કલશોર
ગોપાલી બૂચ
"સમુદ્રાન્તિકે", દરિયા સાથે અજબનુ અનુસંધાન કરી આપતી શ્રી ધ્રુવભાઈ ભટ્ટની અદભુત નવલકથા.
ગોપનાથથી શરુ કરીને છેક દ્વારિકા સુધીના સમુદ્રતટ પરનુ પરિભ્રમણ એમને એક નવિનતમ દુનિયામા જ લઈ ગયુ.માર્ગમા આવતા પાત્રો,એમની સાથે કેળવાતુ તાદાત્મ્ય,દરિકા કિનારાના લોકો,એમનો દરિયાલાલ માટેનો તીવ્ર અનુરાગ ,સમુંદર માટેનો એમનો અપાર સ્નેહ અને શ્રધ્ધાથી પણ મુઠી ચડે એવો એમનો અતૂટ વિશ્વાસ.દરિયાના સ્નેહાળ સૌમ્ય સ્વરુપનુ અને દરિયાના વિકરાળ રૌદ્ર રુપનુ વર્ણન,ભાતિગળ સંસ્કૃતિ,લોકબોલી...આ તમામ વાતોનુ રસસભર નિરુપણ આપણી મનોભુમિને પણ મહેરામણ સાથે ઓતપ્રોત કરી જાય છે.
વિકાસની કેડીને આગળ ધપાવવા આવતો યુવાન દરિયા કિનારાની સંસ્ક્રુતિ સાથે એટલો જોડઐ જાય છે કે આખરે દરિયાઈ ગ્રામિણ સંસ્ક્રુતિને વિકાસયાત્રા પર સ્વાહા કરી દેતા એનો જીવ પણ ચચરી ઉઠે છે.શ્રી ધ્રુવ ભટ્ટ સતત એ યુવાનની આસપાસ રહ્યા છે.સમગ્ર ગ્રામ્ય જિવન અને પ્રકૃતિનો પરિચય જ એ યુવાન દ્વારા લેખક આપણને કરાવતા રહ્યા.
ગામડાની એક સ્ત્રી અવલનુ પાત્ર કે જેણે એકેડેમિક લેવલ પર ક્યાય એજ્યુકેશન નથી લીધું પણ માત્ર સિધ્ધાંત ,ટેક અને વાતાવરણને સૂંઘીને જ કેળવાતી એની સુઝબુઝ શહેરની અતિ એજુકેટેડ સ્ત્રીને પણ ઝાંખી કરી દે એવુ ઉભર્યુ છે.મૌન રહીને સમગ્ર વિશ્વને ચહવાની એની ક્ષમતાને સલામ થઈ જ જાય.
કઠિયાવાડના કણ કણમા પ્રેમનુ અમૃત વહે છે.એક વિદેશી નારી ભારતિય જીવન ધારા અપનાવે,ધર્મ અપનાવે ાને દરિયા કિનારે જિવન વ્યતિત કરે એને દરિયા માટે કેટલો સ્નેહ ઉભરાતો હશે ?એ વિચાર પણ આવે.આપણમા પણ ક્યાક એ અગોચર તત્વ ધબકતુ હોય તો આપણે પણ એ સ્નેહધારામા વહ્યા વિના ન રહીએ.જેના માતે દરિયો જ જીવન છે અને પશુ ધન સર્વસ્વ છે એવા લોકોને મોઢે લેખકે પશુ પ્રેમ દર્શાવતા કમાલના સંવાદ મુક્યા છે.ીક વિદેશી સ્ત્રી એમ બોલે કે ,"કાંઈ થાળીમા એઠું ન છાંડતા અને ગાયને ન મુકતા હો.એનુ છાંડેલુ ખાવાની તમારી તૈયારી છે ?" આ અનન્ય પશુ પ્રેમ છે.
ક્રિષ્ણા જેવા ટંડેલ દ્વારા તો લેખકે એક આખા દરિયાને ખારવામા જીવતો બતાડી દીધો છે.ખારવાઓ માટે તો દરિયો જાણે મા નો ખોળો.તો દરિયો માનવ રુપ ધરે છે.એ દેવરુપ છે એ કલ્પના જ દરિયો અને કિનારાના ગ્રામ જનોના ઐક્યની ઉદબોધક છે.
દરેકનો પોતાનો ધર્મ,પોતાના વિચારો અને એ તમામ માટે બીજાના હ્રદયમા માન સહિતનો સ્વિકાર.જે હેલ્ધી સમાજની શહેરી જનો કલ્પના કરે છે એ હેલ્ધી સમાજને લોહીના અણુ એ અણુમા કાઠિયાવાડનો જણ બચ્ચો જીવી રહ્યો છે,ાને એ પણ કોઇ ઢોલનગારા વગર.
બંગાળીબાબુ જેવો ઓલિયો ફકીર,શામજી મુખી,વૈધ હાદા ભટ્ટ,કેશો ભટ્ટ,નૂરભાઈ,સબૂર ....કયા પાત્રની વાતો કરુ ને કયાને ન્યાય કરવો.આ સર્વ પાત્રો દ્વારા ભટ્ટસાહેબે મેઘાણીજીની યાદ તાજી કરાવી.એમની કથાઓમા આવતા પાત્રો જેવી જ ખુમારી,ટેક અને સિધ્ધાંતો માટે ફના થઈ જવાની ભાવનાનો તાદ્રશ ચિતાર સમુદ્રાન્તિકેના પાત્રોમા પણ જોવા મળ્યો.
સમુદ્ર કિનારાની જમીન માપણી અને ત્યા કેમિકલ ઉધ્યોગની સ્થાપના અંગેની શક્યતા માટે આવેલો યુવાન એ સમગ્ર માહોલના પ્રેમમા એવો ડૂબી જાય છે કે એને એ પછી પ્રક્રુતિના ભોગે થતો માનવ વિકાસ અયોગ્ય લાગે છે.શ્રી ધ્રુવ ભટ્ટ અહી માર્મિક સંદેશ પણ સ્પષ્ટ રીતે મુકી જાય છે.
બધુ જ જાણવા માટે તો તમારે સમુદ્રાન્તિકેની સફર કરવી જડે.પણ હું મને ગમતા થોડા વાક્યો તમારી સમક્ષ મુકવા માગુ છું.
*તે લૈ લે ને ,આંઇ તને કોઇ ના નો પાડે"સાવ ખુલ્લ મુકાતા દરવાજા અને પરસ્પરનો પ્રેમ્ભાવ અહી દેખાય છે.બધુ જ મોકળા મને બધાનુ જ્.
*"ખેડૂ હોત તો ભુખે મરત ?જમીન તો મા કહેવાય "જમીન પ્રત્યે નો પુજ્યભાવ.વળિ સાચે જ જમીન પેટનો કેટલો મોટો આધાર છે એ પણ કેટલુ સાહજીકતાથી જણઐ આવે છે.
*"કાતિલથી બીવે નહી અને નાનાને રંજાડે નહી ઇ વાતે એનુ નામ જમાદાર"વાત તો પક્ષીની છે પણ જરા વિચારો તો કે આપણને કેટલી સ્પર્શે છે ?
*"આપણને નથી સૂજતુ એવુ કંઇક એને સુજતુ હશે "એક અબુધ ,ગવાંર માણસ માટે અવલના મુખે ઉચ્ચારાયેલુ તથ્ય સભર વાક્ય.
*"દરિયો ડોલમા ન સમાય "દરિયે નહાવું એ શું ચીજ છે એની ગરિમા સમજાવવા આટલું જ પુરતું નથી ?
*"ખારવો હોય તો વાંહે પડ્યો જ હોય ,ઇ પોતાનુ નો જોવે.દરિયાનો એને માથે એવો હુકમ "કયો દરિયો આવીને કહી ગયો હતો ?આ આપમેળે જવાબદારીનુ ભાન ,પરગજુ વૃત્તિ,દરિયાની ટેક...આ આપણો એથીકલ વૈભવ છે જે કદાચ હવે ગ્રામ્ય સંસ્ક્રિતિમા જ સચવાયો છે.
*" આ તો દરિયાપીર કહેવાય "દરિયાને સહારે જીવતા લોકો માટે દરિયો શુ સ્થન ધરાવે છે એ સમજવા પુરતુ આટલુ તો બહુ થયુ.
*"ટ્ંડેલ તો ખારવો છે "દરિયાનો ખોળો અને ખારવાનુ ઐક્ય બતાવતુ આ અદભુત વાક્ય દરિયા પરત્વેના અતૂત વિશ્વાસનુ પ્રતિક છે.
*એ જે હોય તે ,અત્યારે આપણે આશરે છે "દરિયામા જાગેલા તોફાનને કારણે બહાર નીકળી આવેલા વીંછીને પણ્ ઘરમા આશરો આપતા માણસો અને "ઇ કાઇ નહી કરે ,ઇ જીવે ય સમજે કે અટાણે બધાની દશા એક છે"વિચાર તો કરો દોસ્તો ,કે આ માણસોનો પ્રક્રુતિ અને પ્રાણી સાથે કેળવાયેલો કેટલો સમજદારી સાથેનો લગાવ છે !આ આપણી જ સંસ્કૃતિમા શક્ય છેેક મનુષ્ય અને એક ઝેરી જીવ આવી પડેલા કુદરતી તોફાન સામે કેવો અનોખો તાલમેલ સર્જે છે.
જેણે ઇંગ્લીશ મુવી"લાઈફ ઓફ પાઈ" જોયુ હશે એને તરત જ આ વાતની સમજણ પડી જશે.
છેલ્લે નવલકથાના મુખ્ય નાયકની કબુલાત ઃ
*આ ધરતિ એ માર મનને સુક્ષમ રહેવા દીધું નહી.
*રોડ બાંધવા વાળા મશિનો અહી પહોચે ત્યારે અહિં રહેવાનું મારાથી નહીં બને
*હું સ્વિકારું છુ કે ધરતિ ખરેખર સાદ કરતિ હોય છે અને કેટલાક વિરલ જનો એ સાંભળવા અને તેનો જવાબ આપવા શક્તિમાન હોય છે.પ્રક્ર્તિ અને માનવી વચ્ચે આ પરાપૂર્વથી સ્થપાયેલો વ્યવહાર છે જ . આ સચરાચરમા ક્યાંક કોઇક છૂપો માર્ગ છે જે માર્ગે જડ અને ચેતન પરસ્પર વાર્તાલાપ કરી શકે છે"
બસ.આટલુ કીધા પછી આગળ કાઈ પણ કહેવું મને પણ વ્યજબી નથી લાગતું.
શ્રી ધ્રુવ ભટ્ટને સંવદનશીલ સલામ સાથે...