અંકઃ ૧૪ જૂન, ૨૦૧૬.
હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..
બાલ્યાવસ્થા કહો કે શૈશવકાળ જીવનનો સૌથી સુવર્ણ સમય હતો એવું યૌવન અને વૃદ્ધાવસ્થામાં ભાસ થાય છે. કાર્ટૂન હોય કે બાળવાર્તાઓ વાંચવાનું તો મોટાં થઈને પણ ગમે જ. હેલ્લો સખીરી અંકઃ ૧૪માં આ બચપનની યાદોને જરા વાગોળીએ અને બાળવાર્તા વિશેષાંક માણીએ.
હપ્તાનાં સાત દિવસો દરમિયાન સાત લેખ અને વાર્તા એકેક દિવસે પ્રકટ કરીશું. જાણે કે ઓન્લાઈન મેગેઝીનનું જુદજુદું પ્રકરણ દરરોજ આપ વાંચી શકશો.
હેલ્લો સખીરીમાં લેખ અને અભિપ્રાય મોકલવા આપનાં ઈમેલ્સ આવકાર્ય!
fmales.gmail@gmail.com
લો પંડિતઃ શ્ર્લોકા પંડિત
shlokapandit@gmail.com
જાગો ગ્રાહક - હરીફરી આવો!
વેકેશનની સિઝન આવી એટલે હરવા, ફરવા અને મજ્જા કરવાની પણ સીઝન કહી શકાય. એવરેજ ૫ માંથી ૩ કુટુંબો વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે, ઘણા લોકો જાતેજ બધું મેનેજ કરીને જતા હોય છે. જેમ કે, ટીકીટ બુકિંગ, હોટેલ રૂમ બુકિંગ, ટેક્ષીબુકિંગ બધું જ બુક કરાવીને અથવા તો એવી તૈયારી સાથે જતા હોય છે કે જોયું જશે ત્યાં જઈને જેવું મળે એમાં ચલાવી લઈશું, આજકાલ તો ઈન્ટરનેટનાં કારણે ઘણું સારી બુકિંગ પણ થાય છે અને બીજા વિકલ્પ તરીકે આપણે કોઈ ટુર ઓર્ગેનાઈઝરનાં ત્યાં બુકિંગ કરાવીએ છીએ અને વેલપ્લાન્ડ ટુરમાં જૈયે છીએ જેમાં થોડા રૂપિયા વધારે થાય છે પણ આપણે એવી સમજ ધરાવીએ છીએ કે ઓર્ગેનાઈઝ્ડ ટુરમાં આપણે કઈજ મેનેજ ન કરવું પડે એટલે સારું. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ ઓર્ગેનાઈઝ્ડ ટુરનાં પણ ફાયદા તથા ગેરફાયદા છે. આ બાબતે હું મારો જ એક અનુભવ શેર કરવા માગીશ.
અમે કન્યાકુમારીથી રામેશ્વરમ જવા માટે એક ટુર ઓર્ગેનાઈઝર પાસે ૪ દિવસ ૩ રાત્રીની ટુર બુક કરાવી હતી અને અમે સ્પેસીફીકલી કહેલું કે અમારે રામેશ્વરમમાં સવારે ૪ વાગ્યે થતા સ્ફટિક શિવલિંગની આરતી જેને વિભીષણ આરતી પણ કહેવાય છે તેનાં દર્શન અમારે કરવાં જ છે અને તેના માટે અમે વધારે રૂપિયા પણ પે કરેલા અને એ લોકોએ ત્યારે અમને કહેલું કે હા એની વ્યવસ્થા અમે કરાવી આપીશું.
કન્યાકુમારીથી અમને મદુરાઈ રાત્રે પહોચાડી દીધા અને કહ્યુંકે રામેશ્વર માટે કાલ સવારે બસમાં જવાનું છે એટલે અમને લાગ્યું કે, જો સવારે જઈએ તો તે આરતીમાં ન જઈ શકાય એટલે અમે કહ્યું કે અમારે ટુર બુક કરાવતી વખતે વાત થયેલી છે અને અમારે ત્યાં સવારે ૪ વાગ્યા પહેલા પહોચવું છે, એટલે અમને કહેવામાં આવ્યું કે આખી બસના આટલા પેસેન્જર છે બધાને એક સાથેજ સવારે લઇ જઈશું. અમે પહેલા શાંતિથી એમને સમજાવ્યું કે અમે આના માટે વધારે રૂપિયા પણ આપેલા છે અમારે એ રીતે જ જઉં છે જો એ ન કરી શકતા હોયતો અમને અમારા ચૂકવેલા રૂપિયા અને એ ઉપરાંતના અમને જે હેરાન કરો છો તેના માટે રૂપિયા ચૂકવો તો અમે અમારી રીતે જતા રહીશું. એ લોકોને ફક્ત અમારા માટે મદુરાઈથી રામેશ્વર એક ગાડી મોકલાવી પડે અને ત્યાં રૂમ રાખવો પડે તેનો ખર્ચ વધારે થાય એ તકલીફ હતી અને અમે અડગ રહ્યા કે જો તમારાથી થાય એમ નહોતું તો કેમ વધારે રૂપિયા લીધા અને આ બધા વચ્ચે એક બીજું ફેમિલી પણ આગળ આવ્યું કે અમારે પણ રાત્રે જ જઉં છે, અંતે એ લોકોએ ઝૂકવું પડ્યું અને અમારા માટે સ્પેશિયલી એક ગાડી મોકલી, ત્યાં રૂમ પણ રાખવો પડ્યો અને અમે સવારની વિભીષણ આરતી કરી આ સાથે જ એક ક્યારેય ના ભૂલાય તેવો અનુભવ મેળવ્યો.
આમ, ટુર ઓર્ગેનાઈઝર પાસે ટુર બુક કરાવતા પહેલા કઈ-કઈ તકેદારી રાખવી તે જાણવું જરૂરી છે અને જો ટુર ઓરગેનાઈઝર દ્વારા તેમની સર્વિસમાં કઈ ખામી રહી જાય તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ,૧૯૮૬ હેઠળ ફરિયાદ પણ કરી શકાય છે. તો ટુર બુક કરાવતા પહેલા આટલી વસ્તુની તકેદારી અવશ્ય રાખવી જેથી છેતરાવાય પણ નહિ અને કદાચ કોઈ તકલીફ થઇ તો પ્રોટેક્શન મેળવી શકાય.
* પેકેજની રકમ અને વધારાનો ખર્ચ: ટુર બુક કરાવતા પહેલા આપણું બજેટ જણાવીને એ પ્રમાણેજ ટુર ઓર્ગેનાઈઝ કરાવવી અને એ પણ પૂછી લેવું કે છુપા ખર્ચ અથવા તો ટેક્ષ, સર્વિસ ટેક્ષ, અમુક જગ્યાએ સ્વખર્ચ કરવાનો હોય છે તો એ બધા સાથે કુલ ટોટલ કેટલા રૂપિયા થશે. જેનાથી પછી થનાર ખર્ચ વિષે પણ આપણે ગણતરી મૂકી શકાય અને તેના ટર્મ્સ અને કંડીશન જરૂરથી વાચવા જેથી પછીથી ટુર ઓપરેટર હાથ ઉંચા ન કરે.
* રેપ્યુટેશન: જે ટુર ઓર્ગેનાઈઝર પાસે બુક કરાવીએ છીએ તેની રેપ્યુટેશન વિષે થોડું નોલેજ મેળવી લેવું, ઈન્ટરનેટ દ્વારા રીસર્ચ કરી લેવું જેથી બીજાનાં અનુભવ દ્વારા પણ ખબર પડે કે મેનેજમેન્ટ કેવું છે.
* શિડયુલ અને વધારાની સગવડો: ટુર બુક કરાવતા પહેલા તેનું શિડયુલ જાણવું ખુબ જ જરૂરી છે કઈ કઈ જગ્યાઓનો સમાવેશ છે અને રોકાણ કેટલું છે, આ ઉપરાંત તમારી ગમતી વધારાની જગ્યા અથવા તો તેમના શીડ્યુલ પ્રમાણેની હોટેલ ગમે નહિ અને તમારી ચોઈસની હોટેલ બુક કરાવવી હોય તો એ, શેરીંગનું મેનેજમેન્ટ, ટ્રેનમાં જવાનું હોયતો કયા પ્રકારના કોચમાં બુકિંગ કરાવવું અથવા તો પ્લેનમાં બુકિંગ કરાવવું,આ દરેક વધારાની સગવડ માટે જો એડવાન્સમાં પે કરવાના હોય તો કેટલા અને પછીથી પે કરવાના હોય તો પણ જાણી લેવું જરૂરી છે.
* ગ્રુપ અથવા તો લોકોની સંખ્યા: આ બાબતે પણ પહેલાથી જાણી લેવું સારું પડે કે ગ્રુપમાં ટોટલ કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવે છે ક્યારેક વધારે લોકોના કારણે મેનેજમેન્ટ બગડી જતું હોય છે.
* વધારાનું ડિસ્કાઉન્ટ: આ ઉપરાંત આવા ટુર ઓર્ગેનાઈઝર અમુક કરતા વધારે બુકિંગ આપના રેફરન્સથી થાય તો આપણને ડિસ્કાઉન્ટ આપતા હોય છે તો એ પણ જાણી લેવું જેથી વધારે ફાયદો મળે.
* સેવામાં ખામી: બધું જ જોઈ જાણીને બુક કર્યા બાદ પણ જો સેવામાં ખામી લાગે તો કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી શકાય છે જેની વિસ્તૃત ચર્ચા ફરી ક્યારેક.
આમ, ગ્રાહક જ રાજા છે તે યાદ રાખીને ખુશીથી ફરવા જાવ અને જલસા કરો.