Vamad - 5 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | વમળ - 5

Featured Books
Categories
Share

વમળ - 5

વમળ પ્રકરણ -5 લેખિકા:- કુંજલ છાયા

“હેય ડેડા, વ્હેર હેવ યુ બીન? કોલ્ડ યુ સો મેની ટાઈમ્સ…” સામે છેડેથી અસ્સલ બ્રિટિશ લહેકાથી બોલતી સોનિયાનો અવાજ સંભળાયો.

“સોરી માય પ્રિન્સેસ! વ્હોસ બીઝી, સમહાઉ..” મિ. ભારદ્વાજે ટૂંકો જવાબ આપ્યો જાણે કે જાતથી કઈં છુપાવતા હોય એમ અનુભવ્યું.

“અહ્હ! આઈનો આ’એમ ડોટર ઓફ બીઝી બીઝનેસ ટાઈકૂન.” રમતિયાળ સ્વરે સોનિયા બોલી ગઈ.

“ફોર યુ આઈ એમ ઓલ્વેઝ યોર ડેડા!”

“મિસ યુ ડેડા.”

“મી ટૂ. માય ડોલ.” બાપ-દિકરીનો નિર્લેપ સ્નેહ છતો થતો હતો બંન્ને નાં સ્વરમાં!

“વેલ ડેડા, યુ નો માય મેન્ટોર ઓફ ડોક્ટરેટ, પ્રોફેસર કરિમ? એમની તબિયત નાદુરસ્ત જણાઈ અને મારે અર્જન્ટલી ડર્બનથી યુ.કે તરફ નીકળવું પડ્યું.” સોનિયા એ પોતાના પી. એચ. ડીના અભ્યાસને અનુલક્ષીને કઈ રીતે અચાનક લંડન આવવું પડ્યું એ જણાંવ્યું.

સોનિયા એ ત્વરાએ પૂછ્યું: “વ્હેર આર યુ ડેડા? એટ ઈન્ડિયા?”

ભારદ્વાજે સહજતાથી હમ્મ્કારો આપી પૂછ્યું: “વ્હાય?”

સોનિયાની નાની બહેન કે જે રોહિણી અને વિમલ ભારદ્વાજની બીજી પુત્રી સલોની એના મિત્રવર્તુળ સાથે એશિયાનાં કેટલાક દેશોની ટૂર પર નીકળી હતી. ભારતમાં પણ થોડા દિવસો ગાળવા અને ફરવા આવવાની છે. એવું સોનિયા માહિતી આપતાં બોલી. વળી સોનિયાએ ઉમેર્યું કે, “સલોની તમને સામેથી કોન્ટેક્ટ કરશે કે એ ક્યારે આવવાની છે.”

“ડેડા, બી ઈન ટચ વિથ મોમ. સલોની પણ હમણાં ઘરમાં નથી. શી મસ્ટ બી ફિલીગી લોન્લી આઈ ગેસ..” રોહિણીની એકલતાનો અંદાજો હતો જ વિનાયકને પણ સોનિયા ફોન પુરો કરતી વખતે જાણે એની માનું ધ્યાન રાખવાની ભલામણ કરતી હોય એવું લાગ્યું.

સ્વાહિલી ભાષામાં બોલતી અશ્વેત નોકરાણી રોહિણીને જાણે ઢંઢોળતી હોય એમ બોલતી હતી. કાનમાં અવાજ અથડાતો હોય પણ શું બોલે છે એ ન સમજાતું હોય એમ રોહિણી દિગ્મૂઢ જોયા કર્યુ ક્ષણીક.

“મડામ… મીસીઝ ભારદ્વાજ..” શબ્દો એનાં કાને અફળાયા. એ જરા સભાન થઈ. ચારેકોર કોઈ પોતિકું એને નજરે ન ચડ્યું. ભવ્ય રાચરચીલાંથી સજ્જ કમરો એને નિર્જન ભાસ્યો. નિરવ શાંતિ અકળાવી ગઈ જરાવાર! હથેળીથી આંખો દાબી બેસી રહી. જૈફવયની ચાકર નોરા રોહિણીની માનસિકતા સમજતી હોય એમ “કશુંક લાવી આપું? કઈં જોઈએ છે?” એવું પુછ્યું. રોહિણીએ ‘ગ્રીન ટી વીથ લેમન ગ્રાસ’ બનાવી લાવવાનો હુકમ કર્યો. નોરા એની જુની અને ખાસ ઘરનોકર હતી. પિતા દેવચંદશેઠની બિમારીના વખતથી એનો સધિયારો હતો. એ રોહિણીની ભાવનાઓ અને મનોદશા ઘરની વ્યક્તિની જેમ સમજી શકતી હતી. એ બંન્ને દિકરીઓ અને વિમલની ગેરહાજરીમાં રોહિણીનું ખાસ ધ્યાન રાખતી. કમરાનું એ.સી મધ્યમ અંશ પર રાખીને, નેટ, નાયલોન અને મખમલનાં ત્રણ લેયરનાં પડદાઓ ઢાંકી દરવાજાનું લેચલોક જાલીને “થોડીવારમાં આવે છે આરામ કરો.” એવો અંદેશો આપી બહાર નીકળી ગઈ.

રોહિણી અનિમેષ નોરાની ગતિવિધીઓ જોતી રહી. નોરાના ગયા પછી હવે એ કમરામાં એકલી પડી. જમણાં હાથની આંગળીઓ વડે ડાબા હાથનાં પંજાને નખોડિયા ભરતી પેલા ગોજારા દિવસને ફરી તાજો કરતી પોતાનાં જ જખમોને કોતરતી હોય એમ બેસી રહી. સ્નેહલતાના ઈન્ડિયાથી આવેલ ફોનને રીસીવ કરી એક ક્ષણની ગફલત સાથે આખી જિંગદીનો કસળ ખોરવાઈ ગયો હતો! આમેય તેના જીવનસંસારની શરુઆત જ ગડમથલો અને અનિશ્ચિતાઓથી ભરેલ હતી. એક પછી એક એમ બંન્ને દિકરીઓના જન્મ અને એમનાં ઉછેરમાં સમયની સરવાણી ઝડપથી પાસાર થઈ હતી. શું સાચું, શું ખોટું એ બધો હિસાબ કરવાની તક જ ક્યાં મળી હતી? એમનાં સંબંધને મ્હોર મળી કે ન મળી, દિકરીઓનું ભવિષ્ય શું? એ બધો વિચાર સુદ્ધાં નહોતો કર્યો ક્યારેય રોહિણીએ. એ તો વિમલ જ્યારે જ્યારે આવે ત્યારે ઉત્સવની જેમ એની સાથે સમય વિતાવી લેતી! પણ હવે? હવે શું? વિનાયકનો ભારતમાં અલાયદો સંસાર હતો. પરિવારને વિનાયકનાં સંબંધો પર આશંકા આવી છે. એનાં અસ્તિત્વની મોજણી થશે, સ્વીકારાશે કે નકારાશે?

“ઉંમરની મજધારે આ કેવી કસોટી થાય છે? જેમાં એક જીવની આહૂતી લેવાઈ ગઈ અને એમાંય નિમિત્તરુપે એ પોતે પુરવાર થઈ છે.” આવા વિચારોની અસરે એની આંખો સજળ થઈ. નોરા સોનેરી નકશીકામવાળી જર્મન સિલ્વર કટલેરીમાં ‘ગ્રીન ટી’ આપી ગઈ. ફરી ચ્હાનાં કપ સાથે રોહિણીને ફરી એકાંત મળ્યું. એક ગૂંટડે વિમલને ફોન કરવા વિચાર્યું પણ ભારતીય સમય મુજબ એ સાડા ત્રણ કલાક પછી સંપર્ક કરશે જ્યારે એ એના કમરામાં એકલો હોય રાત્રે, એવો નિશ્વય કર્યો. ગ્રીન ટીની આખરી ચૂસ્કી લઈ ધીરજ ધરતી પોતાની સીસમની છતાંય આધૂનિક ઢબની આરામ ખુરશી પર આંખ મીંચીને ઝુલતી રહી.

ભાઈ શુબાન ડાઈનિંગ ટેબલ પરથી ઉઠીને અચાનક એનાં રુમમાં જતો રહ્યો, વાત અધૂરી જ રહી. શ્વેતાનાં મનને સાતા મળે એવી જોઈ જ વાત એને જાણવા ન મળી. મમ્મીનું અકાળે અવસાન એને અજૂગતું લાગતું હતું. એ મેક્સિકોમાં હતી ત્યારે વહેલી સવારે ઘોડેસવારી કરવા જતી વેળાએ મમ્મી સાથે થયેલ આખરી ફોન અંતીમ વાતચીત હશે એ તો કલ્પના જ ક્યાં હતી! કોઈ વાતથી મમ્મીને આઘાત લાગ્યો હતો પણ એ બાબત શું હતી તે જાણતી નહોતી જેથી ખુબ જ હતાશા અનુભવતી હતી.

પાપા પણ તેનાં તીરની જેમ નીકળેલા તિક્ષ્ણ અને વેધક પ્રશ્નને અવગણીને પોતાના કમરા તરફ જતા રહ્યા એ પછી સાવ નિરાધાર બેઠેલી શ્વેતા એનાં ત્રણેય પ્રિય કૂતરાઓ ‘ટાઈગર’ ‘ચંક્સ’ ‘ચાર્લી’ સાથે રમત કરવમાં મશ્ગૂલ થઈ.

ટેરેસ ગાર્ડન હતું બંગલાનાં ત્રીજા માળે. બગીચાને ફરતે આરસપહાણનાં પત્થરો ગોઠવલ રંગીન ફૂલોની ક્યારી અને વચ્ચે ગોઠવેલ સ્પ્રિંગવાળા હિંચકા તથા મોર્ડન લુકના કાઉચ ગોઠવાયા હતા. એક ખૂણે કૃત્રિમ ઝરણું પસાર થતું હતું. જેની આસપાસ અલપઝજપ ઝબુકતી રંગબેરંગી લાઈટ સેટ કરી હતી. અહીં તે અવારનવાર સમય ગાળતી. પોતાનાં ઘરમાં આ જગ્યા શ્વેતાની અતિપ્રિય હતી. મેક્સિકોમાં અનુભવેલ ખુશનુમા હવાની ગરજ સાલતાં મુંબઈગરાની ભેજ અને ગીચવસ્તીવાળી ઉકળાટ ભરેલ આબોહવામાં ઠંડક શોધતી અહીં પહોંચી આવી. બપોર ઢળી ચૂકી હતી. સાંજ હજુ ખીલવાની બાકી હતી એવા અરસામાં કોઈ રસપ્રદ પુસ્તક લઈને બેઠી હતી. એનો નાનકડો પ્યારો છૂવાવા જાતિનો કૂતરો ‘ચાર્લી’ વારેવારે એની ઉપર ચડીને અડપલાં કરી જતો અને સહસા શ્વેતા હસી લેતી. ટેરેસ ગાર્ડનનાં એક ખૂણામાં ઈન્ટરકોમ ફોન સિસ્ટમ મુકેલ હતી. બપોરની ગરમીને વિદાય આપવા એણે ફર્સ્ટ ફ્લોર પર સ્થિત અત્યાધૂનિક રસોડામાં ઈન્ટરકોમથી ફોન જોડ્યો.

“ડેવિસ, સેન્ડ મોહિતો વીથ ફ્રેશ મિન્ટલિફ્ઝ, હું ટેરેસ ગાર્ડનમાં બેઠી છું.” શ્વેતાએ ઓર્ડર કર્યો.

થોડીવારમાં કાળી ચળકાટવાળી કોટી અને સફેદ કફવળી લાંબી બાંયનું શર્ટ અને કાળા પાટલૂનમાં સજ્જ, હાથમાં ધોળા ગ્લોઝ પહેરેલ બટલર આકર્ષક શંકુઆકાર, પહોળાં મ્હોંવાળો અને લાંબી દાંડીવાળા કાંચના ગ્લાસમાં ડ્રિંક પિરસી ગયો!

ખટૂંબડા સ્વાદવાળા મોહિતોનો તમમાટ એના હોઠથી મન સુધી પહોંચ્યો હોય એમ લાંબો શ્વાસ લેતે આરામદાયક કાઉચ ઉપર પગ લંબાવીને કોકટેલ માણતી હતી.

એવામાં સીમાએ પાછળથી હાકલ કરી, “ઓહો, ફિલિંગ કૂલ.”

શ્વેતાએ બાજુના કાઉચ પર બેસવાનો ઈશારો કરતે ગ્લાસ ઉંચો કરી કહ્યું, “હેવ અ સીપ.”

સીમાએ પણ જાતે ચાલીને ગાર્ડનનાં ખૂણે રાખેલ ઈન્ટરકોમ પર કોલ કરી ‘પિનાકોલાડા’ મંગાવ્યું.

બંન્ને સખીઓ વાતોએ વળગી એવામાં ડેવિસ બટલર સીમાનું ગુલાબી પીણું આપી ગયો.

પૂરજોરથી ફૂંકાતા પવનમાં શ્વેતાનો રેશ્મી સ્ટોલ ઉડતો હતો એ જોઈને સીમાને પેલો સ્કાર્ફ યાદ આવી ગયો. “હેય સ્વીટી, પેલો ‘મેક્સિકો હંક’ પછી મળ્યો કે નહીં?” શ્વેતાના રેશ્મી દુપટ્ટાના એક છેડાને ખેંચી નજીક જઈને સીમાએ પૂછ્યું. પોતાનો ખાલી ગ્લાસ, ટીપોઈ પર મુકતાં શ્વેતા બોલી, “ના રે, એના વિશે વિચારવાનો સમય જ ક્યાં રહ્યો? મમ્મીનાં ગયા પછી..નેટ પણ નથી…” એને અધવચ્ચેથી અટકાવીને સીમા બોલી, “ચાલ શોપીંગ કરવા! કશેક ફરવા નીકળી જઈએ. ઘરમાં નથી બેસવું.” શ્વેતાનાં હાથમાંથી પુસ્તક લઈ લીધુ સીમાએ અને પોતાના ડ્રિંકનો અધૂરો ગ્લાસ પણ મૂકી દઈ શ્વેતાને રીતસર ખેંચતી હોય એમ ચાલવા લાગી. એ બંન્ને સહેલીઓ સાથે ‘ચાર્લી’ પણ કૂદતો-કૂદતો સીડીઓ ઉતર્યો.

ઘણાં વખતે શ્વેતા ઘરની બહાર નીકતી હતી. સમાજને લાજે શ્વેત વસ્ત્રો પહેર્યા શ્વેતાએ તેર દિવસો સુધી. આજે આછા ગુલાબી સલવાર કમીઝમાં સુંદર લાગતી હતી. એ હંમેશા બહાર નીકળતા પહેલાં એની મમ્મીની પરવાનગી અચૂક લેતી. આજે એ શિરસ્તો નિભાવવાનો નહોતો. કોને પૂછે? દાદાજી પોતાની સામાજીક પ્રવૃત્તિઓમાં કે પછી એમના સમવયસ્કો સાથે હળવામળવમાં વ્યસ્ત હોય. ભાઈ અને પાપા તો ઘરમાં જ ક્યાં હોય? મમ્મીનાં ગયા પછી કદાચ સૌથી વધુ ખોટ પડી હોય તો ફક્ત શ્વેતાને હતી. એ પરિવર્તનને સ્વીકારતી હોય એમ એનાં ત્રણેય કૂતરાઓને બલકારતી પોતાની વ્હાઈટ મર્સિડિઝમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠી. સીમા પણ પડખે ગોઠવાઈ.

પાલીહિલથી કોલાબા સુધી ગાડી હંકારી પસાર થતાં કેટલાય બ્રાન્ડેડ શોરુમ અને બુટિક તરફ નજર ફેરવતી ગઈ બંન્ને. કયાંય ઉતરીને ખરીદી કરવાની ઈચ્છા શ્વેતાએ ન બતાવી. સીમાને પોતે શ્વેતાને પરાણે બહાર લઈ આવી હોય એવું લાગતું હતું. કમને એક મોલનાં પાર્કિંગ બેઝમેન્ટમાં મર્સિડિઝ પાર્ક કરી, ઉતરતાંની સાથે ગાડી રીમોટથી લોક કરી મોલ તરફ ચાલી. ઓટોમેટિક ખુલતા-બંધ થતા દરવાજા અને એસ્ક્લેટર પર સ્થિર ઊભા હોવા છતાંય સીડીઓ એમને યાંત્રિકપણે ઉપરનાં માળે મૂકી આવી. ભપ્કાદાર પોશાકો, ભવ્ય રાચરચીલું અને ખાણીપીણીનાં અધતન સ્ટોલમાં હરતાફરતાં લોકોને જોઈ રહી શ્વેતા. સતત દેશદેશાવર ભ્રમણ કરતી શ્વેતા જાણે આ બધું પહેલી જ વખત જોતી હોય એવું લાગતું હતું. લોકોનાં કોલાહલ વચ્ચે તે પોતાના મનનો શોક ક્ષણીક ઓઝલ થતો અનુભવતી હતી.

એકાદ-બે બુટિકમાં આંટો મારીને એક પર્ફ્યુમ માર્ટમાં દાખલ થઈ. સુગંધોથી મધમધતા એ શો-રુમમાં શ્વેતાને અનેરો આનંદ આવ્યો. તેણે અનેક પમરાટ ચકાસ્યાં! અંતે પોતાનું મનપસંદ બ્રાન્ડ ‘કેટમોઝ વેલ્વેટ’ શોપિંગ કાર્ટમાં મૂક્યું. મોલની અંદરનું વાતાનૂકુલન હવે એને અનુકૂળ લાગવા માંડ્યું જાણે. એક પછી એક એનાં માનીતા અને જાણીતાં બાન્ડનાં કોસ્મેટિક્સ અને ફૂટ્વેર પણ ખરીધ્યાં! સાંજ પૂરી થવા આવી હતી. પણ ઘરે કોણ હતું કે જે એની રાહ જુએ કે ફોનમાં પૂછે કે, “અત્યારે તે ક્યાં છે?”

શ્વેતા અને સીમા વેસ્ટર્ન આઉટફિટનાં આઉટલેટમાં પ્રવેશી. વર્શાચી, સેમેન્ટા જેવા નામચીન લેબલનાં ટ્યૂનિક ડિસપ્લે રેક પર ફંફોસતી હતી. એવામાં મોટા મિરરમાં એને આર્યાનની ઝાંખી જોઈ હોય એવો ભાસ થયો. એક સંકોચ સાથે સીમાને કોણી મારીને કહ્યું, “હેય જોતો, પેલો ‘મેક્સિકો હંક’ છે શું?” સીમાએ આજુબાજુ ડાફોડિયા માર્યા. શ્વેતાએ અરિસામાં પ્રતિબિંબ બતાવી આંગળી ચીંધી. “અરે જો સામેની બાજુ.” જો એ પડછાયો આર્યનનો જ હોય તો પણ એ ઘણો દૂર હતો. તદ્દન વિરુદ્ધ દિશાએ. અનેક કાઉંન્ટરો ઓળંગી એના સુધી પહોંચીએ તો એ ન હોય તો? એવા વિચારો બંન્ને સખીઓ કરી બેઠી.

“લેટ્સ હેવ અ ચાન્સ.” સીમાએ શ્વેતાનો હાથ જાલી ઢસડી.

મેક્સિકોમાં આ છોકરો મારી પાછળ દોડ્યો હતો. આજે હું એની પાછળ કેમ ખેંચાઉ છું? સીમા દોરતી જતી અને શ્વેતા વિચારતી પાછળ ચાલી.

“હેય.” સાવ નજીક ઊભીને સીમા એ ઉંચી કદકાઠીવાળા યુવકના ખભે ટકોર કરીને બોલી.

તે વ્યક્તિએ પાછળ વળીને જોયું. તે આર્યન જ હતો.

આર્યન તરત જ ઓળખી ગયો બંન્નેને. તરત જ હાઈફાઈ કર્યું સીમા અને આર્યને. શ્વેતા સાથે પણ હાથ મિલાવ્યો. શ્વેતા અને આર્યન વચ્ચે સીમા ખડી હતી. શ્વેતા એક ગજબના સંકોચ સહ મૂક હતી જ્યારે સીમા જ બોલે રાખતી હતી. આર્યનને શ્વેતા પહેલી મુલાકાત પછી આજે ઘણી બદલાયેલી લાગી.

આર્યને શ્વેતા પાસે એનાં માતાનાં મૃત્યુનાં સમાચાર અખબારમાં વાંચ્યાં એમ કહી ખરખરો પ્રકટ કર્યો. સીમાએ જ જવાબ આપ્યો કે આજે ઘણાં દિવસે બહાર નીકળી છે અને જોગાનજોગ તમે મળ્યા! શ્વેતા આ સંવાદો સસ્મિત સાંભળતી રહી.

આર્યને શ્વેતાની નજીક આવીને કહ્યું, “સર્ચ યુ ઓન નેટ. ફેસબુક પર રિક્વેસ્ટ પણ મોકલી છે. યુ ડિડન્ડ રિસ્પોન્ડ યેટ.”

ધીમેકથી શ્વેતાએ જવાબ આપ્યો, “યેસ, મમ્માની ડૅથ પછી ઓનલાઈન થઈ જ નથી.”

સીમા વચ્ચે ખાબકીને બોલી, “ફોન નંબર અપવાનું પણ રહી જ ગયું મેક્સિકોમાં.”

આર્યનઃ “મેક્સિકો! યેસ, કાન્ટ ફર્ગેટ મેમોરેબલ ઈવ વિથ યુ બોથ લેડિઝ.” આર્યન અને સીમાએ ફોન નંબરની આપ-લે કરી.

શ્વેતા ડાબાકાંડે બાંધેલ ફાસટ્રેકનાં ઘડિયાળ તરફ જોઈ બોલી, “ઈટઝ ટૂ લેઈટ. સીયુ અગેન.”

બંન્ને શોપિંગ મોલમાંથી લીધેલ સામાનનું કાર્ડથી જ પેમેન્ટ કરી ઝડપથી બહાર નીકળી ગઈ. ઘરે પહોંચીને સીમા પોતાની કારમાં એના ઘરે રવાના થઈ અને શ્વેતા એનાં બંગલામાં દાખલ થઈ.

બંગલાનાં પોર્ચમાં ગાડી ઉભાડીને ચાવી કોઈ સિક્યુરીટી વોચમેનને આપી તે અંદર પ્રવેશી. કાયમ તે બહાર ફરીને આવતી ત્યારે એની મમ્મીનાં મનપસંદ ગાયક સુરેશ વાડકરનાં મરાઠી ગીતો કે સાવ જૂનાં લતા તાઈનાં હિન્દી ગીતો વાગતાં હોય અને રસોડાની દિશાએથી મનભાવન વાનગીઓની સોડમ આવતી હોય. આજે તો લિવિંગ રુમની બધી લાઈટો પણ નહોતી ચાલું. અંધારિયો લાગતો હતો એને એ દિવાનખંડ.

પોર્ચમાં પાપાની ગાડી ઊભી હતી. જે તેણે નોંધ્યું હતું. તેણે સીધું જ પાપાનાં કમરા તરફ ચાલ્યું પણ અંદર જઈ જોયું તો એવો ત્યાં નહોતા. “પાપા કદાચ સ્ટડીમાં હશે.” શ્વેતાએ સ્વગત ઉચ્ચાર્યું.

વિનાયક એનાં કારોબારનો અસબાબ અને કોમ્પ્યુટર; બીજા વ્યવસાયિક વ્યવહારમાં કામ લાગતાં સાધનો રાખેલ ઓફિસમાં અમુક પુસ્તકો લાદેલ નાની લાઈબ્રેરી પણ રાખી હતી.

ધ્વની અવરોધક ઢબથી બનાવેલ ઉંચા અને લાંબા હેન્ડલવાળા દરવાજાને ખોલીને શ્વેતા એના પાપાનાં સ્ટડી રુમમાં પ્રવેશવા ગઈ પણ એનો પગ ત્યાંજ રોકાઈ ગયો. એ અંદર ન જઈ શકી. એણે પાપા સાથે ૨૪x૨૦ એલ.ઈ.ડી સ્ક્રીન પર વિડિઓ ચેટ કરતી એક સ્ત્રી જોઈ. વિનાયકની પીઠ શ્વેતા તરફ હતી. વળી એમણે કોર્ડલેસ હેડફોન કાન પર લગાવી રાખ્યું હતું. સામેથી વ્યક્તિ શું બોલે છે એ સાંભળી નહોતી શકતી શ્વેતા. પણ એ સ્ત્રીને સ્પસ્ટપણે જોઈ શકતી હતી.

ઊભું ઓળેલ ફ્રેન્ચરોલ હેરસ્ટાઈલ, સોનેરી ચશ્માં અને દાંડી પર સોનેરી દોરી લટકતી હતી. મરુન રંગનું પોલો કોલર ટોપ અને નીલેન્થ લિનન સ્કર્ટ પહેર્યું હતું. ટોપની ડાબીબાજુએ “વી.બી” અક્ષરવાળું સોનેરી અને દૂરથી પણ ચળાકાટ દેખાય એવું ડાયમંડ બ્રોચ લગાવ્યું હતું.

આવું જ બ્રોચ એણે મમ્મી પાસે પણ જોયું હતું પણ એ એમણે ક્યારેય પહેર્યું જ નહોતું. શ્વેતાનો જન્મ ચાંદીના પાયે જ થયો હતો એણે મમ્મીને માલેગાવમાં પહેરતી નવવારીમાં તો નહોતી જોઈ પણ કાયમ કોટન કે સિલ્કની કડક પાટલીવાળી સાડીમાં જ જોઈ હતી.

સાઉન્ડપ્રુફ કમરાનો દરવાજો અધ્ધખુલ્લો હતો. શ્વેતા બંગલામાં અંદર આવી એવામાં તરત જ એના ત્રણેય કૂતરાઓ પાછળ આવ્યા હતા. જેમનાં ભસવાનો અવાજ ભારદ્વાજને આવ્યો અને એમણે ગરદન ફેરવીને જોયું તો શ્વેતા દરવાજાનો હાથો મજબૂતાઈથી પકડીને ઊભી હતી.

“રોહિણી હું પછી વાત કરું. બાય ફોર નાઉ.” ઝડપથી બોલતા વિનાયક ભારદ્વાજ હેડફોન માથા પરથી ઉતારી રિવોલ્વિંગ ખુરશીને શ્વેતા તરફ ગુમાવી.

“પાપા હૂ ઈઝ શી?” શ્વેતાએ દરવાજાનો હાથો મૂકી એક ડગલું આગળ ચાલીને પૂછ્યું.

ચહેરાના ભાવ સ્થિર કરી વિનાયક બોલ્યા, “આ રોહિણી છે.”

શ્વેતાની પકડ મૂકાતાં દરવાજો જડબેસલાટ બંધ થઈ ગયો હતો. શ્વેતાને બાજુની ખુરશી પર બેસાડીને વિનાયકે બોલવાનું ચાલુ રાખ્યું. “તારા પ્રશ્નનો જવાબ મારે આપવો જ હતો સવારે પણ શબ્દો અને હકીકત કહેવાની હિમ્મત એકઠી ન કરી શક્યો અને મારા રુમમાં પુરાઈ ગયો.”

શ્વેતા હાથમાં રહેલ શોપિંગ બેગસ એક કોર રાખી પોતે સંપૂર્ણરીતે સ્વસ્થ છે પિતાની વાત સાંભળવા માટે એવું જતાવ્યું. “શારજહાંથી વધુ ધન કમાવવાના ઓરતા સેવીને હું અને નિર્મલ કેન્યા ગયા..” વિનાયકે અતથી ઈતિ વાત ટૂંકમાં કહી; પોતાની પુત્રી પુખ્ત છે અને સંજોગોની વાસ્તવિકતા સમજશે એ આશાએ.

શ્વેતા એનાં પાપા સાથે મુક્ત મને થયેલ વાત પછી સ્ટડીરુમમાંથી બહાર નીકળીને એનાં કમરામાં ગઈ. શુબાન ઘરે આવી ગયો કે હજુ બહાર જ છે એ તપાસ કરવાની કે જમવાની પણ એને સુધ નહોતી રહી. પોતાનાં બિછાના પર શરીર લંબાવ્યું. એની નજર ડેસ્ક પર પડેલ એનાં આઈપેડ પર પડી. એ કોણીનો સહારો લઈ બેઠી થઈ અને એનું આઈપેડ હાથમાં લીધું. સ્વીચઓન કરી નેટ ચાલુ કર્યું.

જરાવારમાં જાતજાતનાં ફેસબુક, વ્હોટસેપ અને ઈમેઈલ્સનાં નોટિફિકેશન્સ આઈપેડનાં સ્ક્રીન પર છવાઈ ગયા. એ બધી જ બાબતોને ડિક્લેન કરી ફેસબુક પર આવેલ આર્યન પંડિતની ફ્રેન્ડસ રિક્વેસ્ટ સ્વીકારી.

શ્વેતા એના બાથરુમમાં ફ્રેશ થવા ગઈ. બહાર આવીને જોયું તો પલંગ પર પડેલ આઈપેડમાં આર્યનનાં ઘણાં મેસેજ પડ્યા હતા. બંન્ને વચ્ચે અસ્લંખ્લિત વાતોનો દોર ચાલ્યો. અનેક મિત્રોની ઓળખાણ નીકળી. પરસ્પર શોખનાં વિષયોની આપ-લે થઈ.

વાતવાતમાં આર્યનને પૂછ્યું, “નેક્સ્ટ વીક મારા ફ્રેન્ડસનું એક ગૃપ ઈન્ડિયા ટૂર માટે આવે છે. વૂડ યુ એન્ડ સીમા લાઈક ટૂ જોઈન અસ?”

શ્વેતા તો જાણે આર્યનનાં વ્યક્તિત્વની આભામાં તણાંતી હોય એમ એની સાથે વાતોમાં પરોવાઈને પોતાનાં જીવનમાં બનેલી બીનાઓ વિસરી ગઈ હતી. શ્વેતા સીમને પૂછીને જાણ કરશે એવું કહી બીજી અલારમલાર વાતો આદરી.

શ્વેતાએ નવદંપતિ મિત્ર પોલ અને શિખાનાં સમાચાર પૂછ્યા, “ન્યૂલી મેરિડ કપલ ક્યાં ફરવા ગયું છે?”

આર્યનઃ “ઓહ ધે આર ફાઈન! કાલે જ ફોન હતો પોલનો. કમીંગ બેક ટૂ મુંબઈ.”

શ્વેતાએ લાઈક સિમ્બોલ મૂક્યું.

“મેક્સિકોમાં રીશેપ્શન પછી અમે એમને ડિસ્ટર્બ કર્યા જ નથી. હવે મળશે પછી પૂછીશું કે ક્યાં હનિમૂન માટે જઈ આવ્યા!” આંખ મિચકવતા સ્માઈલી ઈમોશન્સ સાથે આર્યને જવાબ આપ્યો.

શ્વેતાઃ “ધેટ્સ ગ્રેટ!” એમને પણ મળવાની ઈચ્છા વ્યક્ત કરી શ્વેતાએ.

અઈપેડને અજવાળે શ્વેતાનો શયનકક્ષ ઝળહળી રહ્યો હતો. શ્વેતાની આંખો ભારી થવા આવી. એણે ઓફલાઈન થવા કહ્યું. આર્યનના ટેબ્લેટની બેટરી પણ પૂરી થવા આવી હતી.

બંન્ને એ એકબીજાને “ગુડ નાઈટ” કહ્યું.

આર્યનના ફેસબુકનાં પ્રોફાઈલ પીકચરને જોતી શ્વતાને ક્યારે ઊંઘ આવી ગઈ ખ્યાલ જ ન રહ્યો.

વિનાયક પોતાના વ્યવસાયિક પળોજણમાં સારા એવા ખૂપી ગયા હતા. શુબાન પણ એમને સાથ આપવામાં વ્યસ્ત થયો. માના ગયા પછી શ્વેતા પર ઘરપરિવાર સાચવવાની વણકહી જવબદારી આવી ગઈ હતી. શ્વેતા તે બખૂબી નિભાવવા લાગી.

નિતાંત વહેતી નદીમાં જાણે એકાદ ફેંકાઈને આવેલ દળદાર પત્થરે અનેક વમળ તરંગો રચ્યાં હોય અને પછી જરાવાર એ નિર થંભ્યું હોય ત્યાં ફરી એવી પરિસ્થિતિ સર્જાઈ કે જેણે આખી સરીતાનું વહેણ જ બદલી નાખ્યું.

વિમલ ભારદ્વાજ જે ફોનની રાહ જ જોતા હતા એ એમનાં આફ્રિકન સીમનાં નંબર પ આંક +૬૨૮૯૬૭.. ઝળક્યો.

“ડેડા, સલોની હિયર.” સોફ્ટ અને સ્પસ્ટ અવાજ વિમલ ભારદ્વાજનાં આઈફોન સીક્સમાં કૂમળો લગ્યો પિતાને.

“અરે વાહ, ગુડ ટૂ હેવ યોર વોઈસ આફ્ટર લોંગ ટાઈમ બેટા!” સલોનીના અવાજ સાથે તેનો ભાતીગળ ભારતીય લાગતો ચહેરો આંખો સામે તરવર્યો. સલોની અને સોનિયા સહોદર હતી પણ એ બંન્નેનાં પિતા નોખા હતા એ વાસ્તવિકતાથી બંન્ને બહેનો અજાણ હતી. સલોની અદ્દલ એનાં જનક વિમલ ભારદ્વાજ જેવી લાગતી હતી. ટેવો અને સ્વભાવ પણ બાપ સમાણાં જ હતા તેનાં. સાહસી અને લડાયકવૃત્તિ એનામાં ભારોભાર હતી. જ્યારે સોનિયા નખશિખ રુપાળી અને શાંત સ્વભાવની ભણેશરી હતી.

વિમલ એક પિતા તરીકે બંન્ને દિકરીઓને સ્વભાવગત પિછાણતા હતા જેથી કોની સાથે કઈરીતે વર્તવું એ યોગ્યરીતે જાણતા હતા.

“ડેડા, હું ટૂર પર છું એટલે ફોન ન કરી શકી. સોરી!” કાલીઘેલી થતી પિતાને કહ્યું સલોનીએ.

“આઈમ એન્જોઈંગ વીથ ફ્રેન્ડસ.” સલોની ખુશ હોય એમ બોલતી હતી.

“ઔકે, ઝૂરી” સ્વાહિલી ભાષામાં શાબાશી આપી વિમલે.

“અત્યારે અમે બાલીમાં છીએ. ઈટ્સ બ્યુટિફુલ સી-સોર હિયર. અહીં અન્ડર્વોટર ડાઈંગ અને પેરાગ્લાઈડિગ કર્યું. તમને વિડિયોઝ બતાવીશ.” બાપ-દિકરી અંગ્રેજી અને સ્વાહિલિમાં જ વાતચીત કરતા હતા કેમ કે સલોનીને ભારત દેશ સાથે આજ સુધી કોઈ જ ઘરોબો નહોતો.

“ઓકે ઓકે.. ક્યારે આવે છે મુંબઈ?” ભારદ્વાજે પ્રેમથી પૂછ્યું.

ઈન્ડિયામાં મુંબઈના જ કોઈ મિ. પંડિત એમના ગૃપમાં કોમન ફ્રેન્ડ છે એમણે ભારતમાં ૧૫-૨૦ દિવસના પ્રવાસની અને રહેવા અને ઉતરવાની વ્યવસ્થા કરી છે એવું જણાવ્યું સલોનીએ.

“વોન્ટ ટૂ મિટ યુ, ડેડા! કમિંગ સૂન.” નિખાલસપણે સલોનીએ મળવાની ઈચ્છા જતાવી.

એ આગળના પ્રવાસની બધી યોજનાઓ હમણાં જ ઈમેઈલ કરે છે એવું કહી ફોન પૂરો કર્યો.

એક મોડી બપોરે બોમ્બેનાં શિવાજી ઈન્ટરનેશન એરપોર્ટ ટર્મિનલ પર શિંગાપોર ફ્લાઈટ વાયા ચેન્નઈ ઉતર્યું એ એલાન થયું. રંગબેરંગી પતંગિયા જેવા લાગતા યૈવનથી થનગનતા મિત્રોનું ટોળું આર્યનને જોતાં જ એની પાસે ધસી આવ્યું.
ક્રમશ:
— કુંજલ છાયા