અંક - ૧
ભાગ – ૧
આઈ લવ યુ હેડીંગ જેટલી જ મીઠ્ઠી લાગણી છે.
જનરેશન ગેપ એટલે કે બંન્ને પેઢીઓએ વાંચવા જેવી દરેકને માટે.... હા આઈ લવ યુ એટલે એક પ્રેમી પ્રેમીકાને જ કહે એવું જરૂરી નથી. એક માતા પોતાના પુત્રને તો એક માતા પોતાની પુત્રવધુને, એક પિતા પોતાના પુત્રને ક્યારેક કહ્યું છે ? યાદ કરો જોઈએ છેલ્લે ક્યારે કહ્યું હતું.... અરે એ તો છોડો.... છેલ્લે ગુસ્સાને બાજુએ મુકીને વાત ક્યારે કરી તે તો યાદ કરો.... અને યાદ કરવામાં વાંચવાનું ભુલાય નહી, અને તમારા વિચારો જરૂર જણાવશો............
આઈ લવ યુ
સંવાદ-૧
હું તને ખુબ પ્રેમ કરું છું. ખરેખર.... મારી પાસે કોઈ સાબીતી નથી, કે હું તને પ્રેમ કરું છું તેની પણ હું તારા વગર રહી શકીશ નહી. તારા વગરની મારી દુનીયા અંધકારમય થઈ જશે. તને ખબર છે મારી જરૂરિયાતની મારાથી વધારે તને ખબર હોય છે.
હું તો સાવ ગતાગમ વગરની છું, અને તું મને આમ મઝધારમાં છોડીને જઈ ન શકે ! તું આટલી નિષ્ઠુર કેવી રીતે બની ગઈ. તને ખબર તો છે તારા વગર તો...... આ દુખદ અવાજ સાથે હીંબકા પણ સંભળાય રહ્યા હતાં.
ઉપરોક્ત સંવાદ કોમામાં મોતને સ્વીકારેલ ફકત શરીર સાથે વ્યક્ત થતી લાગણીઓ છે.
સંવાદ-૨
કેમ કરીને કહું કે તેમની સાથે જાવું, તેમની સાથે બોલવું, તેમની સાથે એક એક સેકન્ડ પસાર કરવી મને પસંદ છે. એક દિવસ તેમને મળું નહી તો.... મળવાનું તો દૂરની વાત છે.
અરે એક ફોન ન થયો હોય તો પણ મારા મનને ક્યાંય ચેન પડતું નથી. અરે તેની એક ઝલક જોવા કેટલી વખત બહાના બનાવી બનાવી ગાર્ડનના ચક્કર કાટતી તેની તો મને ખુદ ને પણ ખબર નથી.
ઉપરોક્ત સંવાદ તેને પ્રેમ કરતા પ્રેમીની સામે એકરારની વાત છે પરતું પ્રેમીની બીન હાજરીમાં ફકત પોતાની જાત સાથે વાતો કરી વ્યક્ત થતી લાગણીઓ છે.
સંવાદ-૩
માં આજ તારી બહુ યાદ આવે છે. જયારે તને મુકવા આવ્યો ત્યારે મારા મનમાં જરાય ખચકાટ ન હતો. કેમ એજ મને ખબર નથી. આજ મને તારા હાથની ખીરની યાદ આવે છે.
જયારે દૂધ પીવાની ના કહેતો ત્યારે મારા દીકરાની હાજરીમાં મારો કાન પકડીને દૂધનો ગ્લાસ પકડાવતી તારા આ મજાક્યા ગુસ્સામાં મારો દીકરો પણ હસતાં હસતાં દૂધનો ગ્લાસ ક્યારે પૂરો કરતો તે વાતની તેની માં ને તો ખબર પણ નથી.
આજ તારી યાદમાં ખુશી કરતા દુઃખ વધારે છે તારી એક એક યાદ તાજી થાય છે. હું તને મારા હાથે વૃદ્ધાશ્રમના દ્વાર સુધી છોડી ગયો ત્યારે મારામાં ક્યાંથી હિમત આવી ગઈ તેનાથી તો હું પણ અજાણ છું. પરંતુ હું તને બહુ પ્રેમ કરું છું, બસ કહેવાની હિંમત જ ન કરી શક્યો.
ઉપરોક્ત સંવાદ વૃદ્ધાશ્રમમાં મુકેલ માતાના વિરહમાં આંખોના ભીના ખૂણે પોતે કરેલ ભુલના પસ્તાવારૂપે વ્યક્ત થતી લાગણીઓ છે.
ઉપરોક્ત સંવાદ લાગણીઓથી લથબથ છે. દરેકમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધ અલગ અલગ છે.... પરતું પરિસ્થિતિ બધાંયમાં એક સમાન છે. દરેકને એક જ વાતનો અફસોસ છે કે...... પોતાના મનમાં રહેલ લાગણીનો સ્વીકાર ન કરી શક્યા અને તક સરી ગઈ.....
લાગણી અને આવેગ જ એક એવી દોરી છે કે જે આપણને મોતીની જેમ એક દોરીમાં પોરવીને રાખે છે. આવી દોરીને લીધે તો માણસો એકબીજા સાથે વધારે નજીકના એટલે કે મનના તાંતણે જોડાયેલા છીએ. દરેક જગ્યાએ લાગણીના સ્વરૂપ અલગ હોય છે.
લાગણી સમયે સમયે જાહેર કરવી જરૂરી છે. એટલે કે, લાગણી વ્યક્ત કરવા માટેનો કોઈ સમય નથી હોતો. પરંતું, આ જગતમાં લાગણીના આવેગથી તો કોઈપણ બાકાત નથી, પછી મનુષ્ય હોય કે પ્રાણી કે પછી જીવજંતુ દરેકને લાગું પડે છે. જ્યાં જીવ છે ત્યાં લાગણી તો હોવાની જ છે. લાગણી શબ્દો દ્વારા જ વ્યક્તિ કરી શકાય એવું જરૂરી નથી. લાગણી એટલે.....
નાપાસ થયેલ બાળકને જરાયે માં એટલું કહે કે, બેટા તને ખબર છે હું પણ તારી જેમ એક વાર નાપાસ થઈ હતી. અરે તું તો એક જ વિષયમાં નાપાસ થયો હતો, જયારે હું તો સાતમાંથી પાંચ વિષયમાં નાપાસ. તને ખબર છે નાનાએ મને શું કીધું.
શું ???
બેટા જીવનમાં ચડાવ ઉતાર તો આવતાં જ રહે છે, જીવનમાં એકવાર પડવાથી બેસી રહેવાની બદલે બમણાં જોર સાથે અને પૂરી તાકાતથી ઉભું થવાની કોશિષ કરવાની, પરતું હિંમત હારીને બેસી રહે તે માણસના સંસ્કાર ન કહેવાય. નાપાસ થયેલ બાળક થોડીવાર વિચાર કરી બોલ્યો.....,
મોમ.....તો તું પણ મને કાંઈ નહીં કહે ને ? હું તો એક જ વિષયમાં નાપાસ થયો છું, પણ.... હવેથી વધારે મહેનત કરીશ. આ થઈ લાગણીની વાત, એક પ્રેમભરી નજર, એક જાદુની પપ્પી જપ્પી. પોતાના માટે કોઈ છે તેનો બસ અહેસાસ...... ક્યારેક બોલીને તો..... ક્યારેક અહેસાસ દ્વારા જણાવો. કોઈને પણ લાગણીના અહેસાસનો અનુભવ કરાવવો ખુબ જરૂરી છે.
પ્રેમ કરો છો તો પછી લાગણીનો અનુભવ કરાવામાં સમય પસાર કરીને પસ્તાવો કરવો પડે એવી પરિસ્થિતિ ઉભી ન થવા દો. જેથી કરીને તમારા મનની વાત જાન્ય પહેલા કોઈ એવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. ફક્ત તમારા હોવાનો અહેસાસ.
લાગણીની તાકાતનો જો તમને અહેસાસ હોય તો મરેલા માણસમાં પણ પ્રાણ પૂરી શકે છે. તમારાને તમે ચાહો છો તો તેની જાણ કરવી તે કોઈ ગુનો નથી. પરતું લાગણી દ્વારા તમે ખુલ્લા મને જીવતાં શીખી શકો છો અને સામેની વ્યક્તિ પણ પોતાના મનની વાત ખુલ્લા મને તમને કરી શકે છે.
લાગણી વગરનો માણસ એટલે માણસ તો ના કહી શકાય, પણ હા તેને શેતાન જરૂર કહી શકાય છે. આ પૃથ્વી પર માણસ રૂપે જન્મીને રાક્ષસ નામ સાથે જીવવા કરતાં તો તમારી લાગણીના દ્વારને ખુલ્લા મુકો.. જેને ચાહો છો તેને સમય ગુમાવ્યા વગર કહી દો, જે કહેવાં માંગો છો તે લાગણીને મનમાં રાખીને જીવવા કરતા પણ વિશેષ વ્યક્ત કરવાથી બીજાના જીવનમાં આનંદની લહેરખીની અસર તમને પણ ડોલાવી જશે.
કીર્તિ ત્રાંબડીયા,
મો. ૯૪૨૯૨૪૪૦૧૯
E-mail :