Mane game chhe mari school bag in Gujarati Children Stories by Natvar Ahalpara books and stories PDF | મને ગમે છે મારી સ્કૂલબેગ

Featured Books
Categories
Share

મને ગમે છે મારી સ્કૂલબેગ

મને ગમે છે સ્કૂલબેગ

(વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ખૂબજ ઉપયોગી પુસ્તક)

  • નટવર આહલપરા
  • પરિચય

    નર્મદાબેન તથા પુરૂષોતમભાઈનો હું પુત્ર છું. ભાવનગર વતન છે. ૩૦ વર્ષથી રાજકોટને કર્મભૂમિ બનાવી છે. સાડાચાર દાયકાથી લેખન કાર્ય કરું છું. સંપાદન અને કટાર લેખન પણ કરી રહ્યો છું.

    ‘શ્વાસ’, ‘કોરો કેનવાસ’, ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (વાર્તા સંગ્રહો), ‘નિબંધ વિહાર’, ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધ સંગ્રહો), ‘ખિલખિલાટ’ (શિશુકથા), ‘Yes We Can do’ (કિશોર બોધકથા), ‘અક્ષરોમાં આલ્બમ’, સંસ્કૃતિના પ્રહરીઓ (વ્યક્તિચિત્રો), ‘મારામાં શિક્ષક જીવે છે’ (આત્મકથા), ‘અવતરણ મધુ’ (દ્રષ્ટાંતો), ‘હું માનવી માનવ થાઉ તો ઘણું’ (પ્રેરક વિચારો), ‘વિદ્યાર્થીઓ મારી FD છે’ (પ્રેરક પ્રસંગો) ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘મુક્ત કાવ્ય સંગ્રહ’, ’પિતા તે પિતા’, ‘દીકરો ઘૂઘવતો સાગર’ અને ‘સંચાલનકળા’ જેવા પુસ્તકો હવે પ્રગટ થશે.

    અભિવ્યક્ત (અમદાવાદ), લીઓ ક્લબ (ધ્રાંગધ્રા), ધૂમકેતુ નાટ્ય સંસ્થા (જામનગર) અને શિશુવિહાર, (ભાવનગર) બુધસભાથી સન્માનિત અનેક પારિતોષિકો પણ મળ્યા છે.

    હું આકાશવાણી રાજકોટનો વરિષ્ઠ વાર્તા લેખક છું. પંદર નાટકોમાં અભિનય-દિગ્દર્શન (૧૯૭૫ થી ૧૯૮૭) જૈન સોશ્યલ ગૃપ, કસ્ટમ વિભાગ, આકાશવાણી, રાજકોટ તેમજ સી.એ. ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા મારા લખેલા નાટકો ભજવાયા છે. બી.એડ.ની તાલીમ લીધા વિના માતૃભાષા ગુજરાતી વિષયથી હજારો છાત્રોનું ઘડતર કર્યું છે. GSPC, UPSC, PSI વ. ના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપું છું. વિકલાંગ, પ્રજ્ઞાચક્ષુ છાત્રોને અને આર્થિક પછાત બાળકોને તેઓએ વિનામૂલ્યે ભણાવ્યા છે અને આજે પણ ભણાવું છું. આજપર્યંત પાંચસોથી કાર્યક્રમોનું મૌલિક રીતે સંચાલન કર્યું છે.

    મેં. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી વર્ષ ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ તેઓ સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક વ. પ્રવૃતિમાં સક્રિય છું અને ખુશ છું. તેમના મો.નં. ૯૯૭૪૦૦૯૦૪૨.

    અનુક્રમ

    ૧) અભ્યાસના શ્રી ગણેશ ૩૧) ચાલવાના ફાયદા

    ૨) જુલાઈથી ગાડી ટ્રેક ઉપર૩૨) વ્યસનમુક્તિ

    ૩) ઓગષ્ટ ભણતર ગણતર૩૩) પોકેટમનીથી સેવા

    ૪) સપ્ટેમ્બરમાં સમજ વધી૩૪) હૈયું, મસ્તક ને હાથ

    ૫) ઓક્ટોબરમાં પ્રવાસ૩૫) દર્દીની સેવા કરવી છે

    ૬) નવેમ્બરે અમને જગાડ્યા૩૬) છાપું વાંચવું ગમે છે

    ૭) ડિસેમ્બરમાં ડોક્યુમેન્ટરી ૩૭) અમે તમારા દીકરા જ છીએ...

    ૮) જાન્યુઆરીથી સૌ વધુ જાગૃત૩૮) વિશ્વને બચાવવું છે..

    ૯) ફેબ્રુઆરીમાં તૈયાર૩૯) કાયદો નહીં તોડીએ...

    ૧૦) માર્ચમાં ભણતર અને સેવા૪૦) પાયાના સિદ્ધાંતો

    ૧૧) એપ્રિલ ફૂલ નહીં.. ગુલમોર ફૂલ૪૧) સારી ટેવ

    ૧૨) મે મહિનામાં મજા-મજા....૪૨) વાતચીતની આવડત

    ૧૩) મારું મન૪૩) સંગીત સૌને જીવાડે છે

    ૧૪) અમારી પ્રતિજ્ઞા૪૪) વાંચવાની પદ્ધતિ

    ૧૫) અમે નસીબદાર છીએ...૪૫) શિસ્ત.. સંયમ.. ધગશ..

    ૧૬) મારી દિનચર્યા ૪૬) વિવેકથી ઉપયોગ

    ૧૭) પ્રતિજ્ઞા ૪૭) પર્યાવરણ સુરક્ષા

    ૧૮) અનુભવની દુનિયા ૪૮) મારી દિનચર્યા..

    ૧૯) શાળા અમારું મંદિર ૪૯) વિજ્ઞાનથી વિકાસ

    ૨૦) પુસ્તકો મારા મિત્રો ૫૦) અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા...

    ૨૧) વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ૫૧) મારી માતૃભાષા ગુજરાતી...

    ૨૨) વિજ્ઞાન નગરી...૫૨) રાષ્ટ્રભાષા હિન્દી

    ૨૩) આત્મરક્ષા કરીએ..૫૩) ગણિત...

    ૨૪) Yes, We Can do ૫૪) મિત્રો..

    ૨૫) પપ્પા તો પપ્પા જ છે ૫૫) સંગ તેવો રંગ

    ૨૬) પહેલી ગુરુ મારી મમ્મી ૫૬) અમારા પંખી

    ૨૭) બળ, બુધ્ધિ ને ધન વધે ૫૭) મારું રાષ્ટ્ર, મારો પ્રાણ

    ૨૮) વેસ્ટમાંથી બેસ્ટ ૫૮) સુવાચ્ય અક્ષરો..

    ૨૯) પશુ-પક્ષીની રક્ષા ૫૯) નો ડિપ્રેશન

    ૩૦) હળવો નાસ્તો૬૦) હોંગે કામયાબ..

    ૬૧) પોલીસને ફોન કરું?૯૧) સૈનિકોને પ્રણામ

    ૬૨) શા માટે અપમૃત્યુ?૯૨) મને શું થવું ગમે?

    ૬૩) કોમ્પ્યુટર૯૩) સુંદર અક્ષરો

    ૬૪) જાગો, મિત્રો જાગો...૯૪) લક્ષ્ય, જ્ઞાન, મહેનત = સફળતા

    ૬૫) સપનાં ૯૫) આભાર માનું છું

    ૬૬) ઘમંડ ૯૬) વકતૃત્વથી વિકાસ

    ૬૭) નિર્ભયતાથી જીવું છું૯૭) આદર્શ વિદ્યાર્થી

    ૬૮) રોજનું કામ રોજ૯૮) મને લખવું બહુ ગમે છે

    ૬૯) માણસ બનવાનો પ્રયત્ન ૯૯) મારી સ્કૂલ બેગ

    ૭૦) આપણે જાગીએ ૧૦૦) સ્કર્ટ, રમત – ગમત

    ૭૧) ક્રોધને કાબૂમાં રાખું છું

    ૭૨) અવાજ

    ૭૩) ‘ના’ કહેવાનું શીખી લીધું છે

    ૭૪) મારા દેશનું ગૌરવ

    ૭૫) હું મહાન બનીશ

    ૭૬) સફળતા મારી સાથે જ હોય છે

    ૭૭) સુવિચારો

    ૭૮) રીમોટ

    ૭૯) ડગલું ભર્યું કે...

    ૮૦) જવાબદારી

    ૮૧) ગુણોનો વિકાસ

    ૮૨) પ્રતિજ્ઞા

    ૮૩) લક્ષ્યપ્રાપ્તિ

    ૮૪) સુરક્ષા કવચ

    ૮૫) સુખી થવાના ૧૦ રસ્તા

    ૮૬) ધ્યેય પ્રાપ્તિ

    ૮૭) અમેરિકાના પ્રમુખ

    ૮૮) સદાચાર

    ૮૯) જીવન ઘડતરનો પાયો

    ૯૦) નહીં માફ નીચું નિશાન.

    અભ્યાસના શ્રી ગણેશ

    જુનથી મારું શૈક્ષણિક કેલેન્ડર વર્ષ શરૂ થશે. જેટ એન્જિનના શોધક ફ્રેક વ્હીટલની જયંતી મનાવશું. વિશ્વ પર્યાવરણ દિન, વિશ્વ દ્રષ્ટિદાન દિન, વિરાંગના રાણી લક્ષ્મીબાઈ પુણ્યદિન, આમ ભણવાની સાથે હું મારું જીવન ઘડતર પણ કરીશ.

    ‘ સર, સાંભળો, કેટલાંક માણસો સ્વપ્નદ્રષ્ટા કે શેખચલ્લીની માફક મોટા મોટા સ્વપ્ન કે તરંગોમાં રાચતાં હોય છે. મોટી મોટી ગુલબાંગો મારતાં હોય છે પરંતુ વાસ્તવમાં એમના એકેય વિચારને આચરણમાં મૂકતા નથી કે એકે સ્વપ્ન સાકાર થતું નથી. શ્રમનું ગૌરવ દર્શાવતી અને પંક્તિઓ છે જેમ કે,

    સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.

    શ્રમ વિનાનું પ્રારબ્ધ નકામું છે.

    શ્રમમાં તો વશીકરણ રહેલું છે.

    ચાકરી કરે તે ભાખરી પામે.

    No Pains, No Gains

    આરામ હરામ હે!.

    જગતમાં કેટલાય મહાપુરુષો પોતાની જાત – મહેનતથી જ આગળ વધ્યા છે. નસીરૂદીન નામનો મુસલમાન બાદશાહ કુરાનની નકલો લખી અને ટોપીઓ ભરી પોતાનું ગુજરાન ચલાવતો. સમ્રાટ અશોક પોતાના કપડાં હાથે જ ધોઈ લેતો. શિવાજી અને હૈદરઅલી સામાન્ય સરદારની સ્થિતિમાંથી ધીમે ધીમે પુરુષાર્થ અને આત્મશ્રદ્ધાના બળે આગળ વધ્યાં.

    જ્યાં સત્ય અને પ્રેમ છે ત્યાં ભગવાન વસે છે.- રેટીનોસ

    ---------------------------------------------------------------- ૦૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જુલાઈથી ગાડી ટ્રેક ઉપર

    જુલાઈ ૧૯૮૩માં તામિલનાડુનાં કલ્પકકમમાં ન્યુક્લિઅર પાવર સ્ટેશન શરૂ થયું હતું. વિશ્વ વસતી દિન ઉજવશું, ગુરુપૂર્ણિમાએ ગુરુવંદના કરશું. લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જયંતી અને કારગિલ યુદ્ધ વિજયદિન ઊજવશું.

    કવિ રાજેન્દ્ર શાહ કહે છે :

    પંડની પેટીમાં પારસ છે પડ્યો,

    વાવરી જાણે તે બડભાગિયો,

    ફૂટેલા ફૂટે છે કરમજી,

    આપણા ઘડવૈયા, બાંધવ આપણે.

    પરીતાના વિચારો સાંભળી ઊર્જા આયોજન વિચારે છે કે, આપણી બંને શાળાના કિશોર – કિશોરીઓ માટે ગૃહસ્થ પરંપરા વિઝ્યુઅલ વડે સમજ આપવી છે. ભારત પાસે રહેલો સાંસ્કૃતિક આધ્યાત્મિક વારસો અને ધર્મગ્રંથોમાંથી લોકોને જીવન જીવવાની પ્રેરણા મળે છે.

    આજની ભાગદોડભરી લાઇફમાં માણસોને વિવિધ પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. જેમાંથી બહાર આવવા અનેક પ્રકારના પ્રયાસો કરે છે. ઉપનિષદમાં દરેક સમસ્યાઓનો અસરકારક ઉકેલ મળે છે.

    ઉપનિષદ એ લોકોને પ્રેરણા આપનાર ગ્રંથ છે. જેમાંથી ખાસ કરીને કિશોરોને ખૂબ શીખવા મળે તેવું સાહિત્ય મળે છે.

    જૂઠૂં બોલનાર વ્યક્તિ ક્યારેય પણ તેના મનમાં શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. – ગાંધીજી

    ---------------------------------------------------------------- ૦૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ઓગસ્ટ ભણતર ભણતર

    ઓગસ્ટમાં ખુદીરામ બોઝ પુણ્યદિન, ૧૨મીએ ઈસરોના સ્થાપક, અવકાશશાસ્ત્રી ભારતીય વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇ જયંતી, ૧૮મીએ સુભાષચંદ્ર બોઝ પુણ્યદિન, ૧૯મીએ વર્લ્ડ ફોટોગ્રાફી દિન, ૨૬મીના રોજ રક્તપિતના સેવાર્થી મધર ટેરેસા જયંતી, ૨૯મીના રોજ ખેલદિન મનાવું છું.

    હું બે વાતનું બરાબર ધ્યાન રાખીશ.

    બે વસ્તુ માટે દિલ માગે મોર – મિત્ર, દેશ

    બે વ્યક્તિની મશ્કરી ન કરવી – અપંગ, ગરીબ

    બે વાતથી હંમેશા બચો – અભિમાન, ખોટા દેખાવ

    બે વાતમાં અડગ રહો – સત્ય, અહિંસા

    બે વસ્તુ પર કાબૂ રાખો – ટેવ, ગુસ્સો

    બે વસ્તુ કોઈની રાહ જોતી નથી – સમય, મરણ

    બે વસ્તુને દુશ્મન માનો – આળસ, નિષ્ઠુરતા

    બે વસ્તુને વિકસાવો – બુદ્ધિ, શરીર

    બે વાત કદી ન ભૂલો – ઉપકાર, ઉપદેશ

    પ્રકાશ અને ઊર્જા બસ Positive સંદેશ આપ્યા જ કરે છે. જેમ કે, તેઓ છાત્રોને વારંવાર બોધપાઠ આપે છે. ‘દરેક વ્યક્તિને રોજ સવારે ભગવાન બે વિકલ્પ આપે છે.’

    (૧) જાગો અને તમને ગમતા સપના પૂરા કરો.

    (૨) સૂતા રહો અને તમને ગમતા સપના જ જોતા રહો..!!

    અપમાન જીરવવું મુશ્કેલ તો છે જ પણ માન જીરવવું એથી યે મુશ્કેલ છે. – ચાંપશી ઉદેશી

    ---------------------------------------------------------------- ૦૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સપ્ટેમ્બરમાં સમજ વધી

    સપ્ટેમ્બરમાં દાદાભાઈ નવરોજી, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન શિક્ષકદિન, ગણિતજ્ઞ અને આંકડાશાસ્ત્રી ડો. ચંદ્રશેખર રાધાકૃષ્ણ અને ભૂદાનયજ્ઞનાં સેવક વિનોબા ભાવેની જન્મ જયંતી મનાવું છું. હિન્દી દિન, એન્જિનિયર્સ ડે, વિશ્વ હ્રદય દિનની ઉજવણીમાં ભાગ લઉં છું.

    મિત્રો, એક સંદેશ કથા કહું છું. જુઓ, સાંભળો, એક મહત્વાકાંક્ષી કિશોરના હાથ જોઈ કોઈ જ્યોતિષીએ તેને કહ્યું: ‘એક વિદ્યાની રેખા સિવાયની તારી બધી રેખા સારી છે. તું સમૃદ્ધિ અને કીર્તિ મેળવી શકીશ પણ વિદ્યા નહિ, કારણ કે એની રેખા તારા હાથમાં બહુ ટૂંકી અને અસ્પષ્ટ છે.’

    ‘તો વિદ્યા વિનાની કીર્તિ ને સમૃદ્ધિને મારે શું કરવું છે? વિદ્યાની રેખા નથી તો હું એ બનાવીશ’ કહી એણે જ્યાંથી એ રેખા અટકતી હતી ત્યાં હાથમાં લાંબો ઊંચો ચીરો પાડ્યો ને નવી રેખા કોરી દીધી.

    આ વિદ્યાર્થી તે આપણા સૌ પહેલા વ્યાકરણના કર્તા અને એના સમયના સૌથી આગેવાન વિદ્વાન પાણિની.

    મિત્રો, સમજણથી મોટી સંપતિ બીજી કોઈ નથી. આપતિથી મોટી કોઈ પાઠશાળા નથી. માનવતાથી મોટો ધર્મ નથી. સમયથી મોટો કોઈ મલમ નથી. મા-બાપથી મોટો ભગવાન નથી.

    જે માનવી પોતાના મિત્રને મદદગાર ન

    થાય તે સાચો મિત્ર નથી. – ઋગ્વેદ

    ---------------------------------------------------------------- ૦૪ ---------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ઓક્ટોબરમાં પ્રવાસ

    ઓક્ટોબરમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મહર્ષિ વાલ્મીકિ, ડો. હોમી ભાભા, આલ્ફ્રેડ નોબલ અને સરદાર પટેલ જયંતી ઉજવું છું. એરફોર્સ, તાર-ટપાલ, વિશ્વ અન્ન દિન, વિશ્વ માનવ દિન, રાષ્ટ્રીય સેવા યોજના દિન અને વિશ્વ બચત દિન મનાવવામાં હું જોડાઉ છું અને પ્રવાસ તો મને બહુ જ ગમે છે.

    પ્રવાસમાં છાત્રોને દરેક પ્રવાસમાં નવું નવું જાણવા માણવા મળે છે. શાળામાં છાત્રોને હોકી, ક્રિકેટ, બાસ્કેટ બોલ, વોલીબોલ, કબડ્ડી જેવી રમતો માટે વિશેષ કેમ્પ યોજાય છે. માઉન્ટ આબુ, દીવ, દમણ ટ્રેનમાં સૂતા સૂતા આબુ રોડ લઇ જવાય છે. ત્યાંથી માઉન્ટ આબુ રોડથી ગાડીમાં જવાનું પછી ઊર્જા કિશોર-કિશોરીઓ સાથે બાઈક રેન્ટ પર લઇ બાઈક ચલાવીને માઉન્ટ આબુના દરેક વિસ્તારમાં મન ભરીને માણે છે.

    કિશોર-કિશોરીઓને સ્વતંત્ર રીતે પર્વતો, ગ્રીનરી અને સાંકડા રસ્તા વચ્ચે રાઈડીંગની મજા માણવા દરેક છાત્ર માત્ર રૂ. ૨૦૦/-માં આખો દિવસ ગાડી ફેરવે છે. તાડના વૃક્ષો વચ્ચેની બાઈકીંગ કરવાની મજા પણ કંઇક ઓર છે.

    પ્રકાશ અને ઊર્જા પાસે એક એક ક્ષણ ઉપયોગી છે. તેઓ તો જીવનની એક એક ક્ષણ માણે પણ કિશોર-કિશોરીઓ જીવન માણવાનું શીખવે છે. કિશોરો માટે, સમાજ માટે જેટલું કરી શકાય તે કરવાની આશાથી અભ્યાસ દરમિયાન વૃદ્ધ અશક્ત દર્દીઓને ઘરે બેઠા દવા લાવી આપવાનું કામ કરવાનું શીખવાય છે.

    સ્ટુડન્ટ્સને માલેગાંવના સુપરમેનની ડોક્યુમેન્ટરી દર્શાવાય છે. ફિલ્મમાં હોલિવુડનો સુપરમેન પૃથ્વીવાસીઓનું રક્ષણ કરે છે. જયારે આ હીરો માલેગાંવના લોકોને બચાવવા મદદ કરે છે.

    દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાન ભંડાર છે.

    જે પળ આપે તે કોઈ ન આપે. – ધૂમકેતુ

    ---------------------------------------------------------------- ૦૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    નવેમ્બરે અમને જગાડ્યા

    નવેમ્બર મહાન વૈજ્ઞાનિક મેરી ક્યૂરી, મૌલાના અબુલ કલામ, બાળદિન જવાહરલાલ નહેરુ, ઇન્દીરા ગાંધી, રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી ઉપરાંત અંગ્રેજોના લાથીમારના શહીદ લાલા લજપતરાય, ડો.સી.વી. રામનના પુણ્યદિને વંદન કરું છું. શિક્ષકો તો મારા પ્રાણ છે.

    શિક્ષક, શિક્ષક બને તે પહેલાં તેણે ઘણી તૈયારી કરવી પડે છે. તેણે ઘણી તાલીમમાંથી પસાર થવું પડે છે. શિક્ષક જો નિષ્ઠાવાન હોય તો આ તાલીમને તેને પોતાના બાળકના જીવન ઘડતરનું કર્તવ્ય બજાવવામાં ખૂબ મદદરૂપ બની શકે તેમ છે.

    શિક્ષકો માફક માતા-પિતાઓએ અનિવાર્ય સજ્જતા કેળવવી પડશે. જેમ કે બાળકને જે શીખવવાનું છે તે શીખવવાની આદત, બાલમાનસનીજાણકારી, બાળકના ઉછેરની આવડત, બાળકને જે શીખવવાનું છે તેની જાણકારી મેળવવી.

    પ્રકાશ-ઉર્જાને કહે છે : જાગો, ઊર્જા મેડમ, જાગો.ચાલો સૌને જગાડીએ!

    પરીતા, પ્રકાશ અને ઊર્જાને પૂછે છે, ‘પ્રકાશ સર, ઊર્જા મેડમ મેં મારા કિશોર મિત્રો માટે પુરુષાર્થનું મહત્વ લખ્યું છે, સંભળાવું?

    ‘અરે, સંભળાવ પરીતા સંભળાવ!’

    પછી તો પરીતાએ સૌને પુરુષાર્થનું મહત્વ સમજાવ્યું

    આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી

    દેવો એનું નામ ચિંતા છે. – કેમ્પ

    ---------------------------------------------------------------- ૦૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ડિસેમ્બરમાં ડોકયુમેન્ટરી

    ડીસેમ્બર ડો. રાજેન્દ્ર પ્રસાદ, વનસ્પતિ શાસ્ત્રી ક્મલાકાંત પાડે, ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજની જન્મ જયંતી ઉપરાંત સેવાદિન, રાષ્ટ્રીય ઊર્જા, બચત દિન, ગણિત દિન, કિસાન દિન તેમજ સરદાર પટેલ, ચક્રવર્તી રાજગોપાલાચારી પુણ્યદિને પ્રાર્થના કરું છું.

    બસ નવું નવું જાણ્યા જ કરું છું. સુપરમેન કઈ રીતે હવામાં ઊડે છે, સ્ટંટ કેમેરાવર્ક વગેરેનું મેકિંગ એક કોમેડી છે.

    આ ડોક્યુમેન્ટરી ફિલ્મને રસથી સ્ટુડન્ટ્સે માણી હતી. ખેતરોમાં એક્ટ્રેસ સાથે ગીતો ગાતા ડાર્ક રંગનો સુપરમેન એન્ટરટેઈનમેન્ટ આપે છે. એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર સ્ટ્રગલ કરે છે તેને બહુ સારી રીતે બતાવવામાં આવે છે છાત્રોને મજા પડી જાય છે.

    ઊર્જા અને પ્રકાશ વડીલોને તેમના માતાપિતાને સમજાવે છે કે, ‘સિગારેટનાં પેકેટ કે ગુઠકાના પાઉચ ઉપર જેવી કાનૂની ચેતવણી આપે છે. તેવી બાળકોનાં કપાળ ઉપર પણ ચેતવણી લખાઈને આવવી જોઈએ કે બાળકોનો ઉછેર કરવો એ અયોગ્ય માટે જોખમી છે. આ વાંચીને કેટલાંક માબાપો ચોંકી જશે અને કહેશે કે બાળક તો ઈશ્વરનો અંશ છે એ સ્વાસ્થય માટે હાનિકારક કેવી રીતે હોઈ શકે?

    પોતાના સદગુણો સિવાય બીજું કશું જ શાશ્વત નથી. – વોલ્ટ વિટ્મેન

    ---------------------------------------------------------------- ૦૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જાન્યુઆરીથી સૌ વધુ જાગૃત

    જાન્યુઆરી ભારતીય વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાના, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ, મહાદેવ ગોવિંદ રાનડે, લાલા લજપતરાયના જન્મદિને તેમજ લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યદિન, ડો. હોમીભાભા પુણ્યદિન, ગાંધી નિર્વાણદિન, રાષ્ટ્રીય યુવા દિન, મહિલા મુક્તિ દિન વગેરેમાં હું સહભાગી થાઉં છું.

    અમારો ઉછેર કરવામાં, ભારે આનંદ સમાયેલો છે, પણ તેમાં કેટલીક સાવધાનીઓ વર્તવામાં ન આવે તો ક્યારેક આપણે નાની મોટી ઈજાઓનો ભોગ બનવું પડે છે.

    માનો કે મમ્મી અથવા પપ્પા આરામથી સોફા ઉપર બેસીને ટીવી જોઈ રહ્યાં છે કે છાપું વાંચી રહ્યાં છે. ઘણી વખત માબાપ બાળકને પીઠ પાછળ બેસાડી ઘોડોઘોડો રમાડતાં હોય છે.

    આ માટે બાળકને તાલીમ આપવી જોઈએ કે ઓચિંતા આવીને પેટ ઉપર કે છાતી ઉપર કૂદકો ન મરાય. બાળક રમતાં રમતાં આખા ઘરમાં રમકડાં ઉડાડે છે. પિચકારીથી રમતાં તે ઘરમાં પાણી પણ ઢોળે છે. આવું ન બને તે માટે બાળકને જ તાલીમ આપવી જોઈએ કે રમી લીધા પછી રમકડાં બાસ્કેટમાં ભરીને યોગ્ય સ્થાને મૂકી દેવા અને પાણીની રમતો તો બાથરૂમની અંદર અથવા કમ્પાઉન્ડમાં જ રમવી. ઘરમાં સગવડ હોય તો રમતગમત માટે અલગ ઓરડો જ ફાળવી દેવો જોઈએ.

    જનની અને જન્મભૂમિ સ્વર્ગ

    કરતાં ચઢીયાતાં છે. – વાલ્મીકિ

    ---------------------------------------------------------------- ૦૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ફેબ્રુઆરીમાં તૈયાર

    ફેબ્રુઆરીમાં કલ્પના ચાવલા, ગોપાલકૃષ્ણ ગોખલે, ચંદ્રશેખર આઝાદના પુણ્યદિન, વિશ્વ કેન્સર દિન, પ્રાદેશિક ભાષાદિન, માતૃભાષા ગૌરવ દિન, ઉપરાંત થોમસ આલ્વા એડિશન, સરોજિની નાયડુ, દયાનંદ સરસ્વતી, ચાર્લ્સ ડાર્વિન, રામકૃષ્ણ પરમહંસ, ગેલીલિયો, શિવાજી અને મોરારજી દેસાઈની જયંતી ઉજવીએ છીએ.

    હેરિટેજ અવેરનેસના ભાગરૂપે સ્ટુડન્ટ્સને વારસો, ઐતિહાસિક મહાકાવ્યો, પૌરાણિક કથા, પરંપરા, રીતરિવાજો, પરના પ્રશ્નો પૂછવાનું નક્કી થાય છે. ધોરણ નવના વિદ્યાર્થીઓ પણ જોડાય છે. ડાયરી લખવા માટે પણ આયોજન થાય છે. વોટ્સએપ પર વીડિયો જોતી અને ટ્વીટર પર ટહુકા કરતી નવી જનરેશનમાં આમ તો લેખન અને વાંચન ઘટતું જાય છે. તેમ છતાં હજુ પણ એવા કિશોર-કિશોરીઓ છે જે પોતાના રોજિંદા જીવનના ઘટનાક્રમો, અનુભવો અને ખાટી મીઠી સંવેદનાઓને ડાયરીમાં કંડારે છે.

    આ સીરીયસ હોબી આજે પણ નવી પેઢીમાં જળવાઇ રહી છે. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, અબ્દુલ કલામ નેલસન મંડેલા, સ્ટીવ જોબ્સ જેવા વિશ્વના મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર દરેક લોકોના માટે પ્રેરણા સમાન છે. તેમના જીવનની વિવિધ ઘટનાઓ માંથી આજે પણ લાખો લોકો પ્રેરણા લે છે.

    જગતમાં બુદ્ધિનો સૌથી વધુ દુરુપયોગ માનવપ્રાણી જ કરે છે.

    – સ્વામી વિવેકાનંદ

    ---------------------------------------------------------------- ૦૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    માર્ચમાં ભણતર અને સેવા

    સરોજિની નાયડુ, શ્યામજી કૃષ્ણ વર્માના પુણ્યદિન, આલ્બર્ટ આઇન્સ્ટાઇનની જયંતી, આંતરરાષ્ટ્રીય મહિલા દિન, વિશ્વ જલદિન, વિશ્વ વન દિન ઉપરાંત શહીદ દિને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને વંદના કરીને માર્ચ મહિનામાં પરીક્ષાની પણ બરાબર તૈયારી કરું છું.

    વિશ્વની આ મહાન વ્યક્તિઓ પણ પોતાના જીવનની વિવિધ ઘટનાઓને ડાયરી સ્વરૂપે કંડારતા હતાં જેના પરિણામ સ્વરૂપ આજે તેમની આદર્શ વાતો જાણવા મળે છે. ડાયરી એ એકાંતમાં લખાતી અને પરિવર્તન કરતી સારી ટેવ છે. જીવનના તમામ ઉતાર-ચઢાવ ડાયરીમાં લખવા પાછળનું મુખ્ય કારણ ભૂતકાળમાં બનેલી કોઇપણ ઘટનામાંથી કેવી રીતે વર્તમાનમાં સારો બોધ પાઠ લઇ શકાય અને બીજું કે માણસ જયારે પોતાની અંદર ચાલતી કોઈ સમસ્યા કે મૂંઝવણ પોતાના પરિવાર કે સગાસંબંધીઓને શેર નથી કરી શકતો તે વાતોને તે બુકમાં લખીને પોતાના મનને હળવું બનાવી દે છે. ડાયરી માણસના મનનો અરીસો છે.

    ઊર્જા અને અન્ય કિશોર-કિશોરીઓ એન.સી.સી.માં જોડાયેલા છે. તેને સાથે રાખી કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપર રહેતા અને ઠૂંઠવાતા લોકોને ધાબળા ઓઢાડવા નીકળે છે.

    ક્ષમા દિલથી આપવી એ એક ઊંચી સિદ્ધિ, ભારે તપશ્ચર્યા,

    ઉત્કટ કલા છે. – ઇસુ ખ્રિસ્ત

    ---------------------------------------------------------------- ૧૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    એપ્રિલ ફૂલ નહીં.. ગુલમોર ફૂલ

    એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન, મંગલપાંડે પુણ્યદિન, જલિયાંવાલા બાગદિન, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, તાતીયા તોપે પુણ્યદિન, ૧૨ એપ્રિલ વિશ્વનું પ્રથમ સ્પેસ શટલ કોલમ્બિયા અમેરિકાએ મુક્યું. તા. 19 એપ્રિલ પ્રાચીન ખગોળ વૈજ્ઞાનિક આર્યભટ્ટના નામનો પ્રથમ ઉપગ્રહ ભારતે છોડ્યા વિગેરે માહિતી મેળવું છું.

    રોજ નવા નવા વિચારો મારામાં ગ્રહણ કરું છું.

    (૧) સપનાને હકિકતમાં બદલવાના ૩ ઉપાય

    લક્ષ્ય નિશ્ચિત અને સ્પષ્ટ કરો.

    એ મેળવવાનો પ્લાન બનાવો.

    ઉપરના બંને વાક્યોને રોજ બે વાર વાંચો.

    ૨) પાટું મારી પાતાળમાંથી પાણી કાઢે તે ગુજરાતી. હામ ભરી વ્યાપાર કરે તે ગુજરાતી, સાહસ કરી સફળતા મેળવે તે ગુજરાતી. ઘુઘવતાં સાગરને ચેલેન્જ કરે તે ગુજરાતી.

    ૩) સમય એ તમારી જિંદગીનો સિક્કો છે, તમારી પાસે માત્ર એક જ સિક્કો છે, બીજાઓ તે તમારા માટે વાપરી શકે, એટલી કાળજી રાખજો.

    ૪) નીચે પડવું એ કાંઈ હર નથી, હાર એ છે કે જયારે તમે ઊભા થવાની ના પાડો.

    સૌની ઉન્નતિની વાતો વિચારવી જોઈએ.

    એમાં સૌની પ્રગતિ રહેલી છે. – દયાનંદ સરસ્વતી

    ---------------------------------------------------------------- ૧૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મે મહિનામાં મજા – મજા....

    મે મહિનો ભલે વેકેશન હોય પણ ગુજરાત રાજ્ય સ્થાપના દિન, રવીન્દ્રનાથ ટાગોર, શંકરાચાર્ય, ડો. આર. ડી. દેસાઈ, મહારાણા પ્રતાપ, રાજારામ મોહનરાયની જયંતીએ તેઓનું સ્મરણ કરું છું. રાષ્ટ્રીય એકતા, રેડક્રોસ દિન વગેરેની પણ ઉજવણી કરી લઉં છું. સુવિચારોનો સંગ્રહ કરી વારંવાર વાંચુ છું. જેમ કે,

    મોઢામાંથી નીકળી ગયેલા શબ્દ અને હાથમાંથી સરી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો.

    દુનિયામાં નોખાની નહી પણ અનોખાની બોલબાલા છે.

    જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરવાના બે નુસખા : જે વિચારો તે બધું બાલો નહી અને જે બોલો તે બધું વિચારીને બોલો.

    જે વ્યક્તિ તમારા દુ:ખમાં સાથ ન આપે, તેને તમારા સુખમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી.

    સુવિચાર અમલ કરવાથી જ જીવન સુધરે છે.

    દુ:ખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે. સ્વામી વિવેકાનંદ

    જે સમયને વિતાવવામાં તમને આનંદ આવતો હોય તે સમય વેડફાઈ ગયો ન કહેવાય.

    બીજા સાથે એવી જ ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.

    તમે સદાય માટે તો કોઈને મૂર્ખ નહિ જ બનાવી શકો. – અબ્રાહમ લિંકન

    ---------------------------------------------------------------- ૧૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારું મન

    દોરા – ધાગા, જંતર – મંતર, ભુવા – ભરાડી, તાંત્રિક – જ્યોતિષની મેલી વિદ્યામાં પડવા કરતાં શ્રધ્ધાપૂર્વક ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. આજે લેભાગુ તત્વો નબળા મનના, ભોળા, આળસુ, કામચોર અને ચમત્કારમાં માનતા લોકોને છેતરે છે. આર્થિક રીતે પાયમાલ કરે છે. બાધા, આખડી અને માનતા રાખવા કરતાં મહેનત કરીએ અને શ્રદ્ધાપૂર્વક ઈશ્વરની આરાધના કરવાથી સુંદર ફળ મળે જ છે.

    ‘અશાંત મનને શાંત કરવા માટે લોકો બહાર ફાંફાં મારે છે. ભૌતિક સુખ – સગવડો, મોજ – શોખ, ખાણી – પીણી, ટીવી, અન્ય ધાર્મિક ક્રિયાકાંડો અને કથા – વાર્તાઓમાં ભાગ લે છે પણ મૂળ વાત કોઈ પકડતું નથી. વસ્તુ જ્યાં ખોવાઈ હોય, ત્યાંથી શોધવી જોઈએ ને? અશાંતિ મનમાં જન્મી છે તો તે દૂર કરવા માટે મન પાસે જ જવું પડે. અંત: કરણની શુદ્ધિનો જ ઉપાય શોધવો જોઈએ. ‘ગત: એમવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો:’, તે સાચું જ છે મન જ બંધન અને મુક્તિનું કારણ છે.

    જીવવું હોય તો પૂરા માનવી બનીને જીવો. – અશો જરથુસ્ત્રા

    ---------------------------------------------------------------- ૧૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અમારી પ્રતિજ્ઞા

    શાળામાં વિદ્યાર્થી વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ ગદગદિત થઇ પ્રતિભાવ આપતા હતાં. એમાં અમે વિદ્યાર્થી ઊભા થયાં અને પ્રતિજ્ઞા લેતાં બોલ્યાં હતા.

    અમે આજથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે, વીજળી, પાણી, વાણી, ઇંધણનો સદુઉપયોગ કરશું અને લોકોને પણ જાગૃત કરશું.

    મા-બાપ ઈશ્વર કરતા વધારે મહત્વના છે કેમ કે ઈશ્વરે આપણા ભાગ્યમાં સુખ અને દુઃખ બંને લખ્યા છે. જયારે મા-બાપ ફક્ત સુખ જ લખે છે.

    આપણા માટે આપણા માતા-પિતાએ ઘણી મહેનત કરીને આપણને આપણા સ્વપ્ન પુરા કરાવ્યા છે. તેથી માતા-પિતાના જે પણ સ્વપ્ન હોય તેને આપણે પૂર્ણ કરવા જ જોઈએ.

    માણસ પૈસાને બચાવે તે જરૂરી છે પણ બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે તે વધારે જરૂરી છે.

    એટલું મીઠું ન બોલો કે લોકો તમને ગળી જાય, એટલું કડવું ન બોલો કે લોકો તમને થૂંકી દે.

    મને કોઈની જરૂર નથી એમ માને તે સ્વાર્થી, સહુને મારી જરૂર છે.

    એમ માને તે અભિમાની, હું કોઈને જરૂરી બનું એમ માને તે પરોપકારી, સહુ મારા માટે જરૂરી છે એમ માને તે નમ્ર.

    જેને સત્ય પ્રાપ્ત કર્યું છે એ સૌથી સુખી છે. - ભગવાન બુધ્ધ

    ---------------------------------------------------------------- ૧૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અમે નસીબદાર છીએ....

    ભારત દેશમાં વિશ્વમાં સૌથી વધુ યુવાન છે અને તેથી ભારત દેશને કોઈ પરાસ્ત કરી શકે તેમ નથી. ભારત તો ભારત જ છે. કોઇપણ રીતે ભારત દેશને કોઈ દેશ પાછો પાડી શકે તેમ નથી. આવી બુલંદ વાત શાળામાં છોટે-વિવેકાનંદ તરીકે ઊભરી આવેલા જયે વાર્ષિકોત્સવમાં વ્યક્ત કરી હતી. અમે પણ સાથે જોડાયાં હતાં.

    અમે નસીબદાર છીએ કે, આ બાબતે સાયન્સ એક્સપેરિમેન્ટમાં ક્રિએટીવ થોટ પણ ડિસ્પ્લે કરાવે છે. સ્કૂલ સ્ટુડન્ટ્સ દ્વારા ગુજરાતના બેસ્ટ એન્ટરપ્રિન્યોરના ઈન્ટરવ્યૂ કરીને તેમના અનુભવોને વિઝ્યુઅલ ફોર્મેટમાં દેખાડે છે.

    સ્વચ્છતાનો સંદેશો આપવા માટે સ્કૂલમાં બાળકોને ખાસ પ્રકારના કોસ્ચ્યુમ પહેરાવે છે. ગ્રીન થીમ હેઠળ સ્કૂલના બાળકો દ્વારા ગ્રીન સિટીનું મોડલ રજૂ થાય છે. વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોત દ્વારા શહેરના ઊર્જાના પ્રશ્નો કેવી રીતે ઉકેલવા તેના માટે મેસેજ મળે તેનું જ્ઞાન આપવામાં આવે છે.

    ઊર્જા અને પ્રકાશ શ્રેષ્ઠ નાગરિક બનાવવા છાત્રોને ભણતરની સાથેસાથ ગણતર પણ સતત શીખવ્યા જ કરે છે.

    જાગૃતિ માગી હતી, નિદ્રાધીન જીવનમાં

    લાંબા વર્ષો નહીં. – ધૂમકેતુ

    ---------------------------------------------------------------- ૧૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારી દિનચર્યા

    વર્ગમાં ઉમાબહેન મીઠા અવાજે નિષ્ઠાથી અને પ્રેમથી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ‘વૈષ્ણવનજ’ પદ ગવડાવ્યું. પછી નરસિંહ મહેતાની ભક્તિ ભાવના સમજાવી. તાસની છેલ્લી દસ મિનિટ બાકી હતી. રોજનો નિયમ હતો કે, વિદ્યાર્થીએ રોલ નંબર પ્રમાણે પોતાની દિનચર્યાની એક સરસ વાત કરવાની. મેં પણ મારી દિનચર્યા સરસ રીતે રજૂ કરી હતી.

    ઊર્જા અને પ્રકાશે નવજીવન શાળામાં સુવાક્યોને લખાવ્યાં પછી એનસીસીની કિશોરીઓને બ્યુટીપાર્લરમાં જવા કરતા એનસીસીમાં વધુ રસ લેવાથી આર્મીને સમજવાની અને પોતાને ફીટ રાખવા માટેની ઉતમ ટ્રેનિગ એને કેડેટમાંથી મળે છે.

    સૌથી રસપ્રદ વાત એ છે કે એનસીસીમાં તમને રાયફલ શૂટિંગનો અનુભવ થાય છે. ઉર્જાની એક કિશોરી એનસીસી અંગે કહે છે કે, ‘હું નાની ઉમરે પણ રાયફલ ચલાવું છું. જે મને જીમમાં ચલાવવા મળતી નથી. એનસીસી એ વિશ્વનુંપહેલું યુનિફોર્મ પહેરનારું ગ્રુપ છે અને તેમાં લીધેલી ટ્રેનિગથી વિદ્યાર્થી સેલ્ફ ડિફેન્સ તો શીખે જ છે ઉપરાંત રોજરોજની મહેનત કસરતો દ્વારા જીમ કરતા પણ સરસ શરીર બનાવે છે.

    તમારા પેટને પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવશો નહિ. –હજરત અલી.

    ---------------------------------------------------------------- ૧૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પ્રતિજ્ઞા

    પ્રથમ તાસને પંદર મિનિટની વાર હતી. મેદાનમાં વડલા નીચે જય, વિજય, ઉત્તમ, ઉત્પલ સરસ મજાની વાતો કરતાં હતાં ગાંધી જયંતીની ઉજવણીનો કાર્યક્રમ હતો. ‘મિત્રો, આજે આપણે સૌ આશ્ચર્ય પામે તેવી પ્રતિજ્ઞા લેવી છે. ગાંધીજીના ત્રણ વાંદરાની વાર્તા પ્રમાણે : મોઢેથી ખરાબ બોલશું નહીં, આંખથી ખરાબ જોશું નહીં અને કાનથી ખરાબ સાંભળશું નહીં.

    કિશોરી – કિશોરીઓને ભણવાની સાથે ઈતર પ્રવૃતિ પણ બહુ ગમે છે. શાળામાં ભણતા – ભણતા માનવતાની પ્રવૃત્તિઓ કરતા વિદ્યાર્થીઓમાં અજય સૂત્રધાર હતો. તે મિત્રોને શીખવતો, આપણે બચાવેલા પૈસાથી આપણે ગાયને ઘાસ ખવડાવશું,પંખીને દાણા નાખશું, કૂતરાઓને રોટલો આપીશું.આપણે આજથી દેઢ નિર્ધાર કરશું કે,ભણવાની સાથે સાથે માનવતાનાં કાર્યો પણ કરશું.

    બધા મિત્રો, એક સાથે બોલી ઊઠયાં: ‘જરૂર, આપણે માનવધર્મ પણ બજાવીશું,માનવતા જેવા બીજો એકેય ધર્મ નથી, ખરુંને અજય ?

    ઊર્જા અને પ્રકાશ ગુજરાતી ભાષા કિશોર – કિશોરીમાં કેમ પ્રિય થાય તેના માટેના બધાંજ હૃદયથી પ્રયત્નો કરે છે અને તેમાં તેઓને જબ્બર પ્રતિસાદ મળ્યો છે.

    નમ્ર હોય,માયાવી ન હોય,ધીર પ્રકૃતિના હોય તે

    સુવિનીત કહેવાય છે. –મહાવીર સ્વામી

    ---------------------------------------------------------------- ૧૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ


    અનુભવની દુનિયા

    મને શાળામાં પ્રાયોગિક કાર્ય કરતા અનુભવની દુનિયામાં જવા મળે છે. વૈજ્ઞાનિક અવલોકનની ટેવ ખીલે છે. મૌલિકતા તથા આયોજન શક્તિ વધે છે. પ્રાયોગિક કૌશલ તથા ચીવટ સમૃધ્ધ બને છે. નાચતી મીણબત્તી, પ્રયોગો અમે બનાવ્યા છે.

    સવાર સવારમાં લફિંગ ક્લબમાં ભાઈઓ – બહેનો હાસ્યના ફૂવારા રેલાવતા હતા. કેટકેટલાય વૃક્ષોથી ગાર્ડન શોભતું હતું. ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમમાં રમતવીરો રમતા હતા. બાળકોનો બગીચો, લપસણીઓ ઉઠક બેઠક, હીંચકા,ચકરડી તો ભરેલી જ રહેતી.

    શહેરના દાનવીર રસિકભાઈને થયું કે, આબગીચામાં કિશોર – કિશોરીઓ માટે ટ્રાફિક પાર્ક બનાવીએ તો ટ્રાફિકનું જ્ઞાન કિશોર – કિશોરીઓને મળે અને અકસ્માતો નિવારી શકવામાં મદદરૂપ થવાય.

    ટ્રાફિક પાર્ક માટે કામગીરી શરૂ થાય છે. ટ્રાફિક સિગ્નલો બને છે. લાલ, પીળી, લીલી, લાઇટના સિગ્નલ ટ્રાફિક પાર્કમાં મુકવામાં આવે છે.રસ્તો ઓળંગવા માટેના, ડાબી – જમણી બાજુના ચિન્હોનો ટ્રાફિકના નિયમના બોર્ડ સરળતાથી સમજાઈ જાય તેવા ટ્રાફિક માટેના સૂત્રોના બોર્ડ મુકાય છે.

    ટ્રાફિક પાર્ક તૈયાર થઇ જાય છે. કિશોર – કિશોરીઓને ટ્રાફિક પાર્ક અર્પણ કરવાનો કાર્યક્રમ ગોઠવાય છે. રસિકભાઈ નગરના કિશોર – કિશોરના હાથે ટ્રાફિકપાર્કનું ઉદ્દઘાટન કરાવી તેઓને જ ટ્રાફિક પાર્ક સોંપે છે.

    જ્ઞાન ઘમંડી, ગંભીર, આત્મ કેન્દ્રિત ન હોવું જોઈએ. – ખલીલ જિબ્રાન

    ---------------------------------------------------------------- ૧૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    શાળા અમારું મંદિર

    શાળા એ અમારું ઘર છે,સરસ્વતીનું પવિત્ર મંદિર છે. તેની સ્વચ્છતા પૂરેપૂરી જાળવું છું. શાળાના વર્ગો અને ફર્નિચરનું જતન કરું છું. શાળાનું મેદાન, પાણી પીવાની ઓરડીને સુરક્ષિત અને સ્વચ્છ રાખું છું. આમ હું અને મારી શાળાના વિદ્યાર્થીઓ સંયમમાં રહી આનંદ અને ઉલ્લાસનો અનુભવ કરીએ છીએ. એટલું જ નહિ અને ભાવિ જીવનનું ભાથું મેળવીએ છીએ.

    વાર્તા શિબિરમાં પૂર્વી ‘માળીદાદા’ નામક કિશોરકથા લઈ આવે છે. વિક્ટોરિયા પાર્ક નામનું ઉપવન હતું. પાર્કમાં રવિવારે તો મેળો જામતો હતો. કેટલાક પરિવારો તેના બાળકોને, કિશોરોને લઈ પાર્કમાં ભોજન કરવા આવતા હતાં. પાર્કની ફરતે દીવાલ ઉપર શહેરના કિશોર – કિશોરીઓએ સુંદર ચિત્રો દોર્યા હતા. તેમાં કેટલાકે પાણી બચાવો, વીજળી બચાવો,પેટ્રોલ બચાવો, વૃક્ષ વાવો, દીકરો – દીકરી સમાન ગણોના સંદેશ આપતા સુત્રો લખ્યા હતાં.

    પાર્કમાં લાઉડ સ્પીકર ગોઠવી કર્ણપ્રિય ગીતો અને સંગીત વાગતું હતું. લગભગ ત્રણ કિ.મી.માંપાર્ક ફેલાયેલું હતું. પાર્કમાં ડીંડલિયો, પાંજાળો હાથિયો થોરથી લઈ આંબા – આંબલી, દાડમ, ચીકુ, જમરૂખ, શેરડી, નાળિયેરના ઘટાદાર વૃક્ષો હતા. પાર્કમાં વનમાળી દાદા ‘માળી દાદા’ તરીકે બહુ જાણીતા થઈ ગયા હતા.વનમાળી દાદાનું પાર્કમાં જ ઘર હતું. માળી દાદા શાળાના બાળકો પ્રવાસમાં આવે એટલે સામે ચાલી બાળકોને ચીકુ, દાડમ, જમરૂખ ખવડાવતા હતા. ક્યારેક ક્યારેક તો પાકી કેરી ખવડાવે.

    આપણા યુવાન નાગરિકોની જવાબદારી ઘણી

    મોટી છે. લાલબહાદુરશાસ્ત્રી

    ---------------------------------------------------------------- ૧૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પુસ્તકો મારા મિત્રો

    ‘સ્વામી વિવેકાનંદજી એક અસાધારણ પ્રતિભા’ વિષય ઉપર વકૃતૃત્વ સ્પર્ધામાં મે કહ્યું હતું: વાણી, વર્તન અને વિચારો, અરે જેની રગે રગમાં વિનયની સરવાણી વહે છે. વિવેક જેનો આનંદ છે એ જ વિવેકાનંદ. કુશાગ્ર બુધ્ધિ અને અદ્દભુત સ્મરણ શક્તિવાળા વિવેકાનંદના શક્તિદાયક વિચારો હું નિયમિત ગ્રહું છું.

    જૂના પુસ્તકો વેચતાં યુસુફભાઈ અને સવજીભાઈ મજાના માણસો છે.

    પૈસા લઇ રીંકલ યુસુફભાઈ અને સવજીભાઈની રેંકડીએ આવે છે અને મનગમતા પુસ્તકો ખરીદે છે.

    રીંકલના મનમાં એક જ ધૂન છે. પુસ્તક જ માણસની દુનિયા બદલી શકે તેમ છે.રીંકલ કહે છે કે,

    પ્રભુ વિસ્તાર આપ્યો છે ગગન આપો મને ,

    પુસ્તક રૂપી પાંખે ઉડાન આપો મને!

    રીંકલ ટોલ્સટોય, વિવેકાનંદ, ડેલ કાર્નેલી, ગાંધીજી, ભગવત ગીતા, અબ્દુલ કલામનું ‘અગનપંખ’ જેવા કેટલાંક ઉમદા સંદેશ આપતા પુસ્તકો ખરીદ્યા છે અને મનભરી વાચ્યાંછે, માણ્યા છે. રીંકલને પુસ્તક મળે એટલે તેને તો જાણે ગગન મળી ગયું હોય તેવો અનુભવ થાય છે.

    પીઠ પાછળ દીવો રાખનારને સામે હંમેશાં પડછાયો જ

    દેખાય છે. – રવીન્દ્રનાથ ટાગોર

    ---------------------------------------------------------------- ૨૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ


    વિદ્યાર્થીઓમાં એકાગ્રતા

    વિદ્યાર્થીમાં એકાગ્રતા, પ્રસન્ન્તા અને સ્વચ્છતા વધે તે માટે મારા પ્રતિભાવ એ છે કે, વિદ્યાર્થીને ચિત્રમાં રૂચી હોય, તો તેમાં આગળ વધે, સંગીતમાં રસ હોય, તો તેમાં આગળ વધે, વાંચન વક્ર્તૃત્વ, લેખન, રમતમાં રસ હોય તો તેમાં આગળ વધવાની તેની એકાગ્રતા,પ્રસન્ન્તા,સ્વસ્થતા વધશે.

    કિશોરકથા લેખન શિબિરના પહેલા સ્પર્ધક અભય વાર્તા લખે છે: કેમ છો જેરામ દાદા? કેમ છો જબુ મા? મજામાંને? સંધ્યા માટે જેરામભાઈએ ખાટલો ઢાળી દીધો. જુઓ જેરામદાદા, જ્બુમા તમારે બંનેએ આશ્રમમાં રોજ સાંજે વાળુ પાણી કરીને ભણવા આવવાનું છે. સંધ્યાની વાત અટકાવતાં જ્બુમા બોલ્યાં: ‘હવે, આ ઉંમરે ભણવાનું? અમારાં છોકરા વહુને ભણવા લઈ જાઓ.’

    ‘જ્બુમા, આ તો તમે સારી વાત કરી, મારા દાદા અને તમારાં છોકરા – વહુ બધાં સાથે મળીને ભણવા આવજો હો? અરે ગામડાના જુવાનો તો ઘરે બેઠાં ભણી શકે છે. નાની – મોટી નોકરી કરે, ઘરમાં થોડી ઘણી મદદ કરે, પોતાનો ખર્ચ કાઢે અને પાછા ભણતાં જાય. ભણતર તો ગમે તેટલી ઉંમરે લેવાય હો? અમારે તમને ભણાવવા છે, તમે અમને ગણાવજો.’ જ્બુબેન જેરામભાઈ રાજીરાજી થઈ ગયાં

    સફળતાની ચાવી કહું? ખંત, અનુભવ,સાવધાનતા અને આશાને

    મિત્રો બનાવો – સ્ટોકર

    ---------------------------------------------------------------- ૨૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ


    વિજ્ઞાન નગરી...

    આજે સ્કીલ, ક્રિએટીવીટીની આવશ્યકતા છે અને તેના પાયામાં અન્ડર સ્ટેન્ડીંગ જરૂરી છે. મેમરીની આવશ્યકતા થોડા ઘણે અંશે છે એમ હું માનું છું. જો વિદ્યાર્થીઓનો વિકાસ કરવો હોય તો આજના વિકસતા શિક્ષણનાં ત્રણ સ્તંભો તરીકે ટેક્નોલોજી, કોમ્પ્યુટર પાસાને આવરી શકાય.

    મહાનગરી મધ્યમાં મોટાં બગીચામાં વિજ્ઞાનનગરી આવેલી છે. ડો. ગિજુભાઈ અને ડો. રમેશભાઈ વિજ્ઞાનનગરીનું સુંદર સંચાલન કરે છે. શહેરની શાળાઓના બાળકો વિજ્ઞાનનગરીની મુલાકાત લઈ વિજ્ઞાનમાં રસ લે છે જયારે વિજ્ઞાન મેળો હોય છે ત્યાં ત્યારે નાના – નાના વૈજ્ઞાનિકોને રસપ્રદ માર્ગદર્શન આપવામાં આવે છે.

    વૈજ્ઞાનિકોના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ આ બાળ વૈજ્ઞાનિકો આજે મોટા રીસર્ચ અધિકારીઓ વૈજ્ઞાનિકો બન્યાં છે. લોકોને, પર્યાવરણને બચાવવાના કર્યો કરે છે. વિજ્ઞાનનગરીમાં શહેરમાંથી એક હજાર સભ્યો કાયમી વિજ્ઞાન લાઈબ્રેરીનો લાભ લે છે.

    બહારથી આવતા મહેમાનો અચુક વિજ્ઞાનનગરી નિહાળવા જાય છે. વિજ્ઞાનનગરીમાં અદ્યતન પ્રયોગશાળા, પ્લેનેટોરિયમ, વૈજ્ઞાનિકોના ફોટા સાથે પ્રદર્શિત થતા ચાર્ટસ અને અવનવી વિજ્ઞાન માહિતી ઉપલબ્ધ છે.

    જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને

    જીતી શકશો – ગુરુ નાનક

    ---------------------------------------------------------------- ૨૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ


    આત્મરક્ષા કરીએ..

    મારા અનુભવ મુજબ તમે ગમે તેટલા હોંશિયાર હો પણ અત્યારની પરીક્ષા પધ્ધતિ એવી છે કે, તમારે સારા માર્કસ જોઈતા હોય તો પધ્ધતિસર, વૈજ્ઞાનિક રીતે સતત મહેનત કરવી જ પડે. જો ગુરુતાગ્રંથીમાં રહેશો તો તમે શક્તિશાળી હોવા છતાં કારકિર્દી ગુમાવશો.

    અહીં મને એક પ્રસંગ યાદ આવે છે. શંભુદાદાને ફોન આવ્યો : ‘શભુંદાદા, હું કલ્પેશ બોલું છું. હું રેલવે લાઈન ઉપર ઊભો છું. ગાડી આવવાની રાહ જોઉં છું. મારે મરી જવું છે. મારે હવે જીવવું નથી. મારા ઘરમાં મને બધાં અપમાનિત જ કર્યા કરે છે. મને કોઈ સમજતું જ નથી. હું ધ્યાન દઈ ભણું છું તોય ટોકટોક જ કરે છે. એક વિષયમાં નાપાસ થયો એટલે હું જિંદગીમાંય નાપાસ જ થયા કરીશ. દાદા, હું નાપાસ થાઉજ નહીં, મારા પેપરમાંગમે તેમ થયું પણ મારે ગણિતમાં ૧૦ માર્કસ હોય જ નહીં’.

    જો ભાઈ કલ્પેશ, તું ડાહ્યો છો, સમજુ છો એટલે તો તેં મને ફોન કર્યો. હવે સાંભળ, આત્મ હત્યા કરીએ એટલે આપણી અવગતિ થાય. સાત જન્મ મનુષ્ય અવતાર ન મળે. હવે મનુષ્ય જન્મ ક્યારે મળશે એ નક્કી નથી. તારો ક્ષણિક આવેશ છે. હું સમજું છું. તુ નિર્દોષ છો, પણ એમ જીવન થોડું હારી જવાય? તુંમારી પાસે આશ્રમ આવી જા. આપણે બંને તારા મમ્મી-પપ્પા પાસે જઈશું. કલ્પેશ અને શંભુદાદાને જોઈ કલ્પેશના મમ્મી-પપ્પા શંભુદાદાના પગમાં પડી ગયાં.

    માણસનું મોટામાં મોટું બળ શુભ સંકલ્પ છે. – રવિશંકર મહારાજ

    ---------------------------------------------------------------- ૨૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    Yes, we can do

    અભ્યાસના વચ્ચેના ગાળામાં ક્યારેય સમજાતું ન હોય, દાખલાઓ ન મળ્યા હોય, અભ્યાસમાં વધુ પડતો શ્રમ આપણને નિરાશ કરે છે. આવું એકાદ બે વખત બધા વિદ્યાર્થીઓને બનતું જ હોય છે. આનો ઉકેલ, મુશ્કેલી, તકલીફોની સામે થતાં શીખો, તમે જીવતાં માછલાની જેમ સામે પ્રવાહે તરતાં શીખો. ધીમે ધીમે મુશ્કેલીઓ નાની થવા લાગશે.

    ખુદી કો કર બુલંદ ઈતના હર તકદીર સે

    પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે કે તેરી રઝા ક્યા હૈ.

    આપણે આપણે વ્યક્તિત્વ જ એવું બનાવીએ કે આપણો અને આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર થાય.

    ખુદ ખુદાને પૂછવું પડે,રજા લેવી પડે એવું જીવન બનાવો કે જીવવાની મજા આવે, મિત્રો

    ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વ્હાણ,

    ગત અવસર આવે નહીં, ગયાંન આવે પ્રાણ.

    ગયેલી સંપત્તિ પાછી મળશે, ધંધે ગયેલાં વહાણ પાછા આવશે પણ ગયેલો અવસર પાછો નહીં આવે અને ગયેલા પ્રાણ પાછા નહીં આવે. માટે જીવી લ્યો, સૌને જિવાડો, અને એક સાથે બધા અમારી સાથે બોલો, We can do, ya, we can do, Yes, we can do.

    સદાચર એ ઘરની સુવાસ છે, સમાધાન એ

    ઘરનુંસુખ છે –મોરારિબાપુ

    ---------------------------------------------------------------- ૨૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પપ્પા તો પપ્પા જ છે

    મારા પપ્પા બાર કલાક કામ કરીને ઘરે આવે ત્યારે તેઓ અમારી સાથે રમે છે, વાતો કરે

    છે. માથા ઉપર પ્રેમથી હાથ મૂકી નોટબૂક જુએ છે. તેઓ મારી અન્ય છાત્ર સાથે સરખામણી નથી

    કરતાં. ઉદારદિલના તેઓ મને ભરપૂર લાગણી આપે છે. ગુસ્સો કરતા નથી. મારા પપ્પા તો મારા

    જ પપ્પા છે. ઘર અને વ્યવસાય બંને સાંભળી અને મૌન રહી, કેટલાં કડવા ઘુંટડા પીને પપ્પા કામ

    કરતા જ રહે છે.

    પિતાની પરિવારમાં સક્રિય અને મહત્વની ભૂમિકા છે. તે આર્થિક બાબતમાં બેન્કરની અને

    કોટુંમ્બીકબાબતોમાં નિર્ણયોના સંદર્ભ જજ ન્યાયાધીશની કામગીરી બજાવે છે. પિતા કુટુંબના

    આયોજન પંચના અધ્યક્ષ છે. બાળકોના વૃધ્ધિ, વિકાસના સાક્ષી પિતા કુટુંબ વૃક્ષનું થડ છે અને

    ઘરનો મોભ પણ છે. પિતા પરિવારની ધરીનું(AXIS) કામ સંભાળે છે.

    આ જગતમાં માતાનો જોટો જડવો મુશ્કેલ છે તેમ પિતાનું છત્ર મળવું પણ

    ભાગ્યની વાત છે.

    ---------------------------------------------------------------- ૨૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પહેલી ગુરુ મારી મમ્મી

    મારી મમ્મી સો ટીચર કરતાંય મહાન છે. તે મારી હેલ્થ, ફૂડ, એજ્યુકેશન, માર્ગદર્શન, પ્રોત્સાહન પૂરું પાડે છે. વહેલી સવારેથી રાત્રે હું સુવા જાઉં છું ત્યાં સુધી તે પોતાનું નહીં પણ મારું વધુ ધ્યાન આપે છે. ખરેખર મારી મમ્મી પહેલી ગુરુ છે અને મારા પપ્પા બીજા ગુરુ છે. હું તેઓને હંમેશા પ્રણામ કરું છું.

    મારી મમ્મી વાલી મિટિંગમાં કહ્યુ હતું:

    ‘બાળકને જન્મ આપીને પોતાની ફરજ પૂરી થયાનું માનતાં મા–બાપ સાચા અર્થમાં જનક કે જનેતા બની શકે નહી. જન્મેલા બાળકનો જે સમતોલ અને ઈચ્છિત વિકાસ સાધી શકે તે ખરા મા-બાપ છે! મા-બાપે તે માટે બાળવિકાસ પર વારસાની અને વાતાવરણની કેવી અને કેટલી અસર પડે છે તેનો અભ્યાસ કરીને તે મુજબ વર્તવું જોઈએ’.

    ‘તમે તમારા બાળકને અને તેના નૈસર્ગિક વૃધ્ધિ – વિકાસને ઓળખો એ જરૂરી છે, કેમ કે, તે પછી જ તમે તેમાં પૂરક બની શકો. દા.ત. બાળક પંદર મહિના પછી પાપા પગલી કરી શકે છે, એ જો તમે જાણતા હો તો તે ઉંમરની આસપાસ તમે તમારા બાળક માટે ચાલણગાડી લાવી આપશો અને છ માસના બાળકને હાથ પકડીને ચલાવવાનો મિથ્યા પ્રયત્ન નહિ જ કરો.

    તમે જે કામ હાથમાં લ્યો તે પૂરું કરો,

    અધૂરું છોડશો નહીં. – જી. નારાયણ

    ---------------------------------------------------------------- ૨૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    બળ, બુધ્ધિ ને ધન વધે

    રાતે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ બુધ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. દાદાની શિખામણ સાંભળી મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, હું રોજ રાત્રે વહેલા સૂઈ અને વહેલા ઊઠીશ. જેથી મારામાં બળ, બુધ્ધિનો વિકાસ થશે. મને ધન મળશે અને મારું શરીર સુખમાં રહેશે. વાત સાંભળી મિત્રોએ પણ હોંકારો પુરાવ્યો. અમેય વહેલા ઊઠીએ છીએ હો ભાઈ!

    સિદ્ધિ અને સુખ શાંતિની અપેક્ષા રાખનાર મનુષ્યે કોઈપણ કામ કરવાનો દૃઢ સંકલ્પ કરીને તત્પરતા દાખવવી જોઈએ. મનથી કરવા ધારેલું આવતી કાલનું કામ આજે, અત્યારે જ પૂરું કરવું જોઈએ.

    કામ કરવાના સંજોગો અને તે માટેનો ઉત્સાહ બદલતાં કે ઘટી જતાં વાર લાગતી નથી. કામ શરૂ કરવાની અને પૂરું કરવાની જે તક મળે છે, તે ચાલી ન જાય અને મન મોળું પડી ન જાય તેની તકેદારી રાખવી જોઈએ, વીતી ગયેલી તકો પાછી આવતી નથી.

    આવતી કાલ પર મુલતવી રાખેલું કામ પૂરું થવાની શંકા રહે છે, કેમ કે, ત્યારે કોઈ જુદા જ સંજોગો હશે અને કદાચ આપણું મન પણ તે કરવા માટે તત્પર નહીં હોય!

    તમારા કામનું ‘ચેક લિસ્ટ’ બનાવો અને તેને

    બરાબર અનુસરો – ગુણવંત શાહ

    ---------------------------------------------------------------- ૨૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વેસ્ટમાંથી બેસ્ટ

    વેસ્ટમાંથી બેસ્ટમાંકાગળ કામમાં કચરા ટોપલી,માથા પરની ટોપી, હોડી, થર્મોકોલ કામમાં મંદિર, ઘર, ઝૂંપડી, પુલ, રેલ્વે જયારે માટીકામમાં રમકડાં, ઘોડાગાડી, ઢીંગલા, ઢીંગલી અને સ્ટેમ્પ કલેકશનમાં જૂની ટિકિટ, દેશ વિદેશની ટિકિટ, ચિત્ર કામમાં પ્રદૂષણ અંગેના, વ્યસન મુક્તિના એઇડ્સ જાગૃતિના ચિત્રો બનાવીએ છીએ.

    અહીં એક દૃષ્ટાંત આપ્યું છે તે હું વારંવાર વાચું છું.

    ‘સિધ્ધિ મેળવવાનો કીમિયો તો તારી ભીતરમાં પડેલો છે, ભાઈ. બહાર શા માટે શોધે છે? પ્રકાશ પણ તારા અંતરમાંથી પ્રગટશે.

    સ્વામીજીને એક યુવાનને પૂછયું,ખરેખર સ્વામીજી? પ્રકાશ મારા દિલમાં છે? આશ્ચર્ય અને આનંદથી યુવાને જણાવ્યું.

    ‘હા, પ્રકાશ પેદા કરવાની સામગ્રી, કોડિયું, તેલ અને દિવેલ બધું જ તારી અંદર છે. તારે તો માત્ર દીવાસળી પેટાવવાની છે અને સહસા પ્રકાશ છવાઈ જશે. એવા પ્રકાશ સૂરજ, ચંદ્રના પ્રકાશે ઝાંખો પાડી દેશે. હવે, તું તારા દિલનો દીવો થાજે ! સ્વામીજીએ સલાહ આપી.

    ગુણવત્તા એટલે અગાઉથી નક્કી કરેલાં માપદંડ – જનાર્દન દવે

    ---------------------------------------------------------------- ૨૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પશુ – પક્ષીની રક્ષા

    મેં મારા વિચારો મિત્રોને સંભળાવ્યાં: ‘જૂઓ મિત્રો, ગાયને ઘાસ ખવડાવવું, પંખીને દાણા નાખવા, કૂતરાને રોટલો આપવો, કીડીને કીડિયારું પૂરવું અને માછલીને લોટની ગોળી ખવડાવવી એ આપણો માનનીય ધર્મ છે. આજથી આપણે દૃઢ નિર્ધાર કરીએ કે, ભણવાની સાથે સાથે માનવતાના કાર્યો પણ કરીશું.’ બધાં મિત્રો એક સાથે બોલી ઊઠયાં, ‘જરૂર, આપણે માનવધર્મ બજાવશું.’

    પ્રિયંકા, ‘ચબુતરો’ નામની વાર્તા કહે છે.

    એક ગામમાં ગામને પાદર સરસ મજાનો ચબુતરો હતો. પાદરે ગામની બધી બસ ત્યાંથી પસાર થતી હતી. બે – ચાર વડલા, લીમડા નીચે બેસવાના ઓટલા હતાં અને બાંકડા પણ ગોઠવાયા હતાં.

    વડલાની વડવાઈએ ગામના બાળકો હીંચકા ખાતા હતાં. વડવાઈ પકડી ઝૂલતા બાળકો હીંચકા ખાવામાં ધરાતા જ ન હતાં. ગામ લોકોએ ભેગા થઈ એક સરસ ચબુતરો બાંધ્યો હતો.

    હવાડો પણ હતો જ્યાં ઢોર પાણી પીવા આવતા હતાં. ઢોરને વાર તહેવારે ઘાસ નીરવામાં આવતું હતું. ચબુતરો એવો સરસ હતો. તેમાં રોજ ગામ લોકો ચણ નાખી જતા હતાં. ચોખા, ઘઉં, જાર, મગની ચણ ખાવા કબૂતરો, કાબરો, ચકલા – ચકલીઓ, ખિસકોલીઓ, હોલો, મોર –ઢેલ આવતા હતાં. કલબલાટ સાંભળવાનો લહાવો ગામ લોકો લેતા હતાં.

    ગામ લોકોએ ભેગા મળી ચણ નાખવાનું નક્કી કર્યું હતું તે પ્રમાણે ચબુતરામાં સૌ વારાફરતી ચણ નાખે છે. ચબુતરા ઉપર બેઠેલા પક્ષીઓને જોઈ બાળકોને બહુ મજા પડતી હતી. ચબુતરો ઘણો ઊંચો હતો તેથી બિલાડી કે કૂતરા પક્ષીને નુકસાન ન પહોંચડતા, હેરાન ન કરતાં. ચબુતરો તો ગામનો પ્રાણ હતો.

    ચોકસાઈ, અભ્યાસ અને સાવધાનીથી આવે છે. – લાલબહાદુર શાસ્ત્રી

    ---------------------------------------------------------------- ૨૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    હળવો નાસ્તો

    હસતા, હસતા મમ્મી જે નાસ્તો આપે તે કરી અને દૂધ પી લઉં છું. લંચ બોક્સમાં હળવો નાસ્તો લઈ જાઉં છું. જેથી અપચો, અજીર્ણ કે એસીડીટી ન થાય. બહારનું વાસી, ગંધાતું ખાવું ન પડે, પાણીની બોટલ ભરી લઉંછું. વાચવાની જગ્યા સ્વચ્છ રાખું છું. સરસ્વતી માતાને વંદન કરી અભ્યાસ કરવા બેસું છું. શાળાએ જતાં પહેલા દાદા, દાદી અને મમ્મી, પપ્પાને વંદન કરુંછું. સૂર્યને અને તુલસીને વંદન સાથે તુલસી પાન ખાઈ નીકળુંછું.

    ;આજે મને મારા મમ્મી – પપ્પા સ્વિમિંગ શીખવા લઈ જવાના છે. મનુભાઈએ કહ્યુ હતું કે, ‘આપ સૌએ નિર્યણ લીધો છે, અને આપના બાળકને તરતા શીખવા મારી પાસે મૂક્યા છે. અભિનંદન બાળક તરતા શીખે એટલે તેના શરીરનો બાંધો મજબૂત થાય. તેની પાચનક્રિયા સરસ થાય. તેને ભૂખ સરસ લાગે, ઊંઘ આવે, સ્ફૂર્તિ રહે છે. તેમ અન્ય મિત્રોને પણ સમજાવજો કે તેના બાળકને તરવાનું શીખવા અહીં લઈ આવે. તરતા શીખવાનો ડર છે તે કાઢજો ને બરાબર સમજાવજો.’

    ‘આપણે આપવા બાળારાજાને મહાન તરવૈયા બનાવવા છે. તરવુંઅને તારવું તો જીવનમાં શીખવું જ જોઈએ.’ મનુભાઈને જોઈને ભલભલાને સ્ફૂર્તિ આવી જતી હતી!

    આવડત અને કુશળતામાંથી જ સફળતાનો ઉદય થાય છે.

    -સ્વામી સચ્ચિદાનંદ

    ---------------------------------------------------------------- ૩૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ચાલવાના ફાયદા

    ચાલવાના ફાયદા હું જાણું છું: ‘જુઓ મિત્રો, અમારા ચરણરથથી અમે કેટલા સ્ફૂર્તિલા રહીએ છીએ. પેટ્રોલનો ધુમાડો નથી થતો. પર્યાવરણની રક્ષા અને આર્થિક બચત થાય છે. અકસ્માતનો કે વાહન ચોરવાનો ભય રહેતો નથી. જરૂર પડશે તો સાઇકલ લઈશું. અમે ઘરેથી સીધા સ્કૂલ જઈએ છીએ અને સ્કૂલથી સીધા ઘરે. !

    આપણા શરીરને હંમેશા ક્રિયાશીલ તથા સમગ્ર અવયવોને કાર્યક્ષમ અને યોગ્ય સ્થિતિમાં રાખવા ઘણા પ્રકારોમાંથી એક શ્રેષ્ઠ અને અસરકારક કસરત તે ચાલવાની હળવી કસરત છે. એટલું જ નહીં પરંતુ શરીરને સુડોળ ને સ્નાયુઓની કાર્યક્ષમતાને જીંદગી પર્યંત ટકાવી શકાય છે. આ કસરત શરીરના અંદરના અંગો જેવા કે હ્રદય, મગજ, ફેફસા, હોજરી, આંતરડા વગેરેને મજબૂત બનાવે છે. પરિણામે શરીરની તંદરસ્તી જળવાઈ રહે છે ને સામાન્ય રોગોમાંથી મુક્ત રહી શકાય છે.

    જો આપણા ચાલવાના (પગના) સ્નાયુઓ નબળા કે ક્ષીણ થયા તો સમજો આપણું શરીર બેડોળ, નબળું અને ક્ષીણ થશે. તેથી આપણે ચાલવાની કસરત વ્યવહારમાં દૈનિક નિત્યકર્મમાં કાળજી અને સમજણપૂર્વક, શ્રધ્ધાપૂર્વક પ્રથમ પસંદગી આપવાની જરૂર છે એટલે કે, આ ચાલવાની કસરત કરવાથી આપણને વગર પ્રિમિયમની જીવન વીમા પોલિસી પ્રાપ્ત થશે.

    બાળકોને મારશો નહીં, બીવરાવશો નહીં. – ગિજુભાઈ બધેક

    ---------------------------------------------------------------- ૩૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વ્યસનમુક્તિ

    પિયુષ ગદગદિત સ્વરે બોલતો હતો: ‘પાન, બીડી, સિગારેટ, ગુટકા અને ફાકી માવા, શરાબના

    ભયંકર વ્યસને મારા પિતાનો ભોગ લીધો છે. મારા જેવા સંતાનના લાખો પિતાને હણી નાખ્યા છે. વિદ્યાર્થી

    મિત્રો, આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે વ્યસનરૂપી રાવણનો રામ બની સંહાર કરીએ. જાગો, સૌને

    જગાડો,પરિવારને બચાવો.

    વેર, વ્યસન, વૈભવ ને વ્યાજ,

    વ્હાલાં થઈ કરશે તારાજ.

    મિત્રો, વેરથી વેર વધે છે. અવેરે જ શમે છે વેર. વ્યસન માણસને શારીરિક, માનસિક અને આર્થિક

    રીતે પાયમાલ કરી નાખે છે. વ્યાજનું વિષચક્ર એટલું વધતું જાય છે કે, માણસને છેવટે આત્મહત્યા કરવાનો

    વારો આવે છે. આ બધાં થોડીવાર વ્હાલાં લાગે પણ અંતે તો બરબાદ કરનારા જ છે.

    સંતાનો દ્વારા મા-બાપ જન્મ લે છે. – જે. કૃષ્ણમૂર્તિ

    ---------------------------------------------------------------- ૩૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પોકેટમનીથી સેવા

    અમારી પરીક્ષાને બે-ત્રણ મહિનાની વાર હોય, ત્યારે અમે ખરેખર આર્થિક રીતે નબળા છતાં

    ભણવામાં ખૂબ તેજસ્વી છાત્રોને મળીએ છીએ. પૈસે તકે ખૂબ જ સુખી સંપન્ન માતા - પિતાના સંતાનો એવા

    વિદ્યાર્થી ભાઈ - બહેનોનાં ઘરે જઈ તેમને અને તેમના માતા – પિતાને હકારાત્મક માર્ગદર્શન આપી આર્થિક

    મદદ પણ કરીએ છીએ.

    ‘કરો સેવા તો પામો મેવા’, આ કહેવત મુજબ અમારે મેવા નથી જોઈતા પણ મોંઘો મનુષ્ય દેહ

    મળ્યો છે તો કંઇક એવું કામ કરવું છે કે ફરીવાર મનુષ્ય જન્મ મળે. ‘સેવા પરમ ધર્મ’ છે તેમ સમજી યોગ્ય

    જગ્યાએ મદદ કરીએ છીએ. શરીર તંદુરસ્ત હોય છતાં ભીખ માગતા હોય તેવા લોકોને કામ અપાવીએ

    છીએ. ‘દયા અને દાન’ નો મહિમા અમે બરાબર સમજીએ છીએ. ‘જેમ ત્રેવડ ત્રીજો ભાઈ છે તેમ કરકસર

    બીજો ભાઈ છે. કરકસર કરી રાષ્ટ્રની સેવા પણ કરીએ છીએ.

    જયારે બાળકને શિક્ષકનો સાચો પ્રેમ મળે એટલે અશિસ્તના પ્રશ્નો ઉદ્ભવે નહીં. – ગિજુભાઈ બધેકા

    ---------------------------------------------------------------- ૩૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    હૈયું, મસ્તક ને હાથ

    આલ્બર્ટ આઈસ્ટાઇન પછી વિશ્વના સૌથી ટોચના ભૌતિકશાસ્ત્રી તરીકે જેમની ગણના થઈ છે અને જેમને સેલેબ્રિટીનું સન્માન મળ્યું છે તેવા પ્રો. સ્ટીફન હોકીંગને મગજના તંતુની ગંભીર બીમારી હોવા છતાં ભૌતિકશાસ્ત્રી તરીકે જગતમાં આગવું સ્થાન મળ્યું છે. તેમની વ્હીલચેરમાં કોમ્પ્યુટર બેસાડ્યું છે. તેઓ તેને ઓપરેટ કરે છે.

    આજે મેં સ્કૂલમાં રવજીભાઈને સાંભળ્યાં, મારામાં જૂસ્સા વધી ગયો હતો. ‘રવજીભાઈ યેશા અને મોહાને ૧૧૪ વર્ષમાં ૮૮૯ વિજેતાઓને ૫૬૭ નોબલ પ્રાઈઝ એનાયત થયા તેની વિગત આપતા કહે છે કે, ‘અત્યાર સુધીમાં વિવિધ ૭૨ દેશોના સંશોધકો – વૈજ્ઞાનિકોને નોબલ પ્રાઈઝ મળી ચૂકયા છે. ટોપટેનમાં અમેરિકા – ૨૫૬, યુનાઇટેડ કિંગડમ – ૯૩, જર્મની – ૮૦, ફ્રાંસ પર, સ્વીડન – ૨૮, રશિયા – ૨૭, પોલેન્ડ – ૨૬, જાપાન – ૨૧, ઇટાલી – 19, ઓસીત્ય – ૧૭ અને ભારતને પણ ૧૦ મળ્યાં છે. યેશા – મોહા – તમે નાના છો, કિશોરી છો, હજી આવડી મોટી જિંદગી તમારી પાસે પડી છે.’

    ૧૯૩૦માં ભોંતિકશાસ્ત્રનું નોબેલ ભારતીય વિજ્ઞાની ચંદ્રશેખર વેંકટ રામનને મળ્યું હતું. ઈનામ જાહેર થતા પહેલા જ રામનને ખાતરી હતી કે મને જ મળશે. માટે તેમણે વિજેતાઓના નામ જાહેર થયા એ પહેલાંજ સ્વીડનના પાટનગર સ્ટોકહોમ સુધી જવાની સ્ટીમર ટિકિટ નોંધાવી દીધી હતી.’ દર વર્ષે ડીસેમ્બરમાં સ્વીડનમાં વિતરણ સમારોહ યોજાય છે.

    ‘જો આવો આત્મવિશ્વાસ કેળવવામાં આવે તો ચોક્કસ આપણે ધારેલું પરિણામ મેળવી શકીએ. તમારા માટે યેશા, મોહા Nothing is Impossible.

    કેળવણી મીઠાશથી હરીભરી હોવી જોઈએ. – પ્લેટો

    ---------------------------------------------------------------- ૩૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    દર્દીની સેવા કરવી છે

    યેશા અને મોહા કહે છે કે, ‘આજે અમે ન્યુઝ પેપર વાંચ્યું. વલ્લભ વિદ્યાનગર સ્થિત એસ.પી.યુની.

    ના ૫૭મા પદવીદાન સમારોહમાં મેડિકલ ફેકલ્ટીમાં પાર્થ ગોલ્ડ મેડલ મેળવીને ઈતિહાસ રચ્યો છે. પાર્થના

    પિતા સૌરભભાઈ ડોક્ટર છે અને માતા કૃતિબેન ગૃહિણી છે.

    પાર્થ પ્રેસને જણાવ્યું હતું કે ‘ગોલ્ડ મેડલ મળશે તેવું લાગતું નહોતું. મેં ધો. ૧૨ સુધી ગુજરાતી

    માધ્યમમાં અભ્યાસ કર્યો હોવાથી મેડિકલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો ત્યારે

    શરુઆતમાં અંગ્રેજીમાં અભ્યાસ કરવાનું અઘરું લાગતું હતું. પરંતુ હાર્ડવર્ક અને ક્મ્પેરીટીવ નેચરના કારણે

    આ સ્ટેજ સુધી પહોંચી શક્યો છું. ડોક્ટર બની ગરીબ દર્દીની સેવા કરવી છે.

    ધો.૧૦માં પણ ૫ ગુણ માટે રેન્ક ગુમાવ્યો હતો પરંતુ એકાગ્રતાથી અભ્યાસ કરવા સાથે

    આત્મવિશ્વાસથી આ પરિણામ મેળવી શક્યો છું. ખરેખર, ‘આત્મવિશ્વાસ તો જીવન ઘડતરનો પાયો છે.’

    એવું ભણો કે જેથી સંસાર સાગર પણ તરી શકાય.

    -રવિશંકર મહારાજ

    ---------------------------------------------------------------- ૩૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    છાપું વાંચવું ગમે છે

    આજે અમે બીજા એક સમાચાર વાંચ્યા, રાજસ્થાનના ઉદયપુર નજીક મિંદોઙા મગરા ગામનાં ૪૬

    બાળકોનો ભણવાનો જૂસ્સો જોઈને કોઈપણ વ્યક્તિ અચંબામાં મુકાઈ જાય. અમારી ઉંમરના આ કિશોર –

    કિશોરીઓ રોજ શાળાએ જવા માટે ૪ કિ.મી. નો રસ્તો ખુલ્લા પગે ચાલીને પાર કરે છે. રસ્તામાં તેમણે

    જયસમંદ તળાવના પાણી રોજ ઓળંગવાના હોવા છતાં તેમનો જૂસ્સો ક્યારેય ઘટતો નથી. શાળાએ

    સમયસર પહોંચવા માટે તેઓ દરરોજ બે કલાક અગાઉ નીકળી જાય છે.જેથી રસ્તામાં ભીના કપડાં પણ

    સુકાઈ જાય છે. મોટા ભાગના બાળકો તેમના પુસ્તકો શાળામાં જ મૂકી રાખે છે. ક્યારેક લાવવા જરૂરી હોય

    તો પોલિથીન બેગમાં લાવે છે.

    આઠમાં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની ધર્મીએ કહ્યું હતું કે, ‘મોટી થઈને હું ટીચર બનીશ અને

    ગામમાં જ સ્કૂલ ખોલીશ. અમારા ગામનો પાંચ વર્ષનો એક છોકરો રાજેશ તો ડૂબતાં બચ્યો હતો. તેથી હું

    નથી ઈચ્છતી કે બીજા કોઈના પર આવું જોખમ આવે.’

    વિદ્યાર્થીઓમાં સારા ગુણોનું શિક્ષણ આપણા વર્તનથી

    જ આપી શકાય. –ડોં. હેમ જી. ગિનોટ

    ---------------------------------------------------------------- ૩૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અમે તમારા દીકરા જ છીએ...

    આજે મયુરીએ હિંમત કરીને પોતાના મમ્મી – પપ્પાની ચિંતા ઓછી કરતાં કહ્યું:

    ‘પપ્પા – મમ્મી, અમે તમારા દીકરા જ છીએ, નવી પેઢી ખરાબ નથી. અમે સાહસિક છીએ. અમારા

    મનમાં ઘણા પ્રશ્નો છે. અમે તો એટલું માગીએ છીએ કે, અમારા માનસને બધાં સમજે. આપણા દેશના

    કિશોરધન નેવી, સ્કાઉટ, એનસીસી, એર ફોર્સ, સ્પોર્ટસઁ, ઉદ્યોગ વગેરે ક્ષેત્રેમાં હીર ઝળકાવવા ઈચ્છે છે તેને

    યોગ્ય મોટીવેશન મળવું જોઈએ.

    આજે આપણી સંવેદના, લાગણી મરતી જાય છે. આપણે સ્વાર્થી થતા જઈએ છીએ. કુદરતી આપત્તી

    જયારે જયારે આવી છે ત્યારે આપણા આવનારા દિવસો કેવા હશે તેવું અનુભવી ધ્રુજારી આવે છે. બસ,

    અમારી એટલી જ માગ છે કે, ‘આપણા યુવાધનને બચાવો.’

    વિદ્યાર્થી સ્વતંત્ર આત્મા છે, વ્યક્તિ છે અને જીવતું

    પ્રાણી છે – નાનાભાઈ ભટ્ટ

    ---------------------------------------------------------------- ૩૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વિશ્વને બચાવવું છે..

    ‘કુદરતની સામે આપણે બાથ નથી ભીડવી પણ સૂર્યનું કિરણ બનીને વિશ્વની રક્ષા કરવી છે.’

    યેશાની વાતમાં સૂર પુરાવતા મોહા પણ પોતાની ચિંતા વ્યક્ત કરે છે, ‘સમુદ્રનું પાણી ઝડપથી

    જમીનને ગળી રહ્યું છે, આપણા બધાનું અસ્તિત્વ સંકટમાં છે. ધરતી જે ઝડપથી ગરમ થઈ રહી છે, એની

    ઝડપ જોતા લાગે છે કે, અમુક વર્ષો પછી તમે અંતરિક્ષમાંથી પૃથ્વીને જોશો તો ત્યાં દરિયો દેખાશે અથવા

    રણ. પપ્પા, અમારે જીવવું છે, સારી રીતે જીવવું છે. ગ્લોબલ વોર્મિંગમાંથી વિશ્વને બચાવવું છે. આ ધરતીનાં

    હવા, પાણી અને પ્રકાશનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે બધાં ભેગાં મળીને એક તંત્ર ન બનાવી

    શકીએ.’ રવજીભાઈ ગદગદિત થઈ ગયાં. બંને દીકરીઓને ભેટી પડે છે, અને બોલે છે: ‘આપણે જ્યાંછીએ

    ત્યાંથી આપણા પર્યાવરણને બચાવવા પ્રયત્ન કરીએ.’

    વિચાર કરતાં આચાર ઉત્તમ છે. – શાંતિ આંકડિયાકર

    ---------------------------------------------------------------- ૩૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    કાયદો નહીં તોડીએ...

    ‘જૂઓ, યેશા-મોહા આપણા દેશમાં કાયદો તોડવો એ એક જાતની બહાદુરી માનવામાં આવે છે.

    લાઈનમાં ઊભા ન રહેવું, કચરો ગમે ત્યાં ફેંકી દેવો, ગાડી ગમે ત્યાં પાર્ક કરી દેવી, લિફ્ટ માટે લાઈનમાં

    ઊભા રહેવાને બદલે ટોળે વળીને ઊભા રહેવું. ગમે ત્યાં થૂકવું, બસમાં ચડતી વખતે ધકકા મુક્કી કરવી, રોંગ

    સાઈડમાં વાહન ચલાવવું, હેલમેટ ન પહેરવી, સીટબેલ્ટ ન બાંધવો અથવા સર્કલ પૂરુંકર્યા વિના ગાડી વાળી

    લેવી.. આવા તો કેટકેટલાય કાયદા આપણે રોજ તોડીએ છીએ. બાળકને સંસ્કારને નામે આપણે બધું

    શીખવીએ છીએ, પણ જેને સાચા અર્થમાં સંસ્કાર કેહવાય એવું કંઈ પણ એને શીખવાડીએ છીએ ખરા?’

    મોહા, પિતા રવજીભાઈની ચિંતા અનુભવ્યા પછી બોલે છે. ‘પપ્પા, તમે ખરા અર્થમાં ચિંતા કરો છો.

    સંતાન ડિસિપ્લિન, નમ્રતા નહીં શીખે, પ્રામાણિકતાનું મહત્વ નહીં સમજે કે સત્ય બોલતા અચકાશે તો ગમે

    તેટલો વિકાસ, પ્રગતિ કે ઉચ્ચ શિક્ષણ પણ કોઈ દેશનો ઉદ્ધાર નહીં કરી શકે.’

    છાત્રનાં તોફાનો તેમના વિકાસનાં પગથિયાં છે. – મૂળશંકર ભટ્ટ

    ---------------------------------------------------------------- ૩૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પાયાના સિધ્ધાંતો

    પ્રસિધ્ધ ઉદ્યોગપતિ ગોવિંદજી શ્રોફના જીવનચરિત્રમાંથી કેટલીક વિગત મેં વાંચી હતી તે મને ઘણી

    પ્રેરણાદાયી નીવડી છે. તેઓએ લખ્યું છે કે, ‘જીવનમાંસફળ થવાનું દરેકનું ધ્યેય હોય છે. દરેકને શાંતિ, સુખ

    અને સમૃધ્ધિ જોઈએ છે. આ બધું જ જીવનનાં પાયાનાં અમુક સિધ્ધાંતોને અનુસરવાથી પ્રાપ્ત કરી શકાય

    છે. જીવનમાં શાંતિ, સુખ અને સમૃધ્ધિ લાવવા માટે પાયાનાં સિધ્ધાંતોને ગંભીરતાથી અને ચોકસાઈથી

    અમલમાં મુકવાથી દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા નિશ્ચિતરૂપે મેળવી શકાય છે.

    મારામાં પણ જીવનઘડતર માટેની પ્રક્રિયા સતત ચાલે છે. હું માનું છું કે, શ્રેષ્ઠતા એ જીવનપણ છે,

    અંતિમ લક્ષ્ય નથી. મને ભગવતગીતાના શબ્દો પણ સતત જાગૃતિ રાખે છે. ‘બધી સારી વસ્તુઓમાં

    સર્વશ્રેષ્ઠ હું છું. ખરેખર શ્રેષ્ઠ બનવું એટલે ઝળહળવું. મારી લાયકાત ઉત્તમ બનાવવા હું બરાબર ધ્યાન રાખું

    છું અને હંમેશા રાખીશ.

    જો મા તે મા છે તો પિતા પણ પિતા જ છે – નટવર આહલપરા

    ---------------------------------------------------------------- ૪૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સારી ટેવ

    હું વાંચવા બેસું છું તે જગ્યા, ટેબલ સ્વચ્છ રાખું છું. શરીર ટટ્ટાર રાખી, મનને એકાગ્ર રાખી

    સ્વચ્છતાથી અને પ્રસન્ન્તાથી રસપૂર્વક વાચું છું. સારા વિચારો કરું છું. મને બધું જ આવડે છે, મને બધું જ

    આવડશે એવા વિશ્વાસથી તૈયારી કરું છું. ત્યારે સાથે સાથે આઇન્સ્ટાઈનનો સુવિચાર પણ દ્રઢ કરું છું. તેઓએ

    કહ્યું છે,

    ‘બાળકને જીવન અને જગતની સુંદરતા સમજવા અને માણવાની કેળવણી પણ મેળવી જોઈએ.

    માત્ર ટેકનિકલ પણ મેળવી જોઈએ. માત્ર ટેકનિકલ તાલીમ પામેલ માનવી તો કેળવાયેલા કૂતરા બરાબર જ

    રહેશે. આમ અનેક સારી ટેવ કેળવી હુંમારા તમામ કાર્યો નિયમિત, ચોકસાઈ, ખંત અને ધગશથી મારો

    વિદ્યાર્થી ધર્મ બરાબર બજાવી કરું છું. મારી સારી ટેવને લીધે મને ઘણાં ફાયદા થયાં છે. મારું જીવન કુટેવથી

    નહીં પણ સુટેવથી સુધારી શકાય એવી સમજ મને આવી ગઈ છે.

    તમારો આત્મ સાથ આપતો હોય ત્યારે કોઈથી ન ડરતાં – સોક્રેટીસ

    ---------------------------------------------------------------- ૪૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વાતચીતની આવડત

    વાતચીતની કેવી રીતે કરવી તે અંગે સલાહ આપી છે ખરી? વાતચીત કરવીએ પણ એક કળા છે,

    તેનાથી અન્ય વ્યક્તિઓને આપણી બનાવી શકાય છે, સમજાવી શકાય છે, તેનો ગુસ્સો અને તિરસ્કાર શાંત

    પાડી શકાય છે. આ વિશે તમને કોઈએ માર્ગદર્શન આપ્યું છે ખરું? વાચા શક્તિ એ માનવ જીવનનું સર્વશ્રેષ્ઠ

    અને સર્વ શક્તિશાળી પાસું છે. બોલતાં પહેલાં મન પ્રસન્ન રાખો અને બોલતી વેળાએ મુખ પર ઓછું સ્મિત

    પ્રગટાવો. તમારો અવાજ જેને સાંભળવાનો છે, તે સાંભળી શકે તેટલો જ મોટો રાખજો એથી વધારે મોટો

    અવાજ નુકસાનકારક નીવડે છે અને સાંભળનારને પણ કઠે છે. ઘાંટા પાડીને બોલવાનું હંમેશા ટાળો. તમારે

    જે કહેવાનું હોય, તે સ્પષ્ટ રીતે ટૂંકાણમાં અને મીઠાશથી કહો.તમારી ભાષા સ્પષ્ટ, સરળ અને પ્રવાહી

    બનાવશો તો તે સામી વ્યક્તિના હ્રદયમાં ઉતરી જશે. વાક્ય રચના ટૂંકી સ્પષ્ટ અને અસરકારક હોવી

    જોઈએ.

    સારું વાંચન, સારા વિચારો. – ડો.મોહનભાઈ પંચાલ

    ---------------------------------------------------------------- ૪૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સંગીત સૌને જીવાડે છે

    પિનાકિનભાઈ બેંકમાંથી નિવૃત્ત થવાના છે. તેઓનું લક્ષ્ય છે કે મારી સંગીત શાળાનો વિકાસ કરવો

    છે. જે બાળકો, કિશોર-કિશોરીઓ સંગીત શીખવા આવે છે તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું છે. મિહિર કેવા

    સરસ તબલા વગાડે છે! ગાર્ગી કેવું સરસ ગાય છે! ભારતનું વાયોલીન વાદન ડોલાવી દે છે. કિરણ ગિટાર

    વગાડે છે ત્યારે સાંભળ્યા જ કરીએ તેવું થાય છે.

    શોભનાના સુગમ ગીતો, ભજનો પણ બહું ગમે છે. મુકેશ હાર્મોનિયમ સરસ વગાડે છે. માધવીનું

    સરોદ, મીનાનું મેન્ડોલીન પણ તાન ચઢાવી દે છે. પિનાકિનભાઈ પોતે સુગમ ગાયક પ્રસિધ્ધ છે. તેઓ

    તેમના છાત્રોને પીઠ થાબડતા કહે છે.

    ‘જૂઓ, દુનિયામાં કરોડો લોકો જીવે છે, માત્ર જીવવા ખાતર જીવે છે. કેટલાંય ખાવા માટે જીવે છે તો

    કોઈક મરતા-મરતા જીવે છે. તો કેટલાંક પાસે તો કોઈ દિશા જ નથી હોતી. તમે બધા તો નસીબદાર છો કે

    તમને નસીબમાં સંગીત મળ્યું છે. સંગીતના સથવારે તમે કેવા તાજા માજા રહો છો. સંગીતથી તમારી

    ભણવાની એકાગ્રતા વધે છે. સંગીત આપણાને પણ જિવાડે અને અન્યને પણ જિવાડે છે.

    સમય મારો ન્યાયધીશ છે તે કોઈનેય છોડતા નથી. – અમિતાભ બચ્ચન.

    ---------------------------------------------------------------- ૪૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વાંચવાની પધ્ધતિ

    વિદ્યાર્થીમિત્રો, હુંઆ રીતે વાંચુ છું તમે પણ ધ્યાન રાખજો.

    ‘વાંચન એ એક મનોશારીરિક પ્રક્રિયા છે અને તેને પધ્ધતિસરની તાલીમ અને ભૌતિક સુવિધાઓથી વધુ ઝડપી અને પરિણામલક્ષી બનાવી શકાય છે. નીચેના નિયમોનુંપાલનકરવાથી તમે તમારું વાંચન કૌશલ્ય ચોક્કસ વધારી શકશો.

    વાંચન કરવા માટેનું સ્થળ પૂરતા હવા-ઉજાસવાળું અને ખુશનુમાં વાતાવરણવાળું હોવું જોઈએ.

    વાંચતી વખતે તમારે આરામદાયક રીતે બેસવું

    પુસ્તક પર ડાબી બાજુ પરથી અને ઉપરથી પૂરતો પ્રકાશ પડે એ ખાસ જરૂરી છે.

    પુસ્તક તમારી આંખથી દસ બાર ઇંચ દૂર રાખો.

    વાંચતી વેળાએ તમારી આંખો પટપટાવો. એકીટશે તાકી ન રહો.

    ચશ્માની જરૂર હોય, તો વસાવી લો.

    આંખ અને મન સ્વસ્થ રાખીને વાંચો.

    વાંચવાનો હેતુ નક્કી કરી લો, શુંમેળવવુંછે, તે મગજમાંરાખો અને વાંચતી વેળાએ તે ક્યાં? કેટલુંછે, તે વિચારતા રહો.

    પૂરા રસથી, એકાગ્રતાથી અને શ્રદ્ધાપૂર્વક વાંચો.

    ધીમે ધીમે વાંચનની ઝડપ વધારો, રોજિંદા મહાવરાથી તમે ઝડપ વધારવા સાથે ગ્રહણ કરવાની માત્રા પણ વધારી શકશો.

    સમયનો ઉપયોગ નવું શીખવામાં, જાણવામાં, કામ કરવામાં અને શ્રેષ્ઠતા

    પ્રાપ્ત કરવા કરવો. – જમશેદજી તાતા

    ---------------------------------------------------------------- ૪૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    શિસ્ત.. સંયમ.. ધગશ..

    મારી સફળતાનું રહસ્ય એ છે કે, શિસ્ત, સંયમ અને ધગશ જેવા સદગુણો મેં મારા જીવનમાં વિકસાવ્યા છે. શ્રધ્ધા અને વિશ્વાસ પણ કેળવ્યા છે. એકાગ્રતા, રુચિ, મહેનત, નિયમિતતા, ઈચ્છાશક્તિ જેવાં ગુણો પણ મેં કેળવ્યા છે. હજી સફળતાના શિખર સર કરવા છે. આજે જ મેં છાપામાં સકસેસ સ્ટોરી વાંચી છે.

    ‘મારા વહાલા કિશોર – કિશોરીઓ, આઈપીએસ શાલિની એટલે આપણા ગામના બસ કંડકટર મનજીભાઈની દીકરી ૧૪ જાન્યુઆરી,૧૯૮૯ના રોજ જન્મેલી અને મધ્યમવર્ગના પરિવારની દીકરી શાલિનીએ ૨૦૦૪માં એસ.એસ.સી.ની પરીક્ષા અને ૨૦૦૬માં એચ.એસ.સી.ની પરીક્ષા આપી. ૨૦૧૦માં બી.એસ.સી. સાથે ગ્રેજ્યુએટ થઈ. ૨૦૧૨માં એમ.એસસી. કર્યું. દરમિયાન તેણે યુ.પી.એસ.સી. એકઝામની તૈયારી કરી અને તે ૨૮૫ રેન્ક સાથે પાસ થઈ અને તેને આઈપીએસ સર્વિસ ફાળવવામાં આવી છે.

    યુપીએસસી પરીક્ષા પાસ કરી લીધા પછી તેણે એક વર્ષમાં સર્વશ્રેષ્ઠ ટ્રેઈનીનો એવોર્ડ મેળવ્યો છે. શાલિની સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડ ટ્રેઈની ઓફિસર જાહેર થતાંની સાથે પ્રતિષ્ઠિત વડાપ્રધાનનો રીવોલ્વીંગ એવોર્ડ પણ મેળવ્યો હતો. પોતાની આ સિદ્ધિઓને કારણે શાલિની રાષ્ટ્પતિની હાજરીમાં હૈદરાબાદના સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડેમીમાં યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

    એ વ્યક્તિ સુખી છે, જેનામાં સદ્દબુદ્ધિ અને વિવેક છે – બાઈબલ

    ---------------------------------------------------------------- ૪૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વિવેકથી ઉપયોગ

    મેં વર્ગખંડમાં મારો વિચાર રજૂ કર્યો હતો: ‘જાપાનમાં બાળક ૧૭ વર્ષનું થાય પછી જ તેઓને

    મોબાઈલ અને લેપટોપ આપવામાં આવે છે. જેથી તેઓ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકે. હું પણ એક

    આદર્શ વિદ્યાર્થી તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે, ‘જ્યાં સુધી મારે ખપ નહીં પડે ત્યાં સુધી માતા-પિતા અપાવશે તો

    પણ મોબાઈલ કે લેપટોપ નહીં લઉં !’ મોહાની વાત પછી યેશા કહે છે, ‘મોહા આપણે બધા જ વધુ સારું

    જીવન જીવવા પ્રયત્નો કરીએ છીએ.’

    સવારે આંખ ખૂલે ત્યારથી લઈને આંખ મીંચાય ત્યાં સુધી નવી પેઢીને એક સમૃધ્ધ-સગવડભર્યુ અને

    સુખી જીવન આપવાની આપણી દોડ હોય છે એની દિશા શું છે.? મોબાઈલ ઈન્ટરનેટ વ. ઇલેકટ્રોનિક્સ

    સાધનોના ફાયદા છે, જો આપણે તેનો સમજીને ઉપયોગ કરીએ તો.

    જીવન અને શાળાનું સમયપત્રક આપણને

    સાવધાન રાખે છે – સ્વામી પુરુષોતમાનંદ

    ---------------------------------------------------------------- ૪૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પર્યાવરણ સુરક્ષા

    ‘વૃક્ષ જતન, આબાદ વતન’ ‘એક બાળ, એક ઝાડ’ ‘વૃક્ષ અમારા દેવ છે અમે તેનું જીવનભર જતન કરશું, પર્યાવરણને બચાવશું’ અમે પાંચ મિત્રો શાળાના વૃક્ષોનું બરાબર જતન કરીએ છીએ. અમને જોઈ માળી જેરામદાદા જોઈ રહ્યાં. આચાર્ય મનુભાઈ બોલ્યા હતાં:

    મોટાની અલ્પતા જોઈ થાક્યો છું,

    નાનાની મોટાઈ જોઈ જીવું છું.

    મદારીભાઈઓ પણ પર્યાવરણ રક્ષા કરે છે પણ હવે તો તેઓનેય રોજી-રોટી મળતી નથી.

    હપામાં હફ એમ કરે, જાદુ કરે, હાથમાં રહેલા ગોળાને ગાયબ કરે અને મોઢામાંથી કાઢે.

    મનુ મદારી કરંડિયામાંથી સાપને બહાર કાઢે અને મોરલી તો એવી વગાડે કે તેની સામે ઉભેલા બાળકો, કિશોર-કિશોરીઓ ડોલી ઊઠે. મોરલી વગાડતો જાય અને સાપને નચાવતો જાય. મનુ મોરલી જુદા જુદા ખેલ કરે અને બધાને પ્રભાવિત કરે. ખેલ પૂરો થાય એટલે મનુ મદારી બાળકોને કહે, ‘જાઓ બચ્ચા, સપને દૂધ પીવડાવવા માટે બે-પાંચ રૂપિયા લઈ આવો. રોટલી લાવો. મનુ મદારીને ભૂખ લાગી છે. મારે જમવું છે.!

    અને ફરી પાછો મોરલી વગાડવામાંમશગૂલ થઇ જતો હતો.

    પ્રાર્થનાની અસર ઘણી છે, મનમાં તરત જ જવાબ

    મળે છે. – રામકૃષ્ણ પરમહંસ

    ---------------------------------------------------------------- ૪૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારી દિનચર્યા..

    હું રોજ સવારે વહેલી ઊઠી શૌચસ્નાન કરી શાળાનો ગણવેશ પહેરી, ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, ‘પ્રભુ આજનો મારો દિવસ આનંદથી પસાર થાય. મારા હાથે હુંકોઈ સારુંકામ કરું.’ ઘરે પ્રાર્થના કર્યા પછી હું સમયપત્રક જોઈ પુસ્તકો, નોટબૂક, દફતરમાં ગોઠવું છું. કંપાસમાં પેન, પેન્સિલ, રબ્બર, સંચો, ફૂટપટ્ટી, કોણમાપક, પરિકર બરાબર છે તે જોઈ લઉં છું. પાણીની બોટલ અને હાથ રૂમાલ સાથે રાખું છું.

    મિત્રો, મેં તૈયાર કરેલા સફળતા માટેના સોનેરી સૂત્રો બરાબરથી વાંચો:

    (૧) સવારની શરૂઆત હંમેશા બહુ સારી રીતે કરો. સવારની થોડી ક્ષણોને તમે સાચવી લેશો તો એ તમારો આખો દિવસ સાચવી લેશે.

    (૨) જેમ પ્રાણી માત્રને જીવનની ઈચ્છા સાહજિક હોય છે. તમે માણસ માત્રને સફળતા મેળવવાની સાહજિક ઈચ્છા હોય છે.

    (૩) પુરુષાર્થ + પ્રાર્થના = સફળતા

    (૪) સમય એક એવું પરિબળ છે, જે દરેકને સરખું પ્રાપ્ત થયા છે. તમને માત્ર તેનો યોગ્ય ઉપયોગ કરતાં આવડવું જોઈએ.

    (૫) ડૂબતા માણસને હવા મેળવવાની જેટલી તીવ્ર ઝંખના તમને સફળતા મેળવવા માટે હોવી જોઈએ.

    (૬) તમારા વાંચન-લેખન પાસેની દીવાલ ઉપર લખો : ‘હું મહાન બનીશ.’

    માનવીનો સાચો મિત્ર છે એની દશ આંગળીઓ – રોબર્ટ કોલીથર

    ---------------------------------------------------------------- ૪૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વિજ્ઞાનથી વિકાસ

    વિજ્ઞાન અને ટેકનોલોજીથી આજે હું ઘરેથી સ્કૂલ સુધી ઝડપથી પહોંચું છું. વિજ્ઞાનના પાઠથી વ્યાખ્યાઓ, પ્રયોગો, આકૃતિઓ હું હોંશથી તૈયાર કરું છું. ભારતના વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો વાંચું છું ત્યારે મને પણ વૈજ્ઞાનિક બનવાનું મન થાય છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન.

    વિદ્યાર્થી મિત્રો, તમને થશે કે, અભ્યાસને અને આ બધી બાબતોને શુંલેવા દેવા? ઘણુંલેવા લેવા છે. આપણા સ્વપ્ના મજબૂત અને ઈચ્છા પ્રબળ હશે તો વિદ્યાભ્યાસ ઉપરાંત જીવનમાં ઉજ્જવળ પરિણામ મેળવવું કાંઈ અઘરુંનથી. હંમેશા નોલોજ, ટેકનોલોજી મેળવવા, કેળવવા જ્ઞાન-વિજ્ઞાન સાથે જન્મથી મરણ સુધી સતત સંપર્કમાં રહેવું જોઈએ.

    જેમ કે, The more you learn you can higher, વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના શબ્દોમાં કહીએ તો Simple living and high thinking પણ એવું ન થઇ જાય કે, High living and simple thinking.

    શરીર પાણીથી, મન સત્યથી, આત્મા ધર્મથી અને બુધ્ધિ

    જ્ઞાનથી પવિત્ર બને છે – મનુ

    ---------------------------------------------------------------- ૪૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા...

    અંગ્રેજી વિષય મને અઘરો લાગતો નથી. હું અંગ્રેજી બોલું, લખું અને વાંચું છું. મૂળાક્ષરો, કક્કો,

    બારાક્ષરી, સ્વર, વ્યંજનથી કાળજી લઈ સ્પેલિંગ લખું છું અને પાકા કરું છું. ઘરે મમ્મી – પપ્પા, ભાઈ –

    બહેન સાથે આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલું છું. આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી મને ગમે છે.

    ‘વિશ્વમાં સૌથી વધુ બોલતી, વંચાતી અને લખાતી અસરકારક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીનું

    વ્યવહારિક જ્ઞાન કૌશલ્ય હોવુંએ સૌને માટે જરૂરી જ નહિ અનિવાર્ય છે. પચાસ વર્ષ પહેલાંઆ અંગ્રેજી

    ભાષાની જે ઉપયોગીતા અને મહત્વ નહોતાં, તે આજે એકવીસમી સદીના પ્રારંભે અનેકગણા વધી ગયા છે.

    કેમ કે, આંતરરાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં હરણફાળે થઇ રહેલાં વિકાસ અને વૃધ્ધિના

    પારસ્પરિક વિનિમય અને વિનિયોગ માટે એક કડીરૂપ ભાષા (Link language) તરીકે અંગ્રેજી ભાષા જ કામ

    આવી શકે એમ છે.’

    જ્યાં સુધી તમે હાથ બાંધેલા રાખશો ત્યાં સુધી સફળતાની

    કશી જ આશા તમે કરશો નહીં. – સિમન્સ

    ---------------------------------------------------------------- ૫૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારી માતૃભાષા ગુજરાતી...

    ગુજરાતી ભાષા મારી માતૃભાષા ચસે. મને વ્યાકરણમાં રસ પડે છે. નાટક ભજવવુંગમે છે. વાર્તા

    પઠન સરસ કરું છું. પદ, ભજન, ગીતને હું સુંદર અવાજમાં ગાઊં છું. નિબંધલેખન મને પ્રિય છે.

    માતૃભાષાથી મારો સર્વાંગી વિકાસ થાય છે. મારા મમ્મી-પપ્પા મને નવા નવા પુસ્તકો લાવી આપે છે.

    ‘મારા પ્રિય મિત્રો, આપણી માતૃભાષા તો આંખ છે, અન્ય ભાષા ચશ્મા છે. આંખ ન હોય તો આપણે

    જોઈ શકીએ ખરાં? સ્વપ્નાઓ તો માતૃભાષામાં જ આવે છે. ભલે અંગ્રેજી શીખવાડીએ પણ માતૃભાષાના ભોગે

    નહીં!

    ‘નવજીવનમાં માતૃભાષા ગુજરાતી સાથેનો નાતો તૂટે નહીં અને વૈશ્વિક ભાષા અંગ્રેજી સાથેનો સંબંધ

    પણ જળવાય એવો રસ્તો અખત્યાર કર્યો છે. અમે અહીં પાંચમા ધોરણથી ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં

    શીખવીએ છીએ અને અંગ્રેજી વિષય તો હોય જ છે.!

    ‘માતૃભાષા ગુજરાતી અને માસિયાઈ ભાષા અંગ્રેજી બંને તરફ એકસરખો પ્રેમ દાખવતા વિદ્યાર્થીઓ

    શીખી જાય છે. અમારા વિદ્યાર્થીઓ કોલેજના પગથિયાં ચડે ત્યારે અંગ્રેજી માટે હાલત કફોડી થતી નથી.

    મહાન માનવીની પ્રથમ પરીક્ષા તેની નમ્રતા છે – ‍‌‌‌‌રસ્કિન

    ---------------------------------------------------------------- ૫૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    રાષ્ટ્રભાષા હિન્દી

    હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. હિન્દી પખવાડામાં વકૃતૃત્વ સ્પર્ધા થઈ હતી. તેમાં મારો પ્રથમ

    નંબર આવ્યો હતો. રેડિયો, ટીવી ઉપરથી હિન્દી ભાષા સાંભળીને મારી હિન્દી ભાષા સરસ બની છે. હું

    ગભરાયા વિના શુદ્ધ હિન્દી ભાષા બોલું છું અને મારા વ્યક્તિત્વને વધુ સુંદર બનાવું છું.

    ‘સૌપ્રથમ તો માતૃભાષા અને રાષ્ટ્રભાષાને આપણી પોતાની ભાષાઓ તરીકે સ્વીકારીને અંગ્રેજીની

    ઉપયોગીતાના ક્ષેત્રો સ્પષ્ટતાપૂર્વક નક્કી કરી દેવાનું મહત્તવનું કાર્ય સાચા ઉત્સાહી અને સર્જનશીલ તજજ્ઞો

    દ્વારા સરકારે કરાવવું જોઈએ. આ કાર્યોમાં સરકાર કે તંત્રએ કોઈપણ પ્રકારના દબાણ, લાગવગ કે નામીચા

    કેળવવીકારો કે ઈજારાશાહીને વશ ન થતાં, માત્ર આ વિષયમાં સર્જક ઉત્સાહી, પ્રયોગશીલ અને નીવડેલા

    પ્રમાણિક તજજ્ઞોને સામેલ કરવા જોઈએ.’

    જે ઘરમાં પુસ્તકો નથી તે ઘર સ્મશાન કરતાંયે ભયંકર છે. – ગાંધીજી

    ---------------------------------------------------------------- ૫૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ગણિત...

    જીવનમાં ગણિતની ઘણી જરૂર છે તેમ માની હું ગણિત વિષય શીખું છું. સતત પ્રેક્ટીસ કરીને મેં મારું ગણિત સમૃદ્ધ બનાવ્યું છે. રીત, પદ્ધતિ ઉપર બરાબર ધ્યાન આપીને હું રફવર્ક કરી દાખલાઓ ગણું છું. ભૂલો ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરું છું અને આત્મવિશ્વાસ વધારું છું. ગણિતથી હું કંટાળું નહીં. ગણિત પણ મારો પ્રિય વિષય છે.

    હું માનું છું તેમ શિક્ષણમાં ગણિત વિષયની જેટલી જરૂર છે તેટલી જ જીવનમાં પણ ગણિતની આવશ્યકતા છે જ. ગણતરી ન આવડે તો માણસને ભયંકર પરિણામો વેઠવા પડયાના દાખલા આપણી સામે જ છે. ‘પછેડી પ્રમાણે સોડ તાણવી’ કહેવત આપણને સમજાવી જાય છે કે, આપણી ત્રેવડ પ્રમાણે ગણતરી માંડી ખર્ચ કરવો જોઈએ.

    ગણિત વિષય હુંરાત્રે તૈયાર કરું છું, જેથી ઊંઘ ન આવે. રીત અને પદ્ધતિ મુજબ ચેપ્ટરના દાખલા ત્રણ-ચાર વાર ગણીને મારા આત્મવિશ્વાસને બમણો કરું છું અને ગણિત વિષયમાં પુરા માર્કસ મેળવું છું.

    ક્ષમા આપવી ઉત્તમ છે, ભૂલી જવું એ એના કરતાં

    પણ વધુ ઉત્તમ છે. – બ્રાઉનિંગ

    ---------------------------------------------------------------- ૫૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મિત્રો...

    થોડા પણ નિકટના મિત્રો રાખો. સૌથી નિકટનો મિત્ર મેળવવા માટે લગ્ન એ વિશિષ્ટ માર્ગ છે. લગ્ન

    મૈત્રી, માનસિક શાંતિ અને સ્વચ્છતાત્રણેય મેળવી શકાય! પણ ધ્યાન રાખો કે મૈત્રી અને લગ્ન ઉભયની

    સફળતા તમારી સ્વા‍પર્ણની ભાવના અને સૌજન્યશીલ સ્વભાવ પર અવલંબે છે.

    સુખમાં અને દુઃખમાં, હર્ષોલ્લાસ અને રુદનમાં તમે અન્યને સહભાગી બનાવો. બીજા સાથે હ્રદય

    ખુલ્લું કરીને વાતચીત કરો. મિત્રો, વડીલો, શિક્ષકો તથા પડોશીઓ સાથે અવારનવાર તમારી અંગત

    મુંઝવણો અને મહત્તાઓ પ્રગટ કરતાં શીખો. શક્ય હોય તો લખીને વ્યક્ત કરો.

    બધી જ બાબતો છાની રાખવાનું કે ગુપ્તતા સેવવાનું ટાળો. દરેક બાબતો છૂપાવનાર વ્યક્તિ

    ક્યાંયની રહેતી નથી. આવી વ્યક્તિના જીવનમાં ક્યારેક ગાંડપણ, મૂઢતા ઈત્યાદી માનસિક રોગો પ્રવેશે છે.

    સફળતા પ્રાપ્ત કરનારાઓનું અંતિમ આશ્રયસ્થાન

    સરળતા જ હોય છે – લોક માન્ય તિલક

    ---------------------------------------------------------------- ૫૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સંગ તેવો રંગ

    આજે કિશોર વાટિકામાં તેઓ ‘સંગ તેવો રંગ’ વિષય ઉપર વાર્તા કહે છે. ‘મિત્રો, આપણી ગુજરાતી

    ભાષામાં કહેવત છે કે, ‘લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય.’ ‘કાળિયા હારે ધોળિયો જાય, વાન

    નહીતો સાન તો આવે જ’ અને

    સોબત કરતા સ્વાનની બે બાજુનું દુઃખ,

    ખીજ્યું કરડે પીડીએ, રીઝ્યું ચાટે મુખ.

    હવે હુંતમને ત્રણેય વિશે વાત કરું છું. ધ્યાનથી સાંભળજો પહેલી કહેવતનો અર્થ છે કે, ટુંકા માણસો દોડી જ

    ન શકે કારણ લાંબા માણસ પગલા મોટા ભરે જે ટૂંકા ન ભરી શકે. હરીફાઈ સમાનની કરાય. બીજી કહેવતમાં

    એમ કહ્યું છે કે, કાળા માણસ રંગ ધોળા માણસને ન લાગે પણ તેમના વાણી, વર્તન, અને વિચાર આવી

    જાય છે. સાન એટલે બુદ્ધિ. સારી બુદ્ધિ મળે તો સારું નહીં તો કાળિયો તો મરે ધોળિયાને ય મારે.’

    વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોવા જોઈએ – ડોંગરેજી મહારાજ

    ---------------------------------------------------------------- ૫૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અમારા પંખી

    ‘માળાનું પંખી’ બુલબુલ રોજ માળામાં બેસી દાણા ચણે અને મીઠું મીઠું બોલે. બાળકો તો બુલબુલ

    જોઈ રાજીના રેડ થઈ જાય છે. ચકલી, પોપટ, કોયલ, કાબર સૌને આવકારો. ‘માળાનું પંખી’ નામ બરાબર

    આપી બાળકો માળાના પંખીની માવજત કરતા હતાં.

    ઉત્તરાયણ હોય ત્યારે બાળકો પંખીઓનું ધ્યાન ખાસ રાખે છે. કોઈ પક્ષી ઘાયલ ન થાય તે માટે

    પતંગ ચગાવનારાને સૂચનાઓ અપાય છે. નાયલોન દોરાની અવગણના કરાય છે. પંખીઓમાં કબૂતર,

    ચકલી, પોપટ, કાબર ઊડાઊડ કરે છે. એક સાથે ઝૂંડના ઝૂંડ આવે છે અને જાય છે. માળાના પંખીને ટહુકતા

    જોઈ બાળારાજાઓ બહુ રાજી થાય છે.

    વિદ્યાર્થીએ સ્વયંભણવાની ક્ષમતા અને કૌશલ્ય

    વિકસાવવા જોઈએ – ડો.મોહનભાઈ પંચાલ

    ---------------------------------------------------------------- ૫૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારું રાષ્ટ્ર, મારો પ્રાણ

    ‘મારું રાષ્ટ્ર મારો પ્રાણ છે’ એવું બોલવાનું જ નથી પણ સાકાર કરી બતાવવાનું છે. કોઈપણ રાષ્ટ્રની

    સદ્ધરતા કે સામર્થ્ય તેની તિજોરીમાં પડેલ ધનરાશી કે તેની લશ્કરી તાકાતથી માપી શકાય નહિ! તેનું ખરું

    માપ તો તેની પ્રજાની શિસ્ત, નિયમબધ્ધતા અને ચારિત્ર્ય પરથી નીકળી શકે, વિપરીત સંજોગોમાં પોતાનાં

    સુખ શાંતિ અને સગવડોની કુરબાની કરી દેવાની તત્પરતાથી નીકળી શકે!

    ગુલામી ભોગવવી, જૂઠ અને અન્યાય સામે સમાધાન કરવું, નિજસ્વાર્થ ખાતર દેશવાસીઓને દગો

    દેવા જેવા બીજો કોઈ અપરાધ નથી. એક શાશ્વત નિયમ યાદ રાખો કે, કોઈપણ ભોગે અસમાનતા સામે

    યુધ્ધે ચઢવુંએ મનુષ્યનો સર્વોચ્ચ સદગુણ છે.!

    ‘વર્કસ્ટડી’, ‘મેથડ સ્ટડી’, ‘ટાઈમ સ્ટડી’, આ બધામાં

    કરકસર શોધી કાઢો – બનાર્ડ શો

    ---------------------------------------------------------------- ૫૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુવાચ્ય અક્ષરો..

    પ્રકાશ, કિશોર – કિશોરીઓનો ભણવાનો ઉત્સાહ વધે, ભણવામાં રુચિ કેળવાય તે માટે સુંદર,

    સુવાચ્ય અક્ષરથી લખવાનું શીખવે છે.

    (૧) અક્ષરો સીધા હોવા જોઈએ. (૨) અક્ષરો પ્રમાણસર સારા લાગે. (૩) અક્ષરોમાં બે શબ્દો વચ્ચે

    યોગ્ય જગ્યા રાખવી જોઈએ. (૪) ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષા ઉપર લીટી અડાડીને લખવી જોઈએ. (૫)

    અંગ્રેજીઅક્ષર નીચેની લીટીને અડાડીને લખવા જોઈએ. (૬) મારા અક્ષરો ખરાબ છે એવી ગ્રંથી ન રાખવી.

    (૭) એકવાર લખેલું ત્રણ વાર વાંચ્યા બરાબર છે. (૮) સારા અક્ષર માત્ર પરીક્ષામાં જ નહિ અનેક ક્ષેત્રોમાં

    વિશેષ ગુણ અપાવે છે.

    ઊર્જા કિશોર – કિશોરીઓને સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય, ફોટોગ્રાફી જેવી કળા શીખવે છે. અને કળાના

    વિકાસ સાથે હ્રદયનો પણ વિકાસ થાય છે તેમ શીખવાય છે. મધુરતા માનવ સંબંધોની કડી છે. મધુર વાણી,

    બાળકને મધુર વાણી, મધુર વ્યવહાર, મધુર સંબંધોનો મહિમા સમજાવાય છે.

    સ્વચ્છતા પ્રભુનું પ્રતિબિંબ છે ચોખ્ખું કામ શ્રેષ્ઠ

    ગણાય છે – અબ્દુલ કલામ

    ---------------------------------------------------------------- ૫૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    નો ડિપ્રેશન

    ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિઓને વિના વિલંબ કોઈ અનુભવી માનસરોગી ચિકિત્સક (Psychiatrist) ને

    મળીને તેની સારવાર લેવી જરૂરી છે કારણ કે ખિન્ન મનોદશાવાળા દરદીની સારવાર અને વૈદકીય ઈલાજથી

    વધારે સારો અને ઝડપથી થઈ શકે છે. વિદ્યુત આઘાત (Electric Shock) કેલોર્પોજીન, લાંબી કૃત્રિમ નિદ્રા,

    જલચિકિત્સાથી દરદીને વિદ્યુત આઘાત આપવાનો ઈલાજ કર્યા બાદ દરદી ધારણા મુજબ સાધારણ

    સ્થિતિમાંઆવી જાય છે. આજકાલ એન્ટીડીપ્રેસન્ટ ઔષધો પ્રાપ્ય છે. જે વધુ કામિયાબ નિવડે છે. પ્રોઝેક

    (Prozac) અને એનાફેનિલ (Anafranil) નામના બે અતિઅસરકારક ઔષધો અમેરિકામાં શૌધાયાં છે. દરદી

    સાથે સહાનુભૂતિ, પ્રેમ અને ચાતુર્યભર્યુ વર્તન કરવાથી તથા તેની શક્તિઓની પ્રશંશા કરીને પ્રેરણા

    આપવાથી ઘણુંસારુંપરિણામ આવે છે. ડિપ્રેશનના દરદીઓને ઉપર મનોચિકિત્સા (Psychotherapy) પદ્ધતિની

    નોંધપાત્ર અસર થવાના અસંખ્ય દાખલાઓ છે.

    જો તમે આજને નષ્ટ કરશો તો એક દિવસ સમય તમને

    પણ નષ્ટ કરી દેશે – શેક્સપિયર


    ---------------------------------------------------------------- ૫૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    હોંગે કામયાબ..

    રવજીભાઈ પાસે તૈયાર થયેલી શાલિનીને રવજીભાઈએ પોતાના કિશોર, કિશોરીઓને સંદેશ આપવા

    કહ્યું: ‘મિત્રો, હુંય નસીબદાર છું અને તમે પણ, કારણ આપણને રવજીભાઈ ઉત્તમ માર્ગદર્શક તરીકે મળ્યા છે.

    હું બસમાં બેસીને યાત્રીઓ સાથે સુરક્ષિત અનુભવ કરું છું. હું ઈચ્છું છું કે, મારી જેમ જ તમે પણ અનુભવ

    કરો. હું આપણા દેશના પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીને આદર્શ માનું છું. મારી સકસેસ ફોર્મ્યુલા એ

    છે કે, ‘મન મેંહો વિશ્વાસ તો હોંગે કામયાબ’ એ સૂત્ર મારું છે. ઊંચા વિચારો અને સખત મહેનતના બળે આ

    મુકામ મળે છે. સમાજ છોકરીઓને બેગાની નિગાહથી ભલે જૂએ, પણ જો દીકરીઓ મનમાં નક્કી કરી લે તો

    કોઈ પણ કામ મુશ્કેલ નથી.

    ‘શ્રી દશરથપુત્ર રામનો જન્મ ઈ.સ. ૨૦૦૦-૧૯૫૦ મનાયો છે. વ્યક્તિગત સદ્ગુણ અને ધર્મ આચરણ

    રામના ચરિત્રમાં મળે છે. તેથી તેઓ એક અદ્રિતિય પુર્ણ પુરુષરૂપે અલેખાયા છે.’

    શિક્ષણ જીવિકાના સાધન તરીકે હોય તો કલા છે. જીવન વિકાસ માટે હોય

    તો વિદ્યા છે. – પાંડુરંગ આઠ્વેલજી

    ---------------------------------------------------------------- ૬૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પોલીસને ફોન કરું?

    એમાં એક દિવસ એવું બને છે કે ચાર-પાંચ ઢોંગી બાવાઓ શરીર ઉપર ભસ્મ લગાડીને હાથમાં

    ચીપિયો છે. માથામાં જટા છે. આંખમાં કાજળ આંજ્યા છે. એક હાથમાં કમંડળ ધારણ કર્યું છે. બં બં ભોલે

    બંબં ભોલે, બોલતા બોલતા મયંક અને તેના મિત્રો પાછળ પડી જાય છે. મયંકને તેના મિત્રોને ઊભા રાખીને

    કહે છે કે, ‘બચ્ચે લોગ હમ હિમાલય સે આયે હે, લો હમારા પ્રસાદ ખાઓ. તુમ સબ સ્કૂલ મે ફસ્ટૅ આ

    જાઓગે.’ મયંક એક બાવાના હાથમાં ભૂરકી હતી તે જોઈ ગયો. તેને થયું કે આ ભૂરકી નાખી બાવા અમને

    બેભાન કરે તે પહેલાંતેને પાઠ ભણાવું. મયંકે હિમતથી કહ્યું કે મારી પાસે મોબાઈલ છે ૧૦૦ નંબર ઉપર

    પોલીસને ફોન કરું? ત્યાં તો ઢોંગી બાવાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા.

    જીવન મૂલ્યવાન થાપણ છે,

    તેનો સદઉપયોગ કરો – સ્વામી શિવાનંદ સરસ્વતી

    ---------------------------------------------------------------- ૬૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    શા માટે અપમૃત્યુ?

    અલ્પેશને શાળામાં મૂકવામાં આવ્યો છે. અલ્પેશનું મન લાગતું નથી. કિશોરાવસ્થાની ઉમર એટલે

    મૂંઝવણ રહ્યાં કરે છે. ધીરે ધીરે હતાશનો શિકાર બને છે. એકલો એકલો ફરે, અતડો રહે અને તક મળે ત્યારે

    વર્ગમાં જવાનું ટાળે. એક દિવસ વર્ગખંડમાં જવાનું ટાળીને હોસ્ટેલમાં જ રોકાઈ એકાંતનો લાભ લઈ પોતાના

    રૂમમાંજ ગળા ફાંસો ખાઈ લટકી જવાની તૈયારી કરતો હતો ત્યાંજ ઊર્જા અને પ્રકાશ સરપ્રાઈઝ ચેકિંગ કરવા

    પહોંચ્યાં.

    અલ્પેશના રૂમમાં પહોચ્યાં ત્યાંતો સ્તબ્ધ થઇ ગયાં. ઊર્જા અને પ્રકાશે દોડીને અલ્પેશના હાથમાંથી

    ગળાફાંસો ખાવાનું દોરડું લઈ લીધું. અલ્પેશને પ્રેમથી સમજાવ્યો. ઉર્જાએ અને પ્રકાશે હિંમત આપતા કહ્યું:

    જો ભાઈ અલ્પેશ, આત્મહત્યા એ બેવકૂકી છે, કાયરતા છે અને જિંદગી પ્રત્યેની ભાગેડુવૃતિ છે, તેના

    પરિણામમાં માત્ર બદનામી અને અપમૃત્યુ જ મળે છે.

    હું રાહ જોઉં છું. ડ્રોઈંગરૂમમાં ફર્નિચર જેટલી જ સત્વશીલ સાહિત્યની

    જરૂર ગણાશે. – બર્ટ્રાન્ડ રસેલ

    ---------------------------------------------------------------- ૬૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    કોમ્પ્યુટર

    કમ્પ્યુટર તાલીમ વર્ગમાં પણ હોંશે હોંશે તાલીમ લેતા છાત્રો મોક પાર્લામેન્ટ, ડીબેટ, રેસીટેશન,

    ઈલોક્યુશન વગેરે પણ યોજે છે. ખરેખર રવજીભાઈ પોતે તો જીવે છે અને સાથો સાથ પોતાના વહાલા

    કિશોર-કિશોરીઓને જિવાડે છે અને ઘડતર કરે છે. આખા ગામમાં રવજીભાઈ સૌના વહાલા, સૌમાં પ્રિય છે.

    કિશોર-કિશોરીઓના અંતર ઉજાગર પર્વ ઊજવીને રવજીભાઈ ક્રાંતિ સર્જે છે. ગામડે – ગામડે કિશોર-

    કિશોરીઓને અભ્યાસ ન બગડે એટલે માત્ર રવિવારે આનંદનો આનંદ, પ્રવાસનો પ્રવાસ, સેવાની સેવા થાય

    તેવા હેતુથી ગામડાઓમાં જાગૃતિનો શંખ ફૂંકયો છે. લોકજીવનમાં એમણે આણેલી જાગૃતિ ગુજરાતના

    વર્તમાનને ઉજ્જવળ બનાવી રહી છે.

    ગ્રામ્ય જાગૃતિના સતત ચાલી રહેલા અધ્યાયમાં ચુનંદા કિશોરોનું યોગદાન ઉમેરાઈ રહ્યું છે. ૨૦૦

    જેટલા ગામડાઓમાં જાગૃતિની આહલેક પોકારી છે. ઘરેઘરે સંપર્ક કરી સમર્પણ ભાવ, દ્રઢનિષ્ઠા, ધર્મની

    દ્રઢતા, જીવન પરિવર્તન માટે સભાઓ યોજે છે. સંસ્કાર અને સંસ્કૃતિલક્ષી તાલીમ અપાય છે.

    .

    નિત્ય પ્રાર્થના કરો, મન શાંત થશે. – પૂ. મોટા

    ---------------------------------------------------------------- ૬૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જાગો, મિત્રો જાગો...

    ‘તમે જે ગુનાઓ કર્યા છે તેમાં તમે સૌ નિર્દોષ છો. ગુનો કરવો કોઈને ગમતો નથી. ક્યારેય સંજોગ

    એવા હોય છે કે માણસ ગુણો આચરવા મજબૂર થાય છે. હદ થઇ ગઈ હોય ત્યારે ગુનાઈત કૃત્ય કર્યું હશે

    પણ, મિત્રો જયારે ગુસ્સો આવ્યો હશે, ક્રોધ આવ્યો હશે તે ક્ષણ તમે સાચવી લીધી હોત તો આ તમે જે

    પરિણામ ભોગવી રહ્યાં છો તે ન ભોગવતા હોત.’

    હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઊતર્યું,

    પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે.

    ‘જે થયું તે થયું. જાગ્યા ત્યારથી સવાર’ જો બીત ગઈ સો બાત ગઈ.’ પ્રાયશ્ચિતથી પાપી પુણ્યશાળી

    બની શકે છે. હજી સમય છે, સુધરી શકાય છે. આવેશ, ગુસ્સો, ક્રોધ છોડી યોગ, પ્રાણાયામ, ઈશ્વર, ભજન

    અને જેલમાં આપણને મળેલી પ્રવૃત્તિમાં મગ્ન રહીએ. સારા વિચારો કરવા, ખરાબ કે નબળું વિચારવું જોઈએ

    નહીં. મારા મિત્રો જાગો.’

    જેનામાં વિદ્યા નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ અને ધર્મ નથી, તે માનવી

    પૃથ્વી પર ભારરૂપ છે – ભતૃહરિ.

    ---------------------------------------------------------------- ૬૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સપનાં

    નવમા ધોરણના વર્ગમાં ગુજરાતી ભણાવતાં શિક્ષકે પાઠ સમજાવવાનું શરૂ કર્યુ. ‘વિદ્યાર્થી દોસ્તો,

    આપણે જે પાઠ ભણવા જઈ રહ્યાં છીએ, તે પાઠનું શીર્ષક છે ‘સપના’. લેખકે પાઠમાં કેવું સરસ સમજાવ્યું છે !

    સ્વપ્ના વિનાની જિંદગી સાવ નકામી છે.

    સપના તો આવવા જ જોઈએ. જે સ્વપ્ના સેવે છે તે કંઈક મેળવી શકે છે પણ જે સ્વપ્નાં સેવતી

    નથી, તેને શું મળે? તમને બધાંને સ્વપ્ના આવે છે ને? મોહિત, તને કેવા સ્વપ્નાં આવે? મોહિત : ‘સર, હું તો

    સ્વપ્નમાં ચોકલેટ, પીત્ઝા ખાતો હોઉં તેવું દેખાય!’

    ‘ડીમ્પલ, તને?’

    ‘સર, જાણે હું ઐશ્વર્યા સાથે ફોટો પડાવતી હોઉં.’

    ‘કેવિન, તને સ્વપ્નું આવે છે?’

    ‘યસ સર, મને તો સ્વપ્નામા સલમાન, શાહરુખ, ઋત્વિક ને વિવેક ઓબરોય જ દેખાયા કરે છે.’

    ‘જાનકી, તારો હાથ કેમ ઊંચો ન થયો?’

    ‘સર, મને ગઈકાલે સ્વપ્ન આવ્યું હતું કે, ગધેડા ઉપર ટેલિવિઝન હતું, ઘોડા ઉપર પુસ્તકો હતાં..!

    ‘કદી પણ ઉતાવળથી, દોડીને કશું મેળવવાની કે કાર્ય પૂરું કરવાનું

    વિચારશો નહિ, શાંતિથી, ધીરજથી એક પછી બીજું કામ

    હાથ પર લો અને ખંતથી પૂરું કરો.’

    ---------------------------------------------------------------- ૬૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ઘમંડ

    હજારો એકરમાં વિનયકાન્તનું કારખાનું. આલીશાન ઓફિસ, ત્રણસો માણસો કામ કરે.

    જાહોજલાલીમાં એમને કોઈ પહોંચે નહીં.

    પચાસ વર્ષથી દેશ – વિદેશમાં તેમની પ્રોડક્ટસનું વેચાણ, કોટ પેન્ટમાં વિનયકાંત સજ્જ રોજ

    સવારે કારખાનાનાં દરવાજે ઊભા રહી જાય.તડફડ કરી નાંખે તેવા માણસ.

    ધંધાના વિકાસ અર્થે અમેરિકા જઈ આવેલા પુત્ર સંજય પિતા વિનયકાંતને પગે લાગ્યો. બંને વચ્ચે

    મિટિંગ. ‘ડેડી, હવે આપણે બિઝનેસમાં, વ્યવહારમાં જમાનાને અનુરૂપ ફેરફાર કરવા પડશે.’

    ‘તું અમેરિકા જઈ આવ્યો, તેમાં શું મોથ મારી? તું ભલેને MBA થયો. હું ત્રણ ચોપડી ભણ્યો ને આ

    બધું ઊભું કર્યું છે, ખબર છે તને?

    ‘તમારી સફળતા કે સિધ્ધમાં તમારી ટેવ અત્યંત ગતિશીલ ભાગ

    ભજવે છે. તમારી મહત્તા અને નિષ્ફળતા બંનેમાં તમારી ટેવો

    જ કારણભૂત છે.’

    ---------------------------------------------------------------- ૬૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    નિર્ભયતાથી જીવું છું

    નિર્ભયતાનો અર્થ છે ‘સ્વતંત્રતા’, આઝાદી, સ્વાવલંબન, નિર્ભયતાનો અર્થ દરિયા જેટલો વિશાળ છે.

    ગુલામ ક્યારેય નિર્ભય ન હોઈ શકે. સ્વતંત્રતા એ નિર્ભયતાની જનની છે. અંગ્રેજોનાં દાંત ખાટાં કરી દેનાર

    ટીપુ કહેતો કે, ‘સો વર્ષ ઘેટાંની જેમ ડરીને જીવવા કરતાં સિંહની માફક એક ક્ષણ જીવવાનું મને પસંદ છે.’

    નેપોલિયન બોનાપાર્ટ પોતાની તમામ સફળતાનો યશ નિર્ભયતાને આપતો. તે કશાથી નહોતો ડરતો,

    મૃત્યુથી પણ નહીં. સેન્ટ હેલાના ટાપુ પર કેદી અવસ્થામાં પણ તે સિંહની માફક મૃત્યુને ભેટ્યો.

    ભય તમામ અનિષ્ટોનું મૂળ છે. મહાન ફિલોસોફર થોરોએ એક જગ્યાએ કહ્યું છે કે, ‘મૃત્યુથી તો

    માણસ એકવાર જ મૃત્યુ પામે છે, જયારે ભયભીત માણસ ક્ષણે ક્ષણે મરતો રહે છે. ભય માણસને જીવતો જ

    મારી નાખે છે. ભય એ અંધકાર છે, અંધકારના ઓથારમાં માણસને કશું એ સૂઝતું નથી તેવી રીતે ભયના

    ઓથારમાં માણસ મૂઢ મતિનો બની જાય છે.

    ‘મહાન કાર્યો સિદ્ધ કરવાનો સંકલ્પ જ માણસ માટે

    ઉત્કર્ષની સીડી તૈયાર કરે છે.’

    ---------------------------------------------------------------- ૬૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    રોજનું કામ રોજ

    પોતાનું કામ પૂરા રસથી, નિષ્ઠાથી અને પ્રેમથી કરો, તમને તમારી જાતનું, કાર્યનું સ્થાનનું ગૌરવ

    હોવું ઘટે. તેમાં શ્રધ્ધા હોવી ઘટે. હું સમજણથી અને આયોજનથી મારું રોજ રોજનું કામ કરું છું. સમયસર

    કામ થઈ જવાથી સંતોષ અને આનંદ થાય છે.

    ‘કદી પણ ઉતાવળથી, દોડીને કશું મેળવવાની કે કાર્ય પૂરું કરવાનું વિચારશો નહિ, શાંતિથી,

    ધીરજથી એક પછી બીજું કામ હાથ પર લો અને ખંતથી પૂરું કરો.’

    માણસ કોઈપણ કામ હાથમાં લે એટલે સદૈવ સફળ થાય એવું હંમેશ બનતું નથી પરંતુ જેથી કરીને

    નિષ્ફળતાને ખભે બેસાડી જીવન જીવી શકાય નહી. જે તમારા માર્ગને રોકનારું છે, નડતરરૂપ છે, જે અહિત

    કરનારું છે તેને શા માટે પકડી રાખો છો? ફેંકી દો, તે વાતને એની જરૂર નથી, કારણ કે એ નકામું છે અને

    તેને કામની વાતો સાથે સાંકળી શકાય નહીં.

    ‘તમને જે સ્થળે, સ્થિતિમાં, પ્રવૃતિમાં કે વ્યક્તિ સાથે શાંતિ કે પ્રસન્નતા

    પ્રાપ્ત થતી હોય, તેને નિયમિત અપનાવો.’

    ---------------------------------------------------------------- ૬૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    માણસ બનવાનો પ્રયત્ન

    મારું મન એવું મક્કમ છે કે ક્યારેય મને નબળાં વિચારો આવતા જ નથી, આમ તો માનવીનું મન

    એક અતિ મહત્વની અને મૂલ્યવાન વસ્તુ છે. જેનું મન મજબૂત છે, તેનું શરીર પણ મજબૂત હોય છે.

    શરીરના તમામ અંગો અને તેના તંત્રો ઉપર મનનો અદભૂત કાબૂ હોય છે એટલું નહિ, એ બધાનું સંચાલન

    પણ મન કરે છે!

    મન અતિ નાજુક અને સંવેદનશીલ હોય છે, બહારના વાતાવરણની અસર તેના ઉપર પડતા વાર

    લાગતી નથી. સામી વ્યક્તિનું દર્શન, વાણી, વર્તન કે વ્યવહારની સુક્ષ્મ અસર તે ઝીલી શકે છે.

    માનવીની સફળતા કે નિષ્ફળતા તેનું મન અને મનોભાવ નક્કી કરે છે તેથી મનને સંભાળવાનું,

    જતન કરવાનું ને પ્રસન્ન રાખવાનું ખૂબ જરૂરી છે.

    ‘માનસિક સ્વાસ્થ્ય કેળવવા માટે હંમેશા ઊંચા વિચારો, ભવ્ય કલ્પનાઓ

    અને વિધેયાત્મક વલણો ઘડવાની જરૂર છે.’

    ---------------------------------------------------------------- ૬૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    આપણે જાગીએ

    પવિત્ર નદીઓને મલીન કરવામાં અશિક્ષિત લોકોનો જ ફાળો હોય છે તેમ નથી પણ શિક્ષિત પણ

    લોકો નદીમાં શબના શબ પધરાવે છે. ગિરિકુંજોમાં જઈ જ્યાં ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકી વધેલા

    ભોજનનો એઠવાડ ફેંકી પર્યાવરણ બગાડી રહ્યાં છે. શિવરાત્રીએ કે શ્રાવણ માસે કરોડોનું દૂધ વેડફાય છે પણ

    ખરા અર્થમાં ગરીબ બાળ શિવજીને કેમ અપાતું નથી? ગણપતિ ઉત્સવ શું છે? પર્યાવરણને બગાડવાનું

    પાગલપણું નથી લાગતું?

    શિક્ષિત, સમજુ, પર્યાવરણ રક્ષક, રાષ્ટ્રનો વિકાસ ઈચ્છતા લાખો લોકોને એક કે બે સંતાન જ છે,

    વળી સંતાનો પણ રાષ્ટ્રના વિકાસપ્રેમી અને પર્યાવરણના રક્ષકો બન્યા છે, દેશમાં અન્ડરબ્રીજ, ઓવરબ્રીજ,

    ફ્લાય ઓવરબ્રીજ, મેટ્રો કે બુલેટ ટ્રેન વિકાસના ભાગરૂપે જરૂરી છે કારણ ટ્રાફિક સમસ્યા ઘટાડી શકાય. ઊર્જા

    શક્તિ, ઇંધણ અને સમય બચે છે. દેશનાં આવા હજારો બ્રીજ નીચે વિશાળ જગ્યાઓ હોય છે ત્યાં નર્સરી,

    બાગ-બગીચા કે રોપા વિતરણ કેન્દ્ર કરીને પર્યાવરણની રક્ષા અવશ્ય થાય અને ખાલી જગ્યામાં

    આવારાતત્વો ગુનાઇત કૃત્યો આચરશે નહીં.

    ‘કોઈપણ કાર્યની સફળતા માટે સંકલ્પ બહુ જ

    મહત્વનો ભાગ ભજવે છે.’

    ---------------------------------------------------------------- ૭૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ક્રોધને કાબૂમાં રાખું છું

    એક મુક્ત્તકનું સૌપ્રથમ ચિંતન કરીએ,

    બાપ નરમ, બેટા ગરમ, તો ઘરમાંરહે ધર્મ,

    બાપ ગરમ, બેટા નરમ તો ઘરમાં રહે શરમ,

    બાપુ પણ ગરમ, બેટા પણ ગરમ,

    તો ફૂટે બેયનાં કરમ,

    અને બંને નરમ, તો મટી જાય મનનો ભરમ.

    ક્રોધ બે પ્રકારનો હોય છે : સક્રિય ક્રોધ અને નિષ્ક્રિટ ક્રોધ, સક્રિય ક્રોધમાં વ્યક્તિ અંદરથી શાંત હોય છે. પણ ઉપરથી અશાંત રહે છે. નિષ્ક્રિય ક્રોધમાં વ્યક્તિ ઉપરથી શાંત હોય છે પણ અંદરથી અશાંત રહે છે.

    અહંકાર જ આપણા આંતરિક ક્રોધનું મુખ્ય કારણ. ‘મારી અપેક્ષા પુરી થવી જ જોઈએ અને કોઈ મારું અપમાન ન કરે’ એવી વૃતિ જ નિષ્ક્રિય ક્રોધનુંમૂળ છે. તેને છોડનાર વ્યક્તિ અંદરથી શાંત, સમુદ્ર માફક મસ્તરંગ રહી શકે છે.

    ‘થોડી મિનિટો આંખ બંધ કરી લઈને વિશ્રામ લ્યો. શક્ય હોય તો ખુલ્લી,

    તાજી હવામાંજઈને દીર્ઘ શ્વાસ લેવાની ટેવ પાડો.’

    ---------------------------------------------------------------- ૭૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અવાજ

    દીદી, તું દીકરી વહાલનો દરિયો,

    ત્રણ કુળ તારનારી, તુલસી ક્યારો.

    ભલે, હું રાજી છું.

    પણ, પણ.. શ્રી ભાગવત ઋષિએ

    કહ્યું છે કે, ‘દશ સરોવર સમાન

    એક સુપુત્ર છે’ તેનું શું?

    દીદી, હું મમ્મીના ગર્ભમાંથી પૃથ્વી પર

    આવીશ ત્યારે ઘૂઘવતો સાગર

    બનીને અવતરીશ. Son.. Sun.!

    કળિયુગ છે તો શું થયું? દીકરા જ ખરાબ?

    હવે બહુ થયું. દીકરા તરફ પણ ધ્યાન આપો

    એમ તું મમ્મીને કહેજે હો?

    હુંખારા પાણીની છોળ નથી,

    હુંમીઠા પાણીની છોળ છું,

    અને હા, માતાના ગુણગાન પણ મેંબહુ

    સાંભળ્યા છે, પણ દીદી પિતા કંઈ કમ છે?

    આપણે પપ્પાને ક્યારેય નહીં, Isolated

    થવા દઈએ. ગૌરવથી કહીશું : અમારે

    છત અને છત્ર બંને છે.

    દીકરી વહાલનો દરિયો છે તો દીકરો ઘૂઘવતો સાગર છે

    નટવર આહલપરા

    ---------------------------------------------------------------- ૭૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ‘ના’ કહેવાનું શીખી લીધું છે

    મેં સ્વામી વિવેકાનંદના શક્તિદાયક વિચારો વાંચ્યા પછી મારામાં સ્પષ્ટ, સત્ય અને ‘ના’ કહેવાની

    હિંમત આવી ગઈ છે. મિત્રો, હું જ નહીં આપણે સૌ એમના વિચારો જીવનમાં ઉતારીએ...

    ‘મારા બહાદુર બાળકો, મહાન કાર્ય કરવાને તમે સર્જાયા છો, એવી શ્રધ્ધા રાખો, કૂતરા ભસભસ કરે

    તેથી બીતાં નહીં, અરે! આકાશ તૂટી પડે તો પણ શું? ટટ્ટાર ખડા રહો અને કામ કરો’ : સ્વામી વિવેકાનંદ

    ગુલાબી સ્વપ્નોનો સંચાર થાય છે. સ્ફૂર્તિલું વાતાવરણ સર્જાયું છે. શરીરમાં ઉત્સાહ, થનગનાટ,

    શરીર સંપત્તિ પ્રકાશતા હોય છે. આકાશના તારલાઓ તોડી લાવવાની અભિલાષા સેવી શક્ય છે. અશક્ય

    શબ્દ યુવાનોની ડિક્ષનરીમાં હોતો જ નથી. જો કે એમાં અવિચારીપણું, ઉન્મત્તતા અને ઉતાવળ જો ભળી

    જાય તો યૌવન એળે જાય છે. યુવાની ધૈર્યના અભાવને કારણે મૂરઝાઈ જાય છે.

    પરિણામની ચિંતા કર્યા વગર સત્યનું અનુસરણ કરો. આદર્શના અંતિમ ધ્યેય સુધી પહોંચો. બીકણ

    અને દંભી બનો નહીં.

    ઈશ્વર મારા જીવનનું પ્રેરકબળ છે, તો પછી મારે

    શેનાથી ડરવાનું છે. – ગાંધીજી

    ---------------------------------------------------------------- ૭૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારા દેશનું ગૌરવ

    ભારત મારો દેશ છે.

    બધાં ભારતીયો મારાં ભાઈ બહેન છે.

    હુંમારા દેશને ચાહું છું અને તેના સમુદ્ધ

    અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

    હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.

    હું મારાં માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે

    આદર રાખીશ અને દરેક જણ સાથે

    સભ્યતાથી વર્તીશ.

    હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા

    અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં

    જ મારું સુખ રહ્યું છે.

    જો ઈશ્વર મારા પક્ષે હોય, તો મારી વિરૂધ્ધ કોણ રહેવાનું છે. – બુધ્ધ

    ---------------------------------------------------------------- ૭૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    હું મહાન બનીશ

    સંસ્કૃતના મહાન લેખક ભવભૂતિ એક પ્રસંગ નોધે છે : અરુંધતિ સીતાને કહે છે, તું મારી પુત્રી હો કે

    શિષ્યા હો, ભલે ગમે તે હો પણ તારી વિશુધ્ધિ મને આસક્ત બનાવે છે કારણ કે, ગુણો પૂજવા યોગ્ય છે,

    જાતિ કે ઉમર નહી.

    ઋદવેદનો પ્રસંગ આજની એકવીસમી સદીમાં પણ માનવો પડે તે યાદ આવે છે. આંગેરસ નામનો

    ઘરડા દાદા – દાદીને પુત્ર – પુત્રી તરીકે બોલાવે છે ત્યારે વડીલોને ખોટું લાગે છે અને કહે છે કે તું અમને શું

    જોઈને તું પુત્ર – પુત્રી કહે છે? ત્યારે આંગેરસ દેવોને પુછવાનું કહે છે કે, મેં બરાબર સંબોધન કર્યું છે ને?

    દેવોએ આંગેરસની તરફેણમાં નિર્ણય આપ્યો છે.

    જે યુવાન જ્ઞાની, તેજસ્વી, ઉત્સાહથી પરિપૂર્ણ ધ્યેયલક્ષી હોય એ જ મહાન છે. ભલે તેમાં આવેગથી

    કામ લેવાતું હોય, આ બધું હોવા છતાં કોઈપણ લક્ષણની સિદ્ધિ માટે યુવાની જ પહેલો અને છેલ્લો અવસર

    છે અને એટલે જ મહામૂલી તક છે.

    સફળ અને વિજયી માણસો કદી ભાગતા નથી,

    જયારે ભાગનારા કદી જીતતા નથી. – મહાવીર સ્વામી

    ---------------------------------------------------------------- ૭૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સફળતા મારી સાથે જ હોય છે

    મારે એટલું જ કહેવું છે કે, મને ન મળે વિફળતા બસ મળે સફળતા જ.. સફળતા..

    એક યુવાન દયાનંદ સરસ્વતી કાવતરાઓની પરવા કર્યા વિના ધતિંગો અને પાખંડો સામે લડી શકે

    તો પછી યુવાનોને એવો જ મહામૂલો અવસર સાંપડ્યો છે. યુવાન ગાંધી દક્ષિણ આફ્રિકામાં કાળાઓ સામે

    સત્યાગ્રહ કરી શકે તો આજના યુવાનો આદિવાસીઓ અને દલિતો પર થતાં આક્રમણોની સામે જેહાદ શા

    માટે ન જગાવી શકે?

    શિયાળ, કૂતરાઓ સિંહ સૂતો હોય ત્યાં સુધી જ ભસતા હોય કે અવાજ કરતા હોય છે, પણ એકવાર

    સિંહ જાગૃત થયો અને પોતાની કેશવાળી ઊંચી કરીને છલાંગ મારે તો આ બધાંને ભાગવું જ પડે. જો

    છિન્નભિન્ન કરી નાખતાં શિયાળિયાઓ કે માંસભોગી ગીધડાઓ કે દેશની તાકાત હરી લેતાં પાશવી બળો સામે

    યુવાનો એક ડકણ દઈને ઉભા થાય તો દેશની સમસ્યા માત્ર પાંચ જ વર્ષમાં હલ થઈ જાય અને

    હિન્દુસ્તાનને ફરી પાછો સ્વર્ગનો આહ્ લાદ આપી શકે.

    જેના જીવનમાં સ્વપ્ન કે કલ્પના નથી તે દહંમેશા પામર રહે છે. – રીલ્કે

    ---------------------------------------------------------------- ૭૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુવિચારો

    છાત્ર-છાત્રાઓ સુવિચારો લખ્યાં તેમાં ‘તમે મને લોહી આપો હું આપીશ સ્વતંત્રતા.’ પછી તો

    કેટકેટલા સુવિચારો મળે છે જેમ કે, જેમાં જવાબદારી, સ્વાપર્ણ અને શિસ્તની ભાવના ન હોય તે સ્વતંત્રતા

    નહિં પરંતુ સ્વતંત્રતાના અભાવની પરિસ્થિતિ છે. જરા જેટલું અસત્ય પણ માનવીનો નાશ કરે છે. જેમ એક

    ટીપું ઝેર આખા દૂધના તપેલાનો નાશ કરે છે. સફળતાની ચાવી એ છે કે, ખંતને તમારો મિત્ર બનાવો,

    અનુભવને તમારો શાણો સલાહકાર બનાવો. સાવધાનતાને તમારા વડીલબંધુ તરીકે સ્થાપો અને આશાને

    તમારી રક્ષક બનાવો. કટાઈ જવું તેના કરતાં બહેતર છે કે ઘસાઈ જવું. શાળા એ જ મારું મંદિર, મારું ઘર

    અને મારું જીવન છે.

    ‘અંધકારનો જેને અનુભવ નથી, તે પ્રકાશની કદર કરી શકે નહી, શોક અને

    રુદન કર્યા વિના પ્રસન્ન્તા અને હાસ્યની કિંમત ન થાય.’ – પ્રમુખ સ્વામી

    ---------------------------------------------------------------- ૭૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    રીમોટ

    શહેરથી દૂર માનવ મંદિરમાં તરછોડાયેલા, અનાથ બાળકો રહેતા હતાં. પ્રકાશ અને ઊર્જા વારંવાર

    માનવ મંદિર જાય છે ત્યાંનાં બાળકો સાથે પણ રહે છે. શાંત ચિત્તે વાત કરે છે. બાળકોને હિંમત આપે છે.

    આશ્વાસનના શબ્દ પણ કહે છે. તેઓની સાથે બેસી ભોજન કરે છે.

    ઊર્જા હિંમત આપતા કહે છે,

    કવિ નર્મદ કહે છે,

    ‘તમે યા હોમ કરીને પડો ફતેહ છે આગે’

    આપણે આપણું વ્યક્ત્તિત્વ જ એવું બનાવીએ કે આપણો અને આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર થાય. ખુદ

    ખુદાને પૂછવું પડે, રઝા લેવી પડે એવું જીવન બનાવો કે મજા આવે મિત્રો.

    તમે ભૂતકાળને કદી બદલી શકતા નથી પણ ભવિષ્ય તો હજી

    તમારા હાથમાં જ છે! – વિનોબા ભાવે

    ---------------------------------------------------------------- ૭૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ડગલું ભર્યુ કે...

    મને રમત ગમતમાં ચોરસ લંગડી, કેપ્ટન – કેપ્ટન, ગુરુ ચેલો પ્રકારે સામુહિક રમતો રમવી ગમે છે.

    પ્રવાસમાં ભાખરી, ચા-કોફી બનાવતા, દાળિયા – મમરાનાં પેકેટ તૈયાર કરાય છે. કિશોર – કિશોરીઓ

    પોતાની ટુકડીમાં રહી પ્રાર્થના, ધૂન, સમૂહગીત, હર્ષનાદો કરીએ છીએ.

    ‘ફિલ્મી સફર’ કાર્યક્રમ અંતર્ગત કિશોર અને કિશોરીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવતી ફિલ્મો

    દર્શાવવામાં આવે છે. જ્યુરાસિક પાર્ક, કૃષ્ણ બળદેવ, શક્તિમાન જેવી ફિલ્મો જોઈ સૌપ્રસન્ન થાય છે.

    પુસ્તકાલયમાં ભેટ સ્વરૂપે મળેલા પુસ્તકો વાંચીએ છીએ. ઘરે વાંચવા લઈ જાય છે. દર રવિવારે

    વાર્તાકથન રાખીએ છીએ. હું વાર્તાઓ વાંચુ અને કિશોર કિશોરીઓ પાસે વંચાવું છું.

    શ્રેષ્ટ અને સર્વોત્તમ ઈરાદાઓ કરતાં તો એક નાનું શું સારું કામ વધારે સારું

    ગણાય છે. – નાનક

    ---------------------------------------------------------------- ૭૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જવાબદારી

    આજે પ્રકાશ – ઉર્જાનો ચિંતન દિવસ છે. પોતો ક્ષણેક્ષણે સભાન રહે છે પણ ઉજરેલા કિશોર છોડ ને

    શહેરી માતાપિતા અંગે ચિંતન કર્યા કરે છે.

    ઊર્જા, જગતમાં મોટામાં મોટી જવાબદારી માતા પિતાની પણ છે. જન્મ લેનાર બાળકના તમે

    માલિક નહીં માધ્યમ છો. બાળક તમારે ત્યાં પોતાની અધૂરી સાધનાને આગળ વધારવા આવ્યો છે.

    તમારી ફરજ એ છે કે, એનો વિકાસ થાય, સાધના વધે, એવા સંસ્કારો આપો કે એના બંને ભવો જ

    નહીં, ભવોભવ સુધરી જાય, સંસ્કાર સારા અપાયા હોય તો માતા – પિતાની ભક્તિ કર્યા વિના બાળક રહી જ

    ન શકે ઊર્જાની સમજણ પણ પ્રકાશની ચિંતા પ્રમાણે હતી તેથી તે પણ ચિંતા વ્યક્ત કરે છે.

    પોતાનું કામ પૂરાં રસથી, નિષ્ઠાથી અને પ્રેમથી કરો, તમને તમારી

    જાતનું, કાર્યનું સ્થાનનું ગૌરવ હોવું ઘટે, તેમાં શ્રધ્ધા હોવી ઘટે. – શાસ્ત્રી

    ---------------------------------------------------------------- ૮૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ગુણોનો વિકાસ

    લાલ બહાદુર શાસ્ત્રીજી કહેતા કે, ‘જેમ બાળારાજાના અને યુવાનોના ઘડતર માટે આપણે બધું કરી

    છૂટીએ છે તેમ કિશોર-કિશોરીઓ આપણા રાષ્ટ્રની ધરી છે.’ શાસ્ત્રીજીનો જન્મ તા.૨ ઓક્ટોબર ૧૯૦૪ના રોજ

    મુગલ સરાઈમાં થયો. ૧૭ વર્ષની વયે અભ્યાસ ત્યજ્યો અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયાં

    અને ધરપકડ વહોરી. ૧૯૫૮માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા ગૃહમંત્રી બન્યાં. પંડિત જવાહરલાલ

    નહેરૂજીના મૃત્યુ બાદ ૧૯૬૪માં વડાપ્રધાન બન્યાં હતાં. કરકસર, સાદગી, દેશભાવના જેવા અનેક ગુણો

    એમનામાં હતાં આપણે પણ એ ગુણોને વિકસાવવાના છે.

    આશા કદી તમને છોડીને ચાલી જતી નથી, શ્રધ્ધા કદી ખૂટતી નથી,

    વિશ્વાસ અને પ્રેમ ક્યારેય નિષ્ફળ જતાં નથી. – ડો.રાજેન્દ્ર પ્રસાદ

    ---------------------------------------------------------------- ૮૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    પ્રતિજ્ઞા

    કાર્યક્રમ પૂરો થાય પછી પ્રકાશ, ઊર્જા, શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ પોતાના સ્થાન ઉપર ઊભા

    થાય છે. આજે પણ સૌ ઊભા થયાં. પ્રતિજ્ઞા લેતાં બોલ્યાં:

    ‘અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે, વીજળી,પાણી,વાણી,ઈંધણનો સમજણ પૂર્વક ઊપયોગ કરશું અને

    બચત કરશું. વાતાવરણ પોઝિટિવ બને છે. વૃક્ષો છોડવાઓ રાજીરાજી થઈ જાય છે. નાચવા માંડે છે.

    પંખીઓ ટહુકે છે. ગૌશાળાના વાછરડાઓ કૂદે છે. ગાય માથું ધુણાવી સૂરમાં સૂર પુરાવે છે. નવજીવન

    કિશોરશાળામાં રોજની માફક સૌમાં નવજીવનનો સંચાર થાય છે. બસ સંચાર થાય છે.

    સિધ્ધાંતો અને આદર્શો સાથે બાંધછોડ કરશો નહીં સત્યનિષ્ઠા છોડશો

    નહી, લાચારીનો હાથ કદી બંલાવશો નહી. – મોરારી બાપુ

    ---------------------------------------------------------------- ૮૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    લક્ષ્યપ્રાપ્તિ

    આ નિષ્ફળતાને બારીકાઈથી તપાસતા જણાશે કે, આ ‘લક્ષ’ નક્કી કરવા માટેના કારણો જ મજબૂત

    ન હતાં. મારે ‘આમ’ થવું છે. મારે ગમે તે ભોગે આ ‘વસ્તુ’ મેળવવી જ છે. આ ‘સ્થાન’, ‘નંબર’, ‘પ્રિયપાત્ર’,

    ‘જીવનસાથી’, મેળવવું જ છે. તે માટે હુંગમે તે કરવા તૈયાર છુંનુંમાત્ર રટણ તમને તે રળી નથી આપતું.

    અંગ્રેજીમાં કહેવત છે કે ‘ઈચ્છાઓના ઘોડા હોત તો ગધેડાઓ(મુર્ખાઓ) તેના પર સવારી કરત.

    ઘણી વાર આ લક્ષ્ય (Target)(Goal) ઉછીનો લીધેલ ચેપ છે. મારા ઓળખીતા કે મિત્ર કે પડોશીને

    ધ્યાનમાંરાખી, હરીફાઈ સ્વરૂપે નક્કી કરીએ છીએ. ઘણીવાર સંજોગોની ગરમીને લઈને, ધ્યેય નક્કી થતુંહોય

    છે. દા.ત. મારામારી, દાદાગીરીના પ્રસંગે હવે હુંપણ ‘કસરતી’ શર્રીર બનાવીશ નુંધ્યેય. જે સમયની સાથે ઠંડુ

    થઈ જાય છે. સફળતાનો બધો જ આધાર તમારા ‘લક્ષ’ને લગતા કારણો પર આધાર રાખે છે.

    વિચારો, વાણી, વર્તન અને વ્યવહાર એ તમારા મહાન શસ્ત્રો છે. એ

    બધાના સમન્વયથી તમે મહા માનવ બની શકો.

    ---------------------------------------------------------------- ૮૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુરક્ષા કવચ

    બેચરભાઈ પૌત્ર – પૌત્રીને જ પોતાના ભગવાન માને છે. તેઓ જોડકણાં શીખવે છે :

    ‘હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા,

    સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, લપસી પડ્યો ચંદુ’.

    પૌત્ર – પૌત્રીઓને તો એવી મજા આવે છે. તેઓ દાદા – દાદી સાથે રમે, જમે અને સાથે સૂઈ જાય છે.

    દાદા – દાદી બાળકોને જોઈ પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે. દાદા, દાદીને કહે છે કે, જો મોતી આપણે માળા ન કરીએ તો ચાલે, આપણા પ્રભુ આ ફૂલડાઓ, બાળારાજાઓ, એમને રોવડાવીને, દુઃખી કરીને માળા કરીએ, ભગવાનની પૂજા કરીએ એ ક્યાંનો ન્યાય?

    દાદી પણ પોતાના ફૂલડાને જોઈ કહેતા કે, મારા તો ઘરમાંજ ગોકુળ ને ઘરમાં જ મથુરા છે. આપણે ચાર ધામની જાત્રા કરવાની કાંઈ જરૂર છે?

    બેચર દાદાય કહેતા, ‘ના, ભાઈ ના આપણે તો આપણા ફૂલડાનું સુરક્ષા કવચ બની રહેવામાં જ મજા છે!

    કામ કે કચેરી છોડ્યા પછી તેની વાત ન સાંભળો, ચિંતા છોડી દો અને

    અન્ય કૌટુંબિક બાબતોમાંય મન બહેલાવે તેવી પ્રવૃત્તિમાં જોડાઈ જાવ’.

    ---------------------------------------------------------------- ૮૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુખી થવાના ૧૦ રસ્તા

    ૧) મોડેથી સુવાનું નહી અને મોડેથી ઊઠવાનું નહીં.

    ૨) લેણ – દેણનો હિસાબ રાખવાનો.

    ૩) કોઈના માટે કંઈ પણ કરવું.

    ૪) પોતાની વાતને જ સાચી બતાવવી નહીં.

    ૫) કોઈનો પણ વિશ્વાસ કરવો.

    ૬) કારણ વગર જુઠું બોલવું નહીં.

    ૭) કોઈપણ કામ સમયસર કરવું.

    ૮) વિના માગે સલાહ આપવી નહીં.

    ૯) જે સુખ જતું રહ્યું છે તેને વારંવાર યાદ કરવુંનહીં.

    ૧૦) હંમેશા પોતાના માટે જ વિચારવું નહીં.

    સારા વિચારો, શ્રધ્ધા અને આશાવાદી તથા વિધાયક માનસિક વલણ

    રાખવાથી મન, શાંત, શુધ્ધ અને પસન્ન રહે છે.

    ---------------------------------------------------------------- ૮૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    ધ્યેય પ્રાપ્તિ

    તમારે આ ધ્યેય પ્રાપ્ત કરવું છે કારણ કે, એક...બે...ત્રણ... કારણો છે. આ કારણો તમારા માટે ખૂબ

    જ અગત્યના હોવા જોઈએ. અંગત હોવા જોઈએ. તમારા આખા પૂરેપૂરા વ્યક્ત્તિત્વના વિકાસને અસરકર્તા

    હોવા જોઈએ. જો આમ થશે તો તમારો ધ્યેય પ્રાપ્તિનો રસ્તો ઘણો જ સરળ થઈ જશે.

    તમારું ધ્યેય અને પ્રાપ્તિ તમારી જિંદગીને એટલી બધી સ્પર્શતી હોય, મહત્તવ રાખતી હોય, જરૂરી

    હોય ત્યારે તમારી ધ્યેય પ્રાપ્તિ થવાની તકો ઉજળી હોય છે.

    ‘કરો યા મરો’ નો જ્યાં સવાલ આવે છે ત્યારે માણસ ક્યારેય મરતો નથી, જયારે પૂરા અસ્તિત્વનો જ

    સવાલ હોય ત્યારે પ્રયત્નો કેટલાં ભરપૂર હોય છે. તેના દાખલાઓ ઈતિહાસ અને વર્તમાનકાળમાં પણ

    જાણવામાં આવતાં હોય છે.

    ‘શ્રધ્ધા નાશ પામે છે ત્યારે તે સર્વસ્વ ગુમાવી દે છે’.

    ---------------------------------------------------------------- ૮૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    અમેરિકાના પ્રમુખ

    માતાની સૂચના પ્રમાણે નાનો અબ્રાહમ ખુલ્લી હવામાં બહાર નીકળ્યો. જંગલમાં નાની મોટી ગુફાઓમાં મન મૂકીને ફરતો રહ્યો. પક્ષીઓનો કલબલાટ અને ઝરણાનું ખળખળ સંગીત સાંળતીને તે પ્રફુલ્લિત થયો. એવા આનંદિત મન સાથે અબ્રાહમ ઘરે આવ્યો પછી તેની માતા પાસે અભ્યાસ કરવા બેઠો. માતાએ કહ્યું, ‘દીકરા, તને ક્યા વિષયમાં મૂંઝવણ કે? તે પુસ્તક તું કાઢ, શાબાશ! હવે પહેલો પાઠ વાંચ જોઈએ’

    અબ્રાહમે ફટાફટ પાઠ વાંચ્યો. તેની માતાએ પૂછ્યું ‘તને કંઇ ખબર પડી? અબ્રાહમે નાં કહી ડોક હલાવી. માતાએ કહ્યું, આ પાઠ તુંફરીથી વાંચ, અબ્રાહમે પાઠ ફરીથી વાંચ્યો. માતાએ પૂછ્યું હવે તને કંઇ ખબર પડી? અબ્રાહમે કહ્યું’હા, માતા થોડી થોડી ખબર પડી’, માતાએ કહ્યું, સારું, ફરીથી એક વખત પાઠ વાંચી જા તો, ‘અબ્રાહમે ફરીથી એક વખત મન લગાવીને પાઠ વાંચ્યો. માતાએ પૂછ્યું, હવે તને આમાંકાંઈ શંકા જણાય છે?. અબ્રાહમ આનંદપૂર્વક બોલ્યો, નાં માતા, હવે મને પાઠ પૂરેપરો સમજાઈ ગયો. તેના અનુસંધાનમાંમાતાએ કહ્યું. શાબાશ બેટા! હવે આગળ વાંચ. અબ્રાહમે બીજો પાઠ વાંચ્યો.

    માતાના ફરીથી વાંચ અને આગળ ‘વાંચ’, આ શૈક્ષણિક મહામંત્રે અબ્રાહમની જિંદગીની દિશા જ બદલી નાખી. આ જ અબ્રાહમ મોટા થઈને અમેરિકાના જગવિખ્યાત રાષ્ટ્રપ્રમુખ બન્યા.

    એક નાની સરખી સમસ્યાને જો સમયસર ઉકેલવામાંન આવે તો કાલે એક

    મહાન સમસ્યા બનીને તમને થથરાવશે.

    ---------------------------------------------------------------- ૮૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સદાચાર

    ‘પ્રકાશ, નીતિકારોને ચાર પ્રકારની માતા બતાવી છે : (૧) માત્ર સંતાનની પ્રાપ્તિથી જ સંતોષ માનનારી માતા તે પશુ માતા છે. (૨) પુત્રને ધનાર્જન માત્ર કરતાંદેખી માત્ર સંતોષ પામનારી માતા એ અધમમાતા. (૩) પુત્રના વિશિષ્ઠ પ્રકારના કાર્યોથી ખુશ થનારી માતા મધ્યમ માતા (૪) પુત્રની ટોચ કક્ષાની પરોપકારિતા દેખી ખુશ થનારી તે ઉતમ મતા છે.’

    પ્રકાશને ઊર્જાનું ચિંતન બહુ ગમતું હતું. શાળા જ પોતાનું ઘર હતું કારણ ઘર સામે જ પોતાની શાળા જીવંત રહે અને બંને પણ જીવંત રહી શકે. બંનેનાં મનમાં નાનપણથી જે મુરાદ હતી તે ધીમેધીમે પૂર્ણ થઈ રહી હતી. પ્રકાશ અને ઊર્જા બંને એકસાથે બોલે છે સદાચાર હંમેશા સારો બદલો આપે છે.

    ‘સંકલ્પ કરો તો તમે અફાટ સાગરને ઉલેચી શકો છો અને હિમાલયને

    ઓગળી શકો છો. તમારી આત્મશ્રદ્ધાથી તમે નદીઓના ધસમસતાંપૂર

    થંભાવી શકો છો અને સિંહ જેવા રાણી પશુઓને તમારા દાસ

    બનાવી શકો છો.’

    ---------------------------------------------------------------- ૮૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    જીવન ઘડતરનો પાયો

    ગુરુ દ્રોણને જન થતાં ભીલકુમાર એકલવ્યને શિક્ષા આપવાની એમને ના પાડી. એકલવ્ય તરીકે ખ્યાત થયેલા ભીલકુમારે પોતાના દ્રઢ આત્મવિશ્વાસનું સંપાદન કરી ગુરુ દ્રોણની માટીની પ્રતિકૃતિ બનાવી અકલ્પ્ય બુધ્ધિ પ્રતિભા હાંસલ કરી. આ શુંબતાવે છે? પ્રત્યેક માનવી ઈતિહાસમાં બનેલા બનાવો, મહાગ્રંથો માંથી સર્જાયેલી ઘટનાઓ કે પછી ધર્મગ્રંથોમાં જુદી જુદી જગ્યાએ સંગ્રહિત થયેલા આત્મવિશ્વાસને ગ્રહણ કરશે તો પોતાની જીવન ઈમારતનો પાયો નક્કર રીતે પુરી શકશે. ચંદ્ર ઉપર ગયા બાદ માનવીને એક વાત સહજ લાગી હશે. પરંતુ એ પહેલા વિશ્વસનીય નહીં લાગી હોય. મનુષ્ય પોતાના જીવનમાં એક જ પળે આત્મવિશ્વાસનું સંપાદન કરશે તો એ પળ કદાચ સાગરમાં ફેંકેલી કાંકરી દ્વારા ઉત્પન્ન થયેલા તરંગ જેવું હશે. તો વળી, પોતાના જીવનના ઘનઘોર આકાશમાં વીજરેખાની માફક ચમકી ઉઠશે. દૂર વૃક્ષ પર બેઠેલાંપક્ષીની બારીક આંખને વીંધી શકાય તમે પોતાના જીવનને વીંધી શકે.

    આત્મવિશ્વાસ વિનાનો શ્વાસ તદન પાંગળો, શુષ્ક અને નહિંવત્ લાગે છે. આત્મવિશ્વાસના ખમીરથી આપણા ઐતિહાસિક પાત્રો આજ સુધી આપણા માનસપટ પર શોર્યનો ચિરાગ પેટાવી ગયા છે. મહારાણા પ્રતાપ, વીર ભામાશા, ઝાંસીની રાણી, તાત્યા ટોપે, ગોપાલકૃષ્ણ ગોખલે, હુમાયુ, વિનોબા ભાવે અસંખ્ય ઉદારણો રજૂ કરી શકાય.

    એકાગ્રતા કેળવવા સારુ તમારી શ્રવણશક્તિ, નિરીક્ષણ શક્તિ અને મનન

    શક્તિનો વધુ અસરકારક ઉપયોગ કરવો જોઈએ.

    ---------------------------------------------------------------- ૮૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    નહીં માફ નીચું નિશાન.

    સ્વેટ માડર્નનું વિધાન મેં નિબંધમાં લખ્યું હતું કે, ‘જયારે તમે તમારી ચારે તરફ નિષ્ફળતાનું વાતાવરણ લઈને ચાલો છો, જેને જોઈને તમારામાં સંહેદ અને નિરુત્સાહ જન્મે છે ત્યાં સુધી તમે નિષ્ફળ નિવડશો, પણ આ બધું દૂર કરો અને પછી જૂઓ તમે ક્યાં પહોંચો છો? આ વિધાન મારા જીવનમાં મેં પણ દ્રઢ કર્યું છે.

    હું સૌપ્રથમ તો પાંચ પ્રશ્નો પોતાને પૂછ્યા કરું છું:

    ૧) મારે જે મેળવવું છે, તે અંગે મારા વિચારો બરાબર સ્પષ્ટ છે ખરા, અને તે સંદર્ભમાં હું અત્યારે ક્યાં ઊભો છું, તેનો મને બરોબર ખ્યાલ છે ખરો?

    ૨) મારી સિદ્ધિ માટે મારી પાસે વિગતવાર અને લેખિત યોજના ઘડેલી છે ખરી?

    ૩) મેં નક્કી કરેલા ધ્યેયોને પહોંચવા માટે મારે મારી પાસે ભડભડતી ઈચ્છા છે?

    ૪) તે ધ્યેયો સુધી પહોંચવા મને મારી શક્તિઓ પર અને જાત પર અટલ વિશ્વાસ છે ખરો?

    ૫) અડચણો, લોકનિંદા અને વિરોધ હોવા છતાં આગળ વધવાનો લોખંડી નિશ્ચય શું મેં કરી લીધો છે ખરો?

    દીવા પાસે બેઠાં હોઈએ અને હાથમાં પુસ્તક હોય એના જેવો

    આનંદ બીજો એક પણ નથી. – યોશીદા કેનાકે

    ---------------------------------------------------------------- ૯૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સૈનિકોને પ્રણામ

    આપણું રાષ્ટ્રગીત ‘જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા’ અને ‘સારે જહાં સે અચછા હિન્દોસ્તાં હમારા’ સહિત દેશભાવનાના ઘણાં ગીતો મને ગાવા ગમે છે. ‘જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈસો પાવત હૈ’ ગીત મને બહુ જ પ્રેરણા આપે છે.

    જીવન એ એક રણમેદાન છે. એમાં જય – પરાજય તો આવતા જ રહે છે. એવા પરાજયથી માણસ હતાશ થઈ બેસી રહેવું જોઈએ નહીં.

    અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનથી માંડીને ઈંગ્લેંડના વડાપ્રધાન ડીઝરાયેલી અને ગ્લેડસ્ટનને તેમના જીવનમાં અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડેલો.

    આપણા દેશમાં ખુદ ગાંધીજીને પણ બ્રિટીશ હકૂમત સામેની લડતમાં ૧૯૨૦ થી ૧૯૪૫ દરમિયાન અનેક નિષ્ફળતાઓ અને દગાબાજીનો સામનો કરવો પડેલ. કિન્તુ આ બધા મહાપુરુષો નિષ્ફળતાને સફળતા માટેનું એક વધુ સોપાન ગણીને પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતા રહ્યાં અને આખરે તેમણે સફળતા માટેનું એક વધુ સોપાન ગણીને પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતા રહ્યાં અને આખરે તેમણે સફળતાનાં ઉન્ન્ત શિખરો સર કરી આઝાદી અપાવી. સૌને પ્રણામ.

    સાહિત્ય તો સાગરવેળ : જીવનના અણુએ અણુને પ્લાવિત કરી મૂકે

  • ઝવેરચંદ મેઘાણી
  • ---------------------------------------------------------------- ૯૧ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મને શું થવું ગમે?

    ‘મને શું થવું ગમે?’ એ પ્રશ્ન પહેલાં મને મૂંઝવતો હતો પણ હવે, આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે. ‘મારે શિક્ષક બનવું છે’ શિક્ષક ભગવાનનું સ્વરૂપ છે. જે જીવનનો સાચો રસ્તો બતાવે છે. મારે વિદ્યાર્થીઓના પથદર્શક બનવું છે. બીજાને જ્ઞાન આપવું એ સુંદર વિચાર છે એમ હું માનું છું.

    ‘યેશા અને મોહા સતત ત્રણ મહિના સુધી મહેનત કરે છે. નવમા અને આઠમા ધોરણમાં ભળતી કિશોરીઓ સાયન્સ સિટીના યજમાનપદે વિજ્ઞાનમેળો યોજાય છે. સમગ્ર દેશમાંથી દર હજાર વધુ પ્રોજેક્ટ્સમાંથી વૈજ્ઞાનિકોએ પસંદ કરેલા ૯૭ પ્રોજેક્ટ પસંદ થયો. ભારતના આયુર્વેદ ગ્રંથોમાં જેનો ઉલ્લેખ થયો છે તેવા અને પુરાતનકાળથી ભારતીય પ્રણાલીમાં જેનો સ્વીકાર થયો છે તેવા ‘કરંજના દાંતણ’નો ઉપયોગ કરંજના અર્કમાં રહેલા બેકટેરિયાનો નાશ કરનાર તત્વ અંગેનું સંશોધન રજૂ કરે છે.

    ૪૦ જેટલા જુદા જુદા ક્ષેત્રના સાયન્ટીસ્ટની જજીસ કમિટી બે દિવસ સુધી મેળામાં રજૂ થયેલાં પ્રોજેક્ટ્સ ચકાસી તેમાંથી ૧૫ પ્રોજેક્ટ્સને ગ્રાન્ડ એવોર્ડ વીનર તરીકે જાહેર કરે છે. યેશા અને મોહાના પ્રોજેક્ટ પસંદ થાય છે અને અમેરિકાના પીટ્સબર્ગ આઈ. એસ. ઈ. એફ. એટલે કે સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ ફેરમાં ભાગ લે છે અને દેશ – વિદેશના જિજ્ઞાસુઓ સાથે મુલાકાત લે. છે.

    તમારી નબળાઈઓ પારખો અને તેને દૂર કરો – લોકમાન્ય ટિળક

    ---------------------------------------------------------------- ૯૨ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    સુંદર અક્ષરો

    ગાંધીજીના શબ્દો મેં મારા જીવનમાં બરાબર ગ્રહણ કર્યા છે. ‘નઠારા અક્ષરોએ અધૂરી કેળવણીની

    નિશાની છે’ હું પણ મારા અક્ષરો પ્રમાણસર, સીધા, બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા કરું છું અને

    ક્યારેક તો મારા અક્ષરો મોતીના દાણા જેવા પણ થઈ જાય છે.

    ‘વિદ્યાર્થી જીવનમાં ટેવોનું ચારિત્ર્યનું અને વિવિધ કૌશલ્યોનું જેટલું મહત્વ છે તેટલું, બલકે તેથી

    વિશેષ મહત્વ સુંદર હસ્તાક્ષરનું છે. કોઈપણ વિદ્યાર્થીની પ્રતિભા નક્કી કરવાનું પ્રથમ સાધન તેના હસ્તાક્ષર

    છે. સુંદર અને મરોડદાર અક્ષર સૌને માટે એક આકર્ષણની બાબત બની જાય છે. પોતાના હસ્તાક્ષર તમને

    ગમે છે ખરા? જો ગમતા હોય તો તે ખરેખર બીજાની દ્રષ્ટિએ કેવા છે. તે જાણી લો. અન્યની નજરે જો

    તમારા હસ્તાક્ષર સારા ન હોય, તો તમારે તમારી દ્રષ્ટિ બદલવી જોઈએ પણ પોતાને જ પોતાના હસ્તાક્ષર

    ન ગમતાં હોય, તે ખામી ભરેલા લાગતાં હોય તો તમારે તે સુધારવાનો સંકલ્પ કરવો જોઈએ.

    ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગત શીતળ

    હોય છે – કાલિદાસ

    ---------------------------------------------------------------- ૯૩ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    લક્ષ્ય, જ્ઞાન, મહેનત = સફળતા

    અબ્દુલ કલામસાહેબનાં પાંચ મંત્રો મેં મારા જીવનમાં ઉતર્યા છે (૧) જીવનમાં લક્ષ્ય નિશ્ચિત કરો (૨) જ્ઞાન મેળવો (૩) સખત મહેનત કરો (૪) લક્ષ્ય પ્રત્યે રૂઢ રહો (૫) અમે સફળ થઈશું. અબ્દુલ કલામ અને વિવેકાનંદ મેં મારા જીવનમાં આદર્શ બનાવ્યા છે. તે પ્રમાણે હું આગળ વધું છું.

    દુનિયામાં એવો કયો માણસ હશે જે સફળતા નહીં ઈચ્છતો હોય? પરતું આપણે જાણીએ છીએ કે, બધાં જ માણસો જીવનમાં સફળતા મેળવી શકતા નથી. કેટલાક માણસો જીવનભર નિષ્ફળતા મેળવીને દુઃખી થતાં હોય છે, કિન્તુ એનો અર્થ એવો નથી કે, સફળતાના શિખર સર ન જ કરી શકાય. સફળતા મેળવીને દુષ્કર ભલે હોય, પરંતુ તેને પણ ચોક્કસ નિયમો હોય છે અને તેને અનુસરવાથી જીવનમાં અવશ્ય સફળતા પામી શકાય છે. પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ અને તે સાધવાની શક્તિ ઈશ્વરે આપેલી જ છે.

    હકારાત્મક વિચારોથી હંમેશા બળ મળે છે. આજે કે હવે પછી આપણે ઉજ્જવળ કારકિર્દીમાં આગળ હતાં, છીએ અને રહીશું.નબળી વાતોને, વિચારોને ફેંકી ડો, નિરાશાવાદ છોડો, આપણે નસીબદાર શ્રી સરસ્વતીજીના સંતાનો, વિચારો, સંસ્કારી ઘરમાં આપણને જન્મ મળ્યો છે. પૂર્વજોના માતા પિતાના અને સદગુરુના આશિષ આપણા ઉપર સતત વરસ્યા કરે છે પછી ઉપાધી શાની?

    સંસારમાં શિક્ષણ સૌથી મહાન ઉપલબ્ધિ છે – નિરાલા.

    ---------------------------------------------------------------- ૯૪ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ


    આભાર માનું છું

    હું હંમેશા મારીભૂલ બતાવનારનો, ટીકા કરનારો આભાર માનું છું. મને જાગૃત રાખનાર આ બધા

    મારા ગુરુઓ છે. હું મારી લીટી જ મોટી કરુંછું. મને સિધ્ધિ મળતી રહે છે, સફળતાની દિશા ભૂલે છે. અને

    મારો વિકાસ થતો રહે છે. હું સતત જાગું છું, જાગ્યા જ કરું છું.

    ‘શિક્ષણના સાચા શિષ્ય એટલે સ્વામી વિવેકાનંદ. કારણ કે તેને તેનો પ્રચાર નો’ તો કરવો. પરંતુ

    સમાજમાં મૂળ નાખી ગયેલાં અનર્થો, બેકારી, નિરક્ષરતા, કંગાલિયત સામે લડી આમૂલ પરિવર્તનની પ્રેરણા

    દેવાનું ભગીરથ કાર્ય કરવાનું હતું. તેમાં તેઓ સાંગોપાંગ સફળ થયા. સાધુ પ્રત્યે તેઓને બચપણથી

    અતિપ્રેમ હતો. બારણે સાધુ આવે એટલે તે તો રાજીરાજી થઈ જતાં. બહેનોને એ ભારે પજવતાં. આ નાનકડા

    નર શિષ્યમાંથી નરસિંહ સમા નરેન્દ્રને કેમ ભૂલાય? જેણે ભારતના ઈતિહાસને ઢંઢોળ્યો,ભક્તિની અંજલિ

    છાંટી, ઈતિહાસને બેઠો કર્યો. આ બેઠેલા ઈતિહાસને આધ્યાત્મિક

    તાની મંઝીલ તરફ દોડાવ્યો. સો માઈલ લાંબા પ્રવાસની શરૂઆત માત્ર એક ડગલાથી જ થાય છે. તો

    આજથી હુંપણ કેમ આગળ ન વધું.?

    એકાગ્ર બનો અને વિજયી બનો – વિનોબા ભાવે

    ---------------------------------------------------------------- ૯૫ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    વક્ર્તૃત્વથી વિકાસ

    વક્ર્તૃત્વ કલા ખીલવવા હું સતત નવું નવું વાંચુ છું. વિષયને અનુરૂપ ચિંતન કરી ઉત્તમ સ્ક્રિપ્ટ તૈયાર કરુંછું. વક્તવ્ય સહજ સ્પષ્ટ, મુદ્દાસર, પ્રસંગ, ઉદાહરણ, દાખલા, દલીલ અને અસરકારક પંક્તિઓ મૂકું છું વક્તવ્ય સમયસર પૂરું થાય તે માટે ત્રણ ચાર પ્રેક્ટીસ કરું છું. સૌને ગમે તેવું બોલવા યત્ન કરું છું.

    સતત – સરસ વાંચનથી વક્ર્તૃત્વ અભિવ્યક્તિ ખીલે છે. વક્ર્તૃત્વનાં વિષય માટે ચિંતન – મનન કરવું અનિવાર્ય છે. સાંપ્રત પ્રવાહ અને ઘટના સાથે સંપર્ક જરૂરી છે. શ્રેષ્ટ વક્તવ્ય માટે સારામાં સારી સ્ક્રિપ્ટ તૈયાર કરો.

    વક્ર્તૃત્વ સહજ, સ્પષ્ટ, મુદ્દાસર, સપ્રમાણમાં ભાષામાં સ્વસ્થતાથી અને પ્રસન્નચિત્તે રજૂ કરવું જોઈએ. વક્ર્તૃત્વ કળામાં છટાદાર અભિવ્યક્તિ, વાકંચાતુર્ય, આરોહ – અવરોહ, સપ્રમાણ આંગિક અભિનય, સુંદર પરિવેશ જેવી બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. વક્તવ્યનો પ્રારંભ કોઈ પ્રસંગ, ઉદાહરણ, દાખલા – દલીલ કે અસરકારક પંક્તિથી કરી શકાય.

    વક્ર્તૃત્વ સ્પર્ધાના વિષય માટે ઉપયોગી થાય તેવી વિવિધ ભાષાની પંક્તિઓનો સંગ્રહ કરો. વક્તવ્ય નિયત સમયમાં બરાબર પૂરું થાય તે માટે મહાવરો રાખવો જોઈએ. વક્ર્તૃત્વ સ્પર્ધા કોણ યોજે છે, ક્યારે યોજાય છે, તે અંગેની વિગત મેળવવા શાળા – કોલેજના નોટિસ બોર્ડ, વર્તમાન પત્રો અને સામયિકો વાંચવા જોઈએ. વક્ર્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાથી સમાજમાં તમને માન સન્માન મળશે. ઉત્સાહ અને પ્રતિભા ખીલશે.

    જીવનમાંછેતરવા અને અપમાનિત થવા કરતાં જાગતા રહો.

    યાદ રાખો મિત્રો, એક હજાર માણસમાં એકાદ પંડિત બને જયારે દસ હજારમાં એકાદ વ્યક્તિ શ્રેષ્ટ વક્તા બને છે.

    સત્ય એ સત્ય રહે છે, ભલેને બધાંજ તેની વિરૂધ્ધ હોય. જે સત્ય બોલે છે

    તે જ તેના હ્રદયમાં આગળ વધે છે. – અબ્દુલ કલામ

    ---------------------------------------------------------------- ૯૬ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    આદર્શ વિદ્યાર્થી

    હુંઆદર્શ વિદ્યાર્થી બનવા સતત જાગૃત રહું છું. અભ્યાસથી તેજસ્વી બનું છું. વિનય, સંસ્કાર, સ્વચ્છતા, મહેનત, નિયમિતતા, ઉત્સાહથી હું આદર્શ વિદ્યાર્થી બનવા આગળ વધું છું. કર્મને વચનને અનુરૂપ અને વચનને કર્મને અનુરૂપ કરી સાચો વિદ્યાર્થી બનીશ.

    આદર્શ વિદ્યાર્થી એટલે અનુકરણીય વિદ્યાર્થી. અન્ય વિદ્યાર્થી પોતાના સમગ્ર વ્યક્તિત્વની એક સુંદર છાપ ઉપસાવી તેમને સન્માર્ગે વાળી શકે. એ આદર્શ વિદ્યાર્થી, તે એ જ કહેવાય ને? વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાપ્રાપ્તિ એ જ વિદ્યાર્થીનું એકમાત્ર ધ્યેય હોવું જોઈએ. એનું તાત્પર્ય એવું નથી કે વિદ્યાર્થી પુસ્તકિયો કીડો કે કૂપમંડુક રહે. વિદ્યાર્થીઓનો સુંદર પ્રેરણા આપતી અંગ્રેજી પંક્તિ નીચે પ્રમાણે છે:

    I alone have the power to make my life. મારે મારી જિંદગી બગાડવી કે કેવળ સુધારવી તે મારા હાથમાં છે. શીલ અને સંસ્કાર તો વિદ્યાર્થીની અમૂલ્ય પૂંજી છે. આજનો વિલાસી યુગ વિદ્યાર્થીને ભરખી ગયો છે. એમાંથી વિદ્યાર્થી પણ બાકાત નથી રહ્યો. પરંતુ આદર્શ વિદ્યાર્થીએ પોતાના ચરિત્રને કોઈપણ ભોગે રક્ષવું જોઈએ. સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને સહ્રદયતાપૂર્વકની એની કર્તવ્યનિષ્ઠા અન્ય વિદ્યાર્થી માટે આદર્શરૂપ બની જાય છે.

    કોઈપણ કાર્યની સફળતા માટે સંકલ્પ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે.

    ---------------------------------------------------------------- ૯૭ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મને લખવું બહુ ગમે છે

    આઠથી બારમા ધોરણમાં ગુજરાતી વિષયમાં નિબંધ એક ફરજિયાત પ્રશ્ન તરીકે પૂછાય છે.

    પરીક્ષા અને ગુણભારની દષ્ટિએ નિબંધનો પ્રશ્ન અતિ મહત્વનો બની રહે છે.

    આપેલા વિષયો પૈકી જે વિષય લખવા માટે પસંદ કર્યો હોય તેના પર ૨૦૦ થી ૩૦૦ શબ્દોમાં (લગભગ ૨૫ થી ૩૫ લીટીમાં) નિબંધ લખવાનો હોય છે.

    પસંદ કરેલા વિષય પર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત થઈ શકે તેવા વિષય લખવા માટે પસંદ કરવો.

    જે વિષય પર વધારે વિસ્તારથી વિચારો વ્યક્ત થઈ શકે તેવા વિષય લખવા માટે પસંદ કરવો.

    નિબંધ રસપૂર્વક અને ભાવથી લખો. નિબંધની શૈલી મૌલિક, સરળ, રસિક, અર્થપૂર્ણ, પ્રવાહી અને સચોટ હોવી અનિવાર્ય છે.

    મુખ્ય તેમ જ પેટા મુદ્દાઓ નક્કી કર્યા પછી મુદ્દાઓનું વર્ગીકરણ કરવું. લખતાં લખતાં કોઈ મુદ્દો, વિચાર કે સંદર્ભ યાદ આવે તો નિબંધ સમાપન કરતાં પૂર્વે તેને સ્વાભાવિક રીતે સમાવી લેવો જરૂરી છે.

    નિબંધનો આરંભ આકર્ષક અને ચોટદાર હોવો જોઈએ. નિબંધના હાર્દને અનુરૂપ મધ્યભાગ જરૂરી છે. અંતે આકર્ષક અને સૂત્રાત્મક હોવો જોઈએ.

    નિબંધ લેખનમાં સુંદર અક્ષર, જોડણીની શુદ્ધિ, સ્પષ્ટ મુદ્દા, જરૂરી હાંસિયો, યોગ્ય ફકરા અને સ્વચ્છતા આવશ્યક છે.

    નિબંધમાં પ્રયોજેલી પંક્તિઓ, સુવાક્યો, ઉદાહરણ વગેરે નીચે લીટી કરો.

    શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઈરાદાથી કરતાં તો એક નાનું સરખું સારું કામ

    વધારે સારું ગણાય છે. – સ્ટીફન

    ---------------------------------------------------------------- ૯૮ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    મારી સ્કૂલ બેગ

    મારી સ્કૂલ બેગમાં જોઈએ તેટલા જ પુસ્તકો, નોટબૂક ટાઈમ ટેબલ પ્રમાણે રાખું છું. લંચ બોક્સમાં

    પૌષ્ટિક નાસ્તો લઈ જાઉં છું. શોકસ, શૂઝ, આઈન્ડેન્ટી કાર્ડ, કંપાસ, વોટર બોટલ, રૂમાલ, ડેઈલી ડાયરી,

    કલર બોક્સ મારા મિત્રો છે. તેની સંભાળ હું બરાબર લઉં છું. સ્કૂલબેગ સ્વચ્છ રાખું છું.સ્કૂલ બેગ મારો સાથી

    છે. મારી મમ્મી અને પપ્પા છે. સ્કૂલ બેગની ટેક્ષ બૂક્સ મને જાગૃત રાખે છે. હોમવર્કસની નોટ મને સખત

    મહેનત કરવાની યાદ આપે છે. સ્કૂલ નોટસમાં મને સ્ટાર, એ ગ્રેડ મળ્યાં હોય છે. તેની નોંધ હોય છે અને

    તેના જોતા જ મારો અભ્યાસ કરવાનો ઉત્સાહ વધી જાય છે.

    મારી સ્કૂલ બેગમાં વધારાની કોઈ વસ્તુ ક્યારેય હોય જ નહીં.

    ખરેખર, મારી સ્કૂલ બેગ તો

    મારી સ્કૂલ બેગ છે, સફળતા

    મારી સ્કૂલ બેગમાં છે.

    આપણે એ ન ભૂલવું જોઈએ કે ‘અનુભવ એ આપણો

    મહાન શિક્ષક છે.’ – કાકા કાલેલકર

    ---------------------------------------------------------------- ૯૯ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ

    કસરત, રમત – ગમત

    કસરત કરવી મને બહુ જ ગમે છે. સ્કૂલમાં હું ક્યારે શનિવાર આવે તેની રાહ જોઉં છું. લંગડી,

    કબડ્ડી, ખો – ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ, ક્રિકેટ, હોકી, સ્વિમિંગમાં બહુ રસ લઉંછું. સ્વાતંત્ર્ય અને

    પ્રજાસત્તાક દિનના રોજ હું અનેકવાર ચેસમાં, બેડમિંટનમાં નંબર લઈ આવું છું અને મારું બળ વધારું છું.

    ‘જૂઓ, મિત્રો, આજે આપણે ફીટ રહેવાની વાતો કરીએ છીએ પણ આ ફીટ શું છે? ખાલી વાતો

    કરવાથી ફીટ ન રહેવાય. તેના માટે સતત ધ્યાન રાખવું જોઈએ. ‘ચાલતા રહેજો’નો અર્થ એ છે કે આપણે

    આપણી પ્રવૃત્તિમાં પણ સતત ચાલતા રહેવું જોઈએ. ચાલવાથી શરીર અને મન તંદુરસ્ત રહે છે. ઓક્સિજન

    મળે છે. ચોખ્ખી હવા મેળવવી છીએ. કુદરતી વાતાવરણ અનુભવવા મળે છે. મિત્રો સાથે ચાલવાની મજા

    પડે છે.

    ખરેખર, ‘ચાલતા રહેજો’ સૂત્ર મેં બરાબર આપ્યું છે ને? જીવનમાં ચિત્ર, સંગીતનું મહત્તવ છે તેટલું

    જ મહત્તવ કસરતનું છે.

    ‘જેના જીવનમાં સ્વપ્ન કે કલ્પના નથી તે હંમેશા પામર

    અને અકિંચન રહે છે. – બર્નાડ શો

    -------------------------------------------------------------- ૧૦૦ ----------------------------------- મને ગમે છે સ્કૂલબેગ