Coffee House - 4 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - પાર્ટ ૪

Featured Books
Categories
Share

કોફી હાઉસ - પાર્ટ ૪

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 4

બીજે દિવસે નક્કી થયા મુજબ આખુ ગૃપ શાર્પ ૬.૦૦ વાગ્યે કોફીહાઉસમાં આવી ગયુ. બધા આજે ખુબ જ ઉત્સુક હતા.તેમા પણ ખાસ કોલેજીયન ગૃપને બધુ જાણી લેવાની ખુબ તાલાવેલી હતી. થોડી જ વારમાં ગ્રાહકોને ન્યાય આપી પ્રવિણભાઇ ગૃપ સાથે આવી ગયા પણ આજે કોફીહાઉસમાં ખુબ જ ભીડ હતી. માટે આજે બધાએ લાખોટા તળાવ જઇ આરામથી ત્યાં બેસી વાત કરવાનુ નક્કી કર્યુ. પ્રવીણભાઇએ મેનેજરને બધુ સમજાવી અને બધા સાથે લાખોટા જવા નીકળી ગયાં. તળાવની પાળે બધા મંડલાકારે બેસી ગયા, જાણે ગોળમેજી પરિષદ ભરાઇ અહી તો. બધા લોકો પ્રવીણભાઇ સામે જોઇ રહ્યા કે ક્યારે તેમના મુખેથી તેમની પ્રેમકથા નીકળે!!

પ્રવીણભાઇએ આંખોને બંધ કરી પોતાની વાત શરૂ કરી જાણે બંધ આંખે તે બધુ જોઇ ન રહ્યા હોય. “બે-ત્રણ દિવસ તો કુંજનને અમારા ગૃપ સાથે ટ્યુનીંગ આવતા થયા, ત્યાર બાદ તે સંપુર્ણ મારા ગૃપમા ભળી ગઇ હતી અને ખાસ મારી સાથે. તે મારી સાથે લાઇબ્રેરીમાં વાંચન માટે આવતી અને ક્લાસમાં પણ અમે બન્ને સાથે એક જ બેન્ચ પર બેસતા. આખી કોલેજ મારા પર જલન અનુભવતી પણ આપણે શું? આપણે રહ્યા બીન્દાસ માણસ, કુંજન સાથે મસ્તીથી ફરવાનુ અને કોલેજના દિવસો એન્જોય કરવાના. એક વખત તે મેઇન ગેઇટમા પ્રવેશી કે એક તોફાની સ્ટુડન્ટ રોમીલે તેને જોઇને સીટી મારી. તેણે ધ્યાન ન આપ્યુ અને ત્યાંથી આગળ જવા નીકળી ત્યાં રોમીલે તેનો હાથ પકડી બોલ્યો , “ઓહ મિસ ઇન્ડિયા , ક્યારેક અમને પણ કેન્ટિનમા કંપની આપો, ચા-કોફી અને જો આગળ ઇચ્છા હોય તો બીજુ પણ કંઇક પીવડાવીશ” કહેતા તેણે આંખ મારી . “કુંજન બોલવાની દ્રષ્ટીએ બહુ ફાસ્ટ પણ તે દિવસે અચાનક રોમીલની આવી હરકત થતા તે ગભરાઇ ગઇ અને રોમીલનો હાથ છોડાવી ત્યાંથી નીકળી અને અમારુ ગૃપ જ્યાં બેઠુ હતુ ત્યાં આવી ચુપચાપ બેસી ગઇ. મે તેને હાય-હેલ્લો કહ્યુ પણ તેનો રીસ્પોન્સ એકદમ ફિક્કો હતો. મને થયુ કે નક્કી કાંઇક પ્રોબ્લેમ છે. લેક્ચરનો સમય થતા બધા લેક્ચરમાં જવા નીકળ્યા. મે બધાને જવા કહ્યુ અને કુંજનનો હાથ પકડી તેને રોકાઇ જવા કહ્યુ. “કુંજ , કેમ આજે કાંઇ બોલતી નથી? ઇઝ એવરીથીંગ ઓકે?” “હા, એવરીથીંગ ઇઝ ફાઇન પ્રેય, લેટ્સ ગો ટુ ધ લેક્ચર.” “આ તારો જવાબ મારે ગળે ઉતરતો નથી કુંજ. એક કામ કરીએ ચલ આપણે પેલા કોફીહાઉસમાં જઇએ જ્યાં આપણે પહેલી વખત મળ્યા હતા. તેણે હા તો કહી નહી પણ હું તેનો હાથ પકડી તેને કોફી માટે લઇ ગયો. ત્યાં જઇ કોફીનો ઓર્ડર આપ્યા બાદ મે તેનો હાથ પકડી કહ્યુ , “કુંજ વૉટ હેપ્પન? આજે તું આવી ત્યારથી હું જોઉ છું કે તુ બહુ ડરી ડરી છે. દરરોજ ચહેકતી અને ખીલતી કોયલ આજે ક્યાં છુપાઇ ગઇ છે?” મે જરા તેને હસાવવાનો પ્રયત્ન કર્યો. કુંજને સ્માઇલ આપી મારી વાત પર ત્યાં કોફી આવી અને કોફી પીતા પીતા મે કહ્યુ જો તારે જે પ્રોબ્લેમ હોય તે કહી દે મને, નહી તો આ આજની લાસ્ટ કોફી છે, આજ પછીથી આપણા બન્નેની ફ્રેન્ડશીપ ખત્મ.” બનાવટી ગુસ્સો કરી કુંજન સામે બોલ્યો. “પ્રેય આમ ન બોલ, તું જ આમ કહીશ તો હું એકલી પડી જઇશ આ કોલેજમાં. મે માર્ક કર્યુ છે કે તમારા ગૃપમાં જે સારી બાબતો અને સંસ્કારો છે તે બીજા કોઇ ગૃપમાં નથી. એટલે એમ ન બોલજે પ્લીઝ કે ફ્રેન્ડશીપ ખત્મ.” આટલુ બોલતા તો તેની આંખમાંથી આંસુ ટપકી પડતુ મે જોયુ. તેના આંસુ જોતા જ મને હ્રદયમાં શું થવા લાગ્યુ તે સમજાયુ નહી અને તેનુ એ મોતી સરીખુ આંસુ નીચે પડે તે પહેલા તેને મે મારી હથેળીમાં જીલી લીધુ.

“કુંજ આ આંસુને નયનમાં જ રહેવા દે.સ્ત્રીના નયનની શોભા છે આંસુ, તેને છલકવા ન દે અને મને બતાવ આ આંસુનું કારણ. તે કારણને તો જડમૂળથી દૂર કરુ નહી તો મારુ નામ પ્રવીણ નહી. કુંજને બધી વાત મને કરી. મને રોમીલ પર ખુબ ગુસ્સો આવ્યો. તે જ ઘડીએ કુંજનો હાથ પકડી કોલેજ લઇ ગયો અને જોયુ કે રોમીલ હજુ ત્યાં મેઇન ગેઇટ પર જ બાઇક પર આડો પડી મસ્તી કરતો હતો.

રોમીલે મને અને કુંજનને સાથે જોયા એટલે સમજી ગયો કે મને બધી ખબર પડી ગઇ છે. “આવ પ્રવીણ આવ, શું છે બોલ? આજે કેમ મને મળવા આવવું પડ્યુ કે પછી આ તારી સાથે રહેલી મીસ ઇન્ડિયાની ઓળખ કરાવવા આયો છે તું?”

“તારી હિમ્મત કેમ થઇ તેનો હાથ પકડી તેને છેડવાની?” મારી અંદર સાગર ઘુઘવતો હતો.કુંજન પણ મને લાગ્યુ કે મારા અવાજથી ડરવા લાગી હતી. “અરે પ્રવીણ, જરા સમજવાની કોશિષ કર. કોઇ સારી પેઇન્ટીંગ હોય તો બધા તેના વખાણ કરવાના જ છે.તે પેઇન્ટીંગને હાથ લગાવી જોવાના જ છે તેમ મે પણ આ મીસ ઇન્ડિયાને જોઇ તેના વખાણ કર્યા બસ. તેમા શું તુ આટલો ગુસ્સે થયો છે? એક સારી આઇટમ જોઇને તેના બે વખાણ શું કરી દીધા કે તું તો ગુસ્સે થઇ ગયો.

તેના આવા શબ્દો સાંભળી નજીક જઇ રોમીલને એક જોરદાર લાફો લગાવ્યો કે બાઇક પરથી ફસડાઇ પડ્યો.મને એટલો ગુસ્સો આવી ગયો હતો કે તે લાફો મારવામાં મે મારી સંપુર્ણ તાકાત અજમાવી દીધી હતી.તે ઉભો થયો કે તેના હોંઠ પાસેથી લોહી નીકળતુ હતુ.

“હું તને જોઇ લઇશ. આ કોલેજમાં રહેવું છે ને બન્નેને કે નહી” કહેતો રોમીલ ભાગી ગયો. “કુંજ આવા બીકણ ચિત્તાઓથી ડરવાનુ નહી. તેમનો પ્રતિકાર કરવાનુ શીખવાનુ” “મારે શીખવાની શી જરૂર છે? તું છે ને મને બચાવવા વાળો.” કુંજ મંદ મંદ હસતી હતી અને હું બસ તેને અનિમેષ નજરે નીહાળે જતો હતો.હવે દરરોજ અમે બન્ને સાથે જ રહેતા. કોલેજમાં સાથે બેસવાનુ, લાઇબ્રેરીમા સાથે વાંચવા જવાનુ, કોફી પીવા જવાનુ. મને કુંજનની અને કુંજનને મારી જાણે આદત પડી ગઇ હતી.

એક ખુશનુમા સાંજે હું બહાર મારી બાઇક લઇને નીકળો હતો કે મને તેનો કોલ આવ્યો “પ્રેય આર યુ ફ્રી?” “યસ, બટ વ્હુ ઇઝ ધીસ પ્લીઝ?” “કુંજન સ્પીકીંગ.” કુંજન નામ સાંભળતા જ અને તેનો ફોન આવતા હું આશ્ચર્યથી ચોંકી ગયો અને બાઇક ત્યાં જ થોભી ગઇ. “યા કુંજ , ટેલ મી .વાય ડુ યુ કોલ મી? એની પ્રોબ્લેમ?”

“કેમ કાંઇ પ્રોબ્લેમ હોય તો જ તને કોલ કરી શકું? પ્રોબ્લેમ તો મને કાંઇ નથી તો ચલ બાય ફોન મુંકુ છું.”

“અરે.....અરે.....અરે...... જરા તો શબ્ર કર ડીઅર. આટલી બધી શું ઉતાવળ છે? થોડી વાર વાત તો કર મારી સાથે. કોલેજમાં તો બસ સ્ટડીની વાત કરતી હોય છે તું. આજે ધન્ય ઘડી કે તારો ફોન આવ્યો તો થોડી વખત વાત કરવી જ પડશે.” “વળી તેના નિર્દોષ હાસ્યએ મારા કર્ણપટલને અને સાથે સાથે મારા હ્રદયના તારને ધૃજવી મૂક્યા.”એક કામ કર કોફીહાઉસમા મળીએ આપણે ત્યાં પહોંચ. હું પણ ત્યાં આવુ છું.” “ઓ.કે. કુંજુ આઇ વીલ કમ ધેર જસ્ટ ઇન ફાઇવ મિનટ્સ.” કહેતા ફોન કટ કરી દીધો. આજે પહેલી વખત તેનો સામેથી કોલ આવ્યો હતો અને તેણે મને મળવા બોલાવ્યો એ જાણી મારા તન મનના ઘોડા ઝુમી ઉઠ્યા. મન નાચી ઉઠ્યુ અને ગાડીને વાયુવેગે દોડાવતો હું કોફીહાઉસ તરફ નીકળ્યો.

કોફીહાઉસ પહોંચતા જ એક કોર્નરનું ટેબલ બુક કરાવી કુંજનની રાહ જોવા લાગ્યો. મોટેભાગે અમે બન્ને જ્યારે અહી આવતા ત્યારે લાસ્ટ કોર્નરના ટેબલ પર જ બેસતા.થોડીવારમા જ કુંજ આવી પહોંચી. સ્લીવલેસ ટોપ, જીન્સ, હાઇ હીલ સેન્ડલ કાનમા લાંબી ઇઅરીન્ગ્સ, કાતિલાના સ્માઇલ સાથે તે આવી અને બેસી મારી પાસે. “શું ક્યારનો જોયે જાય છે? હું એ જ કુંજ છું જેને આ જ ટેબલ પર તે કોફી પીવડાવી હતી પ્રથમ વખત.”

“અરે યાર, જ્યારે તું મળે છે ત્યારથી હર એક વખતે તારી સુંદરતા અને તારી નાજુકતા અને તારા અંદાજ અલગ અલગ હોય છે. એટલે હર એક વખતે તારા આ સુખદ સૌંદર્યને મારી આંખ વડે મારા હ્રદયમાં ઉતારવાની કોશિષ કરું છું.” “એ જુનિયર શર્માજી, આ શું સૌંદર્ય અને નાજુકતા અને આવા ભારેખમ ગુજરાતી શબ્દો યુઝ કરે જાય છે? ચલ છોડ એ વાત. કોફીનો ઓર્ડર તો આપ હવે.” મે કોફીનો ઓર્ડર આપ્યો. “કેમ આજે ઓચિંતુ જ અહી અત્યારે મળવાનું નક્કી કર્યુ?” “આજે ઘરમા કંટાળો આવતો હતો માટે એમ થયુ ચાલ તારી સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરું તો આ સાંજ સુધરી જાય મારી. એટલે ધ્વની પાસેથી નંબર મેળવી તને કોલ કર્યો.” “ઓ.કે. ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ ધેન લેટસ ગો ફોર અ ડ્રાઇવ. ખુશનુમા વાતાવરણમાં ડ્રાઇવ પર જવાની એક મજા જ અલગ છે.” “ના બાબા ના..... તારી સાથે ડ્રાઇવ પર આવવાનો ભરોસો ન કરું હું. એ પણ આવા વરસાદી વાતાવરણમાં”

“કેમ હું કાઇ સાવજ દીપડો છું કે તને ખાઇ જઇશ? કે પછી રોમીલ જેવો બદમાશ દેખાઉ છું તને? એન્ડ એફ યુ હેવ ફીઅર અબાઉટ મી ધેન વ્હાય ડુ યુ કમ હીયર ટુ મીટ મી?” મે જરા ગુસ્સેથી કહ્યુ.

“આઇ એમ જોકીંગ યાર. એટલુ તો સમજ કે મને તારી સાથે ક્યાંય પણ આવવામા કોઇ પ્રોબ્લેમ નથી માય સ્વીટ પ્રેય.” એમ કહેતા તેણે મારા ગાલે હળવો હાથ પસવાર્યો. “તેના એ હાથનો સ્પર્શ જાણે માખણ નો સ્પર્શ. કોમળ મુલાયમ તેની ત્વચા, અને હળવેથી તેના એ હાથનો મારા ગાલ પર સ્પર્શ.હું અદરથી હચમચી ગયો. એક જોરદાર વીજળીનો કરંટ મારા શરીરમાંથી જાણે પસાર થઇ ગયો હોય તેમ મને લાગ્યુ. “ચલ હવે ડ્રાઇવ પર જવુ હોય તો? એક વખત વરસાદ શરૂ થઇ જશે તો ક્યાંય જઇ નહી શકીએ. મને ત્યારે લાગ્યુ કે તેને પણ મારી સાથે લોન્ગ ડ્રાઇવમા જવાની તિવ્ર તાલાવેલી હતી.

અમે બન્નેએ ફટાફ્ટ કોફી પુરી કરી અને ડ્રાઇવ પર જવા નીકળ્યા. મે બાઇક સ્ટાર્ટ કરી અને તે મારા શોલ્ડર્સને પકડી બન્ને બાજુ પગ રાખી બેસી ગઇ અને કહ્યુ , “ લેટ્સ ગો પ્રેય.”

તે દિવસે પ્રથમ વખત કોઇ ગર્લ મારી બાઇકમાં બેસી હતી અને એ પણ આટલી સુંદર ગર્લ મારી સાથે ડ્રાઇવ પર આવી છે એ જાણી હું ખુબ પ્રાઉડ ફીલ કરી રહ્યો હતો. અમે બન્ને રાજકોટ બહાર હાઇ-વે પર નીકળી ગયા. ઠંડો પવન વાઇ રહ્યો હતો. તે દિવસે કુંજન ખુબ ખુશ દેખાઇ રહી હતી. થોડી દૂર ગયા બાદ મે બાઇકની સ્પીડ વધારી કે કુંજને બે હાથે મને પકડી લીધો. જેવો તેણે મને પકડ્યો કે મે જોરદાર બ્રેક લગાવી દીધી અને તે આંચકો લાગતા મને ચીપકી ગઇ. “શું થયુ કુંજુ? બાઇકની સ્પીડથી ગભરાઇ ગઇ કે શું?” “અરે ના એવુ તે કંઇ નથી. ડોન્ટ વરી પ્રેય.”

મે ફરી બાઇક સ્ટાર્ટ કરી અને કુંજ મને ચીપકીને બેસી ગઇ.આહ....શું તેનો ટચ હતો!!! તેના શરીરની એ ખુશ્બુ મને મદહોશ કરી રહી હતી. તેના કોમળ મુલાયમ હાથથી તેણે મને પકડ્યો હતો જાણે કોઇ વેલ સર્પાકારે વૃક્ષના થડને વીટળાઇ પડી હોય તેમ તે મને ચીપકી ગઇ હતી. તેના ઉભારો મારી પીઠને ટચ કરી રહ્યા હતા અને હું તો જાણે સાતમા આસમાનમા વીહરી રહ્યો હતો. તેના શરીરના ઉષ્માભર્યા ટચથી મારુ મન બેકાબુ બની ગયુ હતુ. એમ થતુ હતુ કે હમણા જ બાઇક ઉભી રાખી તેની સામે મારા પ્રેમનો ઇઝહાર કરી દઉ પણ મનમાં એક પ્રકારનો ડર પણ હતો કે કદાચ તે મારા પ્રેમને તેના હાસ્યમાં ઉડાવી દે અથવા તેને ખોટુ લાગી જાય અને તે મારી સાથે દોસ્તી પણ ન રાખે તો શું કરવું? એ બીકે હું મારી લાગણીઓને મારા ઉરમા દબાવી રાખી હતી. થોડે આગળ ગયા કે વરસાદના અમીછાંટણા પડવાના શરૂ થઇ ગયા. મારુ શરીર તો એટલુ ગરમ થઇ ગયુ હતુ કે વરસાદની એ ઠંડી લહેર પણ મને અસર કરતી ન હતી. અમે બન્ને એક હોટેલમા જઇ ઉભા રહ્યા અને વરસાદ બંધ રહેવાની રાહ જોવા લાગ્યા. મે કુંજનને થોડો હળવો નાસ્તો કરવાની ઓફર કરી અને અમે બન્નેએ વેફર સાથે કોલ્ડ ડ્રીંક્સ મંગાવ્યા. હું એકીટશે તેને નીહાળે જતો હતો. વરસાદને કારણે તેના કપડા થોડા ભીંજાઇ ગયા હતા અને એ અવસ્થામા તેનુ જોબન મને તેના તરફ ખેંચી રહ્યુ હતુ. હું તેના શરીરમા એકાગ્ર બની ગયો હતો. એવુ પણ ન હતુ કે મને તેનું શરીર પામવાની જ બસ એકમાત્ર ઇચ્છા હતી પણ તેના શરીર તરફ એક અલગ જ પ્રકારનો ખેંચાવ હતો મને. નાસ્તો આવતા જ તેણે પહેલી વેફર લઇ મને ખવડાવી. હું આશ્ચર્યભરી નજરે બસ તેને તાકી રહ્યો. તેણે મારો હાથ પકડી અને કહ્યુ , “હેય પ્રેય , ક્યાં ખોવાઇ જાય છે વારે વારે? મારા હાથેથી વેફર નહી ભાવે તને કે શું? “કુંજ તારામાં એક અલગ જ પ્રકારની શકિત છે જે મને તારી ઓર ખેંચી રહી છે. હું તારો દિવાનો બની ગયો છું. તારી સાથે હોઉ છું ત્યારે મને સમય સ્થળનું ભાન સુધ્ધા રહેતુ નથી. યુ આર મેજીસીયન કુંજ. સચ અ ગ્રેટ મેજીસીયન.” મે તેના હાથની વેફર ખાતા કહ્યુ. તે હસવા લાગી બસ તે હસતી જ રહી.તેનું એ ખડખડાટ હાસ્ય મને આજે પણ તમને વાત કરું છું ત્યારે પણ મારા હ્રદયના તારને છેડી રહ્યુ છે. મારા હ્રદયના એક એક ખુણે તેના હાસ્યની કીલકારીઓ પહોંચી રહી છે અત્યારે. “પણ અંકલ તમને બન્નેને આટલો પ્રેમ હતો તો અત્યારે કુંજ મેડમ ક્યાં છે? તમે બન્નેએ લગ્ન કેમ ન કર્યા? કે પછી તેણે તમારા પ્રેમનો સ્વીકાર જ ન કર્યો? શીલ્પાએ અધીરાઇથી પુછી લીધુ. “બેટા ઘણી વખત આપણે જેવું વિચારીએ છીએ તેવુ થતુ નથી. ભગવાનની જે ઇચ્છા અને તેણે જે બંધનો લખેલા છે તે નીભાવ્યે જ છુટકો થાય છે, આપણે તો બસ તેના હાથની કઠપુતળીઓ છીએ. તેની ઇચ્છા વિરૂધ્ધ એક કદમ આપણે આગળ કે પાછળ જઇ શકતા નથી.”

કહેતા કહેતા પ્રવીણભાઇની આંખનો એક ખુણો ભીંજાયેલો દેખાયો. સામે બેઠેલા કોલેજીયન અને જમાનાના અનુભવી ૬૦ પ્લસ નિવૃતો પણ ગંભીર બની ગયા. “પ્રવીણ્યા તે તો આજે મને પણ રડાવી દીધો. બહુ દર્દ લઇને બેઠો છો તું તો. આજ સુધી તે અમને બધાને અંજાન રાખ્યા આ બધી વાતથી. બહુ કહેવાય.” હેમરાજભાઇ ગળગળા થઇ બોલી ઉઠ્યા. હા પ્રવીણ આવી વાતો તો કોઇક અંગત સાથે શેર કરાય. આવી વાતોને હ્રદયમાં રાખી એકલા દુઃખી ન રહેવાય બેટા.” ઓઝાસાહેબ બોલ્યા. હવે તમને શું કહું? આ દુનિયામા મારુ અંગત કહુ તો તમે જ છો. અને એટલે આજે આ બધી વાતો તમારી સાથે શેર કરી રહ્યો છું.” “બહુ સારૂ કર્યુ તે પ્રવીણ ચાલ હવે ફ્રેશ થઇ જા થોડો. લે પાણી પી લે અને આપણે અહી જ નાસ્તો કરીને ઘરે જઇશું આજે, કેમ દોસ્તો? આજે તમને બધાને મારા તરફથી નાસ્તાની ટ્રીટ આપુ છું મિત્રો. જા પાર્થયા ઓર્ડર આપ જા.” પ્રતાપભાઇએ પાણીની બોટલ આપતા કહ્યુ. પાર્થે બાજુમાથી જ નાસ્તાનો ઓર્ડર આપી દીધો અને થોડી વારમા જ રગડો,ભેળ,દહીવડા,મેંદુ વડા અને ભેળપુરીની પ્લેટ્સ આવી ગઇ. બધા પોતપોતાને મનભાવન નાસ્તો કરવામા બીઝી હતા. બસ એક પ્રેય હજુ પણ તેની કુંજમાં ખોવાયેલો બેઠો હતો....................................

To be continued…………..