Chakshu in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | ચક્ષુ

Featured Books
Categories
Share

ચક્ષુ

“ચક્ષુ”

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


“ચક્ષુ”

સુધીર અને સૈલજા કારમાં જતા હતા અને ચાર રસ્તા પર સીગ્નલને કારણેઉભા રહ્યા ત્યાં જ એક નાની બાળકી, લગભગ પાંચ વર્ષની હશે, નમણી ગોરી,,નિર્દોષ આંખો અને પરાણે પ્રિત ઉભરાય તેવી નિર્દોષ આંખોવાળી કાર પાસે મોગરાનાફૂલના ગજરા એક હાથમાં હતા અને બીજા હાથમાં એક ડબ્બો હતો એ ડબ્બા પરનાચિત્ર જોઈ ખ્યાલ આવે કે આમાં બહેરા-મુંગા બાળકો માટેનો ફાળો આપવાનો છે. એબાળકી બહું જ નિર્દોષ ભાવે ઈશારો કરી સૈલજાને કહ્યું કે તમને ઈચ્છા હોય એ ફાળો આડબ્બામાં નાંખો અને તમને હું આ મોગરા ફૂલનો ગજરો આપીશ. પ્લીઝ લઈ લો ને...?સૈલજા તો આ બાળકીને જ જોઈ રહી હતી, એ એટલી મજાની હતી કે પ્રેમ ઉભરાય,સૈલજાએ ઈશારાથી કહ્યું, તું આગળ આવ આ લાઈન ખૂલે છે. પછી સુધીરને કહ્યું, ગાડીઆગળ લઈ સાઈડમાં ઉભી રાખ, એ લોકો આગળ ગયા, સાઈડમાં ઉભા રહ્યા ને સૈલજાનીચે ઉતરી અને પેલી છોકરીને શોધવા લાગી, ત્યાં એ બાળકી ફરીથી આ લાઈન બંધથઈ એટલે રસ્તો ઓળંગી આવી. એના ચહેરા પર આનંદનો ગજબનો ભાવ હતો.સૈલજાએ એને ધીમે રહીને ઈશારાથી પૂછ્યું કે તારૂં નામ શું...? અને એ છોકરીએ બહુંજ સરસ રીતે હાથના ઈશારા કરી સમજાવ્યું કે મારૂં નામ ચક્ષુ છે અને પાછું કહ્યું પણ ખરૂંકે હું માત્ર બોલી નથી શકતી, સાંભળી શકું છું અને વળી પાછું કહ્યું, આમાં ફાળો આપોને હું તમને આ મોગરાના ફૂલનો ગજરો આપીશ. આ ગજરામાં તમે છો એનાકરતા પણ વધારે સુંદર લાગશો અને નિર્દોષ ચહેરો હલાવી આંખો જીણી કરી કહ્યું,આપો... આમાં... એ અવાજ વગર હોઠ ફફડાવતી હતી, ’આ લ્યો’ સૈલજાએ સોનીનોટ કાઢી અને ડબ્બામાં નાંખવા જતી હતી ત્યાં ચક્ષુએ કહ્યું, ના ના, આટલા બધા નહીં,ખાલી દસ કે વીસ, હું તમને એક જ ગજરો આપીશ, તો સૈલજા કહે, ચાલ હું વીસનીપાંચ નોટ નાંખુ, તું મને પાંચ ગજરા આપ, તું પાંચ જણાને આપે તો એવું થાય કે નહીં,તું એમ સમજજે તેં પાંચ જણને આપ્યા, ચક્ષુ ખૂશ થઈ અને હા પાડી. સૈલજાએ દસનીઅને વીસની નોટ કરી સોં રૂપિયા નાંખ્યા. ચક્ષુએ પાંચ ગજરા આપી દીધા. પછી સૈલજાએકહ્યું, તું ક્યાં રહે છે...? તો ચક્ષુએ ડબ્બા પરનું સરનામું બતાવ્યું, પછી સૈલજાએ વિચારીપૂછ્યું તારા મા-બાપ...? તો ચક્ષુ દુઃખી ચહેરે હાથ-મોઢું હલાવી કહ્યું, એ તો નથી,મને ખબર પણ નથી, ચક્ષુએ જે રીતે આ કહ્યું, એ જોઈ, સૈલજાની આંખો આંસુથી છલકાઈ ગઈ. એની આંખમાં આંસુ જોઈ ચક્ષુએ સૈલજાને નીચે નમવા કહ્યું, સૈલજા નીચીનમી ત્યારે ચક્ષુએ એની આંખો, નાનકડા નાજુક હાથથી લૂછી અને કહ્યું, રડવાનું નહીં,મારૂં નસીબ એવું હશે, પછી સૈલજાએ ડબ્બા પરનું સરનામું લખી લીધું અને ચક્ષુના માથેહાથ મૂક્યો, પછી કહ્યું, હું તને મારે ઘેર લઈ જાઉં તો આવીશ...? હું તને મારી દીકરીબનાવીશ. ચક્ષુને તો દાન માંગતા મા મળી...? પણ પછી કહે કે તમારે મારા સાહેબનેમળવું પડે. એ બીજે વાત કરે, કારણ કે હું પહેલા બીજે હતી, ત્યાંથી અહીં આવી, તમેઆ સરનામા પર આવી સાહેબને મળો, મને વાંધો નથી, તમે મજાના છો, ચાલો જાઉ,હજી આ ડબ્બો છલકાવવાનો છે. આટલું મસ્ત ઈશારાથી સમજાવી એ પાછી સિગ્નલપર પહોંચી ગઈ અને બધાને વિનંતી કરવા માંડી. સૈલજા અને સુધીર નીકળી ગયા.સુધીર કહે, ’’તને તો બહું પ્રેમ ઉભરાઈ ગયો, આ છોકરી પર...! તો સૈલજા કહે, હા,મને કોણ જાણે ગજબની આત્મિય લાગી આ છોકરી. આપણે એ છોકરીને દત્તક લઈએ.એનું કોઈ નથી. આપણા પલ્લવને બહેન મળી જશે. સુધીર કહે, જેવી તારી ઈચ્છા પણતને ખબર છે...? દીકરીને દત્તક લેવામાં કેટલી પળોજણ હોય છે...? એ લોકો એમનેએમછોકરી જાતને આપી ન દે, છતાં જઈશું. અત્યારે આપણે પલ્લવને સ્કૂલે લેવા જવાનોછે. આજે એનો પહેલો દિવસ છે એ છૂટે એ પહેલા પહોંચીયે.

સુધીર-સૈલજા દીકરા પલ્લવને લઈ પાછા ફરતા હતા ત્યારે સૈલજાએ નજરકરી તો એ છોકરી ચાર રસ્તે દેખાઈ નહીં. સુધીર કહે, એના બધા ગજરા ખતમ થયાહશે. ડબ્બો પણ છલકાઈ ગયો હશે એ છોકરી જ હતી પરાણે વહાલી લાગે એવી અનેપાછી ભીખ માંગવા નહોતી ઉભી. એટલે બધા લઈ લે. એટલે એ તો પહોંચીગઈ હશેપાછી. થોડા આગળ ગયા તો સૈલજાએ એક એ બહેરા-મુંગાની સંસ્થાનું નામ લખેલીવાન ઉભી હતી એમાં બેઠેલી જોઈ. સૈલજાએ આગળ ગાડી ઉભી રખાવી અને નીચેઉતરી, એ વાન પાસે ગઈ, ચક્ષુ પણ એને જોઈ હરખાઈ ગઈ. સૈલજા કહે, બધું ખલાસથઈ ગયું...? તો ચક્ષુ કહે હા, અને જુઓ ડબ્બો ભરાઈ ગયો. આ ઘટના વાનમાં બેઠેલાવડીલ જોઈ રહ્યા હતા. એમણે સ્મિત સાથે કહ્યું, બહેન આ છોકરી બધાને વહાલી લાગે છે. અમારા સંકુલની તો આ લાડકી છે એને મળવા તમે અમારા સંકુલ પર આવજો.સૈલજાએ કહ્યું, ચોક્કસ કાલે જ આવીશ માટે તમારા સંચાલકને પણ મળવું છે. આ વાતચાલતી હતી અને સુધીર પલ્લવને તેડીને આવ્યા. આ જોઈ ચક્ષુએ રાજી થઈ ઠેકડો માર્યોઅને કહ્યું, આ તમારો બાબો છે...? સૈલજા કહે હા, તું આની બહેન બનીશ...? ચક્ષુએપ્રેમથી માથે હાથ ફેરવી પપ્પી કરી, આ જોઈ ફરી સૈલજા ઢીલી પડી ગઈ. પાછું ચક્ષુએકહ્યું, રડવાનું નહીં, અને આંખો લૂછી, પછી બધા છૂટા પડ્યા.બીજે દિવસે, સવારે સુધીર-સૈલજા પલ્લવને સ્કૂલે મૂકી એ બહેરા-મુંગાના સંકુલમાં ગયા. સરસ જગ્યા હતી. બધા બાળકો રમતા હતા. શિક્ષક બાળકો સાથે એમની ભાષામાંપ્રેમથી વાત કરતાહતા. સૈલજા-સુધીરને આવતા જોઈ એ સંકુલના વડીલે દૂરથી નમસ્તેકર્યા. એમને તો દરેક વ્યક્તિ દાન આપવા આવતી હોય એમ લાગે, એટલે બધાનેપ્રેમથી જ આવકારે. એ લોકોને પ્રેમથી કાર્યાલયની ચેમ્બરમાં લઈ ગયા, આ લોકોનેચક્ષુએ દૂરથી જોઈ લીધેલા પણ એ નજીક ન ગઈ. એને ખાત્રી હતી, દાદાસાહેબ બોલાવશે પછી જ જઈશ.

સુધીર-સૈલજા ચેમ્બરમાં ગયા અને દાદાસાહેબે પોતાનો પરિચય આપ્યો કેમારૂં નામ શાંતિલાલ પણ મને બધા દાદાસાહેબ તરીકે જ ઓળખે છે. બોલો, કેમ આવવુંથયું...? તો સુધીર કહે, ’બે કામ હતા, એક તો અમારે નાનું તો નાનું પણ દાન આપવુંછે, ગઈકાલે ચાર રસ્તે તમારે ત્યાંની નાની દીકરી ચક્ષુને જોઈ એ મારી પત્નીને બહું જવહાલી લાગી.’ એટલે દાદાસાહેબ કહે, ’એ તો બધાની લાડકી છે જે આવે એને ગમીજાય છે, પણ કરૂણતા તો જુઓ, બધાને ખબર પડી કે અનાથ છે એટલે દત્તક લેવાનુંવિચારે પણ પછી ખબર પડે કે એ મુંગી છે તો વિચાર માંડી વાળે, બાકી આ છોકરીએટલી મજાની છે, ચતુર છે, હોંશિયાર છે અને ભણવામાં સૌથી આગળ છે. એ કંઈક બની શકે છે પણ લાચારી એક જછે એ અબોલ છે એ સારા ઘરની જ હશે, એનાભીતરના સંસ્કાર એના વર્તનમાં પ્રગટ થાય છે. બધા એને પ્રેમ કરે પણ એનો સ્વીકાર નકરે.’ તો સૈલજા કહે, એ મુંગી હતી એટલે એને કોઈએ તરછોડી...? તો દાદાસાહેબકહે, નારે ના, એ જન્મી એના ત્રીજા દિવસે જ તો એ અનાથ આશ્રમમાં હતી. કોઈ મૂકીગયેલું હવે નવજાતશિશુ અબોલ છે એ કેમ ખબર પડે...? પણ સમય જતા ખ્યાલઆવ્યો, ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે કંઈક ખામી છે એટલે બોલી નહીં શકે,કદાચ, સ્પીચથેરાપી થાય ને બોલે તો, અમારા એ અનાથ આશ્રમમાં એ બાળકી મોટીથઈ પછી અહીં મૂકી, પણ બહું મજાની છોકરી છે. તો સૈલજા કહે, એને બોલાવોને,અને થોડી વાર પછી દાદાસાહેબે કોકને મોકલી ચક્ષુને બોલાવી ચક્ષુ હસતા હસતા આવીઅને સુધીર-સૈલજાને નમસ્તે કર્યા. દાદાસાહેબે સૈલજાને કહ્યું, આ લોકોને તું બહું ગમી છેએટલે દાન આપવા આવ્યા છે, ચક્ષુએ ઈશારાથી કહ્યું કે ના, ગઈકાલે આમણે મનેપૂછેલું તું મારી દીકરી બનીશ...? દાદાસાહેબે સૈલજાની સામે જોયું તો સૈલજા કહે, આસાચું કહે છે મારે ખેરખર એને દત્તક લેવી છે, દાદાસાહેબતો આશ્ચર્યથી જોઈ જ રહ્યા,પછી આનંદ વ્યક્ત કરતા કહ્યું, કે મને બહું જ આનંદ થશે.

દાદાસાહેબે છેક સુધી બધી કાર્યવાહીમાં રસ લીધો અનાથ આશ્રમની જેટલીકઠિન કાર્યવાહી હતી એ બધી જ પૂરી કરી. છેલ્લે સંચાલકે કહ્યું કે, બહેન આ છોકરીજન્મી એના ત્રીજા જ દિવસે અહીં હતી. તમે નહીં માનો એક કુંવારી કન્યા માતા બની હતી. એના પિતાએ પોતાના ભાઈની મદદ લઈ આ દીકરીને જન્મી ત્યાંથી જ ઉપાડીલીધી અને મૃત બાળક એની બાજુમાં મૂકી દીધું અને એ કન્યાને કહ્યું કે, તારૂં જીવતરરોળાતું બચી ગયું. બાળક તો મૃત જન્મ્યું છે એ કુંવારી કન્યા કોણ હતી એ તો મને ખબરનથી પણ અહીં મુકી જનારે બે વરસે મને કહેલું કે કોઈ ગીરધારીલાલે આ બાળકનોનીકાલ કરવા આપેલું. આટલું સાંભળી શૈલજા ચમકી, આ ભાવ સુધીરે જોયા, સુધીર સૈલજાને એક તરફ લઈ ગયો અને પૂછ્યું કે આપણા લગ્ન પહેલા જે તે મને વાત કરેલીએને મળતું જ આવે છે અને ગીરધારીલાલ તો તારા કાકા. સૈલજા કહે, હા, એ જ લાગેછે. તો સુધીર કહે ’તો એ બાળક મૃત નહોંતું. એ આ જ છોકરી તારી જ છે, એટલે જતારૂં હૃદય એને જોઈ ધડક્યું, એક લોહી બોલ્યું પછી એણે દાદાસાહેબને કહ્યું, આ ની માઆજ છે, એના પિતા અને કાકાએ ચાલાકી કરી, તો દાદાસાહેબ કહે, એટલે તમારૂંબન્નેનું...? તો સુધીર કહે ના, એને જ એના પહેલા દગાખોર મિત્રનું, સૈલ્‌એ મને લગ્નપહેલા બધી જ વાત કરેલી હવે તો આ દીકરી અમારી જ. એ અનાથ નથી અમે માબાપ છીએ સત્તાવાર. આ જનમ આપનારી મા અને હું એનો પતિ એટલે પિતા. દાદાસાહેબ કહે, છોકરી કેટલી નસીબદાર...? અને તમે લોકો કેટલા નિખાલસ...?ધન્ય છે, ના કોઈ ગેરસમજ, ના કોઈ વિખવાદ આ છે અપવાદ, ચક્ષુની તો જીંદગી બની ગઈ.