Jamo, Kamo ne Jetho - 10 in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | જામો,કામો ને જેઠો

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જામો,કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(કપિલનું આવવું – ક્રિષ્નાની પ્રપોઝલ વિષે વાત કરવી – સ્કૂલેથી છૂટીને ઉભા રહેવા કહેવું – પ્રપોઝલ માટે ‘હા’ કરવી – ટ્યૂશનમાં ક્રિષ્નાનું મારી પાછળની બેન્ચમાં જ બેસવું – શરમના માર્યા એકબીજા સામે જોઈ ન શકવું – તેની ફ્રેન્ડની મજાક કરવી – આળસ મરડતાં જ મારી પીઠ પર તેની આંગળીઓનો સ્પર્શ થવો – બીજા દિવસે સવારે ફૂલ-ફટ્ટાક તૈયાર થઈને સ્કૂલે જવું – એકબીજા સામે હસવું)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૧૦ : આઈ-લાઈનર :-

ક્રિષ્નાને ગરદન પર એક તલ હતો. જે મને બહુ ગમતો હતો. વળી, જ્યારે આઈ-લાઈનર લગાવતી ત્યારે તેને જોયા કરવાનું જ મન થતું. પહેલી જ વખત, એવું કોઈક મળ્યું હતું જેની તરફ જોયા કરીએ તો તેને ગમે ! બ્લેક આઈ-લાઈનરને લીધે ચહેરો વધુ ઇનોસન્ટ લાગતો હતો. તે દિવસે હું પણ જરાયે ઓછો તૈયાર થઈને નહોતો આવ્યો. એ નીચે રામકૃષ્ણ સ્ટેશનરી પાસે ઉભી હતી. દરરોજ સ્કૂલે આવીને સીધી જ અંદર જતી રહેતી. આજે તેની બીજી બે ફ્રેન્ડ્સ સાથે એમ જ ઉભી રહી. હાથમાં કોઈક બૂક હતી. મને એ બૂક તો ‘બુકે’ જેવી લાગી. આ ‘બુકે’ સાથેની ક્રિષ્નાને ‘બુક’ કરી લીધી. સેકન્ડના અમુક સમય સુધી જ સામે જોઈ શકાતું હતું. પરંતુ, સવાર સુધરી ગઈ. લગભગ ૨ સેકન્ડ જેટલી નજર મળી. વિજ્ઞાન આ ૨ સેકન્ડને ‘પ્રેમ’ નામ આપે છે. ખબર નહોતી ને ! ‘પ્રેમ’ એટલે શું? એ ખ્યાલ હોતે તો કદાચ સૌથી પહેલો વિચાર સ્વાર્થનો જ આવે ! આંખ પલકારા ગણવાનું ભૂલી ગઈ. મગજ હૃદયમાં ચાલી રહેલ ધડકનના શ્વાસ લેતું હતું. અસ્તવ્યસ્ત !

“કેમ ભાઈ? અહી કેમ ઉભો? ઉપર નથી જવાનું?”

“હા. બસ, આવ્યો !”

“ડોફા, છાનોમાંનો મારી સાથે ઉપર ચાલ ! અહી રસ્તા વચ્ચે શું ઉભો છે?”

મેં થોડી વાર જવાબ ન આપ્યો. ત્યાં જ કલ્પેશ આજુ-બાજુ જોઇને બોલ્યો.

મારી નજર સાથે તેની નજર દોડી. મારી નજર જ્યાં અટકી ત્યાં કલ્પેશભાઈ મારી સામે જોઇને ભસ્યા,

“ઠોકુચંદ, ખબર છે મળી ગઈ એ ! ગાંડા ન કાઢ ! ચૂપચાપ ઉપર ચાલ.”

હું તેની જોડે જેવો સ્કૂલમાં અંદર જવા ચાલવાનું શરુ કર્યું, ત્યાં જ ક્રિષ્ના અને તેની બંને ફ્રેન્ડ્સ ચાલવા લાગી. હું મનીષ સ્ટેશનરીથી અંદર ગયો અને તે રામકૃષ્ણ સ્ટેશનરીથી અંદર આવી. ક્રિષ્ના અને તેની બંને ફ્રેન્ડ્સ તેની સાથે હતી. બિનાકા અને શ્રુતિ. એ બંને ક્રિષ્નાને મારી દરેક એક્ટીવીટી વિષે કઈ ને કઈ કહી રહ્યા હોય તેવું લાગ્યું. કલ્પેશ ક્યારેક મારા અથવા ક્રિષ્ના વિષે જોરથી બોલે અને તેનો જવાબ બિનાકા અને શ્રુતિ આપે. આ નિયમ હતો. વાર્તાના પાત્ર પર થયેલી કોમેન્ટ્સનો જવાબ તેમના મિત્રો જ આપે !

સ્કૂલમાં નજરના જામ છલકાવવા માટેનો પહેલો દિવસ હતો. એ બીજા ક્લાસમાં હતી. તેથી રિસેસ સુધીનો સમય પસાર કરવામાં તકલીફો ઘણી પડતી. રિસેસમાં ઘણી વાર ક્રિષ્ના જોડે નજરની રાસલીલા ખેલવા સમોસા-પફનું બલિદાન પણ આપતો થયો હતો. હવે, મહત્વની વાત એ હતી કે – મને કઈ જ ખબર નહોતી પડતી. ‘આવું’ જયારે તમારા જીવનમાં ઘટિત થાય ત્યારે – ફોન નંબરની આપ/લે કરવાની હોય, બહાર ડિનર પર જવાનું હોય, મૂવી જોવા જવાનું હોય, ક્લાસ બંક કરીને ગાર્ડન કે સીટીમાં ફરવા જવાનું હોય, ક્લાસમાં સેટિંગ કરીને તેની સામેની બેન્ચમાં બેસવાનું હોય, તેના માટે રિસેસમાં ચોકલેટ્સ કે કેન્ડી-બાર લાવવાની હોય, કોઈની બાઈક ચલાવીને તેને સ્કિલ બતાવવાની હોય. આવી ઘણી વસ્તુઓ વિષે મને કોઈ જ ખ્યાલ નહોતો. મેં કદી પણ આવું મારા ઘરે અથવા સોસાયટીમાં જોયું નહોતું. મને માત્ર એટલો જ ખ્યાલ હતો કે, સ્કૂલ-ટ્યૂશનમાં આગળ-પાછળ ફરીને જોયા જ કરવાનું ! અને, એમાં જ મજા આવ્યે કરતી હતી.

હવે ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ૨૦૦૬માં પૂરની ભયાનક પરિસ્થિતિનો સુરતે સામનો કર્યો હતો. પૂર ના પાણી ઓસર્યા પછી રોગચાળો ફૂલ્યો-ફાલ્યો હતો. તેથી દર વર્ષે ચોમાસું પૂરું થયા પછી સ્કૂલના કામદારો સાથે મળીને વિદ્યાર્થીઓ સ્કૂલ સાફ કરાવતા.

હરેશભાઈ ક્લાસમાં આવીને સૂચના આપી ગયા, “આવતી કાલે, જે વિદ્યાર્થીઓ નજીકના વિસ્તારમાં રહે છે તેમને રોકાવાનું છે. સ્કૂલની સાફ-સફાઈ કરવાની છે. અમુક વિધાર્થીઓ અને થોડી વિધાર્થીનીઓ

રોકાશે. વિધાર્થીઓ બેંચ ઊંચકીને વર્ગની પાછળ એકઠી કરશે. ત્યારબાદ, જે-તે વર્ગની વિધાર્થીનીઓ કચરો વાળીને ફિનાઈલ વડે પોતું કરશે. આપણો વર્ગખંડ એકદમ સ્વચ્છ થવો જોઈએ. જેથી આપણને રોગની અસર ન થાય. અંદરોઅંદર સમજૂતીથી નામ નક્કી કરીને લિસ્ટ મને સ્ટાફરૂમમાં આપી જજો.”

આ સાંભળીને જતું કર્યું.

“કરશે જેને કરવું હોય તેને !”

“હા. એ તો સ્કૂલવાળા માણસો બોલાવશે બહારથી અને સાફ કરાવશે ! ફી શાની ભરીએ છીએ?”

આવી વાતો ચાલી. અમુક વર્ગખંડોમાંથી લિસ્ટ પહોંચ્યું જ નહિ. તેમાનો એક અમારો ક્લાસ હતો. હું જ મારા ક્લાસનો મોનીટર હતો. તેથી બેદરકારી કરીને મેં લિસ્ટ પહોંચાડ્યું નહિ. તે દિવસે ટયૂશનમાં આ વાતની ચર્ચા થઇ. હવે, થયું એવું કે ઇન્ટરનલ રોટેશનના કારણે ક્રિષ્નાની બેંચ મારી પાછળ ત્રીજા ક્રમે હતી.

હું આગળ બેઠો હતો. તેથી પાછળ ફરીને જોઉં તો સમગ્ર ક્લાસ મારા તરફ જુએ. હું કોઈ બહાનેબાજી પણ ન કરી શકું. મેં એક વખત પાછળ ફરીને જોયું. તે મને કંઇક કહેવા માંગતી હોય તેવું લાગ્યું.

હું ફરીથી આગળ ફરી ગયો. વિચારવા લાગ્યો કે, “શું કહેતી હશે?”

પાછળ તસ્વીર, રિપલ અને ભૂમિ બેઠા હતા. બિનાકા એ તેની આગળની બેન્ચમાં કંઇક કહ્યું. તેણે આગળ પાસ કર્યું. અંતે, તસ્વીર પાસે વાત આવી. તસ્વીરે મને ધીરે રહીને કહ્યું, “કાલે સ્કૂલ છૂટ્યા પછી રોકાજે.”

“કેમ?”

“ક્રિષ્ના એ કહ્યું છે.”

“હું તો રોકવાનો જ છું. લિસ્ટ મોકલવાનું બાકી છે એ આવતી કાલે સવારે મોકલી દઈશ.”

આ સાંભળીને આજુબાજુ ભડકો થયો. જેમને મેં જ આવતી કાલે જતું રહેવાનું કહેલું – તે જ હું તૈયાર થઇ ગયો. વળી, મેં પાછળ ફરીને તસ્વીરને પૂછ્યું, “એ રોકાશે ને?”

“તો જ તેણે તને કહ્યું હોય ને !” આ બુદ્ધિભ્રષ્ટ થયાની નિશાની !

એ બહાને સાથે રહેવા તો મળશે. આવું વિચારીને મેં મન મનાવ્યું. બીજો દિવસ પૂરો થવાની ફરીથી રાહ !

જેવું રાષ્ટ્રગીત પૂરું થયું અને તરત જ ક્લાસની બહાર નીકળ્યો. જેટલા લોકો નીકળવાના હતા તે બધા નીકળી ગયા. હવે દરેક વર્ગખંડમાંથી લગભગ ૧૫-૨૦ વિદ્યાર્થીઓ હશે. અમે બધા રોકાયા હતા. અન્ય વ્યક્તિઓમાં મારી જેવા અનેક પ્રેમ-લોલુપ પંખીડાઓ અને તેમના મિત્રો/સખીઓ જ હતા. ત્યાં જ હરેશભાઈ આવ્યા.

તેમણે કહ્યું, “દરેક વર્ગખંડમાં એક-એક ફિનાઈલની બોટલ આપી છે. એક પોતું છે. એક સાવરણી છે. વિધાર્થીઓ ક્લાસની બેંચ ઉઠાવીને પાછળના ભાગમાં ઉપર ચડાવશે. પોતું મારતી વખતે ડોલમાં પાણી ભરીને આપવાની જવાબદારી છોકરાઓની રહેશે. કામ થઇ ગયા પછી ફરીથી બેંચ જેમ હતી તેમ જ ગોઠવવાની રહેશે.”

અમે બધા જ તૈયાર થઇ ગયા. કામ પર લાગ્યા. બેંચ એકબીજા પર એક ગોઠવી દીધી. ત્ત્યા સુધી ગર્લ્સને જલસા હતા. હવે કચરા-પોતા કરવાનો સમય થયો. અમે બાલટીમાં પાણી ભરીને લાવી આપ્યું. પરંતુ, વર્ગખંડ એટલો ગંદો હતો કે – તરત જ પાણી ગંદુ થઇ જતું. હું અને ક્રિષ્ના અલગ વર્ગમાં હતા. પરંતુ, વોશરૂમ તેના ક્લાસ પાસેથી પસાર થયા પછી આવતું. તેથી આજે થોડા-થોડા સમયે પાણીની બાલટી ભરવાનું મન થતું હતું. ક્યારેક, તેને પણ બાલટી ભરીને આપતો. એ બહાને અમારી નજર મળતી. આ દ્રશ્ય જોઇને આજુબાજુ ઉભેલા લોકોને રમૂજ કરવા ટોપિક મળી જતો. અમુક જોઇને હસતાં.

દરેક વર્ગ સાફ થઇ ગયા. સ્કૂલ સાફ થયા પછી મારા ક્લાસમાં ક્રિષ્નાની લગભગ દસેક જેટલી ફ્રેન્ડ્સ ત્યાં આવી. બિનાકા, શ્રુતિ, દિવ્યા, પૂજા, રિપલ, ભૂમિ, કિંજલ, તસ્વીર. બીજી અમુક ત્રણ-ચાર ઓડિયન્સ તરીકે હતી. આ દરેક ગર્લ્સ મારી બહેનો બનવા જઈ રહી હતી. લગભગ દસ જેટલી રાખડીઓ મારા કાંડા પર અવાજો કરતી હતી. છેવટે, ક્રિષ્ના એ ફ્રેન્ડશીપ (લવશીપ) બેલ્ટ બાંધ્યો. આ રાખડીઓ જયારે બાંધવામાં આવી રહી હતી ત્યારે મારી અવસ્થા બહુ જ ખરાબ હતી.

શર્ટના બે બટન ખુલ્લા હતા. પંખાની નીચે બેંચ પર ચડીને બારી પાસે બેઠો હતો. ખિસ્સામાંથી દિલ્લગી કાઢીને ‘દાને દાને મૈ કેસર કા દમ’ની જેમ જ ખાધી. મજા આવી રહી હતી. મસ્ત ઠંડો પવન બારીમાંથી આવી રહ્યો હતો. આ પ્રક્રિયાનો ભંગ કરીને બિનાકા એ મને બોલાવ્યો. હું એ ટોળામાં ગયો. હું વિચારી રહ્યો હતો કે આવું કેમ?

“તું પણ બાંધી દે, ક્રિષ્ના !” એમ કહી ને મેં મજાક કરી.

“હું પણ બાંધુ રાખડી?” ક્રિષ્ના એ મજાક કરતા કહ્યું.

આટલું ધીરેથી બોલતા સાંભળીને આજુબાજુથી દરેકે કહ્યું, “આયે હાયે ! ક્યા બાત હૈ !”

ક્રિષ્ના હસી. આટલી નજીકથી મેં તેને પહેલી જ વાર જોઈ. અદભુત હાસ્ય ! દૂર જવાનું મન ન થાય. મંદ-મંદ અવાજ વચ્ચે નીકળતું હાસ્ય હંમેશા નિર્દોષ જ હોય છે. હું એ માણી રહ્યો હતો ત્યાં જ, બિનાકા બોલી – “ગઈ કાલે તે ફોન કર્યો હતો ક્રિષ્ના ને?”

“કેમ? શું થયું?”

“ઘરના નંબર પર કરાય? અને ક્રિષ્ના એ ફોન ઊંચક્યો તો બોલતો પણ નથી.”

જે બાત ! હવે સમજ્યો. બિનાકા શું કહેવા માંગતી હતી તે ! જે દિવસે પ્રપોઝલ પાસ કરવામાં આવ્યું હતું તે દિવસે ટ્યૂશનના મસ્ટરમાંથી કલ્પેશે ઘરના કોન્ટેક્ટ નંબર લઇ લીધા હતા. કલ્પેશની ખૂબી એ હતી કે, તેને ઘરના નંબર હમેશા યાદ રહી જતા. તેથી કલ્પેશે તે દિવસે મને ક્રિષ્નાના ઘરનો નંબર આપ્યો.

એ સમયે અમે ઘરે નોકિયા ૧૨૦૦ લીધેલો. ટચ સ્ક્રીન ફોન્સ માત્ર હોલિવુડ મુવિઝમાં જ જોયેલા. એ પણ સોફ્ટવેરની કમાલ હોય તેવું લાગતું. એ સમયે મેં નોકિયાના ફોનમાંથી એ બી.એસ.એન.એલના લેન-લાઈન નંબર પર કોલ કરેલો.

પહેલો વાર તો ડાયલ જ ન કરી શક્યો. બીજી વખત ‘કૉલ’નું બટન પ્રેસ ન કરી શક્યો. ત્રીજી વાર ફોન લગાવ્યો ‘ને ઉંચકાયો ત્યાં જ કટ કરી નાખ્યો. ચોથી વખત તેના મમ્મી એ રિસિવ કર્યો. પાંચમી વાર ક્રિષ્ના એ પોતે ઉંચક્યો ત્યારે ફાટી ગઈ. કઈ બોલતા જ ન આવડ્યું. અંતે, એક અઠવાડિયે મેં પાંચેક મિનિટ વાત કરી. તેથી બિનાકા એ આજે આવું કહ્યું.

બિનાકા બોલી, “આજે છૂટીને નીચે ઉભો રહેજે. થોડું કામ છે.”

“કેમ? આ સ્કૂલ સાફ કરવા સુધી તો સાથે રહ્યો. હવે શું કામ છે?”

“કામ છે, ઉભો રહેજે ને !” બિનાકા એ ફરી કહ્યું.

“બિનાકા ને કંઇક કામ છે. તું ઉભો રહીશ?” આ લાઈન ક્રિષ્ના બોલી અને ફરી હું પાણી-પાણી થઇ ગયો.

“સારું.” બિનાકા મારા તરફ જોઇને હસી પડી. હું પણ હસવા લાગ્યો.

“હું ક્યારની કહેતી હતી ! મારું ન માન્યો. હવે કેવો માની ગયો?” આ જ વાત મારે ભવિષ્યમાં કેટલીયે વાર સાંભળવાની હતી.

એ દિવસે અમે છૂટા પડ્યા. મનીષ સ્ટેશનરી પાસેની કરિયાણાની દુકાન આગળ હું ઉભો રહ્યો. બિનાકા ત્યાં આવી. તેણે એક ચિઠ્ઠી મારા તરફ ફેંકી. મેં આજુ-બાજુ જોઇને એ ચિઠ્ઠી ઉઠાવી. તેમાં એક મોબાઈલ નંબર લખેલો હતો. કેટલા વાગ્યે ફોન કરવાનો – એ સમય લખેલો હતો. પાછળના ભાગમાં એ જ ચિઠ્ઠીમાં મારો મોબાઈલ નંબર લખવાનું કહેલું હતું. આ ચિઠ્ઠી ટ્યૂશનમાં મારો મોબાઈલ નંબર લખીને પાછી આપવાની હતી. એ જ દિવસે મેં મારો મોબાઈલ નંબર લખીને એ ચિઠ્ઠી ટ્યૂશનમાં બદલાવી લીધી.

આ જ સમયે અમારે ઘરે ભાડુઆત મકાન ખાલી કરીને બીજે રહેવા ગયેલા. તેથી નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર એકદમ ખાલી હતો. પપ્પા એ પ્રોડક્ટિવ રીતે એવું વિચારેલું, કે જ્યાં સુધી મારે બોર્ડની એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી બીજા કોઈ ભાડુઆતને ગ્રાઉન્ડ ફ્લોર પર મકાન ભાડે આપવું નહિ. મારા વાંચવા માટે નીચે એક ગાદલું અને પાણીના માટલાની વ્યવસ્થા કરી દીધી હતી. ત્રણ રૂમ એકદમ ખાલી ! અને, એકદમ શાંતિ. એ જ સમયે મમ્મી માટે લીધેલો મોબાઈલ નોકિયા ૧૨૦૦ને હું એલાર્મ મુકવા માટે નીચે લઇ જતો. એલાર્મ પરથી આઈડિયા આવ્યો કે, રોજ રાત્રે ક્રિષ્ના જોડે વાત કરવામાં આવે તો મજા પડે ! રાત્રે એ પણ ફોન સાથે જ રાખે છે.

એક મિનિટના એક રૂપિયા લેખે કૉલરેટ્સ હતા. જો મહિને ઈઠોતેરનું રિચાર્જ કરાવીએ તો મહિને પચાસ પૈસા/મિનિટ ના ભાવે વાત થઇ શકે. જે બહુ કોસ્ટલી હતા. દિવસના એવરેજ દસ રૂપિયા જેવું વાપરવા મળતા હોય ત્યાં, આટલો ખર્ચો તો કઈ રીતે પોસાય? પછી પૈસા બચાવવાનું શરુ કર્યું. રિસેસમાં નાસ્તા માટેના પૈસા બચાવતો. અને, એમાંથી વાત થતી. પછી એવી ખબર પડી કે – નાઈટ કૉલિંગ બહુ સસ્તું પડે. પરંતુ, તેના માટે બંને ફોન વોડાફોન હોવા જોઈએ. હવે, તેણે મને જે નંબર આપ્યો હતો તે રિલાયન્સનું સીમ કાર્ડ હતું. ૧૯ ના નાઈટ-કૂપનના રિચાર્જમાં ૨૦૦ લોકલ વોડાફોન ટુ વોડાફોન નાઈટ મિનિટ્સ (રાતના ૧૧ થી સવારના ૮) સુધી મળતી.

હવે પ્રશ્ન એ હતો કે, વોડાફોનનું કાર્ડ લાવવું ક્યાંથી?

જ્યાં સુધી વોડાફોનના કાર્ડનું સેટિંગ ન થાય ત્યાં સુધી અમે લેન્ડલાઇન મારફતે વાત કરવાનું નક્કી કર્યું. શરૂઆતના દિવસોમાં બહુ ફોર્મલ અને સામાન્ય વાતચીત ચાલી. અમુક પ્રકારના એમ્બિશન અને લાઈફના ગોલ્સ વિશેની ! બકવાસ વાતો બધી ! ખરેખર, કંટાળો આવતો હતો.

અંતે, શરમ અને ફોર્માલીટીનો બંધ તૂટ્યો. દરરોજ રાત્રે હું ગમે તે બહાનું બનાવીને નીચે વાંચવાનું લઈને મોબાઈલ મમ્મી પાસેથી લઇ લેતો. તેના ઘરમાં બધા સૂઈ જાય ત્યારે તેના ઘરમાં મેઈન હોલમાં આવીને લેન્ડલાઇનથી વાત કરતી. રાતના ૧૨ વાગવાની ઈંતેઝારી હોય. હું ફોન લઈને જ બેઠો હોઉં. રાત્રે કોઈક પાણી પીવા ઉભા થાય તો તરત દોડીને પાછી રૂમમાં જતી રહે. હવે થોડી પર્સનલ વાતો થતી હતી. જેમાં મજા આવતી હતી. રોજ એક રોમાંચ જાગે ! એ ગમે પણ ખરા ! માત્ર ૧૫ વર્ષની ઉંમરે આ ખેલ ચાલી રહ્યો હતો. એકદમ નાદાન અને કુપોષિત ! પરંતુ, જેની સમજ ન હોય તેનો જ પૂર્ણ આનંદ લઇ શકાય.

એક દિવસ કંઇક અલગ મિજાજમાં જ વાત શરુ થઇ.

“શું કરે?”

“બસ, તારા ફોનની રાહ જોઈ રહ્યો હતો.”

“ઓહો... એવું એમ? ક્લાસમાં તો બીજા બધાને વધુ જુએ ને મારા કરતાં ! અત્યારે મારા ફોનની રાહ જોવાની?”

“મેં ક્યારે જોયું? કેહ તો !”

“મજાક કરતી હતી, જાડિયા !”

“હું જાડિયો? હવેથી હું તને જાડી કહીશ. જાડી, જાડી...!”

“મને કેમ યાદ કરતો હતો?”

“કેમ નહિ કરવાની, તને યાદ?”

“શું યાદ કરતો હતો?”

“તારા યેલો ડ્રેસ ને !”

“બહુ ગમી ગયો? આવતી કાલે ટ્યૂશનમાં એ પહેરીને આવીશ.”

“અને હા, પેલું વ્હાઈટ હેર-બેન્ડ પણ ! મસ્ત દેખાય તું તેમાં !”

“પક્કા !”

“ઓયે, એક વાત કહું?”

“બોલ ને જાડી !”

એ હસીને બોલી, “તારા મનમાં કેવું લાગ્યું હતું? જયારે મેં તને ફ્રેન્ડશીપ માટે કહ્યું હતું ત્યારે ! તને હું બહુ ચિપ લાગી હોઈશ ને?”

“હું તો ઈચ્છતો હતો ! કે તું મને કહે.” અહી મેં ફેક્યું.

“તો તે કેમ મને પહેલા ન પૂછ્યું? મારા બોલવા સુધી રાહ જોવાની?”

“હું ઈચ્છતો હતો કે તું મને પ્રપોઝ કરે !” કોઈ જ પ્રકારન બુદ્ધિ એ સમયે નહોતી. ફરીથી ફેંક્યું.

“કોઈ બોય એ ગર્લ પ્રપોઝ કરે એ કેવું લાગે? અજીબ !”

“અજીબ શું તેમાં? તું કરે કે હું કરું, શું ફર્ક પડે?”

“ઓહો...! એવું એમ? તો તેનો મતલબ એવો થયો કે, આપણે બંને એક જ છીએ એમ?”

“હાસ્તો !” મને ફરીથી કઈ સમજાયું નહિ. ટ્યૂબલાઈટ મોડેથી થઇ. મેં ‘હા’ કહી દીધી.

“તારું નામક કેટલું મસ્ત છે, નહિ !”

“મારા નામથી મને કોઈક બોલાવે તો મને બહુ ગમે !” છોકરાને હંમેશા પોતાની ગર્લફ્રેન્ડ કે ફિઆન્સી પાસેથી પોતાનું નામ સાંભળવું જ હોય છે.

“એવું એમ? હું કહું? હવે હું તને તારા નામથી જ બોલાવીશ ! પણ, થોડું અજીબ ફીલિંગ આવે છે.”

“બોલ્યા વિના?” નામ બોલાવવા માટે વાત અધૂરી મૂકી જ નહિ. નામ બોલે નહિ ત્યાં સુધી વાત ચાલુ જ રાખવી એ નક્કી કર્યું.

“બોલું?” આ સમયે પેશન્સ લેવલની એક્ઝામ ગોઠવાઈ જાય છે. મનમાં થયું હવે બોલે તો સારું !

“ના. નથી બોલવું ! રેહવા જ દે !”

“કેમ? ખોટું લાગ્યું ‘કંદર્પ’?” આટલું બોલીને તે મનમાં હસી. હું પણ હસ્યો. સીધી આ કિક દિલમાં ટકોરો કરી ગઈ.

“ક્રિષ્ના, કાલે મળીએ ચલ ને !”

“અરે ના ! પરંતુ, ક્યાં મળીશું? તું જ કેહ !”

“હેય, સાંભળ ! આવતી કાલે આપણે સ્કૂલથી છૂટીને પાછળની સોસાયટીમાં તારી એક્ટિવા પાસે મળીશું.”

“ત્યાં કોઈ સ્કૂલના બોયઝ કે ગર્લ્સ જોઈ જશે આપણને બંનેને તો?”

“અરે, બધા છૂટી જાય પછી ! અને, કોઈ ન આવે ! આવે તો પણ શું ફર્ક પડે ! હવે તો પૂરી સ્કૂલમાં ખબર છે આપણી !”

“સારું. મળીશું. જે વહેલા પહોંચી જાય એ એક્ટિવા પાસે મળીશું.”

ગુડ નાઈટ. સ્વીટ ડ્રીમ્સ. કહીને ફોન મુક્યો. હજુ કંઇક બોલવાનું હતું. એ બાકી હતું. ભવિષ્યમાં કદાચ બોલાય જાય તેવી શક્યતાઓ હતી. વળી, અડધી કલાક પછી ફોન કર્યો. હું સૂઈ ગયો હતો.

“કંદર્પ, ઊંઘ નથી આવતી ! વાત કરીશ થોડી વાર?”

(ક્રમશ:)

*****

Contact: +91 9687515557

E-mail: