Dhak Dhak Girl - Part - 5 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | ધક ધક ગર્લ - ભાગ ૫

Featured Books
Categories
Share

ધક ધક ગર્લ - ભાગ ૫

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૫]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

[૫]

"તેરી અખીંયો કા વાર
જૈસે શેર કા શિકાર
તેરા હુસ્ન ધુંએદાર
જૈસે જલતા સીગાર
તેરે પ્યાર કા નશા
કભી આર, કભી પાર
તેરા પ્યાર પ્યાર પ્યાર, હુક્કા-બાર
તેરા પ્યાર પ્યાર પ્યાર, હુક્કા-બાર”

.

અક્ષયકુમારની ફિલ્મનાં પેલા ગીતનાં આ શબ્દો મને યાદ આવી ગયા, કે જયારે મેં ધડકનને 'મેક-ડી'માં જોઈ.
આઈ-શપ્પથ, શું દેખાતી હતી..!
મસ્ત..!!

પિંક કલરની ટાઈટ-ફીટીંગની કુર્તી અને વાઈટ કલરની લેગીન્ગ્સ હતી. અને સ્ટ્રોબેરી રંગની ઓઢણીથી તેણે પોતાના કેશ બાંધ્યા હતા.

.

"થોડી ઓલ્ડ-ફેશન્ડ સ્ટાઈલ, નથી આ ?" [મેં મનમાં ને મનમાં વિચાર્યું.]
મતલબ કે રેટ્રો-મૂવીઝમાંની નીતુ-સિંહ, કે પછી..મુમતાઝને મેં આવી ફેશન કરતા જોઈ હતી.
બટ એની વે,
હુ કેઅર્સ..?
ધડકન વોઝ લુકિંગ ગોર્જીઅસ..!

.

પછી મારું ધ્યાન, પીઠ ફેરવીને બેઠેલી તન્વી પર ગયું, અને વાસ્તવિકતાનું મને ભાન થયું.
તેનો ચહેરો દેખાતો ન હોવાથી ખરેખર શું થયું છે, તે વાતનો અંદાજો નહોતો આવતો.
હું અંદર જતો હતો ત્યારે જ, ધડકનનું ધ્યાન મારી તરફ ગયું.
મેં ઇશારાથી પૂછ્યું કે- શું થયું છે? પણ તે કંઈ બોલી જ નહીં.
હું તન્વીની બાજુની ખુરસી પર બેસી ગયો.

.

"હાય.. કાય ઝાલં? આટલી ગડબડીમાં કેમ બોલાવ્યો?" -તન્વીના ચહેરા પરના ભાવ વાંચવાનો પ્રયત્ન કરતા મેં પૂછ્યું.
'પ્રોબ્લમ છે." -થોડા વૈતાગેલા સૂરમાં તન્વી બોલી.
ઝાલં કાય..? બરોબર કહીશ કે?" -મેં થોડી ધીર કેળવતા કહ્યું.
"કાલે મને જોવા આવવાના છે." -તન્વી નજર ચોરાવતી બોલી.
[એક સેકન્ડ માટે તો અત્યાનંદને કારણે મારા પગ નીચેની જમીન લપસવા લાગી હોય તેમ લાગ્યું.]

"કા......ય ? કાય બોલતેસ તુ?" -મનમાં થયેલ આનંદ, અને ચહેરા પર આવતી મુસ્કાનને છુપાવીને હું બોલ્યો.
"હો ના રે..! કોઈક પાટીલ છે, રાંજણગાંવનો, પપ્પાની ઓળખાણમાં જ છે. તેનો છોકરો છે." -તન્વી બોલી.
"અરે? પણ તું તો હજી બસ..બાવીસની જ છે, તો પછી તેમને આટલું જલ્દી કેમ છે તારા મેરેજનું?" -મેં બાફ્યું.

એ..! કાય રે? મ્હણજે મારા મેરેજ..મને જોવા આવવાના છે..તેનું તને કંઈ લાગતું જ નથી કે?" -તન્વી તાડૂકી
"ઓકે ઓકે, શાંત..! ગદાધારી ભીમ, શાંત..! મને બરોબર કહે. છોકરો કોણ છે? શું કરે છે?"
"અરે, રાંજણગાવનો પાટીલ છે. ગર્ભશ્રીમંત છે. બે પેટ્રોલ-પમ્પ છે. ગુલાબની મો..ટી નર્સરી અને દ્રાક્ષના કેટલાય માંડવા છે એ લોકોના." -તન્વી પોતાના પપ્પાની જ ભાષા બોલતી હતી.

"વા...ઉ, સહી યાર..! શ્રીમંત થઇ ગઈ એટલે તું તો..!"
તન્વીએ ચિડાઈને મારી તરફ જોતી રહી.

"તેં જોયો કે છોકરાને?"

"હો..! ફોટો જોયો. એમ તો ઠીક છે. એવો બધો ખરાબ નથી લાગતો, પણ.."

"તો પછી પ્રોબ્લમ શું છે?" -મનમાં આવ્યું, તેવું હું બોલ્યો.

"અસં કાય કરતોસ..? અરે, મારે આટલા જલ્દી મેરેજ નથી કરવા. અને મારા લગ્ન થઇ જાય, પછી હું તને ભેટી શકીશ કે?"

"કેમ? તેમાં શું થઇ ગયું? તારો વર શું એટલો શુદ્ર વિચારોનો છે કે? મેરેજ પછી કોઈ શું પોતાના મિત્ર-મૈત્રિણને મળી ન શકે કે?" -હું તો જાણે કે તન્વીને ભરપુર કન્વીન્સ કરવાની જ ટ્રાઈ કરતો હતો, અને મારી નજરમાં તો પેલો છોકરો, જે કોઈ પણ તે હોય, તે અત્યારથી જ તેનો વર થઇ ગયો હતો.

"હો.. મિત્ર-મૈત્રિણ ઠીક છે. પણ બોયફ્રેન્ડ? તે જામ ચીડશે આ વાતથી..મને ખાતરી છે.' તન્વી મુંડી હલાવતી બોલી.

"ઓકે. તો એ કહે.. તે તારી જ કાસ્ટનો છે?"

"અર્થાત..? આ કેવો પ્રશ્ન છે? એનાં વગર મારા પપ્પા થોડા જ..."

"હમમમ.. તો પછી તું તેમને સરળ કહી જ દે ને...કે તારું ભણતર પૂરું થયા નંતર જ તારે લગ્ન કરવા છે એમ.." મેં સજેશન આપ્યું.

[જો કે આ સુઝાવ આપતી વેળાએ મેં મારા બંને હાથની ફીન્ગર્સ -ક્રોસ કરીને જ રાખી હતી.]

"કહ્યું મેં, તે પણ કહ્યું. પણ તે લોકોને મારા ભણતરમાં ય કોઈ હરકત નથી. લગ્ન-નંતર પણ ભણવાની તેઓ મને છૂટ આપશે, તેમ કહે છે એ લોકો."

"બસ તો પછી.." [હું મનમાં ને મનમાં બબડ્યો.] "આના અને પેલાના માબાપે બધું નક્કી જ કરી નાખ્યું લાગે છે. હવે આ કેટલું પણ..અને કંઈ પણ કહે, આનું કોઈ કંઈ સાંભળવાનું જ નથી."

.

ત્યારે સહજ જ મારું લક્ષ ધડકન તરફ ગયું.
તે મારા ચહેરા પરથી મારા મનમાં ચાલતા વિચારો ઓળખવાની કોશિષ કરતી હોય તેમ લાગ્યું, એટલે મેં પટકન નજર બીજી તરફ ફેરવી લીધી.

.

તે પછીનો અડધો કલાક અમે વેગવેગળી શક્યતાઓ પર નિરર્થક ચર્ચાઓ કરવામાં ઘાલવ્યો, પણ કોઈ રસ્તો દેખાયો નહીં.

તન્વી બહુતે'ક થોડીસી નિરાશ અને વૈતાગેલી હતી. બહુતે'ક તો તેને મારી તરફથી સારી એવી આશાઓ હતી; હું કોઈ રસ્તો કાઢીશ તેવી આશાએ જ તેણે મને તરત સાંજે જ મળવા બોલાવ્યો હતો, પણ કોઈ માર્ગ નીકળતો જ નહોતો.

"તો હવે? હવે શું કરવાનું રે..?" -તન્વી ખુબ જ સેન્ટી થઇ ગઈ હતી. તેની દ્રષ્ટીએ એક વાર જો છોકરો જોવાનો કાર્યક્રમ પાર પડી ગયો, તો પછી તેમાંથી બહાર પાડવાનો કોઈ માર્ગ જ નહોતો; લગ્ન કન્ફર્મ જ થવાના.

મેં તેની આંખોમાં જોયું. તેની પાણીદાર આંખો લાલ થઇ ગઈ હતી. નાકનું ટેરવું પણ ગુલાબી થઇ ગયું હતું.
શું આ જ મારી તન્વી ?
કાયમ હસવાવાળી..બીજાને કાયમ હસાવનારી..ચુલબુલી તન્વી ?

.

ટેબલ પરથી ટીસ્યુ ઉઠાવીને તેણે પોતાની ભીની આંખો લુછી.
"કમ ઓન તન્વી...! ડોન્ટ ડુ ધેટ. મુદ્દામ પેલાને કાલે મળ તો ખરી. કદાચ એવું ય બને કે તેને તું પસંદ જ ન આવે." -તન્વીની નજીક જતાં હું બોલ્યો,
અને તન્વીએ અચાનક મને પોતાની આગોશમાં લઇ લીધો-
"આય ડોન્ટ વોન્ટ ટુ ગો તન્મય.. આય ડોન્ટ વોન્ટ ટુ લીવ યુ.."

તેની આંખોમાંથી ટપકતા ગરમ આંસુ મારા ખભા પલાળી રહ્યા. ખુબ પ્રેસિયસ હતા તે આંસુ, કારણ તે મારા માટે ટપકતા હતા. તન્વી તેમને લુછતી હતી, ને તો ય તે ફરી ફરીને તેની આંખોમાં ઉભરાઈ આવતા હતા.

.

પણ મારી જ આંખો કોરી હતી. કદાચ.. કદાચ જે દિવસે હું ધડકનને મળ્યો, તે જ દિવસથી હું તન્વી સાથેના રિલેશન્સથી બહાર આવી ગયો હતો.
કદાચ..!

.

તન્વીને રડતી જોઈ મને બહુ ખરાબ લાગતું હતું,

પણ એક ને એક દિવસે તો આ થવાનું જ હતું. વી હેડ આસ્ક્ડ ફોર ઈટ..!

આજે ધડકન હતી, એટલે જ કદાચિત હું તન્વીમાં એટલો ઇન્વોલ્વ્ડ નહોતો, અને એટલે જ કદાચ હું આવી મોમેન્ટમાં ય રિલેક્ષ્ડ હતો.

નહીં તો પોસીબલી, આજે મારી આંખોમાં ય તન્વીની જેમ જ આંસુ હોત.

.

મેં તન્વીના ખભા પરથી ધડકનની તરફ જોયું. તે પોતાના ફોનમાં મેસેજીસ વાંચી રહી હતી.

[ 'સેવ યોરસેલ્ફ ફ્રોમ મી, બેબ્સ..! આય એમ અ ફ્રી બર્ડ નાઉ..! ]

******

બીજા દિવસે સાંજે જ તાન્વીનો મેસેજ આવ્યો.
"આય એમ નો લોંગર યોર્સ તન્મય. આજે હું બીજા જ કોઈની થઇ ગઈ. આય એમ એન્ગેજ્ડ..!"

.

છાતીમાં કોઈએ 'ખચ્ચ' દઈને છરો ભોંકી દીધો હોય, તેવી મારી હાલત થઇ ગઈ.

મેં તે મેસેજ બે-ત્રણ વાર વાંચ્યો.

તેને રીપ્લાઈ આપવા મેં પટકન ફોન લીધો જ હતો..કે એટલામાં તેનો બીજો મેસેજ આવ્યો.

"પ્લીઝ ડોન્ટ કોલ ઓર મેસેજ મી. અહીં બધા ફેમીલી-લોક છે. તારો ફોન આવશે તો..આય વોન્ટ બી એબલ ટુ કન્ટ્રોલ. ttyl..!"
બેઉ મેસેજમાં છેલ્લેનું કાયમનું 'લવ યુ.. તન્વી' મિસિંગ હતું.

.

એકવાર માટે તો થઇ આવ્યું કે, 'જાય બધા ખાડામાં.. ફોન કરી જ નાખું..કંઈ નથી થતું.'
પણ પછી બીજો ય વિચાર આવ્યો, કે તન્વીનું કહેવું ય બરોબર જ છે. અમથી જ જો તે રડવા લાગે અને કોઈએ જો અમારા મેસેજ જોયા, તો અર્થનો અનર્થ થઇ જાય. તેના નક્કી થયેલા મેરેજ, થતા પહેલ જ તૂટી જશે.

.

"આય ગોટ એન્ગેજ્ડ.." ફક્ત ત્રણ શબ્દોના એક જ વાક્યે અમને એકબીજાથી કેટલા દુર કરી નાખ્યા હતા..!
એટલા દુર..કે અમારે બેઉએ એકબીજાને ફોન કરતા ય હવે વિચાર કરવો પડે છે.
ક્ષણાર્ધમાં જ તેનું જગ અને મારું જગ..સાવ જ વેગળા પડી ગયા હતા.

હજી ગઈકાલ-પરમદિવસ સુધી અમારા સપનામાં ય નહોતો એવા કોઈ પાટીલના છોકરાએ તેની આંગળીમાં વીંટી શું પહેરાવી..આજ સુધી 'મારી જ' કહેવાતી તન્વી, આજે તેની થઇ ગઈ.. ફક્ત તેની જ..!

.

ખુબ જ વિચિત્ર લાગતું હતું આ બધું, જાણે કે મને કોઈ લકવો મારી ગયો હોય. શરીર આખું જાણે બધીર પડી ગયું હોય.

ગમે તેમ તો ય, હું અને તન્વી છેલ્લા બે-ત્રણ વર્ષથી સાથે જ હતા.
કેટલીયે ક્ષણો અમે સાથે જ વિતાવી હતી.
કેટલીયે મુવીઝ..
મ્યુઝીક કોન્સર્ટ્સ..
નાની નાની વસ્તુઓનું શોપિંગ..
લોંગ-ડ્રાઈવ્સ..
એકબીજાના સુખ-દુઃખમાં સાથ..
એકમેકને ચીયર-અપ કર્યા હતા..
એકબીજાની વિનિંગ-મોમેન્ટસ સેલીબ્રેટ કરી હતી.
એકબીજાના બર્થડે પર સહુથી પહેલા વિશ કર્યા હતા.
કેટલા બધા મેસેજીસ..
કેટલા બધા 'લવ યુ'..
કેટલા બધા 'મિસ્સ..યુ'
ઉફ્ફ..!!!

.

અચાનક મારી છાતી ભરાઈ આવી. છોકરો જોવા આવે, ત્યાં સુધી ઠીક છે. પણ આવું સાવ અચાનક.. એન્ગેજ્ડ?

બધું જ જાણે પૂરું થઇ ગયું હોય તેવું લાગવા લાગ્યું.
હવે પછી કેટલાય પ્રયત્નો કરીએ, તો ય ફરીથી પહેલાનો તે તન્મય, અને પહેલાની તે તન્વી..અમે થઇ શકવાના જ નહોતા.

મારી ભૂલ થતી હતી,
કદાચિત હું તે રીલેશનશીપમાંથી હજી સંપૂર્ણ બહાર નહોતો નીકળી આવ્યો.

.

મેં ટીવી બંધ કર્યું અને ઓશીકામાં મોઢું દબાવીને કેટલીય વાર સુધી પડ્યો રહ્યો.
અનેક દ્રશ્યો.. કેટલાક સ્પષ્ટ..તો કેટલાક કેલિડોસ્કોપ જેવા ચિત્ર-વિચિત્ર આકારના..મારી આંખો સામે ઝરઝર સરકતા હતા.

.

આ બધાની વચ્ચે જ ક્યારેક મમ્મી જમવા માટે હાક મારીને ગઈ, પણ પેટમાં તો કોઈક અજબ જ ખાડો પડ્યો હતો.
આવામાં તે કોઈ પણ વાતથી ભરાશે..એવું લાગતું નહોતું.

********

સવારે ઉઠ્યો, ત્યારે ફોનમાં વોટ્સએપની લાઈટ ઝબકતી હતી.
તન્વીનો મેસેજ હતો.
"ગોઇંગ ટુ રાંજણગાવ વિથ ફેમીલી ટુ સી ધ હાઉસ.. માય હાઉસ.. કાલે જ મળશું..બાય..!"

.

કેટલો ડ્રાય મેસેજ હતો આ.
ફુગ્ગામાંથી હવા કાઢી નાખી હોય તેવો.
માથું સોલ્લીડ જડ થઇ ગયું હતું.
ઓફિસમાં ફોન કરીને સીક-લીવ નાખી દીધી અને ફરીથી પલંગમાં જઈને પડી રહ્યો.

.

મન શાંત થયું, તો મગજમાં ધડકનનો વિચાર આવ્યો.
તન્વીએ તેને પણ જણાવ્યું હશે?
ધડકનને મળવું આવશ્યક હતું.
સવારનો સમય તો જેમતેમ કરીને પસાર કર્યો, અને બપોરે લગેચ સીટી-લાયબ્રેરી તરફ દોડ્યો.
ધડકન નીચેના માળે જ હતી.

.

આય વોઝ ઇન ગ્રીફ એન્ડ પેઈન..!
તન્વીથી આમ અચાનક જ વેગળો તોડી નાખવામાં આવ્યો હોવાથી કેવું ને કેવું લાગતું હતું.
અને આ બધું..ઘણું ખરું મારા ચહેરા પર કદાચ દેખાઈ આવતું હતું.
હું દર વખત જેવું 'હું' નહોતો.
હોવાનો પણ નહોતો જ..!

કાઉન્ટરનું કામ બીજા કોઈને આપી ધડકન મારી તરફ આવી.
"યુ ઓકે..?" -રાતોરાત મારી આંખોની નીચે બની ગયેલા કાળા કુંડાળા પર નજર નાખતા તે બોલી.

.

હું અસ્વસ્થ થઈને આજુ બાજુ જોતો રહ્યો.
હાથની આંગળીઓ વળતી નહોતી, તો યે તેને વાળવાની વ્યર્થ ચેષ્ટા કરતો રહ્યો.
શું બોલવું અને શું નહીં.. કંઈ જ ખબર પડતી ન હતી.

.

"કોફી..?" -ધડકને અચાનક જ પૂછ્યું.
હું ક્ષણભર તો ચકિત જ રહી ગયો.

આટલા દિવસોમાં મેં ધડકનને, કોફી બદલ પૂછવું જોઈએ તેવું લાગતું હોવા છતાય, ક્યારે ય પૂછ્યું નહોતું,
અને તેણે ય ક્યારેય પૂછ્યું નહોતું. એટલે આજે ના પાડવાનો પ્રશ્ન જ નહોતો.
તો પછી મારે શું કરવું જોઈતું હતું?
ધડકન સાથેની.. સાચું તો 'ફક્ત ધડકન' સાથેની..આ પહેલી કોફી હતી.
તો મારે ખુશ થવું જોઈતું હતું?
કે તન્વીથી દુર થયાના દુઃખમાં જ રહેવું જોઈતું હતું?

.

ધડકન કોફી લેવા ગઈ અને મેં લાઈબ્રેરીની બહારના ગાર્ડનમાં લગાડેલા ટેબલ પર જઈને બેઠો.
“મારું આ આવું કેમ થાય છે? કંઈ જ સમજ પડતી ન હતી.
હું હજુ પણ તન્વીને પ્રેમ કરું છું?
મારે તન્વીને તે પાટીલ સાથે લગ્ન કરતા રોકવી જોઈએ?
ગમેતેમ કરીને મારા અને તેના પેરેન્ટ્સને કન્વીન્સ કરીને તન્વીના લગ્નનું માગું નાખવું જોઈએ?”

.

“કે પછી આ બધી ક્ષણભરની જ લાગણીઓ છે?
આટલા વર્ષોનો આપણો કોઈ મિત્ર આપણને છોડીને જાય, તો ય કદાચિત આપણને આવું જ કંઇક થાય.
સત્ય તો એ જ છે, કે ધડકનની બાબતમાં મનમાં જે સંકેત મળ્યા છે..જે ભાવનાઓ ઉમટી આવી છે.. તેવી તન્વીની બાબતમાં ક્યારે ય થયું જ નથી.
ધડકન જ તે છે, કે જેની પર મને પ્રેમ છે.”

.

મારા મનમાં ઉપસી આવેલા અનેક પ્રશ્નો..
અને મારા મને જ શોધી કાઢેલા તેનાં ઉત્તરો..
બધું જ સાવ વિચિત્ર હતું.

.

ધડકન કોફી લઈને આવી.
બહુતે'ક વાર સુધી તો તે જ બોલતી રહી ને હું સંભાળતો રહ્યો.
શક્યત: તેણે તન્વીનો વિષય કાઢવાનું ટાળ્યું જ, તેનાંથી ઉલટું તે ફક્ત લાઈબ્રેરીની જ વાતો કરતી રહી.

.

અમે ૧૦-૧૫ મિનીટ સુધી વાતો કરી, પછી ધડકન તેના કામે ચાલી ગઈ અને હું ઘરે આવ્યો.
કાલે સાંજ પછી પહેલી વાર હું થોડો રીલેક્સ થયો. ભલે થોડા સમય માટે જ..
પણ તન્વીનો વિષય મનમાંથી બહાર નીકળી ગયો હતો.
હું ફક્ત ધડકન બાબત જ વિચાર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો,
પણ મન ફરી ફરીને તન્વી તરફ જ દોડતું રહ્યું.
સાંજ તેના રંગો લઈને મારા મનમાં ઉતરવા લાગી..પણ તે બધ ય રંગ સાવ ફીક્કટ જ હતા.
મમ્મી ફાલતુંના સવાલ ન કરે, એટલા માટે જેમતેમ હું થોડું જમ્યો, અને મારી રૂમમાં જઈને પડ્યો.

.

આટલા વર્ષોમાં પહેલી વાર જ મારો મોબાઈલ આટલો શાંત હતો.
ન તો તન્વીનો ફોન..
ન તેનો મેસેજ..
ન વોટ્સએપ..!

આંખોમાં ફરીથી અશ્રુ જમા થાવા લાગ્યા.
મેં નાઈટ-લેમ્પ બંધ કરી નાખ્યો અને માથે ચાદર ઓઢીને ઊંઘ આવવાની વાટ જોતો પડ્યો રહ્યો. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..