LEKHIKA - 4 in Gujarati Magazine by lekhika books and stories PDF | BHAG 4 LEKHIKA

The Author
Featured Books
Categories
Share

BHAG 4 LEKHIKA

અંક - ૧

ભાગ – ૧

એક માતાની પોતાના બાળકને દુનિયાની સાથે દોડાવવાની દોડમાં પોતાના દિલને પથ્થર બનાવી દીધું.... એક કહેવત છે ને..... પથ્થરમાંથી મૂર્તિ બનવા માટે પણ ટાંકણના ઘા તો સહન કરવા જ પડે ને ??? સત્ય હક્કિત છે. જરૂર વાંચશો.....

વાંચશો તો જાણશો ને..... ભુલાય નહી, વાંચો અને આપો રીવ્યુ આમ જ તમને નવું આપતા રહેશું...બસ વાંચવાનું ભૂલશો નહી.... તમારા વિચાર જરૂર જણાવશો...

રીચાર્ડ બેનસન

મુસીબત કોના જીવનમાં નથી હોતી? દરેકના જીવનમાં કોઈને કોઈ મુસીબત આવે અને જાય. મુસીબત વગરના જીવનની કલ્પના કરવી એટલે ગોળ વગરની લાપસી જેવી વાત થઈ. જેવી રીતે ગોળ વગરની લાપસી બનવી શક્ય નથી, એ જ રીતે મુસીબત વગરનું જીવન શક્ય જ નથી. પરંતું જીવનમાં આવતી મુસીબત સામે લડવા માટે કોઈ હથીયાર ઉપાડવાની જરૂર નથી.

આજના સમયમાં માણસે એટલું તો શિક્ષણ લીધેલ છે કે, પોતાની મુસીબતની સામે બાથભીડી શકે. ટેકનોલોજીના સમયમાં માણસ એટલો દુઃખી નથી જેટલો દેખાય છે. પરંતું હા, જો, માણસને પોતાના દુઃખને પકડીને રાખવું હોય તો તમે કે હું કાંઈ કરી શકતા નથી ? પરંતું હા જેમને દુઃખને દુર કરવું જ છે, એના માટે બહુ આસાનીથી રસ્તો મળી જશે, કદાચ રસ્તો નહીં મળે તો પણ તે રસ્તો કરી લેશે. પરતું જે પોતાની સામે આવેલ મુસીબતને જુનાગઢના ડુંગરની જેમ ઉભી જોઈને ભાગી જાશે તેમના જીવનમાં તો ક્યારેય કંઈ થવાનું જ નથી. અરે હા, આવા ભાગેડુ માણસોથી દુર રહેવાની જરૂર નથી, પરતું તેમને પોતાની મુસીબત સામે બાથ ભીડતા શીખવો, તે જરૂર પોતાની મુસીબતનો સામનો જરૂર કરી શકશે.

પરંતુ, જેને પોતાની મુસીબતના કુવામાંથી બહાર નીકળવા ઈચ્છા, જ ન હોય તો ??? તેમની મુસીબત તો બહુ સામાન્ય છે. તેમનાથી પણ વધારે મુસીબતમાં ઘેરાયેલ માણસોએ પણ મક્કમતાથી તેમનો સામનો કર્યો છે. જેમને રસ્તો ગોતવો જ છે તે દરેક મુસીબતનો સામનો કરી લેશે પરતું જે વ્યકિત મુસીબત જોઈને ડરી જશે તે પોતાના જીવનમાં ક્યારેય આગળ વધી શકશે નહી. અરે મુસીબતો આવે અને જાય, ફક્ત તેમનો હિંમતથી સામનો કરવામાં ક્યારેય પીછે હટ કરવાની નહી તેજ આપના જીવનનું ધ્યેય હોવું જોઈએ.

પહેલી વાર નાપાસ થયાં સમજાયું, બીજી વાર નાપાસ થયા સમજાયું પરંતું ઉત્તરોતર તેર વર્ષ સુધી વારંવાર નાપાસ થતા રહેતા વિધાર્થી માટે તમે શું કહી શકશો. એમ જ કે, તે વ્યકિતને ભણવાની નહીં ડોબા ચરાવવાની જરૂર છે, સાચી વાત છે કે ખોટી. બીલકુલ ખોટી.... કારણકે,

તે ડીસ્લેકીસ્યાનો રોગી હતો. તે બાળક તેર વર્ષ સુધી નાપાસ થયો તેનું કારણ પણ તેમની માતા છે તે ઈચ્છતી હતી કે તેમનો પુત્રના અભ્યાસ કરતાં પણ વધારે સર્વાંગી વિકાસ ખુબ મહત્વનો હતો, તેથી વધારે પડતું ધ્યાન આપતી. મુસીબતના સમયે તેમનાથી દુર રહેતી, જેથી પોતાની મુસીબતનો તે પોતે સામનો કરવાની કોશિષ કરે અને ખરાં-ખોટા નો નિર્ણય પણ તેમનો પોતાનો હોય. તેમના જીવનમાં આવનાર મુસોબત સામે જીંગ જીતવાની તૈયારી તે કરાવી રહી હતી.

તેમની માતા તેમની હર મુસીબતમાં સાથે હોવા છતાં પણ દુર જ રહેતી. તે પોતાના બાળકને DISLEKISYAડીસ્લેકીસ્યાની સામે જીત મેળવવામાં પૂરી રીતે તૈયાર કરી રહી હતી. તે પોતાના બાળકને લઈને રોજ શાળાએ જતી ત્રણ કિમી દુર ક્રોસીંગ પર જ તેમને એકલો મુકીને શાળાએ જવાનું સૂચન કરતી. ક્યારેય શાળા સુધી પહોચી જતો, તો ક્યારેક રસ્તો ભૂલી જતો કે, તેમને ગોતવો સોથી મોટી મુસીબત બની જતો.

ધીમે ધીમે તેમને બંધીયાર વાતાવરણમાં અને જુથમાં છુટો મુકવાનો વિચાર તેમની માતાના મનમાં આવ્યો, અને મનને મક્કમ કરીને પોતાના બાળકને તેર વર્ષની ઉમર પછી બોર્ડીગ સ્કુલમાં ભણવા મુક્યો, ચાર વર્ષ બાદ સ્કુલમાંથી તેમને કાઢી મુકવામાં આવ્યો. તેમની માતાની હિમત અને સહકારથી તે ફરી ઉભા થવા માટે કોશીષ કરવા લાગ્યો.

એક દિવસ પોતાની માને પાસે બેસાડીને કહ્યું કે, મારે બિઝનેશ કરવો છે. માં એ પણ પુત્રને હિમતથી ઉભો કરવા માટે પોતાના જીવનભરની પાઈ પાઈ ભેગી કરીને કરેલ અંગત બચત સોળ વર્ષના દીકરાના હાથમાં મૂકી દીધી. છોકરાએ મેગેઝીન શરુ કર્યું. જેનું નામ રાખ્યું ‘સ્ટુડન્ટ’. પરતું મેગેઝીન ચલાવવા માટે પણ ખુબ મહેનત કરી અને પચાસ હજાર કોપી મફત વહેચી, આખરે મુળ મુળી પણ હાથ ન આવી. એક માં ના પ્રેમની તાકાતે જ તેમને DISLEKISYAડીસ્લેકીસ્યા સામે લડવાની તાકાત મળી રહેતી અને દુનિયાને બતાવી દીધું કે, DISLEKISYAડીસ્લેકીસ્યાનો રોગી શું કરી શકે છે.

ધીમે ધીમે મહેનત એવી રંગ લાવી કે તે છોકરો એટલે વર્ઝીન ગૃપની કારસો કંપનીઓનો માલિક અને ૨૮૦૦૦ કરોડથી વધુ સમંતિ ધરાવતો ઈંગ્લેન્ડનો ચોથા નબરનો ધનકુબેર રીચાર્ડ બેન્સન અને તેમની માં ઈવ બેનસનની હિંમતને સો સો સલામ. બેનસન ઈંગ્લેન્ડના એકદમ મધ્યમ પરિવારમાં જન્મેલો હતો. જો તેમની માતાએ તેમને હિંમત ન આપી હોત તો, રીચાર્ડ ક્યારેય આટલો આગળ વધી શક્યો ન હોત.

એક નારી જયારે કોઈ કાર્ય કરવા માટે મનમાં નક્કી કરી લે તો દુનિયાની કોઈ તાકાત તેમને પીછે હટ કરવા માટે મજબુર કરી શકતી નથી, તો પછી આ તો એક માં, તે તો પોતાના સંતાન માટે ધારે તો ભગવાનને પણ પૃથ્વી ઉપર બોલાવી શકે. એટલે તો માને ભગવાનના સ્થાને મુકવામાં આવેલ છે. એક નારીમાં કુદરતે પોતાની જાતને સમાવેલી છે તેમ કહેવું જરાયે ભૂલ ભરેલું નથી.

આપણે એક મુસીબત આવતા જ કપાળ પકડીને બેસી રહીએ છીએ. પરતું મુસીબતની સામે ઉભા થઈને ક્યારેય બાંયો ચડાવવાનું કામ કરતા શીખ્યું નથી. પરતું હજુ કંઈ મોડું થયું નથી.

કીર્તિ ત્રાંબડીયા,

મો. ૯૪૨૯૨૪૪૦૧૯

E-mail :