LEKHIKA - 13 in Gujarati Magazine by lekhika books and stories PDF | લેખીકા - 13

The Author
Featured Books
Categories
Share

લેખીકા - 13

અંક - ૧

ભાગ – ૧

આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવી રહ્યાં છીએ કે જે એક મંદિર તો છે, પરંતુ ત્યાં આજ સુધી ક્યારેય પૂજા કરવામાં આવી નથી. લોક કથાઓ હંમેશા લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહી છે, સાથે જ આ લોકકથાઓ જાણવી હંમેશા જ કુતુહલ અને રોમાંચનો વિષય રહ્યું છે.

કોણાર્ક

આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવી રહ્યાં છીએ કે જે એક મંદિર તો છે, પરંતુ ત્યાં આજ સુધી ક્યારેય પૂજા કરવામાં આવી નથી. લોક કથાઓ હંમેશા લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહી છે, સાથે જ આ લોકકથાઓ જાણવી હંમેશા જ કુતુહલ અને રોમાંચનો વિષય રહ્યું છે.

કહેવામાં આવે છે કે, ઇન્ડિયા ઇઝ લેન્ડ ઓફ મિસ્ટ્રીઝ, આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું સૂર્ય મંદિર અંગે. કોણાર્કમાં એ પ્રવાસી માટે ઘણું બધુ છે, જે યાત્રા ઉપરાંત કંઇક ખાસ અને રોચકની તલાશમાંછે. કોણાર્કનું સૂર્ય મંદિર કામુકતાને પણ એક નવી પરિભાષા આપે છે.

અહીં બનેલી મૂર્તિઓમાં ઘણી જ સુંદરતા સાથે કામ અને સેક્સને દર્શાવવામાં આવ્યું છે. અહીં બનેલી મૂર્તિઓ પૂર્ણ રીતે યૌન સુખનો આનંદ લેતી દર્શાવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ મૂર્તિઓને મંદિરની બહાર સુધી જ સીમિત કરવામાં આવી છે. આવું કરવાનું પાછળ એ દર્શાવવામાં આવે છે કે, જ્યારે પણ કોઇ મંદિરના ગર્ભ ગૃહમાં જાય તો તે તમામ પ્રકારના સાંસારિક સુખો અને મોહ માયાને મંદિરની બહાર છોડીને આવે.

કોણાર્કનું મંદિર, મંદિરમાં લાગેલા ચુંબક, સંઘ્યા બાદ નૃત્ય કરતી આત્માઓના પાયલની ઝણકાર, આત્મહત્યા, મંદિર હોવા છતાં પણ પૂજાના થવી આ બધી વાતો, જે દરેક એ વ્યક્તિને કોણાર્ક જવા માટે પ્રેરે છે, જેની અંદર લોકકથાઓને જાણવાની ઇચ્છા અને રોમાંચની મજા લેવાનું સાહસ હોય. તો ચાલો તસવીરો થકી વિસ્તારથી જાણીએ શું છે કોણાર્ક અને શું ખાસ અને રોમાંચક છે ત્યાંના સૂર્ય મંદિરમાં. કોણાર્કનું સૂર્ય મંદિર, ભારતના ઓરિસ્સા રાજ્યના પૂરી જિલ્લાના પૂરી નામક શહેરમાં સ્થિત છે. તેને લાલ બલુઆ પથ્થર અને કાળા ગ્રેનાઇટ પથ્થરથી 1236-1264માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતુ.

આ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાનું એક છે. તેને યુનેસ્કો દ્વારા વર્ષ 1984માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે. કલિંગ શૈલીમાં નિર્મિત આ મંદિર સૂર્ય દેવ(અર્ક)ના રથના રૂપમાં નિર્મિત છે.

તેને પથ્થર પર ઉત્કૃષ્ટ કોતરણી કરીને ઘણું જ સુંદર બનાવવામાં આવ્યું છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચવામાં આવતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓવાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે.

કોણાર્કનો અર્થ અને ઈતિહાસ કોણાર્ક શબ્દ, કોણ અને અર્ક શબ્દોના મિલનથી બન્યો છે. અર્કનો અર્થ થાય છે, સૂર્ય જ્યારે કોણનો અભિપ્રાય ખુણો અથવા તો કિનારા સાથે રહ્યો હશે. કોણાર્કનું સૂર્ય મંદિર પુરીના ઉત્તર પૂર્વીય કિનારા પર સમુદ્ર તટ નજીક નિર્મિત છે.

અનેક ઇતિહાસકારોનું માનવું છે કે, કોણાર્ક મંદિરના નિર્માણકર્તા, રાજા લાંગૂલ નૃસિંહદેવના અકાળે મોતના કારણે મંદિરના નિર્માણનું કાર્ય અટકી ગયું. તેના પરિણામસ્વરૂપ અધૂરો ઢાંચો ધ્વસ્ત થઇ ગયો,

પરંતુ આ મતને ઐતિહાસિક આંકડાઓનું સમર્થન મળતું નથી. પૂરીના મદલ પંજીના આંકડાઓ અનુસાર અને ઈ.સ. ૧૨૭૮ ના તામ્રપત્રોથી જાણા મળે છે કે, રાજા લાંગૂલ નૃસિંહદેવએ ઈ.સ. ૧૨૮૨ સુધી શાસન કર્યું. અનેક ઇતિહાસકારનો મત પણ છે કે, કોણાર્ક મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૨૫૩ થી ઈ.સ. ૧૨૬૦ વચ્ચે થયું હતું. તેથી મંદિરનું અપૂર્ણ નિર્માણ અને તેનું ધ્વસ્ત થવાનું કારણ હોવાનું તર્કસંગત નથી

આમ આપણા ભારતમાં ઘણા આધ્યાત્મિક અને કુતુહલનો અનુભવ કરાવે તેવા રહસ્યો છે, અને માણસ ના માનસ પ્રમાણે વિશ્વાસ,અંધવિશ્વાસ જેવા ઘણા તર્કને સ્થાન મળે છે, પરંતુ જે સત્ય હકીકત છે, તેને કોઈ તર્ક ની આશ નથી આમ ભારત માં આવા અનેક સ્થાનો છે, અને તે સ્થાન ઉપર ઘણા સંશોધનો પણ થય ચુક્યા છે, પરંતુ કહે છેને કે કુદરતને કોઈ નથી પોહચી શકતું. .

Bani Dave E-mail :