પ્રવાસી ભાગ-૪
પ્રવાસના અંત તરફ:
ગયા અંકમા આપણે અમરનાથ ગુફા તરફ યાત્રાની શરુઆત કરી હતી. અમારા ઘોડા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા હતા. એક સાંકળી પગદંડીમાં પદ યાત્રીઓ, પીઠ્ઠુઓ(ઘોડા વાળા) અને પાલખી વાળાઓ ચાલી રહ્યા હતા. દર પાંચ-સાત મીનિટે એક હેલીકોપ્ટર તમારી તદ્દન નજીકથી પસાર થાય એ દ્રશ્ય પણ રોમાંચ ઉભુ કરે. ધીમે-ધીમે ઉંચાઇ વધતી જતી હતી. હજી તો થોડા ઉપર પહોંચ્યા હશું અને અચાનક જીવ અધ્ધર થઇ ગયો, અમરા ઘોડાઓ અચાનક ઉભા રહી ગયા. ઉંચાઇ પરથી પથ્થરો ધસીને અમરા પર પડતા હતા. થોડી વાર તો એવુ લાગ્યુ કે કોઇ આતંકવાદી હમલો થયો પણ હકીકત થોડી જુદી હતી અમરાથી ઉંચાઇ પર ઘોડાઓની સંખ્યા વધી ગઇ હતી. જેથી એમના ચાલવાને લીધે પથ્થરો ધસીને અમારી પર પડી રહ્યા હતા. અમારી યાત્રા થોડી વાર થંભાવી દેવામાં આવી. જ્યારે પથ્થરો ધસવાના બંધ થયા એટલે ફરી યાત્રા શરુ થઇ. હવે અમે સારી એવી ઉંચાઇ પર હતા. ઘોડાઓ ધીમીન પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા હતા. ઉંચાઇ પરથી કુદરતી નઝારો જોવાનો અનુભવ આખી જિંદગી ભુલી શકાય તેમ નથી. નીચે ખીણમાં નદી વહી રહી હતી જે છેક પંચતરણી સુધી સાથે આવવાની હતી. રસ્તામાં એક ધોધ વહી રહ્યો હતો જ્યાં પીઠ્ઠુઓ એ પોતાના ઘોડાને પાણી પીવડાવ્યુ. અમુક જગ્યાએ ખીણમા નજર કરીએ તો ઘોડાઓ તથા ઘેટા બકરાઓ ના જુંડ ઘાંસીયા લીલા છમ મેદાનમાં મુક્ત ચરતા દેખાય ક્યારેક એનો ચરાવનાર પણ સાથે હોય. આવાજ કોઇ ચરાવનારાએ ગુફા શોધી હશે. ધીમે ધીમે કરતા અમે પંચતરણી પહોંચ્યા આ એવી જગ્યા છે જ્યાં બાલટાલ અને પહેલગાવ બંન્ને રૂટ ના યાત્રીઓ નો સંગમ થતો હતો. ટુંકમાં અંહીથી રસ્તો એકજ તરફ જતો હતો બાબાની ગુફા તરફ. હેલી કોપ્ટરનો સ્ટોપ પણ અંહીજ હતો એટલે હેલીકોપ્ટરના યાત્રીઓ પણ અંહીથી પૈદલ અથવા પીઠ્ઠુ કે પાલખી દ્વારા જવાના હતા. પંચતરણીથી ગુફા હવે માત્ર પાંચ-છ કિ.મિ. દુર હતી. અંદર અનેરો ઉત્સાહ હતો. ગુફાથી બે કિ.મિ. દુર અમારા ઘોડા વાડાએ અમને જણાવ્યુ કે અહીથી આગળ ઘોડા લઇ જવાની મનાઇ છે. એટલે હવે અમારે ૨ કિ.મિ. ચાલીને અથવા પાલખીમાં જવાનુ હતુ. ફક્ત ૨ જ કિ.મિ. બાકી હોય એમ માની અમે ચાલવાનુ પસંદ કર્યુ. પણ એ અમારી ભુલ હતી. એ બે કિ.મિ. ની ચઢાઇ સૌથી કપરી ચઢાઇ હતી. એટલી ઉંચાઇ પર એકતો પાતળી હવા હોઇ એટલે સ્વાસ લેવામાં તકલીફ થાઇ. બરફ એટલો હોય કે તમે લપસ્યા વિના રઇ ના શકો. પળતા આખળતા અમે ગુફા સુધી પહોંચ્યા. સદભાગ્યે લાઇન ટુંકી હતી. બસ થોડીજ વારમા બાબા અમરનાથના દર્શન થવાના હતા. લાઇનમાં આગળ વધતા મારો વારો આવ્યો દર્શન કરવાનો. બાબાનું લિંગ થોડુ ઓગળી ચુક્યુ હતુ. બાબા ના દર્શન થતાજ આંખમા હરખના આંસુ ધસી આવ્યા. બાબા અમરનાથને કંઇ કેટલીએ પ્રાર્થના કરી. મન ભરી બાબા ને નિહાળી અમે થોડી વાર ગુફાની નીચે ભંડારમાં આરામ કર્યો. હવે ફરી નીચે ઉતરવાનો સમય થઇ ગયો હતો. અમે ઘોડા વાળા પાસે ગયા પણ સાંજનો સમય હોય ઘોડા વાડાઓ ના ભાવ વધી ચુક્યા હતા પણ ઘોડા પર નીચે ઉતરવા સીવાય કોઇ છુટકો નહોતો. નીચે ઉતરતા ફરી એના એજ દ્રશ્યો મન ને શાંતિ અને એક આહલાદક અનુભવ આપતા હતા. અમે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે બે ઘટનાએ મારા માનસ પટ પર ઊંડી અસર કરી. એક તો આપણા સૌનિક જવાનો નીચેથી છેક ઊંચાઇ પર સતત ખડે પગે જોવા મળતા હતા. જેના લીધે કોઇ પણ જાતના ડર વગર અમે યાત્રા સંપુર્ણ કરી શકવાના હતા. બીજી એક વાત એ જાણવા મળી કે અમારી જેમ યાત્રામાં આવેલા અન્ય એક ગુજરાતી ગ્રુપમાં એક મુસ્લીમ છોકરો પણ સાથે યાત્રામાં જોડાયો હતો. અને છેક નીચેથી ઉપર અને ઉપરથી નીચે ઘોડાના ઉપયોગ વગર ચાલીને યાત્રા પુર્ણ કરી હતી. અને વધુ આશ્ચર્ય ત્યારે થયુ જ્યારે ખબર પડી કે એ જે ગામમાં રહે છે તે ગામમાં માત્ર મંદિર બનાવવાના કામમાં કડિયા કામ કરે છે. કહેવાનો મતલબ એટલોજ કે હવે લોકો નાતજાત ધર્મ ના ભ્રમથી આગળ વીચારવા લાગ્યા છે. અમે તળેટી એ પહોંચ્યા ત્યારે સાંજ થઇ ચુકી હતી. ઘોડા વાળાને બક્શીશમાં ગુજરાતી ખાખરા આપ્યા તો એ લોકો ખુશ થઇ ગયા. આજની રાત ત્યાંજ રોકાઇ અમે બાજા દિવસે સવારે વૈષ્ણવ દેવી જવા માટે રવાના થયા.
વૈષ્ણવ દેવી :
બાલટાલ થી સવારના નીકડેલા અમે લોકો રાત્રે વૈષ્ણવ દેવી પહોંચ્યા. બીજા દિવસે સવારે અમે વૈષ્ણવ દેવી માતાના દર્શન કરવા માટે ચઢાણ શરુ કર્યુ. વૈષ્ણવ દેવિ મંદિર જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની અથવા વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે. માતાજીને દુર્ગા રુપે પણ માનવામાં આવે છે. વૈષ્ણોદેવી જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ શહેરથી ૪૮ કિલોમીટર દૂર આવેલા કટરા નજીકના પહાડોમાં આવેલું છે અને ઉત્તર ભારતનું આ એક ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થળ છે. આ સ્થળ દરિયાઇ સપાટીથી ૫,૨૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલું છે અને કટરા શહેરથી એનું અંતર લગભગ ૧૨ કિલોમીટર જેટલું છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
હિંદુ માન્યતા પ્રમાણે માતા વૈષ્ણોદેવીએ, દક્ષિણ ભારતમાં રત્નાકર સાગરના ઘરે જન્મ લીધો હતો. ઘણાં વર્ષોથી સંતાનસુખથી વંચિત રહેલા રત્નાકરે પહેલી બાળકીનું નામ ત્રિકુટા રાખ્યું હતું. ત્યારબાદ માતાનો જન્મ ભગવાન વિષ્ણુના પરિવારથી થયો અને તેઓ વૈષ્ણવી કહેવાયા. જ્યારે ભગવાન રામ વનવાસના સમયે સીતાજીની શોધ કરી રહ્યા હતા ત્યારે એમણે વૈષ્ણવીને ઘોર તપસ્યામાં લીન થયેલાં જોયાં. વૈષ્ણવીએ ભગવાન રામને કહ્યું કે એમણે શ્રી રામને પોતાના પતિ માની લીધા છે, પરંતુ શ્રી રામે કહ્યું કે આ જન્મમાં તેઓ સીતાજી પ્રત્યે સમર્પિત છે અને કલિયુગમાં તેઓ માતા વૈષ્ણોદેવીના પતિ થશે. આ સાથે જ ભગવાન રામે તેમને માણેક પર્વતની ત્રિકટા પહાડોની ગુફામાં તપસ્યા કરવા માટે કહ્યું. લોકવાયકા છે કે આ ગુફા જ માતાજીનું સ્થાન છે. ભૂગર્ભ શાસ્ત્રીઓ પણ આ ગુફાને અબજો વર્ષ પુરાણી હોવાનું જણાવે છે. માતાજીની આ ગુફા ત્રિકટા પર્વતમાં ઉત્તર જમ્મુથી ૬૧ કિલોમીટરના અંતરે આવેલી છે. ગુફામાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પ્રતિમાઓ છે.
અંહી પૈદલ ચાલવા માટે વ્યવસ્યા ખુબજ સારી છે અને બીજી વસ્તુ ત્યાંની ચોખ્ખાઇ પણ ઉડીને આંખે વળગે તેવી છે. માં વૌષ્ણવ દેવીના દર્શન કરી અમે જમ્મુ જવા રવાના થયા. અમારી યાત્રાનો પહેલો પડાવ સુખદ રૂપે પુર્ણ થયો. હવે અમારે જવાનુ હતુ પંજાબ.
પંજાબ-અમ્રુતસર :
રાત્રે અમે અમ્રુતસર પહોંચ્યા. ધર્મશાળામાં રાત વિતાવી. પંજાબી લોકો પ્રત્યે મને આકષર્ણ કારણકે એ પ્રજા જિંદાદિલ પ્રજા છે. સવારે અમે જલીયા વાલા બાગ જોવા ગયા. અંહી શહિદોની સ્મારક જોઇ હ્યદય ભરાઇ આવ્યુ. શહિદોને નમન કરી અમે સુવર્ણ મંદિર પહોંચ્યા. ફિલ્મોમાં તો ઘણી વખત જોયુજ હતુ પણ આજે સાક્ષાત જોયુ. એક અલગ જ અનુભૂતિ હતી એ. વાહે ગુરુ ના દર્શન કરી અમે બાજુના ભોજનાલય માં ભોજન કર્યુ. હવે વાઘા બોર્ડર જવાનો સમય હતો. ઘણી નજીકથી ભારત-પાકીસ્તાનની બોર્ડર જોઇ. અંહી હું ખાશ કઇશ કે લાઇફમાં એક વખત આ નજારો જોવા જેવો છે. હવે પંજાબને અલવિદા કહેવાનો સમય હતો.
હરિદ્વાર-રૂષીકેશ :
હરિદ્વાર એટલે મંદિરોનું શહેર. માણસો ઓછા અને મંદિરો વધુ જોવા મળે. માં ગંગાના પવિત્ર ખોળામાં સ્નાન કર્યુ. સંધ્યા આરતીના દર્શનનો અનુભવ આહલાદક હતો. હરિદ્વારથી રૂષીકેશ ગયા ત્યાં લક્ષમણ જુલા અને બીજા અનેક મંદિરોના દર્શન કર્યા. હવે સમય હતો પ્રવાસ માથી પાછા ફરવાનો. અનુભવોનુ ભાથુ બાંધી, ઢગલા બંધ ફોટોસ કેમેરામાં કેપ્ચર કરી અમે ઘરે પરત ફર્યા.