અસહિષ્ણુતા
"દાદા આ અસહિષ્ણુતા એટલે શું?" ન્યુઝ ચેનલ પર ચાલતી એક ની એક ડિબેટ થી કંટાળી મનિષ એના દાદા ને પૂછે છે.
" બેટા તમારા જવાનીયા ની ભાષા માં કહીએ તો ઇન્ટોલરન્સ રાઇટ? એની જ વાત કરે છે ને તુ?"
"હા દાદા જ્યાં જુઓ ત્યાં બસ આ જ, સવારે છાપા ખોલો તો અસહિષ્ણુતા, ટીવી ચાલુ કરીએ તો એમાં અસહિષ્ણુતા, સોશીયલ નેટવર્કિંગ પર પણ આજ જ ચાલે છે."
" બેટા સંસંદ નું નામ તો તુ ભૂલી ગયો, સૌથી વધારે આ વિષય પર ચર્ચા ત્યાં જ થાય છે.દેશ ને લાભકર્તા બિલ પર ચર્ચા કરવા કરતાં વિરાધીપક્ષ ને આમાં વધુ રસ છે."
"હા દાદા..એટલે જ મારે જાણવું છે આ અસહિષ્ણુતા છે શું?"
" ચોક્કસ બેટા દેશના દરેક નાગરિકે આની સચ્ચાઇ વિષે જાણવું જોઈએ..આપણે અસહિષ્ણુતા વિષે સમજીએ એના પહેલા મને એક સવાલ નો જવાબ આપ, તારા ૨૩ વર્ષ ના જીવન માં કદીયે આ અસહિષ્ણુતા વિષે સાંભળ્યુ હતુ.?"
" દાદા સાચુ કહુ તો અસહિષ્ણુતા વિષે જવા દો મેં તો આ શબ્દ જ પહેલી વાર સાંભળ્યો,એ પણ આ ટીવી માં જોરજોર બૂમા પાડી ને ડિબેટ કરતા પત્રકારોથી"
"હા હા હા..બેટા હવે આ ન્યુઝ ચેનલો ની તો વાત જ શું કરુ જવા દે આપણે આપણા મુખ્ય મુદ્દા પર આવીએ, તને એમ પ્રશ્ન ના થયો કે કેમ અચાનક આ અસહિષ્ણુતા પર ચર્ચા થવા માંડી? કેમ આટલા વર્ષો સુધી આવી કોઈ ચર્ચા જ નહોતી થઈ?"
" મને થયુ એટલે જ તો તમને પૂછું છુ દાદા કે આમ કોથળા માંથી બિલાડુ નીકળે એમ આખા દેશ માં બસ આ જ ચર્ચા એ કેમ માહોલ જમાવ્યો છે?"
"એનો જવાબ એ છે કે બેટા આ અસહિષ્ણુતા વાસ્તવિકતા માં ઊપજાવવામાં આવેલો વિષય છે.નબળી માનસિકતા ધરાવતા કે જેઓને આ દેશના વિકાસ પથ પર રોળાં નાખવાની આદત થઇ ગયી છે એ લોકો આ શબ્દ નો હથિયાર તરીકે ઊપયોગ કરી રહ્યા છે"
" હથિયાર તરીકે દાદા? આપણા દેશ માં કોઈ યુધ્ધ છેડાયુ છે? હું કાંઈ સમજ્યો નહિ દાદા"
" હા બેટા યુધ્ધ કહિ શકાય આને..આ યુધ્ધ છે પ્રમાણિકતા અને અપ્રમાણિકતા વચ્ચે..આ યુધ્ધ છે શાસક અને શોષક વચ્ચે..આ યુધ્ધ છે રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચે..આ યુધ્ધ છે પરમાર્થ અને સ્વાર્થ વચ્ચે.."
" દાદા મને કાંઈ ખબર ન પડી."
" તુ સમજી જઈશ પહેલા મારે તને અસહિષ્ણુતા એટલે શું એ સમજાવુ પડશે, ચાલ હું તને આપણા ઘરના ઊદાહરણ થી સમજાવા નો પ્રયત્ન કરૂ. યાદ છે મનિષ ગયા અઠવાડિયે આપણા ઘરે નાનો હવન રાખેલો ત્યારે તારી ગેરહાજરી થી તારા પપ્પા તારી પર ગુસ્સે થયેલા?"
"હા દાદા પણ એ વખતે અમારુ સોશિયલ એક્ટિવિટી ગ્રુપ અનાથ આશ્રમ માં જમવાનુ આપવા ગયા હતા"
"મને ખબર છે બેટા તારા મતે એ અનાથો ની સેવા એ ભક્તિ છે..તને ક્રિયાકાંડ માં વધુ રસ નથી..અને અમને તારા પ્રત્યે કોઈ હિન ભાવના નથી, તારા પપ્પા ને પણ સચ્ચાઈ ની ખબર પડી ત્યારે એમને તારી પર કરેલ ગુસ્સા નો પછતાવો હતો."
" હા દાદા પણ આને અને અસહિષ્ણુતા ને શું લેવા દેવા?"
" બેટા જેમ આપણે પાંચ જણા રહેતા હોય એવા ઘરમાં જો અમે તારી ધર્મ ની વ્યાખ્યા ખોટી પાડતા નથી કે તારા સેવાભાવી વૃત્તિ થી ભક્તિ કરવાની રીત ને ખોટી ઠહેરાવતા નથી..જેમ તુ અમારી ક્રિયાકાંડ વાળી શ્રધ્ધા નુ સમ્માન કરે છે એમ અમે પણ તારી સેવાભાવ ની વૃત્તિ નું સન્માન કરે છે..આપણે એકબીજા પ્રત્યે સહિષ્ણુ કહેવાઈએ..અને આનાથી બિલકુલ વિરોધાભાષી માનસિકતા જેમાં એકમેકની ભાવના, તર્ક, શ્રધ્ધા, દ્રષ્ટિકોણ નું સન્માન ન કરવું એને અસહિષ્ણુતા કહેવાય"
"હમમમમ.. દાદા હવે સમજાયો આ અસહિષ્ણુતા કે ઈનટોલરન્સ નો અર્થ, તો દાદા આ બુધ્ધિજીવીઓ ને એમ કેમ લાગે છે કે આપણો ભારત દેશ અસહિષ્ણુ છે? મેં તો કદી મારા આ ૨૩ વર્ષ ના જીવન માં ના તો અનુભવ્યુ છે કે ના જોયુ છે"
"બેટા મેં મારા ૬૭ વર્ષ ના જીવન માં નથી જોયું તો તુ ક્યાંથી જોવાનો કે અનુભવવાનો ! વાસ્તવ માં બેટા આ બધુ એક ગંદી રાજકારણ ચાલની ઊપજ છે"
"દાદા કાંઈ સમજાયુ નહિ"
" બેટા ભારત ના ઈતિહાસ પર નઝર ફેંકિએ તો એક સમયે આ દેશ સોને કી ચિડિયા કહેવાતો પણ બેટા આપણા દુર્ભાગ્ય એવા કે ૪૦૦ વર્ષ મુગલો એ અને ૨૦૦ વર્ષ અંગ્રેજો એ આ સોને કી ચિડિયા ને તિતર બિતર કરી નાંખી, આપણા આ દુર્ભાગ્ય આઝાદી પછી પણ ઓછા ના થયા, કહેવાતી મોટી એવી એક આ દેશની પાર્ટી ના શાસને આ દેશ ને બીજા ૬૦ વર્ષ લૂંટ્યો. અને હવે જ્યારે આ દેશ નું સુકાન આ દેશ ની પ્રજા એ એક ર્દઢમનોબળી, નખશીષ પ્રમાણિક, દેશભક્તિ જ જેની ભક્તિ છે,બંધારણ ને જે ધર્મગ્રંથ માને છે એવા નરબંકા ના હાથ માં સોંપ્યું છે ત્યારે આ દેશવિરોધી માનસિકતા ધરાવતા કહેવાતા બુધ્ધિજીવીઓ ના પેટ માં તેલ રેડાણું છે.આ વિરોધીઓ ને એક ચા વાળો આટલા બહુમત થી પોતાના કૌવત થી વડાપ્રધાન નું પદ શોભાવે છે એ આંખ માં કણા ની જેમ ખૂંચે છે.એ આ વાસ્તવિકતા સ્વિકારી નથી શકતા કે લોકો એ આ માણસ ને ઢગલે ઢગલે વોટ આપી પ્રધાનનંત્રી નુ પદ સોંપ્યુ કેવી રીતે..અને બેટા આટલી મોટી બહુમતી થી શાસક બન્યા છે એટલે વિરોધીઓ ને વિરોધ કરવા કોઈ મુદ્દો મળતો નથી,વિરોધીઓ એ આકાશ પાતાળ એક કરી દીધા છે આ માણસ ની કાંઈક નાની અમથી ભૂલ શોધવા માં પણ બેટા મોદીજીઅણિશુધ્ધ પ્રમાણિક હોવાથી આ વિરોધીઓ એમની સામે આંગળી ચીંધી શકતા નથી એટલે હવે આ નવુ ગતકડુ લાવ્યા છે અસહિષ્ણુતા.."
"હા..દાદા હું કાલે સંસંદ ની કાર્યવાહી જોતો હતો ત્યારે પણ મને લાગ્યુ કે આમનો વિરોધ ફક્ત ને ફક્ત એક વ્યકિત માત્ર માટે છે"
" સાચી વાત બેટા એમાં ને એમાં દેશ ને ફાયદાકર્તા બિલ પણ પાસ નથી થવા દેતા, બેટા એ લોકો ને આપણા દેશના વિકાસ ની પરવા નથી, એમને બસ એક માત્ર આપણા વડાપ્રધાન ને નીચા પાડવા છે કારણ કે એ અંદરો અંદર જાણી ગયા છે કે જો આ વડાપ્રધાન તરીકે રહ્યા તો બેઈમાની ને જડમૂળ માં થી ઊખાડી ફેંકશે, અને જે લોકો એ બેઈમાની ના પાયા પર જ રાજ કર્યુ હતુ એ લોકો તો આ પચાવી ના જ શકે ને બેટા ! અને એટલા માટે આવા પાયાવિહોણા વિષયો લઈને દેશ નો અને સંસંદ નો સમય વેડફે છે"
" હમમમ.. દાદા ખરેખર વિશ્વની આટલી મોટી લોકતાંત્રિક વ્યવસ્થા માં જો આવો વિરોધપક્ષ હોય તો તો એ દેશ માટે ખતરારૂપ ગણાય. અને ટી.આર.પી મેળવવા ના ચક્કર માં અમુક ન્યુઝ ચેનલ અત્યારે આ અસહિષ્ણુતા ના મુદ્દા ને મસાલા ભભરાવી ઊછાળી રહી છે."
"બેટા એ જ તો દુર્ભાગ્ય છે કે અમુક કહેવાતા રાજનિતિક પંડિતો પણ આ કર્તવ્યનિષ્ઠ વડાપ્રધાન ને નીચા પાડવા મથી રહ્યા છે, શું એ લોકો જાણતા નથી કે લઘુમતિ કોમ પણ એટલી જ આઝાદીથી અને સુરક્ષિત જીવે છે જેવી રીતે આપણે જીવીએ છીએ.બેટા તને કદાચ ખબર હશે આપણા દેશ માં મુસલમાનો ની જેટલી સારી સ્થિતી છે એવી બીજા કોઈ દેશ માં નથી. પ િશ્વમ ના દેશો માં તો મુસલમાન ને આતંકવાદી ની નજરે જોવામાં આવે છે.આપણા દેશ ના મુસલમાન કે લઘુમતી કોમના લોકો પણ માને છે કે તે અહિંયા કેટલા સુરક્ષિત અને સુખી છે પણ બેટા વિરોધીઓ એ આમાંના અમુક લોકો નો એક હથિયાર તરીકે ઊપયોગ કરી અસહિષ્ણુતા નું જુઠ્ઠાણું ચલાવ્યુ છે.આ વિરોધીઓ ને એટલી સૂઝ પણ નથી કે આ દેશે તો ઈરાન થી આવેલી વિદેશી પ્રજા પારસીઓ ને પણ દૂધ માં સાકર ની જેમ ભેળવી દીધા છે તો પછી આપણા દેશ માં જ જન્મેલા મોટા થયેલા લોકો પ્રત્યે આ દેશ કેવી રીતે અસહિષ્ણુ થઈ શકે?. વિરોધીઓ બંધારણ ની ખોટી આડ હેઠળ આપણા જ લોકો ને આપણા વિરોધી માનસિકતા ભરાવી ગંદુ રાજકારણ કરે છે."
" દાદા તમારી વાત એકદમ સાચી છે, જુઓને આ મિડિયા દેશ વિરોધી નારેબાજી કરવાવાળા આ લબડમૂછિયા યુવાનો ને હિરો બનાવી રહી છે.લાઈવ કવરેજ થાય છે એમની સ્પીચ ના? આ કેવુ દુર્ભાગ્ય છે આપણા દેશ નું?"
" બેટા કદાચ આ કાચી ઊંમર ના યુવાનો નો વાંક નહિ હોય, એમની અલ્લડ સમજ નો ફાયદો ઊઠાવી એમની માનસિકતા ને ગુમરાહ કરવામાં આવી રહી છે. જે દેશ તમને અન્ન,પાણી, જમીન આપે છે એ દેશ વિરોધી નારા લગાવવા એ ખરેખર દુષ્ક્રૃત્ય જ કહેવાય અને દેશવિરોધી તત્વો માટે ઝિંદાબાદ ના નારા લગાવે છે? આતંકવાદી ને શહિદ ગણાવે છે? બેટા આવો ને આવો આ આતંકવાદિઓ ને આપણા જ દેશ માં થી સપોર્ટ મળતો રહેશે તો કાલે આવા દસ અફઝલ ઊભા થાય તો નવાઈ નહિ"
"દાદા આ લોકો ને યુનિવર્સિટી માં આપણા ભારત નો ધ્વજ લહેરાવવા સૂચન આપવામાં આવ્યુ તો એનો પણ વિરોધ જાણે જે.એન.યુ આ દેશ નો હિસ્સો જ નથી..આપણા ચૂકવેલા ટેક્ષ થી ચાલતી યુનિવર્સિટી આપણા જ દેશ નો ધ્વજ લહેરાવાની ના પાડે છે..દાદા આ કેવું સ્વાતંત્ર્ય?"
" હા બેટા દયનિય વાત છે આ,હું તો એમાં માનનારો વ્યક્તિ છુ કે દરેક શૈક્ષણિક સંસ્થા માં ભારતીય ધ્વજ ફરજિયાત પણે ફરકાવવો જોઈએ તો જ ભટકેલ માનસિકતા વાળા યુવાનો ભાનમાં આવશે"
" હું તો બેટા આનાથી વધુ એમ પણ કહીશ કે આપણા દેશ માં બ્રાઝીલ,ઈઝરાયેલ,ઈજિપ્ત,સાયપ્રસ,ગ્રીસ,ઈરાન જેવા અમુક દેશો ની જેમ દરેક યુવાન માટે મિલિટરી તાલીમ ફરજીયાત કરી દેવી જોઈએ.દરેક યુવાન ને ૧૮ વર્ષ થતા ફરજીયાત પણે એક વર્ષ મિલિટરી તાલીમ આપવી જ જોઈએ તો જ એમના માં રાષ્ટ્રીયતા ના બીજ રોપાશે."
"દાદા મને તો લાગે છે દેશ તો સહિષ્ણુ હતો, છે અને રહેશે જ પણ આ વિરોધીઓ આપણા વડાપ્રધાન ની લોકચાહના પ્રત્યે ખરેખર ઈનટોલરન્ટ છે. એ લોકો એમની પ્રસિધ્ધી,સફળતા ટોલરેટ નથી કરી શકતા, સાચે માં ઈનટોલરન્સ તો એમનામાં છે, દેશમાં નહિ"
" કાશ બેટા આ કનૈયા કુમાર જેવા ભટકેલ યુવાન તારા જેવુ વિચારતા હોત......"
- સચીન પંકજભાઈ મોદી