LEKHIKA - 5 in Gujarati Magazine by lekhika books and stories PDF | LEKHIKA BHAG 5

The Author
Featured Books
Categories
Share

LEKHIKA BHAG 5

અંક - ૧

ભાગ – ૧

નમસ્તે.....

આ ઈ-બુક એટલે મનોવ્યથા, આનંદ, ડર, પરંપરા, રહસ્ય દર અંકે કંઈક નવું પીરસતા રહેવાની ખેવના સાથે દવે બંસી પૂરી કોશિષ છે કે, તમારી ઈચ્છા અનુસાર, તમારા મનને ગોઠતું, અમે તમને પીરસી શકીએ તેવી ઈચ્છા સાથેની શરૂઆત છે.....

અંતર જયારે મરણિયું બને.........

“અંતર જયારે મરણિયું બને” આ વાત મોટા શહેરમાં રહેતી એકલી યુવતીની છે. આમાં તે વાત ખુબજ સ્પષ્ટ થાય છે, કે કોઈ વ્યક્તિ જયારે પોતાનું મોત જોઈ લે છે, જયારે કોઈ વ્યક્તિ પોતાના સ્વજન કે બધુ જ ગુમાવી દે છે, અને આ વાત કોઈના ખોટા અત્યાચારના કારણે બને છે, ત્યારે તે વ્યક્તિ મરણિયું બને છે.

તે વ્યક્તિ ખુદ મારે છે, અથવા તો તેની ઉપર અત્યાચાર ગુજારતા વ્યક્તિ ને મોતને ઘાટ ઉતારે છે, આવી જ એક યુવતી વાત છે, કે અત્યાચારની હદ આવતા તે યુવતીનું અંતર મરણિયું બને છે, અને તે અવસ્થા કેવી હોય છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.

શહેરમાં રહેતી તે યુવતીનું નામ કોયલ છે. તે શહેરમાં ભાડાના ઘરમાં ઉપર રહેતી હોય છે, તેના માતા પિતા ગામડે રહેતા હોય છે, અને કોયલ શહેરમાં જોબ કરતી હોય છે, ખુબજ શાંત હોય છે, તેના કામથી કામ.... રાખી ખુબજ સરળતાથી જીવન જીવતી હોય છે, તે દેખાવમાં ખુબજ સુંદર હોય છે, તે રોજ સવારે જોબ પર જઈને સાંજે પાછી ફરતી, અને રાતે તે ઘરમાં અકલી જ હોય, ઘણા સમયથી આવારા છોકરાઓની નજર કોયલ પર હતી.

તેને ખ્યાલ પડ્યો કે કોયલ રાતે ઘરમાં અકલી હોય છે, અને તે આવારા છોકરાઓ કોયલનું ઘર જોઈલે છે, અને આમ કરતા કરતા થોડા દિવસો બાદ કોયલ જોબ પરથી પાછી ફરે તે પહેલા આવારા છોકરાઓ ડુબલીકેટ ચાવી બનાવીને કોયલના ઘરમાં સંતાઈ જાય છે.

કોયલ રોજની જેમ સાંજે ઘરે આવે છે, ત્યારે આવારા સંતાયેલા છોકરાઓ કોયલને બેભાન કરી દે છે, અને મોડી રાતે તે આવારા છોકરાઓ બેભાન કોયલને એક ગાડીમાં નાંખીને પોતાના વિસ્તારમાં લઈ જાય છે, ત્યાં પહોંચતા કોયલને ભાન થયું કે આવારા છોકરાઓ તેને બેભાન કરીને તેના વિસ્તારમાં લઈ ગયા છે.

કોયલ ખુબજ ડરી જાય છે, પેલા આવારા છોકરાઓ ખુબજ વિકૃત હોય છે, તે કોયલને ખુબજ માર મારે છે, અને તેની હાલત ખુબજ ખરાબ થાય છે, પછી તે આવારા છોકરાઓ એક પછી એક કોયલ ઉપર બળાત્કાર કરે છે, અને ખુબજ વિકૃતિથી તેને હેરાન કરે છે, કોયલને ખુબજ ખરાબ ગાળો બોલે છે, કોયલને તેના પર બળાત્કાર થવાનું એટલું દુખ થાય છે, કે તે પથર બની જાય છે.

કોયલ સાવ પથ્થર થઈ ગઈ હોય છે. એક યુવતી માટે તેનું સર્વસ્વ તેનું ચરિત્ર હોય છે, તેના પર જ વાર થયો હતો, તે કઠોર બની જાય છે, તેના શરીરમાં હલવાની પણ શક્તિ ન હતી. પરતું બદલો લેવાનું ઝનુન સવાર થઈ ગયું હતું, તેના મનમાં હતું કે તે પોતે મરસે કા તો મારશે ને મારી નાખશે, તે ઝનુન સાથે કોયલ ઉભી થાય છે, અને જે ગાડીમાં કોયલને લાવ્યા તે ગાડીમાં બેસી પોતે ગાડી ચલાવીને પેલા છોકરાઓ પાછળ જાય છે.

છોકરાઓને ખુબજ દોડાવે છે, આગળ દોડતા છોકરાઓ અને પાછળ ગાડી ત્યાર પછી જયારે તે થાકીને બેસી જાય છે, ત્યારે કોયલ તેજ ગાડી તે છોકરાઓ પર ફેરવીને તેને મારી નાંખે છે, અને તેમાંથી એક બચી જાય છે તેને લોખંડના સળીયાથી મારી નાખે છે.

અંતે તે સળીયો તેના પેટમાં પરોવીદે છે, આમ તે મરણિયું બનીને બધાં જ છોકરાઓ ને મારી નાંખે છે, તેના મનમાંથી પ્રેમ, દયા, લાગણી, બધું જ મૃત્યુ પામ્યું હોય છે, તે કઠોર બની જાય છે, તેના ઉપર થયેલ બળાત્કારે તેમને કઠોર બનાવી દીધી. અંતે તેનું શરીર સાથ છોડી દે છે અને કોયલ પણ મૃત્યુ પામે છે.

કોઈના પણ જીવનમાં તેના આઘાતના કારણે તે પથ્થર બની જાય છે, અને કોય વ્યક્તિ જયારે તેનું સરસ્વ ગુમાવી બેસે છે, એકવાર મોતને ભેટે છે, ત્યારે ડર તેના જીવન માંથી દુર જાય છે, માત્ર કઠોરતા જ બચે છે, અને તે કઠોરતાજ તે વ્યક્તિ પાસે કંઈ પણ કરાવી શકે છે.

Bani Dave

E-mail :