તને લઈને
મળવા
તું આવ . . .
~ આનંદ નંદાણી
‘મન’
નમસ્કાર,
જેનો વિચાર પણ નહોતો આવ્યો કે પહેલેથી ક્યારેય જેનું સપનું પણ નહોતું જોયું એ વાત આજે હકીકત બનવા જઈ રહી છે. ઘરના એક ખૂણા માં બેસીને જયારે હું લખતો ત્યારે ખબર નહોતી કે મારી લખેલી, એક 20 વર્ષના છોકરા દ્વારા લખાયેલી કવિતાઓનું એક પુસ્તક પણ બનશે. પોતાનું લખાણ ડાયરી સુધી જ સીમિત ન રહીને એક પુસ્તક રૂપે છપાશે, બીજા લોકો પણ એને વાંચશે એ વાત ની ખુશી કોને ન હોય? એક -દોઢ મહિનામાં 31 કવિતાઓના લક્ષ્યાંકે પહોંચવું એ મારા માટે તો મોટી વાત જ હતી. અલબત્ત, કવિતાઓને મેં કયારેય લક્ષ્યાંક સમજી નથી અને હું કોઈ કવિ કે લેખક પણ નથી. હું તો માત્ર સ્મૃતિપટ ઉપર આવતા વિચારો રૂપી દ્રશ્યોનો ફોટોગ્રાફર છું બસ! "A writer is the photographer of thoughts!" આવું મેં ક્યાંક વાંચેલું. તેથી મારી સમજણ અને મારી બુદ્ધિને જેવું સૂઝ્યું એવા ફોટોગ્રાફસ આજે આપને આપી રહયો છું.
~ આનંદ નંદાણી
તું આવ. . .
તને લઈને મળવા તું આવ,
થોડીક વાતો કરવા તું આવ...
આપણાં વગર આ સમંદર’ય ડૂબશે,
ઘડીક એમાં તરવા તું આવ...
‘ને ફૂલો પર સ્પર્શનું ઝાકળ બનીને તું,
સુરજ ને આંગળી ચીંધવા તું આવ...
સમય છે રેત જેમ સરી જવાનો એ,
સ્મરણમાં સમયને પકડવા તું આવ...
બધું જ કામ મુકીને કોઈક સાંજે,
એકા’દ ગીત સાથે ગણગણવા તું આવ...
* * *
સાંજ
સાંજ પડે ને સૂરજ ઢળે,
કે સૂરજ ઢળે ને સાંજ પડે?
એક ચેહરો ઝાંખો યાદ આવે,
આંખેથી બિંદુ સરી પડે. . .
એ વાત મજાની યાદ આવે,
એ સાથ મજાનો યાદ આવે,
બે પ્રેમી પ્રેમ કરતાં – કરતાં,
એમ અચાનક લડી પડે. . .
તારો ગુસ્સો યાદ મને,
શું મારું Sorry યાદ તને?
યાદો પણ તારી તારા જેવી,
મને જોઇને વળગી પડે. . .
એ રાહ જોવાનું યાદ આવે,
મોડા પડવાનું યાદ આવે,
‘ને ક્યારેક ચોમાસી આંખો તારી,
ઝરમર ઝરમર વરસી પડે. . .
બધાં છાનાછપનાં યાદ આવે,
જોયેલાં સપનાં યાદ આવે,
સાથે ગાયેલાં ગીતો આજે,
ઉડી ઉડીને કાને પડે. . .
આ સાંજ પડે ને સૂરજ ઢળે,
કે સૂરજ ઢળે ને સાંજ પડે?. . .
* * *
સમય છું. . .
સમય છું સમય જેમ વહેવાનો હું,
રેત છું રેત જેમ સરવાનો હું...
આગંતુક છું તારી આ દુનિયામાં,
ઘડી-બે-ઘડીમાં ફરી ઉડવાનો હું...
આંજી લે તું આંખોમાં વાતોનાં વાદળાં,
પછી ક્યાં રોજ આમ વરસવાનો હું...
કો’ક દિ’ સવારે ધુમ્મસ પણ થાશે,
ક્યારેક તો ઝાંખો પડવાનો હું...
‘ને ઝાકળ બનીને આવીશ આંખોમાં તારી,
થોડો ઘણો તો એમ યાદ રહેવાનો હું...
* * *
રાધા
તને રાસે રમતી જોવી છે,
પાણી એ નીતરતી જોવી છે...
આ ઢોલ ઢબુકતો સાદ કરે,
તને ગરબે ઘૂમતી જોવી છે...
આ રાત મજાની વાટ જુવે,
એને ફેર-ફુદરડી ફરવી છે...
આ શ્યામની વાતો ઘણી કરી,
રાધા તારી વાતો કરવી છે...
* * *
સુગંધ
હું સમજી લઈશ તમને પુરેપુરા,
તમે સમજશો નહિ જરીક?
આવો નજીક, ક્યારેક તો બેસો પાસે,
મૂંગા-મૂંગા ‘ય ઘડીક.
મૌન ને પણ સાંભળવું-સમજવું,
એનું જ નામ તો પ્રેમ.
આંખો ને કહો આંખો થી, બસ
વાતો કરે થોડીક.
અસ્તિત્વ ભુલાવી, ગુમાવી કે તોડી શકો,
તો જ થાય પ્રેમ.
અને પ્રેમ તો તપસ્યા છે વર્ષોની,
એમ કંઈ એ થાય નહિ ક્ષણિક.
તમારી સુગંધ ને શ્વાસમાં લઇ,
ચાલે છે આ હ્રદય હેમ-ખેમ.
આવાં ને આવાં શુષ્ક ક્યાં સુધી રહેશો?
કરો રોમ-રોમ એન્ટીક.
* * *
હું નથી રહ્યો હું હવે
હું નથી રહ્યો હું હવે,
બની ગયો છું આખેઆખો તું. . .
હું પણું મારી પરવાર્યું તારામાં ને તારામાં,
ને પૂછે છે કે શું થયું છે એમ તું?. . .
ખોવાઈ ગયો છું, ક્યારે-ક્યાં-કેમ?
મુજને એ પણ નથી ખબર,
ચાલ પકડ હાથ ઝટ હવે,
રસ્તો બતાવ તું. . .
ચાંદો, સુરજ, તારાં ‘ને આખી દુનિયા,
બધાં જ મને ખોટાં લાગે,
ના હું જાણું ખૂબી-ખામી, બસ એટલું જાણું
કે એક જ સાચી તું. . .
મારા સુખ, મારા દુ:ખ ‘ને કંઈ થોડાં ગમા-અણગમા,
બધું જ મારું હવે તારું,
‘ને છેલ્લે બસ એટલી જ અરજી કે લે,
આ બધું જ સંભાળ તું. . .
* * *
હવે હું તને મળીશ ક્યારે?
હવે હું તને મળીશ ક્યારે?
‘ને મળ્યા પછી તરત જ લડીશ ક્યારે?
આજ સાંજ પડતા જ નીકળી જવાનો હું,
હવે તારી બધી જ વાતો સાંભળીશ ક્યારે?
પૂછવાનું મન થયું આંખોને જોઇને કે,
હવે તું અમથી જ ભીંજાઈશ ક્યારે?
બોલ્યા વગર જ સમજી જવાનું હતું,
હવે તારા મન નો ભાવ કળીશ ક્યારે?
સંભાળી ને ચાલવાની આદત થઇ ગઈ છે ‘મન’,
હવે એક બાળકની જેમ ફરી પડીશ ક્યારે?
* * *
રસ્તાની માફક જ. . .
સ્તાની માફક જ કોઈ પ્રવાસે,
તારા સુધી જ પહોચવાના પ્રયાસે...
તપ્યો છું, તુટ્યો છું પણ થાક્યો નથી,
શું ખબર મળી જાય તું અનાયાસે...
આમ તો હું તને યાદ જ નથી કરતો,
બસ લીધું છે નામ શ્વાસે-વિશ્વાસે...
છે તેજ પણ મારું કહી દે સુરજને,
છંછેડે નહિ મને એ એના ઉજાસે...
રહે છે તું ભીતરમાં એ માની લીધું છે મેં,
હવે કોણ છાતી ચીરીને તપાસે...
* * *
તું છે. . .
મારું તો સઘળું વિશ્વ તું છે,
મારા હોવાનું અસ્તિત્વ જ તું છે. . .
આજુબાજુ ચારેબાજુ પોલ્યુશન બહુ જ છે,
કિન્તુ મારે મન અણીશુદ્ધ ઓક્સીજન પણ તું છે. . .
મન તો થાય છે ડૂબી જાઉં તારાપણાના દરિયામાં,
પણ મારા માટે તો મારી નાવ ’ય તું છે. . .
ચોમાસું પણ આવે છે ફક્ત ચાર મહિના માટે જ,
પણ મારો તો બારેય માસ વરસતો વરસાદ તું છે. . .
લગાવું ડૂબકી તારામાં? પાપ મારે ધોવા છે,
Because, મારી તો ગંગા, જમના, સરસ્વતી પણ તું છે. . .
લાખ દુ:ખો, તકલીફોથી ઘેરાયેલો હોઉં હું છતાં પણ,
મારામાં રહેલો આઠેય પહોરનો આનંદ તો તું છે. . .
લોકો પૂછે છે કે કેમ હસતો જ રહે છે આમ “રામ”?
પણ એમનેય શું ખબર કે હસવાનું જે કારણ વસે છે મારામાં એનું જ નામ તું છે. . .
* * *
મને નહિ ગમે પણ તારા વગર. . .
મને નહિ ગમે પણ તારા વગર,
તો’ય જતી રહીશ એકલી મારા વગર?
કોઈ દીવસ પડી છે તે આજ પડશે,
સવાર, સુરજ અને તારા વિચાર વગર?
તરતા સારું આવડે એ વાત સારી,
પણ મજા નથી એમાં થોડું-ઘણું ડૂબ્યા વગર...
જવું જ હોય તો જા, હવે નહિ રોકું તને,
પણ રહી જો તું’ય બે-ચાર શ્વાસ લીધા વગર...
કિનારે પડેલી માછલીને જોઈ છે?
એવું જ થાય છે, જયારે તું જાય કંઈ કીધા વગર...
મન હોય તો માળવે જવાય એ નથી ખબર?
તો કેમ જાય છે એકલી જ “મન” વગર?
* * *
તારી આંખો. . .
બાળક જેમ હસતી તારી આંખો,
વાદળ જેમ વરસતી તારી આંખો. . .
સંતાઈ જતી ક્યારેક ‘ને ક્યારેક કરતી થપ્પો,
સંતા-કૂકડી રમતી આ મારી-તારી આંખો. . .
તીર જેમ વાગે અને તો’ય મીઠી લાગે,
જાદુગર છે તું, કરામાતી તારી આંખો. . .
પાંપણની દોરીથી બાંધી છે જેને,
પવનનાં’ય ચુંબનથી ડરતી તારી આંખો. . .
પણ લજામણી જેવી તું નથી એ વાત નક્કી છે,
તારા કરતાં’ય વધારે શરમાતી તારી આંખો. . .
* * *
બધું એવું જ તો છે . . .
બધું એવું જ તો છે, ક્યાં કશું બદલાયું છે?
સવાર રોજ સરખી જ પડે છે 'ને સૂરજ રોજ સાંજે મૂંગા મોઢે જ ઢળી જાય છે...
ફૂલો પણ ખીલવાનો નિયમ ચુકતા નથી.
જે ઘડિયાળ બહુ ઝડપથી દોડતી હતી એ અત્યારે થોડી ધીમી પડી છે પણ ચાલે છે...
એકેય રસ્તાઓ ભૂલતો નથી,
કોઇ કામ કરવાનું પણ ચુકતો નથી,
પેલાં પક્ષીઓ ઉડવાનું અને નદીનું પાણી વહેવાનું મૂકતાં નથી,
રાત્રે સુવાનું અને સવારે ઊઠવાનું મોડું થતું નથી,
રસ્તા પરના ટ્રાફિકની લાઈટો પૂછ્યા વગર જ આંખોને આંજે છે...
ફરક એટલો છે કે...તું નથી...
આંખોમાં થોડી કોરી ભીનાશ રહે છે અને રાત્રે ઊંઘમાં ક્યારેક ઝબકીને જાગી જવાય છે...બસ.
* * *
તારા વગરની સાંજ . . .
તારા વગરની સાંજ વળી કેવી હોય?
બસ,હું,બારી 'ને ઢળતો સૂરજ હોય...
વિચાર તો આવે કે ફોન તરત જ જોડું તને,
પણ યાદથી જ ચલાવવુ પડે કેમકે તુ વ્યસ્ત હોય...
સૂરજ પણ ડૂબી ગયો,થયું હવે અંધારું,
'જે પોષતું તે મારતું' સાલ્લું આવું જ કેમ હોય?
રાત કેમ જાશે એ વિચારમાં તો આવી ગઇ રાત,
તુ તો કહી દે પણ શ્વાસ વગર કંઇ જીવાતુ હોય?
કરી જ્યાં લાઇટ ચાલુ ત્યાં આવ્યા થોડાં પતંગા,
ખબર છે કે મરશે, તો'ય એને પ્રેમ હોય...
તારા વગરની સાંજ વળી કેવી હોય?
બસ,હું,બારી 'ને ઢળતો સૂરજ હોય...
* * *
ફરિયાદ
તમારાથી ક્યાં કોઈ ફરિયાદ જ હોય છે?
બસ, તમારી જ તો ફરી-ફરી યાદ હોય છે.
પ્રેમમાં ના કરાય કોઈ દિવસ કંઈ શંકા-કુશંકા,
પ્રેમમાં તો બસ, કેવળ પ્રેમ જ હોય છે.
થાય મિલન તો જ પ્રેમ સફળ, એવું જ ક્યાં હોય છે?
જુઓ જઈને મંદિરમાં, કૃષ્ણ સાથે હંમેશા રાધા જ હોય છે.
મળું જયારે તમને તો દિલ ઉપવન હોય છે,
પછી વિખુટા પડતા જાણે કે વિરહ-વેરાન હોય છે.
આંખો તમારી હમણાં બંધ જ રાખજો, કારણ
એમાંથી પ્રેમ વહેતો મુશળાધાર હોય છે.
તમે છો જ એવાં, જાણે કોઈ છોડ લજામણી હોય છે,
બાકી અમારી તો દરેક વાત આપનાથી ક્યાં અજાણી હોય છે?
આવો હવે જલ્દી, ખોલો કમાડ ઉરનાં,
સ્થિતિ એવી છે કે જાણે વનવાસમાં એકલો જ ‘રામ’ હોય છે.
* * *
કોઈ અજાણી કવિતાનાં કાંઠે . . .
કોઈ અજાણી કવિતાનાં કાંઠે,
ચાલ બેસીએ એકા’દ સાંજે...
માત્ર આંખોથી વાંચી શકાય કેટલું?
કીધું હ્રદયને તારા હ્રદયને વાંચે...
‘ને તૂટવું હોય તો તૂટી જાય ભલેને,
બાળક જેમ રેત-ઘર બનાવીએ આજે...
ઉતાવળ શું છે? હજી તો વાર છે,
થોડીક વાર રોકાઈ ઘરે પછી જાજે...
હોડીમાં તરે છે એને શું ખબર?
તરવાની મજા છે ડૂબતાં જહાંજે...
* * *
ખબર નહી આ શહેર ક્યાં જઈ રહ્યું છે?
અવાજો , ધુમાડાં 'ને રાડ - બૂમો,
ખબર નહી આ શહેર ક્યાં જઈ રહ્યું છે?
સવારથી જ ગાડીઓમાં આ લાગે દોડવાં,
ખબર નહી કોનો પીછો કરી રહ્યું છે?
તને આવીને મળતું હોય તો વાંધો ક્યાં છે મને?
પણ આ તો કંઈક બીજી જ બાજુ જઈ રહ્યું છે
ગાંધી નું આ નગર ક્યાં છે ગાંધીવાદી?
તારી જેમ એ પણ મનમાની કરી રહ્યું છે
દિવસે'ય નોહતા ભેગા એ સાંજે થાય઼ છૂટ્ટાં,
કોઇ ક્યાં અહીં એકબીજાની નોંધ લઈ રહ્યું છે?
કઈ હરિફાઈ , કઈ દોડ 'ને કઈ સફળતા?
જોયાં જાણ્યાં વગર આંધળી દોટ મૂકી રહ્યું છે
કોને કહેવાય સફળતા એ તું જ નક્કી કર ''મન'',
બાકી ખબર નહી આ શહેર ક્યાં જઈ રહ્યું છે?
* * *
કોશિશ
કોશિશ તો હોય છે કે સતત વહ્યાં કરું,
પણ તો’ય ક્યાંક ને ક્યાંક રોજ થંભ્યા કરું...
ગમે એટલાં દુ:ખ-દર્દ આપો મને,
આનંદ છું, હસતો રહું ‘ને સહ્યાં કરું...
માંગું છું એ બધુંય તું આપતો નથી ખુદા,
બોલ, તો’ય તારી બંદગી કર્યા કરું?
આમ તો સાથે જ રહું છું હું મારી,
છતાંય મારામાં કેમ મને શોધ્યાં કરું?
* * *
કો’ક પોતાનું
કોઈને ક્યાં કશું કહેવાનું?
બસ આમ જ મૂંગા રહેવાનું. . .
કોઈ પૂછે તો કહેવાનું, કે
ભ’ઈ દુનિયામાં આમ જ રહેવાનું. . .
બોલ્યા વગર જ સહેવાનું,
‘ને તો’ય હસતા રહેવાનું. . .
સત્ય, પ્રેમ, કરુણા તો ઠીક,
આપણે તો ગુસ્સો, ઈર્ષ્યા, દ્વેષ નું પણ જોવાનું. . .
સવાર થી સાંજ ચહેરાઓ જ ચહેરાઓ,
‘ને સાંજે પાછા ફરતા રોજ એકલા પડવાનું. . .
Mr. મન આમ કંઈ થોડું હારવાનું?
રાહ જો, કો’ક તો પોતાનું મળવાનું. . .
‘ને તું નામ જ નથી લેતો થાકવાનું?
બસ, હવે તો બંધ કર કસોટી કરવાનું. . .
* * *
કેટલું મુશ્કેલ છે . . .
કેટલું મુશ્કેલ છે મનની જ સામે પડવું,
તારા સ્મરણનું જ સ્મરણ ન કરવું. . .
યાદ છે તને એ મુલાકાતો આપણી?
‘ને આંખોથી તારી એ શરમનું નીતરવું. . .
મસ્તી-મજાક અને થોડી ડાહ્યી વાતો,
મારું રોજ ગાલોનાં ખાડામાં પડવું. . .
તારી જેમ જ ગુસ્સો કરતા મારી વાતો પર,
એવું લાગે મને તારા ઝાંઝરનું રણકવું. . .
એવું તે શું થયું કે હાથ છૂટી ગયો?
જાણે કોઈ ઝાડમાંથી પાંદડાનું ખરવું. . .
‘ને પેલાં વાદળ જેવી ક્યારથી તું થઇ ગઈ?
વરસવું તો તારે ધોધમાર જ વરસવું. . .
આથી વધારે માંગવાનું શું હવે?
બની શકે જો ‘મન’ થી તારા હોઠનું મલકવું. . .
* * *
અપૂર્ણ છું . . .
એકલો તો હું અપૂર્ણ છું,
તું છે તો જ હું પૂર્ણ છું. . .
વટવૃક્ષ છે તું પ્રેમનું, શું આપું તને?
હું તો માત્ર નાનું એનું પર્ણ છું. . .
તું છે કોઈ ભવ્ય ઈમારત ઉંચી,
‘ને હું કેવળ ઝૂંપડી જીર્ણ છું. . .
સમજવાની કોશિશ તો ઘણીયે થઇ ‘મન’,
પણ કદી ન જણાયો એવો કોઈ મર્મ છું. . .
* * *
ટચસ્ક્રીન હ્રદય . . .
આંગળીઓના ટેરવાને કહે કે,
નંબર ડાયલ કરે મારો,
આ ટચસ્ક્રીન હ્રદય રોજ પૂછે છે,
કેમ ફોન આવ્યો ન’ઈ તારો?
મારામાં બેલેન્સ નથી એવું નથી,
‘ને હું કેમ કરું એવુ’ય નથી,
છતાંય મન તો વગાડે એનો જ એકતારો,
કેમ ફોન આવ્યો ન’ઈ તારો?
તું જવાબ આપે નહિ જલ્દી મેસેજ ઘણાં મોંઘા,
શી ખબર ક્યરેય આવશે વારો મારો?
એ વાત’ય સાચી કે તું રેહે છે દુર,
પણ ક્યરેક તો આંટા-ફેરાં મારો!
facebook, whatsapp ને હવે ફોનની,
હું તો રાહ જોઈ-જોઇને હવે થાક્યો,
ગમગીની વહોરી લીધી ‘મન’ એ મફતમાં,
હવે કોઈ તો આવીને એને ઉગારો!
આ ટચસ્ક્રીન હ્રદય...
* * *
દેશ છે...
આ હાડપીંજરનો દેશ છે,
આ ચાકુ ખંજરનો દેશ છે...
છે હરિયાળી ભરપૂર આજે,
‘ને જમીન બંજરનો દેશ છે...
કાળા રંગની બજારો થઇ ગઈ,
તો’ય ઉગતા સૂર્યનો દેશ છે...
બાળક સુતું છે રસ્તા પર ભૂખ્યું,
પથ્થરોને પૂજતા લોકોનો દેશ છે...
નથી વાંધો નવી ફેશનનો, આ તો
ધૂળ ખાધેલા ચરખાનો દેશ છે...
સમસમીને બેઠી છે ઈમાનદારી માળીયે,
પેલા લોકોની લોકશાહીનો દેશ છે...
જો!, ત્યાં ટોળું બેઠું મેનીફેસ્ટોનું,
ઢોલ, ઢંઢેરા ‘ને પ્રચારોનો દેશ છે...
હજીતો ભારત નામે જન્મ્યું છે બાળક,
માત્ર પાંસઠ વરસનો તો દેશ છે...
જુઠ્ઠા’ય આપોને કોઈક પુરાવા,
કે આ રામ-કૃષ્ણનો દેશ છે...
બોલો સત્ય-અહિંસા કોની માપું?
આ બાપુ તમારો દેશ છે...
* * *
આંખો થઇ ગઇ છે નિષ્પ્રાણ . . .
આંખો થઇ ગઇ છે નિષ્પ્રાણ,
ઓલ્યાં યાદોનાં કાફલાંઓ લઇને જે 'ગ્યાતાં એ પાછા આવ્યા નૈ વહાણ,
આંખો થઇ ગઇ છે નિષ્પ્રાણ...
વાવાઝોડું આવ્યું તારા વિચારનું 'ને વાદળો ચડ્યા તોફાને,
શાને સતાવે રાજ આજ આમ તું, મને પગરવ પડઘાય તારા કાને,
નાનો એવો ઝઘડો હતો લોચન 'ને મનનો, પણ આજે તો થૈ 'ગ્યું ઘમસાણ,
આંખો થઇ ગઇ છે નિષ્પ્રાણ...
ચાંદાને મન વળી હશે શું મહત્વ, એને તાકી રહેલાં ચકોરનું,
અજાણ્યાં હાથે, અજાણ્યાં ખોબાને, પાણી પા'યું 'તુ વૈશાખી બપોરનું,
કો'ક દિ તો થાતી હશે વાંસળી 'ને શંખ વચ્ચે તારા માટે ખેંચ-તાણ,
આંખો થઇ ગઇ છે નિષ્પ્રાણ...
* * *
\\तमाशा बनाया मैने . . .
तमाशा बनाया मैने छोटी सी बात का,
मुजको तो कहां तेरे दिल का खयाल था…
हाथ भी थे खाली और जुबां भी थी चुप,
कुछ कहे-सुने बीना ही,बातो का बवाल था…
मुजको तो…
हैरान हुं मै भी,न आया तु बुलाने पर भी,
उस बात का तुजको तो न कोई मलाल था…
मुजको तो…
दिन भर करता रहा बस,जिक्र ही मै तेरा,
न पुछा कुछ भी मैने,न तेरा जवाब था,..
मुजको तो…
माना की कुछ रही होगी,मजबुरियां तेरी भी,
पर एसा भी नही के तू कभी,न बेईमान था…
मुजको तो…
समझा ही नही तूने कभी,पिंदार-ए-महोब्बत को,
मुश्किलमें हुं सोचकर,गुनाह था या सवाब था?...
* * *
आपके बगैर
आपके बगैर हम कैसे हो सकते है?
सिर्फ़ इतना ही काफ़ी नही है के जी रहे है..
दिन भी यॅूंही नीकलता है और,
रात एैसे ही गुजरती है
हम तन्हा यॅूंही बैठे है
मन नही कहीं लगता है
कहे भी तो कैसे कहे के
आपकी याद आती है
और याद के साथ साथ
ह्मारी जान जाती है
दिन भर दुनिया को हसाते है
और रात को अकेले रो रहे है
कभी तो लगता है के सब पा लिया
फिरभी न जाने क्यूं कुछ-कुछ खो रहे है?
* * *
ए परिंदे . . .
ए परिंदे तू उड़ जा यहां से,
न अब वो पेड़ है ना ही वो शाखें...
पानी का कटोरा जो ख़ाली पड़ा है कब से,
बेकार ही उसे तू बार-बार झांके...
यहाँ अब बनेगा पत्थर का आशियाना,
भूल जा के था यहाँ तेरे गीतों का ठिकाना...
तेरा जीना मुश्किल है इस भरे जंगल में,
उठता है रोज यहाँ जज्बातों का जनाज़ा...
बिकता है ईमान यहाँ और मुफ्त में है दिल,
देखते ही देखते लुट जाता है खज़ाना...
बेबस नहीं, लाचार नहीं पंख तेरे पास है,
नई सुबह लेकर आई रंग कितने खास है...
कह रहा हूँ तुजको मैं कब से,
तू है के बस आसमान को ताके...
गम है तुजको भी बिछड़ने का मुझसे,
मेरे साथ ही जुडी है तेरी कितनी साड़ी यादें...
ए परिंदे तू उड़ जा यहां से,
न अब वो पेड़ है ना ही वो शाखें...
* * *
में खामोश हूँ इसलिये . . .
में खामोश हूँ इसलिये के तू भी चुप है,
जैसे आसमां से बरस रही ये कड़ी धुप है. . .
में साया हूँ तेरा, तू है मेरा शरीर,
कुछ तेरा रंग है, तो मेरा भी रूप है. . .
लाजमी है तेरा यूँ महोब्बतमें रूठना,
मना सकू में तुज्को इतनी तो छुट है?
सुना है तेरी आंखसे आंसू गिरे थे कल?
अखबार है शहरमें मोती की लूंट है. . .
जो खोजमें है सचकी, बस देख ले आँखें तेरी,
चिल्लाह के वो कहेगा, बाकी सब जूठ है. . .
बाकी सब जूठ है. . .
* * *
मस्त निगाहें
ये मस्त निगाहें ज़रा फेर तो दो,
તમને પ્રેમ કર્યાનું હવે વેર તો લો. . .
आपसे अब क्या कहुं, बिखरें पड़े हैं शब्द,
મૌન ને પણ ક્યારેક તમે સાંભળી તો લો. . .
सिर्फ़ कत्ल ही किये है या किया है इश्क़ भी कभी?
રિસાઈ જાઉં ક્યારેક તો મનાવી તો લો. . .
वो गरज़ते हुए बादल की तरहा हो बिल्कुल,
ડરાવવાનું છોડી હવે વરસી તો લો. . .
ये किताबें पढ़ना कोई बड़ी बात नहीं है,
એકવાર આ ‘મન’ ને બસ વાંચી તો લો. . .
* * *
तुम नहीं तो कुछ भी नहीं . . .
तुम नहीं तो कुछ भी नहीं,
तुमसे ही तो दुनिया मेरी. . .
मेरी पलकोंमे तेरा चेहरा रहेता,
क्यों एसा होता?
मेरे ख्वाबोंमें तेरा पेहरा रहेता,
क्यों एसा होता?. . .
तेरे संग चलना चाहू,
यूँही उम्र भर,
तुज्को आंखोमे भरना चाहू,
यूँही देख कर. . .
तुम नहीं तो...
तू पलके उठा दे तो दिन होता,
और जुका दे तो रात,
बिन बोले ही कभी मुझसे,
आँखों से करती बात. . .
जीना है सिर्फ साथ तेरे,
जल्दी हाथ पकड,
तू है तो जिन्दगी का मुझे,
मिल गया हर मंजर. . .
तुम नहीं तो...
* * *
तुज बिन . . .
तुज बिन मैं कैसे?
तुज बिन मैं क्या?
जब ये रुकेगी साँसे,
तब तुम आओगे क्या?
ये तन्हाइयाँ दौड़ती है,
खाने को मुझे,
और दिल की ये जिद है ,
बस जाने वो तुजे,
दोनों ही हाथ मलते हुए,
देखो जाते है क्या,
तुज बिन मैं कैसे?
तुज बिन मैं क्या?. . .
तू बादल है तुज्को तो परवाह ही क्या है?
मैं बूंद हु मुजको तो मिलना है तुजे,
बरसों से खोजमें निकला था मैं तेरी,
जाना अब की तुजमें खो जाना है मुझे,
लहेरें सागर से उठती हुई,
देखो मिल जाती है क्या,
तुज बिन मैं कैसे?
तुज बिन मैं क्या?. . .
* * *
उम्मीद
अभी तक उम्मीद कायम हे के तु आयेगा जरुऱ,
थोडीसी तो रात बाकी है सोचुंगा फिर कभी सोने के बारे में
हारा नही मैं अभी तेरी राह देखते हुए,
और जीत गया तु कैसे ना आने के बारे में?
कब तक यूँही बैठे रहोगे सामनें ही चुप्प?
चंद लम्हो के लिये ही सोच लो मेरे दिल के बारे में
दिल की तसल्ली के खातिर मुस्कुरालो जऱा,
आंसू तो कम ही पडेंगे इन उदासियों के बारे में
अक्ल नही ठीकाने पे पर दिल को तो अक्ल कहाँ?
दिलसे ही सोचता रेहता हुँ दिन-रात तेरे बारे में
* * *