અંક - ૧
ભાગ – ૧
તમે ભૂત પ્રેત વિશે વાતો સાંભળી હશે, પરંતુ આજ તમને એક સત્ય બનાવની વધુ નજીક લઈ જવા ઈચ્છું.... વાત છે આત્મા – ભૂત કે પછી...... પરંતુ.... ઉંધ ઉડાડી દીધી.... આ કિચુડ.....કિચુડ..... અવાજે સત્ય હકીકત છે નામ બદલી નાંખેલ છે... વાંચો કીર્તિ ત્રાંબડીયાની કલમે.....
આત્મા-ભૂત-કે પછી....!
બેટા ઉઠ છ વાગી ગયા છે........
બીટુ ઉઠ.........
બીટુ છ વાગી ગયા છે... કોલેજ જવાનું લેટ થશે.
મોમ, આખી રાત ગાડાના અવાજે સુવા નથી દીધો, માથે ઓઢતા બોલ્યો, મારે કોલેજ ઉંઘવા નથી જાવું... પ્લીઝ મોમ... મને સુવા દે.
તે મનમાં જ વિચારતા બોલી ગાડાનો અવાજ.. વાહ બેટા કેવાં કેવાં બહાના બતાવે છે.
રોશની બેટા, ઉઠ જોઈ શાળાએ જવાનું મોડું થશે....
પ્લીઝ, મોમ... આજ નહીં ગાડાના અવાજે આખી રાત ઉંઘ ખરાબ કરી નાંખી છે....પ્લીઝ..
અરે, મને તો કોઈ અવાજ કાને નથી પડ્યો... અને... છોડો.....વાત જ.
કિચનમાં જઈ ફરી મગજ વિચારે ચડ્યું, રાતે રોનકે પણ મને ઉઠાડી હતી, હું અર્ધ ઉંઘમા જ હતી. ગાડાનો અવાજ બધાંને સંભળાયો અને મને.... નહી... છોડો.....વાત જ. નાસ્તો બનાવવા લાગી....
મેરી..... મેરી..... મારો બ્રેકફાસ્ટ.....
હા..... લાવી....
મેરી જયુશ, ટોસ, બ્રેડ, જામ સાથે ડાઈનીંગ ટેબલ પર હાજર થઈ.
રોનક પોતાની ટાઈ બાંધતાં ટેબલ પર બેઠક લેતાં બોલ્યો, મેરી આખી રાત ગાડાના અવાજે ઉધવા નથી દીધો, પ્લીઝ... સીક્યુરીને મળી પ્રોબ્લેમ સાંજ પહેલાં ફીનીસ કરજે પ્લીઝ.....
મેરીને જરાય ખ્યાલ ન હતો કે જે વાતનો અનુભવ દીકરા ચિન્ટુ, દીકરી રોશની અને પતિ રોનકને થયો તેનાથી હું કેમ બીલકુલ અજાણ છું. રોનકે ઓફીસે જતો જોઈ મેરી બાજુમાં રહેલ આન્ટીને વાત કરી.
પરતું, આખી રાતમાં કોઈ અવાજ અનુભવ થયો ન હતો. મેરી એ પણ વાતને એક બાજુ મુકી દીધી, અને બાય આવતા કામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરના સમયે ચિન્ટુ અને રોશની તો રાતના ઉજાગરાની અધુરી ઉંઘ પૂરી કરવા સુઈ રહ્યાં હતાં. તેથી હોલમાં જ ધીમું ટીવી ચાલુ કરી ફિલ્મ જોવા લાગી. ચાલુ ટીવીએ જ ઉંઘ આવી ગઈ.
ત્રણેક વાગે મેરીના કાને અવાજ આવ્યો, અવાજ નહીં પરતું ચીસાચીસ સંભળાય રહી હતી તે પણ રોશનીની, મેરી ભાગતી રોશનીના રૂમમાં ગઈ, મેરી હજુ આંખો બંધ કરીને મોમ.... મોમ ચીસ પાડી રહી હતી. રોશનીને જોતા જ બોલી, પ્લીઝ મોમ આ ગાડાનો અવાજ બંધ કરાવને પ્લીઝ...
મેરી ને સવારની વાત યાદ આવી ગઈ. ચિન્ટુ, રોશની, રોનક બધાંને અવાજ આવી રહ્યો હતો. પરતું અત્યારે મેરીના કાન ઉંચા થઈ ગયા, તે ભાગતી હોલમાં આવી ટીવી બંધ કરી ચારે બાજુ જોવા લાગી અવાજ ખુબ નજીકથી આવી રહ્યો હતો. અવાજની દીશામાં ધ્યાન આપી તે વિચારવા લાગી અવાજ હોલમાંથી આવી રહ્યો હતો.
ગાડાની અવરજવર વધી ગઈ. મેરી પોતાની આંખો ચારે બાજુ દોડાવા લાગી. કોઈ તો એવી જગ્યા હોય જ્યાંથી આ અવાજ પકડમાં આવે. ચારે બાજુ નજર દોડવા લાગી. ક્યાંયથી કંઈ દેખાતું ન હતું. અચાનક અવાજ બંધ થઈ ગયો, જેવી રીતે ચાલુ થયો હતો તેવી જ રીતે. મેરીએ પોતાની જાતને સોફા પર પડતી મુકી આંખો બંધ કરી નિરાતનો શ્વાસ લીધો.
કિચુડ.....કિચુડ..... ગાડાનાં ફરતાં વિલનો અવાજ ફરી ચાલુ થયો. મેરીએ બંધ આંખે ધ્યાન દઈને અવાજની દીશા પકડી અને તરત જ ડાઈનીંગટેબલ પર નજર અટકી, અને તેની આંખો ખુલી જ રહી ગઈ. કારણકે ગયા રવિવારે અલંગમાંથી લાવેલ બહુ જુનવાણી મુખવાસદાનીની એક ડબ્બી સમાય તેવું નાનું એવું ગાડું હતું.
મેરી તો વિચારી રહી હતી, લાકડાનું સામાન્ય ગાડું અને આટલી ઝડપથી કેવી રીતે ફરી શકે. મેરી હિંમત કરીને ઉભી થઈ ડાઈનીંગટેબલ પાસે પહોચતાં ગાડું ઉભી રહી ગયું અને શરીર પરસેવાથી નીતરતું હતું.
ટેબલ પર પડેલા જગમાંથી એક ગ્લાસ પાણી પીધું અને ડાઈનીંગટેબલની ખુરશી પર જ ફસડાઈ પડી. તેનું મગજ કામ કરતું ન હતું. તે વિચારતી હતી કે, લાકડાનું સામાન્ય ગાડું... ફરી... કિચુડ.....કિચુડ..... મેરીએ હતી એટલી હિંમત એકઠી કરી ઝટકા સાથે ગાડું ઉપાડી લેતા મુખવાસની ડબ્બી નીચે પડી ગઈ. તેને આગળ પાછળ ફેરવી ફેરવીને બરાબર જોયું તે બરાબર ઉભું પણ રહી શકતું ન હતું તો ફરવાનો તો સવાલ જ ન હતો.
મેરીનો ફોન આવ્યો ઓફીસે છો.
હા...ફોન કટ...
ફરી ફોનની રીંગ વાગી ઉપાડતા...
હું આવું છું જતી નહીં અને ફોન કટ...
આવીને તરત જ....... મારી તો હિંમત ખુટી ગઈ છે. આ ગાડું તું અહી જ રાખ, જો આ ફરી ઘરમાં આવ્યું તો મારા છુટાછેડા પાકા, આવતા શનિવાર સુધી અહી સાચવી લે રવિવારે આપણે બન્ને જ્યાંથી લાવ્યા હતા ત્યાં પધરાવી દેશું. આટલું સાંભળતા મને ખ્યાલ આવી ગયો, મારા માટે આ કોઈ નવી વાત ન હતી. મેં તરત જ PAપાણીનો ગ્લાસ ભરી આપ્યો, તે એક શ્વાસે પાણી પી ગઈ.
હવે નિરાંતે બોલ થયું શું ? આ જુના ગાડાને કલર કરી આટલું સરસ રજવાડી ટચ આપ્યો અને પધરાવી દેવું છે. તેને ઘરમાં બનેલ વાત કરી, મે એને સમજાવતા લે તો ગઈ પરતું બીજે દિવસે સવારે નવ ઓફીસે આવી બોલી, આ ગાડાને તું અહિં જ રાખ આ બલા મારે કોઈપણ સજોગોમાં જોઈતી નથી. પ્લીઝ... મારે આ મુસીબતમાંથી છુટકારો જોઈએ છે... તને ખબર નથી આને કાલ હું ઘરે લઈ નહોતી ગઈ ?
મારાથી પૂછાઈ ગયું. શું...??
હા..... મેડમ.. તારી જ કચરા ટોપલીમાં મુકીને ગઈતી,
શું ???
હા.... પરતું ઘરે પહોંચી તો... ડાઈનીંગટેબલ પર તે જ જગ્યાએ ઉભું જોઈને તો મારા મોતીયા મરી ગયા.. ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની બહાર ડસ્ટબીનમાં નાખ્યું પણ એક જોરદાર દસ્તો મારીને ભાગીને ભુક્કો કરીને. પરતું આખી રાત હોલમાં ફરી રહ્યું હતું... આટલું બોલતાં બોલતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા... ધ્રુસકે... ધ્રુસકે...રડવા લાગી.
મેં ટેબલ પરથી તે ગાડું લઈને મંદિરમાં મુક્યું.
રવિવારે અલંગના ડેલે જઈ તે ભાઈને ગાડું પાછું આપતા હાથમાં લેતા પહેલાં જ બોલ્યા.....,
મીર માર્યો પહેલી વાર કોઈનાં ઘેર આઠ દિવસ ટક્યું તો ખરું ? મે થોડી કરડાકીથી તેમની સામે જોતાં, થોડા નરમ અને ધીમા અવાજે બોલ્યાં... મેડમજી આજ સુધીમાં જેના ઘરે ગયું એક રાતમાં તો પાછું આવ્યું છે. પણ તમે તો આની સકલ સુરત જ બદલી નાંખી છે.
માફ કરજો મેડમ... ક્યાંથી આવ્યું ? કોનું છે ? ખબર નથી. પણ.... જ્યાં પણ જાય છે મુસીબતનું ઘર ઉભું કરે છે. મેરીએ નિરાંતનો શ્વાસ લીધો, અને ત્યાં જ મને ભેટી પડતા બોલી, આજ પછી ક્યારેય કોઈ જુની ચીજ ને હાથ... અરે હાથ શું વિચાર સુધા નહી કરું.
પરતું મારો તો આ શોખ છે... જુના પુસ્તકોને લઈને વાંચવા અને ફરી કોઈ જરૂરિયાતમંદને આપવા... આપણે તો ભુલથી પણ આવો વિચાર ન કરીએ.... જુનું એટલું સોનું અને કોણ મુર્ખ એવો પાગલ હોય કે સોનું છોડી દે......
કીર્તિ ત્રાંબડીયા,
મો. ૯૪૨૯૨૪૪૦૧૯
E-mail :