Half Love - Part - 2 in Gujarati Fiction Stories by Piyush Kajavadara books and stories PDF | હાલ્ફ-લવ ભાગ-૨

Featured Books
Categories
Share

હાલ્ફ-લવ ભાગ-૨

હાલ્ફ-લવ

ભાગ-૨

Piyush M. Kajavadara

Mob.-9712027977

Fb-www.facebook.com/kajavadara

Email-kajavadarapiyush786@gmail.com

થોડી જ વાર ના અંદર થઈ સમાચાર આવે છે અને એ સમાચાર અવિનાશ ખુદ પોતે લઇ ને જ આવે છે કે તે એક ફૂલ જેવી નાની છોકરી નો બાપ બની ગયો છે આજે તે પિતા બની ગયો હતો અને તેની ખુશી ના લીધે આખી કલીનીક માં તે જલેબી વહેચી રહ્યો હતો.

બંસરી આ બધા માહોલ નો આનંદ લઇ રહી હતી.

આવી જ રીતે આજ નો દિવસ બંસરી નો મસ્ત અને ખુશનુમા ભર્યો જાય છે અને સાંજ ના ૬ વાગ્યે બંસરી પોતાના ઘરે જવા માટે પછી નીકળી જાય છે.

તું આવી ગઈ બંસરી? “મમ્મી પૂછે છે.”

હા, મમ્મી કામ ફીનીશ થઇ ગયું એટલે હું પછી ઘરે આવી ગઈ.

તું ફ્રેશ થઇ જા હું તારા માટે પાણી લઇ ને આવું. “મમ્મી બોલ્યા.”

હા, મમ્મી હું બસ હમણાં ફ્રેશ થઇ ને આવું.

એમ કહી ને બંસરી પોતાનું મોટું એવું પર્સ સાઈડ માં મૂકી ને વોશ રૂમ તરફ ફ્રેશ થવા માટે નીકળી જાય છે અને મમ્મી પાણી લઇ ને હોલ માં બંસરી ની રાહ જુવે છે.

બંસરી ફટાફટ આવી ને મમ્મી ની બાજુ માં બેસી જાય છે.

લે પહેલા પાણી પીઇ લે, અને ભૂખ લાગી છે તો કોઈ નાસ્તો લઇ ને આવું તારા માટે? “મમ્મી બોલ્યા.”

ના, મમ્મી કોઈ ભૂખ નહી લાગી બસ તું મારા માટે પાણી લઇ આવી એટલે બધું આવી ગયું મારા માટે.

બોલ, આજ નો દિવસ કેવો રહ્યો? “મમ્મી બોલ્યા.”

એક પરિવાર ની ખુબ જ સારી ટેવ. માતા અને દીકરી વચ્ચે નો જનરેશન ગેપ ઓછો કરવાનું અને બંસરી અને તેણીના મમ્મી બંસરી દરરોજ જોબ થી પછી ઘરે આવે ત્યારે આખા દિવસ માં શું થયું એની જાણ લેતા એટલે નહી જે એમને બંસરી ઉપર કોઈ શક હતો એટલા માટે કે એમની દીકરી કોઈ મુસીબત માં હોય તો તેમણે જાણ થાય. આજકાલ માં-બાપ ને એવો સમય નથી રહ્યો કે ૨ મિનીટ સાથે બેસી ને દીકરા જે દીકરી ના જીવન માં શું ચાલી રહ્યું છે એ પૂછે. એ કોઈ મુસીબત માં તો નથી ને એની જાણ લે. હા, એના માટે સમય જરૂર છે કે તેમના દીકરા ઓ જો કોઈ ખોટું કામ કરે તો એમને ખીજાય, મારે, ડરાવે અને પોતાની જ જાત થી દીકરા ઓ ને દુર કરી દે. પહેલું પગલું જ ખોટું. જો પોતાના દીકરા એમની વાત ના માનતા હોય તો એમના દોસ્ત બનો, એમની જેવા બની ને એમની અંદર ઘુસી જાવ. દીકરો કે દીકરી રાતે મોડે સુધી ફોન ઘુમ્ડે છે તો શું કરે છે એની જાણ કરવા કરતા એમની સોશિયલ લાઈફમાં એન્ટર થઇ જાવ એમના ફેસબુક ફ્રેન્ડ બનો, તેમની પોસ્ટ વાંચો. ફેસબુક પર કેવા મિત્રો છે એની જાણ કરો. દીકરો કે દીકરી ઘરે નથી અને ફોન બાજુ માં પડ્યો છે લાવ ચેક કરી લવ એવું જો મન માં આવે તો ત્યાં જ ઉભા રહી જાવ કારણ કે એ કરવા માં પણ તમારો કોઈ ફાયદો છે જ નહી પરંતુ તમારો ઈગો જરૂર હલશે કારણ કે ત્યાં લોક હશે જેનો પાસવર્ડ તમને ખબર નહી હોય અને શંકા વધુ ઉત્તપન થશે. એટલે જ ડરાવતા પહેલા એકવાર જો મિત્ર બની જશો તો કામ વધુ સહેલાય થી થશે અને આમ પણ આજે સ્માર્ટ વર્ક નો જમાનો છે તો હાર્ડ વર્ક ના કરો અને સ્માર્ટ વર્ક કરવાની કોશિશ કરો.

“દરોરોજ જતા દિવસો કરતા એકદમ મસ્ત ગયો આજ નો દિવસ.”

કેમ આજે કાઈ ખાસ હતું તમારા કલીનીક પર? “મમ્મી બોલ્યા.”

ખાસ માં તો કાઈ હતું નહી પણ આજે મને એક સબંધ વધુ સારી રીતે સમજવા મળ્યો જે કદાચ આજ થી પહેલા મને સમજવા નહિ મળ્યો હોય કે પછી મેં તે સબંધ ને નજર અંદાજ કર્યો હોય પણ આજે મને તે સબંધ એકદમ સરસ રીતે સમજાય ગયો. “બંસરી બોલી.”

ઓહ એવો તે કે કયો સબંધ છે? બંસી મને તો કે. “મમ્મી બોલ્યા.”

માં અને દીકરી નો. જે સબંધ ને ઘણો સમય થયો પણ ઘણી વાર હું તને તો પણ તને દુખી કરી ને ચાલી જતી હોઈશ તો પણ તું મારા થી નારાજ નથી થતી એ જ તો તારો પ્રેમ છે મારા પર્ત્યે નો તો પણ હું એ પ્રેમ ની ઘણી વાર સમજવા માં સાર્થક નથી નીવડતી બસ એ જ સબંધ આજે હું મારા કલીનીક પર થઈ શીખી ને આવી છું કે એક માં પોતાના બાળક ને જન્મ આપતી વખતે કેટલી પીડા સહન કરે છે અને એ જ પીડા પછી કેટલી ખુશ થાય છે કે પોતાની બધી પીડા જાણે કાઈ ખોવાય ના ગઈ હોય તેમ તે પોતાના બાળક ના એ પડતા પહેલા આંસુ માં ખોવાય જાય છે. “બંસરી બોલી.”

હા, દીકરા વાત તારી એકદમ સાચી છે પણ એમાં એકલી તારી નો જ કોઈ વાંક નથી ક્યારેક મારી પણ વધુ પડતી ટોક ટોક ના લીધે તું ગુસ્સે થઇ ને મારા પર ગુસ્સે થઇ જતી હોય છે અને એના માટે જ હું બને એટલો જનરેશન ગેપ ને ઘટાડી રહી છું જેના કારણે તું પણ મને સમજે અને હું પણ તમારી જનરેશન ને સારી રીતે સમજી શકુ બાકી આજે જે મારી સાથે તું કરે છે બસ એવું જ કાલે સવારે ઉઠી ને તારું બાળક તારી સાથે કરશે જો તું એને સમજતી જ નહિ હોય તો! જો અત્યાર થી હું તને એ શીખવતી રહું કે બાળક સાથે કેવું વર્તન જરૂરી છે તો જ તું આગળ જઇ ને એક સારી પત્ની અને એક સારી માં બનીશ. “મમ્મી બોલ્યા.”

હા, મમ્મી આઈ લવ યુ સો મચ.

બંસરી એ પોતાની મમ્મી ને ગળે લગાડી લીધી અને સાથે સાથે એક ઈમોશનલ સીન બન્યો.

ચાલ તો મારી સ્વીટ અને કેરીંગ મમ્મી માટે આજે એની દીકરી એમને ભાવતું ભોજન બનાવશે અને મારી મમ્મી મસ્ત સોફા પર બેસી ને માત્ર ઓર્ડેર આપશે. “બંસરી બોલી.”

અને બંસરી ના મમ્મી પર એક સાફ દેખાતી ક્યુટ એવી મુસ્કાન હતી. માં અને દીકરી ના સબંધો આજે ફરી ખીલી ઉઠ્યા હતા. બન્ને બસ એકબીજા ની સામે જ જોય રહ્યા હતા.

બોલો આજ તમે રાત ના ભોજન માં શું લેશો? “બંસરી ફરી બોલી.”

રીંગણ નો ઓળો અને રોટલો. શું તમારા મેનુ માં આ આઈટમ છે? “બંસરી ના મમ્મી ટીખળ કરતા બોલ્યા.”

છે તો નહી પણ ખાસ તમારા માટે એ શીખવામાં આવશે અને પછી તમને પીરસવા માં આવશે. “બંસરી બોલી.”

હા, હવે બોવ રમત ના કર હમણાં તારા પપ્પા પણ આવી જશે એટલે ચાલ આજે તું પણ રસોડા માં અને મારી હેલ્પ કર રસોઈ બનાવવામાં. “મમ્મી બોલ્યા.”

હા, ચાલો તમે બસ આજે મને કેહ્જો કેમ બનાવવાનું છે બાકી નું બધું કામ હું જ કરીશ આજે તો. “બંસરી બોલી.”

બંને રસોડા તરફ ગયા અને રસોઈ બનાવવામાં લાગી પડ્યા.

થોડી વાર માં બંસરી ના પપ્પા પણ આવી ગયા.

બંસરી, મારા માટે પાણી લાવજે ને. “પપ્પા એ બુમ મારી.”

હા, પપ્પા લાવું.

આજે કેમ રસોડા માં હતી, કાઈ સ્પેશ્યલ બને છે કે? “પપ્પા એ આશ્રય ચકિત થઇ ને સવાલ કર્યો.”

હા, આજે મમ્મી માટે સ્પેશ્યલ બને છે એટલે હું મમ્મી ની મદદ કરાવવા મારે રસોડા માં હતી.

વાહ, સરસ આમ પણ હવે તને રસોઈ બનાવતા આવડવી જોઈએ એટલે સારું છે એ. “પપ્પા બોલ્યા.”

હા, અને તમે થોડી વાર બેસો પપ્પા બસ રસોઈ તૈયાર જ છે હમણાં તમને બોલવું એટલે આવી જજો. “બંસરી રસોડા તરફ જતા જતા બોલી.”

પપ્પા એ ટી.વી. નું રીમોટ હાથ માં લીધું અને ન્યુજ ચેનલ લગાવી ને ટી.વી. જોવા માં મશગુલ થઇ ગયા.

થોડી જ વાર માં રસોઈ તૈયાર થઇ અને બંસરી બહાર હોલ માં આવી પપ્પા ને જમવા બોલાવવા માટે.

સુગંધ પર થી તો લાગે છે કે આજે રીંગણ નો ઓળો અને બાજરા નો રોટલો બનાવવા માં આવ્યો છે. “પપ્પા બોલ્યા.”

વાહ પપ્પા શું વાત છે એકદમ સાચું બોલ્યા. “બંસરી બોલી.”

આજે તો બધું તમારી દીકરી એ જ બનાવ્યું છે. “મમ્મી બોલ્યા.”

અરરે શું વાત છે આજે સવાર માં મારે જોવું જોઈતું હતું કે સુરજ કઈ બાજુ થઈ ઉગ્યો હતો એ. “પપ્પા બંસરી ની મજાક ઉડાવતા બોલ્યા.

પપ્પા બોલી ને થોડું મોં ચડાવ્યું બંસરી એ.

ત્યાં જ પપ્પા બોલ્યા અરે મજાક કરું છું બંસી.

હા, મને ખબર છે તમે મજાક કરો છો પણ હું જે વાત અત્યારે કહું છું એ બિલકુલ મજાક માં નહી લેતા તમે. “બંસરી બોલી.”

માહોલ મજાક માંથી ફરી થોડો સીરીયસ થતો જણાયો.

હા, બોલ શું વાત છે એવી? “પપ્પા બોલ્યા.”

વાત એમ છે કે આજે બધું મેં જ બનાવ્યું છે જમવાનું એટલે જેવું બન્યું છે એવું જ તમે મને કહેશો કોઈ પણ જાતના મારી મસાલા વગર. બરાબર ને? “બંસરી બોલી.”

હા, એકદમ બરાબર જમતા જમતા જ કહીશ કે તે ખાવા લાયક બનાવ્યું છે કે નહી તે અને હા, સુગંધ પર થી તો લાગે જ છે કે જમવા લાયક તો બન્યું જ છે. “પપ્પા એ ફરી મશ્કરી કરી.”

હા, ચાલો હવે હરી-હર બોલાવીએ નહીતર પાછુ જમવાનું ઠંડુ થઇ જશે. “મમ્મી બોલ્યા.”

બધા એ ધીમે ધીમે જમવાનું શરુ કર્યું અને સાથે સાથે બંસરી એ આજે કલીનીક માં શું શું થયું એના વિશે એના પપ્પા ને બધું કહી રહી હતી અને પોતાની દીકરી ની આવી નાદાની ભરી વાતો સાંભળી ને બંસરી ના પપ્પા અંદર થઈ ખુબ જ ખુશ થઇ રહ્યા હતા અને આમ પણ માં બાપ ની ખુશી હંમેશા પોતાના દીકરાઓની ખુશી માં જ રહેલી હોય છે અને એક બાપ ની ખુશી દીકરા કરતા પોતાની દીકરી ની ખુશી ઓમાં વધુ સમાયેલી હોય છે.

એક બાપ જ એવો હોય છે જે હંમેશા પોતાની દીકરીઓમાં સમાનતા રાખે ત્યાં કદાચ માં પણ ના પહોંચી શકે. એવું નથી કહેતો કે માં ભેદ ભાવ કરે પણ બાપ જેવો પ્રેમ દીકરી માટે માં નો નથી જ હોતો અને મહેરબાની કરી ને અહી બાપ ને પપ્પા જ સમજવું. એક બાપ હંમેશા પોતાની દીકરી જેના પર હાથ મુકે એ વસ્તુ એને લઇ આપે છે પછી તેની એ લેવાની ક્ષમતા હોય કે ના હોય તે નથી વિચારતો અને સામે દીકરી પણ પોતાના પપ્પા ની કાળજી ગમે તે પરીસ્થીતી માં રાખે છે પછી તે લગ્ન કરી ને પોતાના સાસરે ભલે ને જતી રહી હોય પણ એકવાર ખબર પડે કે તેના પપ્પા કોઈ બીમારી માં પડ્યા છે તો થોડી થોડી વારે ફોન કરી ને પૂછ્યા કરે દવા લીધી કે નહી, આરામ કરો છો કે નહી આટલી હદે ધ્યાન કદાચ તેમનો દીકરો પણ નહિ રાખતો હોય પછી ભલે તે સાથે જ રહેતો હોય. જયારે દીકરી ની વિદાય થતી હોય ત્યારે એ મૂછ વાળો મર્દ જે કોઈ પણ પરીસ્થિતિ માં નહી રડ્યો હોય ત્યારે તે પણ મીણબતી ની જેમ પીગળી જાય છે અને ચોધાર આંસુ એ રડે છે અને ત્યારે થઇ જાય છે કે એક મુછાળો મર્દ જયારે રડે છે કે નઈ પ્રેમ તો હકિકતમાં હોય જ છે પણ બસ જોવાની નજરો ક્યારેક જુદી પડી જતી હોય છે.

એક માં અને દીકરા નો સબંધ જેટલો ગહેરો હોય છે લગભગ એનાથી પણ વિશેષ એક બાપ અને દીકરી નો સબંધ ગહેરો હોય છે કારણ કે પત્ની આવ્યા પછી દીકરો કદાચ તેની માં ને ઘર માંથી બહાર કાઢી વૃદ્ધાશ્રમ માં મોકલી શકે છે પણ એક દીકરી પોતાના બાપ ને સાસરિયા માં પણ જઇ ને સાચવી શકે છે એ વાત અલગ છે કે એ દીકરા પત્ની એ ભૂલી જાય છે કે મારી માં ના ઘરે પણ દીકરા ની વહુ આવી છે જો એ મારી માં સાથે આવું કરશે તો કેમ ચાલશે? એટલે હું તો કહું છું આ સાસ-વહુ વાળા શબ્દો અને સબંધો પર પાણી નાખો અને માત્ર એક શબ્ધ અને સબંધ રાખો માં-દીકરી. ઘણા બધા ઘર પણ બચી જશે અને ઘણા બધા વૃદ્ધાશ્રમ પણ બંધ થઇ જશે જો આવું શક્ય બને તો, નહીતર નઈ.

જમવાનું પત્યું અને પપ્પા હોલ તરફ ચાલ્યા અને મમ્મી અને બંસરી બાકી નું વધેલું ઘરકામ કરવા માં લાગ્યા એટલે જલ્દી થઈ ફ્રી થઇ ને પછી નિરાતે બેસી શકાય તે માટે ફટાફટ કામ કરવા લાગ્યા.

બંસરી પોતાનું કામ પૂરું કરી ને પપ્પા પાસે બેસવા ચાલી ગઈ.

પપ્પા સાચું કહેજો જમવાનું બરાબર તો હતું ને? ત્યારે તો મેં તમને મારી વાતો માં પરોવી દીધેલા એટલે તમને ના પૂછી શકી પણ અત્યારે કહો કેવું લાગ્યું તમને?

અરરે દીકરી એકદમ મસ્ત હતું લગભગ એટલું સારું જો તારી મમ્મી એ બનાવ્યું હોત તો પણ ના બની શકે. “પપ્પા બોલ્યા.”

તમે થોડું વધારે પડતું માખણ મારતા હોય એવું નથી લાગતું પપ્પા તમને?

પપ્પા થોડા જોર થી હસ્યા અને બંસરી ને પણ હસવું આવી ગયું.

ના, બંસરી એવું કાઈ નથી એકદમ મસ્ત જ બનાવેલું તે. “પપ્પા ફરી બોલ્યા.”

અને વાત સાંભળ તારી મમ્મી શું કરે છે?

એ બસ હમણાં આવશે જ એમનું થોડું કામ બાકી હતું તે પતાવીને આવતા જ હશે. “બંસરી બોલી.”

કેમ કાઈ કામ છે તમારે?

હા, એ આવે એટલે કહું જો અત્યારે કહીશ તો પાછુ તારી મમ્મી આવશે એટલે ફરી મારે બીજી વાર કહેવું પડશે. “પપ્પા બોલ્યા.”

વાંધો નહી, મમ્મી આવે ત્યારે કહેજો. “બંસરી બોલી.”

પપ્પા થોડું ઘણું તો કહો શું કામ છે એ?

છોકરી નો સ્વભાવ હંમેશા આવો જ હોય છે એના કાન માં વાત પડે એટલે પછી એમનું મન કોઈ દિવસ શાંત ના રહે જ્યાં સુધી એ વાત પૂરી તે સાંભળી ના લે ત્યાં સુધી એમને ચેન પડે જ નહી એટલે જ તો બંસરી પણ હવે શાંત બેસે તેમ તો હતી નહી જ્યાં સુધી તેણી ની મમ્મી નહી આવે તેની પહેલા તો એ વાત સાંભળી ને જ રહેશે. બંસરી ના પપ્પા પણ એમ જ હાર મને તેમ તો ના હતા તે ટસ ના મસ ના થયા અને તો પણ છેલ્લે બંસરી થોડું તો જાણી ને રહી જ પણ જેવું સાંભળ્યું તેને જટકો લાગ્યો કે પપ્પા એ આ શું કહ્યું. થોડી શરમ અને થોડી ગભરાહત થવા લાગી દિલ માં કે હવે કાલે શું થશે?

શું વાત કરી હશે પપ્પા એ એવી કે બંસરી ને શોક લાગ્યો? એ જાણવા માટે તમારે આગળ ના ભાગ ની રાહ જોવી પડશે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આજુબાજુ માં જો કોઈ ને મદદ ની જરૂર હોય તો શરમ રાખ્યા વગર તેમની મદદ કરજો.

અને હા, મારી આ સ્ટોરી તમને જેવી લાગી હોય એવી મને પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

વધુ આવતા અંકે.