ત્રીસ મિનિટ – 2
આવતી કાલે કલ્પ અને લતા નું દસમાં ધોરણ નું રીઝલ્ટ હતું. લતા વડોદરા થી તેના મામા ને ત્યાંથી સુરત જવા નીકળી ગઈ હતી. તેને પણ કલ્પ ને મળવાનો ઇંતઝાર તો હતો. કલ્પ ને લતા નાં જ વિચારો આખું વેકેશન આવ્યા હતા. તે દસમાં પછી શું કરવું તે વિશે હજુ વિચારી શક્યો ન હતો. પણ સાયન્સ લેવાનું તો નક્કી જ હતું. આમ પણ તે અને લતા ભણવામાં તો હોશિયાર હતા જ. આજે કલ્પ તેના એડમિશન નાં ચક્કર માં ઉલજાયેલો હતો. રીઝલ્ટ તો ઓનલાઈન જ આવી જવાનું હતું. આખરે કલ્પ નાં પપ્પા એ ૧૧ સાયન્સ માટે તેને અમદાવાદ ભણવા મુકશે તેવું કહી દીધું. કલ્પ ને પણ ભણવું તો ખુબ જ ગમતું પણ, લતા થી દુર જવાની વાત થી તે દુઃખી હતો. આવતી કાલે સવાર માં જ ઓનલાઈન રીઝલ્ટ આવી જવાનું હતું. કલ્પ નાં પપ્પા એ તેને આગલે દિવસે જ અમદાવાદ જતા રહેવા કહ્યું કારણ કે, રીઝલ્ટ નાં આવ્યા પછી તરત જ સારી સ્કૂલ નાં એડમિશન શરૂ થઇ જતા હોય છે. કલ્પ નાં મમ્મી કલ્પ થી અલગ થઇ જવાના હતા એટલે તે પણ દુઃખી હતા. છતાં પણ તેને દીકરો સારું ભણી શકે તેથી કલ્પ નો સામાન ભરી લીધો. કલ્પ તો લતા ને હવે નહિ મળી શકે તે વાત થી દુઃખી હતો. એમાં આ બધું ઉપર થી આવ્યું હતું. અચાનક અમદાવાદ હોસ્ટેલ માં જવું. પણ, તે હજુ નાનો હતો.. પંદર વર્ષ નો છોકરો લતા ની રાહ જોવી છે તેવું તેના પેરેન્ટ્સ ને ન કહી શક્યો. અને આખરે રડતા રડતા બપોર નાં કલ્પ અને તેના મમ્મી-પપ્પા એ સુરત થી અમદાવાદ ની વાટ પકડી લીધી. રસ્તા માં આવતી કલ્પ ની સ્કૂલ તેને ખુબ જ રડાવતી ગઈ.
લતા સાંજ નાં સાડા છ વાગ્યે સુરત આવી પહોચી. તેને કલ્પ અમદાવાદ જતો રહ્યો છે તેની જાણ તેની એક ફ્રેન્ડ એ કરી. તેનું હૃદય ત્યારે ધબકારો ચુકી ગયું. છેલ્લે જોયેલો કલ્પ નો ચહેરો તેની આંખો સામે આવી ગયો. છેલ્લા પેપર માં કલ્પ તેને જોતી જઈ રહ્યો હતો ત્યારે તેને કઈક અલગ જ લાગી રહ્યું હતું. તે પણ વેકેશન પૂરું થાય તેની જ રાહ જોઈ રહી હતી. તે ઘરે જઈને રડવા લાગી હતી. જ્યારે ઘરે તેમના મમ્મી એ તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે તેને રીઝલ્ટ ની ચિંતા થાય છે તેવું કહ્યું. તેને કલ્પ પર થોડો ગુસ્સો પણ આવ્યો, કે શું તેને મારા માટે એટલી પણ રાહ ન જોય ? એક વાર મળી ને જાત તો તેને શું પ્રોબ્લેમ હતો... પણ, કલ્પ તો જતો રહ્યો હતો. હવે લતા કલ્પ ને ક્યારે મળી શકશે ? શું થશે ? તેવા વિચારો માં ગૂંચવાઈ ગઈ હતી... આવતી કાલ નાં રીઝલ્ટ ની ચિંતા તો બાજુ પર હતી.. હવે તેનું મગજ પણ અમદાવાદ તરફ દોડવા લાગ્યું હતું... લતા અને કલ્પ બન્ને ખરેખર હવે સાવ એકલા પડી ગયા હતા...
કલ્પ તેના મમ્મી પપ્પા જોડે અમદાવાદ પહોચી ગયો હતો. કલ્પ નાં પપ્પા એ કઈ સ્કૂલ સાયન્સ માટે સારી છે તે બધું જ જાણી લીધું હતું. તેણે રાત રહેવા માટે હોટેલ માં રૂમ પણ બુક કરી લીધો હતો.. બસ, હવે કાલ નાં રીઝલ્ટ ની જ રાહ હતી.
સવાર માં ૬ વાગ્યે અમદાવાદ માં કલ્પ રેડી થઇ ગયો હતો. રીઝલ્ટ ૭ વાગ્યે સાઈટ પર મુકવાનું હતું. અહી, સુરત માં લતા પણ રીઝલ્ટ ની રાહ જોઈ રહી હતી. આમ... રીઝલ્ટ શું આવશે ? અને તે બન્ને હવે કઈ રીતે મળી શકશે ? આવા જ બન્ને ને વિચારો આવી રહ્યા હતા. મગજ માં આજ વિચારો ની ભાગદોડ માં ઘડિયાળ માં સાત વાગી ગયા. કલ્પ એ તેના પપ્પા નો મોબાઈલ લઇ ને સૌથી પહેલા લતા નું રીઝલ્ટ જોયું. લતા એ પણ તેવું જ કર્યુ, તેણે પણ સૌથી પહેલા કલ્પ નું રીઝલ્ટ જોયું. બન્ને ને ખુબ જ સારા માર્ક્સ આવ્યા હતા. મેરીટ ખુબ જ સારું બન્યું હતું. લતા ને કલ્પ કરતા જરા ઉચો PR હતો. છતાં પણ લતા ને આ સ્પર્ધા માં આગળ આવ્યા ની ખુશી ન હતી. અત્યાર સુધી જે સ્પર્ધા માં આગળ આવવા માટે લતા ખુબ જ મહેનત કરતી, તેમ છતાં આ સ્પર્ધા માં આગળ આવ્યા થી ખુશ થવા તેનું હૃદય આજે પરમિશન નતું આપી રહ્યું. આજે કોણ જીત્યું બે માંથી કોઈ નક્કી કરી શક્યું નહિ.
લતા પણ બરોડા ગઈ હતી ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તે પણ સાયન્સ જ રાખશે અને ત્યાર પછી ડોક્ટર બનશે. તેણે બરોડા માં સાયન્સ કરવાનું નક્કી કર્યુ હતું. લતા પણ ભણવામાં એટલી જ હોશિયાર હોવાથી તેને બરોડા ની એક સારી સ્કૂલ માં એડમિશન મળી જાય તેમ હતું. આ બધું થવાથી લતા વિચારી રહી હતી કે, હવે શું થશે ? અમે અત્યાર સુધી સાથે ભણ્યા પણ, હવે એટલા બધા દુર થવા જઈ રહ્યા હતા કે, ક્યારે મળશે તેની ખબર જ ન હતી. પણ, સ્ટડી પણ એટલું જ જરૂરી હતું.. પાછું બન્ને ને સાયન્સ હતું.. અને હવે તો શહેર શહેર થી ટોપર્સ આવ્યા હતા. એટલે બન્ને એ મહેનત કરવાનું નક્કી કરી લીધું હોય તેમ મન મનાવી ને મમ્મી પપ્પા એ નક્કી કરેલ હોસ્ટેલ અને સ્કૂલ માં ભણવાનું નક્કી કરી લીધું.
કલ્પ ને તેના પપ્પા એ અમદાવાદ ની સારી સ્કૂલ માં અને સારી સગવડ વાળી હોસ્ટેલ માં સારી રીતે સેટ કરી દીધો. કલ્પ ત્યારે ખુબ જ રડ્યો હતો. અચાનક જ તેના હાથમાંથી બધું જ છુટી ગયું હતું. તે ઘણો હતાશ થઇ ગયો હતો. લતા ને પણ તેના મામા એ બરોડા ની સારી સ્કૂલ માં સેટ કરી દીધી હતી. લતા ને એટલું તો સારું હતું કે લતા ને હોસ્ટેલ માં નહિ પણ ત્યા તેના મામા ને ત્યાં જ રહેવાનું હતું. હવે, બન્ને ની સ્કૂલ ફરી પાછી ચાલુ થઇ હતી. પણ, આજે બન્ને એક ક્લાસ માં તો શું એક શહેર માં પણ ન હતા. શરૂઆત માં બન્ને પોતાનાં ક્લાસ માં એક બીજાને મીસ કરતા. કલ્પ તો ક્યારેક તેના મમ્મી ની યાદ માં તો ક્યારેક લતા ની યાદ માં રડી પડતો. લતા તેના ઘરને અને કલ્પ ને મીસ કરી ને ઘણીવાર રાત્રે રડતી. ધીરે ધીરે... બન્ને ને સ્ટડી ગમતું હોવાથી મન વાળી લીધું હતું.. હવે ૧૧ મું ધોરણ હોવાથી નક્કી કરેલ ફીલ્ડ માં પોતાને ગમતા વિષયો આવતા એટલે ભણવામાં પણ રસ જાગ્યો હતો.હજુ પણ ભણવામાં બન્ને પોતાનાં ક્લાસ માં એટલા જ હોશિયાર રહ્યા. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા...
***
હવે, રીવરફ્રન્ટ પર ની સાઈડ પર લાઈટ્સ ચાલુ થઇ ગઈ હતી. વાતાવરણ માં પણ શીતળતા આવી હતી. પવન પણ ધીરે ધીરે લહેરાતો હતો. લતા ને અહી આવ્યે લગભગ પોણા બે કલાક જેટલો સમય થવા આવ્યો હતો. આજે લતા અહી બેચલર ઓફ હોમિયોપેથી (B.H.M.S.) નાં પહેલા વર્ષ માં અભ્યાસ કરવા માટે એક મહિના થી જ અમદાવાદ માં આવી હતી. આજે તે જ્યારે કોલેજ થી હોસ્ટેલ આવી રહી હતી ત્યારે તેણે રસ્તા પર કલ્પ ને જોયો હતો. આજે તે સમય ને ઘણો પાછળ લઇ ગઈ હતી. તે અમદાવાદ આવી ત્યાર થી તેના ચહેરા ને શોધતી.. એથી તે નક્કી ન’તી કરી શકતી કે તે ભ્રમ હતો કે હકીકત. તે આ જ વિચારો સાથે હવે ત્યાંથી ઉભી થઇ અને હવે હોસ્ટેલ તરફ આગળ વધી.
તે જ્યારે હોસ્ટેલ પહોચી ત્યારે તેને સંધ્યા એ આજે કઈક અલગ જ જોઈ. આજે તે મુડ માં ન હતી. આવતી કાલે સંધ્યા ની બહેન ની સગાઇ હતી, એટલે તે આજે પોતાની બેસ્ટ ફ્રેન્ડ્સ ને ઈન્વાઈટ કરી રહી હતી. સંધ્યા એ લતા ને પણ ઈન્વાઈટ કરી. લતા તેને નાં ન કહી શકી.
બીજે દિવસે લતા સંધ્યા ની બહેન ની સગાઇ માં પહોચી ગઈ. તે હજુ કાલ નાં એ કલ્પ નાં ચહેરા ને જ આખા અમદાવાદ માં શોધી રહી હતી. સગાઇ ચાલી રહી હતી ત્યારે લતા સંધ્યા અને તેની ફ્રેન્ડ્સ જોડે હોલ માં બેઠી હતી. બધા વાત કરી રહ્યા હતા, પણ લતા હજુ ક્યાંક જ ખોવાયેલી હતી.
ત્યાંજ.. અચાનક..
“એક્સક્યુઝ મી” કહીને સંધ્યા ને એક છોકરા એ બોલાવી...
લતા આ બધું જ સાંભળી રહી હતી. પણ તેનું મો પેલી બાજુ હોવાથી તે કઈ જોઈ શકતી ન હતી.
“યસ.. તમે કોણ ?” સંધ્યાએ તેને પૂછ્યું.
“સગાઇ થઇ રહી છે. તે મારા ફ્રેન્ડ નો ભાઈ છે...તો, હું મારા ફ્રેન્ડ જોડે આવ્યો છું.” તે છોકરાએ ખુબ જ નમ્રતા થી જવાબ આપ્યો.
“ઓકે.. તો શું કામ હતું..?” સંધ્યાએ તેને સવાલ પૂછ્યો.
“તમે અહી B.H.M.S. કરી રહ્યા છો..?” પેલા છોકરાએ તેને સવાલ પૂછ્યો.
“યસ..હું B.H.M.S. કરું છું.” સંધ્યા એ જવાબ આપ્યો.
લતા... આ બધું સાંભળતી હતી, હવે આ બધી વાતો થઇ રહી હતી એટલે તેણે તે તરફ જોયું. તેનું હૃદય ધબકારો ચુકી ગયું. આ ચહેરો તો તેણે ગઈ કાલ નો જોયો હતો અને તે ત્યારની વિચાર માં પડી હતી તેનો જ હતો. હાં,... આ કલ્પ જ હતો. બસ, ફરક એટલો જ પડ્યો હતો કે, આજે કલ્પ ને ચશ્માં આવી ગયા હતા. બાકી તેની હાઈટ વધી હતી.. આજે લતા એ કલ્પ ને દસમાં ધોરણ પછી પહેલી વાર જોયો હતો.
“કલ્પ......!” લતા આ જોઈને વચ્ચે થી જ બોલી ઉઠી..
કલ્પ ને લતા સામે જોઈને શોક લાગ્યો હોય તેમ ચૌકી ગયો. તે સંધ્યા ને આમ તેમ પ્રશ્નો પૂછી ને લતા વિશે જ જાણવા માંગતો હતો. તેને લતા, બી.એચ.એમ.એસ. અમદાવાદ માં કરે છે તેની હમણાં જ જાણ થઇ હતી. તેને આ ખબર સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર થી પડી હતી. પણ, આજે લતા તેની સામે જ છે... ? તે વિચારી તે જરા દંગ રહી ગયો હતો.
“લતા.....?” તેણે એક વાર પૂછી લીધું.
લતા નાં મો પર આજે પાછું જ્યારે કલ્પ જોડે વાત કરતી ત્યારે આવતું તેવું સ્મિત આવી ગયું. આજે તેને પોતાનો કલ્પ મળી ગયો હતો.. આજે તેના મો પર એક અનોખી જ મુસ્કાન છવાઈ ગઈ હતી. તે આ વાત થી ખુબ જ ખુશ થઇ ગઈ હતી. તે ઘણા સમય બાદ કલ્પ ને મળી હતી.
કલ્પ લતા નાં મો પર નું સ્મિત જોઈ ને જ તેને ઓળખી ગયો. તે પણ ઘણા સમય થી લતા ને શોધવાની ટ્રાઈ કરી રહ્યો હતો. આજે તે પણ ઘણો ખુશ થયો. બન્ને સગાઇ માંથી એકબીજાને પૂછ્યા વગર જ બહાર નાં એક Cafe માં ચાલ્યા ગયા.
કલ્પ આજે અમદાવાદ માં એન્જીનીયરીંગ માં અભ્યાસ કરી રહ્યો હતો. તે બન્ને એ વેકશન થી લઇ ને આજ સુધી બધી જ વાતો કરી. બન્ને ની લાગણી નો સમન્વય આજે ફરી એક વાર થયો.
આજે તે બન્ને ફરી ભેગા થઇ ગયા હતા.. લતા સુરત થી બરોડા અને કલ્પ સુરત થી અમદાવાદ ભણવા માટે આવ્યો હતો..
પણ, આજે ફરી તેના સુરત ની જેમ જ બન્ને અમદાવાદ માં જ્યાં રહેતા હતા તેની વચ્ચે નો ડિસ્ટન્સ ફક્ત ત્રીસ મિનિટ નો જ થઇ ગયો હતો...
હાર્દિક રાજા