Tara vinani dhadhti saanj - 6 in Gujarati Love Stories by Manasvi Dobariya books and stories PDF | તારા વિનાની ઢળતી સાંજ-૬

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

તારા વિનાની ઢળતી સાંજ-૬

મનસ્વી ડોબરીયા

manasvidobariya@gmail.com

લેખકનો પરીચય

હું વીસ વર્ષની લેખિકા છું. અત્યારે બી.એસ.સી કરું છું અને મન થાય ત્યારે થોડી ઘણી શબ્દો સાથે વાતો કરી લઉં છું. આથી વિશેષ તમે મને મારી કલમથી ઓળખશો તો વધુ ગમશે. આભાર.

પ્રસ્તાવના

આ એક સાચુકલા પ્રેમી પઁખીડા ના ધગધગતા આંસુ છે. અને જયારે સાચા લોકો શબ્દો સાથે જીવતા થાય ત્યારે તેની કોઈ જ પ્રસ્તાવના ના હોય. માફ કરશો.

પ્રકરણ-૬

થોડીવાર માટે અમારા બન્ને વચ્ચે શબ્દોની હડતાલ પડી ગઈ. જમવાનું આવી ગયું પરન્તુ આજે પહેલીવાર ભાજીપાઉંની ડિશ પણ મને આકર્ષી નહોતી શકતી. નબીરે હંમેશની જેમ ભાજીની પહેલી ચમચી ભરીને મારા મોં આગળ ધરી. મેં તેના તરફ ત્રાંસી નજર કરી કારણકે મને સહેજ પણ આશા જ નહોતી કે તે આવું કરશે. તેની આંખોએ તેની પોતાની ભાષામાં મને કહ્યું,

"સ્વીકારી લે, પછી મળે ના મળે.." અને મેં મારા બધા જ પ્રશ્નોને મુક્ત કરીને એ પ્રેમને સ્વીકારી લીધો. મેં પણ ચમચી ભરીને તેની સામે ધરી. તેણે ખાવાનો પ્રયત્ન કર્યો પરન્તુ હંમેશની જેમ મેં ચમચી તેના મોંએથી લઈને મારા મોંમાં મૂકી દીધી. તે ચિડાયો,

"આટલા સેન્ટિમેન્ટલ એટમોસમાં મેં આ વસ્તુ એક્સપેક્ટ નહોતી કરી..!!"

"તને હવે તો ખબર હોવી જોઈએ, પ્રાણ જાય પણ નખરાં ના જાય..?" મેં આંખ મિચકારી.

તે હસી પડયો અને બોલ્યો,

"તું નઈ સુધરે.."

કેટલાં સમય પછી નબીરને આ રીતે ખુલ્લીને હસતાં જોયો. મારા અંતરમાં ચારેકોર ઠન્ડક ફરી વળી. અમે બન્નેએ જમવાનું ચાલુ કર્યું. લગભગ અડધો કલાક પછી અમે જમીને બિલ પે કરીને બહાર નીકળ્યાં એવો જ મને અચાનક પેટનો દુખાવો ચાલું થયો. મેં યાદ કરી જોયું કે આજે કઈ તારીખ હતી..

"ઓહ્હ..!! ઇટ્સ ટ્વેન્ટી ટુ.." મારી ડેટ્સ નજીક હતી.

"શું..?? તું કંઈ બોલી..??" નબીરે આગળ ચાલતાં-ચાલતાં પાછળ ફરીને પૂછ્યું.

"નૉપ્સસ.." હું તેની સાથે જ ચાલવા લાગી. સામે જ બાઇક પાર્ક કરેલી હતી. મેં એટલું ચાલવા માટે મારા મનને મનાવ્યું અને મને પેટમાં દુખે છે તેનો નબીરને અણસાર નાં આવી જાય તેની મેં તકેદારી જાળવી. નબીરથી મારે આ બધી વસ્તુઓ છુપાવવી ખુબ અઘરી હતી. અચાનક જ મારો ચીડિયો સ્વભાવ, વાત વાતમાં ગુસ્સે થઇ જવું, તણાવમાં આવવું, પેટમાં દુઃખવું, ક્યાંય ના ગમવું, કંઇજ ખાવાની ખાસ ઈચ્છા ન થવી આ બધાજ લક્ષણો તે સારી રીતે સમજી જતો હતો. મને ખુબ જ પેટનો દુખાવો રહેતો પરન્તુ પાંચ વર્ષની અમારી રીલેશનશિપ દરમ્યાન મેં એ દિવસો હવામાં લહેરાતાં લહેરાતાં કાઢ્યાં હતાં. એ દિવસોમાં નબીર મને ખુબજ વ્હાલ કરતો, મારી ઈચ્છાઓને પોષતો, પમ્પાળતો.. પણ ક્યારેય સહેજ પણ ગુસ્સો ના કરતો.. મહીનાના એ ત્રણ દિવસમાં નબીર મને એ બધુંજ આપવાનો પ્રયત્ન કરતો જે તેણે મને એ આખા મહિનામાં ના આપ્યું હોય.. એ ત્રણ દિવસ તે મને 'ઓન ધ સ્પોટ' અવેલેબલ રહેતો. હું તેને એક મેસેજ કરું એ હાજર જ હોય.. પછી ભલે એ બાઇક જ કેમ ના ચલાવતો હોય..!! બાઇક ચલાવતાં ચલાવતાં પણ અને પ્રિન્સિપાલની કેબિનમાં ઊભાં ઊભાં પણ તે મારા એક એક મેસેજનો તરત જ રીપ્લાય આપતો.. આ ત્રણ દિવસ મારી જીદ ખુબ જ વધી જતી.. પરન્તુ એ દરેક જીદને નબીર મારી સાથે મસ્તી કરતાં કરતાં પુરી કરતો.. તેનો પ્રેમ, તેની હૂંફ, તેની મારા પ્રત્યેની કાળજી મને મારુ દર્દ પળવારમાં વિસરાવી દેતાં. મને ઘણીવાર એમ થતું કે સ્ત્રીનું દર્દ શું છે એ વસ્તુ નબીર સિવાય દુનિયાનો કોઈ પુરુષ આટલું સારી રીતે સમજીને તેને હેન્ડલ નહીં કરી શકતો હોય. માત્ર એ દિવસોને યાદ કરીને જ મારું મન ખુશીઓથી ઝુમવા લાગ્યું હતું પરન્તુ વાસ્તવિકતાની ભાન થતાં જ મારા મનની એ ખુશી મારી આંખમાં આંસુ આંજીને ચાલી ગઈ. પાર્કીંગમાં પહોંચતા જ નબીરે બાઇક ચાલુ કરી હું તેની પાછળ ગોઠવાઈ ગઈ. બાઇક આગળ ચલાવતાં જ નબીરે મને પ્રશ્ન કર્યો,

"તને કંઈ થાય છે..??"

"મને..?? ના, કેમ..??"

"ના, આ તો તારી બાઇક પર બેસવાની સ્ટાઇલ જોઈને લાગ્યું એટલે.." હું સ્તબ્ધ થઇ ગઈ,

"અરે.. ના, ના.. એવું કંઈ જ નથી. એમ વેલ..!!"

"આઈ હોપ સો.." મારું મન એ જોઈને જ ખુશીઓથી રડવા લાગ્યું કે નબીર હજુંપણ મારી એક એક વસ્તુને નોટીસ કરતો હતો. હું કંઈ રીતે બેસું છું થી લઈને હું કઈ રીતે બોલું છું એ બધુંજ તે જાણતો હતો અને સમજતો હતો. તેના એક એક શબ્દની પાછળનો આશય માત્ર મારા મોંએથી એ વસ્તુ બોલાવવાનો હતો જેથી તે મને સાથ આપી શકે, હાથ આપી શકે અને જરૂર પડે તો બાથ પણ આપી શકે.. પરન્તુ હું ના કહી શકી.. મારે પણ એ બધુંજ જોઈતું હતું તેનો સાથ, તેનો હાથ અને તેની પ્રેમથી છલોછલ હૂંફાળી બાથ.. પણ કંઇક હતું જે નડતું હતું.. જેણે મારા શબ્દોને દબાવી દીધા હતાં.. ઇચ્છવા છતાં પણ હું એ શબ્દોની ઉપરનો પત્થર હટાવી નહોતી શકતી.. મારા મોમાં ડૂમો ભરાઈ આવ્યો. મારી પરિસ્થિતિ ખુબ જ વિકટ હતી મારું દર્દ પણ મારે તેને નહોતું બતાવવાનું અને એ દર્દના આંસુ પણ..!!

"ક્યાં ઉતારું તને..??" મેં આસપાસ નજર દોડાવી,

"બસ, અહીંયા જ ઉતારી દે.." મારો જમણો હાથ તેના જમણા ખભ્ભા પર ટેકવાયો અને તેણે બ્રેક મારી. બાઇક ઉભી રહેતાંની સાથે જ હું નીચે ઉતરી,

"ચલ બાય, થેન્કયુ..!!" કહીને જ હું ચાલતી થઈ,

"ખુશુ.."

"હંઅઅ..??" મારા પગ થમ્ભી ગયાં. મેં પાછળ ફરીને તેની સામે જોયું,

"તારું ધ્યાન રાખજે.. અને તીખું ઓછું ખાજે હમણાં.." તેના શબ્દો, મેં કલાકથી છુપાવી રાખેલી મારી તમામ સંવેદનાનું 'ટીપ્પુ' કરીને ચાલ્યાં ગયાં. મારાથી રીતસરનું ડૂસકું નખાઈ ગયું.. આખરે એ સમજી ચુક્યો હતો.. હું દોડીને નબીરને વળગી ગઈ.. તેણે મને તેની બાહુપાશમાં ભીંસી લીધી.. હું જોર જોરથી રડી પડી.. મારા મનના બધાજ આવરણ દૂર થઇ ગયાં.. જાણે કલાકોથી મણના ભાર નીચે ટળવળતા મારા શબ્દોને ઠન્ડક સાથે અભિવ્યક્તિ મળી હોય એમ લાગ્યું.

"ખુશુ, બધા જોવે છે.."

"ભલે જોવે.. આઈ ડોન્ટ કેર.." હું વધારે ને વધારે તેનામાં સમાવાનો પ્રયત્ન કરતી હતી. મને ખરેખર કોઈના બાપની બીક નહોતી લાગી.. ઘરે તો આમ પણ ખબર હતી અને વધુમાં વધુ શું કરી લેત..?? મને બે લાફા લગાવત બસ.. કે મેં તેમની ઈજ્જતની પણ પરવા ના કરી. જે મને મઁજુર હતું.. આ પ્રેમના બદલામાં તો મને નર્ક પણ મઁજુર હતું અને નર્કની વેદનાઓ પણ.. આમ પણ ઘણો વિચાર કર્યો હતો મેં તેમની ઈજ્જતનો.. જેના પરીણામે જ હું પુરી જીંદગી નબીર વગરની સડવાની હતી.

"નખરાં કર્યા વગરની તકમરીયા પીજે.. આરામ મળશે.."

"બચ્ચી કી જાન લેગા ક્યાં..?? ઓર સેન્ટી મત કર યાર.. વરના મેં યહી પે ડેરા ડાલૂંગી.. વોહ ભી તેરે સાથ.." અને અમે બન્ને હસી પડયાં.

"તારી વધારે કેર લેવા જેવી નથી.. મને જ ભારે પડીશ.."

"વહી તો.. જરા સમ્ભલ કર.." મારું દીલ એટલું ખુશ હતું કે લાખ છુપાવવા છતાં પણ ચહેરા પર એ હસી અને મન પર એ મસ્તી સવાર થઇ જ ગઈ હતી. અમે બન્ને છૂટાં પડયાં.. હવે હું ખરેખર સઁતુષ્ટ હતી.. કારણકે દુનિયા ભલે કહેતી નબીર મારો નહોતો પરન્તુ હું જાણી ચુકી હતી કે એ મારો જ હતો.. અજીબ શાંતિનો અહેસાસ થયો હતો મને.. મારું મન વારંવાર એક જ ધૂન ગાઈ રહ્યું હતું,

"રુહ સે ચાહને વાલે આશિક,

બાતે જિસ્મોકી કરતે નહીં.."

હવે હું તેની તરફ છેલ્લી નજર નાખીને ચાલતી થઈ. નબીર પણ બાઇક લઈને ત્યાંથી નીકળી ગયો. તેના સાઇડગ્લાસ હજુ પણ મને જ જોઈ રહ્યાં હતાં. આજુબાજુના લોકો પણ મારી સામે તાકી તાકીને જોઈ રહ્યાં હતાં. એક નવરી માયાને તો મેં પૂછ્યું પણ ખરું,

"શું છે તારે..??" અને એ પોતાનું કામ કરવા લાગ્યો. બીક મને એ પળ માટે ભલે નહોતી પરન્તુ હવે મારા મનોમસ્તિષ્ક પર એ ધીરે ધીરે હાવી થઇ રહી હતી. ભાઈ ઘરે આવી જ ગયો હશે.. શું જવાબ આપીશ હું તેને..?? મને પોતાને જ તો ખબર નથી કે આખરે હું ઘરની બહાર નીકળી જ કેમ..?? શું ભાઈ મારા પર વિશ્વાસ કરશે..?? હા કરશે, એને કરવો જ પડશે.. હું ક્યાં કંઈ ખોટું બોલું છું.. મને ખરેખર નથી ખ્યાલ કે કાલ રાતથી મારી સાથે થઇ શું રહ્યું છે..?? પણ મને ખબર કઈ રીતે પડશે કે એકજેટલી કાલે થયું'તું શું..??

"ઓહ્હ ગોડ.. માથું દુખે છે" હું બબડતી બબડતી ઘરે પહોંચી. ઘરે ભાઈ હતો જ. હું જેવી ઘરમાં દાખલ થઇ કે તેણે મને પૂછ્યું,

"કોઈ વસ્તુ લેવા ગઈ'તી..??" તેણે ચેનલ બદલી.

"તું ક્યારે આવ્યો..??"

"હું..?? જસ્ટ હાલ્ફ અવર થઈ હશે.. સારું કે તું ચાવી બહાર શુઝમાં જ મૂકીને ગઈ હતી.." હું તેના શબ્દો સાંભળ્યા ના સાંભળ્યાં કરીને તરત જ અંદરના રૂમમાં ચાલી ગઈ.. મેં ઘડિયાળ તરફ નજર ફેંકી. અઢી વાગી ચૂક્યાં હતાં પરન્તુ શિયાળાના કારણે બહાર કંઈ ખાસ તડકો નહોતો. આથી મને સમયનું કોઈ જ ભાન રહ્યું નહોતું. મેં બૂમ લગાવી,

"તારે જમવાનું..??"

"હું જમીને આવ્યો.."

"ઓ.કે." મને હૈયે હાશ થઇ ગઈ હતી. આખરે કંઈ રસોઈ બનાવવાની નહોતી. મેં રસોડામાં જઈને ફ્રીજ ખોલ્યું અને પાણીની બોટલ લઈને હું લગભગ અડધી બોટલ પાણી ગટગટાવી ગઈ. એ બોટલ ફ્રીજ માં મુકવા જતા મારી નજર પેલી રાત વળી ભાજી પર પડી અને જાણે મને કંઈક સુજ્યું હોય એમ તેને લઈને મેં ભાઈ આગળ ધરી,

"ભાઈ, આ ચાખને.. કે ને કેવી બની છે..??"

"તે બનાવી છે..??" મેં હકારમાં માથું હલાવ્યું અને એ જોતાંની સાથે જ ભાઈએ ત્રણ-ચાર ચમચી પોતાના મોંમાં મૂકી દીધી..,

"સોલિડ બનાવી છે હોં બાકી.. સુપર.."

"તો હજુ વધારે લઇ લે ને.."

"ના યાર.. પેટ ફુલ છે." કહીને એણે ચમચી બાઉલમાં મૂકી દીધી. હું એ લઈને અંદર ચાલી ગઈ. મેં બધુંજ તપાસી જોયું.. રસોડામાં અને જે રૂમમાં હું કાચ સામે બેસીને મઁગલસૂત્ર સાથે વાતો કરતી હતી એ બન્ને જગ્યાએ મેં બધુંજ ચેક કરી લીધું. લગભગ બધુંજ વ્યવસ્થિત હતું. તેની જગ્યાએ જ પડયું હતું. કોઈ વધારાની વસ્તુ પણ મારા ધ્યાનમાં આવી નહીં. મને છેલ્લામાં છેલ્લું હું કાચ સામે ઉભી હતી એજ યાદ હતું. એનાથી વધારે મેં ઘણો જ પ્રયત્ન કર્યો એ છતાંય મને કંઇજ યાદ આવતું નહોતું. ભાઈએ કીધું કે દરવાજે લોક હતું અને ચાવી શુઝમાં જ હતી. મતલબ કે એ વ્યક્તિ ઘરની જ હતી જેને ખબર હતી કે ચાવી ક્યાં મુકવામાં આવે છે. મને તો આવા સમયે માસા સિવાય કોઈના પર શક નહોતો જતો.. એમની ખરાબ નજરોથી તો હંમેશા હું મારી જાતને બચાવવાનો પ્રયત્ન કરતી રહેતી. મારા શરીરમાં અજીબ સનસનાટી વ્યાપી ગઈ,

"કોઈપણ હોય.. જો મારી સાથે કંઈપણ ચેડાં કરવાનો પ્રયત્ન કર્યો હશે ને તો હું એને જીવતો નહીં છોડું." મેં મારા માથાના વાળ ખેંચીને લગભગ ચીસ પાડી. મને મારી જાત પર જ ગુસ્સો આવવા લાગ્યો. રડતાં રડતાં મેં મારી આસપાસની બધીજ વસ્તુઓ ખેદાન-મેદાન કરી નાખી. મને મારી જ દુર્ગન્ધ વધારે ચીડવી રહી હતી. હું એ જ મિનિટે બારણું પછાડીને નાહવા જતી રહી. જયારે નાહીને બહાર આવી ત્યારે ભાઈ સોફા પર બેઠો હતો એ જ સ્થિતિમાં ડુકેલો પડયો હતો અને ટી. વી એમ જ ચાલુ હતું. મેં દોડીને તેની પાસે જઈને તેને હચમચાવી જોયો. પરન્તુ નિરર્થક..!!! તે બેભાન હતો. મને ખબર તો પડી જ ચુકી હતી કે મારી સાથે પણ આ જ વસ્તુ થઇ હતી. હવે જોવાનું એ હતું કે એ બેભાન રહે છે કેટલો સમય.. કારણકે હું અને નબીર બન્ને એ વસ્તુ માનવા તૈયાર નહોતાં કે આખી રાત, એ જ રીતે, બેભાન અવસ્થામાં નીકળી શકે.. મેં ઘડિયાળમાં જોયું, ત્રણ ને દસ થઇ હતી. મેં ભાઈને સરખો સોફા પર સુવડાવી દીધો. નાહતી વખતે મેં મારા શરીરને પણ તપાસી જોયું હતું. બહારથી પણ કોઈ જ જખ્મો નહોતાં અને અંદરથી પણ.. અંદરથી એટલે કે મારા શરીરમાં સહેજ પણ એ રીતની અક્કડ કે પછી થાક નહોતો. હું સાવ નોર્મલ જ ફીલ કરી રહી હતી. અત્યાર સુધીમાં લગભગ પચાસ વખત હું ભગવાનને પ્રાર્થના કરી ચુકી હતી કે બધુંજ જ સેફ હોય તો સારું.. મારી અંદરની બીક.. મારી મનઃસ્થિતિ હું કોઈને પણ શેર કરી શકું તેમ નહોતી. હું ભાઈની સામે બેઠી બેઠી જ રડી પડી. ખબર નહીં આ કેવો દિવસ ઉગ્યો હતો મારા જીવનમાં.. જે મને કલાકે કલાકે આંસુનો રંગ બદલવા મજબુર કરતો હતો. મને હવે મારી ચિંતા વધતી જતી હતી. કઈ રીતે ખબર પડશે મને કે કાલે રાતે થયું છે શું..?? હું વિચારી વિચારીને વધુને વધુ દલ-દલમાં ફસાતી જતી હતી. છેવટે મેં એટલું નક્કી કરી લીધું કે હું ડોક્ટર પાસે જઈને મારી બોડીનું ચેક-અપ કરાવીશ. એનાથી જ મારે આગળ શું કરવું તેની જાણ થશે..

ચાર વાગ્યાં, હજુ ભાઈ એમ જ યથાવત સૂતો હતો. મમ્મીને પણ હું કંઇજ કહી શકું તેમ નહોતી. તે વધારે પડતી જ ચિંતામાં આવી જાત અને ત્યાંથી બધું જ અધૂરું મૂકીને ઘરે આવી જાત.. એના કરતા પહેલાં થયું હતું શું..?? એ જાણવું વધારે જરૂરી હતું. અચાનક દરવાજે ટકોરા પડયા અને મારુ ધ્યાન તે તરફ દોરવાયું. એ વ્યક્તિને જોઈને જ હું ડઘાઈ ગઈ,

"તું..??"

"અંદર આવવાનું નઈ કે'ય..??" હું કંઇજ ના બોલી. તે અંદર આવ્યો. હું મારી જગ્યાએથી ઉભી થઇ ગઈ. તે ત્યાં જ આવીને બેઠો. હું રસોડામાં ચાલી ગઈ. પરાણે પરાણે પાણી લઈને બહાર આવી. તેણે એક ઘૂંટ પીધો. હું ડીશ અંદર મૂકી આવી અને બોલી,

"ઘરે કોઈ નથી.."

"હા, એ તો કાલ રાતે જ ખબર પડી ગઈ કે નહીં જ હોય.."

"વોટટટ..??? કાલે રાતે..?? તે મને જોઈ'તી..?? હું ક્યાં હતી..??" મારા દિલની ધડકનો તેજ થઇ ગઈ. મેં કરેલા દરેક પ્રશ્નના જવાબ મારે એકસાથે જોઈતા હતાં. હું પળવાર પણ ખમી શકું તેમ ન્હોતી.

"રીલેક્સ.. રીલેક્સ.. મને ખબર છે કે એ બધુંજ વિચારીને તારો જીવ જતો હશે.. અને એટલે જ હું અત્યારે અહીં આવ્યો છું.."

"તું મને કહીશ..?? પ્લીઝ.. પ્લીઝ.. પ્લીઝ.." હું લગભગ કરગરી પડી. એ પણ એવા વ્યક્તિ સામે જેને હું નિરન્તર ધિક્કારતી હતી.

★ કોણ હતો એ વ્યક્તિ..?? જેનાથી ખુશુને આટલી નફરત હતી..??

★ તે વ્યક્તિએ ખુશુને ક્યાં જોઈ હતી..??

★ તે વ્યક્તિ પોતે જ તો નહોતો ને જેણે ખુશુને બેભાન કરી હતી..?? આખરે શા માટે આવ્યો હતો તે..??

★ બીજું તો ઠીક પરન્તુ ખુશુ સેફ હતી કે નહીં..?? શું થયું હતું તેની સાથે..??

વાંચતાં રહો..

મનસ્વીની સાથે..