Janmtarikh ane aapnu bhavishy 1 in Gujarati Magazine by Archana Bhatt Patel books and stories PDF | જન્મતારીખ અને આપનું ભવિષ્ય 1

Featured Books
Categories
Share

જન્મતારીખ અને આપનું ભવિષ્ય 1

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : જન્મતારીખ અને આપનું ભવિષ્ય - 1

શબ્દો : 1702

સજેસ્ટેડ શ્રેણી : Article

જન્મતારીખ અને આપનું ભવિષ્ય - 1

વ્યક્તિ સ્વભાવ અને તેના ગુણો બધુ જ તેની જન્મ તારીખના આધારે હોય છે. જે દિવસે વ્યક્તિ જન્મ્યો હોય તે દિવસની રાશિ પ્રમાણે અને જે તે તારીખે જન્મ્યો હોય તે પ્રમાણે તેનો સ્વભાવ જિંદગીભર રહે છે. વ્યક્તિની ઓળખ સમા પ્રેમ, જીવનસ્તર, બુદ્ધિચાતુર્ય, વાકછટા, પસંદ-નાપસંદ બધુ જ તેના જન્મના દિવસથી જ નક્કી થઈ જાય છે. વ્યક્તિ જે દિવસે જે તારીખે જન્મ્યો હોય તે જ તેનો મૂળાંક બને છે. વ્યક્તિના જીવનમાં અંકો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમની પાસે કુંડળી ન હોય કે જ્યોતિષ પાસે જઈ શકો તેમ ન હો તો આજે તમને માત્ર તમારી જન્મતારીખના આધારે તમે કેવા સ્વભાવવાળા છે, તમારા જન્માંક પ્રમાણે તમારો સ્વભાવ કેવો છે તમે જીવનમાં શુ પ્રાપ્ત કરશો અને શું ગુમાવશો? શું કરવું અને શું નહીં સંપૂર્ણ વાતો તમારી જન્મ તારીખ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

તારીખ - 1


અંક એક આકાર બ્રહ્મનું પ્રતીક છે. આ સૃષ્ટિને ચલાવવા માટે એક શક્તિ છે. અંક-૧ને સૂર્ય સામે જોડવામાં આવે છે. સૂર્યની આજુબાજુના સઘળા ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી અને તારાઓ પરિક્રમા કરે છે. સૌથી વધારે પ્રકાશવાન ગ્રહ સૂર્ય જ છે. અંક-૧નો ગ્રહ સૂર્ય આત્મા સાથે સંબંધ ધરાવે છે. ભાગ્યાંક અથવા મૂળાંક એકથી પ્રભાવિત વ્યક્તિનો નિશ્ચય, ઈચ્છા શક્તિ, સંબંધ અને મિત્રતા સ્થાયી હોય છે. સ્વતંત્ર વિચારધારા હોવાથી કોઈને તાબે રહીને કાર્ય કરવામાં અસુવિધા અનુભવે છે. બીજા પર ઉપકાર કરવામાં તત્પર તે લગન અને મહેનતથી સમાજમાં આગેવાનીનું પદ પ્રાપ્ત કરે છે. તે ચતુર, બળવાન, બુદ્ધિમાન, ઠાઠમાઠ પસંદ કરનાર, સ્પષ્ટવક્તા, સત્યમાર્ગી, સ્વાભિમાની હોય છે. તેને માટે જેના મૂળાંક અથવા નામાંક એક હોય તેવાં રાષ્ટ્ર, પ્રદેશ, ગામ, મકાન, ફ્લેટમાં નિવાસ કરવો શુભ છે. પૂર્વ દિશાના મકાન, પૂર્વ દિશાની બેઠક અને પૂર્વ સ્થાનોમાં વ્યાપાર કરવો શુભ રહેશે. સૂર્ય જ્યારે મેષ અને સિંહ રાશિમાં હોય ત્યારે તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહે છે.

૧ અંકવાળાઓ માટે તે શુભ રહે છે. ૧, ૧૦ અને ૧૯, ૨૮ તારીખો મહત્ત્વપૂર્ણ રહે છે.

તારીખ - 2


અંક-૨નો સ્વામી ગ્રહ ચંદ્ર છે. જે રીતે ચન્દ્ર ૧૫ દિવસ ઘટે છે અને ૧૫ દિવસ વધે છે, એ જ પ્રકારે અંક-૨થી પ્રભાવિત વ્યક્તિ ચંચળ સ્વભાવની હોય છે. ક્યારેક પ્રગતિ સાથે છે તો ક્યારેક અવનતિ પણ મળે છે. પ્રત્યેક વસ્તુને બે પાસાંમાં જોવી તે ચંદ્ર ગ્રહ શીખવે છે. મિલન-વિયોગ, લાભ-હાનિ, જન્મ-મૃત્યુ, યશ-અપયશ, આત્મા-પરમાત્માનો ભેદ અંક-૨ બતાવે છે. અંક-૨થી પ્રભાવિત વ્યક્તિ કલ્પનાશીલ, કલાપ્રિય અને સ્નેહશીલ સ્વભાવની હોય છે. શારીરિક શક્તિ ઘણી સારી હોતી નથી, પરંતુ બુદ્ધિચાતુર્ય ઘણું જ સારું હોય છે. પરંતુ એક વિચાર પર દૃઢ નિશ્ચય કરી શકતા નથી. પોતાની યોજનાઓમાં પરિવર્તન લાવે છે. આત્મવિશ્વાસની ઓછપના કારણે ક્યારેક-ક્યારેક નિરાશાનો સામનો કરવો પડતો હોય છે.

જનતા વચ્ચે લોકપ્રિય રહે છે, પરંતુ તેનો પ્રભાવ વધ-ઘટ રહ્યા કરે છે. કોઈ પણ દેશ, શહેર કે ભવનના વાયવ્ય ખૂણામાં રહેવું તેના માટે રુચિકર લાગે છે. અંક-૨વાળું મકાન, મહીનો તેમજ ૨, ૧૧, ૨૦, ૨૯ તારીખો તેના માટે મહત્ત્વપૂર્ણ રહે છે.

તારીખ - 3


અંક-૩નો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ જ્ઞાન અને વિદ્યાના આપનાર છે. ધરતી, આકાશ, પાતાળના ત્રણે લોક સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક અંક-૩ની સત્તાને દર્શાવે છે. ત્રણ ગુણ સત્, ચિત્ અને આનંદ તથા ત્રણ અવગુણ. લોભ, મોહ અને અહંકાર છે.

૮૪ લાખ યોનિઓ અને ૬૪ પ્રકારનાં રત્ન અંક ત્રણનો બોધ કરાવે છે. અંક-૩થી પ્રભાવિત વ્યક્તિ અનુશાસનની બાબતમાં પૂરતી કઠોર હોય છે. આ કારણે ક્યારેક-ક્યારેક તેની નીચે કામ કરનારાઓથી તેને શત્રુતા થાય છે. તે મહત્ત્વાકાંક્ષી, ધાર્મિક પ્રવૃત્તિના, વિદ્યા અધ્યયન, અધ્યાપન તથા બૌદ્ધિક સ્તરનાં કાર્ય કરવાની સાચી ઉપલબ્ધિઓ અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. આવા લોકો માનસિક રૂપ પૂરતા સંતુલિત અને વિકસિત હોય છે. તે સાથે ધન પુણ્યના કામમાં તત્પર રહેતાં બીજાઓને સાચી સલાહ આપવામાં પોતાનો ધર્મ સમજે છે. સ્વભાવથી શાંત કોમળ મૃદુભાષી અને સત્ય વક્તા હોય છે. કોઈ પણ શહેરના ઈશાન ખૂણાની દિશામાં રહેવું તેના માટે હંમેશાં શુભ રહે છે. આવા લોકોને જે ઘરનો મૂળાંક કે નામાંક ૩ હોય તેવામાં રહેવું શુભ રહે છે. તેને રોજગાર પણ ઈશાન ખૂણામાં જ કરવો જોઈએ.

દર માસની ૩, ૧૨, ૨૧ અને ૩ નારીઓ તેના માટે મહત્ત્વની રહે છે.

તારીખ - 4


અંક-૪નો સ્વામી ગ્રહ રાહુ અને હર્ષલ મનાય છે. બ્રહ્માજીનાં ચાર મુખ, ચાર વેદ, ચાર વર્ણ અને ચાર યુગ અંક-૪ની સત્તાને દર્શાવે છે. અંક-૪થી પ્રભાવિત વ્યક્તિ જીવનમાં સહસા અને આશ્ચર્યજનક પ્રગતિ કરે છે. તેના જીવનમાં અશક્ય ઘટનાઓ પણ ઘટતી રહે છે. આવી વ્યક્તિ સંઘર્ષશીલ, આગળનો વિચાર કરનારી તથા પુરાણી પ્રથાઓ અને રીતિઓની વિરોધી હોય છે. ધન સંગ્રહ વધુ કરવા પામી શકતી નથી. નામ અને યશ વધુ પ્રાપ્ત કરે છે. પરંતુ તેની ખ્યાતિ સ્થિર રહેતી નથી. તે ક્યારેક ઉચ્ચતાના શિખરે હોય છે તો ક્યારેક મંદ પણ પડી જાય છે. નવાં-નવાં પરિવર્તનો અને આવિષ્કારો દ્વારા નિરંતર કાર્યમાં લાગી રહીને પોતાનું નામ રોશન કરે છે.

અંક-૪વાળું મકાન તથા મહિનાથી ૪, ૧૩, ૨૨ તારીખો તેને માટે મહત્ત્વની રહે છે. નૈઋર્ત્ય ખૂણો તેને વધુ પસંદ હોય છે.

તારીખ - 5


અંક-૫નો સ્વામી ગ્રહ બુધ છે. પ્રકૃતિ દ્વારા પ્રદત્ત પંચમહાભૂત- અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ અંક-૫નું પ્રતિનિધિત્વ કરે છે. પંચાંગનાં ૫ અંગ-તિથિ, વાર, નક્ષત્ર, કરણ અને યોગ તથા વ્યક્તિના પાંચ ગુણ ધૈર્ય, ધર્મ, સત્ય, સંતોષ, દયા અને પાંચ અવગુણ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અંક-૫ની સત્તાને દર્શાવે છે. ૧૪ (૧+૪=૫) ભુવન અને ૬૮ (૬+૮=૧૪.૫) તીર્થ અંક-૫ની યાદ અપાવે છે. પંચ પ્યારે અને પંજવાણી પણ અંક-૫ના મહત્ત્વને દર્શાવે છે. અંક-૫થી પ્રભાવિત વ્યક્તિ ચંચળ સ્વભાવની, વાક્પટુ, તર્કશીલ અને નકલચી હોય છે. તે નવા વાતાવરણમાં અનુકૂળ બની જાય છે. આવી વ્યક્તિ વ્યાપાર, વાણિજ્ય, લેખન, શિલ્પ અને ચિકિત્સાનાં કાર્યો પસંદ કરે છે. તે દરેક કાર્યને જલદી સમાપ્ત કરવા ઈચ્છે છે. ઉતાવળના ચક્કરમાં તેને ક્યારેક ક્યારેક હાનિનો સામનો પણ કરવો પડે છે. તે મોટાભાગે બુદ્ધિજનિત કાર્યોમાં જ વધુ રુચિ ધરાવે છે. રોજગારના ક્ષેત્રમાં નિતનવી સ્કીમો બનાવીને પોતાની ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે છે. ધન સંગ્રહ તરફ આર્કિષત રહે છે. ઉતર દિશા તેને માટે શુભ રહે છે.
૫ અંક વાળા મકાન તથા મહિનાની ૫, ૧૪, ૨૩ તારીખો તેના માટે મહત્ત્વપૂર્ણ રહે છે. ઉત્તર દિશામાં બેસીને કાર્ય કરવું અને શહેરથી ઉત્તર દિશામાં વ્યાપાર કરવો તેના માટે શુભ રહે છે.

તારીખ - 6


અંક-૬નો સ્વામી ગ્રહ શુક્ર છે. તે ઐશ્વર્ય અને ભોગવિલાસનો પ્રતીક છે. પ્રકૃતિ દ્વારા પ્રદત્ત- ૬ ઋતુઓ અને ષટ્રસ વ્યંજન અંક-૬ની સત્તાને દર્શાવે છે. અંક-૬થી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક વ્યક્તિત્વવાળી અને મિલનસાર હોય છે. સુંદર વસ્તુઓ તરફ આર્કિષત થવું એ તેનો સ્વભાવિક ગુણ છે. સંગીત, સાહિત્ય, લલિતકલા, ચિત્રકલા અને કામકલાનું તેને વિશેષ જ્ઞાન હોય છે. સુંદર વસ્ત્રો ધારણ કરવાં અને સુસજ્જિત મકાનમાં રહેવું તેને સારું લાગે છે. અતિથિઓનો આદર-સત્કાર કરવામાં તે ગર્વ અનુભવે છે. સ્વભાવમાં થોડુંક હઠીલાપણ ને ઈર્ષ્યાની ભાવના પણ હોય છે. બીજાઓને પોતાના કરી લેવાની કલામાં તે પારંગત હોય છે. તેના મિત્રોની સંખ્યા વધુ હોય છે. ઘર અને ઓફિસનું સુશોભન કરવામાં ધનનો વ્યય કરતા રહે છે. કલાના ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય પસંદ કરવાથી તેને સફળતા મળે છે. શહેરથી અગ્નિ ખૂણાની દિશામાં રહેવું અને વ્યાપાર કરવો તેને સારા લાગે છે.

મહિનાની ૬, ૧૫, ૨૪ તારીખો તેના માટે મહત્ત્વની રહે છે. પોતાનો આવાસ અને વ્યવસાય પણ અંક-૪વાળા ભૂખંડ પર બનાવવા ઈચ્છે છે.

તારીખ – 7

અંક-૭નો સ્વામી ગ્રહ કેતુ અને નેપચ્યુન છે. ઈન્દ્ર ધનુષ્યના સાત રંગ, સપ્ત ધાન્ય, સાત સુર, સાત સમુદ્ર અંક-૭ની સત્તાને દર્શાવે છે. અંક-૭થી પ્રભાવિત વ્યક્તિ વિવિધ લલિતકલાઓમાં રુચિ લેનારી, લેખનસાહિત્ય, કાવ્યરચના વગેરે કાર્યો કરનારી હોય છે. કલ્પના શક્તિના ધનવાન, યાત્રા, પર્યટન પર ધનનો વ્યય કરનારી હોય છે. તેને વિદેશોથી, જહાજ, મોટર વગેરે વાહનોથી વિશેષ લાભ મળે છે.

અતિન્દ્રિય જ્ઞાનની અધિકતાથી તે બીજાઓના મનની વાતને જાણી જાય છે. ધનસંગ્રહ વધુ કરી શકતી નથી. ભાગ્યોદય રુકાવટોની સાથે થાય છે. તેને એવો રોજગાર પસંદ આવે છે કે જેમાં તેને દૂર દૂરની યાત્રાઓ કરીને દૂરની વ્યક્તિઓ સાથે સંબંધો બાંધવામાં સહાયતા મળે છે. તેનું કાર્યક્ષેત્ર ક્યારેક-ક્યારેક પરિવર્તિત થતું રહે છે. પ્રાચીન રીતિ-રિવાજો પર વિશ્વાસ અને શ્રદ્ધા ઓછા રહે છે. પોતાના વિચારો દ્વારા નવીન પરંપરાઓને સ્થાપે છે.

જે ભવનનો મૂળાંક કે નામાંક ૭ હોય તેવું ભવન તેમજ નૈઋર્ન્ય ખૂણાની દિશા તેના માટે શુભ રહે છે. મહિનાની ૭, ૧૬, ૨૫ તારીખો તેના માટે મહત્ત્વની રહે છે.

તારીખ - 8


અંક ૮નો સ્વામી ગ્રહ શનિ છે. વાસ્તુની આઠેય દિશાઓ અષ્ટ ધાતુ, અષ્ટ સિદ્ધિઓને દર્શાવનારો અંક ૮ જ છે. અંક ૮થી પ્રભાવિત વ્યક્તિ શનિની જેમ ધીરે-ધીરે ચાલનારી અને ધીરે-ધીરે ઉન્નતિ કરનારી હોય છે. આળસ એ તેનો સૌથી મોટો શત્રુ છે. વ્યવધાનો અને કઠિનાઈઓથી ઝઝૂમતાં સફળતા પ્રાપ્ત કરે છે. તેની કાર્યશૈલીને કોઈ સીધી રીતે પારખી ન શકતા વિરોધીઓ પણ પેદા થાય છે. તેને કેટલાક લોકો શુષ્ક અને કઠોર હૃદય પણ સમજે છે. જ્યારે અંદરથી તે પૂરતો ભાવુક અને દયાળુ હોય છે. તે કેટલાંયે મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે, જેનાથી તેને નામ, યશ અને કીર્તિ મળે છે. તેની અંદર ત્યાગની ભાવના વધુ રહે છે અને કોઈ પણ કાર્યમાં ભલે ને ગમે તેટલો શ્રમ, ત્યાગ કે બલિદાન આપવું પડે, પરંતુ તેમાં તે પીછેહઠ કરતો નથી. તેને સફળતા વિલંબપૂર્વક પરંતુ મળે છે ને સ્થાયીરૃપે પ્રાપ્ત થાય છે. આળસ અને નિરાશા પર વિજય પ્રાપ્ત કરવાથી ભાગ્યોદય થાય છે.

પશ્ચિમ દિશામાં રહેવું અને અંક-૮નું મકાન તેની માટે શુભ રહે છે. મહિનાની ૮, ૧૭, ૨૬ તારીખો તેના માટે મહત્ત્વની છે.

તારીખ - 9


અંક-૯નો સ્વામી ગ્રહ મંગળ છે. પૃથ્વીના નવ ખંડ, નવ નિધિઓનો પ્રતીક અંક-૯ છે. ગીતાને ૧૮ (૧+૮=૯) અધ્યાય, ૧૮ પુરાણ, માળાના ૧૦૮ (૧+૦+૮=૯) મણકા, ૧૮ પુરાણ અને ગીતામાં સમાવિષ્ટ ૪, ૦૭, ૭૦૦ (૪+૦+૭+૭+૦+૦-૧૮=૯) શ્લોક અંક-૯ની સત્તાને દર્શાવે છે. અંક-૯થી પ્રભાવિત વ્યક્તિની અંદર સેનાપતિ, નાયક અને મુખી બનવાની ઈચ્છા રહે છે. આવી વ્યક્તિઓની અંદર અદમ્ય સાહસ અને ર્સ્ફૂિત હોવાથી જે પણ કંઈ કાર્ય હાથ પર લે છે, તે તરત પૂરું કરી લે છે. તે અનુશાસનપ્રિય અને ક્રોધી હોય છે. પોતાના શત્રુઓનું દમન કરવાનું બળ હંમેશાં તેનામાં હોય છે. સૌમ્યતાનો વ્યવહાર તેના ભાગ્યમાં વૃદ્ધિકારક હશે. સાહસભર્યાં કાર્ય અને ગુણોના કારણે તેને એકાધિકાર પૂર્ણ કાર્યપસંદ આવે છે. યાંત્રિક કાર્યોમાં પણ તેની રુચિ રહે છે. જ્ઞાન-વિજ્ઞાન અને તકનિકી ક્ષેત્રોમાં પણ તેને અભિરુચિ હોય છે.
દક્ષિણ દિશા અને ૯ અંકવાળુ મકાન તેને માટે શુભ રહે છે. માસની ૯, ૧૮, ૨૭ તારીખો તેના માટે મહત્ત્વની રહે છે.

તારીખ - 10


અંક એક આકાર બ્રહ્મનું પ્રતીક છે. આ સૃષ્ટિને ચલાવવા માટે એક શક્તિ છે. અંક-૧ને સૂર્ય સામે જોડવામાં આવે છે. સૂર્યની આજુબાજુના સઘળા ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી અને તારાઓ પરિકમ્મા કરે છે. સૌથી વધારે પ્રકાશવાન ગ્રહ સૂર્ય જ છે. અંક-૧નો ગ્રહ સૂર્ય આત્મા સાથે સંબંધ ધરાવે છે. ભાગ્યાંક અથવા મૂળાંક એકથી પ્રભાવિત વ્યક્તિનો નિશ્ચય, ઈચ્છા શક્તિ, સંબંધ અને મિત્રતા સ્થાયી હોય છે. સ્વતંત્ર વિચારધારા હોવાથી કોઈને તાબે રહીને કાર્ય કરવામાં અસુવિધા અનુભવે છે. બીજા પર ઉપકાર કરવામાં તત્પર તે લગન અને મહેનતથી સમાજમાં આગેવાનીનું પદ પ્રાપ્ત કરે છે. તે ચતુર, બળવાન, બુદ્ધિમાન, ઠાઠમાઠ પસંદ કરનાર, સ્પષ્ટવક્તા, સત્યમાર્ગી, સ્વાભિમાની હોય છે. તેને માટે જેના મૂળાંક અથવા નામાંક એક હોય તેવાં રાષ્ટ્ર, પ્રદેશ, ગામ, મકાન, ફ્લેટમાં નિવાસ કરવો શુભ છે. પૂર્વ દિશાના મકાન, પૂર્વ દિશાની બેઠક અને પૂર્વ સ્થાનોમાં વ્યાપાર કરવો શુભ રહેશે. સૂર્ય જ્યારે મેષ અને સિંહ રાશિમાં હોય ત્યારે તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહે છે. ૧ અંકવાળાઓ માટે તે શુભ રહે છે. ૧, ૧૦ અને ૧૯, ૨૮ તારીખો મહત્ત્વપૂર્ણ રહે છે.

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888