Rahasy - 2 in Gujarati Short Stories by Prasil Kapadiya books and stories PDF | રહસ્ય ( ભાગ-2 )

Featured Books
Categories
Share

રહસ્ય ( ભાગ-2 )

“રહસ્ય”

( ભાગ - 2 )

  • પ્રસિલ કાપડીયા
  • COPYRIGHTS

    This book is copyrighted content of the concerned author as well as Matrubharti .

    Matrubharti has exclusive digital publishing rights of this book.

    Any illegal copies in physical or digital format are strictly prohibited.

    Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

    લેખક પરિચય

    મારું નામ પ્રસિલ કાપડીયા છે. હું અંકલેશ્વરનો રેહવાસી છું. હું હાલમાં સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ( SVNIT ), સૂરત માં એન્જિનિયરીંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું.

    મને STORY વાંચવાનો અને CLASSICAL સંગીતનો ઘણો શોખ છે અને આ મારી STORY લખવાનો આ પહેલો પ્રયત્ન છે.

    આ STORYના રિવ્યુઝ અને ફીડબેક આપવાનું ભૂલશો નહિ.

    MOBILE :

    8460653664 ( WHATS APP)

    MAIL:

    prashilkapadiya44@gmail.com

    FACEBOOK:

    www.facebook.com/prasil.kapadiya

    રહસ્ય ( ભાગ -૨ )

    આગળના રહસ્ય ભાગ-1 માં જણાવ્યા મુજબ..... ,

    પૃથ્વી અને સનાયા વેરાવળ જવાની યાત્રા શરૂ કરે છે પણ તેમને ખબર પડે છે કે એ લોકો જે ગામમાં જવાના હતા તે ગામના સરપંચનું મૃત્યુ થાય છે. અને દીવાલ પર આજ વાક્ય લખ્યું હોય છે : “તમે પાપ કર્યું છે તો પાપની સજા તો મળશે જ.” છતાં પણ તેઓ ડર્યા વગર પોતાની મુસાફરી આગળ શરૂ જ રાખે છે. તેઓ વેરાવળ પહોચે છે અને ત્યાં ચંપક અને રેવતી નું ઘર શોધી નાખે છે. તેના ઘરની પાછળ જ કબ્રસ્તાન હોય છે. તે દંપતી ના ઘર માં કંઇક સબૂત શોધવાની કોશિશ કરે છે પણ કઈજ મળતું નથી. અને રાત નો સમય થઇ ગયો હોવાથી તેઓ ત્યાં તે ગામમાં જ રોકાય જવાનો નિર્ણય કરે છે.

    ************************************************

    તેઓ તે રાતે રાતવાસો કરવા માટે ચંપકના ઘરની બાજુમાં ધરમશાળા હોય છે ત્યાંજ રોકાય છે. ત્યાં ઘણી વાર સુધી તો તે બંને પોતાના જીવન ની અને તેમના જીવનમાં આવેલ ઉતાર-ચઢાવની વાતો કરે છે. ત્યાં વાત કરતા કરતા પૃથ્વી કહે છે : “ મારા કુટુંબમાં હું અને મારી મા જ છે. પણ મારું મારી મા સાથે કયારેય બન્યું નહોતું. પણ એક વર્ષ પહેલા મારું latest painting નું exhibition હતું. એ exhibition માં મેં મારી માને આવવા માટે invitation આપ્યું હતું. અને તે હમેંશાની જેમ જ તેના કોઈ આંદોલનમાં જ વ્યસ્ત રહી. અને તે નહિ જ આવી. ત્યારબાદ મારી મા એ મને ફોન પણ ના કર્યો એટલે મેં પણ ત્યારબાદ કોઈ દિવસ એને ફોન નથી કર્યો. તેણે મારા જીવનનો મારો પહેલો exhibition પણ વ્યર્થ સમજ્યો અને તે નહિ જ આવી એટલે હું ખુબજ હતાશ થઇ ગયો હતો.” અને વાત કરતા કરતા ઘણું મોડું થઇ જતા સનાયા સુઈ જાય છે. અને ત્યારબાદ પૃથ્વી પણ સુઈ જાય છે. પછી અડધી રાતે લગભગ અઢી વાગ્યા જેવું સનાયાને ફરી કોઈ અદ્રશ્ય શક્તિ તેને બૂમ પાડી રહી છે એવું સંભળાય છે એટલે તે ઉઠે છે અને ત્યાં તેને કોઈ પડછાયો રૂમની બહાર દેખાય છે. તે પહેલા તો ગભરાય જાય છે પરંતુ હિમંત કરી તે એ પડછાયાનો પીછો કરે છે અને પાછળ કબ્રસ્તાનમાં પીછો કરતા કરતા પહોંચી જાય છે. અચાનક જ એક ખાડા પાસે પહોંચે છે અને તે પડછાયો ગાયબ થઇ જાય છે. તે પડછાયાને શોધે છે પણ તે ન જડતા પળવારમાં જ તેને કોઈ અદ્રશ્ય શક્તિ ધક્કો મારે છે અને તે એ ખાડામાં પડી જાય છે. અને એ અદ્રશ્ય શક્તિ તે ખાડો પૂરવા લાગે છે અને માત્ર બે જ સેકન્ડમાં એ ખાડો પૂરાય જાય છે. ત્યાં અચાનક પૃથ્વીની આંખ ખૂલે છે અને તેને સનાયા ના દેખાતા તે એને બધે શોધી વળે છે તો પણ સનાયા ના દેખાતા તે ગભરાય જાય છે. અને શોધતા શોધતા તે રૂમની બહારની અગાસીમાં પહોંચી જાય છે તો તે કબ્રસ્તાનમાં સનાયાને કોઈ કબરની પાસે બેઠેલી જુએ છે અને દોડતો દોડતો તેની પાસે પહોંચી જાય છે.

    ત્યાં પૃથ્વી સનાયાને પ્રશ્ન પૂછે છે : “ તું અડધી રાત્રે અહીં કેવી રીતે આવી ? તું અહીં શું કરી રહી છે ? અને આ રીતે અહીં આ કબરની બાજુમાં શું કરે છે ?” પછી સનાયા એને કહે છે : “ મને આ રહસ્યની જાણ થઇ ગઈ છે.” અને તે કહે છે : “ તારી મા એ મને બધી હકીકત જણાવી દીધી છે.” અને પૃથ્વી આશ્ચર્ય સાથે પૂછે છે : “ મારી મા એ ! કઈ રીતે ?” “હું ( સનાયા ) બધું કહું છું તને” સનાયા કહે છે. ત્યારબાદ તે ફરી પૃથ્વીને કહે છે “ તે મને ગઈરાતે જ કહ્યું હતું કે એક વર્ષ પહેલા તારી મા કોઈ આંદોલન ને કારણે તારા exhibitionમાં નહોતી આવી. તને એ ખબર છે કે એ કયા આંદોલન માં હતી અને તારી મા ને શું થયું ? તે એ જાણવાનો પણ પ્રયત્ન ના કર્યો !????

    હું કહું છું તને : “1 વર્ષ પહેલા તારી મા અહીં આ જ ગામમાં ‘બેટી બચાવો’ નું આંદોલન કરી રહી હતી.પણ આ વેરાવળ ગામમાં આજ સમયે ચંપક અને રેવતીને ત્યાં બાળકીનો જન્મ થાય છે. પણ આ ગામના લોકો અશિક્ષિત અને અંધશ્રદ્ધાઓથી ઘેરાયેલા હોવાને કારણે તે ગામનો સરપંચ જેમ કહે તેમ જ કરતા. જયારે પણ આ ગામમાં બાળકીનો જન્મ થાય એટલે સરપંચ જન્મેલી બાળકીના માતા-પિતાને તે માસૂમ બાળકીના ખિલાફ ભડકાવતો. અને કહેતો કે “ બેટીને મારી નાખો. એ તો એક જાતનો બોજ જ છે. જો તમે તેને મારશો નહીં તો આગળ જતા તેનો ભણવાનો ખર્ચો, કપડાનો ખર્ચો તો ખરો જ પણ તેની સાથે સાથે તેના શૃંગારનો ખર્ચો અને આવા કેટ-કેટલા નકામા ખર્ચા તમારે સહન કરવા પડશે. બધા કરતા વિશેષ જયારે તેના લગ્ન કરતી વખતે થતો દહેજનો ખર્ચ તો અલગ જ.” આમ કહી એ સરપંચ બેટીને મારી નાખવા લોકોને ભડકાવતો હતો. આ જ વસ્તુ સરપંચે ચંપક અને રેવતીને કહી. આ વાતની જાણ તારી મા ને (પૃથ્વી ની મા) થાય છે. તે સમયગાળા દરમિયાન મારો બોયફ્રેન્ડ સમર પણ આજ ગામમાં હોય છે. અને તારી મા અને સમરનો મિલાપ થાય છે. અને તારી મા ને સમર એક ફોટોગ્રાફર છે એમ જાણ થતા તે સમરની મદદ લે છે. જયારે ચંપક અને રેવતી તેમની જન્મેલી બાળકીને તલવારથી મારી નાખે છે ત્યારે છૂપી રીતે સમર આ બધા ફોટોગ્રાફસ capture કરી લે છે. પણ રૂપિયા નો ભૂખ્યો સમર તારી મા ને દગો દઈને સરપંચને blackmail કરે છે. અને સરપંચ પાસેથી તેને જોઈએ એટલા રૂપિયા પડાવી લે છે. આ વાતની જાણ તારી મા ને થતા તે ત્યાં જાય છે અને પોલીસને બધું કહી દેવાની ધમકી આપે છે. અને પેલો ઠગાવ સરપંચ અને રૂપિયાનો ભૂખ્યો સમર તારી મા ને તલવારથી મારી નાખે છે. અને તારી મા ની લાશ અહીં આજ કબ્રસ્તાન માં ડાટી દે છે.” પૃથ્વી આ વાત સાંભળી ખૂબ જ રડે છે. અને ત્યાં જ તેની નજર કબર પરની તખ્તી પર પડે છે કે જ્યાં તેની મા નું નામ લખ્યું હોય છે. ત્યાં એ કબર ને અડકી તે ખૂબજ રડે છે અને પશ્તાય છે : “ મેં મારી મા ને હમેંશા ખોટી જ સમજી છે.” પછી સનાયા પૃથ્વીને ત્યાંથી લઇ જાય છે. અને રસ્તા પર ચાલતા ચાલતા પૃથ્વી સનાયાને કહે છે : “ 1 મિનીટ ! આ સમગ્ર ઘટના સાથે હું તો involve છું એ તો સમજાયું પણ આ આખી ઘટના નો તારી સાથે શું સંબંધ ? મારી મા મને નહિ પણ તને જ કેમ દેખાય છે ??” સનાયા કહે છે : “ એ તો મને નથી ખબર. પણ આ ઘટના માં હું કઈ રીતે involve છું એ તો સમર ને જ ખબર હશે. અને એ જાણવા એને અહીં આવવું જ પડશે. પણ એ નહીં જ આવે. કઈ પણ કરી આપણે જ એને અહી બોલાવવો પડશે.”

    બંને ખૂબજ વિચારે છે કે તેને કઈ રીતે અહીં આ વેરાવળ ગામમાં બોલાવીએ. અચાનક પૃથ્વીને idea આવે છે. તે સંજનાને કહે છે : “ તું તો ખૂબજ પ્રસિદ્ધ મોડેલ છે. મિડિયાવાળા તો તારી આજુબાજુ ફરતા હશે. તું કોઈ વિશ્વાસપાત્ર ચેનલ ને કોલ કર અને એમને અહીં બોલાવી આપણે તારા ખોટા મૃત્યુની ખબર વાયરલ કરીએ.” અને ત્રીજે જ દિવસે આ ન્યુઝ સમગ્ર દેશમાં વાયરલ થઇ જાય છે. આ વાત જેવી સમરને ખબર પડે છે તેવો જ ઘડી ના ચોથા ભાગમાં સમર વેરાવળ ગામમાં આવી પહોંચે છે. અને તે સનાયા અને પૃથ્વી જ્યાં રોકાયા હોય છે ત્યાં પહોચે છે. અને તે ત્યાં પૃથ્વી અને સનાયાને સાથે બેસી ગપ્પા મારતા જોયને તે આશ્ચર્ય પામી જાય છે. અને સનાયાને ભેટી પડે છે. અને કહે છે : “ તું જીવે છે ? છોડ એ બધું. શું થયું હતું તને ? તું સારી તો છે ને ? તું અઠવાડિયાથી મારા કોલ કેમ રિસીવ નથી કરતી.” પણ સનાયા સમરને અટકાવતા તેને સવાલ પૂછે છે : “ પેલા ફોટોગ્રાફસ ક્યાં છે ?” સમર પૂછે છે : “ કયા ફોટોગ્રાફસ ?” ત્યારે સનાયા સમરને કહે છે : “ મને તે અને સરપંચે ઘડેલા ષડ્યંત્રની જાણ થઇ ગઈ છે. સમાજને સાચું માર્ગદર્શન આપવા માટે આવા લોકો નો ચહેરો સમાજ સામે આવવો જરૂરી હતો પણ તે બધા ફોટોગ્રાફ ન્યુઝપેપર અને ટીવી માં આપવાની જગ્યાએ તે પેલા ઠગ સરપંચની સાથે રૂપિયાનો સોદો કર્યો.” તે સમરને વિનંતી કરે છે : “ મને તે ફોટોગ્રાફસ આપ.” પણ સમર ના જ કહે છે. સનાયાને કોઈ રસ્તો ના જડતા તે પોલીસમાં જવાની ધમકી આપે છે. પોલીસની ધમકી આપતા જ ડર નો માર્યો સમર ફોટોગ્રાફસ આપવા તૈયાર થઇ જાય છે. માત્ર સમર અને સરપંચ જ જાણતા હોય છે કે ફોટોગ્રાફસ ચંપક અને રેવતીના ઘરે સંતાડ્યા હોય છે. તેથી તે સનાયા અને પૃથ્વીને તેની સાથે તે દંપતીના ઘરે લઇ જાય છે. તે રસોડામાં રાખેલ માટલામાં સંતાડેલ પ્લાસ્ટિકની બેગ કાઢે છે. આ બેગ તે સનાયાને આપે છે અને સનાયા ખોલીને જુએ છે તો તેમાં સમરે પાડેલા ફોટોગ્રાફ્સ હોય છે. સમર સનાયાને કહે છે : “ આ બધું તારા કારણે જ થયું છે. મારી પાસે રૂપિયા નહોતા એટલે જ તે મારી સાથે breakup કર્યું હતું. તે સમયે મને તારી વગર ચાલે તેમ નહોતું. અને તે સમયે તને મારી life માં પાછી લાવવા માટે મારી પાસે આ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. આ જે કંઈ પણ થયું છે તે તારા કારણે જ થયું છે." સનાયાને એવો અનુભવ થાય છે : “આ બધું માત્ર મારી લાલચને કારણે જ થયું છે. હું મારી ભૂલ સુધારીશ અને આ ફોટોગ્રાફ્સ પ્રેસ સુધી પહોંચાડીશ. આજથી તારો અને મારો કોઈજ સંબંધ નથી.”

    સનાયા અને પૃથ્વી એ ફોટોગ્રાફસ લઇને નીકળવાના જ હોય છે કે સમર ત્યાં પડેલ એક લોખંડ નાં દંડા વડે પૃથ્વી પર પ્રહાર કરે છે અને પૃથ્વી ત્યાંજ બેહોશ થઇ જાય છે. અને સમર તે જ ઘડીએ સનાયાને પણ મારવાનો પ્રયત્ન કરે છે પણ અચાનક ત્યાં અદ્રશ્યશક્તિ ( પૃથ્વીની મા ) ફરી આવે છે. અને સનાયાને સમરના હુમલાથી બચાવે છે. અને સમર પર તલવારના ઘા કરી તેને મોંત ના કુવે ધકેલી દે છે અને બોલે છે : “તમે પાપ કર્યું છે તો પાપની સજા તો મળશે જ.” પૃથ્વી અને સનાયાના શરીર પરના ઘા દૂર કરી એ અદ્રશ્યશક્તિ કાયમ માટે જ અદ્રશ્ય થઇ જાય છે.

    પૃથ્વી અને સનાયા તે ફોટા પ્રેસમાં પબ્લીશ કરવા આપી દે છે. અને હકીકત બધાની સામે આવી જાય છે.

    સનાયાને અનુભવ થાય છે : “જીવનમાં આપણી લાલચ બીજાને ભારે પડે છે. બુરાઈ મારામાં જ હતી અને હું બીજા લોકોમાં બુરાઈ શોધતી હતી.”

    સંત કબીરે સાચું જ કહ્યું છે :

    “बुरा जो देखन मैं चला

    बुरा न मिलिया कोय |

    जो मन खोजा अपना

    तो मुझसा बुरा न कोय ||”

    આ બધી ઘટના થઇ રહી હતી તે સમય દરમિયાન પૃથ્વી સનાયાને પસંદ કરવા લાગ્યો હતો. અને તે સનાયાને આ વાત કરવામાં સહેજ પણ વિલંબ કરતો નથી. સનાયા પણ તેને થોડા સમય બાદ પસંદ કરવા લાગે છે. પૃથ્વી અને સનાયા આખરે લગ્ન કરી દે છે અને આજે સુખી જીવન વિતાવી રહ્યા છે.

    સનાયા મોડેલીંગ છોડી દે છે અને ફિલોસોફર બની જાય છે. અને પૃથ્વી પણ તેની મા ના અધૂરા કામ ને આગળ વધારે છે. ત્યારબાદ પૃથ્વી અને સનાયા લોકોને “બેટી બચાવો , બેટી બોજરૂપ નથી” ના પાઠ ભણાવે છે અને “બેટી બચાવો” અભિયાન ચલાવે છે. અને સમાજકલ્યાણના કામ કરે છે....

    આ STORYના રિવ્યુઝ અને ફીડબેક આપવાનું ભૂલશો નહિ. તથા લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહિ.