સત્ય ઘટના પર આધારિત - ધૂપ (૨૦૦૩) -કિશોર શાહઃસંગોઇ
ડિરેકશન : અશ્વિની ચૌધરી
સ્ટોરી-સ્ક્રીન પ્લે : કુમુદ ચૌધરી
સંવાદ : કુમુદ ચૌધરી-સંજય ચૌહાણ
સંગીત : લલિત સેન
ગીત : નીદા ફાઝલી
ગાયક : જગજીત સીંઘ-હરિહરન-વડાલી બ્રધર્સ-શ્રેયા ઘોષાલ
કલાકાર : ઓમ પુરી-રેવથી-સંજય સુરી-સાકેત બહલ-ગુલ પનાગ-ગોપી દેસાઇ-યશપાલ શર્મા-અહેસાન ખાન-રોમીતાશ્વા ગૌર-પ્રિતી દયાલ અને અન્ય.
ફોટોગ્રાફી : અરૂણ વર્મા
ઍડિટીંગ : અરવિંદ ત્યાગી
ધૂપની કથા સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મનું સૂત્ર છે ‘‘વ્હેન વોર એન્ડસ્....બેટલ બીગીન્સ’’ જ્યારે યુદ્ધ પૂરું થાય છે....ત્યારે લડાઇ-સંઘર્ષ શરૂ થાય છે. કારગીલના યુદ્ધમાં શહીદ થનાર કેપ્ટન અનુજ નાયરના પિતા પ્રોફેસર એસ.કે. નાયર અને એમના કુટુંબના સંઘર્ષની આ સત્ય કથા છે.
કથા : પ્રોફેસર સુરેશ કપુર (ઓમ પુરી) દિલ્હી સ્થિત યુનિવર્સીટીમાં ઇન્ટરનેશનલ બીઝનેસ વિષયના પ્રોફેસર છે. એમની પત્ની સવિતા (રેવથી) લાયબ્રેરીયન છે. એમનો પુત્ર રોહિત(સંજય સુરી) માતા-પિતાની મરજી ન હોવા છતાં, પિતાને બળજબરીથી મનાવી સૈન્યમાં જોડાયો હોય છે. રોહિતના ફોજમાં જોડાવાથી માતા સખત નારાજ હોય છે. રોહિતની સગાઇ પિહુુ (ગુલ પનાગ) સાથે થઇ છે. લગ્ન પહેલા રોહિતને કારગીલ મોરચે જવું પડે છે. કારગીલમાં એને સૈન્યની ટુકડીની આગેવાની મળે છે. હરખમાં એ આશીર્વાદ લેવા પિતાને ફોન કરે છે. રોહિત : હાય પોપીન, પોપીન આય હેવ ગ્રેટ ન્યુઝ. મુઝે કમાન્ડ દે દી ગઇ હૈ. બહોત હી ડીફીકલ્ટ ઑપરેશન કી કમાંડ. બસ ચંદ જવાનોં કો લેકર જાના હૈ. ઓર પોપીન, અગર ફતેહ હાસિલ હુઇ ન, તો કારગીલ કા નકશા હી બદલ જાયેગા. પ્રો.ઃ નકશા બદલ દો બચ્ચે. આય એમ પ્રાઉડ ઑફ યુ. મૈં જાનતા હું પીછલે પાંચ ઑપરેશન્સ કી તરહ તુમ ઇસ બાર ભી જીતોગે. નાઉ ટેલ મી; તુમ દિલો દિમાગ સે તૈયાર હો ન ? રોહિત : દુશ્મનોં કી તૈયારી હમસે જ્યાદા હૈ. પોપીન, અગર મૈં અકેલા પડ ગયા, કીસી હેલ્પલેસ સીચ્યુએશનમેં આ ગયા તો ક્યા કરું ? આપકી તરહ હું. ભગવાન મેં માનતા નહીં. વરના ઉસકા સહારા લેતા. અગર ચારોં તરફ સે ઘીેર જાઉં, અકેલા પડ જાઉં તો ક્યા કરું પોપીન ? પ્રો.ઃ તો અપની ઝમીન સે બાત કરના. વો તુમ્હે હૌસલા દેગી, હિંમત દેગી. ઉસ ઠંડી બર્ફીલી હવા સે બાત કરના. વો તુમ્હે અપને આગોશ મેં લેકર રાસ્તા દિખાયેગી. હમારી જમીન, હમારી હવા, યે તુમ્હે સાથ દેંગે. રોહિત : થેન્ક યુ પોપીન. આપને મુઝમેં નયીં જાન ફુંક દી. આપકા બેટા બિલકુલ તૈયાર હૈ. અબ ચાહે કુછ ભી હો જાયે. જાના હે, પોપીન ઓર કુછ ? પ્રો.ઃ હાં ગોલી પીઠ પર મત ખાના. દુશ્મનોં કે હાથ જીંદા નહીં આના. ઓર તીસરી બાત. અગર હાર જાઓ તો ઇસ ઘર કા રાસ્તા ભૂલ જાના. આ સંવાદો સવિતા સાંભળે છે.
રોહિત યુદ્ધમાં શહીદ થઇ જાય છે. ફોન પર આ ખબર સાંભળી પિતા બેહોશ થઇ જાય છે અને આઘાત પામેલા માતાના આંસુ થીજી જાય છે. એ રડી નથી શક્તી. રોહિતનું શબ ઘરે આવે છે. મીડિયાવાળા પ્રોફેસરને ઘેરીને બાલીશ પ્રશ્નોની ઝડી વરસાવે છે. મીડિયા : ક્યા રોહિત બચપન સે હી સેનામેં જાના ચાહતા થા ? - રેજીમેન્ટને ઉસકા નામ પરમવીર ચક્ર કે લીએ રેકમેન્ડ કીયા હૈ, ક્યા ઉસે મીલેગા ? -સુના હૈ ઉસકી કોઇ ગર્લ ફ્રેન્ડ હૈ. વો કૈસે કોટ કર રહી હૈ ? - જબ આપકો ખબર મીલી તબ આપકા ફર્સ્ટ રીએકશન ક્યા થા ? મીસ્ટર કપૂર આપ કૈસા મહેસુસ કર રહે હૈં. પ્રોફેસર : ખુશ-હેપી. એક જવાન બેટે કી મૌત પર એક બાપ કા રીએકશન ક્યા હો શક્તા હૈ ? કૈસે વાહિયાત સવાલ હૈં. બેહોશ હો ગયા થા, મૈં સુન કર. મેરા રોહિત કહેતા થા, મેરે પાપા દુનિયા કે સબસે બહાદૂર ઇન્સાન હૈ. બહાદૂર પાપા બેહોશ હો ગયા થા. મેરી બીવી બેહોશ નહીં હુઇ. મૈં બેહોશ હો ગયા થા. ઉસને અભી તક એક આંસુ ભી નહીં બહાયા. આય એમ સોરી. અભી અભી તો બેટે કો આગ દી હૈ મૈં ને. આપ સમજ રહેં હૈં ન ? પ્લીઝ, પ્લીઝ, લીવ અસ અલોન. છાપાંઓમાં રોહિતના ખબર છપાય છે.
સવિતા આઘાતની અસરમાં કાચના વાસણો ભાંગે છે. સવિતા પ્રોફેસરને એવી કાતીલ નજરે જુએ છે જાણે પુત્રના
મૃત્યુનો એ ગુનેગાર હોય. રોહિતના મૃત્યુની જવાબદારી એ પતિ પર ઢોળે છે. પ્રો.ઃ દિલ માનતા નહીં કે.... સવિતા : અગર આપ ચાહતે તો રોહિત કી હસીં અબ ભી ઇસ ઘરમેં સુનાઇ પડતી, પ્રોફેસર કપૂર ! પ્રો.ઃ સવિતા, તુમ કહના ક્યા ચાહતી હો ? સવિતા : યહી કી આપને રોહિત કો માર ડાલા. પ્રો.ઃ રોહિત કી મૌત કા જીમ્મેદાર મૈં હું ? સવિતા : પીઠ પર ગોલી મત ખાના, દુશ્મન કે હાથ જીંદા મત આના, અગર હાર ગયે તો ઘર કા રાસ્તા ભૂલ જાના. ઘર વાપિસ મત આના રોહિત. ક્યોં ? નહીં આયા વો. નહીં આયા. પ્રો.ઃ તુમ અચ્છી તરહ જાનતી હો મૈં ઉસે આર્મી મે નહીં ભેજના ચાહતા થા. વખ ખુદ યહી ચાહતા થા. તુમ ઘર મેં બૈઠે બૈઠે પાગલ, પાગલ હો ગઇ હો. સવિતા : મૈં પાગલ હો ગઇ હું ! જવાન બેટા ખોયા હૈ મૈં ને.
શહીદ રોહિતને મરણોત્તર મહાવિર ચક્ર એનાયત થાય છે. એક દિવસ હોમ મીનીસ્ટ્રીમાંથી પત્ર આવે છે. શહીદ થયેલા રોહિતને વળતર સ્વરૂપે પેટ્રોલ પંપ ફાળવવામાં આવે છે. માતા-પિતા પેટ્રોલ પંપ લેવાનો ઇન્કાર કરે છે. એમને મન શહીદીનું મૂલ્ય પંપ રૂપે ચૂકવાય એ દુઃખદ વાત છે. પિહુ એમને પંપ લેવા સમજાવે છે. એના મતે આ પંપ રોહિતની યાદગીરી છે. પ્રોફેસર કમને માની જાય છે. પંપની જગ્યા અને અન્ય વિધીઓ માટે સરકારી કચેરીના ચક્કર શરૂ થાય છે. નીંભર સરકારી કર્મચારીઓ ફાઇલ આગળ ધકેલવા લાંચ માગે છે. કર્મચારી : અબ ઐસા હૈ ન, આપ તો ઠહરે અધ્યાપક, સરસ્વતી કે પુજારી. અબ આપ સે ક્યા.....એક કામ કીજીએગા. કલ ઇસી વક્ત આઇએગા. હાં, નીચે કેન્ટીન કે પાસ. પાંચ લાખમેં કામ હો જાયેગા. પ્રો.ઃ આપ મુઝ સે રીશ્વત માંગ રહે હૈં ? કર્મચારી : નહીં સર. પ્રોસેસીંગ ફી માંગ રહે હૈ. યે ફાઇલ જીન પહિયોં પર ચલતી હૈ, વહ પહિયે માંગ રહે હૈં. પ્રો. મૈં ને ઇસ દેશ કો અપના જવાન બેટા દિયા હૈ. કર્મચારી : દેશ કો હી દીયા હૈ ન ! હમે ક્યા દીયા ? નિર્લજ્જ કર્મચારીઓને શહીદીનું કોઇ મૂલ્ય નથી. સિદ્ધાંતવાદી પ્રોફેસરને આ લાંચની વાત ગળે ઉતરતી નથી. પ્રો. ખાતાના વડા મી. ઘોષને મળે છે. ખોટું આશ્વાસન આપ્યા પછી એનું અસલી રૂપ પ્રગટ થાય છે. ઘોષ : ટાઇમ બદલ ગયા હૈ કપૂર સાહબ, ટાઇમ કે સાથ ચીઝોં કા ડેફિનેશન ભી. આજ જો પૈસે લેકર કામ કરે વો ઇમાનદાર હૈ. જો પૈસા લેકે કામ ના કરે વો કરપ્ટ હૈ. પ્રો. તો આપ ક્યા સજેસ્ટ કરતે હૈ ? ઘોષ : બાત યે હૈ કી આપને અપના કેસ ખુદ ખરાબ કીયા હૈ. આજ કે ટાઇમ મેં સરકારી ઑફિસ મેં એક ચપરાસી કે સાથ ઝગડા કરના ભી ગરબડ હૈ. આપ તો ઉપર તક લડ લીએ. આપ પ્રોફેસર હૈ, યુ લીવ ઇન ધ વર્લડ ઑફ બુક. લેકિન કિતાબોં કે બહાર કી દુનિયા ઐસે હી ચલતી હૈ, મી. કપૂર. કભી ગાંધીજી ભી આયેંગે ન, સાબરમતી આશ્રમ કી જમીન લેને, તબ ઉનકો ભી દેને પડેંગે. ઇસ કે અલાવા કોઇ રાસ્તા નહીં હૈ. સીસ્ટમ સે લડ કર કીધર જાયેંગે ? જીત નહીં પાયેંગે. પ્રોફેસરનો આઘાત બેવડાય છે. એ છાપાંના કટીંગમાં છપાયેલી પુત્રની બહાદૂરીની વિગતો વાંચીને સાંત્વન મેળવે છે. સવીતા આઘાતમાંથી બહાર આવવા ફરી લાયબ્રેરી જતી થાય છે. દરમિયાન
પિહુના માતા-પિતા એનું સગપણ એક એન.આર.આઇ. છોકરા સાથે કરવા માગે છે. પિહુને લગ્નની વાત મંજૂર નથી. રોહિતના માતા-પિતા સમક્ષ એ પોતાને રોહિતની વિધવા જાહેર કરે છે. પ્રો. કપૂર સાથે પંપ મેળવવાના પ્રયત્નોમાં પિહુુ પણ જોડાય છે. એનો સિદ્ધાંત છે કે પંપ તો મેળવવો જ કારણ કે એ રોહિતની યાદગીરી છે. એ પંપનું નામ પણ ‘‘કારગીલ હાઇટસ્’’ રાખવાનું નક્કી કરે છે.
દસ મહિનાના સંઘર્ષ પછી ઘરથી ૪૮ કીલોમીટર દૂર પંપ માટે પ્લોટ મળે છે. દિલ્હીના શહીદ સ્મારક પર તેઓ અંજલિ આપવા જાય છે. પ્રોફેસર : ઘર સે ૪૮ કી.મી. દૂર, એક બાર આને-જાને મેં હી.... સવિતા : વહીં કહીં આસપાસ ઘર કિરાયે પે લે લેંગે. પ્રોફેસર : તુમ વો ઘર છોડ દોગી ? વો ઘર હમને બહુત પ્યાર સે બનાયા થા. સાવી. સવિતા : અબ રોહિતને ઘર બદલ લીયા તો પ્રોફેસર..... પ્રોફેસર : રોહિત કી કીતની યાદે જુડી હૈ વહ ઘર સે. સવિતા : યાદેં દિલ મેં રહેતી હૈ, દિવારોં મેં નહીં.
પ્લોટ મળતાં જ વિવિધ પરવાનાઓ અને એન.ઓ.સી. લેવાનો સંઘર્ષ શરૂ થાય છે. બધા જ ડિપાર્ટમેન્ટો લાંચની માગણી કરે છે. પ્રોફેસર લડીને એક પછી એક પરવાના લેતા જાય છે. પોલીસ સાબિતી માગે છે કે એ રોહિતનો પિતા છે એમ પુરવાર કરે. બધા જ પુરાવા આપ્યા પછી કંટાળેલો પ્રોફેસર કહે છે ‘‘જો તમને આનાથી સંતોષ ન થયો હોય તો કાલે એની માતાને લઇ આવું. માતાને તો ખબર જ હોય કે એ પુત્ર કોનો છે.’’ પ્રોફેસર પ્રેસ અને મિડિયાનો સહારો લે છે. એને લગતા બધા જ ખાતાના અધિકારીઓ ગિન્નાય છે. મિલીટરીના અધિકારીઓ પણ નારાજ થાય છે અને એને મિડીયાથી દૂર રહેવા કહે છે. પ્રોફેસર ડગતા નથી. નાસીપાસ થયેલા અધિકારીઓ ગુંડાઓને રોકી સવિતા અને પિહુને પરેશાન કરે છે. સવિતા પર હુમલો પણ થાય છે. સવિતાને હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. સવિતા હિંમત હારી જાય છે. ત્યાં જ પિહુ સમાચાર લાવે છે કે વડા પ્રધાનની એપોઇન્ટમેન્ટ મળી ગઇ છે.
પ્રોફેસર વડા પ્રધાન પાસે પોતાનો કેસ રજુ કરી ફાઇલ સોંપે છે. વડા પ્રધાનની કચેરીમાંથી હુકમો છૂટે છે. ૧૬ મોટા અધિકારીઓ સસ્પેન્ડ થઇ જાય છે. બે વર્ષની મહેનત પછી કારગીલ હાઇટ્સ પેટ્રોલ પંપ બંધાઇ જાય છે. રોહિતના મિત્રની વિધવા એનું ઉદ્ઘાટન કરે છે. પેટ્રોલ પંપની દિવાલો પર આજ સુધી દેશ માટે શહીદ થયેલા ૪૨૮૨૪ જવાનોના નામ લખવાનું કામ પ્રોફેસર શરૂ કરે છે.
આજે પણ આ પેટ્રોલ પંપ દિલ્હી પાસે છે. આ પંપની કમાણીનો નફો ગરીબ બાળકોને શિક્ષણ આપતા અને એમની દેખભાળ કરતા એક ટ્રસ્ટને જાય છે.
ગીતો :
*યે ધૂપ તો એક સફર હૈ, ચમકે તો સહેર, સુલગે તો દોપહેર, સીમટે તો સૂના ઘર. / ધૂપ-છાંવ કે ઘેરે મેં હી ચલતા હૈ હર જીવન./એક હી ધૂપ કે રૂપ હૈ દોનોં, ક્યા જંગલ ક્યા ગુલશન. આ ગીત બે ભાગમાં છે. ધૂપ ચલે તો જાગે દિશા, દિન બન જાયે રાતેં/ ધૂપ ઢલે તો ખામોશી, બોલે ભૂલી બાતેં. (હરિહરન) આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે.
* બેનામ સા યે દર્દ ઠહર ક્યોં નહીં જાતા/જો બીત ગયા હૈ વો ગુજર ક્યોં નહીં જાતા./સબ કુછ હૈ, ક્યા ઢુંઢતી હૈં નિગાહેં/ ક્યા બાત હૈ મેં વક્ત પે ઘર ક્યોં નહીં આતા. (જગજીત સીંઘ) આ ગીત રોહિતના મૃત્યુ પછીની ગમગીનીમાં બેકગ્રાઉન્ડમાં વહે છે.
* મૈં અપની હી ઉલઝી હુઇ રાહોં કા તમાશા./ જાતે હૈં જીધર સબ મૈં ઉધર ક્યોં નહીં જાતા./જો બીત ગયા હૈ વો ગુજર ક્યોં નહીં જાતા. (હરિહરન) પુત્રના વિયોગથી ગ્રસ્ત સવિતા લાલ પગથિયાંઓ પર બેઠી છે. જાણે રેડ કાર્પેટ પર પુત્રનું સ્વાગત કરવાનું હોય. આ ગીત પણ બેકગ્રાઉન્ડમાં વાગે છે.
* સુબહ કી ધૂપ સી (હરિહરન-શ્રેયા ઘોષાલ) : આ રોહિત અને પિહુએ ગાયેલું યુગલ ગીત છે.
*તેરી આંખો સે હી જાગે, સોયે હમ./કબ તક આખીર તેરે ગમ કો રોયે હમ./વક્ત કા મરહમ જખ્મોં કો ભર દેતા હૈ./શીશે કો ભી પથ્થર કર દેતા હૈ./રાત મેં તુઝ કો પાયેં, દિન મેં ખોયેં હમ./હાં આહટ પર લગતા હૈ તું આયા હૈ./ ખુદ અપની હી રાખ કો કબ તક ધોયે હમ. (જ્ગજીત સીંઘ) આ ગીત પણ બેકગ્રાઉન્ડમાં જ ગવાયું છે.
*હરેક ઘર મેં દિયા ભી જલે, અનાજ ભી હો (જગજીત સીંઘ) આ બેકગ્રાઉન્ડમાં ગવાયેલું અંતિમ ગીત છે.
આ સિવાયના ગીતો કમ્પોઝ થયા છે પણ ફિલ્મમાં નથી. ગીતો : ચહેરા મેરે યાર કા (વડાલી બ્રધર્સ), તેરી આંખોં સે હી (શ્રેયા ઘોષાલ)
સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં લાંચની સાંપ્રત સમસ્યા વિરૂદ્ધ લડતા કુટુંબની વાત હૃદયસ્પર્શી રીતે આલેખાઇ છે. છતાં આ ફિલ્મ કોઇ ચોક્કસ શ્રેણીમાં મૂકતાં સંકોચ થાય. આ ફીચર ફિલ્મ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનતાં બચી ગઇ છે. એ આર્ટ ફિલ્મ પણ નથી બની અને કમર્શીયલ પણ નથી બની. એની શ્રેણી જ કાંઇક ઓર છે. ડિરેકશન સામાન્ય છે. અસામાન્ય ગીતો સામાન્ય સંગીત પામ્યા છે. રેકોડર્ીંગ પણ નબળું છે. ફિલ્મનું સશક્ત પાસું અમરીશ પુરીનો અભિનય છે. એ આખી ફિલ્મ પોતાના ખભા પર ખેંચી જાય છે. સંવાદો એને સાથ આપે છે. ફિલ્મનો અંતિમ સંદેશ સારો છે : હર ઘર મેં દિયા ભી જલે, અનાજ ભી હો.
-કિશોર શાહ kishorshah9999@gmail.com