Aa aej aetle : Aabha - 3 in Gujarati Fiction Stories by CHAVADA NIKUL books and stories PDF | આ એજ એટલે આભા - 3

Featured Books
Categories
Share

આ એજ એટલે આભા - 3

આ એજ એટલે આભા - ૩

CHAVADA NIKUL


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


નિકિતા નિખિલ ને વળાવી વિચારોમાં ખોવાએલા ચહેરા સાથે ધરમાં પ્રવેશ કરે છે અને નીકીતા ની રાહ જોતા કૃષ્ણકાંત શેઠ નિકિતાને જોતજ થોડું મલકાયા. જાણે નિકિતા ને પ્જ્વ્તા હોય એમ હળવે થી પુછ્યુ “ ભુખ છે કે પછી એ પણ સમયની જેમ ઉડી ગઇ છે “ નિકિતા સહેજ સરમાઇ ગઇ અને કહ્યું” હોયજ ને તમે પસંદ કરેલા મુરતીયા ને ક્યા ખબર જ પડે છે ? કે સાજના જમવા ના સમયે પોતાની ભાવી પત્ની ને કોઇ સારી હોટલ મા લઇ જવી જોઈએ અને હા ચાલો એ બધી વાત મુકો બાજું પર અને કહો કે તમે જમ્યા કે નહીં એ પહેલા વાત કરો” નિકિતા થોડા આકરા શબ્દોમાં શેઠને કહ્યું. ભલે પણ દિકરી તું તો જાણે જ છે કે હુ ક્યારેય સાજે તારા વિના જમતો જ નથી એટલે મારે પણ જમવાનું બાકી જ છે, તો રાહ સેની જુઓ છો તો ચાલો જમી લઇએ અને પછી મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે” થોડા ગંભીર સ્વરે કૃષ્ણકાંત શેઠ બોલ્યા. “ભલે હાલતો ખૂબ ક્ક્ળીને ભૂખ લાગી છે એટલે બધી વાતો જમ્યા પછી” નિકિતા આટલું બોલીને જમવાનું શરુ કર્યું.

જમાવાનું પતાવી કૃષ્ણકાંત શેઠ બહાર બગીચા માં લટાર મારવા નીકળી પડ્‌યા પણ નિકિતા હજું કોઇ બાબતમા ખોવાએલ હતી .કામ પુરુ કરી નિકિતા એના બેડરૂમ માં સુવા માટેની તૈયારી કરી રહી હતી ત્યાજ શેઠે એના રૂમમાં પ્રવેશ કર્યો પણ હજુ નિકિતા એમની હાજરી ની નોધ ન લીધી એટલે એમને લાગ્યું કે નિકિતા કોઇ ગંભીર બાબતે વિચારી રહી છે અને આ પહેલા આવું ક્યારેય બન્યું જ નથી, શું નિખિલ બાબતે તો કઇ નહી હોયને ? નિકિતા ની માતાના અવસાન પછી માતા અને પિતાની જવાબદારી મે એક્લે હાથે ઉપાડી છે વળી સમાજ ના દબાણ વચ્ચે પણ આ દિકરી ને જીવનમાં કોઇ પ્રશ્ન ના ઉદભવે એટલે બીજા લગ્નનો વિચાર પણ ન કર્યો, પણ આજે મને કેમ લગે છે કે એની એવી કોઇક તો મુજવણ હશેજ જે મને નહી જણાવી સકતી હોય પણ હવે ધરમાં કોઇ સ્ત્રી પાત્ર પણ અત્યારે હાજર નથી એટલે મારેજ આ બાબત જાણવાની શરૂવાત કરવી પડશે.

એમ વિચારી શેઠ નિકિતાના રૂમમાં દાખલ થયા પણ જાણે હજુ સુધી નિકિતા એના વિચારો માં ખોવાયેલ જણાતી હતી અને જાણે પોતાના વિચારોમાં ગુંથાયેલી જણાતી હતી એટ્‌લે કૃષ્ણકાંત શેઠ જાણે હજુ નકીતા નાની હોય એમ હળવેથી એના માથા પર વહાલથી હાથ ફેવર્યો અને પૂછ્યું કેમ મેં પસંદ કરેલા મુરતિયા માં કઈક ખામી છે ? તને એ પસંદ નથી તો મને જણાવી દેજે અને હા તારા ધ્યાન માં કોઈ હોય તો પણ મને જરૂર જણાવજે કારણકે તારી ખુશીઓ માજ મારી ખુશી સમાયેલ છે. અને હા જે વાત તારી સાથે એક માતા એ કરવી પડે એ બાબત ની ચર્ચા હું કરી રહ્યો છું એનું કારણ તું જાણે છે કે તારી માં અને બાપ હું જ છું.

પીતા ની વાત સાંભળી નિકિતાની આંખમાં આંસુ આવી ગયા, પપ્પા તમારી પસંદ માં ક્યારેય કોઈ ખામી હોય જ નહીં અને મારા ધ્યાનમાં એક યુવાન છે કે જેને તમે મારા માટે પસંદ કર્યો છે. પપ્પા નિખિલ તમારા જેવોજ મહેનતી અને સ્વપ્નશીલ માણસ છે એ એવું વ્યક્તિત્વ છે જેની સાથે બેસતા જ જીવન માંથી હતાશા વિદાય લઈ લે છે અને તમે જાણો છો એ સ્વપ્નશીલ યુવાન આપકર્મી છે જેનામાં હમેશાં મને તમે દેખાશો આટલું બોલતા નિકિતાના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.

શેઠ આ સાંભળી ખુશ થયા કે જે સંસ્કારો ને એમને પોતાની પત્નીમા જોયા હતા બિલકુલ એજ અને એવાજ સંસ્કારો પોતાની દીકરીમાં દેખાઈ રહ્યાછે અને એ સાથેજ શેઠ પોતાના પચાસ વર્ષ પહેલાના ભૂતકાળ માં ડૂબવા લાગ્યા જ્યારે એ પણ આવા સપનાઓ ને લઈને આ શહેરમાં આવ્યા હતા,હા માત્ર સપનાઓ જ અને શરીર તૂટીજાય એટલી મહેનત કરવાની ક્ષમતા.

પથ્થર ને પણ પાટુ મારી પૈસા કમાવાની તાકાત અને કઈક કરી છૂટવાની તમન્ના જેવી યુવાની સાથે એ આ શહેર મા આવ્યા હતા નસીબ યારી આપતું જતું હતું એમ ધીમે- ધીમે એ કૃષ્ણકાંત માંથી કૃષ્ણકાંતશેઠ બનતા જતા હતા પણ આટલા બધા વૈભવમાં એ એકલા બની રહ્યા હતા, હવે તો ધરેથી પણ લગ્ન માટે દબાણ થતું હતું પણ યોગ્ય પાત્ર કેમ પસંદ કરવું અને પાત્ર આ વૈભવ ને જીરવી ને સરળ રહી સકશે કે કેમ એવા ઘણા વિચારો માં અટવાઈ જતાં હતા નામ અને પ્રમાણિકતા કમાયેલા આ યુવાન માં હવે એમની જ્ઞાતિના ધણા લોકોને પોતાની દીકરી માટે યોગ્યતા જણાતી હતી પણ કૃષ્ણકાંત કઈક અલગ જ વ્યક્તિત્વ ની શોધમાં હતા અને આ શોધ છેલ્લા બે વર્ષથી અવિરત ચાલુ હતી. પાવડર માટે પતિને છુટાછેડા આપે એવી સાવિત્રી ને નહીં પણ જરૂર પડે તો યમરાજ સામે પણ લડીને પોતાના પતિને પાછો લાવી શકે એવી સાવિત્રી ની શોધમાં હતા અને એક સાંજે એ શોધનો અંત આવ્યો પોતાના મિત્ર ને મળવા માટે તે શહેરમાં આવેલી એની ઓફિસમાં ગયા મિત્ર તો હાજર ન હતો પણ એક સ્ત્રી પાત્ર સાથે એમની મુલાકાત થઈ મિત્રની ગેરહાજરી માં જાણે ઓફિસને સફળતા પૂર્વક એને સંભાળી લીધી હોય એમ લાગતું હતું એનું સ્મિત અને સૌંદર્ય જાણે એના કોઠા સુજમાં વધારો કરી રહી હતું . કૃષ્ણકાંન્ત માત્ર એના પર નજર સ્થિર કરીને જોઈ રહ્યા હતા અને એમની આ બાબતની નોંધ હવે એ સ્ત્રી પાત્ર સિવાય બધાની નજરે ચડતી જતી હતી એટલે એક પટાવાળા એ પૂર્ણિમા ને આ બાબત જાણ કરી તેથી એ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના જ સીધાં જ કૃષ્ણકાંત પાસે પહોંચી ને આમ કરવાનું પ્રયોજન પૂછ્યું પણ શરમાયેલા કૃષ્ણકાંત પાસે માત્ર જવાબ માં મૌન જ હતું. પૂર્ણિમા એ આમ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરાવવાનું ટાળી ને પોતાના કામમા વ્યસ્ત થઈ ગઈ પણ કૃષ્ણકાંતની વિકેટ પડી ગઈ હતી હવે એમને ખાતરી થઈ ગઈ કે એમની શોધ પુરી થઈ. હજુ તો એ ભુતકાળમાં જ હતા. ત્યાંજ નિકિતા બોલી કમાલ છે પહેલા હું ખોવાયેલ હતી અને અત્યારે તમે છો, શેઠ નું મન ભૂતકાળ માંથી પાછું ફર્યું અરે કાઈ નહીં તારા મમ્મીની યાદ આવી ગઈ. મમ્મી ની હયાતી નથી પણ તમે આજે પણ એમને એટલો જ પ્રેમ કરો છો એથીજ તમારો સંસાર જોઈને મને પણ આ સસાર રુપી ભવસાગર માં તરવાનું મન થયુ છે.

ભલે પણ તું મને કંઈક વાત કરવાની હતી તે શું હતી, એરે પપ્પા આજે નિખીલે મને એક નાની પણ વિચારોથી સમૃદ્ધ છોકરી સાથે મુલાકાત કરવી, આજે હું સમજી શકી કે જીદગી સમજણથી જીવાય છે બાકી જીવન માં છત-અછત તો ચાલતી જ રહે છે.

શેઠે મલકાતાં કહ્યું દીકરી આ જિંદગીની સૌથી મોટી શીખ છે ભલે આપનાર નાનું અને સામાન્ય કેમ ન હોય સંસારના ધણા પ્રશ્નો નું સમાધાન આવી બાબતો રહેલું છે. જે આ સમજે છે એ આ સંસાર રૂપી ભાવસાગર સરળતાથી તરી જાય.

ભલે નિકિતા રાત વધારે થઇ ગઇ છે અને મારે પણ નિખિલ ના પિતા ને મળવા જવાનુ છે ચાલ હુ વિદાય લઉ અને નિકિતા ફરી એક વાર આભા ને જરુર મળશે અને જિદગી વધુ સમજવાનો પ્રયત્ન કરશે એમ મનો-મન વિચરવા લાગી...