Rahasy - 1 in Gujarati Short Stories by Prasil Kapadiya books and stories PDF | રહસ્ય ( ભાગ-1 )

Featured Books
Categories
Share

રહસ્ય ( ભાગ-1 )

“રહસ્ય”

( ભાગ -1 )

  • પ્રસિલ કાપડીયા
  • COPYRIGHTS

    This book is copyrighted content of the concerned author as well as Matrubharti .

    Matrubharti has exclusive digital publishing rights of this book.

    Any illegal copies in physical or digital format are strictly prohibited.

    Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

    લેખક પરિચય

    મારું નામ પ્રસિલ કાપડીયા છે. હું અંકલેશ્વરનો રેહવાસી છું. હું હાલમાં સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ( SVNIT ), સૂરત માં એન્જિનિયરીંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું.

    મને STORY વાંચવાનો અને CLASSICAL સંગીતનો ઘણો શોખ છે અને આ મારી STORY લખવાનો આ પહેલો પ્રયત્ન છે.

    આ STORYના રિવ્યુઝ અને ફીડબેક આપવાનું ભૂલશો નહિ.

    MOBILE :

    8460653664 ( WHATS APP)

    MAIL:

    prashilkapadiya44@gmail.com

    FACEBOOK:

    www.facebook.com/prasil.kapadiya

    રહસ્ય ( ભાગ-1 )

    સંત કબીરે પોતાના દોહામાં કહ્યું છે કે.....................

    “बुरा जो देखन मैं चला

    बुरा न मिलिया कोय |

    जो मन खोजा अपना

    तो मुझसा बुरा न कोय ||”

    વેરાવળ નામના એક નાનકડા ગામનો આ એક પ્રસંગ છે. ચંપક અને રેવતી નામના એક દંપતી વાત કરી રહ્યા છે : “ આપણે ભૂલ કરી. જાણી જોઇને જ આપણે આપણા પગ પર કુહાડી મારી. આપણે ઉસ્કેરાઈને આપણા હાથે જ આપણા કુળનો નાશ કરી નાખ્યો.” અને બંને ખૂબ રડી રહ્યા હતા.

    મુંબઈ એટલે સ્વપ્નની નગરી. દેશના દરેક ખૂણેથી લોકો પોતાના સ્વપ્ન પુરા કરવા માટે મુંબઈ આવે છે. કેટલાક લોકોને સફળતા મળે છે તો કેટલાક લોકોને નિષ્ફળતાનો તાજ પહેરવો પડે છે. આ મુંબઈમાં એક જાણીતો ફોટોગ્રાફર સમર કે જેનું હાલમાં જ સનાયા નામની છોકરી સાથે “Break up” થયું હતું. પોતાના Break up થી સમર ખુબ જ હતાશ થઇ ગયો હતો. એટલે એક મહિના સુધી એ કોઈને પણ કહ્યા વગર કશે ગાયબ થઇ ગયો હતો.

    એક મહિના પછી સમર ફરી મુંબઈમાં આવ્યો. તેણે ફરી ફોટોગ્રાફી શરૂ કરી. થોડા સમયમાં તે ખૂબજ જાણીતો ફોટોગ્રાફર થઇ ગયો. છ મહિના પછી સમરે સનાયાને ફોન કર્યો અને કહ્યું કે , “ હું તારી રાહ જોઈ રહ્યો છું. આજે અવોર્ડ શોમાં “Best photographer catagory” માં હું નોમીનેટ થયો છું. મને આશા છે કે તું આવશે.”

    સનાયા પોતાના મોડેલીંગના પ્રોગ્રામને પડતા મૂકીને સમર પાસે જાય છે. Best photographer નો એવોર્ડ સમરને મળે છે. જયારે સમરને ૨ શબ્દ બોલવાનું કેહવામાં આવે છે ત્યારે તે બોલે છે: “ મારી સફળતા પાછળનું કારણ મારા માતા-પિતા અને મારી આવડત છે પરંતુ, આજે જે મુકામ પર છું તે માત્ર મારી પ્રેમિકા સનાયાને કારણે જ છું.” અને ફરી તેમની LOVE STORY શરુ થાય છે. સમર સનાયાને મુંબઈમાં એક ફ્લેટ ગીફ્ટ કરે છે અને કહે છે: “ આપણા BREAK UP નું કારણ માત્ર એ જ હતું કે હું એક પ્રખ્યાત વ્યકિત ન હતો. મારી પાસે પૈસા નહોતા. ગાડી નહોતી. પણ આજે હું એકદમ જાણીતો ફોટોગ્રાફર થઇ ગયો છું લોકો મને ઓળખે છે. અને આજે હું ખુબજ ખુશ છું એટલે તને તારા સ્વપ્નનો ફ્લેટ ગીફ્ટમાં આપવા માંગું છું.”

    ત્યારે સનાયા કહે છે: “ પ્રત્યેક લોકો પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે સાચા-ખોટા રસ્તા અપનાવે છે.” “ સત્ય વેચીને પૈસા કમાવા એ કઈ ખોટું નથી” સમર કહે છે.

    પૃથ્વી નામનો યુવક કે જે પેઈન્ટર છે અને મુંબઈનો નિવાસી છે. છેલ્લા કેટલાક દિવસોથી પૃથ્વીને સ્વપ્નમાં માત્ર એક જ ચિત્ર દેખાતું આવે છે. અને તે છે સનાયા. તેથી તે ખુબ પરેશાન રેહતો હતો. અને તે નથી જાણતો કે તે સ્ત્રી કોણ છે ?

    થોડા દિવસો બાદ સનાયા અને સમર એક મોલમાં ખરીદી કરવા જાય છે. ત્યાં પૃથ્વી સનાયા ને જુએ છે. ત્યાં તેને ખબર પડે છે કે આ તો એ જ સ્ત્રી છે જે રોજ તેના સ્વપ્નમાં આવે છે. મોલ માંથી નીકળ્યા બાદ પૃથ્વી તેમનો પીછો કરે છે અને પૃથ્વી તેમનું ઘર શોધી કાઢે છે. બીજા દિવસે ફરી પૃથ્વીને સપનું આવે છે. સપનામાં એવું દેખાય છે કે સનાયા પર કોઈ હુમલો કરે છે.

    સમર સવારે પોતાના ફોટોગ્રાફીના કામ માટે બહાર જાય છે. જયારે સનાયા ઘરે એકલી હોય છે ત્યારે પૃથ્વી સનાયાને મળવા ઘરે આવે છે. અને સનાયાને આ બધી હકીકત જણાવે છે. સનાયા ખૂબ જ ડરી જાય છે. અને પૃથ્વીને પોતાના ઘરની બહાર નીકળી જવા જણાવે છે. એટલે પૃથ્વી ત્યાંથી જતો રહે છે. પણ સનાયાના મનમાં આ વાત ચાલ્યા જ કરે છે. અને એ વાતથી રાહત મેળવવા માટે થોડો સમય સૂઈ જાય છે. ત્યાં અચાનક જ ઊંઘમાં તેને એવો અનુભવ થાય છે કે કોઈ અદ્રશ્યશક્તિ તેનું નામ લઇ રહી છે. એટલે એકાએક સનાયા ઊંઘ માંથી ઉઠી જાય છે. તે જેવી ઉભી થાય છે ત્યાં આસપાસ જોઈ છે અને ઉપરથી તરત જ તેના પર તલવારથી હુમલો થાય છે અને તે તલવાર તેના કાંડા પર ઘા કરે છે અને તે બેહોશ થઇ જાય છે. સનાયાના કેહવાથી પૃથ્વી ત્યાંથી નીકળી તો જાય છે પણ રસ્તા પર ચાલતા ચાલતા તે બેચેની અનુભવે છે. અને સનાયાને સમજાવવા ફરી ફ્લેટમાં જાય છે અને ઘણી વખત ડોરબેલ વગાડવા છતાં કોઈ દરવાજો ખોલતું નથી અને તેથી તે દરવાજો તોડીને સનાયાના ફ્લેટમાં ઘૂસે છે. પણ સનાયા તેને લીવીંગરૂમ અને કિચનમાં ન દેખાતા તે તેના બેડરૂમમાં જાય છે. અને ત્યાંનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્ય પામે છે. અને તરત જ તેને હોસ્પિટલમાં લઇ જાય છે.પૃથ્વીને અચાનક વિચાર આવે છે કે આ તો મેં જે સ્વપ્ન જોયું તે જ થયું. ત્યાં સમરને સનાયા હોસ્પિટલમાં છે તે વાતની જાણ થતા તે પણ હોસ્પિટલમાં આવી પહોચે છે.

    થોડા સમયબાદ સનાયાને હોશ આવે છે. તેની સાથે થયેલી સમગ્ર ઘટના તે સમરને જણાવે છે. ત્યારે સમર કહે છે: “ આ બધું તારા મનનો વહેમ છે.” ત્યારે સનાયા કહે છે :” આ કઈ મારા મનનો વહેમ નથી આ તો જે પૃથ્વીએ કીધું તે જ ઘટના મારી સાથે થઇ.” સમર કહે છે : “ તું ખૂબ પ્રખ્યાત મોડેલ છે તેથી તને નીચે પાડવા તારા વિરોધીઓ એ તારી ખિલાફ કાવતરું ઘડ્યું છે.” અને સમર ખૂબ ગુસ્સે થઇ જાય છે અને પોલીસ સ્ટેશન જાય છે અને પૃથ્વીની વિરૂધ્ધ ફરિયાદ કરે છે. પોલીસ પૃથ્વીને ગિરફતાર કરે છે. પુછતાછ કરતા જાણ થાય છે કે પૃથ્વી નિર્દોષ છે. અને પોલીસ સમરને જણાવે છે: “ જો પૃથ્વી સમયસર ન પહોચ્યો હોત તો આજે કદાચ સનાયા જીવિત પણ નહોત.”

    એક તરફ આગળ જણાવ્યા મુજબના વેરાવળ ગામમાં એક દંપતી (ચંપક અને રેવતી) ની લાશ મળે છે અને ત્યાં દીવાલ પર લખ્યું હોય છે : “તમે પાપ કર્યું છે તો પાપની સજા તો મળશે જ.” બીજા દિવસે આ સમગ્ર ઘટના ન્યૂઝપેપર અને ટીવીમાં મુખ્ય સમાચાર બની જાય છે.

    સનાયાની તબિયત માં સુધારો થતા તે ફરી મોડેલીંગ શરૂ કરે છે. જયારે તે મેક-અપ કરે છે ત્યારે થોડા સમયબાદ તેને અરીસામાં એવું દેખાય છે કે તેના શરીર પર કોઈએ જાણે તલવારથી ઘા કર્યો હોય એટલે આ દ્રશ્ય જોઈ તે ખૂબ ડરી જાય છે. અને જમીન પર પડી જાય છે. ફરી અરીસા તરફ જુએ છે ત્યારે તેના શરીર પર ના તલવારના ઘા અદ્રશ્ય થઇ ગયા હોય છે. પરંતુ અરીસા પર એવું લખ્યું હોય છે : “તમે પાપ કર્યું છે તો પાપની સજા તો મળશે જ.”

    સનાયા ખૂબજ ડરી જાય છે અને તે આ વાત ની જાણ સમરને કરે છે. પણ સમર તેને પહેલા ની જેમ તેને કહે છે : “તું ખૂબ પ્રખ્યાત મોડેલ છે તેથી તને નીચે પાડવા તારા વિરોધીઓ એ તારી ખિલાફ કાવતરું ઘડ્યું છે.” સમરની વાત ને તે ધ્યાનમાં નથી લેતી અને ખૂબજ ડરી ગયેલી સનાયા પૃથ્વી પાસે જાય છે અને પૃથ્વીને આ હકીકતથી વાકેફ કરે છે.

    પૃથ્વી સનાયાને કહે છે : “ ૨-૩ દિવસ પહેલાજ ન્યુઝપેપરમાં વાંચ્યું હતું ?. વેરાવાળ નામના ગામ માં એક દંપતીનું મૃત્યુ થયું હતું અને દીવાલ આ જ વાક્ય લખ્યું હતું.” અને પૃથ્વી સનાયા ને પૂછે છે : “ તું આ દંપતીને ઓળખે છે?” ત્યારે સનાયા પૃથ્વીને નકારતા કહે છે : “ ના! હું એમને નથી ઓળખતી.” પછી પૃથ્વી સનાયાને સલાહ આપે છે : “ તારો અને તે દંપતી વચ્ચે કંઇક તો સંબંધ છે જ. એની તું પોતે જાતે જ તપાસ કર. હું આ બાબત માં involve થવા માંગતો નથી.” પૃથ્વી ના નકારાત્મક જવાબથી સનાયા ખૂબ હતાશ થઇ જાય છે. અને ત્યાંથી જતી રહે છે.

    પછી સનાયા સમરને કહે છે : “ મારી સાથે જે ઘટના ઘટી એ જ ઘટના વેરાવળ ગામનાં એક દંપતી સાથે ઘટી હતી, એટલે હું ત્યાં વેરાવળ ગામમાં જઈને સત્ય ની તપાસ કરવા માંગું છું. પણ સમર તેને કહે છે : “ આપણે ૨૧મી સદી માં જીવીએ છીએ, અને આટલી બધી એજ્યુકેટેડ હોવા છતાં તું કેવી મૂર્ખામીભરી વાત કરે છે. તને આ બધું પેલા પૃથ્વીએ જ કહ્યું હશે. એ જેમ ભમાવે છે તેમ તું ભમી જાય છે. તું સમજતી કેમ નથી કે એ તને એના ચક્કર માં ફસાવવા માંગે છે. તું તારા કરીઅર પર જ હમણાં ધ્યાન આપ. હું કઈ તારી સાથે આવવાનો નથી. તારા માટે તારું કેરીઅર ભલે ના important હોય પરંતુ મારી માટે તો મારું કરીઅર જ બધું છે. તારે જવું હોય તો જા! પણ હું તો નથી જ આવવાનો...!” સનાયા કહે છે કે તારી માટે તો તારું કરીઅરજ બધું છે. મારું તો કઈ importance જ નથી તારી લાઈફમાં. હું તો જઈશ જ.” એમ કહી એ ત્યાંથી ગુસ્સામાં નીકળી જાય છે.

    સનાયા ને કોઈજ રસ્તો ન જડતા તે ફરી પૃથ્વી પાસે જાય છે અને પૃથ્વીને ખૂબજ વિનંતી કરે છે અને કેટલું સમજાવ્યા બાદ તે આખરે સનાયા સાથે જવા રાજી થઇ જાય છે. અને બીજે જ દિવસે બંને વેરાવળની મુસાફરી શરૂ કરે છે.............................


  • “ શું પૃથ્વી ને સનાયા ગમે છે એટલે તેણે આ બધું કાવતરું ઘડ્યું છે ????”
  • “સનાયા એ એવું તો શું કર્યું છે કે આ બધું તેની સાથે જ થઇ રહ્યું છે ????”
  • “સમર માટે તેની પ્રેમિકા સનાયા કરતા તેનું કરીઅર જ કેમ important છે????”
  • જાણવા માટે હવે આગળ થોડો wait કરો ..... રહસ્ય (ભાગ: 2)

    આ STORYના રિવ્યુઝ અને ફીડબેક આપવાનું ભૂલશો નહિ. તથા લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહિ.

    To be continued………