LEKHIKA - 8 in Gujarati Magazine by lekhika books and stories PDF | લેખીકા - 8

The Author
Featured Books
Categories
Share

લેખીકા - 8

અંક - ૧

ભાગ – ૧

મુસીબતને મોકો આપનાર.....

મુસીબતના ગીત ગાયને બેસી રહેનાર વ્યક્તિની વાત નથી..... વાત એવા વ્યક્તિની છે જેને મુસીબતને પ્રેમ કરવો ગમે છે. તેને સ્વીકારવી ગમે છે. તેનાથી ડરવાની નહી પરંતુ તેમની સામે જંગ છેડવાની જેમાં હિમત હોય છે તે મુસીબતને પ્રેમભરી હગ કરે છે અને તેમને પણ પ્રેમથી સ્વીકારીને કંટકોના રસ્તા પર ફૂલની પથારી બનાવે તેવા વ્યક્તિની એક ઝલક જોઈએ.... ખરેખર મજા આવશે... વાંચવાનું ભુલાય નહી, અને તમારા વિચારો જરૂર જણાવશો............

મુસીબતને મોકો આપનાર

ઈંગ્લેન્ડમાં આવેલ બ્રિસ્ટોલ શહેરની બાજુના ગામમાં રહેતો પરિવાર. આ સામાન્ય પરિવારના ઘરમાં ૩૧ જુલાઈ, ૧૯૬૫માં દીકરીનો જન્મ થયો. ધીમે ધીમે દીકરી મોટી થતી ગઈ અને ગામની જ પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.

આગળ શિક્ષણ મેળવવા માટે બ્રિસ્ટોલની વાયેડીન સ્કૂલમાં એડમીશન મેળવીને આગળ ફ્રેન્ચ ભાષા સાથે આર્ટ્સ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવવા માટે એક્સેટેરે યુનિવર્સિટીમાં પગ મુક્યો.

ક્લાસિક્સની ડિગ્રી મેળવી છતાં સંતોષ ન થતા આગળ ભણવા માટે બ્રિટિશ અમેરિકન ડ્રામા એકેડેમીમાં તાલીમ લેવા પેરિસ પહોચી ગઈ. એક વર્ષ અભ્યાસ કર્યા પછી તેણે વિશ્વવિખ્યાત ઓર્ગેનાઈઝેશન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલમાં એક સંશોધક અને દ્વિભાષી સેક્રેટરી તરીકે ફરજ બજાવવાની ચાલુ કરી દીધી. તે સમયે તેમની માતાની તબીયત વધારે ખરાબ થતાં ૧૯૯૦ના ડિસેમ્બરના તેમનું મૃત્યુ થયું. માતાના મૃત્યુનો આધાત સહન ન થતાં તે માનસિક રીતે તૂટી ગઈ અને માતાનો યાદમાં હંમેશા દુઃખી રહેવા લાગી.

વધારે પડતી દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા તેને તે જગ્યા છોડીને માંચેસ્ટરથી લંડન જવાનો નિર્ણય કર્યો. તે માટે ટેન ટ્રેનની રાહ જોઈ રહી હતી, તેની જાણમાં આવ્યું કે ટ્રેન ત્રણ કલાક મોડી છે. બેઠાં બેઠાં ટ્રેન આવવાની રાહ જોઈ રહી હતી. તેના મગજમાં અલક-મલકના સેત્લય વિચારો દોડી રહ્યા હતા. અચાનક એક વિચાર ઝબકયો કે એક છોકરાની વાર્તા લખવી, તે ફક્ત વિચાર ન હતો. પરતું તે વિચાર સાથે તેનો વિશ્વાસ, પાકો નિર્ણય અરે તે વિચાર તેનું મક્સ્દ બનીને લોહીમાં ફરવા લાગ્યું.

બહુ ઝડપી વાર્તા લખવાનો અમલ પણ કર્યો, પરતું માતાના મૃત્યુના આઘાતમાંથી બહાર આવવું અશક્ય લાગતું હતું અને મનથી તુટી ગઈ હોવાથી હમેશા કોઈનો સહારો શોધતા તેમને પ્રેમ થઈ ગયો. એ પણ એક પત્રકાર સાથે પોર્ટુગલના પત્રકારના પ્રેમમાં એવી તો ગળાબુડ થઈ ગઈ કે ૧૯૯૩મ તેને એક કન્યાને જન્મ આપ્યો, અને ત્યારબાદ પત્રકાર સાથે લગ્ન કર્યા.

પરતું તેમના માટે આ ખુશી લાંબો સમય ન ચાલી. પોતાના લગ્નજીવનમાં ભંગાણ પડતા ફરી દુઃખની ખાઈમાં ગરકાવ થતી ગઈ. પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોવાથી પોતાની દીકરીને લઈ બહેનના ઘરે પહોંચી ગઈ.

તે પોતાની બહેન ઉપર નિર્ભર રહેવા માંગતી ન હતી. વાર્તા લખવા માટેનું ઝનુન પણ ઝપવા દેતું ન હતું. પોતાનું પુરતું ધ્યાન વાર્તામાં આપ્યું. ધીમે ધીમે કરતાં વાર્તા પૂર્ણરૂપે નવલકથાના રૂપે પૂર્ણવિરામ લેતા ૧૯૯૫માં સમય અને સંજોગોને અભાવે નવલકથા ટાઈપ રાઈટરમાં ટાઈપ કરવામાં આવી.

નવલકથા તૈયાર તો થઈ ગઈ, હવે પ્રશ્ન એ હતો કે કોઈ પબ્લિશર આ કાર્યને હાથમાં લે. પરતું નવા લેખકની પહેલી નવલકથા હાથમાં લેવાનો વિચાર કરે તે વાત એટલી ઝડપથી ગળે ઉતરે એવી હતી નહી. તેની અથાગ મહેનત, ધીરજ અને તેની હિમ્તને લીધે એક પછી એક અલગ અલગ પબ્લિશરની મુલાકાત લીધી. એક, બે, ત્રણ પુરા બાર પબ્લિશરમાંથી એક પણ પબ્લિશરે હા પડી નહી. થાકી હારી એક વર્ષ એમ જ જતું રહ્યું.

એક વર્ષ પછી લંડનની બ્લૂમ્સબરી પબ્લિશિંગ કંપનીને આ પુસ્તકનું પહેલું પ્રકરણ મોકલ્યું તો આ ચિલ્ડ્રનબુક હોવાના કારણે કંપનીના ચૅરમેને તેની આઠ વર્ષની દીકરી ન્યુટનને આ પ્રકરણ વાંચવા આપ્યું. તેણે આ પ્રકરણ વાંચ્યા બાદ બીજા પ્રકરણો વાંચવા માગતા બ્લૂમ્સબરીને થયું કે આ પુસ્તક તો સારું હોવું જોઈએ, તેથી લેખિકાને ૧,૫૦૦ પાઉન્ડ ચૂકવીને તેને છાપવાનું કાર્ય હાથ ધર્યું.

બ્લૂમ્સબરીના ચૅરમેને લેખિકાને સલાહ આપી કે પહેલી નવલકથા છપાઈ એનો મતલબ એ નથી કે આના પર નીરભર રહેવું આવક માટે કોઈ નોકરી શોધી લેવી. સ્કોટિશ આર્ટ્સ કાઉન્સિલે લેખિકાને તેનું લખાણ ચાલુ રાખવા માટે ૮,૦૦૦ પાઉન્ડનું વળતર આપ્યું. અમેરિકન પબ્લિશર્સ સ્કોલેસ્ટિકે સપ્ટેમ્બર, ૧૯૯૮માં આ બુક અમેરિકામાં બહાર પાડીને લેખિકાને ૧,૦૫,૦૦૦ અમેરિકન ડૉલર ચૂકવ્યા, તે સમયની કોઈ પણ ચિલ્ડ્રનબુકની નવી લેખિકાને અપાયેલી રકમમાં ઉચ્ચ હતી અને આ સમાચાર સાંભળીને લેખિકા આશ્ચર્યમાં પડી ગઈ.

પુસ્તકની ૧,૦૦૦ નકલ જૂન, ૧૯૯૭માં પ્રકાશિત થઈ, તેમાંની ૫૦૦ નકલ પુસ્તકાલયમાં પહોચી ગઈ. આ લેખિકાની નવલકથાના પ્રથમ પુસ્તકે કેટલાય ઈનામો મેળવ્યા અને રાતોરાત તેની તો દુનીયા જ બદલાઈ ગઈ.

વર્ષ ૧૯૯૮માં જ્યારે અમેરિકાના વોર્નર બ્રધર્સે આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેણે લેખિકાને ૧૦ લાખ પાઉન્ડ રોયલ્ટીના ચૂકવ્યા હતા અને સાથે વોર્નર બ્રધર્સે શરત પણ કરેલી કે ફિલ્મના બધાં કલાકારો બ્રિટિશર જ જોઈએ. આ નવલકથા હમેશા રાત્રે બહાર પડતું અને તે બહાર પાડવાના ૨૪ કલાક પહેલા બ્રિટન, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં દુકાનની બહાર ખરીદદારની લાઈન લાગતી.

આ નવલકથા દુનિયાની ૬૭ ભાષામાં ટ્રાન્સલેટ થયું છે અને દુનિયાની પ્રથમ એવી લેખિકા છે કે જેમનું પુસ્તક આટલી બધી ભાષામાં ટ્રાન્સલેટ થયું છે. આ નવલકથા પર કેટલીય ફિલ્મો બની છે.

૨૦૦૧માં તેણે સ્કોટલેન્ડમાં મોંઘીદાટ એતિહાસિક હવેલી ખરીદી. રોલિંગના ચાહકોમાં બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનની પત્ની સારાહ બ્રાઉન સમાવિષ્ટ છે. ૨૦૦૦ના વર્ષમાં રોલિંગે ૧.૫ મિલિયન કે ૧૫ લાખ પાઉન્ડનું દાન કરીને વોલન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે જેનો મુખ્ય ઉદ્દેશ સિંગલ પેરેન્ટ ચિલ્ડ્રનને મદદ કરવાનો છે. ફોર્બ્સ સામયિકે વર્ષ ૨૦૦૪માં લેખિકાને પ્રથમ બિલિયોનેર મહિલા લેખિકા કહી છે. ૨૦૦૮માં ધનાઢ્ય બ્રિટિશર્સમાં તે ૧૪૪મા ક્રમે છે.

બ્લૂમ્સબરીના ચૅરમેનનો આભર માનીએ એટલો ઓછો કારણકે તેણે નવી ઊભરતી લેખિકામાં વિશ્વાસ મૂકયો અને એક મોકો આપ્યો. તેનાથી વિશેષ ખુશીની વાત એ છે કે ચિલ્ડ્રનબુક હોવાથી તેમણે પોતાની પુત્રીના મત ને મહત્વ આપ્યું.

કદાચ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે..... તમે જે નવલકથાની જન્મ કહાની વાંચી રહ્યા છો તે નવલકથાનું નામ છે “હેરી પોટર” અને તેની લેખિકાનું નામ છે જે. કે. રાઉલિંગ.

ખરેખર, માણસના જીવનમાં મુસીબત ન આવે ત્યાં સુધી પરિર્વતન અશક્ય છે. મુસીબત સામે ઝઝુમતો માણસ નવી કેડી કંડારે છે.

કીર્તિ ત્રાંબડીયા,

મો. ૯૪૨૯૨૪૪૦૧૯

E-mail :