Vamad - 2 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | વમળ પ્રકરણ -2

Featured Books
Categories
Share

વમળ પ્રકરણ -2

વમળ પ્રકરણ -2 લેખક - અજય પંચાલ


માનો ફોન લાગ્યો નહીં એટલે શ્વેતાએ વિચાર્યું કે સ્વીમીંગ કરવામાં મજા આવશે. ઘોડેસવારીનો થાક પણ ઉતરશે અને માઈન્ડ પણ ફ્રેશ થઇ જશે. શ્વેતાએ બાથરૂમમાં જઈને એક પછી એક કપડાં ઉતાર્યાં અને આછા પીળા કલરનો એના શરીર પર ચપોચપ બેસતો ટુ-પીસ સ્વીમીંગ સ્યુટ ચઢાવ્યો. એણે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું. ભગવાને એને ગજબની સુંદર બનાવી હતી. શ્વેતાની ત્વચા સ્નિગ્ધ અને ગૌરવર્ણી હતી. લાંબી પાંપણો, કજરાળી આંખો, ખુબ જ રૂપાળું લંબગોળ મ્હો, દાડમના દાણા જેવા દાંત. એ હસતી ત્યારે એના બંને ગાલ પર ખંજન પડતા. વાળ સહેજ ભુખરા પણ સુંવાળા અને વાંકડિયા હતા. સપ્રમાણ ગરદન અને ટટાર સીનો એના યૌવનને આકર્ષક બનાવતાં હતાં. લો કટ સ્વીમીંગ કોસ્ચ્યુમમાંથી એના યૌવનનો ઉભાર જાણે ઉછાળા મારતો હતો. એના સ્તન ખુબ ભરાવદાર અને સુડોળ હતા. એ થોડી માંસલ હતી પણ શરીર પર ક્યાય પણ ઝાઝી ચરબી નહોતી. પાતળી કમનીય કમર, ગોળ નિતંબ અને પગ લાંબા અને સુડોળ હતાં. પોતાની કમનીય કાયા નિહાળીને એના ચહેરા પર સાહજિક સ્મિત આવ્યું. એણે સ્લીપર પહેર્યા અને એ ધીમેથી ડગ ભરતી બીચ હાઉસની પાછળના ભાગમાં આવી. બીચ હાઉસ ઘણું જ વિશાળ હતું. મકાનની પાછળ નીલા આસમાની પાણી વાળો સુંદર દરિયો હતો. એમનો બીચ એકદમ પ્રાઇવેટ હતો. દરિયામાં કોરલની રીફ કરેલી હોવાથી મોજાની થાપટો થોડી ઓછી રહેતી. બીચ પરની રેતી ઝીણી સફેદ રેતી એકદમ સ્વચ્છ હતી. વિશાળ મકાનના પાછળના ભાગમાં સુંદર મજાનો મોટો સ્વીમીંગ પુલ હતો. ડાઈવીંગ બોર્ડ પર આવીને એ ખુબ જ સિફતથી ભૂરા પાણીમાં ખાબકી. ઘોડેસવારીની જેમ શ્વેતા તરવામાં પણ માહિર હતી. મુંબઈમાં પણ એમાં ઘરે વિશાળ સ્વીમીંગ પુલ હતો જ. એ નવરી હોય ત્યારે કલાકો સ્વીમીંગ પુલમાં તર્યા કરતી. ક્યાંય સુધી શ્વેતા જલપરીની માફક પાણીમાં તરતી રહી. થોડીવાર પછી સીમા ય એમાં જોડાઈ. જાંબલી કલરના વનપીસ સ્વીમીંગ કોસ્ચ્યુમમાં સીમા ય ખુબસુરત લાગતી હતી. બંને બહેનપણીઓ કિલ્લોલ કરતી એકબીજા સાથે મસ્તી કરતી પાણીમાં તરતી રહી.કલાકેક પાણીમાં તર્યા પછી બંને સહેલીઓ આરામ કરવા ગઈ.

મેક્સિકોની સાંજ બહુ રળિયામણી હોય છે. ટ્રોપિકલ વાતાવરણ હોવાથી ગરમી પડે પણ ઇન્ડિયા જેટલી ભયાનક ગરમી ના હોય. વર્ષના મોટાભાગના સમયમાં પવન હમેશા વહેતો જ રહે છે. તેથી ગરમીના સમયમાં પણ વાતાવરણ ખુશનુમા રહે છે. બપોરે વાતાવરણ સહેજ ગરમ થાય પરંતુ ત્યારે તો સહેલાણીઓ ક્યાંતો બીચ પર કે સ્વીમીંગ પુલમાં શરીરને ઠંડક પહોચાડતા હોય, પણ સાંજ પડે એટલે ડાઉન ટાઉન સહેલાણીઓથી ઊભરાવા માંડે. મેક્સિકો સાઉથ અમેરિકામાં આવેલું હોવાથી મોટેભાગે અમેરિકન અને યુરોપિયન પર્યટકો વધુ હોય. આમે ય ગોરી પ્રજા દરિયાકિનારે સન બાથ લઈને એમના શરીરને તામ્રવર્ણું બનવાની શોખીન હોય છે. એશિયન પ્રદેશોના લોકોને સફેદ ચામડીનો મોહ વધારે હોય છે. પણ ગોરી પ્રજાને ટેન કલરનો વધારે મોહ હોય છે. ડાઉન ટાઉનમાં મેક્સિકન બનાવટની ચીજ વસ્તુઓ, સુવેનીયર, લાકડાની કારીગરીવાળી કલાત્મક વસ્તુઓની ઘણી બધી શોપ્સ આવેલી છે. આ ખાસ સહેલાણીઓ માટેનું જ પર્યટક સ્થળ છે એટલે અલગ અલગ દેશના ખાણીપીણીના રેસ્તોરંટ પણ ખુબ જ છે. ટાઉનની મધ્યમાં મેક્સિકોના પહેલા પ્રેસિડેન્ટનું પુતળું છે અને એની આજુબાજુ રંગીન પાણીના ફુવારા સંગીતની ધૂન પ્રમાણે કલાત્મક રીતે રંગ અને આકાર બદલાતાં રહે છે. સાંજે આ ફાઉન્ટન પર અલગ અલગ કલરનું લાઈટીંગ પણ ઉમેરાય છે. વાંકડિયા ઝુલ્ફાવાળો આર્યન આ ફુવારા પાસે ઉભો ઉભો રેલીંગના ટેકે આજુબાજુનું દ્રશ્ય અને આવતાં જતાં સહેલાણીઓને નિહાળતો હતો. આર્યન ખાસ તો આવ્યો હતો એના એક મિત્રના લગ્ન પ્રસંગે. આર્યને કોલેજનો અભ્યાસ કર્યો હતો અમેરિકાની NYU (ન્યુયોર્ક યુનિવર્સીટી)માં. અમેરિકાના અભ્યાસ દરમ્યાન પૌલ એનો ખાસ મિત્ર અને રૂમમેટ હતો. પૌલ વિતોરીયા મૂળ તો પોર્ટુગલનો ગોરો હતો પણ એના માતા પિતા વરસોથી અમેરિકામાં વસ્યા હતા. પૌલ એની સાથે ભણતી ભારતીય યુવતી શિખાના પ્રેમ માં પડ્યો હતો. થોડા વરસોના સંવનન બાદ હવે એ બંને લગ્નગ્રંથીથી બંધાઈ રહ્યા હતા. એ બંનેની ઈચ્છા Destination Wedding ની હતી. એટલે લગ્ન માટે એ બંનેએ કેનકુન પર એમની પસંદગી ઉતારી હતી. આર્યન મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે જ ખાસ મુંબઈથી અહિયાં આવ્યો હતો. બપોરે લગ્નની વિધિ પતિ ગઈ હતી અને મોડી સાંજે હોટેલ રિયું પ્લાઝામાં શાનદાર રિસેપ્શન હતું. સૂર્ય હજુ આથમ્યો નહોતો. સૂર્યનો ઘટ્ટ પીળો પ્રકાશ બધે પથરાયેલો હતો. રીસેપ્શનનો સમય સાંજે સાડા આઠ પછીનો હતો. આર્યનને સુર્યાસ્ત જોવામાં ખુબ જ રસ હતો અને ખાસ કરીને જયારે એ દરિયા કિનારે હોય તો એ સૂર્યાસ્તનો સમય ચૂકતો નહિ. મોટા ભાગના રેસ્તોરંટ અને હોટેલો દરિયા કિનારે જ હતાં. દરિયો પાછળની બાજુ એ હતો. એ બે રેસ્તોરંટ વચ્ચે જતા નાના માર્ગ પર થઈને દરિયા કિનારે આવ્યો. કેનકુન-મેક્સિકન દરિયા કિનારો દુનિયાના સુંદર દરિયાકિનારાઓમાનો એક છે. કેન્કુનની એક તરફ ગલ્ફ ઓફ મેક્સિકો અને બીજી તરફ કરેબિયન ઓસન પથરાયેલો છે. કરેબિયન દરિયાકિનારો એટલાન્ટીક ઓસન કરતા ઘણો જ ભિન્ન છે. દુરથી જોતા પાણી ત્રણ કલરમાં વહેચાયેલું જોવા મળે. ઊંડાણમાં ડાર્ક બ્લુ, કિનારા પાસે આછો ગ્રે-વ્હાઈટ અને વચ્ચેના પટમાં સ્કાય બ્લુ યાને આસમાની રંગ. કિનારાની રેતી એકદમ સફેદ અને ખુબ જ ઝીણી. પાણી એટલું ચોક્ખું અને પારદર્શક કે સાથળ સમાણા પાણીમાં પણ પગના આંગળાના નખ પણ ચોખ્ખાં દેખાય. અન્ય બીચની સરખામણીમાં આજુબાજુની સ્વચ્છતા ઉડીને આંખે વળગે. ક્યાય કોઈ કચરો કે અન્ય કોઈ ગંદકી નજરે ના ચઢે. દરિયા કિનારા અને હોટેલ-રેસ્તોરંટ વચ્ચે પાલ્મ ટ્રી ના ઝૂંડ હતાં. આર્યન બીચ પરની સ્વચ્છ રેતીમાં ચાલવા લાગ્યો. બુટ પહેરેલા હોવાથી ચાલવામાં તકલીફ લાગી એટલે એણે બુટ મોજા ઉતારી હાથમાં પકડીને ચાલવા માંડ્યું. સૂર્ય હવે અસ્ત થવાની તૈયારીમાં હતો. સૂર્યનો કેસરી કલરનો પ્રકાશ દરિયાના પાણી પર પડીને પાણીને સોનવર્ણું બનાવતો હતો. સૂર્ય ધીરે ધીરે ક્ષિતિજમાં લુપ્ત થતો જતો હતો. વાતાવણમાં એક ગજબની સુંદરતા હતી. મંદ મંદ સમીર વાતો હતો. સુર્યાસ્ત થયો એટલે એ રેતીમાં ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા એની નજર રેસ્તોરંટની પાછળના ભાગમાં પડી. રેસ્તોરંટના પાછળના ભાગમાં ખુલ્લામાં ટેબલ ખુરસી ગોઠવેલા હતા. આજુબાજુમાં પાલ્મ ટ્રી અને તરહ તરહના ટ્રોપિકલ ફૂલ ઝાડ, છોડ અને બુશીશ વાવેલા હતા. બીચ પાસેના અંતભાગમાં ટેબલ પર બે સુંદર યુવતીઓ બેઠી હતી. એકે લાલ રંગનો લાંબો સ્લીવલેસ ગાઉન પહેરેલો હતો અને બીજી યુવતીએ સોનેરી કલરનું ટોપ અને કાળો ઘૂંટણ સુધી લાંબી પટ્ટી વાળો સ્કર્ટ પહેરેલો હતો. એ હતાં શ્વેતા અને સીમા. આર્યનની નજર શ્વેતા પર પડી અને એ મંત્રમુગ્ધ થઇ ગયો. એની હદય જાણે એક ધડકન ચુકી ગયું. આજ યુવતીને એણે આજે સવારે દરિયાકિનારે બેઠેલી જોઈ હતી. એ વખતે એ થોડી અસ્પષ્ટ જ દેખાઈ હતી છતાંપણ એક કદી ભૂલાય ના એવી અસર છોડી ગઈ હતી. એને થયું કે એનું નશીબ ખરેખર જોરદાર છે. મનમાં તો હતું જ કે એ યુવતી ક્યાંક તો મળી જ જશે. પણ આટલી જલ્દીથી એ જ દિવસે ફરીવાર મળશે એવો તો ખયાલ સુદ્ધા નહોતો. એને પેલો સ્કાર્ફ યાદ આવ્યો. સ્કાર્ફ હમણાં પણ એની પાસે જ હતો. સ્કાર્ફના સ્પર્શથી જ એનામાં હદયમાં એક સ્પંદન શરુ થઇ જતું હતું. થોડીવારે એ સુંદરતાના કેફ્માંથી બહાર આવ્યો. એ મુલાકાતની આ તક ચૂકવા નહોતો માંગતો. પોતે ધનિક પરિવારનો હતો અને એ અમેરિકાના આધુનિક વાતાવરણમાં ભણ્યો હતો એટલે એનામાં સંકોચ તો સહેજ પણ નહોતો. એ ધીમેથી રેસ્તોરંટ તરફ ચાલ્યો.

નજીક જઈને એણે હાથ હલાવતાં ધીમેથી બુમ પાડી, “હલો … મિસ.”

શ્વેતાના હાથમાં ડ્રીંકનો ગ્લાસ હતો અને એ સીમા સાથે વાતોમાં મશગુલ હતી એટલે એનું ધ્યાન તરત ના ગયું.

આર્યન લાકડાના પગથીયા ચઢીને ઉપર ડેક પર આવ્યો. નજદીક આવીને, એમના ટેબલ પાસે ઉભા રહીને, અદબથી બોલ્યો,

“હેલો......સોરી ટુ ડીસ્ટર્બ યુ મિસ!”

સહસા બંનેનું ધ્યાન આર્યન તરફ ગયું. આર્યન દેખાવડો, મજબુત બાંધાનો, વાંકડિયા વાળ સાથે ગૌર ચહેરો અને કાળી સુંદર આંખો ધરાવતો નવયુવાન હતો. સીમાએ અચાનક જ એમના ટેબલ પાસે આવેલા યુવાનને જોયો. સીમા અર્યાનને જોતી જ રહી ગઈ.

આર્યને પેન્ટના ગજવામાંથી સ્કાર્ફ કાઢ્યો અને શ્વેતા તરફ ધર્યો અને બોલ્યો,

“મિસ, યુ….”

આર્યન એનું વાક્ય પૂરું કરે તે પહેલા તો સ્કાર્ફ જોતા જ શ્વેતા ચોંકી અને એના વાક્યને વચ્ચેથી કાપતા બોલી,

” હેય ધીસ ઈઝ માય સ્કાર્ફ. ફ્રોમ વ્હેર ડીડ યુ ગેટ માય સ્કાર્ફ?”

“યુ ડીડન્ટ લેટ મી ફીનીશ” સહેજ હસતાં આર્યન બોલ્યો,

“ બાય ધ વે, માય નેમ ઈઝ આર્યન, આર્યન પંડિત.”

સીમા અને શ્વેતા બંને આર્યનના વ્યક્તિત્વથી આકર્ષાઈ હતી. અને પાછું કેનકુનમાં ઇન્ડિયન યુવાનનું આમ આકસ્મિક રીતે પ્રગટ થવું એ પણ ખુશીની વાત હતી. અને એ પણ આટલો હેન્ડસમ.

"આઈ સો યુ એટ ટુલુંમ ધીસ મોર્નિંગ. યુ વેર સીટીંગ ઓન અ પાલ્મ ટ્રી ટ્રંક એટ ટુલુંમ-બીચ."

આર્યને સવારે કઈ રીતે એને સ્કાર્ફ મળ્યો તેની વિગત કહી.

સીમાએ જ પોતાનો અને શ્વેતાનો પોતાનો પરિચય આપ્યો.

"હાય માય નેમ ઈઝ સીમા એન્ડ ધીસ ઈઝ માય બીલોવ્ડ ફ્રેન્ડ શ્વેતા. વી આર ફ્રોમ મુંબાઈ, ઇન્ડિયા"

"વાઉ, વોટ અ કોઈન્સીડન્સ? આઈ એમ ઓલ્સો ફ્રોમ મુંબાઈ."

આમ કહીને ત્રણે એ હાથ મિલાવ્યા. બંને બહેનપણીઓ ઘણીક અને મુક્ત વાતાવરણમાં ઉછરી હતી. એ સાથે જ સીમાએ ચાલાકીથી તક ઝડપી ને આર્યનને કહ્યું,

“ઇફ યુ લાઈક, યુ મેં જોઈન અસ ફોર અ ડીનર.”

કોઈની મજાલ નથી કે બે સ્વરૂપવાન યુવતીઓ તરફથી મળેલું આમંત્રણ ઠુકરાવી શકે. આર્યન તો આમે ય સવારથી જ શ્વેતાના ખયાલોમાં ખોવાયેલો હતો. પણ એને અચાનક યાદ આવ્યું કે એને તો પૌલના રિસેપ્શન માં જવાનું છે. એ ખુરસી પર બેસતા બોલ્યો,

“નોટ ફોર અ ડીનર એઝ આઈ ઓલરેડી હેવ અ પ્લાન. બટ આઈ સર્ટેઇન્લી કેન જોઈન યુ ફોર ફયુ ડ્રીન્કસ.”

આર્યનના અવાજ માં આત્મવિશ્વાસ હતો. એ પોતે પણ ધનિક પરિવારમાં જ ઉછર્યો હતો અને અમેરિકામાં અભ્યાસના ઘણા વરસો ગાળ્યા હતા. તેથી એ છોકરીઓ સાથે ખુબ જ સાહજીકતાથી ભળી શકતો.

સીમાએ હાથ ઉંચો કરી વેઈટરને બોલાવ્યો. અને આર્યનને પૂછ્યું,

“વોટ વુડ યુ લાઇક ટુ ડ્રીન્ક?”

આર્યને વેઈટર બાજુ જોઇને કહ્યું, “ડર્ટી માર્ટીની વિથ ઓલીવ્સ, પ્લીઝ.” સીમા અને શ્વેતા એ પણ એમના ડ્રીંક ઓર્ડર કર્યા.

ડ્રીન્કસ આવતા જ વાતોનો દોર શરુ થયો. ત્રણે જોરથી હસી પડ્યા એ જાણીને કે ત્રણે ય મુંબાઈના હતા અને આકસ્મિક રીતે કેન્કુનમાં મળતા હતાં. હવે એમની વાતો ગુજરાતી-અંગ્રેજી મિક્સ ભાષામાં થવા લાગી. બંને યુવતીઓ આર્યનના આકર્ષક વ્યક્તિત્વ, બોલવાની છટા અને ખાસ કરીને એની કાળી આકર્ષક આંખોથી પ્રભાવિત થઇ ચુકી હતી. એવું બહુ જ ઓછું બનતું કે શ્વેતા કોઈ યુવાનથી આકર્ષાય. ડ્રીન્કના ગ્લાસીસ ખાલી થયા કર્યા. કેનકુન વિશે જ વાતોનો દોર ચાલતો રહ્યો. આર્યને જણાવ્યું કે એનો અભ્યાસ ન્યુયોર્કમાં થયો છે પણ એ પિતાનો બીઝનેસ સંભાળવા સ્થાઈ મુંબઈમાં થવાનો છે. શ્વેતા એ વાત થી વધુ પ્રભાવિત થઇ.

"સો યુ કમ હિયર ફોર અ વેકેશન? અલોન? સીમા વાતો કઢાવવામાં જબરી હતી.

"નો, આઈ કેમ હિયર ટુ એટેન્ડ માય ફ્રેન્ડસ વેડિંગ."

આમ પૌલ-શિખાના પ્રેમ અને મેરેજની પણ વાત નીકળી. અમેરિકન પુરુષોને પણ ઘઉંવર્ણી ભારતીય સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ રહે છે એ વિષય પર પણ ઘણી વાતો ચાલી. આર્યન પણ વાતો કરવામાં પાછો પડે તેમ નહોતો. એને પણ કુદરતે અનાયાસે જ તક આપી હતી. તો એ પણ એનો પૂરો લાભ ઉઠાવતો હતો અને વાતો કરે જ જતો હતો.

ડ્રીન્કસના ત્રીજા રાઉન્ડનો ઓર્ડર અપાયો જ હતો ને સહસા જ શ્વેતાનો ફોન રણક્યો. શુબાનનું નામ ફોનની સ્ક્રીન પર ફ્લેશ થયું. શ્વેતાએ સહસા ફોન ઉપાડ્યો. સામેથી શુંબાનનો બેબાકળો અવાજ આવ્યો.

“શ્વેતા, શ્વેતા, મોમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો છ. ડેડી પણ બીઝનેસ ટુર પર છે. મેં એમને ફોન કરી દીધો છે. ડેડી ફ્લાઈટ પકડીને જલ્દી આવે જ છે. હું અને દાદાજી મોમને હોસ્પીટલમાં લઇ આવ્યા છે. ડોકટરની સારવાર ચાલુ જ છે. તું જલ્દીથી મુંબઈ આવી જા.”

"શુબાન, માને શું થયું? કેવી રીતે થયું? સવારે મારી સાથે ફોન પર વાત કરી પણ મને કશું કહ્યું નહીં. પણ એની થોડી વાત પરથી લાગ્યું કે એ કોઈક મૂંઝવણમાં હતી.”

શ્વેતાના સુંદર ચહેરા પર ચિંતા અને ગભરાટના ભાવ આવી ગયા. એ પછી થોડીવાર બેબાકળા અવાજે વાત કરીને શ્વેતાએ ફોન મુક્યો.

એની સુંદર આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. ઝડપથી એણે સીમાને રડમસ કહ્યું, "સીમા, મારી મોમ સીરીયસ છે. એને હાર્ટ એટેક આવ્યો છે. શુબાન મને હોસ્પિટલમાં દાખલ કરી છે.
તરત જ ઉભી થઇ.

“સીમા, વી હેવ ટુ કેચ અ ફલાઈટ ટુ નાઈટ. લેટ્સ હરી અપ.”

આર્યને સમયની ગંભીરતા પારખી એરપોર્ટ પર ફોન કરીને તપાસ કરી લીધી. બે કલાકમાં જ યુરોપ તરફ જતી ફ્લાઈટ હતી.

આર્યને કહ્યું, "લેટ્સ ગો, આઈ વિલ કમ વિથ યુ અપ ટુ એરપોર્ટ."

એ કંઈ મદદ કરી શકે એ માટે પૂછ્યું, પણ શ્વેતા-સીમા કાર લઈને જ આવ્યા હતા. ડ્રાઈવર અને કાર હાજર હતાં.

"નો નો આર્યન, વી કેન મેનેજ ઇટ. વી હેવ અવર કાર એન્ડ ડ્રાઈવર. યુ હેવ અ રીસેપ્શન ટૂ એટેન્ડ."

આર્યન રિસેપ્શન પડતું મુકવા તૈયાર હતો. પણ સીમાએ સમજાવ્યું કે એ સંભાળી લેશે. શ્વેતા બહુ જ બેબાકળી થઇ ગયેલી હતી. એટલે આર્યને બહુ આગ્રહ ના કર્યો.

બંને એ ત્યાંથીજ સીધા એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું. સીમાએ બીચ હાઉસ પર ફોન કરીને હાઉસ મેનેજરને કહી દીધું કે એમનું લગેજ અને ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ લઈને એ સીધો એમને એરપોર્ટ પર જ મળે.

રાતની ફ્લાઈટ કેનકુંનથી ફ્રેન્કફર્ટ અને ત્યાંથી દોઢ કલાકના રોકાણ બાદ મુંબઈની કનેક્ટિંગ ફ્લાઈટ હતી.

આર્યન અચાનક થયેલી મુલાકાત આમ જ સમેટાઈ ગઈ તેનો રંજ અનુભવતો ત્યાં વિચાર કરતો બેસી જ રહ્યો. ડ્રીન્ક પતાવી ને થોડીવાર પછી બીલ ચૂકવી એ બહાર નીકળ્યો. તે છતાં શ્વેતાને મળ્યાનો આનંદ મનમાં હતો. અને મુંબઈમાં પણ મુલાકાત્ તો થશે જ એ બાબતથી પણ ખુશ હતો.

ફર્સ્ટ ક્લાસ કેબીનમાં ફ્લેટ-બેડ સીટ પર આડી પડી સુતી સુતી શ્વેતા શુબાનના શબ્દો ધ્યાનથી વિચારતી રહી કે શુબાને શું કહ્યું હતું. શુબાને એમ કહ્યું કે માએ કોઈક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો જે મોમે ઉઠાવ્યો હતો કે માનો ફોન કોઈ અજાણી સ્ત્રીએ ઉઠાવ્યો હતો? પણ એ સ્ત્રીની વાત સાંભળીને સ્નેહલતા પર અચાનક જ હાર્ટ એટેક આવ્યો. એની વાચા બંધ થઇ ગઈ. દાદાજી અને શુબાને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી એને હોસ્પીટલમાં ખસેડી. શ્વેતા ચિંતિત હતી કેમ કે માએ એને કોઈ ખાસ વાત કરવા જ ફોન કર્યો હતો પણ એ ખચકાતી હતી એવું એને લાગ્યું હતુ. એવું શું રહસ્ય હતું જે જાણીને મા આટલો આઘાત પામી? એને વિચાર્યું કે એ મુંબઈ જઈને મા સાથે વાત કરે પછી જ એને ખરી વાતની જાણ થશે.

પણ એને વિધિની વક્ર્તાની ક્યાં ખબર હતી કે એના પહોચતાં પહેલા જ એની પ્યારી મા રહસ્ય સાથે લઈને આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળશે.

(ક્રમશ:) - અજય પંચાલ (USA)