મહાન વિજ્ઞાની પ્રફુલ્લચંદ્ર રોય
સન ૧૯૨૨ માં ઉતર બંગાળ માં ભયંકર પુર આવ્યું. રેલવે લાઈનના પુલોના કારણે પાણીનો નિકાલ ઓછો થઇ ગયો હતો. છેલ્લા સાત દિવસ થી વરસતા ધોધમાર વરસાદ ને લીધે બંગાળ માં પુર ની સ્થિતિ સર્જાઈ હતી. આ જ સ્થિતિ રહેવાથી રેલવે લાઈનો પણ ડૂબી ગઈ હતી. આ સમાચારો ની ખબર પડતા સુભાષબાબુ ત્યાં પહોચ્યાં અને સ્થિતિ ની ગંભીરતા જોતા એમણે રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યાલય ને, બંગાળ યુવકમંડળ તથા એક માણસ ને તારથી ખબર મોકલી. આ માણસ કોલકાતા ની સહકાર સમિતિ નાં અધ્યક્ષ પડે હતા. એમણે મદદ માટે એક મોટું ભંડોળ ભેગું કર્યુ. યુનિવર્સીટીના પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ માંથી સ્વયંસેવકો તૈયાર કરીને યુનિવર્સીટી નાં બિલ્ડીંગમાં પીડિતોની સેવા માટેની વ્યવસ્થા કરવા લાગ્યા. આ કાર્યમાં એમણે કેટલી મહેનત કરી અને જરૂરતમંદો ને કેટલી મદદ કરી તેનું વર્ણન કરતાં ઈંગ્લેન્ડના ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ નામના સમાચારપત્ર માં તેના અંગ્રેજ પત્રકારે જે પત્ર છાપ્યો હતો તેમાં કહ્યું હતું –
“બે હજાર ચોરસ માઈલના વિસ્તારમાં આ સંકટ ફેલાયેલું છે. મરનારાઓની સંખ્યા તો ૬૦ છે, પરંતુ હજારો લોકો ફસાયેલા છે અને ૧૨૦૦૦ પશુઓ ડૂબી મર્યા છે. પાંચસો ચોરસ માઈલ વિસ્તારનો પાક નષ્ટ થઇ ગયો છે.”
આ સંકટ નો સમય હતો ત્યારે ત્યાની સરકાર ખુબ ઉંચે દાર્જીલિંગ માં બેઠી હતી. અંતે તેણે મદદ મોકલી, પરાણે જનતા નાં દબાણ થી મોકલવી પડી, ખુબ જ ઓછી મદદ મોકલી હતી. તેવા સમયે સુભાષબાબુ એ પેલા માણસ ને તાર કર્યો હતો તેણે તે કામ તુરંત જ હાથ માં લઇ લીધું. જે કામ સરકાર કરે તે કામ પેલા માણસે અંતે જનતા પાસેથી કરાવ્યું. લોકો પણ તેનો આદેશ માન્યા હતા, અને એક જ મહિનામાં તે સમય માં ત્રણ લાખ નો ફાળો એકઠો કર્યો હતો તે પ્રતિભાશાળી માણસ એ. અમીર સ્ત્રીઓ એ તેમના ઘરેણાં અને ગરીબોએ તેમના નકામાં કપડા ફંડ માં જમા કરાવ્યા હતા. સેંકડો યુવાનો આ માણસ ની પાછળ સ્વયંસેવક બની ગયા હતા.
હા..! આ માણસ જ પ્રફુલ્લચંદ્ર રોય હતા.
ત્યાના બંગાળી વિદ્યાર્થી એ પી.સી.રોય (prafulla chandra ray) એમ કહ્યું હતું કે, “જો કોઈ સરકારી અધિકારી કે કામ ન કરનારા નેતાએ ફંડ માટે અપીલ કરી હોત તો જનતાએ ત્રણ પૈસા પણ ન આપ્યા હોત, પરંતુ સર પી.સી.રોય માગવા ઉભા થાય છે ત્યારે લોકોને વિશ્વાસ હોય છે કે તેમના પૈસાનો સદુપયોગ જ થશે અને એક પણ પૈસો ખોટો નહી વેડફાય.”
૧૯૨૨ માં આવેલા પુર કરતાં પણ બંગાળ માં ૧૯૩૧ માં વધુ ભયંકર પુર આવ્યું હતું. ઉતર અને પૂર્વ બંગાળ નો ઘણો ભાગ તેમાં આવી ગયો હતો. ત્યારે પણ આ નેતૃત્વ નું કામ સર પી.સી.રોય એ જ કરેલું.
પ્રફૂલ્લબાબુ નો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૬૧ નાં રોજ બાંગ્લાદેશ નાં ખુલના જિલ્લા નાં રારુલી ગામ માં થયો હતો. તેઓ નો જન્મ સમૃદ્ધ પરિવાર માં થયો હોવા છતાં એક ત્યાગી ની જેમ જ જીવ્યા હતા. તેમના પિતા શ્રી હરિશ્ચંદ્ર રાય ગામના જમીનદાર હતા. તેમના પિતા હરિશ્ચંદ્ર રાય પણ એટલા જ સમજદાર અને વિદ્વાન હતા. ત્યારના વખત માં પણ તેમણે અંગ્રેજી અને ફારસી નું સારું એવું જ્ઞાન હતું. એમણે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નાં વિચારો થી પ્રભાવિત થઇ તેમના ગામમાં બંગાળ માં સ્ત્રીશિક્ષણ માટેની પહેલી કન્યા શાળા ખોલી હતી. તે વિધવાવિવાહ નાં પક્ષધર બની ગયા હતા. પ્રફુલ્લબાબુ એ પોતાનું પ્રાથમિક શિક્ષણ તો રારુલી ગામ માં જ પૂરું થયું. પછી ૧૮૭૦ માં ઉચ્ચ શિક્ષણ માટે તેમના પિતા બન્ને પુત્રોને લઈને કોલકાતા આવી ગયા. જ્યારે પી.સી.રોય ચોથા ધોરણ માં હતા ત્યારે તેમની તબિયત ખુબ જ બગડી ગઈ. તેથી, બે વર્ષ અભ્યાસ છુટી ગયો અહી દસ વર્ષ ની ઉમરે પ્રફૂલ્લબાબુ ને હેયર સ્કુલ માં દાખલ કરવામાં આવ્યા. આ શાળાની ભારત ની સૌપ્રથમ અંગ્રેજી શાળા માં ગણના થાય છે. ત્યાના વિદ્યાર્થીઓ તેમની મજાક પણ ઉડાવતા છતાં તેઓએ અભ્યાસ માં પૂરતું ધ્યાન આપ્યું. તેઓ ને રસાયણશાસ્ત્ર વિષય પર ખુબ જ રુચિ હતી તેથી તેમણે ઇતિહાસ માં રસ હોવા છતાં બી.એ. ને અધૂરું મુકી એડનબર્ગ યુનિવર્સીટી માં બી.એસ.સી. માટે અપ્લાય કર્યુ. તેમણે બી.એસ.સી. પૂરું કર્યા બાદ તે જ યુનિવર્સીટી માં ડી.એસ.સી. (doctoral thesis) કર્યુ. ૧૮૮૭ માં તેમનું ડોક્ટરેટ પૂરું થયું ત્યારે તેમને અવોર્ડ પણ આપવામાં આવ્યો, અને જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે જ તેઓ એડનબર્ગ યુની. નાં વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા.
પ્રફૂલ્લબાબુ એવું કહેતા કે શાળા નાં પુસ્તકો થી તો મારી ભુખ મટતી નહી. તેઓની પાસે ટાઈમ ઓછો હોવાથી અગિયાર વર્ષ ની ઉમરે સવાર નાં ચાર વાગ્યે ઉઠીને ઇતિહાસ નાં પુસ્તકો વાંચતા. તેઓનાં જીવન માં ચેંબર નાં જીવન ચરિત્ર ની ખુબ જ અસર થઇ હતી. સર વિલિયમ જોબ્સ, લીડન તથા બેંજામિન ફ્રેન્કલીન નાં ચરિત્રોનો પણ તેમના જીવન પર ખુબ જ પ્રભાવ પડતો. સર વિલિયમ જોબ્સ ની માતા તેમને કહેતી “વાંચતો રહે, જ્ઞાન તને મળી જશે” આ વાક્ય તેઓ ને ખુબ જ ગમતું. નાની અવસ્થાથી જ પ્રફૂલ્લબાબુ ને બધા વિષયો નાં પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હતો. એમના પિતા પણ પુસ્તકપ્રેમી હતા, જેથી એમણે ઘરના જ પુસ્તકાલય માં મનગમતા પુસ્તકો મળી જતા હતાં. તેઓ તેર વર્ષ ની ઉમરે હેયર સ્કુલ માં ભણતા હતા ત્યારે પેટના દુખાવાની તકલીફ થઇ હતી. ત્યારે તેઓ ને બે વર્ષ ઘરે જ રહેવું પડ્યું હતું. ત્યારે તેઓએ લેટીન અને ફ્રેંચ ભાષા નાં પુસ્તકો પણ વાંચ્યા. જ્યારે ફરી પાછા તેઓ સ્કુલ એ ગયા ત્યારે બીજા વિદ્યાર્થીઓ કરતાં પ્રફુલ્લબાબુ વધુ હોશિયાર જણાયા. આમ જ યોગ્યતા ઘરે બેઠા તેઓએ વધારી દીધી અને મેટ્રિક પાસ કરીને કોલેજ માં પહોચી ગયા.
આપણે ઘણીવાર સંભાળતા અથવા વાંચતા હોઈએ છીએ કે કરેલું કાર્ય નિષ્ફળ જતું નથી તે ક્યાંક તો કામ લાગે જ છે તેમ જ્યારે પ્રફૂલ્લબાબુ કોલેજ માં હતા ત્યારે તેમણે જિલક્રાઈસ્ટ સ્કોલરશીપ માં બેસવાનું વિચાર્યું. તેની શરત હતી કે પરીક્ષાર્થી ને લેટીન, ગ્રીક, ફ્રેંચ, સંસ્કૃત અથવા જર્મન ભાષાઓમાંથી કોઈ એક ભાષા આવડતી હોવી જોઈએ. પ્રફૂલ્લબાબુ લેટીન અને ફ્રેંચ ભાષા નો અભ્યાસ કરી ચુક્યા હતાં. તેમણે પરીક્ષા આપી, ખુબ જ સમય ગયો પણ કોઈ પરિણામ ન આવ્યું અંતે તેમણે પણ વિચાર છોડી દીધો હતો. આ દરમિયાન એક દિવસ તેઓ કોલેજ માં ગયા ત્યારે કોઈએ ‘સ્ટેટ્સમેન’ અખબાર માં છપાયેલ ખબર બતાવી કે મુંબઈ નાં કોઈ વિદ્યાર્થી અને પ્રફૂલ્લબાબુ બે જ તે પરીક્ષા માં ઉતીર્ણ થયા છે. ત્યારે ‘હિંદુ પેટ્રીયટ’ નામના રાષ્ટ્રીય વિચારોના અખબાર માં પણ “શ્રી પ્રફુલ્લચંદ્ર રોયે મેટ્રોપોલિટન કોલેજ નાં મુગટ માં એક નવી યશકલગીનો ઉમેરો કર્યો છે.” એવા સમાચાર પ્રકાશિત કર્યા. ત્યારે તેઓ એ તે સ્કોલરશીપ થી ઇંગ્લેન્ડ જઈ અભ્યાસ કરવાનું નક્કી કર્યુ. ત્યાં જઈને તેઓ એ એડનબર્ગ યુની. માં રસાયણ શાસ્ત્ર નો સારો એવો અભ્યાસ કર્યો. ત્યારે પ્રફૂલ્લબાબુ એ ‘બળવા પહેલાનું અને પછીનું ભારત.’ પર ની નિબંધ સ્પર્ધા માં ભાગ લીધો ત્યારે તેઓ એ સેંકડો ઇતિહાસ નાં પુસ્તકો નું અધ્યયન કર્યુ હતું. તે નિબંધ ની પ્રસંશા ખુબ થઇ પણ તેમાં અંગ્રેજ સરકાર પર આક્ષેપો હોવાથી ઇનામ ન મળ્યું. પણ આ નિબંધ ને પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું.
તેઓ શિસ્ત માં ખુબ જ માનતા હતા. તેઓ જરૂરીયાત મજબ ની જ વસ્તુઓ વાપરવા માં માનતા હતા. તેઓ પ્રોફેસર હતા તો પણ એક જ રૂમ માં રહેતા હતા. અને ફર્નીચર માં પણ આંગળી નાં વેઢે ગણી શકાય તેટલી જ વસ્તુઓ વાપરતા. હાં... તેમની પાસે પુસ્તકો ઘણા બધા હતા, તેમાં પણ ઈંગ્લીશ પુસ્તકો જ વધારે હતા. તેમને સાહિત્ય, ઇતિહાસ અને જીવન ચરિત્રો માં ખુબ જ રસ હતો, તેઓ અડધો ડઝન ભાષાઓ વાંચી અને બોલી શકતા હતા. એક વાર તો તેમણે તેવું પણ કહ્યું હતું કે ‘તેઓ ભૂલથી કેમિસ્ટ બની ગયા છે.’
તેઓ રસાયણ શાસ્ત્ર નાં મહાન વિજ્ઞાની હતા. તેઓ એક સારા અને સાચા પ્રોફેસર હતા. ડી.એસ.સી. માં પણ સારી રીતે ઉતીર્ણ થયા તેથી ઇંગ્લેન્ડ માં પણ તેમની પ્રતિષ્ઠા ખુબ જ વધી ગઈ હતી. ત્યારે તેઓને ભારત નાં મંત્રી થવું હતું પરંતુ, ત્યારે નીતિ એવી હતી કે ઉચ્ચ પદ ગોરા લોકો સિવાય કોઈને આપવામાં ન આવે. આ તેમને ખટક્યું અને તેઓ ભારત પરત આવ્યા, તેમણે વિદેશી કપડા મુક્યા અને સ્વદેશી કપડા પહેર્યા અને ગોરા અને કાળા ની ભેદભાવભરી નીતિ સામે વિરોધ કર્યો. તેઓ પરોપકારી બની ગયા, તેઓ પુરુષાર્થ માં માનતા હતા. તેથી ભારત નાં લોકો ને આર્થિક સ્થિતિ માં સુધાર કરવા માટે પુરુષાર્થ અને ઉદ્યમ વિશે સમજાવતા. તેઓ કહેતા કે, “ભારતની જનતા તેના યશસ્વી ભુતકાળ તથા સુઈ ગયેલી અનંત શક્તિઓને જાની લે અને પુરુષાર્થ માં માને તો આગળ જતા વધારે ગૌરવપૂર્ણ ભાવિની આશા રાખી શકાય તેમ છે.”
પ્રફૂલ્લબાબુ એ પોતાની બાયોગ્રાફી પણ લખી છે. જેનું નામ છે, ‘બંગાળી રસાયણશાસ્ત્રી ની જીવનકથા અને પરીક્ષણ(Life and Experiences of a Bengali Chemist (Vol. 1 & 2) by P. C. Ray)’ તેઓ ને ગાંધીજી સાથે પણ ગાઢ સબંધ હતો. તેઓ મહાન વિજ્ઞાની અને પ્રોફેસર હોવા છતાં સર્વસ્વનો ત્યાગ કરનાર હતા. વિજ્ઞાન નો સમાજ સેવા માં ઉપયોગ કર્યો હતો, અન્ય કેટલાય ક્ષેત્રો માં પોતે આખી જિંદગી સમાજ સેવા માટે કાર્ય કરતાં રહ્યા હતા. તેમની યોગ્યતાના લીધે છેવટે વિદેશી સરકારે તેમણે ‘સર’ ની ઉપાધિ આપી હતી. તે પછી ઘણા ભારતીયોએ વિજ્ઞાનમાં ઉલ્લેખનીય પ્રસિદ્ધિ મેળવી હતી અને એમના સમકાલીન શ્રી જગદીશચંદ્ર બોઝે પણ જીવવિજ્ઞાન માં ખુબ નામના મેળવી હતી. પ્રફૂલ્લબાબુ એ આટલું બધું શિક્ષણ અને પદવી પ્રાપ્ત કરીને જે રીતે તેનો લોક કલ્યાણ માં ઉપયોગ કર્યો છે તેવું બીજું ઉદાહરણ મળવું અઘરું છે. આ વાત તો ગાંધીજી એ પણ કહી છે. પુસ્તકો ની રોયલ્ટી અને શોધવામાં આવેલ દવાઓથી ખુબ આવક થતી હતી, પરંતુ તેઓ પોતાના જીવન નિર્વાહ માટે સો રૂપિયા કરતા પણ ઓછો ખર્ચ કરતાં હતા. બચતી રકમ નો સદુપયોગ કરી તેઓ ગરીબ તથા યોગ્ય વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ખર્ચી નાખતા હતા. દેશસેવા નાં બીજા ઉપયોગી કાર્યો માં પણ તેઓ મદદ કરતાં હતા. તેઓ મહાન પ્રતિભાશાળી જ હતા, એક લેખક, એક પ્રોફેસર, સમાજ સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનાર, વિજ્ઞાન નો ઉપયોગ કરી લોકો ને ભેળસેળ થી બચાવનાર, ઇંગ્લેન્ડ માં પ્રતિષ્ઠા મેળવનાર, એડનબર્ગ યુની. માં વિદ્યાર્થી હતા ત્યારે જ વાઈસ પ્રિન્સીપાલ તરીકે ચૂંટાયા, આ ઇતિહાસ માં રસ ધરાવનાર ખરેખર ઇતિહાસ રચીને જ ગયા, એક વિજ્ઞાની હોવા છતાં દેશપ્રેમી, આ આદર્શમાંથી દરેક દેશવાસી પ્રેરણા લઈ શકે છે. એટલે જ પૂજ્ય ગોખલે તેમને ‘વૈજ્ઞાનિક સાધુ’ કહેતા હતા.
I have no sense of success on any large scale in things achieved…but have the sense of having worked and having found happiness in doing so. ( quoting by – સર પી.સી.રોય)
હાર્દિક રાજા