Ank : 14 Satmi indriy in Gujarati Magazine by Hello Sakhiri books and stories PDF | અંકઃ ૧૪ સાતમી ઈન્દ્રિય માધવની વેદના

Featured Books
  • बैरी पिया.... - 38

    अब तक :संयम वापिस से सोफे पर बैठा और पैर सामने टेबल पर चढ़ा...

  • साथिया - 109

    " तुमसे पहले भी कहा है माही आज फिर से कह रहा हूं  बेहद  मोहब...

  • My Devil Hubby Rebirth Love - 39

    रूही को जैसे ही रूद्र की बात का मतलब समझ आया उसके गाल बिल्कु...

  • बेखबर इश्क! - भाग 23

    उनकी शादी का सच सिर्फ विवेक को ही पता था,एक वो ही जानता था क...

  • इंद्रधनुष उतर आया...... 1

    छत पर उदास सी अपने में खोई खड़ी थी राम्या। शायदअपने को खो दे...

Categories
Share

અંકઃ ૧૪ સાતમી ઈન્દ્રિય માધવની વેદના

અંકઃ ૧૪ જૂન, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..


બાલ્યાવસ્થા કહો કે શૈશવકાળ જીવનનો સૌથી સુવર્ણ સમય હતો એવું યૌવન અને વૃદ્ધાવસ્થામાં ભાસ થાય છે. કાર્ટૂન હોય કે બાળવાર્તાઓ વાંચવાનું તો મોટાં થઈને પણ ગમે જ. હેલ્લો સખીરી અંકઃ ૧૪માં આ બચપનની યાદોને જરા વાગોળીએ અને બાળવાર્તા વિશેષાંક માણીએ.

હપ્તાનાં સાત દિવસો દરમિયાન સાત લેખ અને વાર્તા એકેક દિવસે પ્રકટ કરીશું. જાણે કે ઓન્લાઈન મેગેઝીનનું જુદજુદું પ્રકરણ દરરોજ આપ વાંચી શકશો.

હેલ્લો સખીરીમાં લેખ અને અભિપ્રાય મોકલવા આપનાં ઈમેલ્સ આવકાર્ય!

fmales.gmail@gmail.com


સાતમી ઈન્દ્રિયઃ લીના યજ્ઞેષ વછરાજાની
leens0901@yahoo.com

"માધવની વેદના કોઇએ ન જાણી - એક સત્ય અનુભવ"

એક સરસ કાવ્યપંક્તિ છે.

"રાધાની વેદના તો સહુ એ જાણી પણ માધવની વેદના કોઇ એ ન જાણી.."

મારે જો કે એ માધવની વાત નથી કરવી. મારે મારા એક હોનહાર અંધ વિદ્યાર્થી માધવની વાત તમને કહેવી છે. લગભગ ૬ વર્ષથી હું અંધજનમંડળમાં સંગીતના લેક્ચર આપું.મારી પાસે ઘણા બધા બ્લાઇંડ સ્ટુડન્ટ શીખીને આગળ વધ્યા. ૪ વર્ષ પહેલાં એક બેચમાં માધવ મળ્યો.

શરુઆતમાં તો રેગ્યુલર પરિચય થાય એમ આખા ક્લાસનો થયો.

પછી હર એક લેક્ચરમાં મારા રુટીન પ્રમાણે છેલ્લી ૧૦ મિનિટ છોકરાંઓની ફરમાઇશ હોય એ હું ગાઇ સંભળાવું અને એ લોકોમાંથી પણ કોઇ સંભળાવે. આમ ને આમ સેમેસ્ટર ચાલતું થયું. આ વખતે ક્લાસમાં સહુથી સુંદર અવાજ માધવનો હતો. એના અવાજમાં સાહેબ ગજબ ઉંડાણ છે. સુરની પકડ પણ પરફેકટ!

ફિઝિકલી ચેલેન્જર્સ સ્ટુડન્ટને ઇશ્વરે એક અજબ વરદાન આપ્યું હોય. ધીરે ધીરે માધવ સહુથી આગળ થતો ગયો.

એક વાર ક્લાસ પત્યા પછી મને મળવા આવ્યો. કહે કે દીદી મારી વિશારદની પરિક્ષામાં મારા રાઇટર તરીકે તમે આવશો? મેં હા પાડી. આમ પણ હું વિશારદનું રીવીઝન કરાવતી જ હોઉં.

બસ, માધવ રોજ જ પરિક્ષાની તૈયારી માટે મળે અને વાતો પણ શેર કરે. સ્કુલમાં વેકેશન હોય ત્યારે બધા બ્લાઇંડ સ્ટુડન્ટને એમના મા-બાપ ઘેર લઇ જાય. મેં એક વાર આ માધવને પૂછ્યું કે, તારે ઘેર નથી જાવાનું? તું આખું વેકેશન શું કરીશ? અને પછી માધવે પોતાની વાત માંડી.

કહે કે દીદી હું છેલ્લાં ૪ વર્ષ થી ઘેર નથી ગયો.

મેં પૂછ્યું કેમ ?

એના ચહેરા પર એક વેદનાની લહર ફરી વળી.

એણે વાત શરુ કરી,

“દીદી હું બિહારના એક ગામડામાંથી આવું છુ. ૧૪ વર્ષનો હતો ત્યારે ઘરનાં કાચા છાપરા પરથી પડ્યો અને આંખમાં નુકસાન થયું અને હું અંધ બની ગયો. પરિવાર એટલો સધ્ધર નહી કે મારી ટ્રીટમેન્ટ કરાવી શકે. એકવાર પપ્પા મને લઇને અમદાવાદ આવ્યા અને પછી મને એક સીટી બસમાં બેસાડીને પોતે ઉતરીને ગામ જતા રહ્યા .હું થોડો સમય તો સમજી જ ન શક્યો કે મને મારા પરિવારે ત્યજી દીધો છે. એક કલાક બસમાં ફર્યા પછી કન્ડક્ટર મારી પાસે આવીને કહે કે, છોરા તારે ક્યાં ઉતરવાનુ છે? મેં કહ્યું કે મારા પપ્પાને ખબર ---“

ત્યારે એણે અને આજુબાજુના બે ચાર પ્રવાસીઓ એ કહ્યું કે, તારી સાથે કોઇ લાગતું નથી. ક્યારનો તું એકલો જ બેઠો છે. ને હું શુન્ય થઇ ગયો. બે-પાંચ મિનિટે કળ વળતાં ઉતરી ગયો. બસ, એકાદ દિવસ કોઇની થોડી દયા પર પસાર થયો અને રોજ એક સીટી બસમાં ચડું અને ગાઇને ભીખ માંગું. મને એક જ આઘાત સખત લાગે કે, “અરે! મા-બાપ આવું કરી શકે?”

લગભગ ૧૦ દિવસ આમ જ આખો દિવસ બસમાં અને રાત કોઇ ઓટલે એમ પસાર થયા. રોજનું મારું આ રુટીન જોઇને એક દિવસ એક કન્ડક્ટરને દયા આવી તે મને એ દિવસે એક અંધશાળામાં લઇ ગયા.

પ્રિન્સિપાલની ઓફિસમાં મને લઇને મારી કથની કહી. ઇશ્વરની કૃપા તે મને સ્કુલમાં દાખલો મળી ગયો અને ટ્રસ્ટીની ભલામણથી હોસ્ટેલમાં પણ ફી માફી સાથે રહેવાની સગવડ કરી આપી.

“દીદી , આજ એ વાતને ૪ વર્ષ થઈ ગયાં.મને કોઇ એ યાદ નથી કર્યો.”

માધવની આ વાત મારી સાથે થઇને હું હરહરી ગઇ. આભ ફાટે ત્યાં થીગડું કેવી રીતે મરાય? પછીનાં થોડાં વર્ષ માધવને શિક્ષણ સાથે હુંફ પણ આપવી જરુરી છે એ અમે બધા શિક્ષકો એ નક્કી કર્યું. માધવ બહુ સરસ રીતે બી.એ. પાસ થયો અને વિશારદ પણ ૭૮ ટકા સાથે થયો. પછી મારું સ્કુલ જવાનું ચાલુ રહ્યું પણ એ ક્યાં ગયો એ બહુ માહિતી ન હતી.

હમણાં ૨ મહિના પહેલાં અમે અમારા દિવ્યાંગ વિદ્યાર્થી (આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ "મનકી બાત"નામના એક પ્રોગ્રામ માં શારિરીક અસહાય બાળકોને દિવ્યાંગ નામ આપ્યું છે.) ઓ દ્વારા એક મ્યુઝીકલ ઇવેન્ટ ટાઉનહોલમાં કરી ત્યારે હું લાગતી વળગતી સંસ્થાઓને આમંત્રણના ફોન કરી રહી હતી. સંસ્કારધામ નામની એક સંસ્થામાં મેં ફોન જોડ્યો અને એના ટ્રસ્ટી સાથે વાત કરી. મેં આમંત્રણ આપ્યું ને આમતેમ વાત કરતાં એમણે અચાનક કહ્યું કે, તમારો એક સ્ટુડન્ટ અમારી સંસ્થામાં મ્યુઝીક ટીચર છે. માધવ નામ છે. સરસ્વતીની એના પર મબલખ કૃપા છે. અહીયા ૧૮૦૦૦ના પગારથી જોબ કરે છે. અમારા સહુનો એ લાડકો બની ગયો છે કે મકે હસમુખો અને હળવો છે. અને મને શબ્દોમાં વર્ણવી ન શકાય એવો આનંદ થયો.

મેં પૂછ્યું, “મને વાત કરાવશો?”

અને એમણે બીજો આંચકો આપ્યો કે, માધવ એને ઘેર ગયો છે. બહુ વખતે એના મા-બાપ લેવા આવ્યા હતા. અને મને રબના ન્યાય પર સજદા કરવાનું ગમ્યુ. એમ કંઇ બધું નેગેટીવ નથી થઇ ગયું હોં ને! શરુઆત ચોક્કસ દુખ દાયક પણ અંત સુખદ નીવડ્યો.

જિંદગી એ એક વધુ રંગ બતાવ્યો એટલે લખાઇ ગયું. આટલાં વર્ષની મારી અંધજનમંડળની યાત્રામાં આવો અનુભવ એક માત્ર રહ્યો અને બસ એટલી જ ખ્વાઈશ કે આવા બીજા અનુભવ ન જ થાય.

સહુની સુખદ જીવનયાત્રાની શુભકામના સાથે વિરામ..