Sannatanu Rahashy - Part 10 in Gujarati Horror Stories by Bhavisha R. Gokani books and stories PDF | સન્નાટાનું રહ્સ્ય-૧૦

Featured Books
Categories
Share

સન્નાટાનું રહ્સ્ય-૧૦

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 10

ઓચિંતા જે કેસની તપાસ માટે તે અહીં આવ્યો હતો તેનુ જ નામ સંભળતા તે એકદમ એકસાઇટેડ થઇ ગયો અને ઝડપથી પુછવા લાગ્યો, “વ્હોટ સર? રવી યાદવ ફ્રોમ વાપી કે જેનું હમણા વાપીમા ખુન થયુ તે રવી યાદવ?” “યા મિસ્ટર મેહુલ એ જ રવિ યાદવ કે જે અહી વાપી રહેતો અને આ દલાલો તેને છોકરી અમુક પૈસા લઇ વેચી નાખતા અને આ રવી યાદવ તે બધી છોકરીઓને લઇ મુંબઇ જઇ વેચી પૈસા કમાતો.

“પણ એ તો જમીન મકાનની દલાલીમાં સંકળાયેલો હતો ને સર?” “જમીન મકાનની દલાલી તો નામની હતી, તેનો મુખ્ય વ્યવસાય જ આ છોકરીઓની હેરાફેરીનો હતો. સાલા આવા હરામીઓનો અંત તો આવો જ હોવો જોઇએ જેવો રવી યાદવનો થયો.

“ઓ.કે. સર થેન્ક્સ ફોર યોર સપોર્ટ. બીજી કોઇ વધુ ઇન્ફોર્મેશનની જરૂર પડશે તો તમારો સંપર્ક કરીશ.” “ઓ.કે. એનીટાઇમ મિસ્ટર.”

મેહુલ પોલીસ સ્ટેશનથી નીકળી હોટેલ ગયો. આ બધુ જાણી તેનું મગજ કામ કરતું ન હતુ. તેને લાગ્યુ કે તે એવા ગુચવાડામાં ફસાઇ ગયો છે અને તે જેમ એક રસ્તે જવાની કોશિષ કરતો હતો તેમ તે વધારેને વધારે અંદર ફસાતો જતો હતો. પણ અહીથી એક ક્લુ તેને જરૂર મળ્યો હતો કે રવિ યાદવનુ કોઇ ને કોઇ કનેકશન સુરત સાથે હતુ.

“શીટ.... આ સિગારેટને પણ અત્યારે જ ખતમ થવાની હતી. સાલા મગજમાં આવતા વિચારોને બ્રેક લાગી ગઇ.” બબડતા બબડતા તેણે સિગારેટના ખાલી પેકેટને હવામાં ફંગોળી દીધુ.

સિગારેટની તલપને કારણે તે તરત જ તે હોટેલમાંથી બહાર નીકળ્યો. ચાલતા ચાલતા સતત તેના મનમાં ત્રણ ખુન વિષે પ્રશ્નોની સંતાકુકડી ચાલી રહી હતી. બીઝી રોડ વચ્ચે તે ગાંડાની જેમ ચાલી રહ્યો હતો અને અચાનક એક રિક્ષા સાથે તે ટકરાતા ટકરાતા બચ્યો અને તેના ગતિમાન વિચારોને બ્રેક લાગી ગઇ. કામની વ્યસ્તતા અને કામની એકાગ્રતા માણસના મનને એવુ જકડી રાખે છે કે માણસ પોતાના અસ્તિત્વનુ ભાન પણ ભુલી જ જાય છે તે એવો પોતાના કામમાં ખુપી જાય છે કે તેના શરીર સુધ્ધાનુ ભાન રહેતુ નથી. “સોરી..સોરી...સોરી... માય મિસટેક” તેણે રિક્ષા ડ્રાઇવરને કહ્યુ. રિક્ષા ડ્રાઇવર ગુસ્સે થતા થતા બબડતો બબડતો રિક્ષા સ્ટાર્ટ કરી જતો રહ્યો. મેહુલે જલ્દી સિગારેટનું પેકેટ મેળવી હોટેલ પહોંચી ગયો. વિચારોમાં ને વિચારોમાં તેને ક્યારે ઉંઘ આવી ગઇ તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. રોમાંચક કે રસમય કાર્ય એ એવી વસ્તુ છે જે મનુષ્યમાં અનેરી શક્તિ ભરી દે છે અને એ કામ કરતા કરતા થાક કે ઉંઘ કે ભુખ એ બધુ ગૌણ બની જાય છે. શરીર યંત્રની જેમ ચાલુ રહે છે અને તે પોતાની જરૂરિયાત મુજબની દૈનિક ક્રિયાઓ કરવા લાગે છે પરંતુ મન તો કામમાં જ ઓતપ્રોત રહે છે.

બીજે દિવસે સવારે ૯.૦૦ વાગ્યે તેની ઉંઘ ઉડી અને ફટાફટ રેડી થઇ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો. પોલીસ સ્ટેશન પહોંચી તે ઇન્સપેક્ટરને મળ્યો અને ગઇ કાલના રેકેટ વીશે અપડેટ જાણવા પોતાની ઇચ્છા બતાવી. ઇન્સપેક્ટરે તેને માહિતી આપતા કહ્યુ કે તેમને તપાસમાં જાણવા મળ્યુ કે માત્ર રવિ યાદવ જ નહી તેની સાથે બીજા બે કુખ્યાત વ્યકિત મનુ અને ગુલ્ફી આ ત્રણેય વ્યક્તિઓ ગુજરાતમાંથી છોકરીઓને દલાલ પાસેથી ખરીદીને મુબંઇના રેડ લાઇટ એરિયામાં છોકરીઓને વેંચી આવતા. ગઇ મધરાત્રે પોલીસે મનુ અને ગુલ્ફીની ધરપકડ કરી તેમને હવાલાતમાં કેદ કરી દીધા છે. તેમની સાથેની પુછપરછમાં તેમની પાસેથી અમને ઘણી માહિતી મળી છે જે તમને અને મને બન્નેને આ કેસ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. ગુનેગારો ગમે તેટલો સમય પોતાના ગુનાને છુપાવાનો પ્રયત્ન કરે પરંતુ તેનો સમય આવે બધુ સામે આવીને જ રહે છે. એક પછી એક હકીકત સામે આવી રહી હતી પરંતુ તેમાં ક્યાય કડી પણ રહેલી છે જે સિરિયલ કિલર તરફ જતી હતી તે મેહુલે શોધવાની હતી. “વાહ સર, માની ગયા તમને અને તમારી કામગીરીને, તો પ્લીઝ મને કહો શું માહિતી મેળવી છે તમે અને તમારી ટીમે?” “મુબંઇનો એક કુખ્યાત માણસ અત્નાઝભાઇ આખુ રેકેટ ચલાવતા હતા. તેમાં ગુજરાતમાંથી છોકરીઓ સપ્લાઇ કરવાનુ કામ રવિ યાદવના નામે હતુ. મનુ અને ગુલ્ફી બંન્ને તેના સાથીદારો હતા. રવિ ઘણા વર્ષોથી આ ધંધો કરતો હતો પરંતુ તેની સાવધાની અને ચતુરાઇથી એ કયારેય પકડાયો ન હતો.” “ગુડ પણ રવિની હત્યા થઇ તે દિવસે શુ થયુ હતુ એ બાબતે તે લોકોએ કાંઇ કહ્યુ?” “જ્યારે રવિની હત્યા થઇ એ રાત્રે બંન્ને મુબંઇમાં હતા તેમને બીજી કાંઇ ખબર ન હતી પરંતુ તે બન્નેને એ માહિતી મળી હતી કે એક સ્કુલની છોકરીનુ અપહરણ કરીને તેને રવી હસ્તક મુબંઇ લાવવાની છે અને ખુદ રવી જ તેને મુંબઇ લાવવાનો હતો. હતા. તેમને છેલ્લે રાત્રે 8:30 વાગ્યે રવીનો ફોન આવ્યો હતો કે તે સવારે 6:00 વાગ્યે મુબંઇ છોકરીને લઇ પહોંચી જશે. સવારે સ્ટેશને ભાઇ ન આવ્યા એટલે મનુએ રવીને કોલ કરવાની ખુબ ટ્રાય કરી પરંતુ રવીનો ફોન લાગ્યો નહિ. રવી હંમેશા તે બન્નેને પબ્લિક ટેલીફોનથી જ ફોન કરતા અને રવીને કોઇએ કોલ કરવાની મનાઇ હતી. પરંતુ ઇમરજન્સીમાં ક્યારેક નામ બદલી તેના સાથીદારો ક્યારેક તેને કોલ કરતા એટલે તેના ઘરના કોઇને શંકા ન જાય. બે ત્રણ ફોન કર્યા બાદ રાહ જોવાનુ તે બન્નેએ નક્કી કર્યુ પરંતુ તેના કાંઇ સમાચાર ન આવ્યા અને ત્રીજા દિવસે તેની મૃત્યુના સમાચાર મળ્યા. મનુ અને ગુલ્ફીનું કહેવું એમ છે કે પેલી છોકરીએ જ તેને માર્યા છે. રવિ બહુ શોખીન માણસ હતો ઘણી વખત કોઇ સારી છોકરી સાથે તે નાઇટ સ્પેન્ડ કરતો અને કયારેક તે ખુબ જ હેવાનિયત પર ઉતરી આવતો. આથી તેણે પેલી છોકરી સાથે પણ આવુ જ કાંઇક દુષ્કૃત્ય કરવાની ટ્રાય કરી હશે એટલે પેલી એ ગુસ્સામાં તેને ખુન્નસ પુર્વક મોતને ઘાટ ઉતારી દીધો હશે એવું તેમનું કહેવું છે.”

“પણ સર તે છોકરી કોણ હતી તે બાબતે આ બન્નેને કાંઇ ખબર છે? તેનું નામ? શહેર વગેરે? “ના એ છોકરી બાબતે તો આ બન્ને એકદમ અજાણ છે. અમે ઘણો પ્રયત્ન કર્યો તેની પાસેથી તે છોકરી બાબતે ડીટેઇલ મેળવવાની પણ તેઓ એ બાબતે અજાણ જ છે.

“ઓ.કે. થેન્કસ અ લોટ સર. ઘણી માહિતી મળી આ કેસ બાબતે.” કહેતો મેહુલ ઇન્સપેક્ટર સાથે હાથ મીલાવી નીકળી ગયો.

મેહુલ પોલીસ સ્ટેશનથી નીકળી સીધો હોટેલ સરાયના પહોંચ્યો જે અત્યારે પોલીસે સીલ કરી દીધી હતી. પરંતુ મેહુલ તપાસ માટે ત્યાંના મેનેજર મિસ્ટર રજતને તે મળ્યો અને થોડી હોટેલની પુછપરછ કરી. મેનેજર પાસેથી હોટેલની માલીકી બાબતે પુછપરછ કરતા તે ઝુમી ઉઠ્યો.

મેનેજર સાથેની પુછપરછમાં એ વાત સામે આવી કે હોટેલ સરાયના અશ્વિન પુરોહિતના નામે હતી. તે મનોમન બધી કળીઓને જોડવા લાગ્યો. તેણે તરત જ પક્કાને ફોન કરી સમાચાર આપી દીધા. તેઓ બંન્ને ખુશ થઇ ગયા અને હવે લાગતુ હતુ કે સોલ્વ થવાના રસ્તે જ છે !!

મેહુલને અશ્વિન પુરોહિત અને રવી યાદવને જોડતી કળી મળી ગઇ હતી પણ હજુ તે ગડમથલમાં હતો કે અશ્વિન અને રવી સાથે કરણ જાનીને શું સંબંધ છે અને સિરિયલ કીલીંગમાં ત્રીજુ ખુન તેનું કેમ થયું? કરણ જાની વિશે વધારે માહિતી મેળવવા તે સુભાષ ત્રિવેદી કે જે અમદાવાદમાં છેલ્લે તેની સાથે હતા તેમને મળવા ગયો.

મેહુલ સુભાષ ત્રિવેદીના ઘરે પહોચ્યો ત્યારે તેના નોકરે દરવાજો ખોલ્યો. સુભાષ ત્રિવેદી તેની ઓફિસે હતો મેહુલ તેને મળવા આવ્યો તે પહેલા તેને ફોન કરી દીધો હતો સુભાષે તેને ઘરે વેઇટ કરવા કહ્યુ હતુ.

મેહુલ સોફા પર બેઠો એટલે એક સુંદર નાજુક નમણી પચ્ચીસેક વર્ષની કન્યા તેના માટે પાણીનો ગ્લાસ લઇને આવી. તેણીએ એક સાદો પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને માથા સુંદર મજાના મોટા વાળ હતા પરંતુ તેનો અડઘણ અંબોળો વાળ્યો હતો દેખાવે જ ખબર પડી જાય કે તે કામવાળી છે. પરંતુ એટલી સુંદર અને મોહક હતી કે તેને વ્યવસ્થિત મેક અપ કરીને તૈયાર કરવામાં આવે તો ફિલ્મની હિરોઇનથી કમ ન હતી. મેહુલે ટાઇમ પાસ કરવા ચાન્સ મારવાનુ નક્કી કર્યુ.

“એક સેકન્ડ એક સેકન્ડ ઉભા રહો પ્લીઝ” પાણી આપીને જતી છોકરીને કહ્યુ. “હા બોલો કાંઇ બીજુ જોઇએ છે” “હા મારે તો બીજુ જ જોઇએ છે આઇ મીન કે તમારી સાથે થોડી વાતો કરવી છે.” “એકસક્યુઝ મી, સર હમણાં જ આવતા હશે તમારે ઠંડુ ગરમ જે ચાલે તે બોલો મારે કિચનમાં કામ છે”

“હુ તમને ડિસ્ટર્બ નથી કરવા માંગતો” “વેલકમ યંગ બોય” કોઇ પડછંદ અવાજ પાછળથી આવ્યો એટલે પેલી ટ્રે લઇને કિચન તરફ જતી રહી. “વેલકમ તો મારે તમને કહેવાનુ હોય હુ પહેલા આવી ગયો” મેહુલે ઉભા થઇને પાછળ આવેલા સુભાષ ત્રિવેદી સાથે હાથ મિલાવતા કહ્યુ.

“ગુડ જોક મિસ્ટર મેહુલ તમે તમારા સિરિયસ વ્યવસાય સાથે સારા જોક કરી લો છો” સુભાષ ત્રિવેદીએ હસતા હસતા કહ્યુ. “શુ કરીએ સુભાષભાઇ ચોવીસ કલાસ ખુન ચોરી દગા કાવતરાના કેસ વચ્ચે જ રહેવાનુ હોય મોઢુ ચડાવીને જીવીએ તો એક દિવસ અમારો કેસ બની જાય આત્મહ્ત્યાનો” “સાચી વાત યંગ મેન. વ્યવસાય ગમે તે હોઇ સાથે જીંદગી જીવવાની ના ભુલવી જોઇએ. મારો મિત્ર પણ બિચારો એવો જ માણસ હતો. એકદમ રમુજી તેના આવતા માહોલ ખીલી જાય. ગમે તેવા માણસને હસાવી દે તેવુ તેનુ વ્યવક્તિત્વ હતુ. પરંતુ કોક હરામીએ તેના જીવનદીપને બુઝાવી દીધો” બોલતા બોલાતા સુભાષભાઇ ગળગળા થઇ ગયા એટલે મેહુલે ત્યા પડેલો પાણીનો ગ્લાસ આપતા કહ્યુ,

“સોરી થોડો ભાવુક બની ગયો હું. પ્લીઝ હેવ આ શીટ. એન્ડ ટેલ મી હાઉ કેન આઇ હેલ્પ યુ?”

“હુ તેની જ તપાસ માટે આવ્યો છુ આ કિલર ને ગમે તે રીતે પકડવો જોઇશે નહિ તો ઘણા નિર્દોષના જીવ જતા રહેશે. આઇ હોપ યુ કેન હેલ્પ મી.” મારે તમારા મિત્ર કરણ જાની વિષે તમામ નાની નાની બાબતો મારે જાણવી છે અને આ કેસને સોલ્વ કરવો છે અને કાતિલને મારે સજા અપાવવી છે.

“ઓહ શ્યોર મિસ્ટર મેહુલ. મારા મિત્ર અને બીજા માસુમના હત્યારાને શોધવા માટે હુ બનતી મદદ કરીશ.” “થેન્ક્યુ વેરી મચ મને તમારી પાસે એ જ આશા હતી.

“ઓ.કે. હું અને કરણ જાની બન્ને જીગરીજાન મિત્ર હતા પ્લસ તે મારો બિઝનેશ પાર્ટનર હતો. અમે બંન્ને સાથે લાસ્ટ ૧૫ વર્ષથી બિઝનેશ કરતા હતા. સુરતથી અમે બન્ને સાથે જ મિટિંગ માટે અમદાવાદ નીકળ્યા હતા. અને મિટિંગ પુરી કરીને સુરત જવા સાથે જ પરત આવતા હતા ત્યાં રસ્તામાં મને ફોન આવ્યો કે મારે એક પ્રોજેક્ટ માટે અમદાવાદ રોકાવુ પડશે. કરણને સુરત જવુ જરૂરી હતુ એટલે મે તેને કહ્યુ મને રસ્તામાં ઉતારી દે પણ તે મને હોટેલ સુધી પાછો મુકવા આવ્યો. રાત્રિના દસ વાગી ગયા હતા મે તેને કીધુ કે સવારે જજે પરંતુ તેને સવારે વહેલા કલેકટરની ઓફિસે મિટિંગ હતી તેથી તે નીકળી ગયો.” “અને મારા જાણવા મુજબ કોઇ લેડીએ તેની ગાડીમાં લિફટ લીધી હતી આઇ થીંક તેણે જ કરણની હત્યા કરી હશે.” “વેલ એ તો તે લેડીની કોઇ ભાળ મળે પછી જ ખબર પડે આઇ થીક તમે તેના દોસ્ત કમ બિઝનેશ પાર્ટનર છો તો તેના કોઇ દુશ્મન કે ફેમિલીમાં કોઇ પ્રોબ્લેમ વિશે તમને તો ખબર જ હશે.” “હા હુ કરણ સાથે છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યો છુ અને દસ વર્ષથી અમે ખાસ મિત્રો છીએ. તે મારો ખાસ મિત્ર હતો તેની બધી પર્સનલ વાત પણ ખબર હતી પણ એવી કોઇ સાથે કરણને દુશ્મનાવટ ન હતી કે કોઇ તેનુ આવી રીતે ખુન કરી નાખે.” “વેલ તમને તો ખબર જ હશે કે કરણ જાનીનુ ખુન એ સિરિયલ કિલિગનો એકભાગ છે અને બીજા આવા બે ખુન થઇ ગયા છે.” “હા મને ઇન્સપેકટર ચૌહાણ સાહેબે એ વિશે વાત કરી છે” “હા તો મારે એ જાણવુ છે કે કરણ જાનીને બીજા બે ખુન થયા તે રવિ યાદવ અને અશ્વિન પુરોહિત સાથે કોઇ સંબંધ હતો?”

“ના મારી જાણ મુજબ કરણનો તે લોકો સાથે કાંઇ સંબંધ ન હતો બાય ધ વે મેહુલ સિરિયલ કિલીંગ કયારેક કોઇના અંગત દુશમનાવટ કારણે ન હોઇ શકે અને સમાજના કોઇ ચોક્ક્સ વર્ગના લોકોને બીજી રીતે ટારગેટ કરવામાં આવ્યા હોય.” “તમારી વાતમાં પોઇન્ટ છે સર બટ બધી બાજુ વિચારવાની અમારી આદત જ હોઇ છે . થેન્કસ ફોર યોર સપોર્ટ” “વેલકમ યંગ મેન એની ટાઇમ જરૂર હોઇ ત્યારે આવી જજો આઇ ઓલ્વેસ સ્પોર્ટ ધ ટ્રુથ” ‘મેહુલ શેક હેન્ડ કરી બહાર જવા નીકળ્યો ત્યારે જ જર્નાલીસ્ટોની પુરી ટીમ માઇક અને કેમેરા લઇને મેહુલ સામે આવીને ઉભી ગઇ,

“હેલો મિસ્ટર મેહુલ અમને ખબર મળી છે કે સુરતમાં એક સિરિયલ કિલર આવી ગયો છે અને તેને ખુબ જ ભયાનક રીતે ત્રણ ખુન કરી નાખ્યા છે અને તમે તેની તપાસ કરો છો શુ તે વાત સાચી છે?” એક જર્નાલિસ્ટ છોકરી તેની સામે માઇક રાખીને ઉભી અને તેને પુછ્યુ. “હા તે વાત બિલકુલ સાચી છે અને હુ તેની તપાસ જ કરી રહ્યો છુ.” “ઓહ મિસ્ટર મેહુલ તો ફટાફટ થઇ રહ્યા ખુન વિશે કાંઇ સફળતા મળી છે?” “ના હજી કાંઇ ખાસ નહિ”

“તો કયાં સુધી બધી જનતાએ આમ ડરી ડરીને રહેવુ પડશે?” “વેલ અમે દિવસ રાત કેસ પાછળ કામ કરી રહ્યા છીએ. બસ થોડા જ દિવસમાં કાંઇક જરૂર થઇ જશે”

“થોડા દિવસ એટલા કેટલા મિસ્ટર મેહુલ” “ઓહ પ્લીઝ નો મોર ક્વેશ્ચન. મારે જરૂરી કામ છે” બોલી મેહુલ જર્નાલીસ્ટોથી બચી ને નીકળી ગયો. એક તો મેહુલને ત્રણ ત્રણ ખુન થવા છતાંય કોઇ કળી મળતી ન હતી અને ગુનેગાર તો શુ તેની ખુન ની પેર્ટન અને તેનો ઇરાદા વિષે કાંઇ ખબર જ નહતી પડતી અને ઉપરથી આ જર્નાલીસ્ટો તેને તો બસ મસાલેદાર સમાચારમાં જ રસ હોય છે રાત દિવસ તે કેવો મહેનત કરે છે તેની કાંઇ કોઇને પડી નથી બસ જલ્દી ખુની શોધો, શુ આ કાંઇ ખાવાની વાત હતી? તે જલ્દીથી દોડીને કાર તરફ ગયો ત્યારે જર્નાલીસ્ટો તેની પાછળ જ માઇક લઇને આવ્યા માંડ તે કારમાં ચડી શક્યો અને ત્યાંથી નીકળી ગયો.

**************************

જરા અહી પણ ધ્યાન આપો પ્લીઝ.......... એક પછી એક થતા ખુનથી મેહુલ બેબાકળો બની ગયો પણ શું તે ધિરજપુર્વક કાર્ય કરી આ કેસ સોલ્વ કરી શકશે કે હજુ તેને કોઇ કળી મળે તે પહેલા જ ચોથુ ખુન થશે???? પોલીસ અને સાથે સાથે મેહુલનું પણ ટેન્શન વધવા લાગ્યુ છે. હવે શું થશે? જાણવા માટે વાંચો નેક્ષ્ટ પાર્ટ ઓફ ધીસ સ્ટોરી..... મિત્રો તમને જો મારી સ્ટોરી પસંદ હોય તો મારા મેઇલ આઇ.ડી. પર અવશ્ય રિપ્લાય આપજો. થેન્ક્સ ફોર યોર સપોર્ટ..