Kayo Love - Part - 9 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૯

Featured Books
Categories
Share

કયો લવ ભાગ : ૯

કયો લવ ?

ભાગ (૯)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૯

ભાગ (૯)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧,૨,૩,૪,૫,૬,૭ અને ૮ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ:(૧) થી ભાગ:(૮) સુધીમાં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે,અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે,એવામાં કુલદીપ નામના છોકરાનું,પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી,નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે,અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ,પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો,પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે,અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે,આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે,જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે,પણ તે પણ તોછડી મુલાકાત,જેઓ બંને નથી જાણતા કે,એકમેકના પરિવારજન,બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત,એક ગાર્ડનવાળી જગ્યે બંને ને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે,પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર ,પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે.પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે,પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી,ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી,કુલદીપ વિશેની સફાઈ આપે છે,ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે,તે દરમિયાન,પ્રિયા,રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે,હું બધાની જ વાત નથી કરી રહી,અમુક લોકોની વાત,જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે,અને લગ્ન બાદ હસબન્ડ,રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે,લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે,અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની,કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ:૧ થી ભાગ:૮ જરૂર વાંચજો..)

હવે આગળ...............................

હજુ સુધી મનમાં ધારેલી પ્રિયાની છબીને,પહેલી વાર,આવા વિચારો સામે મૂકતા,રુદ્રને પ્રિયા હવે,વધારે ગમવા લાગી હતી.પ્રિયા પોતાનું બેસ્ટમાં બેસ્ટ ઇમ્પ્રેશન આપી રહી હતી.જયારે રુદ્રને પોતાને હજું ખબર પડતી નાં હતી કે,તે પોતે કેવું ઇમ્પ્રેશન પ્રિયા સામે જમાવ્યું છે?

ત્યાં રુદ્ર પ્રિયાને જવાબ આપે છે,“મારા મંતે તો એવું કહેવું છે કે...ત્યાં જ અટકી પ્રિયાને નિહાળે છે.

પ્રિયા આતુરતાપૂર્વક રુદ્રનો જવાબ શું હોઈ શકે,એ પૂછવાં માટે,તે પોતે જ કહી દે છે,“હા,તમારા મંતે શું?”

પ્રિયાને નિહાળતા,રુદ્ર પ્રિયાની નજદીક જાય છે,એની ઝીણી આંખોમાં નજર માંડતા કહે છે,“મારા મંતે તો,“મર્યાદાને તોડીને જિંદગી જીવી લેવાની.”

બંને જણ ચાલતા ચાલતા રુદ્રની કાર સુધી પહોંચે છે.અને ત્યાં ઉભા રહે છે.

“ઓહ્હ!! તો તમે કઈ,કઈ મર્યાદા તોડીને જીવ્યા છો,આજ સુધી? પ્રિયાએ પૂછ્યું.

“મર્યાદા કે હદ તો કેટલી તોડી છે,આજ સુધી,અને આગળ પણ તોડતો રહીશ” રુદ્ર ત્રાંસી આંખ કરી પ્રિયાને જોવા લાગ્યો.

આગળ પણ તોડતા રહેશો?” પ્રિયા સહજ પ્રશ્ન પૂછવા લાગી.

“હા,જો કોઈ મોકો આપે તો ?”રુદ્ર નટખટ અદામાં ફરી ત્રાંસી આંખે જોતા કહ્યું.

બે મુલાકાત થઈ હોવા છતાં,આ બંનેમાં હજું સુધી જે મૂળભૂત એકમેક વિષેની જાણકારી પ્રાપ્ત કરવી હોય છે,તે બાબત પર વાતો જ નથી કરી,જેમ કે ભણતર,જોબ,હોબી,શું પસંદ છે,આગળ શું કરવા માંગે છે,બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ કે પાસ્ટ વિષેનું પૂછવું....

“ઓ.કે. હવે પાછા મળવું હોય,ત્યારે કોલ કરીને જણાવજો ,ફરી મળીશું ...”પ્રિયાએ જવાની તૈયારી બતાવી.

“વેઈટ પ્રિયા,આટલા જલ્દી,થોડી વાત કરોને,હું છોડવા આવું છું ને તમને !!” રૂદ્રે આતુરાઈથી કહેવાં લાગ્યો.

“નાં એવું નહી,હું ઓટો પકડી લઈશ.” પ્રિયાએ કહ્યું.

પ્રિયા,ઓટો,ક્યારેક બીજી વખતે...આજે કારમાં, ચાલશે ને ? રૂદ્ર વિનંતી સ્વરે કહી રહ્યો હતો.

“સારું” પ્રિયાએ એટલું જ કીધું.

ત્યાં જ અચાનક હોટેલના ગેટની બહાર પ્રિયાની નજર જાય છે,પ્રિયા ભાગતી ગેટ સુધી પહોંચે છે,તેના હાથમાં રહેલો ફૂલનો ગુલદસ્તો નીચે પડી જાય છે,પરંતુ પ્રિયા તેની પરવાહ કર્યા વગર,ગેટ સુધી પહોંચી જાય છે,ત્યાં સુધી તો કુલદીપે પોતાનું બાઈક ભગાવી મુક્યું હતું.

રુદ્ર તે જોતા પહેલા,નીચે પડેલો ફૂલનો ગુલદસ્તો ઊંચકે છે,પછી પ્રિયાનાં પછવાડ,તે પણ ભાગવા માંડે છે.

પ્રિયા ગુસ્સાથી,કુલદીપના બાઈકને તેજ ગતિથી ભાગતું જોતી જ રહી ગઈ,અને મનમાં જ બડબડે છે, “બેવકૂફ લડકા,કોલેજ મેં તો દીખ નહી રહા હૈ,કિતને દિનો સે!!યહા કોનસા ગૂલ ખીલાને આયા હૈ?”

રુદ્ર પણ ભાગતો આવી,પ્રિયા સાથે જ ઊભો રહી,રસ્તા તરફ નજર કરી નિહાળે છે,અને વ્યાકુળતાથી પૂછે છે,“ શું થયું પ્રિયા” કેમ આવી રીતે?”

પ્રિયા,રુદ્ર તરફ નિહાળે છે,અને કહેવાં લાગે છે,“હેય, રુદ્ર હું ઓટો પકડું છું,અહિયાંથી જ મળી જશે!!”

કેમ,મારાથી ડર લાગે છે? કે પછી હમણાં કોઈ ભૂતને જોઈ લીધું,એનાથી? રુદ્ર પ્રશ્ન પૂછતો જતો હતો.

“હોશિયારી નહી બતાઓ,હું ડરતી નથી,એ તો તમને મારા ઘરેથી,તમારે ઘરે પહોંચતા ઉલટો માર્ગ પડશે, એટલે કહું છું.” પ્રિયા રુદ્રનાં આંખમાં જોઈ કહી રહી હતી.

હું પોતે જ ઉલટો છું,તમે આ વાતનું વધારે વિચારો નહી,ઉલટો જ પડવા દે રોડને..જઈએ હવે? રૂદ્રે કહ્યું.

પ્રિયા વિચારી રહી હતી,“કે આજસુધી પોતાને “પંગો” આપનાર છોકરો નથી મળ્યો,આ રુદ્ર જ ફર્સ્ટ છે,જે મારા સાથે દરેક બાબતમાં ઉલ્ઝે છે.

પ્રિયા થોડું વિચારી મનમાં જ કહે છે,“દેખના પડેગા બોસ કો,કુછ તો બાત હૈ,યે લડકે મેં,જો પંગે પર પંગે લેના જાનતા હૈ મેરી તરહ”.

પ્રિયાના વિચારોને,વિરામ આપતો રુદ્ર,ટહુંકો કરતા પૂછે છે,“પ્રિયા શું વિચારો છો,એ રસ્તા પર ભૂત નિહાળ્યું એના વિશે?”

પ્રિયા જાણતી હતી કે, રુદ્ર જ્યાં સુધી જવાબ નહી મળશે,ત્યાં સુધી ફરી ફરીને એ જ સવાલ પૂછશે.એટલે એના દિમાગમાં હવે આ પ્રશ્નનાં જવાબ સાથે,નવી રમત રમવા માટે,દિમાગમાં નવો આન્સર ફીટ કરે છે.

પ્રિયા અજાણ થઈ પ્રશ્ન પૂછે છે,“ભૂત,કયું ભૂત,કેવું ભૂત?”

“હા એ પણ કહું છું,”રુદ્રએ કારનો દરવાજો ખોલતા કહ્યું.

પ્રિયાનાં મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો,કુલદીપ વિષેનો,“કે જયારે હોય ત્યારે,તે મારી આસપાસ જ ભટકતો જોવા મળતો હતો,કેમ?”

રુદ્રએ કારનો દરવાજો ખોલી,પ્રિયાને બેસવા માટે કહ્યું,પ્રિયાએ પણ બેસતાં થેંક્સ કહ્યું.

પ્રિયાનાં બેસી ગયા બાદ રુદ્ર દરવાજો બંધ કરી,પોતાની,ડ્રાઈવર સીટ પર બેસી, તે પહેલા,હાથમાં જ પકડેલું,પડી ગયેલું ગુલદસ્તો,ફરી એવી જ રીતે પ્રેમથી પ્રિયાને આપે છે.પ્રિયા ચુપચાપ એક પણ શબ્દ બોલવા વગર લઈ લે છે.

રુદ્ર ચાવી લગાડીને,કાર સ્ટાર્ટ કરી દે છે,તે સાથે જ તે એ.સી. નું બટન પણ ઓન કરે છે.

પ્રિયા અને રુદ્ર થોડા સમય માટે મૌન જ રહે છે,રુદ્ર કાર ચલાવતા જ મ્યુઝીક ઓન કરી,એક સિલેક્ટ કરેલું સોંગ મુકે છે,ધીમા અવાજે તે આવી રીતે ગુજતું હતું, “પિયા ઓ રે પિયા...પિયા રે પિયા રે પિયા...કોઈ કમી સી થી જીને મેં...જાના યે હમને કહા.....”

“પ્રિયા બોલો કઈક ,આ સોંગ સારું છે?”થોડીક પ્રિયા તરફ,નજર નાંખતા,કાર ચલાવતા રૂદ્રે પૂછ્યું.

પ્રિયા “હમ્મ” એટલું જ બોલી.

રુદ્ર વિચારી રહ્યો હતો કે,રસ્તા પર શું નિહાળ્યું હશે,એના માટે ડરી ગઈ છે પ્રિયા? કે કારમાં હું એને લઈને જાઉં છું એના માટે ડરે છે પ્રિયા?

રુદ્ર, મૌન તોડતા કહે છે,“ડરો નહી, હું તમને,તમારા ઘરે જ પહોંચાડીશ”.

“એમાં ડરવાનું શું? ઓટોમાં પણ,મારા ઘરે જ પહોંચવાની હતી.” પ્રિયા પોતાનો વિચાર છુપાવતી કહી રહી હતી.

રુદ્ર હવે ગંભીર થતાં પૂછે છે,“એમ તો મને પ્રશ્ન પૂછવા નહી જ જોઈએ,તો પણ હું પૂછીશ,કારણકે રસ્તા પર તમે જે જોયું,જો એનાથી તમારા ચહેરે સ્માઈલ હોત,તો હું આ બધું પૂછવામાં નહી જ પડતે,બટ તમારા ચહેરે મને ચિંતા કે ડર જેવું કંઈક લાગી રહ્યું છે,જવાબ ન આપવો હોય તો પણ ચાલશે.”રુદ્ર એક નજર નાંખતા કહી ગયો.

પ્રિયા કઈ પણ વિચાર કરવા વગર એક જ શબ્દ મોઢામાંથી કાઢે છે,“કુલદીપ”.

“કુલદીપ.... કોણ કુલદીપ?” રૂદ્રે સહેજ પૂછ્યું.

પ્રિયાનાં દિમાગમાં હવે રમત ચાલે છે,તે થોડું વિચારે છે અને કહેવાં લાગે છે.

“કુલદીપ....મારો એક્સ બોયફ્રેન્ડ” પ્રિયાએ રમતમાં જ કીધું,પરંતુ ગંભીર થતાં કહ્યું.

રૂદ્રે પણ એવી જ રીતે જવાબ આપ્યો,કાર ચલાવતા,“પ્રિયાયાયા....આમ હાલમાં કેટલા બોયફ્રેન્ડ છે?‘આય મિન,મિનીમમ એન્ડ મેક્સિમમ ?

પ્રિયા વિચારે છે અને મનોમન જ પોતાને કહે છે,“ બચ્ચી પ્રિયા,જ્યાદા શાણપટ્ટી મત દિખા,યે સામને વાલા બંધા,કુછ જ્યાદા હી શાણા દીખ રહા હૈ”

પ્રિયા ક્યાં ખોવાઈ ગયા? એમ કહેતા,ફરી પ્રશ્ન પૂછ્યો,“હું તો જસ્ટ આમ જ પૂછતો હતો,મીનીમમ અને મેક્સીમમ બોયફ્રેન્ડ કેટલા ?

પ્રિયા પણ જવાબ આપે છે,“મીનીમમ નાં અંદર,એક પણ બોયફ્રેન્ડ નથી આવતા,હા મેક્સિમમ નાં અંદર ગણાય નહી એટલા છે,હું લગ્ન પછી પણ આ મેક્સીમમ બોયફ્રેન્ડનાં,આંકડા વધાવતી રહીશ.”

રુદ્ર થોડું હસતાં કહે છે,“અરે વાહ પ્રિયા!! આપણા બંનેનાં વિચાર તો ઘણાખરા મળતા આવે છે,મારી પણ હાલમાં ગણાય નહી એટલી ગર્લફ્રેન્ડ છે,અને હું પણ લગ્ન બાદ ગર્લફ્રેન્ડનો આંકડો વધાવતો જ રહીશ.”

પ્રિયા થોડું અટ્ટહાસ્ય કરી કહે છે,“લેફ્ટ લેજો,મારું ઘર આવી જશે.”

રુદ્ર લેફ્ટ લેતા,પૂછે છે,“પ્રિયા મને,તમને કઈક પૂછવું છે...એટલે કે..કઈક કહેવું પણ છે?”

પ્રિયા જવાબ નથી આપતી,અને કહે છે,“હા આ સામેની બિલ્ડીંગને ત્યાં ઉભા રાખો.”

રુદ્રને કાર સ્ટોપ કરવા માટે,જરા પણ ગમતું નાં હતું,પ્રિયા જેવી પણ વાત કરતી હતી,ફક્ત પ્રિયા સાથે જ વાતો કરવી હતી,અને એની બધી જ વાતો સાંભળવી હતી.

રુદ્ર એક મોકળી જગ્યે,કાર ઉભી રાખે છે,પોતાનાં સીટ પરથી નીકળી,તે પ્રિયા બાજુંનો કારનો દરવાજો ખોલવા,ફરીને દોડતો જાય છે.

રુદ્ર દરવાજો ખોલે છે,એના માટે પ્રિયા ફરી થેંક્સ કહે છે.

પ્રિયા નીચે ઉતરી,પોતાનાં બિલ્ડીંગ તરફ જવા માટે રુદ્ર તરફ એક નજર નિહાળે છે,અને કહે છે,“રુદ્ર બાય,કોલ કરજો,જયારે ફરી મળવાનું હોય ત્યારે”

પ્રિયા એક મિનટ,મને તમને કઈક કહેવું છે.રુદ્ર ઘણા પ્યારથી,પ્રિયાની આંખોમાં આંખ નાંખી કહે છે.

પ્રિયા,પોતાની નજર ઉંચી કરી રુદ્રનાં આંખમાં નિહાળે છે.

રુદ્ર થોડીક નજદીક જતા પ્રિયાને કહે છે,“પ્રિયા,આઈ......”

પ્રિયા,રુદ્રની નજરોમાં,જાણે રુદ્રની આંખો વાંચવા માંગતી હોય,એવી રીતે પોતાની આંખની,કીકીઓ ડાબે જમણે ફેરવીને જોતી રહી.

રુદ્ર ફરી કહે છે,“પ્રિયા...પ્રિયા...આઈ...”

જિંદગીમાં, કોઈ છોકરાની સામે પહેલી વાર,પ્રિયાનાં આજે,બીજી રીતના જ ધબકારા વધી ગયા હતાં,નીલ સર જયારે સામે આવતા,ત્યારે પણ ધબકારા વધતા હતાં,પરંતુ નીલસરનાં સમયે,પોતાનાં ધબકારા કઈક અલગ ફિલ કરાવતું હતું.

પણ અત્યારે,રુદ્ર પોતે શું કહેવાં માંગે છે,એ સાંભળવા માટે પ્રિયાનું દિલ તેજ દોડી રહ્યું હતું.નાં પ્રિયા પોતાનાં આંખના પલકારા ઝુકાવા માંગતી હતી,કે નાં રુદ્ર પોતાની આંખોને,પ્રિયાની આંખોથી અળગો કરવા માંગતો હતો.

“પ્રિયા,આય લાઈક યુ” રૂદ્રે ખૂબ જ પ્રેમભરી નજરોથી કહ્યું.

પ્રિયા કઈ પણ બોલી નહી.

હું તમને કઈ નહી પૂછું,આ મારી લાગણી છે,હા,આ ફક્ત બે જ મુલાકાતમાં કહું છું.હું ફ્રેન્ડશીપ કરવા માંગું છું,લગ્ન કરવું ,નહી કરવું, હવે આ બધું જ તમારા પણ ડીપેન્ડ રહેશે.

પ્રિયા હજુ પણ કઈ બોલતી નથી.

“પ્રિયા તમને,કઈ પણ નથી કહેવું?” રુદ્ર દુવિધાભરી નજરે નિહાળતા કહી રહ્યો હતો.

“મળવું હોય ત્યારે,કોલ કરીને જણાવજો,બાય” પ્રિયાએ એટલું જ કહ્યું.

“પ્રિયા તમે ફેસબુક પર શું નામ રાખ્યું છે,મને મળતું નથી,સો” રૂદ્રે પૂછ્યું.

“હું મોકલું છું,તમને ફ્રેન્ડ રીક્વેસ્ટ,ઓ.કે. બાય” પ્રિયા જતા કહી રહી હતી.

રુદ્રને પ્રિયા સાથે વાત કરવી હતી,કહેવાં માટે તો કહી દીધું હતું, કે હું તને કઈ પૂછું પણ નહી,પરંતુ દિલના અંદરખાને રુદ્રને પણ એ જ જવાબ જોઈતો હતો,કે પ્રિયા પોતાને પસંદ કરે છે કે નહી?

પ્રિયા જે બે કદમ ચાલી જ હતી,ત્યાં તો રૂદ્રે ફરી ટહુંકો આપી બોલાવે છે,“પ્રિયા.”

પ્રિયા ફરીને જુએ છે અને કહે છે,“હા બોલો,શું કહેવું છે?”

કોલ કરીશ મળવા માટે,આવશો ને તમે? રૂદ્રે પૂછ્યું.

પ્રિયા જે બે કદમ,ચાલી જ હતી,એ જ કદમો પાછા લઈને,રુદ્રની નજદીક આવે છે,અને ઝીણી આંખો કરી કહે છે,“આજે શું તમને ઊંઘ નથી આવાની કે? કે પછી મારા જેવી છોકરી ક્યારેક જોઈ નથી.?

નાં એવું નથી,ઊંઘ તો આજે પહેલી વાર,સારી રીતે આવાની છે,કેમ કે આવા શોર્ટ જીન્સમાં ક્યારેક બ્યુટીફૂલ છોકરી નજદીકથી જોઈ નથી ને! એટલે ” રૂદ્રે પણ પ્રિયા જેવો જ આન્સર આપ્યો.

“રુદ્ર બાય” પ્રિયા થોડુંક ગુસ્સામાં જ કહીને ત્યાંથી નીકળી,પોતાનાં બિલ્ડીંગનાં ગેટનાં ત્યાં પહોંચે છે.

રુદ્ર હજુ સુધી પ્રિયાને નિહાળી જ રહ્યો હતો.

ત્યાં જ પ્રિયા ડોકું ફરાવીને પાછડ,એક નજર રુદ્ર તરફ નાંખે છે,અને નાની સ્માઈલ આપી,ત્યાંથી જ બાય કહે છે.

રુદ્રને સારું લાગ્યું,અને તે ત્યાં જ આ ડાયલોગનાં માટે વિચારવા લાગ્યો,“લડકી હસી તો ફસી,શું અહિયાં મારા માટે આ ડાયલોગ ફીટ થાય છે” અને મનમાં જ હસતાં તે કહેવા લાગ્યો,કાશ આવું જ થતું હોય,અને કારમાં બેસી,તે ત્યાંથી નીકળી જાય છે.......

આ મુલાકાતની વાત,પ્રિયાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ સોનીને કહી હતી.સોનીએ સલાહ પણ આપી હતી કે,તારે જેટલી મુલાકાત કરવી હોય,એટલી કરી લેજે,જો તમને બંનેને સારું લાગતું હોય અને બંનેનું જામે છે એવું લાગતું હોય,તો લગ્ન માટે હા પાડી દે જે.પ્રિયાએ થોડા દિવસોમાં,રુદ્રનાં ફેસબુક આઈડી પર,ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી,અને બંને એફ.બી પર ઔપચારિક ચેટ કરતા હતાં.

તે દરમિયાન કોલેજમાં આવા,જવાનું પ્રિયાનું રોજનું જ ચાલું હતું.પ્રિયા હજુ પણ વિનીત સાથે વાત કરતી ન હતી.વિનીતને પોતાને એમ લાગી રહ્યું હતું કે, પ્રિયા તેને જાણી જોઇને ટાળી રહી છે,પરંતુ તેને મનાવા માટેનો કોઈ રસ્તો જડતો ન હતો.....

રુદ્રની શનિ અને રવિવાર એમ જોબ પર,બે દિવસની રજા રહેતી હતી.રુદ્ર અને પ્રિયાએ બંને મળી આ શનિવારે મળવા માટેનો પ્લાન રાખ્યો હતો.પરંતુ પ્રિયાને શનિવારની સાંજે મળવા માટે સમય ન હતો,અને તેવું જ કઈક રુદ્રનું પણ રવિવારે પોતાનું પર્સનલ કામ રહેવાથી,શનિવારે બપોરે જ મળવાનું નક્કી કર્યું હતું.પ્રિયાએ કોલેજ રોડને ત્યાં રુદ્રને બોલાવ્યો હતો,અને કહ્યું હતું કે હું કોલેજના લાસ્ટ લેકચર બાદ મળીશ.

એમાં જ,તે જ શનિવારના દિવસે,વિનીતનો બર્થડે આવે છે,બધા જ ફ્રેન્ડો,અને ગ્રૂપનાં ફ્રેન્ડો,વિનીતને બર્થડે વિશ કરે છે.પણ પ્રિયા નથી કરતી,અને તે કોલેજ રોડ પહોંચી જાય છે.વિનીતને હવે ખૂબ જ મનમાં લાગી આવ્યું હતું,તે ખૂબ જ અસ્વસ્થતા ફીલ કરી રહ્યો હતો.તે બાઈક લઈને જ પ્રિયાનાં પછવાડ જાય છે.

કોલેજ રોડને ત્યાં એક મોટો રસ્તો પડતો હતો,ત્યાં જ લોકોની ભીંડ કમી હતી,પ્રિયા ત્યાં જઈ,રુદ્રની રાહ જોતી ઉભી રહી જાય છે.ઉભા રહેતા જ પ્રિયાને પોતાની તરફ સ્પીડમાં આવતું બાઈકનો અવાજ સંભળાય છે.પ્રિયા જોય છે કે વિનીત બાઈક પર આવી રહ્યો છે,અને ઉભા રહેતા જ વિનીત ફક્ત આટલું જ કહે છે,“પ્રિયા આજે કયો દિવસ છે,તને ખબર છે?

પ્રિયા આટલું સાંભળી જ,મોઢું ફેરવી દે છે.

વિનીત બાઈકને જોરથી ત્યાંથી ભગાવી મુકે છે,પરંતુ થોડે જ દૂર જઈ,ફરી પ્રિયા તરફ તે બાઈકનો વળાંક લઈ,પ્રિયાની ગોળ ફરતે,વર્તુળમાં બાઈક ફેરવે છે.પ્રિયાને આ જોઈ ખૂબ જ ગુસ્સો આવે છે.

ત્યાં જ અચાનક રુદ્રની કાર ઉભી થાય છે,રુદ્ર પહેલા તો,કારનાં દરવાજાનો કાચ ખોલે છે,અને આંખે ચઢાવેલા ગોગલ્સમાંથી જ નિહાળે છે કે,કોઈ પ્રિયા ફરતે,બાઈકનો રાઉન્ડ મારી,હેરાન કરી રહ્યો છે.

રુદ્ર આ જોઈ ખૂબ જ ગુસ્સે થાય છે,અને કારની ચાવી કાઢી,તે દરવાજો ખોલી,ભાગતો,પ્રિયાને ત્યાં પહોંચે છે....

(ક્રમશઃ)