અંક - ૧
ભાગ – ૧
વેદના ઈશ્વરની
“વેદના ઈશ્વરની” આ વાંચતાની સાથેજ મનમાં પ્રશ્ન ઉદભવશે કે ઈશ્વર ને શું વેદના હોય ઈશ્વર જેવું તો સુખી કોય નથી, આવા ઘણા બધા તર્ક વિતર્ક થશે પણ સત્ય હકીકત એ છે કે ઈશ્વર જેવું દુખી કોય નથી.
ઘણા ના જીવન માં ના થવાની ઘટના થાય છે, આપણે લોકો સમાજ માં જીવીએ છીએ તેથી આપણે આ બધીજ વાત થી અવગત છીએ, કોઈ નજીક નું વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય કે કોઈ પણ ઘટના હોય આ બધાના જવાબદાર કોણ? મિત્રો આનો જવાબ છે તમારી પાસે મારે કહેવાની જરૂર નથી.
મારા નજીક ના સંબંધી ના ઘરે એક ઘટના ઘટી એક હસતું રમતું પરિવાર ખુશી થી જીવન વ્યતીત કરતુ હતું, તે પરિવાર માં બે ભાઈ તેના પત્ની અને બાળકો અને માતા હતા, ઘરમાં બધાજ સુખ શાંતિથી જીવન વિતાવતા હતા, એ સમય માં તે બંને ભાઈ માંથી નાના ભાઈ ને અચાનક હાર્ટ એટેક આવતા અવસાન થયું, અને જેનું અવસાન થયું તેની ઉમર માત્ર ૪૦ વર્ષ ની હતી તેને એક પત્ની અને એક નાનો દીકરો જેની ઉમર ૧૦ વર્ષની તો આ વાત સાંભળતાજ અને જોતા તેના ઘરમાં આ મૃત્યુ નો માહોલ તેના ઘરના લાચાર તેની પત્ની તેના બાળક ને જોતા બધાના મનમાં કે બધાના મુખ માંથી એકજ વાત બહાર આવતી હતી કે ઈશ્વર એટલો નિર્દય કેમ હોય શકે, ઈશ્વર એ આ નાના ૧૦ વર્ષના બાળક સામે નઈ જોયું હોય, આવા ઘણા શબ્દો રડતા રડતા એક પત્ની,માતા,બાળક,ભાઈ બધા બોલી રહ્યા હતા, મને પણ એ દ્રશ્ય જોઇને મનમાં થયું કે સાચે ઈશ્વર એ એક વાર સામે નઈ જોયું હોય, એ બાળક ની કે તેને તો ખ્યાલ પણ નઈ હોય કે મૃત્યુ કે હાર્ટએટેક સુ છે, અરે તે બાળક તો તેની પરિક્ષા સમાપ્ત થાય અને તેને વેકેશન ની રજા માણવા મળે તે માટે આતુર હતો, અને અચાનક આવું ભયાનક દ્રશ્ય જે હચમચાવી જાય તેવું દ્રશ્ય તેના નજર સમક્ષ આવતા તે બાળક ની દશા શું હશે, જયારે એક બાળક રમતા રમતા પળી જાયછે તેને વાગે છે, ત્યારે એક પિતા તેને કહે છે, કે ચિંતા શાને કરે છે, હુછું તારી પાછળ તને પાડવા નઈ દઉં, અને એજ બાળક જયારે તેના પિતાના અવસાન ને જોતા લથડી પડે છે, એ દ્રશ્ય જોતા સાચે એકવાર અમ થાય છે કે ઈશ્વર છે ખરી?
પણ શું આ વસ્તુ ઈશ્વરને પસંદ હશે? મિત્રો પુરાણો, ગ્રંથો થી બધાજ વાકેફ છે, અને બધાજ કર્મના સિધાંત ને ખુબજ સારી રીતે સમજતા હોયે છે, તેથી એમ પણ કહીશકાય કે કર્મ ની આગળ બધા લાચાર છે, હા ખુબજ સાચી વાત છે, કર્મ કોઈ ને નથી છોડતું, આ બધી વાત બધાજ સમજે છે, પણ સુ કોય એ સમજે છે, કે જયારે કોય વ્યક્તિ અવસાન પામે છે ત્યારે તેના ઘરના સભ્ય ખુબજ દુખી થાય છે, અને આઘાત અનુભવે છે, તો આપણે પણ ઈશ્વરનાજ સંતાનો છીએ તો આપણે તો જીવતા જાગતા હસતા બોલતા છીએ તો પણ તેના થી વિખુટા છીએ તો ઈશ્વર જેને જગત પિતા કહેવામાં આવેછે, એ જગત પિતા કેટલીધાર આંશુ એ રડતા હશે તેનો અંદાજ છે કોઈને? અને ઘણા કામ એવા હશે કે ઘરથી માતાપિતા થી છુપાવીને થતા હશે, તો એ ઈશ્વર તો બધું જોવે છે તો તેને કેટલું દુખ થતું હશે, તે કોઈ નથી જતું અમ કહેવા કે ચિંતા ના કરો બધું સારું થય જશે અમે બેઠા છીએ, આ વાત તો બધી સહન કરાવાનીજ સાથે સાથે દોષ નો ટોપલો તો ઈશ્વરનાજ ખંભે થોપવાનો, આ બધા સાથે એ ઈશ્વર કેટલો દુખી હશે? તેના બાળકો તેનો આભાર વ્યક્ત કરવાની જગ્યાએ દોષ આપે છે, તો એ વ્યાજબી છે ખરી? અને નિષ્ફળતા મળે કે પછી ધાર્યું ના થાય તો એ બધી વાત કેમ કોઈ કર્મના સિધાંત ને આગળ નથી કરતુ, કે હશે આપણા કર્મ આગળ વધુ મહેનત કરીશું. અને આજે ઈશ્વરની આપણે વાત કરીએ છીએ એ બીજું કોય્જ નથી આપણો આત્મા છે, જે સારા કર્મ કરીએ ત્યારે ખુબજ ખુશ થાય છે, અને જયારે આપણે ના કરવાના કર્મ હાથ ધરીએ છીએ ત્યારે અંદર થી ઈશ્વરનો અવાજ આવે છે કે આ કામ ના કરાય પણ ત્યારે આપણે એ અવાજ સાંભળીયે છીએ ખરા?
આવુજ છે જીવન અને આપણા ખરાબ કર્મના કારણે દુખી છે આપણા ઈશ્વર.
Bani Dave
E-mail :