અંક - ૧
ભાગ – ૧
હેપી લવર્સ
“હેપી લવર્સ” કેટલો સુંદર શબ્દ છે, પણ સવાલ એ છે, કે આજના સમય માં હેપી લવર્સ હોય છે ખરા ? આજનો આ સમય બસ વિશ્વાસઘાત અને સ્વાર્થ જ નો છે. ક્યાં પણ નિર્દોષ, નિસ્વાર્થ પ્રેમ જોવા નથી મળતો. પ્રેમએ જેટલો નાનો શબ્દ છે તેટલો જ વિશાળ તેનો મતલબ છે.
પ્રેમ માટે રૂપિયા પૈસા કે દેખાવ મહત્વનો નથી હોતો. પ્રેમ તો બસ આંખથી આંખ મળતા થઈ જાય છે, અંતરથી અંતરના તાર જોડાય છે. એક ખુબજ ધનિક માણસની એકને એક દીકરી હોય છે, ખુબજ લાડકોડ થી ઉછેર થયો હોય છે, તે એક ખુબજ સુંદર દીકરી હોય છે, અને તે ખુબજ સંસ્કારી પણ હોય છે, તેને સાવ સામાન્ય માણસ સાથે પ્રેમ થાય છે, તે માણસ પાસે જમવાના પણ પૈસા નથી હોતા. ખુબજ હાલત ખરાબ હોય છે, અને તે બને એક બીજાને ખુબજ પ્રેમ કરતા હોય છે, તેથી તે યુવક યુવતીને કહે છે કે તું એટલી સારી રીતે રેછો તું બીજે લગન કરીલે મારી સાથે તારું કઈ ભવિષ્ય નથી, પણ યુવતી નથી માનતી તે તેના પિતાને વાતકરે છે.
યુવતીના પિતા ખુબજ સારા સ્વભાવના હોય છે, ધનિક હોવા છતાં તેને ઘમંડ ના હતો તે પ્રેમ ને મહત્વ આપતા હતા, અને તેને તેની દીકરીને કહ્યું કે તું લગ્ન કર મને કઈ વાંધો નથી તને જયારે કઈ જરૂર હોય ત્યારે તું અહિયાં આવજે બધું તારુજ છે.
પિતાની અનુમતિ મળે છે પણ યુવક યુવતીને ખાલી એટલુજ કાગે છે કે હું તારી સાથે લગ્ન કરીશ પણ જયારે હું તને ખુબજ સારી રીતે સાચવી શકું ત્યારે તેથી બંને મેહનત કરે છે, અને બને લગ્ન ની રાહ જોવે છે,અને યુવતી યુવકનું ખુબજ ધ્યાન રાખે છે અને તેને ખુબજ સપોટ કરે છે.
યુવતી બધી રીતે તૈયાર હતી, તે ઓછા પૈસામાં પણ ઘર ચલાવી શકે તેટલી તૈયાર હતી, તેમ છતાં યુવકને આગળ વધારવા માટે તે પણ ખુબજ મેહનત કરે છે, તેને માનસિક સપોટ ખૂબજ આપે છે.
આમ કરતાં કરતાં તે બંને આગળ વધે છે, સમય વીતે છે, પણ બંનેનો પ્રેમ અટલ હોય છે, તેમાં કોઈ પણ જાતનો બદલાવ નથી આવ્યો હોતો અને આમ ને આમ તે યુવક પણ ખુબજ ધનિક બને છે, અને બંને લગ્નની તૈયારીઓ કરે છે, અને તે બંને ખુબજ ખુશ હોય છે, અને લગ્નના સમયે તે યુવતીની તબિયત ખુબજ બગડે છે, યુવતીને દવાખાને લઈ જવામાં આવે છે, ત્યારે ખ્યાલ આવે છે, કે યુવતીને કેન્સર હોય છે.
યુવક ખુબજ સમજુ હોય છે, કુદરતની ઈચ્છા સમજીને તે યુવતીનું ખુબજ ધ્યાન રાખે છે, અને તેને ખુબજ પ્રેમ આપે છે, આમને આમ સમય વીતે છે, અને યુવતીની શારીરિક હાલત ખરાબ થાય છે, એક એક સમયમાં યુવક યુવતીને ખુશ રાખે છે, યુવતી ખુશ હોય છે, કે તેને પ્રેમ કરવા તેમનો વાળો વ્યક્તિ એટલો મહાન હોય છે, તે બને એ તેના જીવનની દરેક કપરી પરિસ્થિતિમાં ખુશ હોય છે, અને બસ કુદરતની જેવી ઈચ્છા તેમ સમજીને પરિસ્થિતિનો સામનો કરે છે.
બસ, આમને આમ સમય વિતતા યુવતીનું મૃત્યુ થાય છે. યુવક એકલો થઈ જાય છે, પણ તે લગ્ન નથી કરતો, તે તેની યાદો સાથે ખુબજ ખુશ હોય છે અને યુવતીના ફોટાને યુવતી જીવિત હોય તેમજ સાચવે છે, જીવનમાં દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું તે સહેલું નથી હોતું જીવન માં ઘણી ખરાબ પરિસ્થી આવે છે અને જયારે આપણા પાટનર જયારે જરૂર હોય છે, લાગણી ની ત્યારે જ તેને છોડી દેછે, અને જીવતાજીવ એકલતાને સોપીને મોજશોખ કરે છે, શું આનું નામ જ પ્રેમ હોય છે.
Bani Dave
E-mail :