બાળક અને તેની પ્રાર્થના
* આજે આપણે સૌ મોટા થયા અે પહેલા આપણે નાના બાળક હતાં. અને કોઇપણ વ્યક્તિ હોય ચાહે નાની હોય કે મોટી તે દરેક વ્યક્તિ હંમેશા ભગવાનને પ્રાર્થના તો કરતા જ હોય છે. પણ બાળક ની પ્રાર્થના કેવી હોય અે અંગે આપણે વિચારી ન શકીઅે કારણકે બાળક નું મન કેવું નાજુક હોય ! ઉપરાંત નાના બાળકની વિચારશ્રેણી કંઇક અલગ જ હોય છે. અને બાળક ની ઉંમર નાની હોવાથી તેની વિચારવાની ક્ષમતા કંઇક અલગ જ હોય છે. અને બાળક અે ભગવાન ને પણ ખુબજ વ્હાલા હોય છે. અને તે માટે જ તો આપણે બાળકમાં ભગવાન રહેલા હોય છે અેવું કહીએ છીએ.
* બાળક કેવું હોય અે કહેતા જ આપણને વિચાર આવે કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે પણ બાળક જ હતાં બાળક વિશે કહેતાં અેમ થાય કે બાળક એ કુદરત ની પૃથ્વી પર ની અદભૂત અને અમુલ્ય ભેટ છે. જેનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે. બાળક જન્મે ત્યારથી તેના દીવસે દીવસે તેનું રૂપ બદલતું જોવા મળે છે. જેમ જેમ બાળક મોટું થાય અને બેસતા શીખે તેમજ સમય જતા તે ચાર પગે ચાલવાની શરૂઆત કરે ત્યારે તેને અને તેની કળાઓ તેમજ પ્રકૃતિઓને જોતા જ આપણું મન પણ પ્રફુલ્લીત અને આનંદીત થાય છે. અને તે માટે આપણે પણ તે બાળકને અવનવી રમુજી પ્રવૃત્તી કરવાની શીખામણ અને પ્રેરણા આપીએ છીએ. પણ બાળક જેમ જેમ બોલતા શીખે અને શીખતાં શીખતાં તે અધુંરૂ તેમજ તોતડા શબ્દો બોલે ત્યારે આપણે તેને અવનવા શબ્દો બોલાવવા માટે ની શીખામણ આપી આનંદ લઇએ છીએ. અે સમય અમૂલ્ય હોય છે અને તે ક્યારેય પાછો નથી આવતો . આવા સમયે બાળક નાં માતા-પિતા પોતાનું બાળક હંમેશા ખુશ રહે અને સુખી જીવન જીવે તેવી પ્રાર્થના કરતા હોય છે.
* બાળક જેમ જેમ બોલવાનું શરૂ કરે તેમ તેને બધી શીખામણ તેમના વડીલો અને માતા-પિતા તરફ થી આપવામાં અાવે છે. અને સારા સંસ્કારો આપી બાળક નું ઘડતર કરવામાં આવે છે. અને જેમ આપણે ભગવાન ની પુજા અને પ્રાર્થના કરીએ છીએ તેમ બાળક ને પણ ભગવાન ની પુજા તેમજ પ્રાર્થના કરતા શિખવાડીએ છીએ અને બાળક ને હાથ જોડતાં તેમજ ભગવાન ને માથું નમાવતા શિખવાડીએ છીએ. અને બાળક પણ આપણે જેમ કંઇક ને કંઇક વીશ માંગીએ તેમજ તે પણ પોતાની વિચાર-શક્તિ થી પોતે ભગવાન ને પ્રાર્થના કરી વીશ માંગે છે. અને બાળક પોતાનું અેક નું જ નહિં પરંતુ પોતાના બધાંજ લોકો માટે ભગવાનણે પ્રાર્થના કરે છે. અને બાળકની આ અવસ્થામાં તેની વિચારવાની શક્તિ આપણાં કરતાં અનેક ગણી હોય છે. અને તેનું મગજ પણ તુલસી નાં કુણાં છોડ જેવું હોય છે. માટે તેનાં મગજની ગતી ખુબજ સારી હોય છે.
* મારા અેક અનુભવને વ્યક્ત કરતા હું કહેવા માંગીશ કે જ્યારે મારી શાળામાં જ્યારે શિક્ષક મને નાના બાળકોનું દ્યાન રાખવા કહેલું ત્યારે મેં બાળકો ને અેક પ્રશ્ન પૂછેલો કે જો ભગવાન તમને કંઇક માંગવાનું કહે તો તમે ભગવાન પાસે શું માંગો ? ત્યારે બાળકો ના જવાબો અલગ મળ્યા જેમાં કોઇ બાળકે કહ્યું કે જો ભગવાન મને કંઈક માંગવાનું કહે તો ભગવાન ને કહું કે “હે ભગવાન ! તમે તો બધું જ જોઇ શકો છો . તો આ રવિવારે મંદીરે જોજો હું આવી ને તમને મારા નવા કપડાં બતાવીશ.” કોઇએ અેમ પણ કહ્યું કે, “હે ભગવાન ! તમે મને નાનકડો વાંદરો મોકલી આપો ને ! અેક કામ કરો મને તે મોકલી જ આપો કારણ કે મેં આ પહેલી વાર જ તમારી પાસે કંઇક માંગ્યું છે. જે તમે મારા ખાતાની ચોપડી માં જોઇ લેજો !” અને કોઇ બાળક તો જાણે ભગવાન સથે વાત જ કરતો હોય અેમ કહેવા લાગ્યો કે, “હે ભગવાન ! તમે મારી જરા પણ ચિંતા ન કરતા ! હવે હું રસ્તો ઓળંગતી વખતે બરાબર બન્ને બાજુ જોઇ ને ચાલું છું.” આવું બધું સાંભળતા જ મારું મન ખુબ જ આનંદ ના ફટાકડાઓ થી ફૂટવા લાગ્યું અને મને અેમ થયું કે,
* “બાળકો ભગવાન ની ઘણાં જ નજીક હોય છે.”
* આમ બધાં બાળકોની મુલાકાત લેતાં મારી નજર બે નિરાશ બાળકો પર ગઇ. ત્યારે ત્યાં જઇ ને મેં તેમાનાં અેક બાળકને પુછ્યું કે તમે ભગવાન પાસે શી પ્રાર્થના કરો ? આ સમયે નિરાશા થી ભરેલાં અને નાખુશ દેખાતા ચહેરા વાળા બાળકોમાંના અેક બાળકે કહ્યું કે હું ભગવાનણે કહું કે, “હે ભગવાન ! હું ચોક્કસતાથી કહી શકું છું કે, આ જગત ની દરેકેદરેક વ્યક્તિઓ ને ચાહવી તમારા માટે ખુબજ અઘરું કામ બની રહેતું હશે નહિં ! તો પછી અમારા ઘરમાં તો અમે ચાર જ લોકો રહીએ છીએ તો પણ અમે એક-બીજાને ચાહી નથી શકતાં !” અને બીજાએ કહ્યું કે હું ભગવાન ને કહું કે , “હે ભગવાન ! શું મારા પપ્પા નરક માં જશે ? મારી માં કહેતી તી કે જો મારા પપ્પા ઘરમાં ખરાબ શબ્દો બોલશે તો જરૂર નરકમાં જશે !” આવું સાંભળતાં જ દીલ ભરાઇ આવ્યું અને અે મ થયું કે ,
* “ આપણાં વ્યવહારો ની તેમજ વર્તનો ની બાળકો પર કેવી છાપ પડે છે તેનો નિર્દેશ નાનકડાં દેવદૂતો જેવા બાળકો કરી દે છે. !”
* ખરેખર આપણે પણ આવા વચનો પરથી બાળકો વિશે વિચારી શકીએ. અને બાળકો તો જોતાં જ ઓળખાય જાય છે અને બાળકની કુંણી અને નાજુક આંખો , કુંણા નમણાં હાથ અને ખીલેલાં ફુંલ જેવું બાળક કોઇ પણ માણસ ના મન ને પોતાની તરફ આકર્ષી લે છે. અેટલે તો આપણે કોઇ પણ નાના બાળકને જોઇ તેને રમાડવા અને તેની સાથે મજાક મશ્કરી કરવા લાગીએ છીએ તેમજ બાળક સાથે મીઠી વાતો કરી બાળક ને ખુશ રાખવાના પ્રયત્નો કરીએ છીએ . અને બાળક નું હાંસ્ય તો ભલભલાને ખુશ અને પ્રફુલ્લીત કરી દે છે. બાળક જ્યારે અાપણી સામે હસવા લાગે અને ખિલખિલાટ કરવા લાગે ત્યારે આપણાં મન માં ઉત્પન્ન થતી લાગણી કંઇક અલગ જ હોય છે. જાણે આપણને દુનિયાની તમામ ખુશીઓ ન મળી ગઇ હોય ! અેવી લાગણી ઓ થાય છે.
* બાળકો આગળ વધવા અને પોતાનાં જીવનને આગળ વધારવા શાળાએ જાય છે અને શાળામાં બાળક પોતાનાં શિક્ષણ અને અભ્યાસને આવકારે છે. અને સારા સંસ્કારો ને મેળવી પોતાનું જીવન ખુબજ સારી ગતિએ અને સારી દિશામાં ફેલાવે છે. અને પોતાના માતા-પિતાની લાગણી ઓ ને આવકારે છે. તેમજ એક સમજદાર નાગરિક થવાનાં લક્ષણો પણ મેળવે છે. અને ઉપરાંત ઘરનાં વાતાવરણને તેમજ આસપાસની થતી પ્રવૃત્તિઓ ને પણ ઓળખે છે. તેમજ બાળપણ માં અવનવા પરાક્રમો અને અવનવી તેમજ જુદી-જુદી રમતો કરે છે. અને પોતાના બાળપણને અવનવી પ્રવૃત્તિઓથી શણગારે છે. પણ આવું બધું કરવાનો મોકો જીવન માં ફક્ત એકજ વાર આવે છે અને તે સમય પણ ખુબ જ કિંમતી અને અમુલ્ય હોય છે.
* જ્યારે મોટા યુવાન થઇએ ત્યારે અાપણને અાપણું બાળપણ ખુબ જ યાદ અવે છે. અને બાળપણ ખુબ જ જલ્દી વીતી ગયું હોય અને યુવાની પણ વહેલી આવી ગઇ હોય અેવું લાગે છે જેના લીધે આપણને અેવી પ્રેરણાં થાય છે કે,
* “ અમારી એ અમીરી યુવાનીએ છીનવી લીધી છે , કે જે સમયમાં
વરસાદનાં પાણીમાં પણ, અમારા જહાંજો ચાલતા હતાં.”
* આમ, આવા અનેક વિચારો અાપણાં મન માં ઉત્પન્ન થાય છે અને સાથે અેવા જ વિચારો આવે છે કે , “ હું હજી બાળક જ હોત તો કેવું સારું હોત !” આવા વિચારો અાપણને બાલ્યવસ્થા નો સમય વીતી ગયા પછી આવે છે. અને કોઇ બાળક ને જોતા તરત જ આપણને આપણે બાળક હતાં ત્યારના દિવસો ને યાદ કરીએ છીએ. અને તેમાં પણ કોઇ યાદગાર પ્રસંગ કે ઘટના કે જે આપણાં બાળપણ માં બનેલ હોય તેવાં પ્રસંગો કે ઘટનાઓ ને ખુબજ યાદ કરીએ છીએ. અને આવા યાદગાર અવસરો ને માણવા નો તે સમય ફરી પાછો ક્યારેય આવતો નથી . અને આવા પ્રસંગો ને આમંત્રણ આપવાનો મોકો કિંમત ચુકવીને પણ મેળવી શકાતો નથી. માટે જે અવસર જે ઉંમરે આવે છે તે ઉંમરેથી તેને ખસેડી શકાતો નથી.
બાળકને તેની નાની નાની અને રસપ્રદ પ્રવૃત્તિઓ કરવામાં જ આનંદ આવતો હોય છે અને આવી પ્રવૃત્તિઓ કરી તે ઉંમરે બાળક અનેરો આનંદ મેળવે છે. અને તેને કોઇ પણ રીતે કોઇપણ પ્રવૃત્તિમાંથી અટકાવી શકાતું નથી અને તેને રોકવું અેટલે કે આંબાના માલિક ની દેખતે આંબા માંથી કેરીઓ પાડવા જેટલું મુશ્કેલીભર્યું કામ બની જાય છે. માટે બાળક જે પ્રવૃત્તિ માં વ્યસ્ત હોય તેને રોકી શકાતું નથી અને કળાઓના રાજા ની જેમ બાળક અનેક કળાઓ કરે છે. તેમજ તેની જીદ તો ક્યારેય પણ આપણને પીછેહટ કરવા દેતી નથી. અને આ માટે જ તો બાળક બનવાનું મન આપણને વારંવાર થાય છે. અને બાળકની જેમ ચારા કરવાનું મન થાય છે.
અને આપણે બાળકની જેમ રહી શકતા નથી કારણકે બાળક ને કોઇ ચિંતા હોતી નથી જ્યારે આપણે ઘણી જવાબદારીઓ સંભાળવાની હોય છે. માટે આપણે આપણી જવાબદારી અને ઉંમર નાં કારણે આપણે બાળકની જેમ રહી શકતા નથી. માટે જ તો આપણને બાળક બનવાનું મન થાય છે. અને આપણે બાળક ની જેમ ચિંતામુક્ત જીવન જીવવા ની ઇચ્છા રાખીએ છીએ. અને ખરેખર બાળકને કળાઓનો રાજા જ કહી શકાય. કારણકે તેની તમામ વસ્તુઓ , કળાઓ , પ્રવૃત્તિઓ આપણાં થી અલગ જ હોય છે. જે આપણે કરી શકતાં નથી અને આ ઉંમરે સારું પણ લાગતું નથી કે આપણને શોભા આપતું નથી. માટે જ તો અહિં કળાઓનો રાજા તરિકેનું પદ બાળકને જ આપી શકાય.