અંક - ૧
ભાગ – ૧
નમસ્તે.....
આ ઈ-બુક એટલે અમારા માટે આનંદનો સાગર છે. આમ તો માતૃભારતી.કોમ પર લખવાનો અવસર પ્રાપ્ત થયો તે અમારી ખુશનસીબી છે. પરતું તેમના જ આર્શીવાદથી અમારી ડગરને હવે દોડ બનાવી રહ્યા છીએ. હાલ તમને એક એવા ધર્મની વાત કરી રહ્યા છીએ કે, જ્યાં સેક્સની પૂજા થાય છે. કદાચ તમારા વિચારની બહારની વાત હોઈ શકે પરંતુ સત્ય છે. હા... વાંચો અને આપો રીવ્યુ આમ જ તમને નવું આપતા રહેશું...બસ વાંચવાનું ભૂલશો નહી.... તમારા વિચાર જરૂર જણાવશો...
સેક્સની પૂજા
હાલનાં સમયમાં કલયુગ વિશે વાતો કરતાં ઘણાં માણસોને તમે સાંભળ્યા હશે. એવા બનાવો, ઘટનાઓ વિશે સાંભળતા હશો કે વિચારવું પણ અશક્ય હોય. સમયની સાથે પરિર્વતન થતું ગયું છે અને થવું પણ જોઈએ.
એકવીસમી સદી આવી છે તો તેની અસર પણ થવાની જ. કહેવાનો મતલબ કે, માણસ સમયની સાથે એટલો બધો આગળ નીકળતો જાય છે કે, તે એ પણ ભુલતો જાય છે કે, ક્યારેક આંધળી દોડ જેટલી ઝડપી દોડી રહ્યા છીએ એટલી જ ઝડપી પાછા ફેકાશું ? ખરી વાત કહી ને ???? છોડો આ વાત ને અને જાણો સેક્સ અને શેતાનની પૂજા વિશે......
પરંતુ દરેક સમજ કહેવાથી નથી આવતી, ક્યારેક માણસને અનુભવ થવો પણ જરૂરી છે. આવી જ વાત વિશે જાણકારી મેળવીએ.... પરંતુ આપના માટે તો વિચારવાનું તો દૂરની વાત છે, સાંભળ્યા પછી પોતાના કાન પર વિશ્વાસ કરવો અશક્ય બની જાય. એવા જ અશક્ય રીવાજો, રીવાજો નહીં માફ કરશો.....
ધર્મ વિશે વાત કરીએ તે પણ એવા જે તમને દુનિયામાં સત્યની વધુ નજીક કે પછી વધુ દુર સરે છે, તે પોત પોતાની બુદ્ધિ પર આધાર રાખે છે. પરંતુ છે સૌ આની સોના જેવું સત્ય તો ખરું જ......
વાંચતા પહેલાં તમારા મન અને મગજને અહીં હાજર રાખો. આમ તો ભગવાનની પૂજા તો દરેક કરતા જ હોય છે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે, સેક્સ અને શેતાનની પૂજા કરાવતા શીખવે. હા, તમે જે વાંચી રહ્યા છો તે સાચી વાત છે..... આ એક ધર્મ છે, જેનું “સાઈટોલોજી” તેનું નામ છે.
સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે, “સાઈટોલોજી” જે એક ધર્મ છે જેમને માનવાવાળા નામી અનુયાયીમાં જેનિફર લોપેજ હોલીવુડ ગાયિકા અને તેમના પતિ આ ધર્મના અનુયાયી છે.
ટોમ ક્રૂઝ અને કેટી ક્રૂઝ એટલે મહાન દરજ્જાના હોલીવુડ સુપર સ્ટાર તે પોતાની છ વર્ષની દીકરીને “સાઈટોલોજી” મુકવા ઈચ્છતા હતા. પરંતુ હોમ્સની ઈચ્છા ન હોવાથી પોતાની પતિને ડિવોર્સ આપી દીધા.
હવે જાણીએ “સાઈટોલોજી” વિશે...... શું છે ? આ “સાઈટોલોજી” ......
વર્ષ ૧૯૫૫માં એલ રોન હબોર્ડે “સાઈટોલોજી”ની શોધ કરી હતી. તેને તમે કોઈ તકનીક કહી શકો ? અથવા તો વિજ્ઞાન પણ કહી શકો છો ? અથવા તો જે તમે વાંચી રહ્યા છો કે ધર્મ તરીકે જે અમલ કરવામાં આવે છે તે પણ કહી શકો છો.....
પરંતું “સાઈટોલોજી” નો અમલ માણસને દુનીયવી બંધનથી મુક્ત કરે છે, એટલે કે.... રોજીંદા ઝનઝટમાંથી મુક્ત કરે છે. જીવનમાં આવતાં ચડાવ-ઉતારથી દુર કરે છે.
સફળતા – નિષ્ફળતાના ભેદથી પર કરે છે. તેમજ ઈશ્વરની આસ્થાને અલગ કરે છે સંપૂર્ણપણે સ્વચ્છંદ હોય છે. તેઓ કોઈની સાથે શારીરિક સંબધ બાંધવા માટે સ્વતંત્ર છે. તેમજ તે લોકોની “સી ઓર્ગનાઈઝેશન” નામની સંસ્થામાં રાખવામાં આવે છે તેમજ તેમના પરિવાર, મિત્રો અને સંગા-સંબંધીઓથી હંમેશા દુર રાખવામાં આવે છે તેમજ તેમના પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓથી હંમેશા દુર રાખવામાં આવે છે.
“સાઈટોલોજી” માં ત્રીસ વર્ષની ઉંમર સુધીના લોકોને ઉમેરવામાં આવે છે. તેમજ બાળકોને સાઈટોલોજીની શિક્ષા પ્રદાન કરવા માટે મોકલવામાં આવે છે તેમને એક મિલીટ્રી બુટકેપની જેમ રહેવું પડે છે. જ્યાં ઈ-મીટરના માધ્યમથી તેમના શરીરમાં ખુબજ હળવો વીજળીનો કરંટ દોડવામાં આવે છે.
“સાઈટોલોજી” ને અમલમાં મુક્ત લોકો ઈ-મીટર નામના એક વિશિષ્ટ યંત્ર (ઈલેકટ્રોસાઈકોમીટર) સાથે જોડાય છે, જે મગજ, આત્મા, મન, અરે એક-એક રૂહની લાગણીને ઓળખી શકે છે. છે ને એક નવો ધર્મ ???? કોઈની લાગણી દુભાવવા માટેનો મારો ઈરાદો જરાય નથી પરંતુ માણસોને કઈક નવું આપવાની પહેલ કરી રહી છું.
કીર્તિ ત્રાંબડીયા,
મો. ૯૪૨૯૨૪૪૦૧૯
E-mail :