(6)
અમે ઘરે પહોચ્યા. જ્ેવા ઘરે પહોચ્યા મમ્મીએ મને છાતી સરસો ચાંપીને મારા શરીરને તપાસી લીધુ. મારા શરીર પર ઘાવ ના જોઇને એને હાશકારો અનુભવ્યો પણ પિતાજીના ચહેરા પરની વેદના એ પારખી ગઇ.
અમે બધા ઘરના મુખ્ય રૂમમાં ગોઠવાઇ ગયા. બધાના ચહેરા પર નકકર શૂન્યતા હતી. પિતાજીની આંખો હજી નીચી હતી. એમના ચહેરા પર અપમાનની પીડા સ્પષ્ટપણે દેખાઇ આવતી હતી. એટલામાં શેઠ બોલ્યા.
હરિલાલ, જરા સાવધ રહેજે આ મુકેશ નાલાયક માણસ છે, તારા મુકકાનો બદલો લેવા રાત્રે તારા પર હુમલો પણ કરાવી શકે છે
પિતાજીએ કોઇ જવાબ ના આપ્યો, ખાલી માથુ ધુણાવ્યુ.
થોડીવાર બાદ
શેઠ તમે નીકળો, મોડુ થઇ ગયુ છે
હા, જરા ચેતજો રહેજે
અમે ત્રણેય ચૂપચાપ લાઇટ બંધ કરીને સુઇ ગયા પણ કોઇ સુતા નહોતા. કોઇને આખી રાત ઊંઘ આવવાની નહોતી.બસ ઊંઘવાનો ઢોંગ કરતા હતા.
લગભગ સવારના દસ વાગ્યા હતા. પિતાજી ઘરે હતા અને હુ પણ. દરવાજે કોઇના આવવાનો ગણગણાટ થયો. જોયુ તો કેશવકાકા. પિતાજી તરતજ ઉભા થઇ ગયા.
આવો, કેશવભાઇ, કેમ છો?
બસ શાંતિ
મંજુ પાણી લાવ તો.
ના બસ
તમારા માટે નવા ગ્લાસ છે
અરે હવે બઉ શરમાવશો નહિ, તમે જેમા પીવો છો એજ ગ્લાસ મા આપો અને આજે તમારા ઘરની ચા પણ પીવડાવો
કાલે જે થયુ એના માટે અને હુ જે કહેવા આવ્યો એના માટે માફ કરજો
બોલો પિતાજી એકદમ સામાન્ય હતા. હુ થોડો અચંભિત હતો કે પિતાજી આટલા સામાન્ય કેવી રીતે થઇ ગયા,
સોસાયટીની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તમારે આ ઘર ખાલી કરવુ પડશે
ઓ.કે
આપણી સોસાયટીના પ્રમુખ તમારા શેઠને મળવાજ ગયા છે
એટલામા શેઠ આવી પહોચ્યા.
હરિલાલ તારે આ ઘર ખાલી કરીને કયાંય નથી જવાનુ, આ મારુ ઘર છે અને જેને મરજી ચાહુ હુ રાખી શકુ છુ. જોવુ છુ કોણ તને આ ઘર ખાલી કરાવે છે
શેઠ, શાંત થઇ જાવ, કેશવલાલ અમે એક અઠવાડિયામાં ઘર ખાલી કરી દઇશુ
અરે પણ હરિલાલ તુ જઇશ કયાં?
શેઠ, ફેકટરીમા પેલી રૂમ ખાલી પડી છે ને
એ તો મજૂર માટે છે
કંઇ વાંધો નહિ શેઠ હુ એડજસ્ટ કરી લઇશ
ખૂબ ચર્ચા થઇ પણ પિતાજી ટસ ના મસ ના થયા,પિતાજીનો આવો વ્યવહાર હુ સમજી ના શકયો. કેશવકાકાએ કહયુ અને એ માની ગયા. આટલા અપમાન છતા પિતાજીએ કેશવકાકાને હસતે ચહેરે ચા પીવડાવીનેજ મોકલ્યા.
એક વસ્તુ મને સમજાઇ ગઇ આપણા સમાજમાં સામાજીક, આર્થિક અને ન્યાયિક અસમાનતા ખદબદે છે. બધી અસમાનતા એકબીજા સાથે જોડાયેલી છે. ન્યાય તમને ત્યારેજ મળે છે જ્યારે તમે સામાજીક અને આર્થિક રીતે સધ્ધર હોવ. અમારી સાથે પણ એવુજ થયુ હતુ. અમને પણ એટલેજ ન્યાય ના મળ્યો.
એ દિવસથી મે કામિની તો શુ? મે કોઇ છોકરી સામે આંખ ઉઠાવીને જોવાનુ બંધ કરી દીધુ. એ અપમાનનો મારા ઉપર એટલો પ્રભાવ પડયો કે મે મારી જાતને એકલતાના અનંત બ્રહમાંડમાં ધકેલી દીધી.અભ્યાસમાં ધ્યાન પરોવાવનો પ્રયત્ન કરતો તો એ રાતના દ્રશ્યો આંખ સામે તરવરવા લાગતા. ઘણીવાર કામિની યાદ આવી જતી.જ્યારે જ્યારે યાદ ખૂબજ તીવ્ર થઇ જતી ત્યારે પેલી ચીઠઠી વાંચી લેતો અને રડી લેતો.
જ્યારે જ્યારે ચીઠઠી વાંચતો ત્યારે પિતાજીનુ થયેલુ અપમાન મનને વીંધી નાંખતુ કારણ કે એ ચીઠઠી પિતાજીના થયેલા અપમાનને રોકી શકતી હતી પણ પિતાજીને એ સ્વીકાર્ય નહોતુ કે કામિનીના ચારિત્ય્ર પર લાંછન લાગે.
મે મારી જાતને એકલતાના ઘનઘોર અંધારામાં ધકેલી દીધી. સ્કૂલથી સીધો ઘરે આવી જઉ. કેઇની સાથે કંઇ વાત નહિ બસ ઘર,મિત્રાનેે પણ છોડી દીધા અને એ સમય માં પ્યારી જગ્યા અમારા રૂમનુ ધાબુ. ત્યાં બેઠો એટલે સમાજ અને જીંદગી ને સમજવા લાગ્યો. સમાજમાં પ્રવર્તેલી અસામના મને અંદરથી ખિન્નભિન્ન કરી મુકતી. સમાજ પ્રત્યે નફરત નો રાક્ષસ ધીરે ધીરે મારા મનમાં પ્રબળ થવા લાગ્યો.
ઋધ સાયન્સ બોર્ડની પરિક્ષાનુ રીઝલ્ટનો દિવસ હતો. બધા સમય કરતા પહેલાંજ પહોંચી ગયા હતા. મારા સિવાય બધા ઝુંડ બનાવીને ઊભા હતા. ઘણાના માતા પિતા આવ્યા હતા તો ઘણાના ભાઇ બહેન પણ હુ એકલો હતો.
મારુ પરિણામ ધાર્યા કરતા ઓછુ આવવાનુ હતુ એ મને ખબર હતી, કામિનીના કિસ્સા પછી મારો અભ્યાસમાં ચોંટતો નહોતો. વારંવાર કામિની અને એ રાત ના દ્રશ્યો મને વિહવળ કરી મુકતા છતા મે સારુ પરિણામ લાવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. પિતાજીની ઇચ્છા હતી કે હુ ર્ડાકટર બનુ પણ મને હવે એમની આશા ધૂંધળી લાગતી હતી.
એટલામાં પ્રિન્સીપાલની ગાડી આવી ગઇ. કોલાહોલ વધી ગયો. બધા પ્રિન્સીપાલની ગાડીની પાછળ દોડયા જાણે પરિણામ એમને મુકીને કયાંય ભાગી જવાનુ હોય.
પ્રિણામ વહેંચવાની શરૂઆત થઇ ગઇ. પરિણામ પહેલા અભિમાન એકતા ઘણાના ચહેરા વીલા થઇ ગયા તો ઘણાની છપ્પનની છાતી સોળની થઇ ગઇ. ઘણા બે ઇંચ ઊંચા ચાલવા લાગ્યા તો ઘણા મોં છુપાવીને ભાગવા લાગ્યા. એકને તો એના બાપે માર્કશીટ હાથમાં આવતાજ ઝૂડી નાંખ્યો. કોઇ ખુશ હતુ તો કેઇ દુઃખી હતુ તો કોઇની ચહેરા પર લાગણી નહોતી. ખુશી હતી પડોશી ના દિકરા કરતા વધારે માર્કસ લાવવાની અને દુઃખ પણ એજ બાબતનુ હતુ. બધાને પેતાના કરતા બીજાના પરિણમમા વધારે રસ હતો. આજ હકિકત છે આપણા સભ્ય સમાજની.
હુ એક ખૂણામાં ઊભો ઊેભો બધુ જોઇ રહયો હતો. એટલામાં કોઇ જાણીતા પગલાનો અહેસાસ થયો. મે તરતજ નજર ફેરવી તો કામિની અને તેના પિતા. નજર મળી અને ફેરવી પણ લીધી. પલકવારમાં ધબકારા બમણા થઇ ગયા.
સાલા નાલાયકો કામિનીના પિતા
મારુ લોહિ ઉકળવા લાગ્યુ. ગુસ્સાથી આંખો લાલચોળ થઇ ગઇ. મુઠઠી મારા ધ્યાન બહારજ બંધાઇ ગઇ. ઇચ્છા તો પિતાજીની જેમ એક જોરદાર મુકકો મારવાની પણ મે ગુસ્સો અંદરજ દબાવી દીધો.
કામિની પરિણામ લઇને બહાર આવી ત્યારે મે એની તરફ નજર ના કરી પણ એનો આભાસ થયો. એ નીકળી ગઇ. મને એની સીસકિયો સંભળાઇ પણ મે ધ્યાન ના આપ્યુ.
હુ પણ મારુ સામાન્ય પરિણામ લઇને બહાર નીકળ્યો. આરક્ષણનો ઉપયોગ કર્યા વગર મેડિકલમાં પ્રવેશ મેળવવો અશકય હતો પણ હુ જાણતો હતો કે પિતાજી તૈયાર નહિ થાય.
વિષ્ણુ જાણીતો અવાજ સંભળાયો.
કેટલા ટકા આવ્યા?રોહન
હુ ચાલવા લાગ્યો.
એવી પણ શુ નારાજગી?
તારાથી નારાજ નથી
તો શુ થયુ?
કંઇ નહિ
સારુ છોડ, તને ખબર છે કામિનીનુ શુ પરિણામ આવ્યુ?
મે ધ્યાન ના આપ્યુ પણ જાણવાની ઇચ્છા તો હતી. એણે મને ખભો પકડીને ઊભો રાખ્યો.
ત્રણ વિષયમાં નાપાસ થઇ છે
મને ધ્રાસ્કો પડયો પણ મે ચહેરા પર આઘાતને આવવા ના દીધો અને સડસડાટ નીકળી ગયો.
મમ્મી અને પિતાજીએ પણ પરિણામ જોઈને કંઇ પ્રતિભાવ ના આપ્યો.
મને કામિનીની ચિંતા કોરી ખાતી હતી. આટલી તેજસ્વી છોકરી અને ત્રણ વિષયમાં નાપાસ. મને ત્યારે અહેસાસ થયો કે છેલ્લા છ મહિના મારા કરતા એને વધારે પીડા વેઠી હતી. બિચારીએ કેટલી માનસિક વ્યથા વેઠી હશે કે ત્રણ વિષયમાં નાપાસ થઇ. હુ પેતાને એનો જવાબદાર માનવા લાગ્યો. મને જરાક પણ ભનક હોત કે મારી અને કામિનીની દોસ્તીનુ આવુ પરિણામ આવશે તો હુ કદાપિ આવી ભૂલ ના કરત. મ્ન એકદમ વિચલિત થઇ ઉઠયુ. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હુ માનસિક રીતે તદ્રન ભાંગી પડયો.
વિષ્ણુ શુ વિચાર્યુ પિતાજી
શેના વિષે?
આગળ કંઇ લાઇનમાં ભણવુ છે?
એક મૂંજવણ છે
શૂ મૂંજવણ?
આટલા ટકાએ તો એન્જીનીયરીંગ માંજ એડમીશન મળે, જો મેડીકલમાં એડમીશન મળી શકે પણ.....
પણ શુ?
આપણને મળતા આરક્ષણનો લાભ લઇએ તો.....
પિતાજીએ મારી તરફ જોયુ.
તુ એન્જીનીયર બનીશ એ ચાલશે પણ આરક્ષણનો ઉપયોગ કરીને ર્ડાકટર બને એ મને સ્વીકાર્ય નથી
કેમ?
આરક્ષણનો ઉપયોગ કરી પ્રવેશ લઇશ તો ત્યાં પણ તારે અપમાન સહન કરવા તૈયાર રહેવુ પડશે
પિતાજી મોટા શહેરના લોકો આવી દુષણોમાં નથી માનતા
પણ આરક્ષણને તો નફરતજ કરે છે, આરક્ષણથી પ્રવેશ મેળવવા વાળા પ્રત્યે લોકોની દ્રષ્ટી અલગ હોય છે
પિતાજી અમુક જ્ઞાતિના લોકો આરક્ષણ લેવા આંદાલનો કરે છે અને આપણને મળે છે તો જ્યારે આપણને આરક્ષણ મળે છે તો એનો લાભ લેવામાં શુ ખોટુ છે?
તુ ભૂલી જા કે તને આરક્ષણ મળે છે
હુ તો ભૂલી જઇશ પણ મને વિશ્રાસ છે કે સમાજ મને જરૂર યાદ અપાવશે
વધારે દલિલ ના કરતા મે જેમા એડિમશન મળે એમા લેવાનો નિર્ધાર કરી લીધો.
આ હતી મારા બાળપણથી માંડીને કિશોરાવસ્થા સુધીની મુખ્ય ઘટનાઓ જેણે મારા મનમાં સમાજ પ્રત્યે નફરતના બીજ રોપ્યા અને એને પોષવા અનૂકુળ વાતાવરણ પુરુ પાડયુ.
પહેલો કિસ્સો સામાન્ય હતો પણ આર્થિક અસામનતા અને બીજો કિસ્સો હતો અશ્પૃષ્યતા જેમા હતી સામાજીક અસમાનતા આ બંનેના કારણે મારા મનમાં અસ્વીકાર નો ડર ઘૂસ્યો જેથી મહદ અંશ હુ સમાજથી દૂર જવા લાગ્યો. એક અજાણતો ડર મનમાં ઘૂસી ગયો
સમાજ પ્રત્યે સૌથી વધારે ધૃણા જન્માવી છેલ્લા કિસ્સાએ જેમા અમારુ હળહળતુ અપમાન ખાલી એટલા માટે કરવામા આવ્યુ કેમ કે સમાજ એમને નિચલી વર્ણનો સમજતો હતો. સામાજિક ન્યાય જ્યારે જ્ઞાતિ આધારે થવા લાગે એ સમાજમાં મારા જેવા હજારો વિષ્ણુ મર્ચન્ટ તમને જોવા મળશે
આ તો મુખ્ય કિસ્સા હતા. એના સિવાય કામિનીના કિસ્સા બાદ શિક્ષકોનો મારા પ્રત્યે બદલાયેલો વ્યવહાર. લોકોની હાંશી, મિત્રો તો ના કહી શકાય પણ જોડે ભણતા બજાિ વિધ્યાર્થીએની મજાક. મે ઘણુ સહન કર્યુ પણ બધુ હ્રદયના એક ખૂણામા દબાવી એકલતાના અનંત બ્રહમાંડને મે મારી જીંદગી બનાવી દીધી.
મારા મનમા એક બીજુ મન જન્મી ચૂકયુ હતુ. એક હતુ સજ્જન મન તો બીજુ રાક્ષસ. જેને વધારે પોષણ મળે એનુ આધિપત્ય સ્થપાય. અત્યારસુધી તો સજ્જન મનનુ આધિપત્ય હતુ પણ એના શાસનને ખતમ કરવા એક રાક્ષસ પેદા થવાની તૈયારીમાં હતો.
વિષ્ણુ મર્ચન્થની આંખો ભિની હતી, ચહેરા પર વેદના હતી, એક નિસાસો હતો
થોડો સમય એ એકદમ ચૂપ રહયા. સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા હતા. હુ પણ કંઇ ના બોલ્યો, ના સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો.મને એ વખતે એજ ઠીક લાગ્યુ.
******