસે તમન્ના અને સાહિલ પોતાની મનગમતી જગ્યા પર જઈને બેઠા, જ્યાં બંનેવ રોજ કોલેજ પત્યા પછી બેસતા. આજે તમન્ના ખુશ હતી, પોતાના બેસ્ટીની નાની એવી જીત માટે અને જૂની યાદો તાજી કરવાના મુડમાં હતી. થોડીવાર તમન્ના એમ જ બેઠા બેઠા પાણી સામે જોઇને સ્માયલ કરતી બેઠી રહી, જાણે કશું યાદ આવી ગયું હોય. સાહિલથી રહેવાયું નહિ એટલે તેણે તમન્નાને પૂછ્યું કે, “એકલી એકલી શું વિચારીને હસે છે ? મને પણ કહે તો હું પણ હસું.”

તમન્ના ક્યારેપણ સાહિલ ને સાહિલ ના કહેતી, બેસ્ટી કહીને જ બોલાવતી.

તમન્ના – બેસ્ટી, યાદ છે તને ? આપડે કેવી રીતે મળ્યા હતા ? બે વર્ષ પહેલા આપડી ફ્રેન્ડશીપની શરૂઆત થએલી.

સાહિલ – અફકોર્સ યાર, મારી લાઈફના સૌથી ભયાનક દિવસને હું કેવીરીતે ભૂલી શકુ ? હું બિચારો સીધો સાધો, વરસાદની એ તુફાની સાંજે હોસ્ટેલ તરફ જતો હતો અને કોલેજના ગેટ પાસે મને કોઈ ચુડેલ ઉભી હોય તેવું લાગ્યું, નજીક જતા ખબર પડી, યાર આ તો ખરેખર ચુડેલ છે.

તમન્ના – (ગુસ્સામાં સાહિલનું ગળું દબાવતા) બેસ્ટી, બકવાસ નહિ કર, નહિતર હું તને અહિયાથી ધક્કો મારી દઈશ.

સાહિલ – બસ આવી જ રીતે તું મને બે વર્ષ પહેલા વળગી હતી. શાંત દેવી, શાંત. મજાકને બાજુપર રાખતા કહું તો, મારી લાઈફના સૌથી બેસ્ટ મોમેન્ટને હું કઈ રીતે ભૂલી શકું ? ઓબ્વિઅસ્લિ મને યાદ છે કે આપડે કઈ રીતે મળ્યા હતા.

(તમન્નાના ચહેરા પર હળવી મુસકાન આવી ગઈ.)

સાહિલ – કોલજનું ફસ્ટ ઇઅર હતું. બધું જ નવું નવું હતું. હજી બધાની સાથે એટલી બધી વાત નહતી થઈ. અને હાય હેલો સિવાય સારી કોઈની સાથે ફ્રેન્ડશીપ નહતી થઈ. એટલે જ, કોલેજના ફ્રી લેકચરમાં હું લાયબ્રેરીમાં બેસીને વાંચતો. ત્યાં જ મને ક્યારેક ક્યારેક તું પણ દેખાતી અને પછી ખબર પડી કે તું અમારા જ ક્લાસની છે.

તમન્ના – મને તારી જેમ વાંચવાનો એટલો શોખ નથી, પણ ક્યારેક ટાઈમપાસ કરવા અને એકાદ નોવેલ વાચવા હું ક્યારેક આવતી લાયબ્રેરીમાં. એટલે ધ્યાન તો મારું પણ ગયું જ હતું તારા પર કે તું અમારા જ ક્લાસનો છે. પણ તે દિવસે એવું થયું કે લાયબ્રેરીની એક નોવેલમાં હું એટલી ખોવાઈ ગઈ કે સાંજ ક્યારે થઈ ગઈ તેનો ખ્યાલ જ ના રહ્યો. એક તો લેટ થઈ ગયેલું અને ઉપરથી ભગવાન કો ભી ક્યાં સુજા કે વીજળીઓ સાથે વરસાદનું જોરશોરથી આગમન થયું. આમ ભલે હું ડેર ડેવિલ અને તું મને કહે તેમ જાંસી ની રાણી હોઉં, પણ મને વીજળીથી તો સોલીડ ડર લાગે.

ડર લાગવાની સાથે ટેનશન પણ થતું હતું કે હવે હોસ્ટેલ કેવી રીતે જઈશ ? કોલેજના લગભગ બધા જ સ્ટુડન્ટસ જતા રહેલા. હોસ્ટેલ નજીક જ હતી, પણ આ કમબખ્ત વીજળીના ડરથી હોસ્ટેલ જવાની બીક લાગતી હતી.

સાહિલ – મારું પણ એવું જ હતું. બુક્સમાં એટલો ખોવાય ગયો કે મોડું થયું અને વરસાદ પણ આવવા લાગ્યો. પણ હું તારી જેમ ફટટુ નથી હો મિસ જાંસી ની રાણી. મને વીજળીથી ડર નથી લાગતો.

તમન્ના – (ચિડાઈને) બોવ હોશિયારી ના માર ચાપલા.

સાહિલ – (હસતા હસતા વાતને આગળ વધારીને) હમમ... હું પણ કોલેજના ગેટ પાસે આવ્યો અને મેં તને જોઈ. તું થોડી કન્ફૂયુઝ લાગતી હતી. કદાચ એમ વિચારતી હતી કે છત્રી વગર વરસાદમાં હોસ્ટેલ કેવી રીતે જઉં ? મેં વિચાર્યું કે તને પુછુ મારી સાથે આવાનું, કેમકે તું અમારી હોસ્ટેલની બાજુની ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે એ મને ખબર હતી કારણકે ક્યારેક કોલેજ જવા માટે આપડે સાથે થઈ જતા હતા. પણ પછી એમ વિચાર આવ્યો કે સાથે આવાનું કહેતા તું કઈક બીજું ના વિચારે, કારણકે આપડે ફક્ત એકબીજાને ચહેરાથી જ ઓળખતા હતા.

તમન્ના – (હસીને) ઓ પ્લીઝ બેસ્ટી, સાચી વાત તો એ હતી કે છોકરી સાથે વાત કરવામાં તું ફટટુ છે.

સાહિલ – ઓ હોશિયારી, તોપણ એટલી તો હિંમત કરીને, પડશે એવા દેવાશે ના વિચારથી મેં તને પૂછ્યું કે તમને કાઈ હેલ્પ ની જરૂર છે ?

તમન્ના - (લગભગ ખુશીથી ઉછળીને) હું તો એટલી ખુશ થઈ ગઈ કે જાણે ડૂબતા ને કિનારો મળ્યો, અને એકલી નારી ને તારો સથવારો મળ્યો. પછી સ્માયલ કરતા મેં તને પૂછ્યું કે તું અમારા જ ડીવીઝન નો છેને ? તે હા પાડી ત્યારે તારા ફેસ પર હળવો શોક હતો કદાચ મેં તને નોટ કર્યો એ વાત જાણીને. અને મેં તને મારા વીજળીના ડર વિષે જણાવ્યું.

સાહિલ – અને મેં કહ્યું કે હું પણ તમારી બાજુવાળી હોસ્ટેલમાં જ રહું છુ, તો તમને કાઈ પ્રોબ્લમ ના હોય તો આપડે સાથે જ જઈએ. મને લાગ્યું કે તું મને પાક્કું લાફો મારીશ, એમ વિચારીને કે હું તારા પર લાઈન મારું છુ, પણ..

તમન્ના – (સાહિલની વાત ને આગળ વધારતા) મેં હા પડી, કેમકે મને સાચ્ચે મદદની જરૂર હતી. પ્લસ બોનસ માં એક નવો ફ્રેન્ડ પણ મળવાનો હતો.

સાહિલ – મને લાગ્યું કે આપડે ચુપચાપ જ ચાલશું. પણ તુ... હે પ્રભુ, સુરજ ડૂબવાનું ભૂલી શકે, પણ તું ચુપ રહેવાનું ના શીખી શકે. બક બક કરીને મારું તો માથું દુખાડી દીધું તે.

તમન્ના – આહાહાહા, બડે આએ બક બક વાલે. એ તો એમ કે તને વરસાદમાં, મારા જેવી મસ્ત છોકરીની વાતો સંભાળવાની સુવર્ણ તક મળી, નહીતર તું રોજની જેમ દેવદાસવાળુ થાકેલું મોઢું લઈને હોસ્ટેલ જતો હોત. (સાહિલના ગાલ ખેંચીને) મારો ફટટુ બેસ્ટી.

સાહિલ – (હસીને) ભલે હો જાંસી ની રાણી. તે તો જાણે આપડે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ એટલી કમ્ફર્ટનેસ સાથે મારી પર સવાલો નો ગોળીમાર ચાલુ કરી દીધેલો. તું હોસ્ટેલમાં કેમ રહે છે ? ઘરે કોણ કોણ છે ? હોબીઝ શું છે વગેરે વગેરે. અને હું તને કાઈ પુછુ કે ના પુછુ, એની પહેલા તે જ તારી રામકથા ચાલુ કરી દીધેલી, “હું મારા પેરેન્ટ્સની લાડકી છુ, અને તેમની સાથે રાખીને મને તેઓ વધારે બગાડી દેશે એ ડરથી તેમણે મને અહિયાં હોસ્ટેલમાં રહીને ભણવા મોકલી દીધી.”

તમન્ના – ક્યાં કરું ઓ બેસ્ટી, બક બક કરને કી આદત સે મજબુર.

સાહિલ – (કાન બંધ કરીને) ઓ બાથરૂમ સિંગર, રહેવાદે હવે, તુમસે ના હો પાએગા.

તમન્ના – ઓ બાથરૂમ સિંગરવાળી, તમન્નાનો સુરીલો અવાજ મફતમાં સંભાળવા મળે છે એની કદર કર.

સાહિલ – ઓકે મારી માં, હવે આગળ બોલ..

તમન્ના – હમમ..તો મને તારા વિષે ખબર પડી કે તારા પેરેન્ટ્સ એક્સપાયર થઈ ગયા છે અને કાકા એ તને અહિયાં ભણવા મોકલ્યો છે જેથી તું ભણીને પોતાની જવાબદારી જાતે હેન્ડલ કરવા માટે કેપેબલ થઈ શકે. બસ ટુકમાં જ કહી દીધું, મિસ્ટર કિતાબી કીડા કાઈ વધારે બોલ્યો જ નહિ. બેસ્ટી, તને ખબર ના હોય તો કહી દઉં કે બોલવાના કોઈ પૈસા ચાર્જ નથી કરતુ હો.

સાહિલ – અરે તું સાથે હોય અને કોઈ બીજાને બોલવાનો મોકો મળે એ અસંભવ છે. પણ હા, આ નાનકડી વોકમાં મને એટલી તો ખબર પડી જ ગઈ કે તું બકબક ક્વીન સાથે જાંસી ની રાણી છે, એકદમ બિન્દાસ, એટલે જ તો મેં તારું નામ જાંસી ની રાણી રાખ્યું.

તમન્ના – (પોતાના અદ્રશ્ય કોલરને ઉચા કરીને, સ્ટાઈલથી) આય નો, આય નો. એ નાની એવી વોક તો તને થેંક યુ કહેવાની સાથે પતી ગઈ. પણ સાથે મેં તને શેક હેન્ડ માટે હાથ લંબાવીને ફ્રેન્ડશીપ કરવાનું પણ પૂછી જ લીધું.

સાહિલ – તને ના પાડીને મારા પગ પર કુલાડી મારવાનું દુ:સાહસ મારાથી ના થયું, એટલે સ્માયલ સાથે મેં તને કહ્યું કે અફકોર્સ. હોસ્ટેલ જઈને પણ હું એમ જ વિચારતો રહ્યો કે કઈક અલગ જ છોકરી છે આ. થોડી બિન્દાસ અને હટકે.

તમન્ના – અને હું પણ એમ વિચારતી હતી કે છોકરો તો સારો છે પણ દુખી આત્મા છે, ચુપચાપ રહેનારો. (બંનેવ હાથની આંગળીઓ જાદુગરની જેમ હલાવતા) તમન્નાનું મેજીક ચલાવવું પડશે.

સાહિલ – એટલે મેડમ, તમે પેહેલેથી જ નક્કી કરી લીધું હતું હેને, કે મને પણ તમારી જેવા પાગલ બનાવીને જ રહેશો. તો મુબારક હો તમે આ મિશન માં સફળ રહ્યા. એમ પણ તારી સાથે રહેવા તારી જેવું જ ક્રેઝી થવું પડે.

તમન્ના – મિશન સફળ તો થાય જ ને, ક્યુકી જાની, તમન્ના જે નક્કી કરે તે કરીને જ રહે. અચ્છા આગળ સાંભળ, પછી થયું એવું કે બીજા દિવસે કોલેજ આવી અને આપડા કલાસરૂમમાં એન્ટર થઈ તો જોયું કે આખો ક્લાસ ફુલ છે અને બેસવા માટે મને ફક્ત એક જ જગ્યા ખાલી દેખાણી. ગેસ કર મારો તારણહાર કોણ બન્યો ? ધ ગ્રેટ મિસ્ટર. શાંત ઉર્ફ તું બેસ્ટી. તું એકલો જ બેઠો હતો એટલે તારી બાજુની સીટ પર હું બેસી ગઈ.

સાહિલ – અને હું તો એકદમ શોક્ડ. એમ થયું કે કમાલની છોકરી છે યાર, આટલા બધા સ્ટુડન્ટસની વચ્ચે, ગર્લ્સ અને બોયઝની રો અલગ હતી, તોપણ તું મારી, એક છોકરાની બાજુમાં બેસી ગઈ. તને ઓકવર્ડ લાગ્યું કે નહિ ખબર નહિ પણ મને તો લાગ્યું. આપડા કલાસમેટસ અને ઇવન ટીચર્સ પણ નવાઈથી જોઈ રહેતા આપડી સામે, પણ કોઈ કશું કહેતું નહિ કેમકે આ સ્કુલ નહિ કોલેજ હતી.

તમન્ના – શરૂઆતમાં તો મારી કોલેજ રોજ લેટ આવાની આદત ને લીધેથી, હું આવતી ત્યારે ક્લાસ ફુલ થઈ જતો, આવીને ક્લાસમાં મારું ધ્યાન પેલા તારી જ બેંચ પર જતું, જગ્યા ખાલી હોતી એટલે તારી બાજુમાં બેસતી, પણ પછી આપડે સારા ફ્રેન્ડસ બનવા લાગ્યાં એટલે તારી બાજુમાં જો કોઈ બેઠું હોય તોપણ એને ઉભા કરીને હું તારી જ બાજુમાં બેસતી.

સાહિલ – (સ્માયલ કરીને) અને બસ આવી જ રીતે આપડી ફ્રેન્ડશીપની શરૂઆત થઈ. હોસ્ટેલ આજુબાજુમાં હતી એટલે આવા-જવાનું સાથે થતું. તારી લેટ થવાની આદતને લીધેથી મારે પણ કોલેજ પહોચવાનું લેટ થતું. તું તો તારી આદત ના બદલી શકી, પણ વેઈટ કરવાની પછી મને જ આદત પડી ગઈ. તું લેટ થવાના બહાના બનાવ્યા કરે, અને હું ચુપચાપ સાંભળ્યા કરું. ચાલુ લેક્ચરમાં પણ બકબક કર્યા કરે અને મને એમ થાય કે ભગવાને આ છોકરીનું મ્યુટ બટન બનાવ્યુ છે કે ભૂલી ગયા ?

તમન્ના – બેસ્ટી...બસ હો. મારી સાથે રહીને હવે તું પણ બકબક કરતા શીખી ગયો છે, જરા તો ક્રેડીટ આપ મને..

સાહિલ – (તમન્નાને પગે લાગીને) ધન્ય હો જાંસી કી રાની કી. બસ આવી જ રીતે ક્રિપા વરસાવતા રહેજો આ નાચીઝ ભક્ત પર.

તમન્ના – (સાહિલના માથા પર હાથ મુકીને) સુખી રહો બેટા.

સાહિલ – ઓય, પેલુ યાદ છે ? કોલેજના ફસ્ટ એનુયલ ફંકશનનું નાટક “ધ ગ્રેટ ઇન્ડિયન વેડિંગ” એમાં તને પાર્ટીસીપેટ કરવાની બોવ ખુજલી થએલી, અને તને કંપની આપવા, મારી ઈચ્છા ના હોવા છતા મેં પાર્ટીસીપેટ કરેલું.

તમન્ના – (એક્સાઈટેડ થઈને) હા યાર, શું મજ્જા આવેલી. કઈક નવું જ હતું એ. આપણા જેવા લોકો જે જોઈન્ટ ફેમિલીમાં ના રહયા હોય, અને એટલે આવીરીતે લગ્નની મજા લેવાનો મોકો જ ના મળ્યો હોય, અને અમુક ઈન્ટરનેટ એડીકટસ, જે લગ્નમાં જઈને ધમાલ કરવાની જગ્યા પર ઘરે બેઠા બેઠા સોશિઅલ નેટવર્કિંગ સાઈટસ પર ટાઈમપાસ કરીને મોકો જવા દેતા હોય તેવા લોકો માટે જ હતું આ નાટક, જેથી બધા લગ્નના રંગોને માણી શકે.

સાહિલ – નાટકમાં પણ મસ્ત મસ્ત ફંકશન અને મસ્તી હતી. તું હતી છોકરીવાળા તરફથી અને હું છોકરાવાળા તરફથી, એટલે એકબીજાની ટાંગ ખેચવાની, જૂતા ચોરવાની, લાઈન મારવાની, વર-કન્યાને લગ્ન પહેલા છુપી-છુપીને મળાવવાની મજા આવેલી. ઓડીયન્સ એટલે કે આપડી જ કોલેજના સ્ટુડન્ટસને આ બધું જોવાની એટલી બધી મજા આવેલી કે બધા વેઇટ કરવા લાગ્યાં કે ક્યારે એમના ફેમેલીમાંથી કોઈના લગ્ન થાય અને તેલોકો આબધી મજા-મસ્તી કરી શકે.

તમન્ના – (હસીને) હજી એક ફની વાત પણ થએલી.

સાહિલ – હા ખબર છે મને, બધાને એવું લાગવા લાગેલું કે આપડે બંનેવ ફ્રેન્ડસથી કઈક વધારે જ છીએ. એટલે તો લોકોએ આપડું નામ પણ પાડી દીધેલું પ્રેમી-પંખીડા. સાથે આવવું-જવું, બેસવું, મસ્તી કરવી, બંક મારવો હોય કે મુવી જોવું હોય કે પછી અસાઈનમેન્ટ કમ્પ્લીટ કરવાનું હોય બધું સાથે જ કરવાનું. અરે હું જેન્ટ્સ વોશરૂમ ગયો હોઉં તો પણ તું મારો વેઈટ કરતી બહાર ઉભી હોય. એટલે જ તો એસીપી પ્રદ્યુમનની જેમ બધાને ડાઉટ થતો કે (એસીપીની જેમ એક્ટિંગ કરતા) દયા, કુછ તો ગડબડ ઝરૂર હૈ.

એમાં આ નાટકમાં હું તારા પર લાઈન મારતો હોઉં અને છેલ્લે હમ આપકે હૈ કોન મુવી ની જેમ સેટિંગ થઈ જાય એ બધી એક્ટિંગ અને કેમેસ્ટ્રી એટલી રીઅલ લાગી કે લોકોના ડાઉટસને હવા મળી.

તમન્ના – અરે, કુછ તો લોગ કહેંગે, લગો કા કામ હે કહેના. લોકો શું વિચારે છે એની વિષે હુ કેર્સ. (ગીત ગાતા) ધે ડોન્ટ નો અબાઉટ ધ થીંગ્સ વી ડુ, ધે ડોન્ટ નો અબાઉટ દેટ આય લવ યુ, બટ આય બેટ યુ ઇફ ધે ઓનલી ન્યુ, ધે વુડ જસ્ટ બી જેલસ ઓફ અસ...

સાહિલ - (કાન બંધ કરીને) ઓઓઓઓ બેસૂરી કાગડી, બંધ કર તારા રાગડા. પાછી વન ડાયરેક્શનની તારી દીવાનગી ચાલુ કરી દીધી.

તમન્ના – (સાહિલના કાન પરથી હાથ હટાવીને, ફરીથી ગાતા) ધે ડોન્ટ નો અબાઉટ ધ થીંગ્સ વી ડુ, ધે ડોન્ટ નો અબાઉટ દેટ આય લવ યુ, બટ આય....

સાહિલ – (તમન્નાને અટકાવીને) ઓય હોયે, યુ લવ મી હા. દયા, કહી સચમેં કુછ ગડબડ તો નહિ હેના?

તમન્ના – બેસ્ટી...મુજે લે ચાલો યહા સે, બાઉજી હંમે કભી એક નહિ હોને દેંગે.

(બંનેવ હસવા લાગ્યાં.)

સાહિલ – તું અને તારા આ પાગલવેડા, ક્યારેપણ ચેન્જ નહિ થાય.

તમન્ના – અને આપડી ફ્રેન્ડશીપ પણ ક્યારેપણ ચેન્જ નહિ થાય. આપડી ફ્રેન્ડશીપ તો જોજે એક દિવસ ઈતિહાસ લખશે, કે એક લડકા ઔર એક લડકી દોસ્ત હો સકતે હૈ. લોકો તો જલે છે આપડી ફ્રેન્ડશીપથી એટલે જ એને અફેર વગેરે નામ આપીને બકવાસ કરે છે.

સાહિલ – (હસીને) તું...અને અફેર...ઈમ્પોસીબલ.

તમન્ના – (સીરીઅસ થઈને) હા યાર, ફ્રેન્ડશીપવાલા લવ તો ઠીક છે, પણ ઈશ્કવાલા લવ હમસે ના હો પાએગા. એ કેટલું જવાબદારીવાળું કામ છે. જયારે ફ્રેન્ડશીપમાં તો બિન્દાસ તમે જેવા છો એવું રહેવાનું, ફ્રીલી, જે લાગે તે કહેવાનું, કોઈ મગજમારી જ નહિ. એટલે જ તો મેં મમ્મી-પપ્પાને કહ્યું કે કોલેજના આ ત્રણ વર્ષ મને આઝાદીથી જીવવા દો, પછી તમે જયારે અને જેની સાથે કહેશો, તેની સાથે લગ્ન કરીશ. કેમકે હું જાતે લવમાં પડું એવા ચાન્સ મને તો લાગતા નથી. ઈનફેક્ટ મમ્મી કહેતી હતી કે તેણે કોઈ એનઆરઆય છોકરો શોધી પણ લીધો છે મારા માટે.

સાહિલ - (નવાઈ સાથે) એનઆરઆય છોકરો, આ ક્યારે થયું ?

તમન્ના – ઓ શીટ. સોરી સોરી સોરી. આ સ્પોર્ટ્સ ડે ની તય્યારીઓમાં તને કહેવાનું ભૂલાય ગયું.

સાહિલ – (ઉદાસ થઈને) તો ક્યારે હલાલ થવાની છે તું ?

તમન્ના – શું બેસ્ટી. તું પણ મારી મજાક ઉડાડીશ ? એક તો અહયા ટેનશન થાય છે કેમકે એકઝામના એક મહિના પછી તરત જ મારા લગ્ન છે. (એકસાઈટેડ થઈને) પણ મજા આવશે. કેવું જુના જમાના જેવું થશે ને. એકદમ નવો અનુભવ. ઓળખતી નથી એની સાથે લગ્ન અને પછી બધાથી દુર લંડન જતું રહેવાનું. વાઉ.

સાહિલ – (હસીને) તું અને તારા આ વિચિત્ર મુડ સ્વીન્ગ્સ. હમણાં ટેનશન લેતી હતી અને હવે અચાનક એક્સાઈટેડ થઈ ગઈ.

તમન્ના – હમમ...અને તું મને હવે કમ્પલીટલી સમજી ગયો છે. લવ યુ બેસ્ટી.

(સાહિલ ફક્ત સ્માયલ કરે છે.)

તમન્ના – બેસ્ટી, આય નો યુ લવ મી બટ ક્યારેક તો મારા લવ યુ નો રીપ્લાય સ્માયલની સાથે લવ યુ ટુ કહીને આપ.

(સાહિલ હજી પણ ફક્ત સ્માયલ જ કરે છે.)

તમન્ના – (ચિડાઈ ને) એક દિવસ જયારે તારે મને લવ યુ કહેવું હશે ને ત્યારે હું લંડન જતી રહી હોઈશ. તારાથી દુર. પણ અત્યારે તો ચલ હોસ્ટેલ જલ્દી, લેટ થઈ ગયું છે.

હોસ્ટેલ નજીક હોવાથી પાંચ મિનીટમાં બંનેવ પહોચી ગયા. જતા પહેલા તમન્ના એ કહ્યું,

તમન્ના – બેસ્ટી, ભલે હું લગ્ન કરીને દુર જતી રહું, બટ પ્રોમિસ મી આપડી ફ્રેન્ડશીપમાં કોઈ જ ડીસટન્સ નહિ આવે. આય ડોન્ટ એવર વોના લુઝ યુ.

સાહિલ – આય પ્રોમિસ જાંસી કી રાની, નથીંગ વિલ એવર ચેન્જ.


Chapter - 2

કોલેજના ફાયનલ ઇઅરની એકઝામ પૂરી થઈ, અને તમન્ના પોતાના મેરેજની શોપિંગમાં બીઝી થઈ ગઈ. તમન્ના ખુબ જ ખુશ હતી કેમકે તેની માટે કઈક અલગ અને નવો અનુભવ હતો. અને તમન્નાને નવું નવું જાણવું અને અનુભવવું ખુબ ગમતું. શોપિંગમાં બીઝી રહેવાના કારણે તમન્ના સાહિલ સાથે ઓછુ ટચ માં રહી શકતી. અને સાહિલ, જેણે તમન્ના સાથે આખો દિવસ રહેવાની અને એની બકબક સંભાળવાની આદત પડી ગઈ હતી, એને હવે તમન્ના વગર ખાલી ખાલી લાગતું હતું.

સાહિલે નક્કી કરેલું કે તમન્ના ભલે લગ્ન કરીને લંડન જતી રહે પણ સાહિલ અહયા પુનામાં જ રહેશે. કેમકે સાહિલને ખબર હતી કે તે પોતાની બેસ્ટી ઉર્ફ જાંસી ની રાણી તમન્નાને બોવ મિસ કરવાનો છે, તો જયારે પણ તેની યાદ આવે ત્યારે પહેલાની બધી જગ્યા પર જઈને પહેલાની મેમરીઝને યાદ કરી શકે એટલે એને આ જ શહેરમાં રહેવું હતું.

પણ સાહિલ તો અત્યારથી જ તમન્ના વગર અપસેટ રહેવા લાગ્યો હતો અને ખુદને સમજાવાની કોશિશ કરતો હતો કે તમન્ના હવે તેની નવી લાઈફમાં બીઝી રહેવાની અને લંડન જવાની, તેના વગર રહેવાની આદત પાડવી જ પાડશે. પોતાનુ મન બીજે લાગે એટલે જ સાહિલ પોતાની માટે જોબ શોધવાના કામમાં ખુદને બીઝી રાખતો. થોડા દિવસમાં જોબ પણ મળી ગઈ. શરૂઆતમાં નવી જોબની એક્સાઈટમેન્ટમાં સાહિલ નો મુડ થોડો ચેન્જ થયો, પણ પછી ફરીથી અપસેટ રહેવા લાગ્યો, તે જે પણ કરતો, કે વિચારતો એમાં તેને તમન્નાની જ યાદ આવતી. તેની સાથે વાત કરવાનું અને બધું શેર કરવાનું મન થતું, પણ તમન્ના પાસે હવે ટાઈમ જ નહતો. સાહિલ જેને પણ મળતો તેની સાથે તમન્નાની જ વાતો કરતો રહેતો, તેમની મસ્તી, ફેવરેટ જગ્યાઓ, તમન્નાના નખરાઓ વગેરે વિષે કહેતો.

ઓફિસમાં જ સાહિલનો એક ફ્રેન્ડ બની ગયો, જેનું નામ અરમાન હતું. સાહિલ અરમાન સાથે જ તમન્ના સાથેની તેની જૂની યાદો શેર કરતો. તમન્નાની વાતો સાંભળી સાંભળીને થાકતા, કાંઈક વિચાર્યા પછી, અરમાને સાહિલને કહી જ દીધું કે, “આય થીંક યુ આર ઇન લવ વિથ તમન્ના.” પહેલા તો સાહિલે ના જ પાડી કે, “આ પોસીબલ નથી, અમે બંનેવ ફક્ત બેસ્ટફ્રેન્ડસ છીએ, એનાથી વધારે કશું નહિ.” અરમાને સાહિલને ફરીથી સમજાવતા કહ્યું કે, “તારી વાતો પરથી તો મને એવું લાગે છે કે તું તમન્નાને પ્રેમ કરે છે, તો એટલીસ્ટ તું શાંતિથી વિચારી જો આ વાત, તમન્ના સાથે ડિસ્કસ કરી જો, બની શકે તે પણ તને પ્રેમ કરતી હોય.”

સાહિલ સીરીઅસ થઈને કહેવા લાગ્યો કે, “હવે આ પોઈન્ટ પર વિચારીને કે તેની સાથે વાત કરીને કાઈ મતલબ નથી, બસ ફક્ત ૨-૩ દિવસમાં જ તમન્નાના લગ્ન છે, અને તે ખુશ છે, અને હું અમારી ફ્રેન્ડશીપમાં પ્રેમને વચ્ચે નાખીને કાઈ સ્પોઈલ કરવા નથી માંગતો.”

સાહિલે અરમાનને તો સમજાવી દીધો, પણ ખુદને ના સમજાવી શક્યો. સાહિલ પોતે પણ જાણતો હતો કે તે તમન્નાને ઘણા સમયથી પ્રેમ કરે છે. એક તો તે હતો જ પહેલેથી શરમાળ, પોતાની ફીલિંગ્સ એક્સપ્રેસ ના કરી શકતો. એટલે જ તો આજ સુધી સાહિલ તમન્નાના ફ્રેન્ડલી લવ યુ નો રીપ્લાય લવ યુ ટુ થી ના કરી શક્યો, તો તેને પ્રપોઝ કેવી રીતે કરવાનો ? ના કહેવાનું કારણ પેલો ડર પણ હતો, કે ક્યાંક પ્રેમ ને વચ્ચે લાવતા તેમની આટલી સારી ફ્રેન્ડશીપ ખરાબ ના થઈ જાય અને તમન્નાના બીહેવીઅર પરથી એવું ક્યારે લાગ્યું પણ નહિ કે તેના મનમાં ફ્રેન્ડશીપથી વધારે કઈક હશે.

સાહિલ ચુપચાપ રહેતો ત્યારે તમન્ના હમેશા તેને સમજાવતી એમ કહીને કે, “સાહિલ તારે તારા મનની વાતો દિલ ખોલીને કહેવી જોઈએ. આ તો આપડે આટલા સારા ફ્રેન્ડસ બની ગયા એટલે હું તારી ફીલિંગ્સ તું ના કહે તોપણ સમજી જાઉ છુ.” છતા પણ સાહિલ પોતાની ફીલિંગ્સ, બીજાની વાત દુર રહી , તેની જાંસી ની રાણીને પણ ના કહી શક્યો.

સાહિલને આ બધી વાતની સાથે હજી એક વાત યાદ આવી જયારે તમન્નાએ કહ્યું હતું કે “જોજે એક દિવસ જયારે તારે મને આય લવ યુ કહેવુ હશે ત્યારે હું તારાથી દુર લંડન જતી રહી હોઈશ.” આ વાત યાદ આવતા સાહિલનું અચાનક માથું દુખવા લાગ્યું, દિમાગમાં બસ એક આ જ વાક્ય ફરવા લાગ્યું કે તે જતી રહેશે તો ક્યારેપણ નહિ કહી શકું. અરમાન કહે છે તેમ બની શકે કે તમન્ના પણ મને પ્રેમ કરતી હોય. બસ, પેલી વરસાદવાળી સાંજની જેમ પડશે એવા દેવાશે ના વિચારથી પોતાના પ્રેમ નો ઈઝહાર કરવા તે નીકળ્યો તમન્નાના લગ્નમાં જવા, સુરત.


Chapter - 3

થોડા કલાકના ટ્રાવેલિંગ પછી સાહિલ સુરત પહોચ્યો. મનમાં કઈક અલગ અહેસાસ હતો, થોડો ડર તો હતો કે શું થશે ? પણ પોતાના દિલની વાત કહેવાનો કોન્ફીડન્સ પણ હતો, વિચારી લીધું હતું કે હવે તો જે થાય તે હવે તો કહીને જ રહીશ. સાહિલ તમન્નાના ઘરે પહોચ્યો. તમન્નાનું ઘર ખુબ જ સુંદર રીતે સજાવેલું હતું, સજાવટ જોઇને જ ખબર પડી જાય કે એક કરોડપતિ બાપની દીકરીના લગ્ન છે. ડેકોરેશન જોઈ રહેલા સાહિલ પર તમન્નાની નજર પડી. તમન્ના તો ખુબ જ ખુશ થઈ અને એક્સાઈટેડ થઈને ઓલ્મોસ્ટ કુદવા લાગી, ભાગીને સાહિલ પાસે જઈને સાહિલને હગ કરીને કહ્યું,

તમન્ના – ઓ બેસ્ટી, હું તને જોઇને કેટલી ખુશ છુ, આય કાન્ટ ઈવન એક્સ્પ્લેન. ફસ્ટ ટાઈમ આપડે આટલા બધા ટાઈમના ગેપ પછી મળ્યા. શોપિંગમાં બીઝી હોવાના લીધેથી ફોન પર પણ વાત નહતી થઈ શકતી. કેટલીઈઈઈઈ બધી વાતો ભેગી થઈ છે તને કહેવા માટે. મેં તને કેટલો બધો મીસ કર્યો ખબર છે. તારે થોડું જલ્દી આવવું જોઈતું હતું. પણ તારી જોબ ના લીધેથી તું જલ્દી આવી ના શક્યો. જોબ થી યાદ આવ્યું કે કેવી ચાલે છે તારી જોબ ? તે મને મીસ કરી કે નહિ ? રાજ વિષે પણ મારે ઘણું બધું કહેવાનું છે તને.

તમન્ના એક્સાઈટમેન્ટમાં એટલું બધું બોલી ગઈ પછી તેને ખ્યાલ આવ્યો કે સાહિલ કોઈ બીજા જ વિચારોમાં ખોવાઈ ગયો છે. તમન્નાએ સાહિલના ખભા પકડીને તેને ઢંઢોળીને કહ્યું, “ઓઓઓઓઓઓ હેલ્લ્લોઓઓઓ” ત્યારે સાહિલ પોતાના ખ્યાલોની દુનિયામાંથી પાછો આવ્યો. તમન્ના હમણાં જે કાઈ પણ બોલી એમાંથી એકપણ શબ્દ સાહિલે નહતો સંભાળ્યો કારણકે સાહિલ તો, તમન્નાને કેવી રીતે પોતાના મનની વાત કહીશ તે વિચારોમાં જ ખોવએલો હતો. પણ અત્યારની સિચુએશનને હેન્ડલ કરતા, કાઈ ખબર ના પડે એટલે સાહિલે કહ્યું,

સાહિલ - જાંસી ની રાણી, તારી બકબક એક્સપ્રેસ ક્યારે રુકે એની રાહ જોતો હતો.

તમન્ના – (હસીને) બેસ્ટી, તું તો જરા પણ નથી બદલાયો.

લગ્ન પહેલાની રસમો એક પછી એક પતવા લાગી. હલ્દી, મહેંદી, સંગીત. પણ સાહિલે હજીપણ તમન્નાને પોતાના દિલની વાત નહતી કહી, કારણકે, કારણકે તમન્ના ખુશ હતી. એટલે એવો પણ વિચાર આવ્યો સાહિલને કે જો તે મને પ્રેમ કરતી હોત તો તે આટલી ખુશ ના હોત. મન પાછુ ગુચવાયું, કે કાઈ કહું કે મનની મનમાં જ રાખું ?

લગ્નનો દિવસ પણ આવી ગયો. આજે તમન્ના કોઈ પરીથી કમ નહતી લગતી. પાનેતર પહેરવાથી તેનું રૂપ એટલું ખીલ્યું હતું કે તેને જોઇને કોઇપણ પોતાનું દિલ ખોઈ બેસે. સાહિલ હજીપણ પોતાની વાત કહું કે નહિ તેના વિચારોમાં જ હતો. તે તમન્ના પાસે ગયો, તમન્નાએ તેને ફરીથી કહ્યું,

તમન્ના – બેસ્ટી યાર, બોવ ડર લાગે છે. બધાથી દુર જવું પડશે. મમ્મી-પપ્પા, આ ઘર, બધા લોકો, આ શહેર, અને તારાથી પણ દુર. ખબર નહિ હવે આપડે ક્યારે મળશું ? પણ હું તને ઘણો મીસ કરવાની છુ. ડરની સાથે એકસાઈટમેન્ટ પણ થાય છે એમ વિચારીને કે હવે લાઈફ નો ન્યુ ફેઝ સ્ટાર્ટ થવાનો છે, રાજની સાથે. બધું જ નવું નવું, નવી લાઈફ, નવા લોકો, નવો દેશ, નવો અનુભવ. પણ જે પણ હોય, આપડી ફ્રેન્ડશીપમાં કાઈ ચેન્જ નહિ આવે. ભલે આપડે દુર હોઈએ કે નજીક, વાત કરી શકીએ કે ના કરી શકીએ. પ્રોમિસ ?

સાહિલ – (મહામુશ્કિલથી સ્માયલ કરીને) પ્રોમિસ.

“બસ, હવે તો ચુપ નથી જ રહેવું, જે થાય તે પણ આજે તો હું કહી ને જ રહીશ. આજે ના કહ્યું તો ક્યારેપણ નહિ કહી શકું અને તમન્ના લંડન જતી રહેશે. તેનો જવાબ હા હોય કે ના, પણ હું તેને મારા દિલની વાત કહી જ દઈશ”, સાહિલ પોતાની સાથે જ વાત કરતો રહ્યો.

રાજ, જેની સાથે તમન્ના હમણાં થોડી જ મિનીટ પછી જનમ જનમ ના બંધનમાં બંધાવાની હતી, તે વાજતે ગાજતે જાન લઈને, તમન્ના સાથે લગ્ન કરવા આવી ગયો. તમન્નાની મમ્મીએ રાજનું સ્વાગત કર્યું અને તમન્ના શરમાતી શરમાતી, હાથોમાં વરમાળા લઈને રાજ પાસે આવી. તમન્ના રાજને વરમાળા પહેરવાની જ હતી કે, કોઈનો અવાજ આવ્યો, રુકોઓઓઓઓ. તે સાહિલનો અવાજ હતો.

સાહિલ – રુકો, મારે કઈક કહેવું છે. કઈક ઘણું જ મહત્વનું. મારી લાઈફનો સવાલ છે.

તમન્ના તો જોશમાં આવી ગઈ. તેને લાગ્યું કે સાહિલ કઈક સરપ્રાઈઝ સ્પીચ આપવાનો હશે. પણ તમન્નાને ક્યાં ખબર હતી કે હા આ સરપ્રાઈઝ તો છે, પણ તેણે ના વિચાર્યું હોય તેવું.

સાહિલ – તમન્ના, મારી જાંસી ની રાણી, ઘણા સમયથી તને કહેવા ઈચ્છતો હતો મારા દિલની વાત. પણ આ વાત હું આવી રીતે કહીશ એવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહતું. યાર મારા આ શરમાળ સ્વભાવને લીધેથી હિંમત જ ના થઈ બોલવાની, પણ આજે જયારે મારી આખોની સામે તને બીજાની થતી જોઈ રહ્યો છુ, ત્યારે ખબર નહિ ક્યાંથી આટલા બધા લોકોની વચ્ચે એ વાત કહેવાની હિંમત આવી ગઈ. તમન્ના, આય લવ યુ.

તમન્ના હજી પણ વાતને સમજી ના શકી. તેને લાગ્યું કે આ એક ફ્રેન્ડલી લવ યુ હતું જે ફાયનલી સાહિલે આવી રીતે બધાની સામે કહ્યું. તમન્ના સાહિલ પાસે ગઈ, તેને હગ કર્યા પછી, તેના પાસેથી માઈક લઈને તેમાં કહ્યું, “આય લવ યુ ટુ બેસ્ટી.” સાહિલે પોતાની વાત ક્લીઅર કરતા કહ્યું કે, “તમન્ના, આ ફ્રેન્ડશીપવાળુ લવ યુ નહિ ઇશ્કવાળુ લવ યુ હતું. આય રીઅલી લવ યુ. આય નો કે આ રાઈટ ટાઈમ નથી કહેવાનો, પણ મારી માટે આ લાસ્ટ ચાન્સ હતો કહેવાનો.” હવે તમન્નાને આખી વાત સમજાણી. તમન્નાએ ગુસ્સામા જ સાહિલ ને એક જોરદાર લાફો માર્યો.

તમન્ના – સાહિલ, ધીઝ ઈઝ નોટ અ જોક. મારી લાઈફનો આ સૌથી મહત્વનો દિવસ છે, મારા લગ્ન. મેં તને હમેશા બેસ્ટફ્રેન્ડ માન્યો, અને તું આવું બધું કહે છે ? પ્લીઝ કહી દેને કે તું મજાક કરતો હતો.

સાહિલ – ના. તમન્ના આય એમ સીરીઅસ.

તમન્ના – (એકદમ રુડલી) આ કોઈ મુવી નથી મિસ્ટર. સાહિલ કે અચાનક કોઈ આવીને કહે રુકજાઓ યે શાદી નહિ હો સકતી, અને છોકરી બધું છોડીને છોકરા સાથે જતી રહે. વેક અપ, ધીઝ ઈઝ રિઆલીટી. અગર આ જોક નથી બેસ્ટી, સોરી, સાહિલ, દેન યુ મે લીવ. (અને તે રડવા લાગી.)

અને સાહિલ જતો રહ્યો, કાઈપણ બોલ્યા વગર, અને નેક્સ્ટ ટ્રેન પકડીને પાછો પુના આવતો રહ્યો.


Chapter - 4

તમન્નાના ઘરેથી નીકળ્યો ત્યારથી કંપનીએ આપેલા ઘરમાં પહોચ્યા સુધી, તેના દિમાગમાં તમન્નાના વિચારો જ ફરતા રહયા. તેને હર્ટ થયેલુ, ઘણું હર્ટ થયેલું, એટલે નહી કેમકે તેની બેસ્ટફ્રેન્ડે આટલા વર્ષોમાં પહેલી વાર આટલી રુડલી વાત કરી, કે તેના ઘરેથી નીકળી જવા કહ્યું, કે પહેલીવાર તમન્નાએ સાહિલને બેસ્ટી નહિ પણ સાહિલ કહ્યું, કે એને લાફો માર્યો, કે એનુ પ્રપોઝલ રીજેક્ટ કર્યું. તમન્નાના આ રિએકશન માટે સાહિલને કોઈ ફરયાદ નહતી. સાહિલ હર્ટ હતો, કેમકે પહેલીવાર તમન્ના સાહિલના લીધેથી રડી. તેની લાઈફનો આટલો મહત્વનો દિવસ સાહિલના લીધેથી ખરાબ થયો. સાહિલને બસ આ જ વાતનું દુખ હતું. કોઈ તેના લીધેથી દુખી થાય તે સાહિલને જરાપણ ના ગમતુ, અને આ તો તેની માટે સૌથી મહત્વની વ્યક્તિ હતી. સાહિલને હવે અફસોસ થવા લાગ્યો કે કાશ તેણે તમન્નાને પ્રપોઝના કર્યું હોત.

તમન્નાને હર્ટ કરવાનો ગીલ્ટ સાહિલને રોજ હેરાન કરતો. પણ હવે ભૂલ સુધારવાનો મોકો પણ સાહિલ પાસે નહતો. તમન્ના તો લંડન જતી રહી, અને તેનો નવો નંબર સાહિલ પાસે હતો નહિ, નંબર હોત તોપણ સાહિલનામાં એટલી હિંમત નહતી કે તે તમન્ના પાસે માફી માંગી શકે. સાહિલ ઘણો ગિલ્ટી હતો. હવે એની લાઈફમાં કોઈ નહતું. કાકાએ તો બસ સાહિલને ભણાવાની ફરજ પૂરી કરીને હાથ ઉપર કરી દીધા, અને ઓફિસનો ફ્રેન્ડ અરમાન, તેણે જોબ ચેન્જ કરી દીધી એટલે એક ફ્રેન્ડ બચ્યો હતો એ પણ સાહિલથી દુર થઈ ગયો. સાહિલને એકલુ ના લાગે એટલે અરમાન ક્યારેક કોલ કરી લેતો, પણ સમય સાથે કોલ્સ પણ બંધ થઈ ગયા. હવે તો કોઈ નવા ફ્રેન્ડ બનાવાની ઈચ્છા પણ નહતી થતી, એટલે ઓફીસમાં પણ કલીગ સાથે સાહિલ કામ પુરતી જ વાત કરતો. ઘણીવાર સાહિલને એમ થતું કે કેમ મારી સાથે જ આવું થાય છે ? પેલા પેરેન્ટ્સ ગયા, કાકાએ પણ જવાબદારી પૂરી કરીને છોડી દીધો, તમન્ના પણ ગઈ, અરમાન પણ ગયો. વધારે ગિલ્ટી એટલે ફિલ થતું કે બાકી બધા ગયા ઠીક છે એમાં મારો વાંક નહતો, પણ તમન્ના, તે તો મારી એક ભૂલને લીધેથી જ જતી રહી. ઘણા વિચારો આવતા સાહિલને, પણ કોણ સંભાળે આબધુ ? કોની સાથે શેર કરે બધું ?

ઓફિસથી ઘરે જતા પહેલા, સાહિલ, તેની અને તમન્નાની ફેવરેટ જગ્યા, પેલા બ્રીજ પાસે બેસતો. તમન્નાને યાદ કરતો, અફસોસ કરતો અને તમન્નાને રોજ મનમાં ને મનમાં સોરી કહેતો. અહયા બેસીને સાહિલને ઘણું સારું લાગતું, એમ થતું કે જાણે તમન્ના તેની બાજુમાં બેઠી છે અને પોતાના જ કઈક અનેરા અંદાજમાં પેલાની જેમ બકબક કરી રહી છે. તમન્ના વિષે જ કાંઈક યાદ આવતા તે સ્માયલ કરી રહ્યો હતો, ત્યારે કોઈકનો અવાજ સંભળાયો,

“અહયા બેસીને કાંઈક અજીબ પ્રકારની શાંતિ મળે, નઈ ?” આ અવાજ કોઈ છોકરીનો હતો. અવાજ સાંભળતા જ સાહિલે તે તરફ જોયું, સુંદર ચહેરો, ભોળી આંખો અને દિલ જીતી લે તેવી સ્માયલ. પણ સાહિલ ઓળખી ના શક્યો તે ચહેરો ? પેલી છોકરીને ખ્યાલ આવતા, તેણે પોતાનો હાથ લંબાવીને કહ્યું, “હાય, આય એમ કાજલ. તમે મને ઓળખો છો અને નથી પણ ઓળખતા. એક્ચુલી, હું પણ રોજ આ જગ્યા પર આવું છુ, અને મેં નોટ કર્યું કે તમે પણ રોજ આ ટાઈમપર અહી આવો છો, તો મેં વિચાર્યું, રોજ જ આવાનું છે તો ચલોને ફ્રેન્ડશીપ કરી લઈએ. ઓનલી ઇફ યુ ડોન્ટ માઈન્ડ.” સાહિલને અત્યારે એમ પણ એક ફ્રેન્ડની જરૂર તો હતી જ, અને કોઈને ના કહેવું તેને ગમતું નહિ, એટલે સાહિલે પણ શેકહેન્ડ કરીને, કાજલની ફ્રેન્ડશીપ એક્સેપ્ટ કરી અને પોતાનું નામ કહ્યું.

કાજલના પેરેન્ટ્સ નહતા, તે અનાથઆશ્રમમાં રહીને મોટી થઈ હતી. એટલે જ તેણે નક્કી કર્યું હતું કે તે હમેશા અનેક એનજીઓ સાથે જોડાએલી રહીને, બને તેટલા તેની જેવા બાળકોની મદદ કરતી રહેશે, તેમને ખુશ કરવાની કોશિશ કરશે. એટલે નવા નવા લોકોને મળવું, તેમની વિષે જાણવું એ કાજલને ખુબ ગમતું. તે નવા લોકો સાથે એટલી જલ્દી મિકસ થઈ જતી કે લોકો ને તેની સાથેની પહેલી મુલાકાતમાં પણ, વર્ષો જૂની ઓળખાણ હોય તેવું લાગતું.

સાહિલ અને કાજલ રોજ બ્રીજપાસે મળવા લાગ્યાં. કાજલ પોતાના કામ વિષે કહેતી, એનજીઓ વિષે વાતો કરતી, પણ સાહિલ કઈ ખાસ બોલતો નહિ, તેના ચહેરા પરની ઉદાસી સાફ દેખાઈ આવતી. એટલે કાજલ ને એટલું સમજાયું કે સાહિલ સાથે જરૂર કઈક એવું થયું હશે જેના લીધેથી તે અપસેટ રહે છે. કાજલને તેની મદદ કરવાની ઈચ્છા થઈ, તે કાંઈક એવું કરવા માંગતી હતી કે જેનાથી સાહિલ ખુશ રહેતા શીખે. કાજલ જયારેપણ મોકો મળે ત્યારે સાહિલને મળવાનું કહેતી, કેમકે હવે બંનેવ સારા ફ્રેન્ડસ બની ગયા હતા એટલે સાહિલ મળવાની ના પણ ના કહેતો. ક્યારેક કાજલ તેને પોતાના અનાથઆશ્રમમાં લઈ જતી, તો ક્યારેક મુવી જોવાનો અને ક્યારેક ડીનરનો પ્લાન બની જતો. મુલાકાતો વધતી ગઈ અને સાહિલ પર કાજલની અસર થવા લાગી, ઉદાસી સાવ ઓછી નહતી થઈ પણ તે હવે પહેલા કરતા વધારે બોલવા લાગ્યો હતો. તેની વાતોમાં હમેશા તમન્નાનું જ નામ હોતું. આ વાત કાજલના ધ્યાનમાં આવી અને કાજલે અંદાજો લગાવ્યો કે કદાચ બાકી બધા લોકોની જેમ તમન્ના પણ કોઈ કારણથી સાહિલની લાઈફમાંથી જતી રહી છે એટલે સાહિલ અપસેટ રહે છે.

કાજલના મનમાં સાહિલને ખુશ રાખવાનું જુનુન એવું તો સવાર થયું કે સાહિલ તમન્ના વિષે જે પણ કહેતો તે ઘણું ધ્યાનથી સંભાળતી અને તમન્ના જેવી રીતે રહેતી એવી જ રીતે વાતો કરવાની અને રહેવાની કોશિશ કરતી. સાહિલ તમન્ના વિષે એટલું ડીટેલમાં કહેતો, જેમકે તમન્નાનું નાની નાની વાતોમાં ખુશ થઈ જવું, બોલતી વખતે હાથોની એક્શન કરવી અને વાળમાં હાથ ફેરવતા રહેવું, વગેરે. એટલે કાજલ માટે તમન્નાની જેમ રહેવું થોડું આસન થઈ ગયું.

કાજલનો આ નુસખો કામ કરી ગયો. સાહિલ હવે ખુશ રહેવા લાગ્યો હતો. તેની સાથે રહીને સાહિલ પોતાની ફીલિંગ્સ એક્સપ્રેસ કરતા પણ શીખી ગયો હતો. અને ધીરે ધીરે કાજલને પ્રેમ પણ કરવા લાગ્યો હતો. કાજલના તેની સાથેના બિહેવીઅર પરથી સાહિલે એવો અંદાજો લગાવ્યો કે કદાચ કાજલ પણ મને પ્રેમ કરતી હશે, એટલે સાહિલે નક્કી કર્યું કે ફરીથી હું પ્રપોઝ કરવામાં મોડું કરું અને કોઈ બીજું બાજી મારી જાય તેના પહેલા હું એને પ્રપોઝ કરી દઉં.


Chapter - 5

સાહિલ અને કાજલ રોજની જેમ બ્રીજ પાસે ચુપચાપ બેઠા હતા. અહયા બેસીને બંનેવ વાતો કરવા કરતા ચુપ રહીને બેસવાનું વધારે પસંદ કરતા. પણ સાહિલનું મન કાજલને પ્રપોઝ કરવાના વિચારોમાં ખોવએલું હતું. સાહિલે બધી તય્યારી કરી રાખી હતી. એક નાના છોકરાને તેણે પહેલેથી, ઘણા બધા રેડ રોઝીસ આપીને કહી દીધેલું કે તેની બાજુમાં બેઠેલી છોકરીને આ ફૂલો આપવા.

સાહિલે ઈશારો કર્યો, એટલે પેલો છોકરો આવીને, કાજલને ફૂલો આપી ગયો. કાજલ એને કાઈ પૂછવા જાય એની પહેલા તો છોકરો દોડીને જતો રહ્યો. એટલે કાજલ સાહિલને “ખબર નહિ આ કોણે આપ્યા હશે ?” એમ કહેવા માટે બાજુમાં જોયું તો, સાહિલના હાથમાં, એક રેડ બોક્સમાં મુકેલી વીટી હતી, જે તે તેની તરફ આગળ કરી રહ્યો હતો. કાજલનું ધ્યાન શોકની સાથે પેલી વીટી પર જ હતું.

સાહિલ – મારી સાથે હમેશા એવું થયું છે કે મને ગમતી વ્યક્તિ, કોઈ ના કોઈ રીઝનથી મને છોડીને જતી રહે છે. એટલે હું ઘણો અપસેટ હતો અને હવે કોઈનીપણ સાથે ફ્રેન્ડશીપ કે બીજો કોઈ સબંધ બાંધવા નહતો માંગતો. પણ ભગવાનને કાંઈક અલગ વિચારી રાખ્યું હશે, એટલે જ મને આ જગ્યા પર તું મળી અને તે જ સામેથી ફ્રેન્ડશીપ કરવાની ઈચ્છા દેખાડી. મને પણ ખબર નહિ ત્યારે શું સુજ્યું કે મેં પણ ફ્રેન્ડશીપ કરવાની હા પાડી દીધી. ૧૦-૧૧ મહિનાથી આપણે એકબીજાને ઓળખીએ છીએ. તારી સાથે હું જ્યારેપણ હોવ ત્યારે મને પહેલા જેવું ફિલ થાય છે, હું ખુશ રહું છુ. એવો ખુશ જે પહેલા હું મારી બેસ્ટફ્રેન્ડ તમન્ના સાથે રહેતો હતો. પછી મને સમજાયું કે કદાચ, ના. કદાચ નહિ. ખરેખર હું તને પ્રેમ કરું છુ, શું તું મારી સાથે તારી લાઈફ સ્પેન્ડ કરવાનું પસંદ કરીશ ?

સાહિલને લગભગ વિશ્વાસ હતો કે કાજલ હા જ પાડશે. કાજલે સાહિલની વાત સાંભળ્યા પછી કહ્યું,

કાજલ – આય એમ સોરી. તને આવું કહેતા ઘણું દુખ થાય છે, અને સારું પણ નથી લાગતું કે ફરીથી તને જે ગમે છે તે તને નહિ મળે. સોરી, હું તને પ્રેમ નથી કરતી. ઈનફેક્ટ, તું પણ મને પ્રેમ નથી કરતો. (સાહિલને સમજાતું નહતું કે કાજલ શું કહેવા માંગે છે.) તું મને નહિ, પણ હું તમન્નાની જેમ બિહેવ કરતી હતી, એની જેમ વાતો કરતી હતી , તે બધી વાતો અને આદતોને તું ફરીથી પ્રેમ કરવા લાગ્યો છે. એટલે, ફરીથી તું પ્રેમમાં તો પડ્યો છે, પણ મારા નહિ, તમન્નાના જ પ્રેમમાં પડ્યો છે.

સાહિલને હજી પણ કઈ સમજાતું નહતું, એવું લાગતા કાજલે પોતાની વાત પહેલેથી સમજાવી,

કાજલ – તે નોટ કરી છે તારી ખુદની વાતોને ? તું બસ ખાલી તમન્નાના નામની જ માળા જપે છે. એટલે તો મને ખબર પડી કે તારી ખુશી તમન્નામાં છુપાએલી છે. અને તને ખુશ કરવા માટે જ મારી આદતો અને વાતોને મેં તમન્ના જેવી કરી નાખી. આ બધું મેં એટલે નથી કર્યું, કેમકે હું તને પ્રેમ કરું છુ કે એવું કાંઈક. મને કોઈને ખુશ કરવું ગમે છે, અને તું તો મારો ફ્રેન્ડ છે એટલે તને ખુશ કરવા મારાથી બનતા પ્રયત્નો કરવા એ મારી ફરજ પણ છે અને ખુશી પણ. અને તને ખુશ કરવાનો મને ત્યારે આ જ રસ્તો દેખાણો. એટલે જ મેં આ બધું કર્યું, તારી માટે.

સાહિલનું માથું ભમવા લાગ્યું, એને સમજતું નહતું કે બા બધું શું છે ? તે ખુદ કોને પ્રેમ કરે છે ? શું કાજલની વાત સાચી છે કે તે હજી પણ તમન્નાને પ્રેમ કરે છે ? હજી આ બધા સવાલો દિમાગમાં ફરતા રોકવાની કોશિશ કરતો હતો, ત્યારે તેની નજર દુરથી આવતી છોકરી પર પડી. પેલા તો તેને લાગ્યું કે, આ તમન્ના છે કે શું ? તે છોકરી નજીક આવતા ખબર પડી કે, આ તો તમન્ના જ છે. સાહિલનું નાજુક દીલ, એકસાથે આવેલા આટલા શોકને હેન્ડલ ના કરી શક્યું અને તેણે ચક્કર આવાથી તે બેહોશ થઈ ગયો. સાહિલની લાઈફનો આ સૌથી વિચિત્ર દિવસ હતો.

અડધો-પોણો કલાક પછી સાહિલ હોશ માં આવ્યો. તેણે આજુબાજુમાં જોયું, તો તે પોતાના જ ઘરમાં હતો. સામેની તરફ નજર કરતા, ત્યાં કાજલ અને તેની બાજુમાં તમન્ના ઉભેલી દેખાણી. તમન્નાને જોતા, તરત જ સાહિલે પોતાની નજર ફેરવી લીધી, તે હજી પણ ગિલ્ટી ફિલ કરી રહ્યો હતો.

તમન્ના સાહિલના બેડ પાસે બેસીને બોલી, “બેસ્ટી, હજી પણ ગુસ્સે છે મારાથી ?” અને સાહિલે તરત તમન્નાની સામે જોયું. તમન્નાની આંખોમાં પાણી હતું. કેટલા મહિનાઓ પછી બંનેવ એકબીજાને આવી રીતે જોઈ શક્યા હતા. સાહિલની આંખો પણ ભીની થઈ ગઈ. સાહિલે ગળગળા થઈને કહ્યું, “આય એમ સોરી જાંસી ની રાણી.”

તમન્ના – (રડતા રડતા) સોરી નહિ કે બેસ્ટી. ભૂલ મારી હતી. મેં તારીસાથે કેટલી રુડલી વાત કરી, તને કેટલું હર્ટ કર્યું.

સાહિલ – ભૂલ તારી નહિ, મારી હતી. મેં ખોટા સમયે, ખોટી વાત કહી. સોરી.

તમન્ના – સોરી કહેવાનું બંધ કર બેસ્ટી. અને મારી વાત સાંભળ. પ્રેમ તો હું પણ તને કરવા જ લાગેલી, આપડે કોલેજમાં હતા ત્યારથી. પણ તને તો ખબર જ છે, કે પ્રેમ-વેમ જેવી વાતો મને ક્યારે સમજાતી નહિ, એટલે હું સ્યોર નહતી કે આ ફ્રેન્ડશીપવાળો લવ છે કે પેલો ઈશ્કવાળો.

(સાહિલ તો આ વાત સાંભળીને એકદમ શોક થઈ ગયો.)

તમન્ના – પણ આ કન્ફયુઝન વિષે કહીને હું તને પણ હેરાન કરવા નહતી માંગતી, કેમકે હું તને પ્રેમ કરતી હોવ અને તું મને ખાલી તારી ફ્રેન્ડ માનતો હોય, તો પછી આપડી ફ્રેન્ડશીપનું મેજિક કદાચ ખોવાઈ જશે એનો મને ડર હતો.

મારા માઈન્ડમાં આ કન્ફયુઝન ચાલતી હતી ત્યારે જ મારા પેરેન્ટ્સે મારા લગ્ન નક્કી કર્યા. એન્ડ એઝ યુ નો, મને ડીસટ્રેક કરવી કેટલી ઇઝી છે, મારું ધ્યાન આ વાત પર આવી ગયું. પણ ક્યાંક ને ક્યાંક આ વાત મનમાં હતી જ, હું તે વાતને ઇગ્નોર કરવાની કોશિશ કરતી હતી. હું ખુદ એ ફિલીંગ વિષે સ્યોર નહતી એટલે તેની વિષે વધારે વિચારીને, જે ફિલીંગ કદાચ ના હોય તેને ક્રીએટ નહતી કરવા માંગતી. અને મને તારી ફીલિંગ્સ ની પણ કાઈ ખબર નહતી. એટલે મેં પોતાને મારા લગ્નની એક્સાઈટમેન્ટ, રાજ અને શોપિંગમાં લગાડી દીધી. લગ્નની તારીખ નજીક આવતી જતી હતી અને તારી વિશેના વિચાર હજી સુધી મારો પીછો નહતા છોડતા. ત્યારે મને સમજાયું, હા હું તને પ્રેમ કરું છુ.

પણ હવે આ જાણીને કાઈ મતલબ નહતો. કેમકે લગ્નની બધી તય્યારી થઈ ગયેલી અને ના તે મને તારી ફીલિંગ્સ કીધી કે ના મેં મારી કીધી. એટલે મેં, જે છે એટલે, રાજ ને જ પોતાની ખુશી માનવાનું યોગ્ય રહેશે એમ માન્યું. કેમકે, મારા પેરેન્ટ્સ ખુશ હતા, અને હું તેમને હર્ટ કરવા નહતી માંગતી. અને પછી, લગ્નના થોડા દિવસ પહેલા તું આવ્યો, ત્યારે તને જોઇને, મારી ફીલિંગ્સ કહેવાની ઈચ્છા થઈ ગઈ. મહામુશ્કિલથી મેં ખુદને કંટ્રોલ કરી, અને લગ્નમાટે ખુશ રહેવાની એકટીંગ કરતી રહી.

પછી લગ્નના દિવસે, ફાયનલી તે કહ્યું કે તું મને પ્રેમ કરે છે. હું બોવજ ખુશ થએલી. પણ હવે તો કાઈ જ થઈ શકે તેમ નહતું. તે તારી ફીલિંગ્સ કહેવામાં ઘણું લેટ કર્યું હતું. એટલે મેં તરત જ નક્કી કર્યું કે તારી સાથે એટલું રુડલી બિહેવ કરું કે તને હર્ટ થાય અને તું મને ભૂલી જાય. મારી વિદાઈમાં હું રડેલી, એનું સાચ્ચું રીઝન તો મને જ ખબર છે. લોકોને લાગ્યું હશે કે નોર્મલ છોકરીઓ રડતી હોય છે એવી રીતે હું પણ રડું છુ. પણ ના, હું એટલે રડતી હતી કેમકે મેં મારા બેસ્ટીને હર્ટ કર્યો, મારો પ્રેમ મારી સામે હોવા છતા મારે તેને જવા દેવો પડ્યો, હવે આપડે ક્યારેપણ નહિ મળી શકીએ એ વિચાર જ મને રડાવી રહ્યો હતો.

પણ હવે રાજની સાથે લગ્ન કર્યા જ છે, તો તેની અને મારા પેરેન્ટ્સની ખુશી માટે મે વિચારી લીધું કે હું તને ભૂલીને રાજ સાથે ખુશ રહેવાની કોશિશ કરીશ. એટલીસ્ટ રાજને ખુશ રાખવાની કોશિશ કરીશ. લંડન ગયા પછી મેં તને એટલે જ કોન્ટેક કરવાની કોશિશ નહતી કરી, જેથી તું મને ભૂલી શકે. રાજ સાથે ખુશ રહેવાની લાખ કોશિશ કરવા છતા, રાજને ખબર પડી ગઈ કે હું દિલથી ખુશ નથી. અને એકવાર તેણે મને બધું પૂછી લીધું. રાજ એટલો સારો છે કે તેણે મને કહ્યું કે હું તારી પાસે, બેસ્ટી તારી પાસે આવી જાવ, અને તે મને ડિવોર્સ આપી દેશે.

સાહિલ – (હસતા હસતા) બાપરે, મારી જાંસી ની રાણીની બકબક કરીને પકાવાની આદત હજી પણ નથી બદલાણી.

તમન્ના – હજી વાત બાકી છે બેસ્ટી. મેઈન વાત અને મેઈન વ્યક્તિ તો કાજલ છે, જેના લીધેથી થયું આ બધું. હું તો તને મળીને ખાલી તને સોરી કહેવા ઇચ્છતી હતી, પણ તને આટલું બધું હર્ટ કર્યા પછી, તને સોરી કહેવાની પણ મારામાં હિંમત નહતી. પણ આ કાજલે બોવ મહેનત કરીને મારો કોન્ટેક કર્યો અને મને તારી વિષે બધી વાત કરી. કાજલને લીધેથી જ અત્યારે હું તારી સામે છુ. થેન્ક્સ ટુ હર.

સાહિલ – (કાજલ સામે જોઇને) થેંક યુ કાજલ તારી લીધેથી જ મને સમજાયું કે હું તમન્નાને જ પ્રેમ કરતો હતો અને હજી પણ કરું છુ.

કાજલ – થેંક યુ ની જરૂર નથી. બે પ્રેમ કરતી વ્યક્તિને ભેગા કરીને મેં મારી જ ઈચ્છા પૂરી કરી છે. અને તમે તો છો જ એકબીજા માટે બનેલા, તમે એકબીજાથી દુર તો તોપણ નહતા જ રહી શકવાના. ચલો હવે તમારી વચ્ચે કબાબમાં હડ્ડી નથી બનતી, બાય.

સાહિલ – (તમન્ના સામે જોઇને) તો મિસ. બકબક, તમારે કાઈ કહેવાનું બાકી છે હજી ?

તમન્ના – (સાહિલને ટાઈટલી હગ કરીને) આય લવવવવવ યુ બેસ્ટીઈઈઈઈ. હું તો હમેશા કહું જ છુ, તું જ કહેવામાં ફટટુ છે.

સાહિલ – (તમન્નાને હજી વધારે ટાઈટ હગ કરીને) આય લવ યુ મોર, જાંસી ની રાણી. (કપાળ પર કિસ કરીને, તમન્નાના હાથમાં વીટી પહેરાવીને) મુજસે શાદી કરોગી ? આ વખતે ના નહિ પાડતી હો. ના કહેવાનો ઓપશન જ નથી રાખ્યો આવખતે મેં.

તમન્ના – (હસીને, ફરીથી હગ કરતા) ઓ ડોબા, હજી પણ જવાબની જરૂર છે ? અફકોર્સ તુજસે શાદી કરુંગી.

------ The End ------