માં નો છેડો
હમ એક શબ્દ હૈ,
તો વે પૂરી ભાષા હૈ.
હમ કુંઠિત હૈ,
તો વહ એક અભિલાષા હૈ.
બસ વહી માં કી પરિભાષા હૈ....
હમ સમુંદર કા હૈ તેજ વેગ
તો જરનો કા વહ નિર્મલ સ્વર્ગ.
હમ દુનિયા કે હૈ અંગ,
તો વહ ઉસકી અનુક્રમણિકા હૈ.
હમ બકવાસ હૈ,
વહ ભાસણ હૈ.
હમ સરકાર હૈ,
વહ શાસન હૈ.
હમ લવ-કુશ હૈ,
વહ સીતા હૈ.
હમ છંદ હૈ,
વહ કવિતા હૈ.
હમ રાજા હૈ,
વહ રાજ હૈ.
હમ મસ્તક હૈ,
વહ તાજ હૈ.
વહી સરસ્વતી કા ઉદગમ હૈ,
રણચંડી ઔર નાશા હૈ.
હમ એક શબ્દ હૈ,
તો વે પૂરી ભાષા હૈ.
ભઈ વાહ...! ક્યાં કવિતા હૈ...! વાહ વાહ ક્યાં બાત હૈ.. આવી સુંદર મજાની માં પરની કવિતા લખનાર તમે કહેશો કોણ છે..? આ ભાઈ આપણા તારક મેહતા કાં ઉલટા ચશ્માં માં આવતા લેખક મહોદય શ્રી તારક મેહતા સાહેબ જ છે.. જી હાં શૈલેશ લોઢા.. અને આ કવિતા બોલતા મેં તેમને સાંભળ્યા છે. ખરેખર ખુબ જ સારા માણસ છે અને આ કવિતા ની શરૂઆત માં તેઓ તેવું કહે છે કે, “મેં માં પર કવિતા નથી લખી, કારણ કે દુનિયા ની કોઈ કલમ માં એ તાકાત નથી કે માં પર કવિતા લખી શકે, માં પર કવિતા લખનારો હું કોણ..?, માં પર થોડી કવિતા લખી શકાય.. માં તો માં હોય છે તેનાથી મોટો દુનિયા નો કોઈ શબ્દ નથી.” આ ઉપર ની કવિતા તો તેમણે ૧૩-૧૪ વર્ષ ની ઉંમર માં લખી હતી. ત્યારે પણ તેમણે આવી ખુબ જ સરસ પરિભાષાઓ આપી ને માં પર કવિતા લખી હતી. પણ, પહેલી સલામ માં ને ! બીજી સલામ કવિ ને !
બાળપણ માં સૌથી વ્હાલું લાગે તેવું કોઈ હોય તો તે છે માં. માં ના સથવારે આપણે કેવા નિર્ભય થઈને ફરતા હતા. માં વિના સુનો સંસાર આ જ અર્થમાં છે. માં વિના તો ખુદ આ સૃષ્ટિ ને બનાવનારો લાલો પણ રડી પડે છે એટલે જ કહ્યું છે કે માં ભલે નાનો શબ્દ હોય પણ તે દુનિયાનો સૌથી મોટો શબ્દ જ છે. મમ્મી એટલે નાની ઓરડી માં પણ સ્વર્ગ અને મમ્મી એટલે ઘર ગલી માહોલ માં ય સ્વર્ગ એની આંગળી ના સથવારે આપણે મોટા ડગ માંડતા હતા, પહેલે દિવસે ઉજ્જવળ ભવિષ્ય ના સપનાઓ જોઈને પરાણે અથવા મારીને પણ સ્કુલે મોકલતી માં પાછળ થી રડતી હોય છે. આપણો જ્યારે સ્કુલ માં નંબર આવે છે ત્યારે ખુશ થઈને ભગવાન પાસે તે રીઝલ્ટ મુકી ને માં જ પ્રાર્થના કરતી અને ક્યારેક તો તેની આંખ માં ખુશી ના આસું પણ આવી જતા. વેકેશન ખુલ્યું હોય અને ઘરમાં નવું બેગ અને નવા ચોપડા આવતા ત્યારે પણ પહેલા ભગવાન પાસે તે ચોપડા ને મુકી ને દીવો કરી અને મીઠાઈ ધરાવતી માં જ હતી. નાના હોઈએ અને કોઈ ટુર માં જવાનું થાય તો છેલ્લે સુધી સ્કુલ ના સર ને ધ્યાન રાખવાનું કહેનારી માં જ હોય છે. ત્યારે ક્યારેક માં ન દેખાય તો બેબાકળા બની જતા હતા અને તેની મેલી ઘેલી સદીનો છેડો પણ જો હાથ માં આવી જાય તો નાનપણ માં આપણે મીઠી નીંદર કરતાં હતા. જ્યારે માં યશોદા લાલા નું મો પરાણે ખોલી ને જુએ છે કે તેણે માખણ નથી ખાધું ને... ત્યારે તેને આખું બ્રમ્હાંડ ના દર્શન થાય છે પણ, દરેક માં ને પોતાના લાલા ના મો માં બ્રમ્હાંડ જ દેખાતું હોય છે. માં ને પોતાનો પુત્ર તો એને મન લાલો જ હોય છે. માં પુત્ર નાનો હોય ત્યાં જ તેની નાની નાની આંખો માં તેના ઉજ્જવળ ભવિષ્ય ના સપનાઓ ગૂંથવાનું ચાલુ કરી દે છે. કાનુડો, લાલો, કનૈયો, કાનો, આ અને આવા કેટલાય નામ થી માં આપણ ને બોલાવે છે જ્યારે નાના હોઈએ છીએ. બાળપણ માં, માં એટલે જાણે યશોદા અને કૌશલ્ય.. ત્યારે ઘડીભર માં પણ આપણને વિસરતી જ નથી તેના સો કામ પડતા મુકી માં આપણી સંભાળ રાખતી હોય છે. જરાય આપણા ઉછેર માં કચાશ ન રહી જાય તે માટે માં શક્ય બધું જ કરે છે.
પછી તો મોટા થઈએ છીએ પછી સ્કુલ કોલેજ ની આપણી જિંદગી માં આપણે મમ્મી ની વાતો માં ધ્યાન આપતા નથી. છતાંય માં તો એની શિખામણ આપણ ને આપતી જ હોય છે. તેને ક્યારેક આપણો ગભરાયેલો ચહેરો જોઈને કે કોઈ ચિંતા આપણા ચહેરા ઉપર તરત વર્તાય જતી હોય તો બસ તે માં જ હોય છે. તેનામાં આપણે જુઠું બોલીએ છીએ કે સાચું તે જાણવાની સમજણ પણ હોય જ છે. આપણ ને રાતે કોઈ ચિંતા માં નીંદર ન આવે તો તેને આપણી ચિંતા માં નીંદર નથી આવતી. આવી રીતે આપણી ચિંતા વધતી જતી હોય છે. માં ને મન તો આપણે હજુ છેડો ઝાલનારા જ રહીએ છીએ. તેને મન તો આપણે હજુ તેનું નાનું બાળક જ છીએ. એજ માં ની કરુણતા ની આપણે આજે વાત કરીએ તો એક નાના ઓરડામાં થી આપણ ને મોટા કરનારી આપણી આગળ પાછળ રહેનારી માં. તેમની પ્રાર્થના આપણી સુખ ની માંગણી કરતી માં નો છેડો આપણે ક્યારે છોડી દઈએ છીએ તેની ક્યારેક ખબર જ નથી રહેતી. આપણે આપણા રૂપિયા કમાવાના અને ઘરને સજાવવામાં મશગુલ એવા તો થઇ જઈએ છીએ કે, આ ઘર અને આ ભૌતિક સુખ જેની દિન-રાત ની પ્રાર્થના થી મળ્યું છે તેને ક્યારેક કઈક બોલી દઈએ છીએ. ત્યારે હંમેશા યાદ રાખવું પેલું કે માં થી મોટું દુનિયા માં કોઈ નથી. એકાદ બે વાર આપણે સફળ થઇ જઈએ પછી આપણી માં ની જૂની વાતો સાંભળવા માં આપણે કદાચ નાનપ અનુભવતા હોઈએ છીએ. આપણે તેને ક્યારેક સમય ન હોય સમજ્યા તો પ્રેમ થી સમજાવવા જોઈએ. આલીશાન બંગલા માં માં બિચારી રહેવાને ટેવાયેલી નથી હોતી છતાં દીકરાના સુખ માં હરખાતી પોતે એક ઓરડી પસંદ કરી લે છે. બાં નો રૂમ એવું આપણે બતાવી તેમાં એક મંદિર મુકી માં ના સપના ને આપણે નાની ઓરડી જેવા કરી દઈએ છીએ, પરંતુ બચપણ માં એ છેડો છૂટતો ન હતો તે અચાનક કેમ છુટી ગયો તે સમજાતું નથી. માં આપણા નાના હાથમાં નાની આંખમાં એકલી બેઠી બેઠી ત્યારે પોતાના સ્વપ્નાઓ જોતી હતી. ક્યારેક આર્થિક પરિસ્થિતિ ના ભરડા પાછળ પણ માં દીકરો જન્મ્યો છે તે જાણી સપના ને ગૂંથવા લાગે છે. અને સ્વપ્ના ને અકબંધ રાખે છે દીકરો મોટો થશે ત્યારે સારું થઇ જશે તેવું વિચારે છે. એટલે જ, માં ના છેડા માં કોઈ ગાંઠ નથી કોઈ સ્વાર્થ નથી, તે ત્યાગ ની મૂર્તિ છે તે બસ માં જ છે.
આજે જેની માં જેની જોડે છે તે દુનિયા ના બેહદ ખુશનસીબ લોકો છે. અને શરૂઆત શૈલેશ લોઢા ની કવિતા થી કરી હતી, તેની જ પંક્તિઓ થી પૂર્ણ કરું છું તેમાં તે જ્યારે માં હોય છે ત્યારે કોઈ ખ્યાલ આપણ ને હોતો નથી પણ જ્યારે માં નથી હોતી ત્યારે શું થાય છે તેના વિશે લખે છે... તેમાંની ખુબ જ સુંદર પંક્તિઓ અહી લખું છું... શૈલેશ લોઢા..
કલ જબ ઉઠ પર કામ પર જા રહા થા, તો અચાનક લગા કી કોઈ રોક લેગા મુજે,
ઔર કહેગા ખડા ખડા દૂધ મત પી હઝમ નહી હોગા, દો ઘડી સાંસ લે લે
અરે ઇતની ઠંડ ઔર કોર્ટ ભૂલ ગયા ઇશે ભી અપને પાસ લે લે,
મન મેં સોચા માં રસોઈ સે બોલી હોગી, જિસકે હાથો મેં સન્ના આટા હોતા..
ઔર પલટ કે દેખા તો ક્યાં માલુમ થા કી વાહ સિર્ફ સન્નાટા હોગા..
અરે અબ હવાએ હી તો બાત કરતી હૈ મુજ્શે...
લગતા હૈ જબ જાઉંગા કિસી ખાસ કામ સે..
તો કોઈ કહેગા દઈ શક્કર ખાલે બેટા..
અચ્છા શગુન હોતા હૈ...
કોઈ કહેગા ગુડ ખાલે બેટા...
અચ્છા શગુન હોતા હૈ...
પર મન ઈશી બાત કે લીયે રોતા હૈ...
કી સબ કુછ હૈ માં સબ કુછ..
જિસ આઝાદી કે લીયે મૈ તુજસે સારી ઉમ્ર લડતા રહા...
વો સારી આઝાદી મેરે પાસ હૈ...
ફિર ભી ન જાને કયો દિલ કી ધડકન ઉદાસ હૈ..
કહેતા થા ના તુજસે કે વહી કરુંગા જો મારે જી મેં આયેગા..
આજ મેં વહી સબકુછ કરતાં હું જો મેરે જી મેં આતા હૈ...
બાત યે નહિ હૈ કી મેં જો ચાહું કરલું મુજે કોઈ રોકને વાલા નહી હૈ..
બાત હૈ તો સિર્ફ ઇતની સી કી સુબહે દેર સે ઉઠું ના તો કોઈ ટોકને વાલા નહી હૈ..
રાતકો દેર સે લોટું તો કોન નારાઝ હોગા ભલા..
કોન કહેગા બાર બાર કી અબ કહાન ચલા...
દોસ્તો કે સાથ ઘૂમને પર ઉલ્હાને કોન દેગા...
મેરે વો તમામ જુઠે બહાને કોન દેગા...
કોન કહેગા કી ઇસ ઉમ્ર મેં કયો પરેશાન કરતાં હૈ..
હાયરામ યે લડકા કયો નહિ સુધારતા હૈ..
પૈસે કહા ખર્ચ હો જાતે હૈ તેરે...
કયો નહિ બતાતા હૈ..
સારા સારા દિન મુજકો સતાતા હૈ..
રાતકો દેર સે આતા હૈ..
ખાના ગરમ કરને કે લીયે જાગતી રહું..
ખીલાને કો તેરે પીછે ભાગતી રહું...
બહાતી રહું આંસુ તેરે લીયે..
કભી કુછ સોચા હૈ મારે લીયે..
ખેર મેરા તો ક્યાં હોના હૈ, ઔર ક્યાં હુઆ હૈ..
તું ખુશ રહેલે ના યહી દુઆ હૈ..
ઔર આજ તમામ ખુશીયા હી ખુશીયાં,
ગમ યે નહિ હૈ કી કોઈ યે ખુશીયાં બાટને વાલા હોતા..
પર કોઈ તો હોતા જો ગલાતીયો પર ડાટને વાલા હોતા...
તું હોતી ના તો હાથ ફેરતી સર પર યા હલકે સે બામ લગાતી...
આવાઝે દે દે કર સુબહે ઉઠાતી..
દિવાલી પર રૂપે દેકર ટીકા લગાતી ઔર કહેતી બડો કે પાવ છૂના આશીર્વાદ મિલેગા..
કપડે મત ફાડના અગલા કપડા આગલી દિવાલી પર શીલેગા...
બહેન કો સતાતા તો તું ચાટે મારતી..
બીમાર પડતા તો રો રો કે નઝરે ઉતારતી...
પરીક્ષા સે આતે હી ખાના ખિલાતી..
પિતા કી ડાટ કાં ડર દિખાતી ફિર પિતા કી ડાટ સે તું હી બચાતી..
ઇસે નોકરી મિલ જાયે.. યે તરક્કી કરે દુઆઓ મેં હાથ ઉઠાતી..
ઔર તરક્કી કે લીયે ઘર છોડ દેગા યે સુનકે દરવાજે કે પીછે આંસુ બહાતી..
સબ કુછ હૈ... માં સબ કુછ...
આજ તરક્કી કી હાર રેખા તેરે બેટો કો છું કે જાતી હૈ...
પર માં હમે તેરી બહોત યાદ આતી હૈ..
માં હમે તેરી બહોત યાદ આતી હૈ...
રીંકલ રાજા