Prem sarvatra chhe in Gujarati Magazine by Hardik Raja books and stories PDF | પ્રેમ સર્વત્ર છે

Featured Books
Categories
Share

પ્રેમ સર્વત્ર છે

પ્રેમ સર્વત્ર છે.

પ્રેમ..., તો કોઈ પણ જોડે થઇ શકે છે. ચાહે તે નિર્જીવ વસ્તુ પણ કેમ ન હોય. પરંતુ, જીવનમાં પ્રેમ એક મહત્વપૂર્ણ સ્વાભાવિક જરૂરિયાત છે. મનુષ્ય ને જ્યાં સુધી કોઈના પ્રેમ ની પ્રાપ્તિ ન થાય... લાગણી ઓ હોય તો જ તે મનુષ્ય કહેવાય છે.. બાકી મશીન જ કહેવાય. એમ પ્રેમ વિના કશોક અભાવ અને અશાંતિનો અનુભવ થાય છે. પ્રેમપ્રાપ્તિની ભૂખ નાનપણ માં વધારે જોવામાં આવે છે. જે બાળકોને પોતાનાં માબાપ નો પ્રેમ પ્રાપ્ત નથી થતો તેમનું જીવન અને તેમનું વ્યક્તિત્વ પોષાયેલું નથી હોતું. કેટલાય માનસિક રોગોનું કારણ તો બાળપણ માં માબાપ નાં પ્યાર નો અભાવ જ હોય છે. આવા ઘણા બધા કેસ હોસ્પિટલો માં નોંધાય છે. પ્રેમપ્રાપ્તિ ની જેમ મનુષ્યમાં પ્રેમ આપવાની ભાવના પણ હોય છે. પ્રેમ આપવાની ભાવના પુસ્ટ વ્યક્તિત્વ નો આધાર છે. પ્રેમ લેવાની ભાવના જ સ્વાર્થ તથા પરાવલંબન નું રૂપ છે, તો પ્રેમ આપવો તે પરમાર્થ અને સ્વાવલંબન છે. પ્રેમ દિવ્યતત્વ છે. એનું પરિણામ પણ સદૈવ દિવ્ય જ મળે છે, પરંતુ ત્યારે જ કે જ્યારે મનુષ્ય પુરસ્કાર ની કામનાથી રહિત થઈને ફક્ત પ્રેમ માટે જ ત્યાગ તથા બલિદાન કરે. પ્રેમ તો મનુષ્ય ની ચેતનાનો વિકાસ કરી તેણે વિશ્વચેતના માં પ્રતિષ્ઠિત કરે છે.

આ પ્રેમ ની ખુબ જ ગમતી બાજુ છે.. કે જ્યારે કોઈ કાર્ય માટે આકર્ષણ નથી હોતું ત્યારે તેમાં આપણી કર્તવ્ય માટે ની બુદ્ધિ હોતી નથી. આપણે કેટલીક ભૂલો કરીએ છીએ, આપણ ને કામ ક્યારેક બોજસ્વરૂપ લાગતું હોય છે. આ ન થાય તે માટે પ્રેમ ની શક્તિ કર્તવ્યપૂર્ણ સાબિત થાય છે. એના જ અભાવ થી માણસ ને શારીરિક અને માનસિક રોગ સતાવવા લાગે છે. પ્રેમ નાં ભાવ થી મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. તેમાં મુશ્કેલીઓ હોવા છતાં પણ ફૂલ ચૂંટવા જેવું સરળતાનો અનુભવ થાય છે. પ્રેમ ની અવસ્થામાં કસ્ટ નામ ની કોઈ સ્થિતિ જ હોતી નથી. પ્રેમ ની ધૂન માં કર્મ અને ફળ જેવું કશું જ દેખાતું નથી હોતું.. ફક્ત પ્રેમ નું કર્તવ્ય જ સામે રહે છે. કર્તવ્ય નાં અભિમાન અને ફળ ની આકાંક્ષા સાથે જ ક્ષમતાઓનો વિકાસ રૂંધાઈ જાય છે. આ જ કારણે એક સરકારી નોકર ને કાર્યાલય નું ચાર-છ કલાક નું કામ પણ બોર કરી નાખે છે. જ્યારે દેશપ્રેમી માણસ અઢાર કલાક કામ કરી ને પણ થાકતો નથી હોતો.. આ જ તો હોય છે.. પ્રેમ ની કામ પ્રત્યે નો નશો.

પ્રેમ માં પડી ગયેલા માણસ ને ઉભો કરે છે. જે વ્યક્તિઓના જીવનમાં પ્રેમનો, સ્નેહનો અભાવ રહેતો હોય તેઓ નીચે પડેલો જોવા મળે છે. આપણા ધ ગ્રેટ મેન માં મહાત્મા બુદ્ધ, સોક્રેટીસ, મોહંમદ, રામકૃષ્ણ અને બીજા કેટલાયે અનેક પતિતો ને પોતાનો નિ:સ્વાર્થ પ્રેમ આપીને તેમનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે આપણો દ્રષ્ટિકોણ પ્રેમમય બને છે ત્યારે બીજાના દુર્ગુણ ન દેખાતા સદગુણ દેખાય છે. આના લીધે આપણે પછી દુર્ગુણ જોતા દુર થઇ જઈએ છીએ. હાં.. પ્રેમ માં આવું જ થાય છે. આ પ્રેમ છે સંસાર સાથે નો જ પ્રેમ.. મનુષ્ય નો દ્રષ્ટિકોણ અને ચિંતન જેવાં હોય છે. તેવો જ તેને આ સંસાર દેખાય છે.

સર્જન ની શરૂઆત પ્રેમ થી થાય છે. જે વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિ ને આપણે પ્રેમ કરીએ છીએ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. તેના માટે પ્રયત્ન જ સફળતા નો જનક છે. મોટા ભાગે કોઈ પણ સફળતા નું શ્રેય તેના માટે કરવામાં આવેલ પ્રયત્ન અથવા પુરુષાર્થ ને આપવામાં આવે છે, પરંતુ તેની પાછળ જે નથી દેખાતું તે જ છે, ઊંડાણ પૂર્વક વિચારતા જોવા મળશે કે પ્રયત્ન અને પુરુષાર્થ જેવો મુશ્કેલીવાળો ભાર અનાયાસ ઉપાડવા માટે કોઈ તૈયાર થઇ જતું નથી. તેના મૂળમાં તેને મેળવવા નો પ્રેમ હોય છે, ત્યારે જ મન અને શરીર નો સુવ્યવસ્થિત પુરુષાર્થ શક્ય છે, ઈચ્છા માં જેટલી શિથિલતા હશે એટલો જ પુરુષાર્થ અધૂરો રહેશે અને તે અધૂરા પુરુષાર્થ ની સફળતા પણ આંશિક જ હોય ને..!

સ્કુલ એ જતા નાના બાળક ને જ્યાં સુધી વિદ્યાના મહત્વ ની ખબર નથી હોતી, તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી હોતી, તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી જાગતી અને સ્કુલ નાં વાતાવરણ પ્રત્યે આકર્ષણ જાગૃત નથી થતો ત્યાં સુધી તે ભણવામાં અરુચિ દર્શાવે છે, પરંતુ જ્યારે તેને વિદ્યા નું મુલ્ય સમજાય છે, ભણવાનું સમજવા લાગે છે, આગળ વધવાની સ્પર્ધા ગમવા લાગે છે ત્યારે તેની આકાંક્ષા પ્રબળ બને છે, તો ત્યારે તે કોઈના કહ્યા વગર મોડી રાત સુધી જાગીને વાંચતો હોય છે. થોડું ઊંડાણ માં વિચારીએ તો ખબર પડશે કે ઈચ્છા પણ પ્રેમ થી જ તો ઉદભવતી હોય છે. તે કોઈ અનાયાસે ઉદભવતી નથી હોતી. જેમાં આપણો પ્રેમ હોય તે જ દિશામાં તે ગતી કરે છે.આમાં ફાયદા નુકશાન નું કોઈ મહત્વ હોતું નથી. આકર્ષણ જ મુખ્ય હોય છે. ક્યારેક નુકસાનકારક હોય ટોય માણસ શોખ ની પાછળ, પેશન ની પાછળ જાય છે.. આનું કદાચ મોટું ઉદાહરણ મીરાબાઈ સિવાઈ તો કયું હોય શકે..! મીરાએ પ્રભુપ્રેમ માં પ્રત્યક્ષ તો શું મેળવ્યુ ? ઘરબાર, રાજઘાટ, સુખસાધન, છોડીને બાવરી બનીને બહારના લોકો માટે ઉપહાસ્યાસ્પદ બનીને અને અભાવભર્યું જીવન જીવતી રહી.

સફળતા માટેના પુરુષાર્થનો આધાર ઈચ્છા ની તીવ્રતા પર રહેલો છે અને ઈચ્છા જ્યાંથી ઉદ્દભવે છે તે મૂળ ઉદ્દગમ નું નામ છે પ્રેમ. પ્રેમ માં સર્જન ની અદભુત શક્તિ રહેલી છે. મનુષ્ય શક્તિ નો પુંજ છે. ઈશ્વર નો યુવરાજ હોવાના કારણે તેને આ સંસારમાં પ્રગટ અથવા અપ્રગટ રૂપે છે. પ્રેમ સ્વયં સર્જન કરે છરી. જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં કદાચ કૃષ્ણ જેવું દેવત્વ ઉત્પન્ન થાય છે. જે માણસ બધા માં પ્રેમ જ દેખે છે. જેની ઉપર તેને પ્રયુક્ત કરવામાં આવે છે તે સમર્થ બને છે. શરત માત્ર એટલી છે કે પ્રેમ સાચા અર્થ માં પ્રેમ હોવો જોઈએ.

અને આનંદ નું પણ તેવું જ છે જો તેના વિષે વિચારીએ તો ખબર પડે કે આનંદ નો મૂળ સ્ત્રોત પ્રેમ જ છે જ્યાં પ્રેમ નથી ત્યાં આનંદ હોતો નથી અને જ્યાં આનંદ હશે તેના મૂળ માં પ્રેમ હોવો અનિવાર્ય છે. સંસાર ની કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ વ્યક્તિ ને જુઓ. જો તેમાં કોઈક ના સુખ ની અનુભૂતિ થાય તો નક્કી એ વસ્તુ અથવા વ્યક્તિ માં તે મનુષ્ય નો પ્રેમ હશે. મમ્મી પપ્પા પોતાના બાળકો ને જોઈને આનંદ પામે છે. આ આનંદ નથી બાળક માં નિવાસ કરતો કે નથી માં બાપ ની આંખો માં. એનો નિવાસ તે પ્રેમ માં હોય છે.

આનંદ નો મૂળસ્ત્રોત પ્રેમ છે. અને સાચો પ્રેમ નિસ્વાર્થ ભાવ થી એવા લોકો ની સેવા કરવાથી જ મેળવી શકાય છે. જેની પાસે થી કોઈ બદલાની આશા રાખી ન શકાય. જો જીવન માં સુખ, સંતોષ અને શાંતિની આવશ્યકતા હોય તો જનસેવા નાં મધ્યમ થી પ્રેમ મેળવી ને સફળતા પૂર્વક તેણે પૂર્ણ કરી શકાય છે.

હૃદયમાં પ્રેમ નો પ્રકાશ પ્રવેશતા જ, મનોવિકાર દુર થઇ જાય છે. દીપક પ્રગટતા જ ઓરડામાંથી તિમિર નાશ પામે એવી રીતે પ્રેમ નો રસ મળતા જ મનુષ્ય નું હૃદય અલૌકિક સૌંદર્ય થી ભરાઈ જાય છે. એટલે જ, આ સૃષ્ટિ માં સર્વત્ર પ્રેમ જ છે...

Love is everywhere and in everything.

  • હાર્દિક રાજા