Aparadh ke Aparadhi in Gujarati Short Stories by MB (Official) books and stories PDF | Aparadh ke Aparadhi

Featured Books
Categories
Share

Aparadh ke Aparadhi

અમરસિંહ પરમાર દ્વારા રચિત

ચરોતરમાં બનેલ સત્યઘટનાઓ પર આધારિત

જીવસટોસટ રૂવાંટા ઊભી કરતી સસ્પેન્સ

થ્રીલર ક્રાઇમ કાવાદાવાથી ઘુંટાયેલ રહસ્યમય સત્યઘટનાઓ

અપરાધ કે અપરાધી

લેખક

અમરસિંહ પરમાર

એમ.એમ.સાહિત્ય પ્રકાશન

અર્પણ

અપરાધ કે અપરાધી...

અપરાધ કે અપરાધી આ રહસ્ય કથા મારી છઠ્ઠી રહસ્યકથા છે. આ રહસ્ય કથા સત્યઘટનાને કલ્પનાના રંગોમાં ઢાળી જીવ સટોસટના સાહસો ... રહસ્યો... રોમાંચની સનસનાટીથી રૂવે રૂવે રૂંવાટા ઉભા કરતી રસપ્રદ કથા છે.

- અમરસિંહ પરમાર

ડાકોર

સ્ટોપ

આ...?

આ એક કાલ્પનિક કથા છે. આ કથાના પાત્રો, ઘટનાઓ અને ઘટના સ્થળો કાલ્પનિક છે. અપરાધ કે અપરાધી, સનાતન સત્ય, માનવવૃત્તિ, રહસ્ય પાછળ દોટ... વગેરેથી કથાનું પોત ગુંથાયેલું છે. આ કથામાં વિનિયોગ પામેલા પરિધાન પહેરવા કે પહેરાવવા પ્રયત્ન ન કરવા અનુરોધ છે.

લેખકના અન્ય પુસ્તકો

સદવિચારઘટના

અણમોલ વિરાસત

અણમોલ રતન

સ્મરણાંજલિ

પ્રેમ કિનારાની તલાસ

અપરાધ કે અપરાધી

૧. મારા પેટનો જણ્યો મારો હત્યારો

જીલ્લાના દક્ષિણ દિશામાં આવેલા શહેરમાં પોલીસનું તાલુકા મથક.... અને પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પોતાની ઓફિસમાં હમણાં જ આવીને ટેબલ પરની ફાઈલો જોવામાં વ્યસ્ત બની ગયા હતા કે એવામાં પોલીસ સ્ટેશન ઓફિસરે આવીને સલામ આપી શિસ્તબદ્ધ રીતે ઊભા રહ્યા કે તરત જ ઈન્સ્પેક્ટરે તેમની સામે જોયું અને શું છે? એવું પૂછતા હોય એ રીતે માથું હલાવી આંખોથી ઈશારો કર્યો કે તરત જ ગભરાયેલી હાલતમાં હોય એવા ભાવથી પી.એસ.ઓ. ભેમાજીએ કહેવા માંડ્યું :

“સાહેબ.... કોઈ નનામો ફોન છે....નામ નથી આપતો....પણ એ એવું કહે છે કે આપણા શહેર બહારથી પસાર થતા હાઈવે ચોકડી નજીક એક બાઈનું ખૂન થઈ ગયું છે. ચપ્પાના ઘા માર્યા છે....ફોન ચાલુ છે....આપું આ બાજુ?”

ઈન્સ્પેક્ટરે માથું હલાવી હકારમાં જવાબ આપ્યો એટલે પી.એસ.ઓ. જાણે કે માથેથી ઘાત ગઈ હોય એ રીતે તુરત જ બહાર નીકળી ગયો અને ઈન્સ્પેક્ટરની ઓફિસમાં ફોનનું કનેક્શન કરી આપ્યું.

દીવાલ ઘડિયાળમાં સવારના દશેક વાગ્યા હતા. ફોન પર વાત પૂરી કર્યા પછી તરત જ ઈન્સ્પેક્ટર બહાર નીકળ્યા.... જીપ-ડ્રાઈવર તૈયાર જ હતો.... બે-ત્રણ પોલીસ માણસોને લઈને ફોનમાં જણાવેલી જગ્યાએ પહોંચ્યા .... રોડની એક સાઈડ પર ચોકડીથી થોડે દૂર માણસોનું ટોળું ઊભુ હતું. પોલીસની જીપ આવેલી જોઈને ટોળું થોડે દૂર વિખેરાઈ ગયું.

રોડની નજીકમાં જ પાંત્રીસેક વર્ષની ઉંમરની એક સ્ત્રીની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી.... મધ્યમ બાંધાની ઘઉંવર્ણી કાયા ધરાવતી આ અજાણી સ્ત્રીના શરીરે છાતીના ભાગે ત્રણ-ચાર ઘા ઝીંકી દીધા હતા. અને કદાચ આ ઈજાઓને કારણે જ એનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હોવાનું પોલીસે અનુમાન કરી લીધું હતું.

પોલીસ ઈન્સ્પેક્ટરે સ્થળ પર ઈન્કવેસ્ટ રીપોર્ટ ભરીને લાશને પી.એમ. માટે મોકલી આપી હતી અને મરનાર બાઈ કોણ છે-ક્યાંની છે-એના વાલીવારસો માટે શોધખોળ આરંભી દીધી...અને સાથે સાથે હત્યારાની પણ તપાસ આરંભી હતી.

જે સ્થળેથી આ અજાણી સ્ત્રીની લાશ મળી હતી એ સ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હતી કે આ સ્ત્રી સાથે કોઈ બળજબરી કે બળાત્કાર થયા હોવાના કોઈ નિશાન નહોતા પરંતુ તેની પાસેના નાના પાકીટમાંથી પોલીસ ઈન્સ્પેક્ટરને એસ.ટી. બસની ટિકીટો મળી આવી હતી....

જો કે આ અજાણી બાઈના વાલીવારસો મળી આવે માટે તમામ પોલીસ મથકોએ તેનું વર્ણન દર્શાવતા મેસેજ મોકલી આપવામાં આવ્યા હતા અને મરનાર સ્ત્રીની લાશના ફોટા સાથેના સમાચાર પણ ઈન્સ્પેક્ટરે પ્રસિધ્ધ કરાવ્યા હતા. પરંતુ તેના કોઈ વાલી-વારસો આવ્યા નહોતા.

આ દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટરે અજાણી બાઈ પાસેથી મળી આવેલ એસ.ટી.બસની ટિકીટોની તપાસ કરી...એ બે ટિકીટોના નંબરો પરથી વિભાગીય અધિકારીની કચેરીમાંથી આ ટિકીટો કયાં એસ.ટી. ડેપોને ફાળવી હતી તેની પૂછપરછ આદરી.

મરનારની ઓળખ માટે આધાર સમાન બે જ વસ્તુ પોલીસ સમક્ષ હતી. એક તો બસની ટિકીટ અને બીજું મરનારના જમણા હાથ ઉપર ત્રફાવેલું નામ કંચન હતું. માત્ર આ બે જ આધાર પરથી પોલીસને મરનારની ઓળખ શોધવાની હતી.

બીજા દિવસે ઈન્સ્પેક્ટરને પેલી ટિકીટો કયા ડેપોને ફાળવી હતી તેની માહિતી વિભાગીય કચેરીમાંથી મળતાં એ ડેપો પર તપાસ કરાવી કે આ ટિકીટો કયા કન્ડકટરને કયા રૂટ પર ફરે છે. એની માહિતી મેળવી... કારણ કે મરનારની જ્યાં સુધી ઓળખ ન થાય ત્યાં સુધી એનો હત્યારો કોણ છે એનું અનુમાન કરી શકાય એમ નહોતું અને મરનારની ઓળખ માટે માત્ર એસ.ટી. બસની ટિકીટો જ આધાર હતી.

નંબરવાળી ટિકીટ જે કંડક્ટરને ફાળવવામાં આવી હતી એ કંડક્ટર કયા કયા રૂટ પર ફરે છે એની પણ માહિતી મેળવ્યા બાદ ઈન્સ્પેક્ટરને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ શહેરથી પચાસ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાંથી બેઠેલા મુસાફરેને આટલી કિંમતની ટિકીટો આપવામાં આવે.... જો કે એક સરખી કિંમતની બે ટિકીટો હતી એટલે મરનાર સ્ત્રી સાથે બીજો પણ એક મુસાફર હોવો જોઈએ....

જો કે કદાચ પેલા કંડકટરને ખ્યાલ આવે કે મરનાર સ્ત્રી અને તેની સાથેના મુસાફરને ઓળખે એટલા માટે ઈન્સ્પેક્ટરે એ કંડકટરને પણ પૂછપરછ કરી હતી પરંતુ એક રૂટ પર આવા કેટલાંય મુસાફરો ચડે-ઉતરે. અને બનાવને ત્રણ ચાર દિવસ થઈ ગયા હોવાથી આવા સ્પેશ્યલ મુસાફર યાદ ન રહે એ સ્વાભાવિક હતું.

આખરે પોલીસ ઈન્સ્પેક્ટર મરનારના ફોટા લઈને કન્ડક્ટરના કહેવા પ્રમાણે જે ગામથી આ અજાણી મહિલા બેઠી હોવાનો અંદાજ કાઢ્યો હતો એ ગામમાં પહોંચી ગયા.... ગામના સરપંચ,મુખી,ગામના કેટલાંક આગેવાનોને મરનારના ફોટા બતાવ્યા અને સાથે સાથે કંચન નામની કોઈ સ્ત્રી રહે છે કે નહિ એની પૂછપરછ કરતાં ખબર પડી કે....

કંચન નામની મહિલા આ ગામાં રહેતી નથી પણ પહેલાં તે અહીં પરણેલી હતી અને ફોટા પણ એ કંચનને જ મળતાં જ આવે છે... કદાચ આ ગામમાં રહેતી હતી એ જ આ કંચન હશે...

“ કંચન પહેલાં પહેલાં અહીં પરણેલી હતી એનો મતલબ શું? પરણ્યા પછી છૂટાછેડા લીધેલા છે ? કે પછી બીજે રહેવા ચાલી ગઈ હતી? એ પહેલા ક્યાં રહેતી હતી આ ગામમાં ? જરા ઘર બતાવશો ?”

ઈન્સ્પેક્ટરના પૂછેલા પ્રશ્નના જવાબમાં સરપંચે કહ્યું “ ચાલો સાહેબ... હું તમને એનું ઘર બતાવું.” અને રસ્તામાં જ સરપંચે ઈન્સ્પેક્ટરને માહિતી આપી કે “કંચન ઘણાં વર્ષો પહેલાં પરણીને સાસરે આવી હતી અને તેને એક પુત્ર થયો હતો.... એ છોકરો દશેક વર્ષનો થયો હશે કે કંચનના પતિનું આકસ્મિક રીતે મોત થયું હતું અને ત્યારબાદ કંચનને પરજ્ઞાતિના યુવાન સાથે પ્રેમ થતાં તે દશ વર્ષના છોકરાને મૂકીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.”

“ આ એનો છોકરો ક્યાં રહે છે?”

“ એના જ ઘેર લઈ જાઉં છું સાહેબ તમને... કદાચ ઘેર મળી જાય તો સારૂં...”

ઈન્સ્પેક્ટરે આગળ કશું પૂછ્યું નહીં ગામના છેવાડે એક ઈંટેરીને ત્યાં પહોંચ્યા ત્યારે ઘરની ઓસરીમાં બેઠેલો સત્તરથી અઢાર વર્ષની ઉંમરનો યુવાન ઊભો થઈ ગયો.

“આવો સાહેબ... આ જ ઘર કંચનનું હતું... આ એનો છોકરો છે દશરથ... એકલો રહે છે....” સરપંચ વાત પૂરી કરે તે પહેલાં પોલીસ ઈન્સ્પેક્ટરે દશરથની પૂછપરછ ચાલુ કરી દીધી. મરનાર મહિલાનો ફોટો બતાવ્યો. એ જોયા પછી પણ જ્યારે દશરથને કોઈ આઘાત કે શોક જેવું ન લાગતાં ઈન્સ્પેક્ટરે તેની ઉલટ તપાસ કરી. “ સાહેબ... આ મારી માનો જ ફોટો છે.... અને મેં જ મારી માનું ખૂન કર્યુ છે.... પણ મેં મારી જ જનેતાનું ખૂન શામાટે કર્યુ એ બહુ લાંબી વાત છે એ હું તમને પોલીસ સ્ટેશને કહીશ....”

એમ કહીને દશરથ ઘરમાં ગયો અને થોડીવાર પછી પાછો આવ્યો. ઈન્સ્પેક્ટરને તેણે એક લોહીવાળું ચાકુ આપતાં જણાવ્યું કે “ આ ચાકુથી મેં મારી માની હત્યા કરી નાંખી હતી એ તમે જમા લઈ લો... નહિતર ફરી પાછો અહીં આંટો મારવો પડશે....”

કોઈજાતની અડોડાઈ વિના દશરથે સહેલાઈથી અપરાધ કર્યાનો એકરાર કરી લેતાં તેની પાસેનું ચાકુ જપ્ત કર્યુ અને પોલીસ જીપમાં તેને લઈને રવાના થઈ ગયા.

પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી ઈન્સ્પેક્ટર સમક્ષ દશરથે પોતાની કેફિયત માંડીને કહેવા માંડી.

“સાહેબ... હું દશ વર્ષનો હતો ત્યારે મારા બાપૂ ગુજરી ગયા હતા. ત્યારે મને મારી દાદીમાં જે હાલમાં હયાત નથી એમના સહારે મને છોડીને આ મારી મા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. અને અહિથી પાંચેક કિલોમીટર દૂર આવેલા ગામમાં રહેતી હતી. મારા ભવિષ્યનો કોઈ વિચાર કર્યા વગર પોતાના સ્વાર્થને ખાતર એ પરાયા પુરૂષ સાથે ભાગી ગઈ ત્યારથી મને એના પ્રત્યે નફરત થઈ ગઈ હતી... મેં એ જ વખતે પ્રતિજ્ઞા લીધી હતી કે આવી માને હું સબક શિખવાડીશ... આઠ આઠ વર્ષથી હું તકની રાહ જોતો હતો પણ મારો બીજો બાપ મારી માને રેઢી મૂકતો નહોતો.

પણ... હમણાં થોડા દિવસ પહેલાં જ એ મારો ગેરકાયદેસરનો બાપ અકસ્માતમાં મરી જતાં મારી મા ફરીથી વિધવા બની મને મારી પ્રતિજ્ઞા પૂરી કરવાની તક સામે આવીને ઊભી રહી...હું મારા મા કંચનને એનો શોક ભગાવવા સમજાવીને મારા ઘેર તેડી ગયો હતો... પછી તેને મૂકવા માટે પણ બસમાં તેની સાથે જ નીકળ્યો હતો.... મારી સાથે મેં રામપૂરી ચાકુ પણ લીધું હતું.... મેં એવો વિચાર કર્યો હતો કે, મારી મા કંચનને એના જ ઘરમાં મારી નાખીને આવતો રહીશ... પણ કદાચ મારી માને મારા ચહેરાના ભાવ પરથી શક ગયો હશે એટલે આ શહેરમાં અમે બંને ઊતર્યા અને બીજી બસમાં બેસવાનું હતું ત્યારે જ મારી મા કંચને મને તેના ઘેર લઈ જવાનો નન્નો ભણ્યો અને મારો પિત્તો ગયો....

ચોકડી પર અમે બસની રાહ જોતાં ઊભાં હતાં ત્યારે જ તેણે માથાકૂટ કરતાં હું થોડે દૂર લઈ ગયો અને મારી પાસેના રામપૂરી ચાકુથી તેની છાતીમાં ઉપરાઉપરી ઘા કરીને પાડી દીધાં પછી ત્યાંથી હું મારા ઘેર ચાલ્યો ગયો હતો....”

ઈન્સ્પેટરે દશરથની કેફિયત નોંધી દીધા બાદ તેના વિરૂધ્ધ હત્યાનો આરોપ લગાવી અટક કરીને કોર્ટ હવાલે કરી દીધો ત્યારે એમને જંપ થયો....નહિતર અજાણી મહિલા...ખૂન કરેલી લાશ... અજાણો હત્યારો... માત્ર સ્ત્રીના હાથ પરનું નામવાળું છૂંદણું અને એસ.ટી. બસની ટિકીટો... અને ભેદી હત્યા કેસ માથાનો દુઃખાવો બનતાં રહી ગયો અને ભેદ ખોલવામાં સફળ થયા એ જ એક જાતનો પોલીસ ઈન્સ્પેક્ટર માટે આનંદ હતો.

૨. શિક્ષિતોને છેતરવા માટે શિક્ષિત હોવું જરૂરી નથી

આ વૈજ્ઞાનિક યુગ ચાલે છે.... અભણ માનવી સાક્ષરતાને પંથે આગળ ધપી રહ્યો છે.... શિક્ષણનું ધોરણ ઊંચુ જઈ રહ્યું છે.... એટલું ઊંચુ કે હવે માનવીની યાદ શક્તિનું કામ વૈજ્ઞાનિક સાધનો.... કોમ્પ્યુટરે લઈ લીધું છે....શિક્ષિત માનવી આ કોમ્પ્યુટર યુગમાં એક દૂરના ગામડામાં સીમમાં રહેતા તળપદા પરિવારની વાતો પર આંધળો વિશ્વાસ મૂકીને લાલચમાં લપેટાઈને શરમજનક રીતે છેતરાતો આવ્યો છે, શિક્ષિત લોકો જ્યારે બુદ્ધિપૂર્વક શિક્ષિત માનવી છેતરવાનો પ્રયાસ કરે છે ત્યારે માનવી છેતરાય એ પહેલાં તેને પોતાની સાથે છેતરપીંડી થઈ રહી હોવાની જાણ થઈ જાય છે. પણ અભણ અને અજ્ઞાન ગણાતી જાતિના લોકોની ધીરજ અને જોખમથી ભરેલા ચવાઈ ગયેલા ખેલમાં ભલભલા ચમરબંધી છેતરાયા પછી....લુંટાઈ ગયા પછી ભાનમાં આવે છે અને ત્યારે પેલી ઠગ ટોળકી એકાએક અદ્રશ્ય થઈ જાય છે.... લૂંટાઈ ગયેલો માલ પણ પાછો આવતો નથી.

એક અનુભવી પોલીસ અધિકારીએ આવી ટોળકી લોકોને લલચાવવા માટે કેવા કેવા જોખમ અને નુસખા અપનાવતી હોય છે એનો એક દાખલો કહી બતાવ્યો જે અચરજ પમાડે એવો હતો.

એક ડોશી....સાઈઠેક વર્ષની ઉંમરની....લાકડીના ટેકે ટેકે ચાલે.... નજીકના રેલવે સ્ટેશને પહોંચે.... લોકલ ટ્રેનને આવવાનો સમય થાય એટલે ટીકીટ બારીએ પહોંચી જાય....નજીકના બીજા સ્ટેશનની ટીકીટ ટિકીટ માંગે.... અને તેના બદલામાં સાડલાના છેડાએ બાંધેલો એક ચાંદીનો સિક્કો કાઢીને ટીકીટ માસ્તરને આપે....૪૦-૪પ રૂપિયા નાંખી દેતાં આવે એવા ચાંદીના એક સિક્કાના બદલામાં પેલી ડોશી ચાર-પાંચ રૂપિયાના ભાડાની ટીકીટ ખરીદીને ટ્રેનમાં બેસી જાય....

એક દિવસ....બે દિવસ....ત્રણ દિવસ નહિ પણ એક અઠવાડિયા સુધી આ ક્રમ ચાલ્યો....એટલે પેલા ટીકીટ માસ્તરથી ના રહેવાયું....એણે એક દિવસ પેલી ડોશીને અચરજથી પૂછ્યું.

“માજી તમે રોજ આ ચાદીના સિક્કા લઈને આવો છો તે તમારી પાસે....”

“ધીમે બોલ દીકરા....”ડોશી વચ્ચે જ બોલી “શું કરૂં બેટા.... મારી પાસે રૂપિયા રહ્યા નથી. એટલે આ સિક્કાથી ગુજરાન ચલાવું છું.... આવા તો ઢગલો સિક્કા મારી પાસે છે.... એની કોઈ વિશાત નથી.”

ઢગલો સિક્કા છે....? ક્યાંથી આવ્યા....?

“ક્યાંથી આવવાના હતા.... આ તો અમારા દાદા-પરદાદાએ બનાવેલ ચરૂ મળી આવ્યા છે પણ આ ચરૂની જાણ થાય તો સરકાર લઈ લે એટલે આમ છૂટક છૂટક વાપરૂ છું....”

“કોણ લે એ સિક્કા....એટલા બધા સિક્કાના બદલામાં ઢગલો રૂપિયા કોણ આપે.... અને વળી મારા જેવી ડોશી પાસે આટલા બધા સિક્કા હોય એવો કોણ વિશ્વાસ કરે?”

આ ડોશીએ સાત દિવસના સાત અસલ સિક્કા ટીકીટ માસ્તરને આપીને નુકશાન તો વેઠ્યું પણ પછી તેની પાસેના ચાંદીના સિક્કા ભરેલા ચરૂ સસ્તામાં ખરીદી લેવા ટીકીટ માસ્તર એવો તો લલચાયો કે લાલચમાં લાખ્ખો રૂપિયા ગુમાવી દીધા અને પેલી ડોશી ટીકીટ માસ્તરને ઉલ્લુ બનાવી ગઈ.

આવા તો ઘણાં બધા કિસ્સાઓ બની ગયા છે.... અખબારોના પાને હેડલાઈનથી આવા કિસ્સા પ્રકાશિત થયા છે.... અખબારો શિક્ષિત સમાજ વાંચતો જ હોય છે છતાં પણ ગામડાની અજ્ઞાન ટોળકીના સભ્યો દ્વારા શહરી અને શિક્ષિત સમાજના માનવીઓની સિફ્તપૂર્વક ઠગાઈ થતી હોવાના બનાવો હજુયે પણ બને છે. લોકો છેતરાય છે અને પછી સમાજમાં આબરૂ જવાની બીકે જાહેર પણ કરતા નથી. આવી રીતે જ એક તળપદી ટોળકી દ્વારા ધંધાદારી દિમાગ ધરાવનાર વેપારીને છેતરવાની એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે પ્રસ્તુત છે નવાઈ પમાડે એવી છેતરપીંડીની આ ઘટનાની રસપ્રદ માહિતી સભર દ્રશ્યો.

દ્રશ્ય નંબર એક

“સ્ટવ રીપેરીંગ... સ્ટવ રીપેરીંગ...”

મહાનગરી મુંબઈના બોરીવલ્લી વિસ્તારમાં ખભે પતરાની પેટી ભરાવીને એક યુવાન જઈ રહ્યો હતો. તેણે એક ચરોતરવાસીની ઓળખાણ કાઢી અને એમને વિશ્વાસમાં લીધા, મુંબઈ રહેતાં આ વેપારીને ત્યાં રહેવા ખાવાનું નક્કી કર્યુ.... થોડા મહિના આ ચાલ્યું....પછી સ્ટવ રીપેરીંગ કરનાર નટવરે મુંબઈ છોડી વતન પરત જવા વિચાર્યુ. પાસે પૈસા નહોતા. તેણે પેલા ઘર માલિકને કહ્યું : “સાહેબ.... સ્ટવ રીપેરીંગનું કામ બરાબર ચાલતું નથી એટલે હવે વતનમાં ચાલ્યા જવું છે. ભાડાના પૈસા થોડા ખૂટે છે એટલે...આ લો એક સિક્કો છે....થોડા પૈસા આપો....”

ચાંદીનો સિક્કો જોઈને ઘરમાલિક આશ્ચર્ય પામ્યા.

“ અરે... આ સિક્કો તને ક્યાંથી મળ્યો?”

“ મળ્યો નથી સાહેબ....મારો જ છે....આવા તો ઘણાં બધા સિક્કા અમારી પાસે છે....વતનમાં....”

“ઘણા બધા એટલે....?”

“બે મણ જેટલા છે....”

“બે મણ ? શું હાંકે છે?” શેઠ સાહેબ બોલ્યા.

“ હાંકતો નથી સાહેબ... અમારા ઘરમાંથી ચરૂ મળ્યા હતા.... એમાંથી બે મણ જેટલા ચાંદીના સિક્કા નીકળેલા છે.... આ તો વાત જાહેર કરાય નહીં.... સરકારને ખબર પડે તો અમારી પાસેથી એ સિક્કા લઈ લે....એટલે ખાનગી રાખીએ છીએ....બાકી ચાળીસ કિલો ચાંદીના સિક્કા અમે એક જગ્યાએ ચાર લાખ રૂયિયામાં ગીરો મૂક્યા છે. અને ર૪ હજાર એનું વ્યાજ થાય છે.... જો તમારે એ સિક્કા જોઈતા હોય તો ચાર લાખને ચાલીસ હજાર રૂપિયા લઈને આવજો.... બધા સિક્કા આપી દઈશું.”

“એટલા બધા રૂપિયા તો હાલ નથી પણ મારા મિત્રો પાસેથી પૈસા લઈને આવીશું.”

આ નટવરલાલ લાલચ બતાવીને પોતાનું સરનામું આપીને રવાના થઈ ગયો. પણ ચાર લાખમાં ચાલીસ કિલો ચાંદી ખરીદવા માટે લાલચમાં લપેટાયેલ શેઠે તેમના એક મિત્ર જે રેલવે કેન્ટીન ધરાવે છે. એ દલસુખભાઈને વાત કરી. દલસુખભાઈ વેપારી લાઈનના માણસ બુદ્ધિ વાપરી અને ખરેખર સિક્કા છે કે નહીં તેની તપાસ કરાવવા માટે બે માણસોને નટવરલાલના ગામમાં મોકલ્યા. ગામના સીમાડામાં રહેતા નટવરલાલે ખાતરી કરવા આવેલા માણસોને સિક્કા ભરેલા ઘડા બતાવ્યા અને અસ્સલ ચાંદી છે કે નહીં એની ખાતરી કરાવવા સાત સિક્કા પણ આપ્યા, એ લઈને ખાતરી કરવા આવેલા માણસો પાછા મુંબઈ ગયા.

દ્રશ્ય નંબર બે

એક રીક્ષા ગામડાના સીમાડામાં પૂરપાટ દોડ્યે જતી હતી. જેમાં મુંબઈથી આવેલા બે માણસો બેઠા હતા, એમની પાસેની એક બ્રીફકેસમાં પૂરા પચ્ચાસ હજાર રૂપિયા હતા. સીમમાં આવેલ એક છ-સાત ઘરોવાળા ફળિયાના નાકે રિક્ષા ઉભી રહી.... બે મુસાફરો ઉતરીને એક ઘરમાં ગયા. ત્યાં નટવરલાલના પિતા બેઠા હતા. તેમણે આવકાર્યા....પ૦ હજાર રૂપિયા લીધા પછી નટવરના પિતા આત્મારામે બહાનું કાઢ્યું જ્યાં સુધી પુરા પૈસા નહિ મળે.... તમને વિશ્વાસ ન આવતો હોય તો આ પચાસ હજાર રૂપિયા પણ તમે પાછા લઈ જાવ.

આત્મારામે અટલ વિશ્વાસથી હાથમાં આવેલા અડધો લાખ રૂપિયા ભરેલી બેગ પરત મૂકી પણ પેલા બંને મુસાફરો અમે બાકીના રૂપિયા લઈને આવીએ છીએ એમ જણાવી રૂપિયા ત્યાં જ રહેવા દઈને રવાના થયા.

દ્રશ્ય નંબર ત્રણ

આત્મારામ ખાટલા પર બેઠા બેઠા હૂકો પી રહ્યા હતા. એવામાં પેલી રીક્ષા ફરીથી આવી. બે જણાં નીચે ઉતર્યા અને આવીને તેમણે બે લાખ રૂપિયા આત્મારામને આપ્યા અને કહ્યું કે બાકીના રૂપિયા પછી આપી જઈશું.... ચાંદીના સિક્કા આપો....અમારી ઉપર વિશ્વાસ છે ને?

“અરે બાપલા.....તમારા જેવા શેઠ સાહેબનો વિશ્વાસ કોણ ના કરે...?” તમે પ૦ હજાર રૂપિયા અમારા વિશ્વાસે મૂકીને ગયા એ અમે જાણીએ છીએ” એમ કહી આત્મારામે બૂમ પાડી “અલ્યા નટવર... લે આ બેગ અંદર લઈ જા અને પ્રજાપતિને ત્યાંથી આપણા ગીરો મૂકેલા સિક્કા લઈ આવ....”

પ્રજાપતિ નજીકમાં જ રહેતો હતો. નટવરે પૈસા લઈને ઘરમાં મૂક્યા અને પ્રજાપતિના ત્યાંથી ચાંદીના સિક્કા લેવા ગયો. પેલા બે માણસો ખાટલા ઉપર આત્મારામ સાથે બેસીને વાતો કરતા હતા.

એ દરમ્યાન પ્રજાપતિનો પુત્ર પૂનમ અને આત્મારામનો બીજો છોકરો ગોતો બંને જણાં લડતા લડતા ત્યાં આવી ચઢ્યા. એક કહેતો હતો કે પૂરા પૈસા નહિ આપો ત્યાં સુધી માલ નહિ મળે....બંને જણાં ગાળા ગાળી ઉપર આવ્યા. ગોતો કહેતો હતો કે,“ આ મુંબઈથી આવ્યા છે એમને પાછા ન કાઢ તારા પૈસા મળી જશે પણ આ બિચારા કેટલા આંટા મારે.....?”

“એ અમારે નહીં જોવાનું.... મુંબઈથી આવે કે દુબઈથી....પૈસા તો પૂરા જ લેવાના છે....” પૂનમ પ્રજાપતિ ઉશ્કેરાયો એટલે બંને જણા બથ્થમ બથ્થા આવ્યા. અને ગોતાએ પૂનમના પેટમાં ચાકૂ હુલાવી દીધું.... પૂનમ લોહલૂહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો... ખૂન થઈ ગયું... ખૂન થઈ ગયું... મારી નાખ્યો.... બૂમરાણ મચી ગઈ. પેલા બે માણસો પણ ઉભા થઈ ગયા.

આત્મારામે ગભરાટમાં એમને જણાવ્યું કે “સાહેબ તમે અત્યારે ચાલ્યા જાવ. પોલીસ કેસ છે ક્યાંક તમે આમાં સલવાઈ જશો... પછી બધું ટાંઢું પડે એટલે આવજો”

પેલા બે જણા ગભરાટના માર્યા રીક્ષામાં બેસી રવાના થઈ ગયા. અઠવાડિયા પછી ફરીથી આવ્યા ત્યારે આત્મારામે એમને સમજાવ્યા.

“જુઓ સાહેબ.... પ્રજાપતિના છોકરાનું ખૂન થઈ ગયું એ જાણી ગયેલી પોલીસ અહીં આવી હતી. એ લોકો તમારા નામ-સરનામા માગતા હતા. પણ પછી એક લાખ રૂપિયામાં તોડ કર્યો છે. એટલે આપણે અડધા અડધા રૂપિયા ભોગવીએ પ૦ હજાર તમે ભોગવો અને પ૦ હજાર અમે ભોગવીએ....જાવ લઈ આવો એટલે કામ પતે.”

નજીકના સ્ટેશને આવી આ લોકોએ મુંબઈ ફોન કર્યો અને આખી હકીકત જણાવી પ૦ હજાર રૂપિયા લઈને બોલાવ્યા. બીજા દિવસે કેન્ટીનવાળા દલસુખભાઈ તેમની પત્ની સાથે પ૦ હજાર રૂપિયા લઈને આવી પહોંચ્યા અને પેલા બે માણસો સાથે દલસુખ તથા તેની પત્ની પણ રીક્ષામાં બેસી પ૦ હજાર રૂપિયા લઈને નટવરના ઘેર પહોંચ્યા.

દ્રશ્ય નંબર ચાર

દલસુખભાઈ તેમની પત્ની અને દલસુખના બે મિત્રો પ૦ હજાર લઈને નટવરના ઘેર પહોંચ્યા. બપોરનો સમય હતો. મુંબઈથી શેઠાણી આવી છે એવું જાણીને કેટલીક મહિલાઓ પણ ભેગી થઈ ગઈ. આત્મારામને પ૦ હજાર રૂપિયા આપ્યા એટલે એ પૈસા તેમણે માતાજીના મઢમાં મૂકાવ્યા. એક થાળીમાં એ પૈસા મૂક્યા એ પણ માતાજીના મઢમાં મૂકાવ્યા, આત્મારામે જણાવ્યું કે, “તમે થોડીવાર બેસો.... માતાજીની પૂજાવિધિ કરી લઉં પછી તમે તમારો માલ લઈ જાવ....”

આત્મારામ પૂજા કરવા બેઠા.... પૂજાવિધિ ચાલતી હતી એ દરમ્યાન એક નવું કૌતુક ઊભું થયું.

એક યુવાન ધૂણતો ધૂણતો આવ્યો અને માતાના મઢ આગળ આવીને ઢળી પડ્યો....બેભાન થઈ ગયો એટલે ત્યાં આગળ એકઠી થયેલી મહિલાઓમાંથી એક ડોશીએ ત્રાડ પાડી.

“માતાજીની બાધા પૂરી નહિ કરો તો આ છોકરો મરી જશે....”

એકઠી થયેલી મહિલાઓએ ઢળી પડેલા છોકરા ઉપર લાલ કપડું ઓઢાડી દીધું. આ નવી આફતથી મુંબઈથી આવેલા ચારેય જણાં છક્ક થઈ ગયા. આત્મારામે દુઃખી અવાજે દલસુખભાઈને કહ્યું “માતાજીની બાધા પૂરી કરવી જ પડશે એટલે તમે અગિયારમાં દિવસે આવજો....નહિંતર જો બાધા અધૂરી રહેશે તો આ છોકરો મરી જશે....”

પેલા ચારેય જણાં વળી પાછા રીક્ષામાં બેસી રવાના થઈ ગયા. અને છેલ્લે જ્યારે આ લોકો સિક્કા લેવા માટે ગયા ત્યારે જેનું ખૂન થયું હતું એ છોકરો ત્યાં જીવતો જાગતો ફરતો જોયો....તપાસ કરતાં ખબર પડી કે ખૂન બાબતે કોઈ હકીકત પોલીસને જાણ નથી. આઠ મહિના બાદ મુંબઈના આ શિક્ષિત સજ્જનોને ખબર પડી કે તેમના ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે..... ત્યારે એમને ધરતી ફરતી લાગી....

૩. “મને....માફ.....કરજો....રાજ...”

ગામ આખું જાણે શોકના સાગરમાં ડુબી ગયું હતું... ગામ આખામાં સન્નાટો છવાઈ ગયો હતો.... ગામના ચોરે ચૌટે ભેગા થયેલા સજ્જનો-સન્નારીઓના ચહેરા પર એક પ્રકારનો વિષાદ છવાયેલો હતો....એવું લાગતું હતું કે દરેકે દરેક વ્યક્તિનો કોઈ નજીકનો સ્વજન અકાળે અવસાન પામ્યો હોય..... ટોળાઓમાં એકજ વાત-વાક્ય બોલતું-આતો બહું ખોટું થયું.... ભગવાને ખરેખર અન્યાય કર્યો છે..... અરેરે ! બિચારી....બેઉ સાસુ વહુ અકાળે વિધવા બની....! સાસુ પણ ભરજુવાનીમાં વિધવા થઈ હતી એકનોએક દીકરાને સાચવવા આખી જીંદગી રંડાપો વેઠ્યો.....અને... એની વહુ, પણ અરેરે... દરિયા જેટલી સામે પડેલી જીંદગી વહુ કેમની ગાળશે...? આ રંડાપો....?

આખા ગામમાં સાસુ-વહુના દુઃખણાની ચર્ચાઓ ચાલતી રહી... મૃતદેહ હજુ ગામમાં લવાયો નહોતો.... માત્ર સંદેશો જ આવ્યો હતો અને એ સંદેશાએ આખા ગામને શોકમગ્ન બનાવી દીધું હતું.... તો .... જયારે મૃતદેહ લાવવામાં આ વશે ત્યારે....?

જીવકોરબા ભરજૂવાનીમાં રંડાયાં હતાં... એમના પતિ અસાધ્ય રોગથી પીડાતા હતા... અને યુવાન વયે જ મોટા ગામેતર ઉપડી ગયા હતા.... ત્યારે પોતાની નિશાની રૂપ એક કુળદિપક છોડી ગયા હતા.... નામ એનુ દિપક... ખૂબ વહાલો... બચપણથી જ હોશિયાર.... અને તંદુરસ્ત પણ ખરો... નબાપો દિપક જાણે પોતાની ફરજ અને જવાબદારી સમજી ચૂકયો હતો.... જીવકોરબા લોકોના સીમ સીમાડે મેહનત મજૂરી કરીને દિપકને ભણાવ્યો....દિપક બની ગયો મોટો પ્રોફેસર.... એની તર્કબુદ્ધિ અને વાત કરવાની ઢંગથી લોકો દંગ થઈ જતાં....

ઉંમર લાયક થયેલા દિપકને સારી અને સુંદર કન્યા જોઈને પરણાવી દીધો.... સારો એવો પગાર આવતો હોવાથી દિપકને.... એને ગુણિયલ નારી મળી હતી.... પતિની છત્રછાયા ગુમાવી બેઠેલા જીવકોરબાની આંખ ઠરી હતી.... દિપક અને દિવ્યાની જોડીને જોઈને તેઓ ફૂલ્યા સમાતાં નહોતાં..... પોતાનો રંડાપો સાર્થક થયો હતો. દીવ્યા પણ સુંદર હતી અને હોંશિયાર પણ.... ભણેલી પણ હતી એણે નોકરી મળી જાય એટલા માટે દિપકને કહ્યું પણ હતું પરંતુ દિપકે તેને સ્પષ્ટ નન્નો ભણી દીધો હતો....

“દિવ્યા....? તારે નોકરી કરવાની જરૂર નથી.... હું કમાઉં છું એનાથી આપણે આરામથી જીંદગી વિતાવી શકીશું... માને પણ મેં ના પાડી દીધી છે એ પણ હવે મજુરી કરવા નહિ જાય... અને વળી તું નોકરી કરે એ મને પસંદ નથી....મારી નોકરી જતી રહેશે તો હું લાત મારીને પૈસા પેદા કરીશ... પણ તારે ક્યાંય કમાવા જવાનું નથી...તું કોઈ પરાયા પુરૂષ સાથે નોકરી કરે...મજબુરીથી હસવું બોલવું પડે એ મને પસંદ નથી...”

“ પણ તમને મારી ઉપર વિશ્વાસ નથી...? હું થોડી કંઈ આઉટલાઈનની છું તે કોઈ પુરૂષ મને ભોળવી જાય..” “એવું નથી દિવ્યા... મને તારી ઉપર પૂર્ણ વિશ્વાસ છે... આ ઘરસંસાર વિશ્વાસની બુનિયાદ પર તો ચાલે છે.... મને તારા પર વિશ્વાસ છે પણ પુરૂષજાતિ પર વિશ્વાસ નથી... સ્ત્રી જાત ગમે તેટલી અડગ રહે પણ પુરૂષો એને મજબુર કરે ત્યારે સ્ત્રી જાતિએ નમતું જોખવું જ પડે છે એટલે એ વાત હવે કરતી નહિં...”

અને ત્યારથી દિવ્યા સમજી ગઈ હતી કે દિપક તેને નોકરી કરવા નહિં દે...દિપકને પોતે કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધી દેશે એવો થોડો ઘણે અંશે પણ શંકા તો છે જ...સંકાનું કોઈ સમાધાન નથી હોતું.... પતિ જે કહે તેનું પાલન કરવું પત્નીની ફરજ છે.એવુ માનીને દિવ્યાએ નોકરી કરવાનું માંડી વાડ્યું હતુ. પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં દિવ્યા તેની સાસુ એકલા પડતા જમી પરવારીને બંને જણા ઘરમાં આરામ કરતા... કંઈ અન્ય કામ ધંધો કરવાનો નહીં એટલે કંટાડો પણ આવતો.... એટલે બંને સાસુ-વહુ દિપક નોકરી પર જતો તે દરમ્યાન બંને કામ ધંધો કરવા ઉપડી જતા જે દિપક જાણતો નહોતો.....

દરમ્યાન સુખી લગ્નજીવનના પરિપાકરૂપે દિવ્યાએ એક સુંદર પુત્રનો જન્મ આપ્યો..... બેમાંથી ત્રણ બન્યા... દવા દારૂના પૈસા ખર્ચતા હોવા છતાં દિવ્યા તેની પાસે માંગતી નહોતી... એણે તપાસ કરી... દવા-દારૂ-કપડાં લત્તાના પૈસા ક્યાંથી આવે છે.... કોણ આપે છે? ઝીણવટ અને ગુપ્ત તપાસ કરી ત્યારે દિપકને ખબર પડી કે તે જ્યારે નોકરી પર જતો અને તેની ગેરહાજરીમાં તેની મા અને પત્ની મજૂરી કરવા જતાં હતા તેની આવકમાંથી પૈસા વપરાય છે એ જાણ્યા પછી દિપક કાળઝાળ બની ગયો... એક તો એને પૈસાની ખોટ નહોતી અને વળી એની ના છતાં તેના આદેશનું ઉલ્લંઘન કરીને મા અને વહુએ મજૂરી કરવાનું ચાલુ રાખ્યું.... નાના બાળકોને સાચવવા ને બદલે તેને ભૂખ્યાં તરસ્યા રાખીને રૂપિયા કમાવવા જતી પત્ની દિપક ગુસ્સે ભરાયો...

દિપક-દિવ્યાના ઘરસંસારમાં ઘરકંકાસ પ્રવેશ્યો... બંને વચ્ચે શરૂ-શરૂમાં શાબ્દિક બોલાચાલી થતી...ધીરે-ધીરે મારઝૂડ થવા લાગી... પોતાનું અહમ ઘવાતાં એને પોતાના બચાવ ખાતર ક્યારેક દિવ્યા પણ દિપક પર હાથ ઉપાડતી... એટલે સુધી કંકાસ પહોંચ્યો કે ઘર,ફળિયામાં અને પછી તો આખું ગામ જાણવા લાગ્યું... રોજનું થઈ પડ્યું... ધીરે ધીરે લોકો જે ઝગડો મટાડવા, સમજાવવા આવતા એ લોકો પણ બંધ થઈ ગયા...

દિવ્યા અને દિપક વચ્ચે એટલી મોટી ખાઈ પડી ગઈ હતી કે.... દિપક તેની નોકરી કરવા જાય ત્યારે કોઈક સાથી યુવતી સાથે સંવાળા સંબંધો રાખ્યા છે અને રાંડ યુવતીના કહેવાથી અને એની કાનભંભેરણી ઉશ્કેરાઈને દિપક દિવ્યાને મારઝૂડ કરતો હતો ત્યારે દિપક પોતાની ગેરહાજરીમાં કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ ધરાવતી હશે અને એટલે જ ઝગડો કરે છે એવું બંને જણાં પરસ્પર માનસ બેઠા હતા. એટલું જ નહિ ઝગડો થતાં બંને જણા આવા ચારિત્ર્યહિનતાના આક્ષેપો પણ એકબીજા પર કરતા હતા.

જ્યારે જ્યાર. ઝગડો થાય ત્યારે ત્યારે દિપક આત્મહત્યા કરી લેશે એવી ધમકી આપ્યા કરતો તો સામે નિર્દયી બની ચૂકેલી અને આવી ધમકી રોજની થઈ પડેલી જાણી ચૂકેલી દિવ્યા પણ તેને આત્મહત્યા કરી લેવા મહેણાં મારતી... પતિ-પત્નીના ઝગડામાં વૃધ્ધ જીવકોરબા અનતે પુત્ર રાહુલ પીસાતા રહેતા...

દિપક અને દિવ્યા બંને હઠે ભરાયા હતા... બેમાંથી એકેય નમતું જોખતા નહોતા... બંને ભણેલ હતા... બંનેને સ્વમાન વહાલું હતું... દિવ્યા પોતાના પતિના પગલે ચાલવાની ફરજ ચૂકી ગઈ હતી... વાત આગળ વધી ગઈ હતી... પતિગૃહ પર હક્ક જમાવતી અને એક પુત્રની મા બનેલી દિવ્યા પતિને કે પતિગૃહને છોડવાનું નામ લેતી નહોતી જ્યારે બીજીતરફ કંટાળેલો પતિ પત્નીને તરછોડવાના બનતા તમામ પ્રયત્નો કરી ચૂક્યો હતો... ખાનદાનમાં કોઈ છૂટાછેડાનો બનાવ બન્યો નહોતો છતાં દિપક દિવ્યાને છૂટાછેડા આપવા તૈયાર થઈ ગયો હતો. પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પોતાના હુકમની ઐસીતૈસી કરનાર દિવ્યા સાથે જીવન જીવવું અને રોજ કંકાસ કરવો એનાં કરતાં કાં દિવ્યાને છૂટાછેડા આપવા કે પછી હવે અંતિમ નિર્ણય અમલમાં લેવો એવા દ્રઢ નિશ્ચયે પહોંચેલા દિપકને બીજા નંબરનો વિચારનો કરવા ઉતાવળો બન્યો.

જ્યારે જ્યારે ઝગડો થાય ત્યારે ત્યારે દિપક કહ્યા કરતો તે હું મરી જઈશ પછી તમને બધાને પસ્તાવો થશે... એ પસ્તાવો ન થાય એટલા માટે સમજાવું છું કે હવે બહું થયું.... મારા ઘરમાં હું કહું એજ થશે... મારૂં કહ્યું ના કરવું હોય તો... પછી મારા મોત પછી મારી યાદ આવશે ત્યારે ઘણું બધુ મોડું થઈ જશે... પછી લાખ કોશિષ કરશો તો પણ મને પાછો બોલાવી નહીં શકો... એ વિપત્તી ન પડે એટલા માટે સમજાવું છું.

તો બીજી તરફ દિવ્યા પણ કાળઝાળ બનીને કહેતી “તમે નહિં હો તો અમે કાંઈ ભૂખે મરવાના નથી... અને મરવાનું તો તમે કેટલાય સમયથી કહો છો.... ભસ્યા કૂતરા કરડે નહિ અને ગાજ્યાં મેહ વરસે નહીં... બધાં કેટલાંય આવું કહી ગયા છે પણ એવું કહ્યું કરે નહીં... અને મારા જેવી ઘણી બધી બૈરીઓને તમારા જેવા વહેમીલા પતિ મળ્યા હશે અને એ બૈરીઓ પણ ધણી વગર જીવન ગુજારે છે....”

સંપૂર્ણ વિશ્વાસ હતો દિવ્યાને કે દિપક આવું નહીં કરે... પ્રોફેસર છે... થોડું ઘણું તો વિચારશે ને ? પણ... દિવ્યાને ખબર નહોતી કે કાળ ચોઘડીયામાં બોલેલા વેણ ક્યારે ફોક થતાં નથી...

એક રાતે ઘરમાં ફરીથી ઝઘડો થયો અને દિપક ઉશ્કેરાયો.... તેણે છેલ્લે નિર્ણય કર્યો... કશું બોલ્યા વગર સીધો ઘૂસ્યો બાથરૂમમાં... ક્યાંકથી તીવ્ર ઝેરની દવા લાવેલો એ આખી દવા ગટગટાવી ગયો... એની જાણ થતાંજ જીવકોરબાએ બુમાબુમ કરી મૂકી.

“ અરે કોઈ બચાવો રે... મારો દિપક મરી જાય મરી જાય છે રે... એને પકડો... એણે ઝેર પીધું છે... અરેરે કોઈ આવો...” એવું બુમો પાડતાં જીવકોરબા બાથરૂમનું બારણું ખટખટાવા લાગ્યા....

ઘરમાં રોટલા બનાવતી દિવ્યાએ સાસુની બૂમો ધ્યાન પર લીધી નહીં એવું સમજી કે દિપકે રોજની માફક નાટક કર્યુ હશે... આટલું બધું ભણેલો દિપક કુદરતે આપેલા જીવનનો અંત આણવાનો વિચાર કરે નહીં... એવા ભ્રમમાં રહેલી દિવ્યા ઉભી ન થઈ....

તો બીજી બાજુ છેલ્લા કેટલાંય વર્ષોથી રોજ થતાં ઝઘડા અને ધમાલથી ટેવાયેલા ફળિયાના લોકો પણ ન આવ્યા...એમને એમ કે રોજની માફક દિપકે બનાવટ કરી હશે... પણ જ્યારે જીવકોરબાની કારમી ચીસો સંભળાઈ ત્યારે પડોશીઓ દોડી આવ્યા અને બાથરૂમનો દરવાજો તોડ્યો તો અંદર દિપક ટાંટિયા ઘસતો પડ્યો હતો... બાથરૂમમાંથી ઝેરી દુર્ગંધ મારતી હતી... તડપતાં દિપકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા...

દિપકે ગાજ્યા મેઘ વરસાવ્યા તો દિવ્યા ફટફટ આંસુડે રડી પડી... કોઈ વાતે છાની રહેતી નહોતી... નાથ... તમે આવું કેમ કર્યું... મને ખબર નહોતી કે તમે આ રીતે હેરાન કરશો.... તમે શામાટે ઝેર ધોળ્યું....! એ ઝેરનો વાટકો તમે મને કેમ પીવા ના આપ્યો...? તમે નફ્ફટ બની ગયા.... કેમ તમે દગો કર્યો ? આ તમારા રાહુલનું શું....?

હોસ્પિટલમાં પથારી આગળ માથા પછાડતી રડતી દિવ્યાને જોઈને દિપકની આંખો પણ ભરાઈ આવી હતી... કશું બોલી શકતો નહોતો... અને મોડી રાત્રે ખેલ ખત્મ થઈ ગયો ત્યારે દિવ્યા જાણે ફાટી પડી.

બીજા દિવસે દિપકના મૃતદેહને સ્મશાનમાં લઈ જવા નનામી બાંધવામાં આવી... ગામ આખું દિવ્યાના રૂદનથી રડી ઉઠ્યું હતું. પતિને વળાવવા દિવ્યાને સુહાગણના કપડાં પહેરાવવામાં આવ્યા ત્યારે દિવ્યા કઠણ કાળજું કરીને પતિના આત્માને શાંતિ મળે એ માટે આકર્ષક કપડાં પહેરી લીધા.... બંને હાથના કાંડા ઉપર ફુલના હારના ગજરા પહેરાવવામાં આવ્યા... ગરદન પર શણગાર સજીને જ્યારે પતિને વળાવવા દિવ્યા બહાર નીકળી ત્યારે જોનારાના કાળજા કંપી ઉઠ્યા... પતિ વિનાની આ યુવાન પત્ની જીંદગી કેમની જીવશે એવા વિચાર માત્રથી લોકો ડૂસકાં નાખી જતાં....

અને જ્યારે ચાર કાંધિયાએ દિપકની નનામી ખભે ઉઠાવી ત્યારે તો અતિકરૂણમય વાતાવરણ ઉભું થઈ ગયું... ફૂટતી રડતી... દિવ્યા પતિની નનામી છોડવા જાણે માગતી નહોતી.... ઝાંપા બહાર દિપકની નનામીને વિસામો આપ્યો અને પછી જ્યારે નનામી કાંધે ચડાવી ત્યારે...

“ઓ નાથ... મને આ દુનિયામાં એકલી મૂકીને તમે ના જાવ... મને સાથે લઈ જાવ... મારાથી આટલો બધા અબોલા ના લો મારા નાથ.... રિસામણાં આવા ના હોય...” દિવ્યા બોલતી રહી રડતી રહી અને ડાઘુઓ નનામી લઈ ઝડપભેર રવાના થયા ત્યારે...” “ઓ નાથ... મને માફ કરજો રાજ....!” એ અંતિમ વાક્ય જ્યારે દિવ્યાના મુખમાંથી નીકળ્યા ત્યારે આ દ્રશ્ય જોનારના શરીરમાંથી એક પ્રકારની કરૂણ ઝણઝણાટી પસાર થઈ ગઈ.... કેટલાંકનાં કાળજા જાણે કંપી ઉઠ્યા હતાં....

અને ગામનો એક ભણેશરી કાળ ચોઘડીયાજનો કોળીયો બનીને સદાયને માટે વિલય થઈ ગયો.

૪. વાતવાતમાં સાવ અચાનક હત્યા

“જમાદાર સાહેબ.... જમાદાર સાહેબ.... મારી એકની એક દીકરી અઠવાડિયાથી મળતી નથી.... સાહેબ મારી દીકરીને શોધી કાઢો આપો.... મારી લાડકી દીકરી વગર મારાથી જીવાશે નહી....”

પોલીસ સ્ટેશનના આઉટ પોસ્ટમાં ભીમસિંગ જમાદાર ચાર્જમાં હતા અને પંચાયત ઘરમાં આવેલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં હજુ હમણાં જ આવીને બેઠા હતા.... દશેક વાગ્યા હશે.... છાપા વહેંચનારો ફેરિયો હજુ આવ્યો નહોતો.... ભીમસિંગ જમાદાર ફેરિયાની રાહ જોતા બેઠા હતા કે એક પચાસ વર્ષની ઉંમરના આશરાનો આધેડ પુરૂષ પોલીસ સ્ટેશનમાં રોદણાં રડવા લાગ્યો.....

માણસાઈ અને સખ્તાઈ ધરાવતા ભીમસીંગે આગંતુક પુરૂષને સાંત્વના આપી બેસાડ્યા...

“બેસો...બેસો... રમણકાકા... આમ આકળા ન થાવ... મળી જશે તમારી દીકરી... પહેલાં શાંતિથી બેસો તો ખરા...” વર્ષોથી આ થાણું સંભાળતા ભીમસીંગ જમાદાર તેમના વિસ્તારના મોટાભાગના લોકોને ઓળખતા હતાં... એક કર્તવ્યનિષ્ઠ જમાદાર તરીકે ભીમસીંગ ઓળખાતા... બાજુના જ ગામમાં રહેતા અને પાંચમાં પુછાતા રમણકાકાને ભીમસીંગ જમાદાર સારી રીતે ઓળખતા હતા. એટલું જ નહીં પણ એમના ગામની મુલાકાતે જ્યારે જતા ત્યારે રમણકાકાના ઘેર અવશ્ય જતા... એમની દીકરી જમકુને પણ ભીમસીંગ ઓળખતા... કેમ કે રમણકાકાને ઘેર ગયેલા જમાદારને કડક મીઠી ચ્હા પણ જમકુ જ બનાવીને પીવડાવતી હતી ને?

જમકુ રમણકાકાની એકની એક દીકરી હતી અને એ અઠવાડિયાથી લાપત્તા બની હતી... જો કે ભીમસીંગ જમાદાર પણ છેલ્લા દસેક દિવસથી એ તરફ ગયા નહોતા. એટલે આ આખા બનાવથી તેઓ અજાણ હતા.

ભીમસીંગ જમાદાર પોલીસ ચોકીએ આવ્યા છે એવું જાણીને પંચાયત ઘરની બહાર ચ્હાની લારીવાળો સ્પેશ્યલ ચ્હા લઈને આવી પહોંચ્યો....

“લો કાકા.... ચ્હા પીઓ... અમે તો તમારા ઘરની ખૂબ ચ્હા પીધી છે....”

“હા... જમાદાર સાહેબ.... એ ચ્હા પણ હવે તમને પીવા નહીં મળે.... મારી જમકુ અઠવાડિયા થી....”

“હા કાકા.... જમકુ બિચારી હું આવું કે તરત જ કડક ચ્હા બનાવી આપતી હતી - પણ કાકા... અઠવાડિયાથી જમકુ લાપતા બની છે ત્યાં સુધી તમે શું કર્યુ.... બીજે જ દિવસે મને જાણ કરી હોત તો પાતાળમાંથી પણ તમારી દિકરીને શોધી લાવી તમને સોંપી હોત.... પણ.... ચિંતા ના કરો... હવે હું જમકુને શોધવાના જ કામમાં લાગી જઈશ....”

“અઠવાડિયા સુધી તો મેં એને સગા-સંબંધીને ત્યાં શોધી પણ જ્યારે ક્યાંયથી પત્તો મળ્યો નહિ એટલે આખરે તમારી પાસે આવ્યો છું....સંબંધીઓને ત્યાંથી કદાચ જમકુનો પત્તો મળી જાય તો.... અને કદાચ હું પોલીસને જાણ કરૂં તો નક્કામી મારી આબરૂના ધજાગરા થાય... એટલે....”

“અરે હોય કાકા.... તમારી દીકરી એ મારી દિકરી....જે દિવસે જમકુ ગૂમ થઈ ગઈ એ દિવસે પણ જો તમે મને જાણ કરી હોત તો... હું પણ તમારી સાથે જમકુનો પત્તો મેળવવા આવત.... કાગળ ઉપર લીધા વગર પણ હું તમને મદદ કરત... ઠીક છે....હવે... આવ્યા છો અમે તમારી જમકુને શોધવાની બનતી તમામ કોશિષો કરીશું....”

ભીમસીંગે એક કોરો કાગળ કાઢ્યો અને રમણકાકાની અરજી લખવા લાગ્યા... નામ-ઠામ લખ્યા પછી જમાદારે કેટલાંક જરૂરી પ્રશ્નો પૂછ્યા જેમ કે... ઉંમર...ઊંચાઈ...બાંધો...ચહેરાનું વર્ણન...નિશાની...કપડાંનું વર્ણન... સાથેસાથે એમણે એ પણ કહી દીધું કે જમકુનો પત્તો મેળવવા આ બધું જ લખવું પડે... એટલે રમણકાકાએ લખાવી દીધું.

ઉંમર આશરે અઢાર વર્ષ....ઊંચાઈ પાંચ ફુટ... મધ્યમ બાંધો.... સુંદર ગોલમટોલ ચહેરો... જમણા ગાલ અને કાનની બુટ્ટી નીચે કાળો તલ... ગુલાબી બ્લાઉઝ... ભૂરા કલરનો ચણિયો.... કમર સુધીના લાંબા કાળા વાળ...

“આ સિવાય પણ તમારા ધ્યાનમાં કોઈ ખાસ નિશાની હોય તો.... વિચારી જુઓ....”

“ના... આ સિવાય તો...” રમણકાકા વિચારમાં પડી ગયા... તેમણે થોડા ઉમળકાથી કીધું...“એના ગળામાં અંબાજી માતાના ફોટાવાળું છબતરૂં છે... કાળા દોરાથી ગુંથેલું છે કદાચ પહેરીને ગઈ હોય તો....”

તમામ બાબતોની નોંધ કર્યા પછી ભીમસીંગ જમાદારે રમણકાકાને દિલાસો આપી રવાના કરતાં પહેલાં એક સંદિગ્ધ પ્રશ્ન પૂછ્યો “કાકા....તમને જો ખોટું ના લાગે તો એક પ્રશ્ન હું ક્યારનોય પૂછું...પૂછું કરી રહ્યો છું.... પણ આખરે પૂછી જ લઉં છું... આપણી જમકું આમ તો નિર્દોષ છે પણ કદાચ એ કોઈ જુવાન સાથે....”

“ના હોય... મારી દીકરીએવી નથી... મને ખબર છે...” થોડા અકકળાઈ ગયેલા રમણકાકા શિષ્ટાચાર ભૂલીને રવાના થઈ ગયા.

પરંતુ ભીમસીંગ જમાદારનું દિમાગ પોલીસવાળાનું હતું... દરેક બાબતોમાં ખાતરી કરી લેવાની ટેવવાળું... જમકું સુંદર અને ઉંમર લાયક હતી.... જુવાનીના જોશમાં કોઈ છોકરા સાથે પરિચયમાં આવતાં કદાચ એની સાથે ભાગી પણ ગઈ હોય... બીજી તરફ જમકુના લક્ષણો પણ તે જાણતાં હતા. ઓછા બોલી અને શરમાળ જમકું અવિચારી પગલું ભરે એ કદાચ નહિં માનવા જેવી વાત હતી.... પણ.... આ જમાનાના છોકરાઓ.... કશું કહેવાય નહિ... એક નિઃસાસો નાંખી ભીમસીંગ ખુરશી પરથી ઉભા થઈ જમકુંની શોધ કરવાની તૈયારી કરતા અમસ્તા નીકળ્યા... કે અચાનક તેમની નજર ચ્હાની લારીવાળા ઉપર પડી.... એ ચ્હાવાળો છાપું વાંચતો હતો...

“કેમ અલ્યા.... છાપામાં એટલું બધું શું છે તે ધ્યાનથી વાંચે છે ? અને વળી તું ક્યારથી છાપું મંગાવે છે?”

“અરે સાહેબ... હું ક્યા છાપું લઉ છું...... આતો તમારુ છે...... છાપા વાળો છતાવળમાં હતો એટલે મને આપીને ગયો છે અને અંદર તમારી સાથે કાકા બેઠા હતા એટલે થયું કે લાવ જરા નજર મારી લઉં.....”

“બરાબર છે..... પણ તું આટલી ધ્યાનથી છાપામાં શું વાંચતો હતો .....? લાવ જો.....”

“લો સાહેબ.... આતો અંબાજી પર્વત પરથી કોઈ છોકરીની લાશ મળી છે એ સમાચાર વાંચતો હતો.... લાશનું માથું ગાયબ થઈ ગયું છે..... એટલે વાંચતો હતો... અમને તો એવુ બધું વાચવાનું ખૂબ ગમે....”

ચ્હાવાળો બોલતો રહ્યો અને ભીમસીંગ જમાદાર એ છાપું લઈને પોલીસ ચોકીમાં પાછા આવ્યા અને પાતાની ખુરશીમાં બેસીને ઘ્યાનથી વાંચવા લાગ્યા.

છાપાની છેલ્લા પાના પર એ સમાચાર છપાયા હતાં “અંબાજી પર્વત પરથી અજાણી યુવતી લાશ મળી ..... માથું ગાયબ થઈ ગયું.....”

પ્રથમ તો ભીમસીંગને આ સમાચાર ચમત્કારના લાગ્યા પરંતુ પછી જ્યારે તેમણે ધ્યાનથી આખા સમાચાર વાંચ્યા ત્યારે એક આઘાત એમને લાગ્યો.... સમાચારમાં યુવતીના પહેરેલ કપડાંનું વર્ણન આપ્યું હતું એ પરથી કદાચ એ લાશ જમકુની... પણ એ અંબાજી કેમની પહોંચી? કેવી રીતે મરી ગઈ? એનું માથું....?

હવે મોડું કરવાનો કોઈ અર્થ નહોતો... એમણે પોલીસ સ્ટેશને સબઈન્સ્પેક્ટરને આખી હકીકતની જાણ કરી અને જિલ્લા પોલીસવડાની પરવાનગી મેળવી પી.એસ.આઈ. સાથે ભીમસીંગ પણ અંબાજી જવા રવાના થઈ ગયા.

અંબાજી પોલીસ મથકે જઈને લાશ અંગે વધુ માહિતી મેળવી....આ દરમિયાન પોલીસે અકસ્માત મોતમાંથી હત્યાનો ગુનો દાખલ કર્યો ત્યારે ભીમસીંગ જમાદાર ચમક્યા...

પોલીસે કબજે લીધેલા કપડાં જોયા પછી ભીમસીંગને ખાતરી થઈ ગઈ કે લાશ રમણકાકાની જમકુની જ છે.... એમણે પૂછપરછ કરી.

“સાહેબ....લાશ તો અમારા વિસ્તારની જ છે પણ હજુ એક નિશાની બાકી છે લાશની આજુબાજુમાંથી કોઈ છાલકુ ન મળ્યું છે?...”

“હકીકતમાં લાશનું માથું કદાચ જંગલી જાનવરો લઈ ગયા હશે.... લાશને પણ જંગલી જાનવરોએ ઠેકઠેકાણે ફાડી ખાધેલી હતી.... એટલે લગભગ હાડપીંજર જેવી જ લાશ મળી છે તમારે જગ્યા જોવી હોય તો ચાલો આપણે જઈએ....”

ભીમસીંગ જમાદારને ચોક્કસ માહિતી હતી કે જો આ લાશ જમકુની હોય તો ગમે ત્યાં આજુબાજુમાં છાબડું પડ્યું જ હશે.... પોલીસ ટુકડી સાથે તેઓ પણ રવાના થયા અને પર્વતના પાછળના ભાગે જ્યાંથી લાશ મળી હતી ત્યાં પહોંચ્યા.... પોલીસ ટુકડી ઘટનાસ્થળની આજુબાજુમાં શોધખોળ કરવા લાગી.... ભીમસીંગ જમાદાર પણ મદદ કરતા હતા. લાશ પાંચ-છ દિવસ પહેલાંથી અહીં પડી હશે એવું અનુમાન પોલીસે કર્યુ હતું અને રમણકાકાની જમકું અઠવાડિયા પહેલાં ગૂમ થઈ હતી.

ભીમસીંગ જમાદાર ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા કરતા થોડે દૂર નીકળી ગયા અને ત્યાં એક ગુફા જેવું હતું... તેમણે ગુફામાં ઝીણવટપૂર્વક જોતાં એક માનવ ખોપડી પડેલી જણાઈ અને ગુફાના માર્ગમાંથી જ તેમને તૂટેલું છબતરૂં મળ્યું. એ છબતરૂં જોતાં જ પામી ગયા કે લાશ જમકુની જ છે. એમણે સ્થાનિક પોલીસ ઓફિસરને બધી વાત કરી ત્યાંથી રવાના થઈ ગયા...

રમણકાકાના ગામમાં પહોંચેલા ભીમસીંગભાઈએ ગુપ્ત રીતે તપાસ આરંભી... કેટલાંકની પૂછપરછ કરી તો તેમના અનુમાન મુજબ જમકુંને કેટલાંક લોકોએ રમણકાકાના ખેતર પડોશીને ત્યાં કામ કરતા મનસુખ સાથે ઘણી વખત એકાંતમાં હસતી-બોલતી જોઈ હતી.

રમણકાકાને ભીમસીંગે કઠણ કાળજું રાખીને જણાવી દીધું કે તેમની દીકરી જમકુંની લાશ અંબાજીમાંથી મળી હતી... તેની હત્યા કરવામાં આવી હતી...અને જમકુના હાડપીંજર જેવી લાશને અવ્વલ મંજિલે પહોંચાડી પણ દીધી છે... હવે પ્રશ્ન એ ઉભો છે કે જમકુંની હત્યા કોણે કરી.... જમકું એકલી અંબાજી જાય નહીં.... એને લઈ જવામાં આવી છે...પણ....

ભીમસીંગ જમાદારે પૂછપરછ ચાલુ રાખી. એમણે મનસુખની શોધ કરી તો એ તો આરામથી ખેતરમાં કામ કરતો હતો. એણે જમકું વિશે કોઈ માહિતી આપી નહીં છતાં પણ તેને પોલીસ મથકે લઈ આવ્યા....

બીજી તરફ ગામના એક-બે જણાંએ ચોક્કસપણે જણાવ્યું કે અઠવાડિયા પહેલાં સવારની વહેલી બસ નજીકના શહેરમાંથી ઉપડે છે તે બસમાં તેમણે મનસુખને જોયો હતો.... પણ એની સાથે નમકું નહોતી.... એ વહેલી બસ અંબાજી જાય છે.

મનસુખને પોલીસે પોતાની રીતે પૂંછ્યું.... કે જે દિવસે જમકું ગૂમ થઈ તે દિવસે વહેલી સવારની બસમાં તું અંબાજી શા જમાટે ગયો હતો.... તારી સાથે જમકું હતી એ અમને ખબર પડી ગઈ છે... હવે છટકવાનો કોઈ રસ્તો નથી....

મનસુખ ભાંગી પડ્યો.... એણે કહેવા માંડ્યું : “સાહેબ.... રમણકાકાના ખેતરની બાજુમાં આવેલા ખેતરમાં હું કામ કરૂં છું જમકું પણ અવારનવાર તેના ખેતરમાં ઘાસ પૂળો લેવા આવતી એટલે અમારી વચ્ચે પરિચય થયો હતો. અને છેલ્લા એક વર્ષથી અમારી વચ્ચે શારિરીક સંબંધો હતા...જેનાથી જમકું ને ગર્ભ પણ રહ્યો હતો પણ હું પણ હું શહેરમાંથી ગર્ભ પળાવવાની ગોળીઓ લાવી જમકુંને આપતો.... પરંતુ આવખતે કોણ જાણે કેમ ગર્ભપાત થયો નહીં.... ત્રણેક મહિના થયા હતા... દિવસો વધતા જતા હતા... કોઈ ઉપાય મળતો નહોતો અને જમકું મારો જીવ ખાતી હતી.... મારી સાથે લગ્ન કરવા માંગતી હતી... પણ એ વાત અશક્ય હતી....પણ જમકું મારો પીછો છોડતી નહોતી.... અને જણાવી દીધું કે કાલે તારે મારી અંબાજી આવવાનું છે.... માતાજીના દર્શન કરવા.... આપણા લગ્ન થાય એ માટે મારે બાધા રાખવી છે.....”

નક્કી કર્યા પ્રમાણે હું નજીકના શહેરમાંથી બસમાં બેઠો અને આગલા સ્ટેશનેથી જમકું બેઠી હતી. અમે અંબાજી પહોંચ્યા.... જમકું માતાજી આગળ મારી સાથે લગ્ન કરવાની બાધા રાખશે તો? હું ગભરાયો...માતાજીના દર્શન કરવાની વાર હતી...અમે બંને પાછળના ભાગે આવેલી ગુફા જેવા સ્થળે બેઠા બેઠા વાતો કરતા હતા... ત્યાં પણ જમકુંએ લગ્ન લગ્નની જ વાતો કરવા માંડી... હું અકળાયો અને વાતવાતમાં મેં ઉશ્કેરાઈ જઈને જમકું સાડીના છેડાથી જ મેં એનું ગળું દબાવ્યું અને મારી નાંખી... પછી હું મારી સાથે રામપૂરી ચપ્પુ રાખતો હતો એ ચપ્પાથી તેનું ગળું કાપીને મેં ધડથી અલગ કરી દીધું.... અને તરત જ હું ત્યાંથી પાછો આવતો રહ્યો જેથી કોઈને મારા પર શક ન જાય.

છેલ્લા એક અઠવાડિયાથી રમણકાકા જમકુંની શોધ કરતા હતા અને અઠવાડિયા બાદ જમકુંની હત્યા કરેલી લાશ મળી જેની હત્યા ખેતરપાડોશી મનસુખે કરી હતી. પોલીસે ગર્ભવતી જમકુની હત્યા કરવા બદલ મનસુખની ધરપકડ કરી.

લગ્નના બંધનમાં બંધાવાને બદલે મનસુખ પોલીસ બંધનમાં બંધાઈ ગયો. જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. કદાચ એ પસ્તાઈ રહ્યો હશે કે જેલના સળિયા પાછળ આખી જીંદગી કાઢવી એના કરતાં જમકુની સાથે લગ્ન કરી લીધા હોત તો....?

૫. કાનની બુટ્ટી, નાકની ચુની અને પગની આંગળીની રીંગે બેવડી હત્યાનો ભેદ ખોલી નાંખ્યો

ગ્રામ્ય પોલીસ મથકેના સિનીયર સબઈન્સ્પેક્ટર રાત્રિના દશ સાડા દશેક વાગ્યા સુધી કામ કરતા રહ્યા અને જ્યારે એમને ખબર પડી કે હજુ જમવાનું બાકી છે. કામમાં એટલા બધા મગ્ન થઈ ગયા હતા કે ઘેર મહેમાન આવ્યા છે અને તેમને ઘેર જમવા વહેલા બોલાવ્યા હતા પણ આ આખી વાત તેઓ ભૂલી ગયા હતા પણ જ્યારે તેમના ઓફિસના રાઈટર જમાદાર ઘેર જવા રવાના થવા રજા લેવા આવ્યા ત્યારે તો એમને ખબર પડી કે ઘેર જવાનું ઘણું મોડું થઈ ગયું છે. એટલે એમણે પણ પોતાના હેન્ડ પર્સમાં અગત્યના કાગળો મૂકી ઉભા થયા.

“ચાલો હું પણ આવું છું.... જરા પી.એસ.ઓ.ને સૂચના આપતો આવું...” એમ કહી સબઈન્સ્પેક્ટર પી.એસ.ઓ.ની ઓફિસમાં ગયા પણ પી.એસ.ઓ. ફોન પર વાત કરતા હતા એટલે સબ ઈન્સ્પેક્ટર ઉભા રહી ગયા. એમને જોઈને પી.એસ.ઓ. પણ સલામ મારવા ઉભા થયા.... ફોન પર વાત ચાલુ હતી પી.એસ.ઓ.ના ચહેરા પરના ભાવ જોઈને કંઈક ગંભીર બાબત હોવાનું પારખી ગયેલા સબ ઈન્સ્પેક્ટરે ફોનનું રીસીવર હાથમાં લીધું અને સામેથી આવતો અવાજ સાંભળીને અને સામાવાળાની વાત સાંભળીને સબ ઈન્સ્પેક્ટરના ચહેરા પરના ભાવ બદલાયા.....

“ક્યાં લાશ પડી છે?....હંઅ.... ગામની સીમમાં....? બૈરીની લાશ છે?...હં....સળગાવી મૂકી છે...? ચાર જણાં હતા....? સ્કુટર લઈને આવેલા.... સ્કુટર લઈને જતા રહ્યા?...હા...! કેટલા વાગે...? સાંજના સાડા પાંચેક વાગ્યે...? તમે... તમે નજરે જોયું હતું...? તમને જોઈને નાસી છૂટ્યા...?... ઓળખાયા નથી ?...” આટલું બોલ્યા પછી સબ ઈન્સ્પેક્ટર ગુસ્સે થઈ ગયા અને સામા છેડેથી બોલતી વ્યક્તિને ઠપકો આપ્યો : સાંજના પાંચ વાગ્યે બનાવ બન્યો છે ને તમે પોલીસને પાંચ કલાક પછી જાણ કરો છો?.... તાત્કાલિક જાણ કરતાં શું ચુંક આવતી હતી.... પોલીસની બીક લાગતી હતી...? ખેતર તમારૂં છે... તમારા જેવા માણસોને તો આવા ગુનામાં સંડોવી દેવા જોઈએ... આ તો તમે ગુનેગારોને નાસી જવામાં મદદ કરી કહેવાય... ગુનેગારો જો છટકી જતા હોય તો તમારા જેવા પોલીસથી ડરનારા માણસોને કારણે...ફરી પાછા સબ ઈન્સ્પેક્ટર શાંત થયા અને પેલાં માણસનું નામ સરનામું લખી લીધું અને બનાવવાળી જગ્યાની નિશાની લીધી. અને ફોન મૂકી દીધો.

“પી.એસ.ઓ... આ ફોન કરનાર માણસના નામે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરો અને ગુનાવાળી જગ્યાએ તપાસ માટે હું રવાના થાઉં છું....”

“મહેમાન નાસી જવાના નથી.... હવે તો ભૂખ પણ નથી રહી....અનડીટેક્ટ મર્ડર છે.... ગુનેગારો નાસી જશે તો પકડવા મુશ્કેલ પડશે....” એમ જણાવી સબઈન્સ્પેક્ટર તેમની સાથેના રાઈટર જમાદાર ડી સ્ટાફના માણસોને લઈને ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા.

આ બાજુ ફરજ પરના પી.એસ.ઓ.એ ઉપરી અધિકારીઓને જાણ કરતાં વિભાગીય પોલીસ વન,સર્કલ ઈન્સ્પેક્ટર,સેકન્ડ પી.એસ.આઈ. વગેરે પણ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા. સ્થળ પર જઈને સરકારી ગાડીઓના હેડલાઈટથી નિરીક્ષણ કર્યુ...

ત્યાંથી પસાર થતાં પાકા ડામર રોડથી નજીકના ગામ તરફ જવા માટે પડતા કાચા રસ્તાની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં એક ખૂણામાં શેરડીનો કેટલોક પાક બળી ગયો હતો. જમીન પર એક યુવતીની લાશ બળી ગયેલ ઊંધી પડી હતી. ધ્યાનથી નીરિક્ષણ કરતાં મરનાર યુવતીના માથામાં તુક્ષ્ણ હથિયાર વાગવાથી લોહી નીકળેલ હતું.... કમરથી ઉપરના ભાગે વધારે પડતો ભાગ બળી ગયો હતો.... ચહેરો ઓળખાય એવો રહ્યો નહોતો.... કમરથી નીચેનો ભાગ અંશતઃ બળ્યો હતો.... લાશની બાજુમાં કેરોસીનનું ખાલી ડબલું હતું.... એક છરી પડી હતી.... મરનાર યુવતીના ચંપલ પડ્યા હતા. આ ઉપરાંત યુવતીના પગના આંગળામાં પહેરેલ ધાતુની રીંગો,નાકની ચુની અને કાનના બુટિયા તથા યુવતીના અર્ધ બળેલા કપડાંમાં સાડી અને ચળિયો કદાચ લાશ ઓળખવામાં પોલીસને મદદરૂપ થાય....

ગ્રામ્ય પોલીસ મથકના સિનીયર ઈન્સ્પેક્ટરે સ્થળ પર જ ઈન્કવેસ્ટ પંચનામું કરીને લાશ પરની ચીજ વસ્તુઓ કબજે લઈ લાશનું પોસ્ટમોર્ટમ કરાવવા રવાના કરી દીધી. અને પોલીસને જાણ કરનાર ખેતર માલિક તથા આજુબાજુના ખેતરવાળાના નિવેદનો લીધા તો એમના નિવેદનો પ્રમાણે સાંજના પાંચ સાડા પાંચ વાગ્યાના સુમારે શેરડીના ખેતરમાં ધુમાડો નીકળતો જોઈને ખેતર માલિક તથા આજુબાજુના ખેતરમાંના લોકો દોડ્યા હતા. ત્યારે ચારેક જેટલા માણસોએ એક લાશ સળગાવી હતી પણ લોકોને આવતા જોઈને ચારેય જણાં નાસી છૂટ્યા હતા. ખેતરમાં એક અજાણી મહિલાનું ખૂન થયું હતું અને ખૂન કરનારા નાસી છૂટ્યા હતા. આ બનાવ નજરે જોનારાઓ પોતે પોલીસ કેસમાં ભરાઈ પડશે એવા ડરથી કોઈએ પોલીસને ખબર આપવાની તસ્દી લીધી નહોતી. પણ ખેતર માલિકે રહી રહીને હિંમત કરીને પોલીસને જાણ કરી હતી.

પોલીસ માટે આ કેસ પડકારરૂપ બની ગયો હતો. મરનાર યુવતી અજાણી હતી. ૩૦-૩પ વર્ષની ઉંમરની આ યુવતીનું ખૂન કરનારા પણ અજાણ્યા હતા.... સ્કુટરો ઉપર બેસી રવાના થઈ ગયા હતા.... પોલીસે સૌપ્રથમ મરનાર યુવતી કોણ છે? ક્યાંની છે? એ શોધવાનું હતું.... તો સાથે સાથે હત્યારાઓની પણ શોધ કરવાની હતી સબ ઈન્સ્પેક્ટરે પોલીસ દિમાગ દોડાવ્યું અને ઘટનાસ્થળનું નિરીક્ષણ તથા સર્વેક્ષણથી તેમણે અનુમાન કરી લીધું કે,

હત્યારાઓ આજુબાજુના ગામના જ હોવા જોઈએ..... કેમ કે દિવસના સમયે નિડરતાથી શેરડીના ખેતરમાં ગુનો કરવા માટે એમનામાં આત્મવિશ્વાસ હતો અને આવું સુરક્ષિત સ્થળ હત્યારાઓ પ્રથમથી જ જાણતાં હોવા જોઈએ.... મરનાર યુવતીના શરીર પરના પરીક્ષણ કરતા એ પણ કોઈ આજુબાજુના ગામની કોઈ મધ્યમ વર્ગની હોવી જોઈએ...હત્યા કરવા પાછળ કદાચ સામુહિક બળાત્કાર કે પછી આડો સંબંધ કારણભૂત હોઈ શકે.... પણ મરનાર યુવતીની લાશની ઓળખવિધિ હજુ થઈ નહોતી.... એટલે તેની ઓળખ માટે લાશ હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં રખાવી તપાસ આગળ ધપાવી હતી.

યુવતીને બાળી નાખી નાસી છૂટેલા લોકો જે સ્કૂટરો પર રવાના થયા હતા તે પૈકીના એક સ્કૂટરનો નંબર અનાયસે જ જોઈ ગયેલા એક વ્યક્તિએ ખાનગીમાં પોલીસને જણાવ્યો અને પોલીસને એક કડી મળી ગઈ. તપાસ અધિકારી આ સ્કૂટરના નંબર આધારે તપાસનો દોર લંબાવ્યો.....

આ દરમ્યાન... શહેર પોલીસ મથકની હદમાં આવેલા એક ગામના કૂવામાંથી એક અજાણ્યા પુરૂષની મારીને ફેંકી દીધેલી લાશ મળી આવતાં ગ્રામ્યના સબ ઈન્સ્પેક્ટરને તપાસનું નવું કારણ મળ્યું.... તેમણે જે કૂવામાંથી પુરૂષની લાશ મળી હતી એ ગામમાં પોતાના બાતમીદારો ગોઠવી દીધા.... તેમનું અનુમાન એવું હતું કે સળગાવી દીધેલ યુવતી ૩૦-૩પ વર્ષની હતી. અને કૂવામાંથી મળેલ પુરૂષની લાશ સાથે સંબંધ હોઈ શકે.... પુરૂષની ઉંમર પણ ૩૦-૩પ વર્ષની હતી. એનું પણ ખૂન કરાયું હતું તેની લાશને સિમેન્ટના થાંભલા સાથે બાંધી દઈ કૂવામાં નાંખી દીધી હતી. આ બધા કારણો સરખાવતાં કદાચ યુવતી અને આ પુરૂષ વચ્ચે આડોસંબંધ હોવો જોઈએ.... પુરૂષની લાશ ગામના કૂવામાંથી મળી હોવાથી મરનાર પુરૂષ એ જ ગામનો હોવો જોઈએ.....

કેસ ઘણો જ રસપ્રદ બની રહ્યો હતો....

ગ્રામ્ય પોલીસ મથકના સિનીયર સબ ઈન્સ્પેક્ટરે જ્યારે મરનાર અજાણી યુવતીની હત્યા કરનારા મરનાર પુરૂષના પિતા અને ભાઈની ધરપકડ કરી ત્યારે ગામના લોકો અચંબામાં પડી ગયા હતા પણ જ્યારે આ પિતા -પુત્રએ પોતાનું નિવેદન પોલીસને આપ્યું એ જાણીને લોકો મોંમાં આંગળા નાંખી ગયા.

મરનાર પુરૂષ રમણ પેલી યુવતી કંકુનો ભત્રીજો થતો હતો. અને કંકુ રમણની કાકી પરંતુ સમઉંમરના કંકુ અને રમણ બંનેને પરસ્પર આકર્ષણ જન્મતાં બંને વચ્ચે આડોસંબંધ બંધાયો હતો. એકબીજાના પાડોશીઓ હતા. રમણ પણ પરણેલો હતો પણ પોતાની પત્ની કરતાં કંકુમાં તે વધારે રસ દાખવતો હતો. ગામ આખું આ સંબંધો જાણતું હતું. રમણના કુટુંબીઓ પણ આ સંબંધની વિરૂધ્ધમાં હોવા છતાં રમણે કંકુ સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા. વર્ષોથી ચાલતા આ આડાસંબંધથી વાજ આવી ગયેલ રમણના પિતા અને ભાઈની આંખમાં કણાની માફક ખૂંચતા આ સબંધનો અંત આણવા એક યોજના ઘડી કાઢી.

ધૂળેટીના દિવસે રમણ અને કંકુ બંને મનભરીને ધૂળેટી રમ્યા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે આ ધૂળેટી એમના જીવનની અંતિમ ધૂળેટી છે? એ રાત્રે કંકુ સાથે રંગરેલીયા મનાવીને ઘેર આવેલા રમણને તેના ભાઈ અને પિતાએ માથામાં ઘા મારીને પતાવી દીધો અને તેની લાશ કોથળામાં બાંધી દીધી. મધ્યરાત્રે આ કોથળો સાયકલ પર મૂકીને ગામના કૂવા ઉપર લઈ ગયા બાદ લાશને સિમેન્ટના એક થાંભલા સાથે બાંધી ફેંકી દીધી કૂવામાં.... એક ધબાકો થયો.... અને સાયકલ મારી મૂકી ઘર તરફ....

રમણનું કામ તમામ કરી તો દીધું પણ હવે કંકુનું શું?.... એને પણ પતાવી દેવી જોઈએ.... અને એના માટે બીજી યોજના ઘડી.... બે દિવસ પછી.... શોધખોળ કરી રહેલ કંકુને સમાચાર મળ્યા કે રમણ નજીકની ચોકડી પાસે બોલાવે છે.... બપોરના અઢી ત્રણ વાગ્યે પોતાના પ્રેમીને મળવા કંકુ રવાના થઈ.... પણ એ ગઈ એ ગઈ પછી પાછી આવી જ નહીં..... કોઈ એવું કહેતું કે કંકુ રમણ સાથે ભાગી ગઈ છે. પણ હકીકતમાં રમણના નામે તેના ભાઈએ સંદેશો કહેવડાવી કંકુને બોલાવી હતી. ત્યાંથી એને રીક્ષામાં નાંખીને દુરના ગામના સીમાડામાં લઈ ગયા અને કંકુના માથામાં છરીના ઘા મારી મારી નાંખ્યા બાદ સળગાવી દીધી.

૬. દીકરા અને વહુએ વગોવ્યા મોટા ખોરડા...

બબ્બે જુવાન જોધ દીકરીઓના હાથ પીળા કર્યા પછી ખુશીરામ જાણે જીંદગીનો બધો જ બોજ હળવો કરીને બેઠા હોય એટલી રાહતથી પાછલી જીંદગી ગુજારતા હતા.... જાગૃતિ અને ભારતી બંને સગી બહેનો.... અને સામે પક્ષે પણ બે યુવાન ભાઈઓ.... એક જ કુટુંબમાં....એક જ માંડવે....એક જ દિવસે અને એક જ સમયે અગ્નિની સાક્ષીએ ચોરીના ચાર ફેરા ફરીને પતિગૃહે પધારેલી બંને બહેનોની સુહાગરાત પણ એક મકાનમાં બે અલગ અલગ ખંડમાં ઉજવાઈ.... કોડભરી અન બન્ને કન્યાઓ સુખી સંસાર જીવનના સ્વપ્ના જોતી.... અને જુએ જ.... કોણ એવી અભાગણી હોય તે એવા સ્વપ્ના ન જુએ....? પતિ - પત્ની બંને સુખેથી રહે.... બે-ત્રણ નાના નાના બાળકોનાં ગુંજનથી અને કલબલાટથી ઘરસંસાર ગુંજી ઉઠે.... થોડી ઘણી આવક થાય.... અને એ આવકથી લુખ્ખો-સુક્કો રોટલો ખાઈને જીવનમાં મીઠાસ ભેળવે....

પણ કુદરતનો ન્યાય કોઈ પામી શકતાં નથી.... આવતી કાલે શું થવાનું છે એ તો જાનકી નાથે પણ જાણ્યું ન હોતું.... તો આ કળિયુગમાં કાળા માથાનો માનવી શું જાણે? જાગૃતિ અને ભારતીના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું.... બની ગયું.... જેની કોઈને પણ ખબર પડી નહીં.

દૂર આવેલા શહેરમાં પોશ વિસ્તારમાં દીકરીઓ સુખેથી રહેતી હશે.... એમના સુખ સમાચાર આવશે એવી આશામાંને આશામાં છ મહિના પસાર કરી ચૂકેલા મંદિરના પૂજારી ખુશીરામ ભગતને એક આંચકો લાગે એવો સમય આવી પહોંચ્યો.... બે ભાઈઓ સાથે પરણાવેલી દીકરીઓમાં મોટી દીકરી ભારતી અને નાની દીકરીજાગૃતિ બંનેની સાસુ એક હતી.... પરંતુ તેમની સાસુ માટે ભારતી અળખામણી એટલા માટે હતી કે તે શોક્યના પુત્રની વહુ હતી જ્યારે જાગૃતિ તેના કૂખે જન્મેલા પુત્રની વહુ....

લોહી લોહીનું ખેંચે.... પોતાના સગા પુત્રની વહુ પ્રત્યે અનેરો પ્રેમ વર્તાવતી સાસુ મોટી વહુ ભારતીનો એટલો જ તિરસ્કાર કરતી.... છતાંય.... ખાનદાન કુટુંબની ભારતી મા વિના ગુજારેલા વીસ વર્ષમાં સમાજના તમામ પાસા અનુભવી ચૂકી હોવાથી સાસુના કડવા વેણ સાંભળી લેતી.... ઓરમાન સાસુ હોવા છતાં તેનામાં જનેતા અને સગી સાસુનું સ્વરૂપ જોતી.... ભારતીનો પતિ સુક્ષ્મ નજીકમાં આવેલી મીલમાં નોકરી કરતો.... પણ પગાર લાવીને એ સાવકી માના હાથમાં થમાવી દેતો.... છતાં ભારતી એ બાબતે એક હરફ સુદ્ધાં એટલા માટે નહોતી ઉચ્ચારતી કે સંજય તેને ખૂબ ચાહતો હતો.

જો કે સંજયનું સ્થાન સુડી વચ્ચે સોપારી જેવું હતું.... એક તરફ નાનપણથી મોટો કરેલ સાવકી મા અને બીજી તરફ મા વિનાની પત્ની ભારતી.... એકેયનું મૂલ્ય આંકીય શકાય તેમ નહોતું.... સંયુક્ત કુટુંબમાં રહેવા કંઈક ખોવું અને ખાઈ જવું પડતું.... ગમ ખાઈને જીવન ગુજારતા મહાન માણસોમાંનો આ એક સંજય પણ હતો.

ખુશીરામ ભગતને એ એક જ વાતનો સંતોષ હતો કે જમાઈ તેમની દીકરીને દુઃખી નહીં કરે... પણ એક દીવસ.... નાની દીકરીજાગૃતિ એકલી સાસરીમાંથી પિયરમાં આવી.... પુત્રીને જોઈને ખુશખુશાલ થઈ ઉઠેલા ખુશીરામ ભગતની આંખમાં આંસુ આવી ગયા....

“આવી બેટા....? કેમ એકલી આવી છે ? જમાઈ નથી આવ્યા ? ભારતી કેમ છે?.... એના આવી....? બહુ દીવસ થયા....એને જોઈ નથી.... સંજય કુમારને બધા મજામાં છે ન્જો ?....” “એક સાથે અનેક પ્રશ્નો જવાબ સાંભળ્યા વિના પુછતા ગયેલા ખુશીરામ ભગત ખુદ ભોંઠા પડી ગયા.... હું પણ ખરો છું.... તું આટલી બધી દૂરથી આવી છે.... થાકી ગઈ હશે....”

પિતાના પ્રશ્નના જવાબમાં માથું હા કે ના માં હલાવતી જાગૃતિ મોંઢામાંથી એક હરફ સુદ્ધાં ઉચ્ચારી શકી નહોતી.... કદાચ રડી પડશે તો નાહકના પિતા દુઃખી થશે એમ માનીને ચૂપ રહી.... એક બે દીવસ પસાર થયા ત્યારબાદ જાગૃતિને લાગ્યું કે હવે વાત કરવામાં વાંધો નથી ત્યારે જ તેણે તેના પિતાને તેના પિયરમાં આવવાનું જણાવ્યું....

“ બાપુ.... હું અહીં એકલી આવી નથી પણ....”

“કેમ બેટા.... તારી સાથે કોઈ બીજું હતું....? તું તો એકલી જ આવી છે....”

“એમ નહીં બાપુ.... પણ હું અહીં એકલી મારી મેળે નથી આવી પણ મને મારી સાસરીમાંથી પૈસા લેવા મોકલી છે.....”

“પૈસા....? શેના પૈસા લેવા મોકલી છે? કોણે મોકલી છે?...” ખુશીરામ ભગતને કશું ન સમજાતા પૂછ્યું : “બોલ.... બેટા....”

“શું બોલુ બાપુ....” જાગૃતિની જીભ ઉપડતી નહોતી.... છતાંય હવે બોલ્યા વિના છુટકો નહોતો...“બાપુ.... તમે તો અમારી મા અને બાપ બંને છો.... અમારી મા હોત તો અમે એની આગળ બધું ફટાફટ કહી દેત.... પણ મા નથી અને તમારા સિવાય અમારૂં બીજું પણ છે કોણ....”

“કેમ બેટા આમ બોલે છે? તમને કંજે છે? લગ્ન મયર્ન એટલે હવે તમે બંને બહેનો પારકી થઈ ગઈ ગણાવ.... હવે અમારો મોહ રાખવાનો ન હોય... હવે તો તારા સાસરિયા જ તારા સગા કહેવાય તારા સાસુ-સસરા તારા મા અને બાપ.... તારો પતિ તારો તારણહાર.....પણ.... બેટી તું એવું કેમ બોલી?.....”

“બાપુ.... તમારૂં દિલ દુઃખી થાય એવી વાત કહેતાં મારી જીભ ઉપડતી નથી.... અમારા સાસરિયા અમારા સ્વજન ખરા પણ....મોટી બહેન માટે એ લોકો દુશ્મન બની ગયા છે સાસરીમાં એ મારી જેઠાણી થાય પણ મારા જેઠ સાવકી માના દીકરીા હોવાથી મારી સાસુ ભારતીને ત્રાસ આપે છે.... એની જોડે પૈસાની માંગણી કરે છે....મારા જેઠ કશું બોલતા નથી..... પચ્ચીસ હજાર રૂપિયા માગ્યા છે મારી સાસુએ..... પણ તમે એટલા બધા રૂપિયા ક્યાંથી લાવવાના હતા એવું વિચારીને ભારતીબેન આવ્યા નહીં અને એમના બદલામાં મારી સાસુએ મને મોકલી છે.....”

જમાનો જોઈ ચુકેલા ખુશીરામ ભગતને આટલી વાત પરથી આખો બનાવ જાણી ગયા.... એમણે ધિરજથી કામ લીધું, બેટા.... થોડા દિવસ રહે અહીં.... થોડી ઘણી રકમની વ્યવસ્થા થઈ જશે.... બાકીની રકમ થોડે થોડે કરીને આપીશ....

ખુશીરામ ત્યારથી મંડી પડ્યા રકમ એકત્ર કરવામાં પડ્યા.... દીકરીઓને દુઃખ સહન કરવું ન પડે, મહેણાં સાંભળવા ના પડે એટલા માટે પોતે દેવું વેઠવા તૈયાર થઈ ગયા.... દશેક દિવસ પસાર થઈ ગયા... એક દિવસની વહેલી સવારે ઉછીના નાણાં લેવા નીકળેલા ખુશીરામ ભગત ફરતા ફરતા ગામના ચોરા પાસેથી પસાર થતાં હતા ત્યારે એક યુવાન ચોરા પાસે બેઠો બેઠો સ્થાનિક અખબાર વાંચતો હતો.... આ જ યુવાનના પિતાને શોધતા શોધતા ભગત આવ્યા હતા.... કદાચ તેને ખબર હશે એમ વિચારીને ભગતે તેને પૂછ્યુંઃ “બેટા....તારા બાપુ ક્યાં ગયા છે? તે જોયા....?”

પેલો યુવાન અખબાર વાંચવામાં એટલો બધો મગ્ન હતો કે તેણે ખુશીરામ ભગતનો અવાજ સાંભળ્યો નહીં એટલે ભગતે તેને હલાવીને પૂછ્યું કે ભાઈ.... તારા બાપુ ક્યાં ગયા....?

ત્યારે પેલા યુવાને તેમની સામે જોયું અને “કાકા....તમે....તમારા તો સમાચાર છપાયા છે....”

“મારા સમાચાર...?મજાક ના કર ભાઈ.... મારે તારા બાપુ પાસેથી પૈસા લેવાના છે....મારી દીકરીને મોકલવાના છે....નાની દીકરી આવી છે બહુ દિવસ થયા....એની સાસરીમાં પણ રાહ જોતા હશે...”

પેલો યુવાન અચરજ પામ્યો....તેણે પૂછ્યું....“ભગતકાકા... તમે કોની વાત કરો છો....? તમારી બંને દીકરીઓ આવી છે કે પછી....?”

“ના બેટા....જાગૃતિ આવી છે... મોટી ભારતી તો એની સાસરીમાં છે.... એના માટે તો પૈસા લેવાના છે.... મારી દીકરી ભારતીને સુખી જોવા માટે તો હું જીવું છું...”

પેલો યુવાન વિચારમાં પડી ગયો... ક્ષણેકવાર પછી ખુશીરામ સામે જોઈને એણે કહી દીધું. “કાકા... તમે જેના માટે પૈસા એકઠા કરો છો.... એ તમારી દીકરીભારતીના તો સમાચાર છપાયા છે....” “બેટા.... મારી મશ્કરી શું કામ કરે છે....?મારી પુત્રી ભારતીએ તે એવું શું કર્યુ છે કે એના સમાચાર છપાયા હોય....તારા બાપુ....”

“કાકા.... સાચુ કહું છું....” આગળ બોલવા જતા ભગતને યુવાને અટકાવ્યા અને કહી દીધું “કાકા તમારી દીકરી ભારતીએ ઝેર પીને મરી ગઈ છે.... આ એના જ સમાચાર છે....”

આ સાંભળતાની સાથે જ ખુશીરામના ચહેરા પરનું તેજ ઉડી ગયું...તેમના પગ નીચેની ધરતી ખસી જતી લાગી... કાન પર જાણે વિશ્વાસ ન આવતો હોય એમ વાત માનવા તૈયાર નહોતા.... એ યુવાન પાસે બેસી પડ્યા.

“જુઓ કાકા.... ખોટું નથી કહેતો.... આ રહ્યા સમાચાર તમારી દીકરીભારતી અને તમારા જમાઈ સંજયકુમારે ઝેર પીધું છે અને ભારતીનું મોત થયું છે. જ્યારે સંજયને દવાખાને લઈ ગયા છે....”

“ક...ક... ક્યારનો બનાવ છે.....? હકીકત જાણીને થોથવાઈ ગયેલા ભગત આટલું બોલ્યા....”

“પરમ દિવસે બપોરે....તમારી દીકરીતો જેર પીતાની સાથે જ મરી ગઈ છે.... સંજયનું શું થયું એ આગળ લખ્યું નથી....”

મારી પુત્રી ભારતી ઝેર પીને મરી ગઈ છે અને મને કોઈએ ખબર પણ ના આપી....? પરમ દિવસનો બનાવ છે એટલે તો ભારતીની લાશનું શું થયું.....? નક્કી....કંઈક દાળમાં કાળું છે...

ભારતીની આત્મહત્યાના સમાચાર જાણી ચૂકેલા ભગત ભગ્ન હ્યદયે ઘેર આવ્યા.... બહેનના મોતના સમાચાર જાણીને જાગૃતિ ફાટી પડશે.... એ આવેશમાં આવીને કંઈક કરી બેસશે તો....તો....

ભગતે કાળજું કઠણ કર્યુ....આંખમાંના આંસુ લુછી નાંખ્યા....જાગૃતિને ઘેર આવીને કહી દીધું કે બેટા ચાલ.... હું ફરી પૈસા લે તો આવીશ.... તને તારી સાસરીમાં મૂકી આવું....જાગૃતિ....ચાલ બેટા....ભારતી પણ તારી રાહ જોતી હશે....ચાલ....અને બંને બાપ દીકરીરવાના થઈ ગયા.....

બે સગા ભાઈઓ સાઢુભાઈ.....બે સગી બહેનો દેરાણી-જેઠાણી.... આવો ઘરસંસાર સુખી જ હોય પણ જ્યાં કડવી વાણીની સાસુ હોય તો ઘરકંકાસ ઘર કરી જાય.... મિલમાં નોકરી કરતો સંજય સુખી ઘરસંસાર ચલાવવા પત્નીને બદલે સાવકી માના હાથમાં પગાર આપતો.... છતાંય સાવકી મા એ ઢબડબોજ ઉઠાવતાં નજરે જોતો હોવાં છતાંય તે કશું બોલી શકતો નહોતો.... મોટી બેન ભારતીને ઘરકામમાં મદદ કરવા જાગૃતિ હંમેશા જાગૃત રહેતી પણ તેની સાસુ જાગૃતિને અન્ય કામે વળગાવી દેતી.... જ્યારે સંજયે જાણ્યું કે તેની સાવકી માએ પૈસા લેવા માટે જાગૃતિને તેના પિયર મોકલી છે ત્યારે આ પાર કે પેલે પાર જેવો ઘરમાં ઝઘડો થઈ ગયો.... સસરાની સ્થિતી જાણતો અને દહેજનો વિરોધી સંજય ધૂંઆપૂંઆ થઈ ગયો.... છ-સાત દિવસ સુધી વિચાર્યા કર્યુ અને એક દિવસ....

સંજય સમજણો થયો ત્યારથી ગુજરાતી એક ગીત ઘણી વખત સાંભળ્યું હતું.... એ ગીત એને કંઠે થઈ ગયું હતું.... રેડિયો પર કે અન્ય રીતે જ્યારે આ ગીત સાંભળતો ત્યારે તે થોભી જતો....ગીતના શબ્દોમાં ખોવાઈ જતો અને આ ગીતના શબ્દોની સાથે સાથે ગીતને અનુરૂપ દ્રશ્યો તેના માનસપટલ પર પસાર થઈ જતાં....

“વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ....” વહુની નણંદ,સાસુ,જેઠાણી, જેઠ અને સસરાના શબ્દો પોતાની જીંદગીમાં વણી લેતો.... ગીતના આખરી ભાગમાં તો સંજયને જાણે ધ્રૂસકે આવી જતું.....

“ પરણ્યાએ જઈ તેજી ઘોડો છોડીયો રે લોલ.... જઈ ઉભાડ્યો ઘાંચીડાને હાટ જો.... આ વહુએ વગોવ્યા...”

અફીણ અને સુમલખાર લઈને ઘેર આવેલા પરણ્યાએ વાટકીમાં અમલ ધોળ્યું અને મોટા ખોરડાને વગોવતી પત્ની આગળ ધરી દીધી....

આ ક્ષણે સુડી વચ્ચે સોપારી જેવી દશા પરણ્યાની થતી... ઘરના માણસો તેની પત્નીને વગોવતા...કે...વહુએ મોટા ખોરડા વગોવ્યા... પરણ્યો પત્નીની આગળ ઝેરનો કટોરો ધરીને એક જ વાક્ય કહ્યુંઃ

“તમે પીઓ ગોરી નહિંતર હું પી જાઉં....”

વહુ ખાનદાની.... પરણ્યો મરી જાય એના કરતાં પોતે પોતાની જીંદગી કેમ ટૂંકાવી ના નાખે.....? તે પરણ્યાની મજબૂરી સમજતી હતી.... અને ઘટક દઈને ઝેરનો કટોરો મોંઢેં માંડી દીધો....

આ ક્ષણે સંજયના શરીરમાંથી એક પ્રકારની ઝણઝણાટી પસાર થઈ જતી.... પોતાના જીવનમાં પણ આ ક્ષણ આવી હતી.... પત્ની પરનો ત્રાસ સહન ન થતાં અને મા-બાપને કંઈ કહી ન શકનાર સંજય પાસે એક જ માર્ગ ખુલ્લો રહ્યો....ઝેર લાવ્યો અને પોતાના ખંડમાં પત્ની ભારતી સાથે બેઠો.... બે ગ્લાસમાં ઝેર ઘોળ્યાં.

“ આપણે બંને પી જઈએ અને સુખેથી મરી જઈએ....”

પરણ્યાએ સાથે જીંદગી ટૂંકાવી નાંખવાની વાત કરતાં ભારતીની આંખમાં આંસુ આવી ગયા.... એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર....કંઈ પણ આનાકાની કર્યા વગર ઝેરનો પ્યાલો લઈ લીધો.... પતિ-પત્નીએ એક સાથે ઝેરના પ્યાલા મોંઢે માંડ્યા....અને....

ઘણીવાર થવા છતાં સંજય ખંડની બહાર ન નીકળ્યો એટલે દરવાજો ખટખટાવ્યો.....બૂમાબૂમ કરી...પણ કોઈ ઉત્તર ન મળ્યો એટલે દરવાજો તોડી નાંખ્યો.... અંદર જોયું તો...

એક જ ઢોલીયામાં પતિ-પત્ની પડ્યાં હતાં.... આળોટતા હતા. ખબર પડી ગઈ કુટુંબીઓને કે બંનેએ ઝેર ઘોળ્યું છે.... સંજયને ઉઠાવ્યો દવાખાને ત્યારે બેભાન હાલતમાં પણ તેણે ભારતીએ પણ ઝેર પીધું છે એવો ઈશારલ કર્યો.... ભારતીને પણ દવાખાને લીધી પરંતુ કૂણાં કાળજાની કબૂતરી ભારતી તો ક્યારનીયે સ્વધામ સિધાવી ગઈ હતી.... બેભાન હાલતમાં સંજયને દવાખાનામાં દાખલ કર્યો હતો.....

ભારતીના મૃતદેહને પરત ઘરમાં લાવ્યા અને તેના પિતાને જાણ કર્યા વગર અંતિમક્રિયા પણ કરી નાંખી.... એ રાત્રે સંજય પણ આ ફાની દુનિયા છોડી ગયો....

૭. મિત્રદ્રોહ કરનારો પરદેશી પાપી

લગ્ન કરીને પત્ની સાથે પરદેશ ચાલ્યો ગયેલો પ્રશાંત થોડા દિવસો માટે વતનમાં આવ્યો હતો. પત્નીને અમેરિકા છોડીને ભારત આવેલો પ્રશાંત હજુ પોતાના સગાસંબંધીઓને સારી રીતે મળ્યો પણ નહોતો. થોડા દિવસો તો થાક ઉતારવામાં જ પસાર થઈ ગયા હતા. ગામમાં પણ અમુક જ નજીકના વર્તુળોના લોકોએ જાણ્યું હતું કે પ્રશાંત આવ્યો છે... ત્યાં તો.... એક બીજા સમાચારે ગામના લોકોને આંચકો આપ્યો.

પ્રશાંત અચાનક અદ્રશ્ય થઈ ગયો હતો... તેનું અપહરણ થયું હતું. તેના ભાઈને ખબર પડી....કોઈ મિત્ર સાથે તેની ગાડીમાં બેસીને ગયેલો પ્રશાંત પાછો આવ્યો નથી... કોણ હશે એ મિત્ર...? પ્રશાંતનું અપહરણ કેમ કર્યુ હશે...?...શું હશે?... તપાસ કરતા પ્રશાંતના ભાઈને ખબર મળી કે જે દિવસે પ્રશાંત ગૂમ થયો તે દિવસે એને છેલ્લે તેના એક મિત્ર જયકરની સાથે જોયો હતો....જયકર તેની ફિયાટકાર લઈને ત્યાંથી પસાર થતો હતો કે પ્રશાંતનું ગામ વચ્ચે આવતાં તેને મળવા રોકાયો હતો. બસ...પ્રશાંતના ભાઈને આખી ઘટના નજર સામેથી પસાર થઈ ગઈ.... નક્કી પ્રશાંતને તેના મિત્ર જયકર જ ઉઠાવી ગયો હશે.... જો કે જયકરનું ગામ બાર-તેર કિલોમીટર દૂર હતું પરંતુ જયકર પણ અમેરિકા રહેતો હતો અને એય પ્રશાંતની સાથે સાથે ભારત આવ્યો હતો....

ભારતમાં કલદાર કમાવવા જતા ભારતવાસીઓ.... અને એમાંય ચરોતર પ્રદેશના માનવી પરસ્પર સ્વદેશીની ભાવનાથી વર્તતા હોય છે... એટલે સ્વદેશમાં આજુબાજુના ગામના લોકો ક્યારેક એકબીજાને ઓળખતા નથી હોતા પણ જ્યારે એ જ લોકો પરદેશમાં ભેળા થાય ત્યારે તેઓ જાણે એક જ કુટુંબના સભ્યો હોય તે રીતે વર્તતા હોય છે એટલે પ્રશાંત અને જયકર બંને જણાં મિત્રો બન્યા હતા. પણ જયકર પ્રશાંતનું અપહરણ શામાટે કરે ?... ક્યાંક કોઈ અદાવત તો નથી ને?....છેલ્લે પ્રશાંતને જયકર મળ્યો હતો અને ત્યારબાદ પ્રશાંત ગૂમ થઈ ગયો હતો... પ્રશાંતની પત્ની જયાને અમેરિકા જાણ કરવી કે નહિ...? આખરે પ્રશાંતના ગૂમ થયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો.... એનું એના મિત્ર જયકરે અપહરણ કર્યુ છે. એવું ફરિયાદમાં જણાવાયું...પોલીસે શોધખોળ આરંભી...પણ પરિણામ શૂન્ય...

શું થયું હશે પ્રશાંતનું...? ક્યાંક અઘટિત તો નહીં બન્યું હોય ને?... તેના કુટુંબીઓ નિરાશ થઈ ગયા હતા... પોલીસની સાથે સાથે પ્રશાંતના કુટુંબીઓ પણ શોધખોળમાં લાગી ગયા હતા.... કોઈ પત્તો લાગ્યો નહીં... ઉચ્ચ અધિકારી સમક્ષ આ બનાવની તલસ્પર્શી તપાસ કરવા અને જયકરને પકડીને પૂછપરછ કરવાની રજુઆત થઈ...દરમ્યાન...સારાય પંથકમાં ચકચાર જાગે એવું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું....

અમેરિકા સ્થાયી થયેલો પ્રશાંત અને તેના જ ગામનો પ્રગ્નેશ ઉપરાંત પ્રશાંતનો મિત્ર જયકર ત્રણેય અમેરિકાથી એક સાથે જ ભારતમાં આવ્યા હતા. પરંતુ જે દિવસે પ્રશાંતનું અપહરણ થયું તેના બીજા દિવસે ગામનો જ યુવાન પ્રગ્નેશ પરત અમેરિકા ઉપડી ગયો હતો... એટલે પ્રશાંત સાથેની ઘટેલી ઘટનાથી પ્રગ્નેશ અજાણ હશે જ એમ માનવાને યોગ્ય કારણ હતું... વળી પ્રશાંતને જયકર તેની ફિયાટકારમાં ઉઠાવી ગયો છે એ સંદેશો ઘર કરી ગયો હોવાથી વિચાર અને શંકા તેના તરફ જ મંડાયેલ હતું.... પરંતુ....ક્યારેક કલ્પના અને હકીકત વચ્ચે ફેર પડી જતો હોય છે....

ગામાનો જ યુવાન પ્રશાંત ગૂમ થયો હતો.... તેના બીજા દિવસે પ્રગ્નેશ અમેરિકા જવા રવાના થઈ થયો હતો... પોલીસના આટાફેરા ગામમાં ચાલું હતા.... બાતમીદારો પણ રખડતા હતાં.... અને બરાબર ૩૯મા દિવસે ગામમાં બીજી એક ઘટનાએ ભારે ચર્ચા જગાવી.... ન જાણે ગામ પર કુદરતનો પ્રકોપ વર્તાવાનો હોય એવા એંઘાણ વર્તાવવા લાગ્યા.... ચોરે ને ચૌટે આ જ વાત ચર્ચાવા લાગી.... પ્રશાંત ગૂમ થઈ ગયો હતો અને.... નજીકમાં જ રહેતા રમેશે આત્માહત્યા કરી લીઘી હતી.... તેના બે ટૂકડા થયેલો મૃતદેહ નદી કિનારા પાસેના રેલવે જંકશન આગળથી મળી આવ્યો.... અને આ મૃતદેહ જ્યારે ગામમાં લાવવામાં આવ્યો ત્યારે ગામ આખામાં સન્નાટો છવાઈ ગયો હતો....

શરૂઆતમાં તો ગામમાં રમેશ અક્સ્માત ટ્રેન નીચે કપાઈ મર્યો છે એવી ચર્ચા ચાલી પરંતુ રેલવે પોલીસને મરનાર રમેશની લાશ પાસેથી મળી આવેલી એક ચિઠ્ઠીએ બનાવ અક્સ્માતમાંથી આત્મહત્યામાં ફેરવી નાખ્યો હતો.... સાથે ેસાથે તેણે ગામના જ ગૂમ થયેલા પ્રશાંતના અપહરણ પર પ્રકાશ ફેંક્યો અને આખા પ્રકરણે વળાંક લઈ લીઘો.

જો કે મરતાં પહેલા રમેશે લખેલી ચિઠ્ઠીમાં કંઈ ખાસ લખ્યું નહોતું પરંતુ તેણે એટલું જણાવ્યું હતું કે “પ્રશાંતના અપહરણ બાબતે પોલીસને બધું જ કહી દેવાનો હતો પણ છેવટે હું આત્મહત્યા કરી લઊં છું એટલે ક્ષમા કરજો...” કંઈક આવો જ અર્થ નીકળતો હતો એ લખાણનો...

ગામમાં ચર્ચાની એરણ પર રમેશની આત્મહત્યા પણ ચર્ચાવા લાગી.... ગામના નવરા લોકોને તો ચર્ચાનો વિષય મળી રહ્યો હતો....લોકો નવી નવાઈની વાતો લાવીને મૂકતા હતા...પ્રશાંતનું અપહરણ જયકરે શા માટે કર્યું હશે...?... રમેશે શા માટે આત્મહત્યા કરી હશે...? શું રમેશ પણ આમાં સંડોવાયો હશે?... પ્રશાંત દોઢ મહિનાથી લાપત્તા છે....શું એ આ દુનિયામાં હયાત હશે કે પછી કોઈ લાલચ કે સ્વાર્થને કારણે તેને આ દુનિયામાંથી જ ઉઠાવી લેવાયો હશે...? પણ પ્રશાંતનો એવો કોઈ દુશ્મન નહોતો....છતાંય....?...કંઈ કહેવાય નહિં... એની પત્ની જયા બિચારી શું કરતી હશે...?

જયાનું નામ આવતાં જ એક તુક્કાખોરે તુક્કો વહેતો મૂક્યો....પ્રશાંતનું અપહરણ કરનાર કદાચ જયાને પ્રેમ કરતો હશે અને જયા સાથે તેના સંબંધો હશે.... પણ પોતાના પ્રેમસંબંધ આડે આવનાર પ્રશાંત કાંટારૂપ હશે અને એટલે જ તેનો કાંટો કાંઢી નાંખ્યો હશે.... પણ આમાં રમેશ ક્યાં આવ્યો...?.... જયાના પ્રેમીના ઈશારાથી પ્રશાંતનું અપહરણ કરવામાં રમેશ હશે અને પ્રશાંતને મારી નાંખ્યા પછી પોતે ગામમાં શું મોંઢુ બતાવશે? એવું વિચારીને રમેશે આત્મહત્યા કરી લીધી હતી...અલ્યા પણ પ્રશાંત મરી જ ગયો છે એવું તને શી ખબર... એમાં ખબર નહીં પણ બુદ્ધિની જરૂર પડે છે સમજ્યા...? બે મહિના થવા આવ્યા...કેમ પ્રશાંતનો પત્તો લાગ્યો નહિં...? એ જીવતો હોત તો કેમ એનો કોઈ સંદેશો ના આવ્યો...એણે કેમ ફોન કર્યો નહીં...હા...એ વાત સાચી...પણ જો ખરેખર પ્રશાંતને મારી નાંખ્યો હોય તે એની લાશ તો મળે ને...? મળે...પણ કદાચ ગુનેગારો હોંશિયાર હશે... એટલે તેની લાશનો પણ નિકાલ કરી દીધો હશે...આવી ચર્ચાઓ રોજબરોજ ચર્ચાતી હતી.... ત્યાં ચર્ચાનું નિશાન બન્યો પ્રગ્નેશ....પ્રગ્નેશ પણ ખરો છે ને....તેનો ખાસ મિત્ર પ્રશાંત ગૂમ થયો એના બીજા દિવસે જ જતો રહ્યો...પણ ભાઈ હવે એ તો પરદેશી થઈ ગયા એટલે તેમને લાગણી ન થાય...

વિભિન્ન વાતો થતી હતી.... ત્યાં જ... અમેરિકા જતા રહેલા પ્રગ્નેશના વતનમાં નવા બની રહેલા મકાનનું પ્રિન્ટીંગ કામ કરતો દલસુખ એકાએક ગૂમ થઈ જતાં વળી પાછું ચર્ચાએ જોર પકડ્યું...પણ પછીથી જ્યારે ખબર પડી કે પ્રશાંતના અપહરણની તપાસ કરતા પોલીસ અધિકારી દલસુખને એકાએક ગૂમ થઈ જતાં વળી પાછું ચર્ચાએ જોર પકડ્યું...પણ પછીથી જ્યારે ખબર પડી કે પ્રશાંતના અપહરણની તપાસ કરતાં પોલીસ અધિકારી દલસુખને પકડી ગયા છે ત્યારે તો ગામ આખું દલસુખ વિશે વિચારતું થઈ ગયું...કેમ કે પ્રશાંતનું અપહરણ તેના મિત્ર જયકરે કર્યુ છે એવી તેના મિત્ર જયકરે કર્યુ છે એવી તેના ભાઈએ ફરિયાદ કરી હતી.... પણ પોલીસે જયકરને પકડવાને બદલે દલસુખને પકડ્યો હતો... આખો કેસ કોયડારૂપ બની ગયો...પણ જ્યારે દલસુખે પોલીસ અધિકારી સમક્ષ પોપટની માફક કબુલાત કરવા માંડી ત્યારે પ્રગ્નેશ પર લોકો ફિટકાર વરસાવવા લાગ્યા અને પ્રગ્નેશ કાળું કામ કરીને પરદેશ ઉપડી ગયો હોવાનું જાણતા તેની મિત્રતા વગોવવા લાગ્યા....

પોલીસ અધિકારી સમક્ષ દલસુખે કબુલાત કરવા માંડી....

“સાહેબ...હું તો ખોટો ફસાઈ ગયો છું...પ્રિન્ટીંગ કામ કરીને મારૂ જીવન ગુજારતો હતો.... પણ પ્રગ્નેશની અપરાધી વૃતિથી હું અજાણ હોવાથી મારે જાણઅજાણે પણ તેને સાથ આપવો પડ્યો છે...પ્રગ્નેશે અમને તેના કાવતરાની કોઈ વાત કરી નહોતી...પણ એ પરદેશથી આવ્યો છે અને આપણને કંઈ સારી ભેટ આપશે એવા ઈરાદાથી હું એની જોડે જોડાયો હતો...”

મેં એના નવા મકાનનું પ્રિન્ટીંગનું કામ રાખ્યું હતું. બનાવના દિવસે પ્રગ્નેશ એના પિતાની મારૂતિવાન લઈને આવ્યો હતો...તેની સાથે એના ગામનો રમેશ પણ હતો...

“પણ...પ્રશાંતના ભાઈએ તો જયકરે તેની ફિયાટકારમાં પ્રશાંતનું અપહરણ કરી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું અને તું કહે છે કે...” પોલીસ અધિકારીએ શંકાનું સમાધાન કરવા પૂછ્યું...

“હા સાહેબ....હું બધું જ કહું છું...જયકર તેની કાર લઈને પ્રશાંતને મળવા આવ્યો હતો પણ પછી એ તો પરત જતો રહ્યો હતો..પણ જ્યારે પ્રગ્નેશ તેની મારૂતિવાનમાં આવ્યો અને મને પણ “ચાલ દલસુખ ગાડીમાં બેસી જા...થોડુ ડ્રીંકસ લઈને આવીએ છીએ” એવું કહેતા ડ્રીંક લેવા માટે હું લલચાયો એટલે એની સાથે હું બેસી ગયો...પછી તેણે ગામના પાદરે પ્રશાંતને બોલાવડાવ્યો...પ્રશાંત અને પ્રગ્નેશ બંને ખાસ મિત્રો હતા...અને ડ્રીંકની પાર્ટી રાખી હોવાથી પ્રશાંત પણ મારૂતિવાનમાં બેસી ગયો. અમો ચારેય જણા ત્યાંથી રવાના થઈ ગયા...

ગામથી ઘણે દૂર નીકળી ગયા ત્યારે પ્રગ્નેશે એક જગ્યાએ વાન ઉભી રાખી અને પોતાની પાસેની વિદેશી શરાબ કાઢ્યો... મેં, રમેશે અને પ્રગ્નેશે મર્યાદિત પેગ લીધા પણ પછી પ્રશાંતને પ્રગ્નેશે મહાપરાણે બળજબરીથી વિદેશી દારૂની બોટલો પીવડાવવા માંડી.... મિત્રો હોવાથી અને મિત્રની-પત્નીની કસમ આપી આપીને પ્રશાંતને પુષ્કળ શરાબ પીવડાવ્યો...પ્રગ્નેશે પ્રશાંતના શરાબમાં નશીલી દવા ભેળવી દીધી હતી જેથી એક તો શરાબનો નશો અને આ દવા ભેગા થઈને પ્રશાંતને નિશ્વેતન બનાવી દીધો.... થોડા જ સમયમાં પ્રશાંતનો ચહેરો એકદમ બદલાઈ ગયો...તેનું મોં અને આંખો સુજી ગઈ પછી...પ્રશાંત મરી જ ગયો છે એમ લાગતાં પ્રગ્નેશે મને કહ્યું હવે તમે બંન્ને જણા મને મદદ કરો... માલામાલ કરી દઈશ....

એ દિવસ રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યાનો સમય હતો... અમારી મારૂતિવાન મોટી નહેરની બાજુમાં ઉભી હતી.... પ્રગ્નેશને સાથ નહિં આપીએ તો એ પરદેશી પંખી અમને ફસાવી દેશે એવો અમને ડર હતો એટલે ના છૂટકે એને સાથ આપવો પડ્યો...નહેરમાં પાણીનો પુષ્કળ પ્રવાહ વહેતો હતો...મારૂતિવાનમાંથી અમે ત્રણ જણાંએ પ્રશાંતને ઉંચકીને નહેરના પાણીમાં ફેંકી દીધો અને ત્યાંથી અમે પોબારા ગણી ગયા...પ્રગ્નેશે અમને આ બાબતે મૌન રહેવાનું જણાવ્યું હતું અને આમેય અમારે મૌન રહેવા સિવાય છૂટકો નહોતો...

એ રાત્રે પ્રગ્નેશ મને મારા ગામે ઉતારી દઈને રમેશની સાથે પરત તેના ગામમાં પહોંચી ગયો હતો.... પ્રશાંતને ઉઠાવી જઈને તેના મૃતદેહને નહેરના પાણીમાં ફેંકી દીધો એ દ્રશ્ય મને વારંવાર યાદ આવતાં હું ડરી ગયો હતો એટલે બીજા દિવસે બિમારીનું બહાનું કાઢીને ઘરમાં જ પડ્યો રહ્યો...પછી જ્યારે મેં જાણ્યું કે પ્રશાંતનું તેના મિત્ર જયકરે ફિયાટકારમાં અપહરણ કર્યુ છે એટલે મને શાંતિ થઈ....હવે આપણે બચી ગયા એવા હાશકારા સાથે હું પ્રગ્નેશને સમાચાર આપવા ગયો ત્યારે....મને ખબર પડી કે પ્રગ્નેશ તો પ્રશાંતનું કામ તમામ કરીને આવ્યા પછી બીજા દિવસે તો અમેરિકા ભાગી ગયો છે.... એટલે હું અને રમેશ પણ ગભરાયા....ક્યાંક અમારા ગભરાટથી કોઈને શક પડશે એવી બીકથી મેં પ્રગ્નેશના મકાન પર જવાનું બંધ છોડી દીધું...રમેશ પણ મને મળ્યો નહોતો.... પણ જ્યારે રમેશે પોતાના કૃત્યથી પસ્તાઈને આત્મહત્યા કરી લીધીના સમાચાર મેં જાણ્યા ત્યારે મને આંચકો લાગ્યો હતો...મારે આત્મહત્યા કરવી નહોતી....પ્રગ્નેશે તેની કોઈ અંગત અદાવતથી કાવતરૂ કરીને પ્રશાંતની હત્યા કરવા સુધીના કામમાં મને ફસાવ્યો હતો....પોતે શાંતિથી અમેરિકા પહોંચી ગયો અને અહીં હું એકલો રહી ગયો...હા...સાહેબ...મેં પાપ કર્યું છે.....અપરાધી છુ હું...મને સજા મળવી જોઈએ પણ સાથે સાથે આ અપરાધ કરાવનાર પ્રગ્નેશને પણ સજા થવી જ જોઈએ જેથી ફરી કોઈ મિત્રો મિત્રદ્રોહ કરે નહિં.....

૮. પિયરના પાદરે પગ નહિં મૂકું....

દશ વર્ષ વહેલાં અનલિ જ્યારે સુનયના સાથે લગ્ન કર્યા ત્યારે નામ એવું રૂપ ધરાવતી અને ગુણ ધરાવતી સુનયનાને પામીને જગ જીત્યાનો અનુભવ થયો હતો. સોનામાં સુગંધ ભળે એમ સુનયના સુશિક્ષિત હતી.કોલેજ સુધી ભણેલી છોકરી સમાજમાં જાણે અનિલ એકલાના જ ભાગ્યમાં હોય એટલો બધો ગર્વ અનુભવતો હતો... જો કે અનિલ પણ ભણેલો ગણેલો હોવાથી શિક્ષકની નોકરી પણ મળી હતી. કદાચ સુનયના અને એના પિતાને અનિલની નોકરીએ આકર્ષણ જન્માવ્યું હોય....

ચોરીના ચાર ફેરા ફરીને અગ્નિની સાક્ષીએ કૂળવધૂ બનીને આવેલી સુનયનાએ અનિલના જીવનને ઉલ્લાસમય બનાવી દીધું... અનિલ વહુ ઘેલો એટલો બધો બની ગયો હતો કે ઉન્માદમાં નોકરીમાં અડધી રજા મૂકીને ઘેર આવતો રહેતો... આકર્ષણ માત્ર અનિલ એકલાને નહોતું બલ્કે સુનયના પણ તેની એટલી જ પ્રતિક્ષા કરતી... અનિલ જ્યારે નોકરી પર જાય ત્યારે સુનયનાના ચહેરા વિરહના ચિહ્નો તરી આવતા....

કહેવાય છે કે નવીનવી વહુ નવ દા’ડા... પણ અનિલ માટે સુનયના નવી નવી નવ મહિના નહિં પણ અઢાર મહિના જેવી થઈ.... લગ્નના બે વરસનો સમયગાળો પસાર થઈ ગયો... સુનયનાનું સીમંત આવ્યું... સમાજના રિવાજ પ્રમાણે પિયરપક્ષ તરફથી આ સીમંત ઉજવવાનું હતું પણ ક્યાંક બની ગયો હશે અણ બનાવ તે સુનયનાના પિતાએ પુત્રીનું સીમંત કર્યુ નહિં...અને પિતા-પુત્રીના પવિત્ર અતૂટ સગાઈ તૂટી ગઈ....સુનયના લોકલાજથી પ્રેરાઈને પણ પતિની સાથે રહેવા લાગી.

પિતાએ સીમંતનો પ્રસંગ ઉજવ્યો નહિં અને વળી અનિલ તેને એટલોબધો પ્રેમ કરતલ હતો કે સુનયનાએ પીયર જવાનું માંડી વાળ્યું અને પતિના પતિગૃહે જ અઠે દ્વારકા ગણીને રહેવા લાગી. એમ સમજીને કે પોતે અનાથ છે. પતિ સિવાય તેનો કોઈ સગો નથી...સમાજમાં ઊંચું જોઈને ચાલતા પિતાને નીચાજોણું કરવા માટે જાણે તેણે બાથ ભીડી....અને પ્રથમ સુવાવડ તેના પતિને ત્યાં જ કરી... એક લક્ષ્મીમાના અવતાર સમી સુંદર પુત્રીને જન્મ આપ્યો.... સમાજના રીત-રિવાજ પ્રમાણે પુત્રી પ્રથમ સુવાવડ માટે પિયરમાં જાય પણ પિતાએ સીમંત કર્યુ નહિં એની રીસ રાખી સુનયના પિયર ગઈ નહિં.... તેના પિયરમાંથી તેનો ભાઈ-ભાભી તેડવા આવ્યાના બહાના હેઠળ પુત્રીને રમાડતાં ગયા....

ભીષણ પ્રતિજ્ઞા લીધી હોય તેમ હવે કદાપિ પિયરના પાદરે પગ નહિં મૂકું એવા અડગ નિર્ણય તે કરી ચૂકી હતી...તેના પીતાને લાગ્યું કે કદાચ જમાઈએ તેને આવું બધું શીખવાડ્યું હશે એમ સમજીને તેમણે પોતાનો જમાઈ અનિલ તેમની દિકરી સુનયના ત્રાસ આપી પિયરમાં આવવા દેતો નથી એવી ફરીયાદ પોલીસ મથકે કરી પરંતુ જ્યારે તપાસ કરનાર અધિકારી સમક્ષ સુનયનાએ આ ફરિયાદ ખોટી ઠેરવી ત્યારે તેના પિતાને જાણે ચક્કર આવી ગયા...

“સાહેબ.. આ મારો બાપ નથી પણ કસાઈ છે... સમાજની રીતે વિધિ કરવા પણ નહિં આવનાર બાપ સાથે હું છૂટાછેડા આપું છું.... મારો બાપ મને સુખેથી રહેવા દેતો નથી.... મને મારો પતિ ત્રાસ નથી આપતા પણ આ મારો બાપ મને માનસિક રીતે ત્રાસ આપે છે.... હું લેખિતમાં આપવા તૈયાર છું કે આજથી આ મારો બાપ નહિં અને હું એની દીકરી નહિં...”

ધરતી માર્ગ આપે તો સમાય જવાનું મન થયું તેના પિતાને... બે વર્ષમાં તેમની દીકરી કેટલી બધી બદલાઈ ગઈ છે.... નિર્દય અને નિષ્ઠુર બનીને સુનયનાએ વાસ્તવમાં પિતા સાથે છૂટાછેડાનો દસ્તાવેજ કર્યો....બાપ-બેટીના સંબંધને એક જ ઝાટકે જીંદગીભર માટે કાપી નાખ્યો.

સુનયના પ્રત્યે ત્યાર પછી તો અનિલને ઘણું માન થયું. પિતા સાથેના સંબંધ તોડી નાંખનાર સુનયના ત્યારથી અનિલના દિમાગ પર રાજ કરવા લાગી. દિવસને રાતે કહે સુનયના તો અનિલ માની લેતો.... દિવસો પસાર થવા લાગ્યા મહિનાઓ.... અને પછી વર્ષો વિતવા લાગ્યા.... દશ વર્ષ પસાર થઈ ગયા... સુનયનાએ બીજી બાળકીનો જન્મ આપ્યો હતો. મોટી પુત્રી આઠ વર્ષની થઈ હતી અને નાની પાંચ વર્ષની.... દશ દશ વર્ષનાં વહાણાં વાઈ ગયા.... સુનયનાએ પિયરના પાદરે પગ મૂક્યો નહોતો.

આ સંસાર વિશ્વાસથી ચાલે છે... પતિ-પત્ની પરસ્પર વિશ્વાસ ન રાખે તો સંસારમાં ક્યાંક ડખો ઉભો થાય જ....પણ... જો બંને જણાં પરસ્પર વિશ્વાસ રાખે તો સંસાર જીવન સુખી થઈ જાય...પણ આવું દંપતિ બહુ ઓછું હોય છે.

દશ વર્ષના લગ્ન જીવન બાદ અનિલ સુનયના વચ્ચે એક શંકાની તિરાડ પડી.... સુનયનાએ અનિલના અને અનિલને સુનયનાના વર્તન પ્રત્યે શંકાઓ ઉઠવા લાગી. શિક્ષકની નોકરી કરતાં અનિલે સુનયના નોકરી શોધે એવું વિચાર્યુ નહોતું છતાં સુનયનાએ પોતાની જાતે નોકરી શોધવા પ્રયત્ન આદર્યો.... અને ત્યારથી સુનયના અધોગતિના માર્ગે વળી ગઈ... દેખાવ સુંદર અને બે બાળકોની માતા હોવા છતાં તે યુવાનોને આકર્ષે એટલું આકર્ષણ તો ધરાવતી જ હતી...

ગામની ભાગોળે એક ટેલિફોન બુથ પર નોકરી કરવા જતી સુનયનાને એક ગ્રાહક સાથે આંખો મળી ગઈ....સ્ત્રી ગમે તેટલી ગુણવાન કે સંયમી હોય પણ પુરૂષો સાથેના સંપર્કથી તેનો સંયમ તૂટી જાય એવું પણ બને....

સુનયના સાથે પણ એવું જ કંઈક બની ગયું.... પરપુરૂષના પરિચયમાં આવતાં તેનું વર્તન પતિ અનીલ સાથેનું બદલાઈ ગયું.... પેલા યુવાનના પરિચયમાં આવેલ સુનયનાએ પોતાનું સર્વસ્વ યુવાનને સોંપી દીધું... આ વાતને હવા લાગતા ઠેઠ તેના પતિ અનિલના કાને પહોંચી અને અનિલ ભડકી ઉઠ્યો.... તેને પ્રથમ તો વિશ્વાસ ન આવ્યો.... પોતાના માટે પિતા સાથેના સંબંધો તોડી નાંખનાર, પિયરને ભૂલીને દશ દશ વર્ષ સુધી પતિ સાથે રહીને બે બાળકીઓને જન્મ આપ્યો.... એવી સુનયના હવે દશ વર્ષ પછી પરપુરૂષ સાથે પરિચયમાં આવતાં તેની સાથે રંગરેલીયા મનાવે એ વાત માન્યામાં જ ક્યાંથી આવે?... છતાંય... લોકોની વાતોો ખોટી પણ ન હોય.... ખાતરી કર્યા વગર.... આંખે દેખ્યા વગર માની લે એમાંનો અનિલ નહોતો.... તેણે સુનયના પર નજર રાખવા માંડી... જોકે એકલો સવારે નોકરી પર ચાલ્યો જાય.... બંને દીકરીઓ ભણવા માટે નિશાળે ચાલી જાય ત્યારબાદ ઘરમાં એકલી સુનયના એકલી રહી જાય...પછી આ એકલતામાં એને જે કરવું હોય એ.... એને કોણ પુછનાર છે...?

અને વાત પણ સાચી હતી.... સુનયનાએ સીમંતના પ્રસંગથી જ તેના મા-બાપ પિયર ભૂલાવી દીધું હતું એ અનિલ માટે તેનું જમા પાસું હતું...પણ આટલા માટે સુનયના મન ફાવે તેમ વર્તે એ કેમ ચાલે?... અનિલે તેનો પીછો કરઢયો...

નોકરી પર જાઉં છું એમ કહીને સુનયના તૈયાર થઈને નીકળી... અનિલ પણ પોતે નોકરી જાય છે એમ કહીને એ પણ નીકળ્યો... છૂટ મળી ગઈ સુનયનાને... એ પેલા યુવાનની મોટર સાઈકલ પર બેસીને શહેરમાં જવા રવાના થઈ... એક પત્ની પોતાના પતિ સાથે જે રીતે બેસીને જાય તે રીતે પેલા યુવાનને બાથ ભરીને બેઠેલી સુનયનાને અનિલે જોઈ અને ખાતરી થતાં તેણે પણ પીછો કર્યો... જેની સુનયનાને જાણ નહોતી.... એ તો પોતાની મસ્તીમાં પોતાના યાર સાથે શહેરના ગેસ્ટ હાઉસમાં ચડી ગઈ... અને ગેસ્ટ હાઉસની રૂમમાં રંગરેલીયા મનાવી જેવી રૂમની બહાર નીકળી કે રૂમના દરવાજા આગળ તેનો પતિ અનિલ ઉભો હતો.

ઝંખવાણી પડી ગઈ સુનયના...બોલવાનું પણ ભાન ન રહ્યું તેને... તેનો યાર તો તેને છોડીને ચાલ્યો ગયો હતો... અનિલે પણ કશું કહ્યું નહિં... હવે અનિલને શું કહેવું એવા વિચાર કરતી સુનયના સુનમુન બનીને ગેસ્ટહાઉસનાં પગથિયાં ઉતરવા લાગી... તેની પાછળ અનિલ પણ ઉતર્યો... રોડ પર આવેલી સુનયના ઊભી રહી ગઈ.... ત્યારે.

“સુનયના... ચાલ ઘરે....” અનિલની આંખોમાં કશો ભાવ નહોતો.

“તમે જાવ... હું આવું છું...મારે કામ છે...” એમ કહીને સુનયના અનિલની ઉપેક્ષા કરીને ચાલતી થઈ બસ સ્ટેશ તરફ ભર બજારમાં ફજેતો કરવાની અનિલની તૈયારી નહોતી.... એ ઊભો રહેને સુનયનાને જોઈ રહ્યો...સ્તબ્ધ બનીને...

આ એજ સુનયના હતી જેણે વર્ષો પહેલાં અગ્નિસાક્ષીએ ચાર ફેરા ફરીને પતિગૃહે પધારી હતી..? જેણે પતિ માટે પિતા સાથે છેડો ફાડયો હતો...? પતિ સાથેના સહજીવનમાં ફૂલ જેવી બે બાળકીનો જન્મ આપ્યો હતો...? દશ દશ વર્ષથી જેણે પિયરનું પાદર જોયું નથી એ સુનયના... શું તેના યાર સાથે રંગરેલીયા મનાવવા માટે....? કે પછી....

બસ સ્ટેશનનો વળાંક વળી ત્યાં સુધી અનિલ તેને જોઈ જ રહ્યો પણ સુનયનાએ એક વખત પણ પાછું વળીને જોયું નહોતું.... નિરાશ અને હતાશ થઈને અનિલ ઘેર આવ્યો... મોડી રાત સુધી એણે સુનયનાના પાછા આવવાની રાહ જોઈ પણ....

પરંતુ ત્યાર પછી સુનયના દેખાઈ નહીં.... બંને દીકરીઓને સમજાવીને જમાડી અને સુવડાવી દીધી. અને અનિલ આખી રાત જાગતો વિચારતો પથારીમાં પડી રહ્યો.... સુનયનાએ એને દગો કર્યો હતો....? બીજા જ દિવસથી ગામમાં વાત ઉડી... સુનયના બે બાળકીઓને મૂકીને પરાયા પુરૂષ સાથે ભાગી ગઈ છે... વાત સાંભળીને સમસમી જતો અનિલ... રોજરોજ આ વાત સાંભળવાને બદલે એ બંને પુત્રીઓને લઈ ગામ છોડી ગયો અને નજીકના ગામમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો... તેણે આશા છોડી દીધી હતી સુનયનાના પુનરાગમનની....

એક દિવસ નોકરી કરીને ઘેર આવ્યા પછી અનિલ બે પુત્રીઓ માટે જમવાનું બનાવતો હતો... મોટી દીકરી તેને રસોઈ બનાવવામાં મદદ કરતી હતી તયારે રાતના લગભગ આઠ-સાડા આઠેક વાગ્યાના સુમારે તેનો સાળો અને સાળાની પત્ની આવી ચડ્યાં.... આવીને સીધો જ પ્રશ્ન અનિલને કર્યો.

“ ઓ માસ્તરિયા... તું મારી બહેનને કેમ તેડતો નથી...? સાલ્લા....પંતુજી તને જીવતો નહિં રહેવા દઉં... ”

અને અનિલ કંઈ કહે તે પહેલાં જ તેના જ ઘરમાંનું કેરોસીનનું ડબલું આખું અનિલ અને તેની બંને દીકરીઓ પર છાંટી સળગાવવાની કોશિષ કરતા સાળા સાળાવેલીથી બચવા અનિલ તેની બંને પુત્રીઓને લઈને ઘરમાંથી બહાર નીકળી ગયો.... આજુબાજુવાળાઓ આવી ચડતાં સુનયનાના ભાઈ - ભાભી ત્યાંથી પલાયન થઈ ગયા.

પણ.... એ લોકો ગમે ત્યારે આવી ચડે અને પોતાની બે દીકરીઓ સાથે તેને પણ મારી નાંખશે એવા ડરથી ફફડતો અનિલ રોજ રાત્રે જાગતો રહે છે.... અને વિચારતો રહે છે કે,

કાચીંડાની જેમ રંગ બદલતી નારીને નારાયણી ગણવી કે પછી....?

૯. રાક્ષસી અફવાની માયાજાળ....

“વા વાયાને નળિયું ખસ્યું... તે દેખીને કૂતરૂં ભસ્યું.... કોઈ કહે મેં દીઠો ચોર...” આવા છપ્પા અખો લખો ગયા.... આજકાલ તો ગુજરાતને સંપૂર્ણ સાક્ષરતાને પંથે આગળ ધપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે... માંડ કોઈક-કોઈક આમણ અને અગુઠા છાપ જીવડા બચ્યા હશે પણ એવા લોકો પણ આવા ઉદાહરણો આપતા હોય છે ત્યાં ભણેલા લોકો તો આ છપ્પા જાણતાં જ હોય.... આમ છતાંય એક વિચિત્ર અફવાઓનું સામ્રાજ્ય સમગ્ર પંથકમાં પથરાઈ રહ્યું છે... ક્યારેક અફવાઓ સાચી પણ હોય છે પરંતુ અહીં જે અફવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે એ અફવા તો માત્ર ગામડાની પ્રજાને ભયભીત કરવાની છે.... અફવા ફેલાવવા પાછળ અફવા ફેલાવનારનો પોતાનો કોઈ સ્વાર્થ છે.

પહેલાંના જમાનામાં દુષ્કાળ પડતો ત્યારે લોહીનો સંબંધ ધરાવનાર બાપ-બેટો,ભાઈ-બહેન પોતાની સગાઈ ભૂલી જતા અને એવે ટાણે ચોરી,ધાડ-લૂંટના ગુનાઓ બનતા....છીનવી લે એનું ભાતું ગણાતું... અત્યારે જો કોઈ વૃદ્ધ નજીકમાં રહેતો હોય તો એમને પૂછજો... છપ્પનિયા કાળ વિશે.... ધ્રૂજારી વછૂટી જાય... છાતીના પાટિયા બેસી જાય એવી વાત સાંભળવા મળશે.... મનેખ મનેખનું માંસ ખાવા મજબુર બની જતો... ગાવડાને મારીને કાચુંને કાચું માંસ ખાતા પણ અચકાતા નહોતા.... પેટનો ખાડો પુરવા ધાવતા બાળકને સગી જનેતા ભરખી જતી.... એવા એવા દિલ એક ધબકારો ચૂકી જાય એવા દાખલા સાંભળવા મળે....

અત્યારે તો ગામેગામ તમામ સગવડો મળે છે લાઈટ,પાણી,રાત્રે પણ જળાબોલ અજવાળાં ગામમાં પથરાવ છે.... કેટલાંક ગુનાખોરી જીંદગીમાં સપડાઈ ગયેલા ગુનેગારો પોતાના એશો આરામ માટે લૂંટ કરતા હોય છે પણ.... હવે તો દરેક ગામની પાંચ કે દશ કિલોમીટરને અંતરે પોલીસ સ્ટેશનો ખુલી ગયા છે ગામડે ગામડે ટેલિફોનની સગવડો છે... રાત્રે પોલીસ પેટ્રોલીંગ ફરે છે અને છતાંય....

ગામનો સરપંચ ઉઠીને એમ કહે કે અમારા ગામમાં રાત્રે ડફેરો આવે છે, અલ્યા ભાઈ....એ ડફેરો આવે છે તો જાય છે ક્યાં? કોણે જોયા એ ડફેરોને...ડફોળ... પણ કોણે જોયા એ પ્રશ્નના જવાબમાં કંઈ નહિં.... મેં નહિ પેલો શનિયો કહેતો હતો... શનિયો કહે મને તો મનિયો કહેતો હતો... અને મનિયાને પૂછો તો ખબર પડે કે એણે બીજા ગામમાંથી વાત સાંભળેલી કે અમારા ગામમાં ડફેરો આવ્યા છે.

આટલું ઓછું હોય તેમ ફલાણાં ગામમાં ડફેરો આવ્યા હતા અને આ લોકો માર-ધાડ કરે છે બૈરી છોકરીઓ પર બળાત્કાર કરે છે.... વાહન લઈને આવે છે...બોલો...હવે....લૂંટફાટ કરનારા વાહન લઈને આવે છે ગામની ભાગોળે વાહન પાર્ક કરે છે... સાત આઠ જણાં હોય છે. અને ગામમાં લૂંટફાટ કરે.... બળાત્કાર કરે અને છતાંય કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાય....ગામ આખામાં ઓછામાં ઓછા સો જેટલા જાુવાન પઠ્ઠા હોય આધેડ પુરૂષો મળી બસો અઢીસોની સંખ્યા થાય અને છ-સાત ડફેરો ગામમાં આતંક ફેલાવી નીકળી જાય....પછી બીજા દિવસે મુછે તાવ દેતા જુવાનિયાઓ શર્ટના ત્રણ બટન ખુલ્લા રાખીને ફરે... આ આઝાદ ભારતનું ભાવિ?

એકાદ નિશાચર હોય કે રાતના રખાતો સુખેથી પોતાના સાથી સાથે મળી શકે એટલા માટે કાંકરીચાળો કર્યો હોય.... ફળિયું હોય...રાતનો અંધકાર હોય અને એક ઘરથી બીજા ઘરમાં પ્રવેશવું હોય પણ ઉનાળાની ગરમી જેવી આ ભાદરવાના બફારાથી ત્રાસેલી પ્રજા ઘરના આંગણામાં ખુલ્લી અગાસીમાં સૂતો હોય ત્યારે એ લોકો પોતાને જોઈ ન જાય કે પોતાનું કામ પતાવી પરત ન આવે ત્યાં સુધી લોકોને બાનમાં રાખવા હોય તો એના માટે બીજો કોઈ માર્ગ હોય? દશ-પંદર પથ્થરો અંધકારમાં ઉભા રહીને આડા-અવળા માર્યા હોય અને લોકો વાગી જવાની બીકના માર્યા ડફેર ટોળકી આવી ગઈ એવા ભયથી ઘરમાં ઘૂસી જાય.... પછી પેલા એકલા રાતના રાજાને વટ પડી જાય.... પણ આ એકાદ ઘટના કદાચ ક્યાંક બની હશે અને પછી તો.... ચાલી જબરદસ્ત અફવા.... લૂંટારા આવે છે પથ્થરમારો કરે છે... અને વાતનું વતેસર થઈ જાય... એક ગામથી જ્યાં આ હવાથી ઠેલાઈને આવેલી વાત અંતિમ સ્થળે એટલી બધી ભયાનક બની જાય કે,

રાત્રે ડફેર ટોળકી આવે છે....જુવાન છોકરીઓ અને વહુઓ ઉપર બળાત્કાર કરે છે અને પછી નાસી જાય છે.... વાત નહિં પણ વાતની ફરિયાદ ઉચ્ચકક્ષાએ થાય.... સૂચનાઓ અપાય. દરેક પોલીસ સ્ટેશને વાયરલેસ સંદેશા પહોંચે વહીવટી તંત્ર સાબદું બને.... રાત્રિ પેટ્રોલિંગ કરાય પણ ક્યાંય ડફેરોનું નામ-નિશાન ન મળે પછી....?

પંથકની પ્રાઓમાં ડફેર ટોળકીના આતંકથી ભય ફેલાઈ ગયો....પ્રજાને સમજાવવા અને અફવાથી દૂર રહેવા જિલ્લાના અધિકારીઓ, રાજકીય નેતાઓને જાતે ગામડાઓની મુલાકાત લેવી પડે... પણ પ્રજા કોઈ વાતે સમજે ન નહિં ને...? અને વાતો એવી કરે કે સાંભળનારને વિશ્વાસ જ ન આવે... હમણાં હમણાં દૂરદર્શન પર શક્તિમાન નામની સિરીયલ આવે છે એમાં ઈન્વીઝીબલ મેન (અદ્રશ્ય માણસ)થી લોકો પ્રભાવિત થઈ ગયા છે પણ અહીં તો....

“ સાહેબ શું વાત કરીએ.... આ ડફેરો ઝાડ પર ચડી જાય છે....”

“ તો એને પકડવા માટે સરળ બની જાય.... ગામના જુવાનિયા ઝાડ નીચે ઊભા રહી એને ઘેરો ઘાલે કે....”

“ના સાહેબ... આ ડફેરો તો ઝાડ ઉપર ચડી ગયા પછી વાંદરા બની જાય છે અને પછી.... સફેદ કલરના વાંદરા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી જાય એટલે ના પકડાય ને....!”

“ સાહેબ... આ ડફેરોના પગમાં સ્પ્રીંગવાળા બૂટ પહેરેલા હોય છે.... અને.... ચંદ્ર પર માનવી કેવો એક કદમ ઉપાડે અને ખાસ્સા લાંબા અંતરે બીજો પગ પડે એવી જ રીતે આ ડફેરો પચ્ચીસથી ત્રીસ ફૂટનું એક પગલું ભરે છે.... એક જ પગલામાં પચ્ચીસ નહેર કૂદી જાય છે....”

ભઈલા... આવા સ્પ્રીગવાળા બૂટ નીકળ્યા હોય તો સૌપ્રથમ સરકાર એ કંપનીનો તમામ માલ જપ્ત કરે અને એવા સ્પ્રીંગવાળા બૂટ સિપાહી, એસ.આર.પી. પોલીસોને આપે તો સરકારના વાહનોનો ખર્ચો પણ ઓછો થાય....

“પણ સાહેબ.... આ ડફેરો પુરૂષોને દેખાતા નથી.... એ તો માત્ર બૈરાં- છોકરીઓને જ દેખાય છે... અમે જઈએ છીએ ત્યારે અદ્રશ્ય થઈ જાય છે....”

બોલો.... હવે આ આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં જ્યારે વિદેશીઓ ચંદ્ર પર વસવાટ કરવા જવાની વાતો કરતા હોય ત્યારે આપણા હિન્દુસ્તાનમાં....ગુજરાતમાં અને એમાંય ચરોતરમાં રાત્રે ડફેરો આવે અને અદ્રશ્ય થઈ જાય.... ઝાડ ઉપર ચડીને વાંદરા બની જાય.... પુરૂષોને દેખાય નહિં, માત્ર સ્ત્રી જાતિને જ એ ડફેરો દેખાય.... એવી અંધશ્રધ્ધાની ગુલામી હજુ અકબંધ છે.... દેશ ખરેખર આઝાદ થયો છે ખરો....?

અહિં તો એક જાલેમેં સો સાપ જેવી વાત છે. પૂછવા જાવ તો સોમાંથી એક આવે અને અંતે જાલા હિલતા થા સુધી વાત આવીને અટકે....

થોડા વર્ષો પહેલાં એક ગામમાં આવી જ એક અફવા ઉડી હતી કે ટેમ્પો લઈને ધાડપાડુઓ આવે છે. ગામના લોકો ઉજાગરા કરતા રહ્યા... ધાડપાડુઓની જાણ થતાં પોલીસે બંદોબસ્ત કર્યો અને રાત્રિના ઘોડા પોલીસ પેટ્રોલીંગમાં નીકળે.... રાતના દશેક વાગે આ ઘોડા પોલીસે ગામની મુલાકાત લીધી ત્યારે એક ગભરૂ મહીલા ફફડી ઉઠી બુમો પાડી કે એના ફળિયાના તમામ લોકો કાજુના ફળિયામાં ઘુસી ગયા.... બાજુના ફળિયાવાળા જે હાથમાં આવ્યું એ હથિયાર લઈ લાકડી,સાંબેલું,ધારિયા,ડંડો લઈને ટોળે વળી ગયા.... પણ પછી ખબર પડી કે એ ડફેરો નહીં પણ ઘોડેસવાર પોલીસ હતી ત્યારે પેલી બૈરી ઝંખવાણી પડી ગઈ હતી.

આવી જ દશા ફરીથી જિલ્લામાં થઈ છે... લાઈટના અજવાળામાં કોઈકનો પડછાયો જણાય કે વાત ફેલાય અને એ વાતને પાંખો લાગે.... આખા ગામમાં ફરી ચર્ચા થાય.... ડફેરો આવ્યા....લોકો ઘરમાં ઘૂસી જાય.... કોઈપણ ઠોસ પુરાવા વગરની આવી અફવાએ એટલું બધુ જોર પકડ્યું છે કે.... હવે તો લોકો પોલીસ ગામમાં આવે તો એમનાથી પણ ડરે.... ગામના સરપંચને સાથે રાખી લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે પણ લોકો સમજે તો ને-? બુદ્ધિશાળી લોકો પણ આ ગાડરિયા પ્રવાહમાં તણાયા... પણ એટલું નથી વિચારતા કે આ કદાચ કોઈ હિતશત્રુનું પરાક્રમ પણ હોઈ શકે.....

કેટલાંક તોફાની બારકસો દ્વારા એક કંજુસ પૈસાદારને ત્યાં ચિઠ્ઠી નાંખી.... આજે તારો વારો છે.... ગભરાઈ ગયેલા આ કંજુસે તેના બંગલાની ચારેબાજુ સો-સો વોલ્ટના બલ્બ નાંખી દઈ આખી રાત તેણે લાઈટ ચાલુ રાખી હતી.... ડફેર બફેર કંઈ નહિં પણ તેનો ગેરલાભ ઉઠાવી કેટલાંક લેભાગુઓ પોતાનો સ્વાર્થ સાધે છે.

આવા સંજોગોમાં તો ચોરી છિનાળવું કરનારા લાભ લઈ જાય.... આવા લોકો જાતે ડફેરો આાવ્યાની અફવા ફેલાવે અને લોકોનું ધ્યાન એ તરફ દોરાય અને પોતાનું કામ પૂરૂં કરી આવે...

આવી રાક્ષસી અફવાઓથી ચેતવા માટે અને ભયભીત પ્રજાને નિર્ભય બનવા ઉચ્ચ અધિકારીઓ આખા પંથકમાં ગામડે ગામડે ફરે છે પણ.... આખરે.... “એ કપાસિયા એના એ....”

૧૦. ચાાહત અને નફરતની આગ

ટીંગ ટોંગ.... ટીંગ ટોંગ...ટીંગ ટોંગ...

ડોરબેલ રણકી ઉઠ્યો.... પલંગમાં પોઢેલા ઈન્સ્પેક્ટર જયદેવને ડોરબેલનો અવાજ કંકાશ લાગ્યો....આંખોના પોપચાં ભારે થઈ ગયાં હતાં....મીઠી નીંદરમાં વિક્ષેપ પડ્યો.... નોરતાંની પહેલી રાત્રે જ લોકો રાતના બે-અઢી વાગ્યા સુધી ગરબા ગાતા રહ્યા.... લોકો પણ ખરાં છે.... બાર વાગ્યે માતાજીની આરતી કર્યા પછી ગરબા બંધ કરી દેવા જોઈએ... પણ ન જાણે માતાજીની આરાધના કરવામાં અતિશયોક્તિ કરી રહ્યા હતા....માંડ ચારેક વાગ્યે બંગલે પહોંચેલા ઈન્સ્પેક્ટર જયદેવે પૂરી ઊંઘ પણ લીધી નહોતી કે ડોરબેલ રણકી ઉઠી....પોલીસવાળાના નાતે મોંઢામાંથી ગાળ નીકળી ગઈ...સાથે સાથે પોલીસ ખાતાની નોકરી જ ખોટી.... નહિ ઘરના કે નહિ ઘાટના.... પણ પોલીસમાં ભરતી થયો ત્યારે ક્યાં ખબર હતી કે જમાનો આટલો બધો બદલાઈ જશે.... નવરાત્રિના બહાને જુવાન છોકરા છોકરીઓ ખાનદાનની આબરૂના ધજાગરા ઉડાડતા ફરશે અને એમના મા- બાપના હાથમાંથી નિરંકુશ બનેલા આ કપાતરોને અંકુશમાં લેવાની ફરજ પોલીસખાતાને માથે આવશે....અને નવ-નવ રાત્રિ સુધી આખી રાત ઊભા પગે લોકોના ખાનદાનની આબરૂ સાચવવા નોકરી કરવી પડશે....

ટીંગ ટોંગ.... ટીંગ-ટીંગ-ટોંગ....

ફરીથી ડોરબેલનો અવાજ સાંભળીને પલંગ પરથી બેઠા થઈ ગયેલા ઈન્સ્પેક્ટર જયદેવ બરાડી ઉઠ્યા.

“અરે આવું છું.... બે કલાક ઊંઘવા પણ નથી દેતા કોણ છે ?....” કહેતા જયદેવ બારણું ખોલ્યું અને “શું છે?.....” ઘૂઘવાટો કર્યો એટલે બારણા બહાર ઉભેલા કોન્સ્ટેબલ ડરી ગયો....પોલીસ સ્ટેશનેથી પહેરાવાળો કોન્સ્ટેબલ કંઈક અનિચ્છનીય ખબર લઈને આવ્યો હોય એવું તેના ચહેરા પરના ભાવ પરથી લાગયું હતું. એનો ચહેરો જાણે સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. અનિચ્છાએ તે પોલીસ સ્ટેશન ઓફિસરના હુકમનું પાલન કરવા આવ્યો હોય તેવું લાગ્યું.... કહેવું કે ના કહેવું એવી દ્વિધામાં પડેલો કોન્સ્ટેબલ સાહેબનો મૂડ જાણવા તેમના મોંઢા સામે જોઈ રહ્યો હતો કે જયદેવે પૂછ્યું...“શું છે....શાંતિથી ઉંઘવાય દેતા નથી....મેં કહ્યું તો હતું કે મને બાર વાગ્યે ઉઠાડજો.... હજુ તો પોણા અગિયાર વાગ્યા છે....”

“સ.... સાહેબ.....ખ.....ખ.....ખૂન થઈ ગયું છે.....”

“હા...સાહેબ... અને ખૂની પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો છે..... એના હાથમાં લોહીવાળી તલવાર પણ છે..”

“ તલવાર....? કોણ છે ખૂની....?”

“સાહેબ.... આમ તો છોકરા જેવો જ છે....લબરમૂછીયો....પણ.... એ જાતે કહે છે કે એણે છોકરીનું ખૂન કર્યુ છે ?”

“છોકરી....?કઈ છોકરી.....?”

“સાહેબ.... એ કહેતો હતો કે એની પ્રેમિકાનું ખૂન....” કોન્સ્ટેબલ આગળ કંઈ બોલે તે પહેલા “ સારૂ.... તુ જા....હું આવું છું....” કહીને કોન્સ્ટેબલને રવાના કરી દીધો અને જયદેવ ઝટપટ તૈયાર થઈને પોલીસ સ્ટેશનેની પહોંચી ગયા.... પોલીસ સ્ટેશનની પાછળ જ પોલીસ માટેના ક્વાટર્સ અને ઓફિસરનો બંગલો હતો....એટલે પોલીસ સ્ટેશન પહોંચતા વાર ના લાગી.....

ઈન્સ્પેક્ટર જયદેવ સીધા પોતાની ઓફિસમાં જઈને બેઠા અને સ્ટેશન ઓફિસરને બોલાવ્યા... પોલીસ સ્ટેશન ઓફિસરે રિપોર્ટ આપતાં જણાવ્યું કે સબ ઈન્સ્પેક્ટર અને સ્ટાફ પોલીસ જીપ લઈને ઘટના સ્થળે પહોંચી ગયા છે....

“પેલો છોકરો ક્યાં છે ? એને બોલાવો....”

બીજી જ મિનીટે એક લબરમૂછીયા પાતળા યુવાનને લાવવામાં આવ્યો....જમાદાર લોહીવાળી તલવાર પણ લાવીને આપી ગયા.... પ્રથમ નજરે આ છોકરો પોલીસની મજાક ઉડાડવા આવ્યો હોય એવું લાગ્યું.... સાવ ભોળા ચહેરા સાથે ઉભેલા યુવાનને ઈન્સ્પેક્ટર જયદેવે પૂછપરછ શરૂ કરી.... અને પેલો યુવાન નિર્દોષભાવે અને મક્કમ હકીકત કહેતો ગયો.

“મારૂ નામ હાર્દિક છે....ઊંમર ઓગણીસ વર્ષ.... દશમું ધોરણ ભણ્યો છું.... હાલમાં દરજીકામ શીખવા જાઉં છું....મારા બાપૂ પણ દરજીકામ કરે છે.... અમારી બાજુની પોળમાં રહેતી કનીશા હાઈસ્કુલમાં દશમાં ધોરણમાં ભણતી હતી.... એની ઉંમર પંદરેક વર્ષની હશે.... એને હું ખૂબ ચાહતો હતો....”

હાર્દિક હકીકત કહેતો ગયો....

યાત્રાધામ જેવા આ નગરમાં બસ સ્ટેશનથી માંડી મંદિર સુધીનો વિસ્તાર રોડની બંને બાજુ દુકાનોની હારમાળા.... બસ સ્ટેશનથી થોડે દૂર હાઈસ્કૂલ છે... ત્યાંથી થોડા આગળ જાવ એટલે રોડને અડીને જ પોલીસ સ્ટેશન આવેલું છે....કનીશાની ઉંમર નાની હતી પણ એની સંદરતા આડે કોઈ અન્ય યુવતી આવી શકે એમ નહોતી....સુડોળ શરીર અને ઘાટિલા નાકનકશી ધરાવતી આ કનીશાએ એકાદ બે વર્ષ પહેલાં હાર્દિકના પ્રેમનો એકરાર કર્યો હતો... કનીશા તરફથી લીલીઝંડી મળી જતાં હાર્દિક ઓળઘોળ થઈ ગયો.... હાઈસ્કૂલમાં જતી-આવતી કનીશાને હસતી જોવા અને ક્ષણેકવાર માટે એની અણિયારી આંખોમાં છવાઈ જવાની તાલાવેલી જાગતી અને હાર્દિક હાઈસ્કૂલના કંપાઉન્ડમાં, ક્યારેક રોડ ઉપર તો ક્યારેક પોળના નાકે કનીશાને જોઈ લેતો... આ પ્રેમ-પ્રણય બંને તરફથી ઘણા આગળ નીકળી ગયો હતો...

પરંતુ પ્રેમ-વિશ્વાસ-પ્રણય અને ત્યાગની ભાવના પરિભાષાની સમજને નહિ સમજી શકનાર કનીશા અને હાર્દિક વચ્ચે એક અદ્રશ્ય દિવાલ ઉભી થઈ ગઈ આ અણસમજની....

બન્યું એવું કે કનીશા પોતાને લાયક પ્રેમી જે શોધતી તે લાયકાત હાર્દિકમાં અપૂર્ણ જણાંતા અને એ ઓછપ પૂર્ણ કરતા એક અન્ય યુવાન કિર્તશનો પરિચય થયો.... સંદેશા વ્યવહારની આપ-લે થઈ અને કનિશાએ રંગ બદલી નાંખ્યો.... હાર્દિકને દગો દઈ તેના દિલને ઠેસ પહોંચાડીને કિર્તશ તરફ ઢળી..... અને એ જ ક્ષણથી એણે હાર્દિક સાથેનો સંબંધ કટ કરી દીધો.... માંડ પાટા પર આવેલી પ્રેમગાડી પ્રથમ સ્ટેશને પહોંચે તે પહેલાં જ મૃતપાય થઈ ગઈ....

પ્રેમમાં અંધ બનેલા હાર્દિકે પોતાના શરીર પર સીગારેટના ડામ દઈને પ્રેમિકાનું નામ ત્રોફ્યા હતા.... પણ છેલ્લા ત્રણેક મહિનાથી કનિશા અન્ય યુવાનની સાથે હસતી બોલતી અને હાર્દિકની ધરાર ઉપેક્ષા કરતી હોવાથી દાઝે બળતો હતો... આ દાઝ સ્વાભાવિક રીતે નવયુવાન પ્રેમીને થાય જ.... હાર્દિકે કનીશાને પોતાની તરફ વાળવા ઘણાં પ્રયત્નો કર્યા.... આત્મ હત્યા કરી લેવાની ધમકી આપી.... અન્ય માર્ગ પણ અપનાવ્યા પણ સ્ત્રી જાત.... કનીશાએ એને સહેજ પણ મચક ના આપી ત્યારે પોતાની નજર સામે પ્રેમને પડકારતી કનીશા હાર્દિકના દિલને ઠોકર મારી અન્ય યુવાન સાથે જતી ત્યારે હાર્દિકના ગુસ્સાનો પાર રહેતો નહિ.... ક્યારેક પોતાની જાતે પોતાના માથાના વાળ ખેંચી ગુસ્સો હળવો કરતો....

કનીશા મારી નહિ થાય તો કોઈની થવા નહિં દઉં એવા મક્કમ વિચાર સાથે હાર્દિકે નિર્ણયો લેવા માંડ્યા.... કનીશા વગરની જીંદગી ખાલી ખમ્મ છે એવું વિચારી આત્મહત્યા કરી લે તો.... તો તો કનીશા અને કિર્તેશના માટે સરળ બની જાય.... હું તો જાનથી જાઉં પણ એનાથી કનિશાને કશી અસર નહિં થાય... તો...? પોતાની પ્રેમગાડીને બ્રેક લગાવી બીજા માટે ઉપર વાળી જનાર કિર્તેશને ખત્મ કરી નાંખું ?.... પણ એનાથી શું ફાયદો...? કિર્તેશની હત્યા કરવા બદલ જેલમાં જવું પડશે અને હત્યારાને પ્રેમ કરવા કનીશા તો શું પણ કોઈ છોકરી તૈયાર ન હોય.... તો પછી.... ધાકધમકીથી તો કનીશા માની નથી.... હવે છેલ્લો ઉપાય.... ઝઘડાના મૂળને જ ઉખાડીને ફેંકી દેવું....કનિશાને જ પરધામ પહોંચાડી દઈ જેલ ભોગવી લઈશ.... પણ જીંદગી આખી જીવતી કનીશાને અન્ય અન્યના પડખામાં જોવાશે નહિં....

છિછરા પ્રેમના આ વરવા પરિણામો જ છે... પ્રેમ એ ત્યાગનું પ્રતિક છે પણ છિછરા પ્રેમમાં ત્યાગને બદલે છિનવી લેવાનો સ્વભાવ હોય છે..... નિષ્ઠુર બનીને સામે ચાલીને બલિદાન માંગતા પ્રેમીઓ પ્રેમને માટે કલંકરૂપ છે. અને આવા પ્રેમની સાથે જ્યારે દગો થાય, વિશ્વાસઘાત થાય ત્યારે મગજ પર ઝનૂન સવાર થઈ જાય છે અને આખી દુનિયાને સળગાવી દેવાનું મન થઈ જાય....ક્યારેક તિક્ષ્ણ હથિયારથી જે માણસ સામે આવે એને હણી નાખવાનો જુસ્સો આવે છે તો ક્યારેક કોઈ પ્રેમલા - પ્રેમલીને હણી નાંખી આ જગત પરથી પ્રેમનો નાશ કરી નાંખવાનું મન થાય છે.

હાર્દિક પણ આમાંનો જ એક હતો.... પ્રેમની વેદી પર બલી ચડવાને બદલે બલિ ચડાવવા, બલિદાન આપવાને બદલે બલિદાન લેવા, ત્યાગ કે ભોગ આપવાને બદલે ભોગ માંગવાનો હિન કક્ષાનો પ્રેમી...બીજું તો શું કરી શકે?

એણે પ્રેમના નામે બલિ ચડાવવા કનિશાને હણી નાખવા માટે એક શહેરમાંથી તલવાર ખરીદી લાવ્યો અને ગુપ્તસ્થળે સંતાડી દીધી.... તેણે એક-બે વખત પોતાની એક વખતની પ્રેમિકાને પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્નો કરી જોયાં પણ ન જાણે કેમ કનિશાએ હંમેશાને માટે હાર્દિકની ઉપેક્ષા કરી દીધી હતી. એના મગજમાં નફરત એટલી બધી ભરાઈ ગઈ હતી કે તે હાર્દિક સાથે વાત કરવા પણ તૈયાર નહોતી....

અને આખરે આ નફરત તિરસ્કાર દગો.... વિશ્વાસઘાતનો બદલો વાળવા કટિબધ્ધ થયેલા હાર્દિકે ખતરનાક ખેલ ખેલવા તૈયાર થઈ ગયો. આગલા દિવસે પ્રથમ નોરતું હોવાથી ગરબા ગાવા જતી કનીશાને તેના પ્રેમી કિર્તેશની સાથે તેના સ્કુટર પાછળ બેસીને ચમકદાર ચણિયા-ચોળી પહેરીને ખભે હાથ મૂકીને જતી હતી ત્યારે એ બંને જણાંને બોમ્બથી ઉડાવી દેવાનો તીવ્ર જુસ્સો માંડ માંડ જાળવી રાખ્યો હતો.....

એ આખી રાત તેણે ઉજાગરો કર્યો... નજર સામે કિર્તેશ સાથે હસતી અને ગરબે ઘુમતી.... સ્કુટર પર કિર્તેશને બાથ ભરતી દેખાતી રહી.... નફરતની આગમાં સળગી રહેલા હાર્દિક અંતિમ નિર્ણય કરીને ઉઠ્યો.... છુપાવેલી તલવાર લઈ આવ્યો અને હાઈસ્કૂલ જતા માર્ગ પર છુપાઈને બેસી રહ્યો.....

સવારના લગભગ સાડા દશેક વાગ્યા હશે અને કનીશા તેની સહેલીઓ સાથે હસતી હસતી.... ગરબાની અને સાથે સાથે નવા પ્રેમી કિર્તેશની વાત કરતી મલકાતી-શરમાતી આવી પહોંચી ત્યારે મજબુત હાથથી પકડેલી તલવાર લઈને હાર્દિક દોડ્યો કનીશાની પાછળ ભરબજારમાં.... ખુલ્લી તલવાર લઈ ઝનૂને ચડેલા હાર્દિકને જોઈને રાહદારીઓમાં નાશ ભાગ મચી ગઈ... બૂમરાણે ગણકાર્યા સિવાય હાર્દિક પહોંચી ગયો છેક કનીશાની પાસે અને પડકારી.....

દગાખોર....વિશ્વાસઘાતી.....એમ કહીને દાંત પીસીને કનીશા કંઈ સમજે તે પહેલાં જ હાર્દિકે ઉપાડેલી તલવારનો એક ઝાટકો.... અને કનીશાના માથાના બે ફાડિયાં થઈ ગયા... તરફડતી કનીશા જમીન પર પડી કે ઝનૂને ચડેલા હાર્દિકે ઉપરા-ઉપરી ઘા ઝીંક્યા..... તેના કપડાં કનીશાના ઉડેલા લોહીના છાંટાથી ખરડાયાં....લોહીથી લથપથ કનીશાની લાશને ત્યાં જ પડતી મૂકી ખુલ્લી તલવાર સાથે હાર્દિક પહોંચ્યો પોલીસ મથકે અને.... પોલીસ જમાદારને હકીકત કહી સંભળાવી.....

હાર્દિકની કેફિયત સાંભળી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર જયદેવ ઉજાગરાને પણ ભૂલી ગયા.... હાથમાં સળગતી સિગારેટ પૂરી થવા આવી હતી છતાં તેઓ બે ધ્યાનમાં ફૂંકી રહ્યા હતા..... દગાખોર પ્રેમિકા કે જે હજુ સંસાર જીવનને સમજવાને લાયક ઊંમરે પહોંચી પણ નહોતી..... જેને સગીર કિશોરીમાં ગણાય એવી કનીશાએ આટલી નાની ઉંમરમાં વખતે પ્રેમીઓને ટળવળતા કર્યા... એકને દગો કર્યો અને આ દગાખોર પ્રેમિકાને પરાયા યુવાન સાથે પ્રેમ કરતાં જોતાં તિરસ્કારની આગમાં પ્રેમિકા કિશોરીને પતાવી દેનાર આજના આ જમાનાના છીછરા પ્રેમી અને હત્યારો સ્વેચ્છાએ પોલીસ મથકે હાજર થતાં અને નિર્દોષ ભાવે પૂરી કેફિયત કહી ચૂકેલા આ નાદાન યુવાનને શું કહેવું એ ઈન્સ્પેક્ટર જયદેવને સમજાયું નહિં. માત્ર ફાટી આંખે એને જોઈ જ રહ્યાં.

૧૧. દેશ તો જોયા... બાપુ... મેં તો પરદેશ પણ જોયા....!

“દેશ રે જોયા દાદા પરદેશ જોયા....” આ ગુજરાતી ફિલ્મે સમગ્ર ગુજરાતમાં ધૂમ મચાવી છે.... જે જે સિનેમાઘરોમાં આ ચિત્ર ચાલે છે તે તમામ સિનેમાઘરોનો દરેક ખેલ હાઉસફુલ જાય છે.... આજના ફેશન યુગમાં ટૂંકા કપડાં પહેરનારી મોર્ડન યુવતીઓ જ નહિં પણ એરકન્ડીશન મોંઘીદાટ ગાડીમાં ફરતા સુધરેલા સમાજના લોકો પણ કાળાબજારની ટિકીટ ખરીદીને પણ સહપરિવાર આ ગુજરાતી ચિત્ર જોવા જાય છે.... આટ-આટલી હિન્દી ફિલ્મો આવી ગઈ પણ આ ફિલ્મે તો સમાજના તમામ વર્ગોના લોકોને આકર્ષ્યા છે.... એની પાછળનું કારણ શું?

અન્ય કારણો ભલે ગમે તે હોય. તેમાનું એક કારણ એ છે કે આજના જમાનામાં લોકો દેશ કરતાં પરદેશ ભલો એવું માનતા થયા ત્યારથી વિદેશથી ભારતીય નારી સાથે લગ્ન કરવા આવેલા મૂરતીયા સાથે પોતાની દીકરીને પરણાવવા માટે મોં માંગી પૈઠણ આપતા સુધરેલા સમાજના મા-બાપની મહેચ્છાઓ સામે લાલબત્તી ધરતું આ ચિત્ર છે. પશ્ચિમી રંગેરંગાયેલા મુરતીયાઓ ભારતમાં કન્યાને પરણીને સાથે વિદેશ લઈ જાય છે.... કન્યાના મા-બાપ ગજા ઉપરાંતનો કરિયાવર કરે છે અને પુત્રી પરદેશમાં જઈને સુખી થશે એવા ભ્રમમાં રાચતા માબાપે જ્યારે પરદેશમાં વસતી વ્હાલસોઈ પુત્રીના આંસુથી ભીંજાયેલા પત્રો આવે. છે ત્યારે પોતે ગાયને કસાઈવાડે દોરી આપી હોય એથી પણ વધુ ભાર પાપનો માથે લ્યે છે અને ખોટો ભ્રમ ખોટો જ ઠરે છે ત્યારે પગ નીચેથી ધરતી સરકી જાય છે.....

શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ બાલમુકુન્દ પણ આ ગુજરાતી ચિત્ર નિહાળવાની લાલચ જતી કરી શક્યા નહીં અને પોતાની પત્ની સાથે એક અદ્યતન સગવડયુક્ત સિનેમાઘરમાં દંપતિ ફિલ્મ નિહાળવા ગયા. ભલભલાની આંખોમાં આંસુ લાવી દેતા કરૂણ દ્રશ્યો જોઈને બાલમુકુન્દની આંખો પણ ભરાઈ આવી..... એકતરફ ફિલ્મના દ્રશ્યો બદલાઈ રહ્યા હતા તો બીજી તરફ આંખમાં ધસી આવતા આંસુ રોકવાનો પ્રયાસ કરી રહેલા બાલમુકુન્દની આંખ સામે ભૂતકાળના એ દ્રશ્યો ફિલ્મના દ્રશ્ય સાથે ભળી જવા લાગ્યા.

આજથી દશેક વર્ષ પહેલાં.... જ્યારે તેમની એક ની એક દીકરી ધરતીના લગ્ન લેવાયાં હતાં.... ધરતીના પિતા ઉદ્યોગપતિ હતા તો સામે જમાઈરાજાનું ખાનદાન પણ કંઈ કમ નહોતું.... સાગર એનું નામ અને દરિયા જેવું દિલ સાગરના પિતાને પણ આખા જિલ્લામાં પૂછાતો મોટો વ્યવહાર હતો. સાગર વિદેશ ચાલ્યો ગયો હતો અને અમેરિકાના શિકાગો ખાતે મોટેલ ચલાવતો હતો. ભારતમાં લગ્ન કરવા આવ્યો હતો. ભારતીય સંસ્કૃતિનો ચાહક સાગર પોતાની જીવનસાથી ભારતીય નારી હોય તેવો આગ્રહી હતો. સમાજના કેટલાંક વચેટીયાઓ મારફતે બાલમુકુન્દની દીકરી ધરતી સાથે વિવાહ થયા.

દીકરીનું નસીબ ઉંઘડી ગયું..... ગયા જનમમાં પ્રભુ પૂજ્યા હશે તે આ જનમમાં સુંદર અને સુશીલ જમાઈ મળ્યો.... અને તે ય પાછો પરદેશી.... અમેરિકાનું સીટીઝનશીપ ધરાવે.... દીકરી ધરતી પણ અમેરિકા જશે અને રાજ કરશે.... સામે ચાલીને આવેલા માંગા સ્વીકારી લીધા અને ધામધૂમથી લગ્ન લેવાયાં.... આખા પ્રાંતમાં કોઈએ એટલા ધામધૂમથી દીકરી પરણાવી નહોતી.... અતિ ઉત્સાહથી મોં માંગી પૈઠણ-કરિયાવર કર્યો.... એટલું જ નહિ પણ દીકરીને પાછળથી કોઈનું સાંભળવું ન પડે.... દીકરીને મહેણું મારવાનું તેના પતિને બહાનું ન મળે એટલા માટે રોકડ રકમ, સોનાના દાગીનાથી જમાઈરાજાનું દિલ ભરી દીધું.....

સપ્તપદીના ફેરા ફર્યા.... અગ્નિની સાક્ષીએ ચોરીના ચાર ફેરા ફર્યા બાદ વિદાયની વેળા આવી ત્યારે વિદાય લેતી દીકરી મા-બાપને વળગી પડીને ધ્રુસકેને ધ્રુસકે રડી હતી.... સાથેસાથે સાગરની પણ આંખોમાં આંસુ છલકાયેલા.... એ જોઈને ધરતીના પિયરીઓને ખાતરી થઈ ગઈ હતી કે ધરતીને રડતી નહિં જોઈ શકનાર સાગર તેને ફૂલોની જેમ સાચવજે... ધરતીના દુઃખે દઃખી થશે..... એવું વિચારીને તેઓએ ધરતીની વસમી વિદાયને ભૂલાવી દીધી....

એક વર્ષ, બે વર્ષ.... ત્રણ વર્ષ.... આઠ....નવ....અને દશમું વર્ષ બેસી ગયું હતું.... અમેરિકામાં મોટેલનો વ્યવસાય ધરાવતો સાગર અને ધરતીએ આ દશ વર્ષના લગ્નગાળામાં પરસ્પર પ્રેમના પ્રતિકરૂપે ત્રણ સંતાનો પદા કર્યા હતા. મોટી પુત્રી.... ચાર વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી....

જો કે અમેરિકામાં પુત્રી અને જમાઈરાજ સુખેથી જીવન જીવે તે માટે બાલમુકુન્દે ધરતીના ત્રણેય સંતાનોને ભારતમાં રાખ્યાં હતાં. જેથી તેઓ મોટા થઈને તેમના પિતાના સંસ્કાર ભારતીય સંસ્કૃતિ વગેરે જીવનમાં ઉતારે... પણ બાલમુકુન્દને ક્યાં ખબર હતી કે ધાર્યુ ધણીનું થાય..... વિધાતાએ કંઈક ઓર જ લેખ લખ્યા હશે...? ધરતી પુત્રો દાદા-દાદી સાથે કિલ્લોલથી જીવન વિતાવતા હતા..... મોટા બંને પૌત્રી અને પૌત્રો શહેરના હોસ્ટેલમાં રહીને ઉછરતા હતા તો.... સૌથી નાની પૌત્રી દાદા-દાદીનો ખોળો ખૂંદતી હતી.

હજુ હમણાં એકાદ વર્ષ પહેલાં ભારત આવેલા ધરતી-સાગરના વર્તન અને વ્યવહારથી બંને વચ્ચે કંઈક ન બનવાનું બની ગયું હોવાનો અનુભવ થતાં બાલમુકુન્દે સાગરને પૂછ્યું પણ હતું પરંતુ પિતા જાણીને દુઃખી થશે એમ માનીને ધરતીએ સાગરને ડહોળતો અટકાવ્યો હતો. પણ આ વખતે આવેલા સાગરનું રૂપ જોઈને બાલમુકુન્દને ચિંતા તો જરૂર થઈ હતી....

લાડકોડથી ઉછરેલી દીકરી ધરતી જો કોઈ ઘા સહન ન કરી શકે તો ફાટી પડશે.... એને સુખી જોવા માટે તો અઢળક ધન વાપરી નાંખ્યું હતું અને તેમ છતાંય જો ધરતીને કંઈ દુઃખ સહન કરવાનું આવશે તો....?

ફિલ્મના અંતિમ દ્રશ્યની કરૂણાંતિકા જોઈ ધ્રુસકે ચડી ગયેલા મીનાદેવીએ જ્યારે અજવાળામાં ચહેરાને જોયો ત્યારે

“અરે....? હજુ શું જોઈ રહ્યા છો? પડદા ઉપર હવે કશું નથી.... પિક્ચર પુરૂં થઈ ગયું છે....!” ચાલો... અને ત્યારે આંસુ લુછીને બાલમુકુન્દ ઊભા થયા.... આખી વાટે ફિલ્મના વખાણ કરતા અને દ્રશ્યો દોહરાવતા મીનાદેવીની વાતોથી માત્ર હા ભરતા બાલમુકુન્દનું ચિત્ત તો અમેરિકા પહોંચી ગયું હતું.... આ ફિલ્મની માફક જો તેમની દીકરીના જીવનમાં ઘટના ઘટશે તો.....?

એક દિવસ.... હોસ્ટેલમાં રહેતા પૌત્રી અને પૌત્રોને મળવા માટે બાલમુકુન્દ તેમની કારમાં બેસીને જઈ રહ્‌યા હતા ત્યારે એક મોટર સાયકલ ચાલક પર અચાનક નજર પડી અને તેમનો પગ બ્રેક પર દબાઈ ગયો.... મોટર સાયકલથી થોડે દૂર જઈને ગાડી ઉભી રહી ગઈ.... ધ્યાનથી જોયું તો તેમનો ભ્રમ સાચો પડ્યો.... મોટર સાયકલ પાછળ બેઠેલી એક યુવતી પણ જોઈ.....

એ મોટરસાયકલ પર સવાર હતો બાલમુકુન્દનો જમાઈ.... લાડકી દીકરી ધરતીનો પતિ સાગર.... અને સાગરને બિભત્સ રીતે બાથ ભીડીને પાછળ બેઠેલી સુંદરી.... ચક્કર આવી ગયા બાલમુકુન્દને અમેરિકાથી ભારત આવેલો સાગર સસરાને મળવા નહોતો ગયો પણ તેના સ્વદેશઆગમનની જાણ તેના સસરાને થઈ જ ગઈ હતી.... પરંતુ મોટરસાયકલ પર સાગરને વળગીને બેઠેલી યુવતી ધરતી તો નહોતી જ.....

બાલમુકુન્દને ખબર હતી કે સાગર સાથે આવી રીતે બેસવાનો અધિકાર માત્ર ધરતીનો હતો.... એ જગ્યા પચાવી પાડવા કોઈ અજાણી યુવતી બેઠી હતી.... દીકરીના ઘરસંસાર સળગાવનારો એ યુવતી કોણ છે?.... બળકોને મળવા જવાનું માંડી વાળી બાલમુકુન્દે મોટર સાયકલનો પીછો કર્યો.... તો શહેરથી થોડે દૂર આવેલા ગામમાં સાગર પેલી યુવતી સાથે પ્રવેશી ગયો.... હૈયું કઠણ કરીને બાલમુકુન્દે ગાડી ઊભી રાખી એક પાનના ગલ્લાવાળાને પૂછ્યું.

“ભાઈ પેલા બે હમણાં મોટર સાયકલ પર ગયા એ કોણ હતા ?”

“એ....?” ગલ્લાવાળાએ આશ્વર્ય અનુભવ્યું અને બોલ્યો : “સાહેબ.... એ તો છે ને.... પેલા ભાઈ વિદેશથી આવ્યા છે અને તેની સાથે બેઠેલી છોકરી અમારા ગામની છે... અમેરિકાથી આવેલા સાગરભાઈ અને શામલીના લગ્ન થવાના છે....”

“પણ.... આ સાગર પરણેલો નથી.....?”

“અરે સાહેબ..... પરદેશમાં રૂપિયો કમાઈ લીધા પછી આવા લોકોને પરણવાના શોખ થાય છે.... ત્યાં એક પત્ની હોય તો ય પોતે કુંવારા છે એમ કહીને અહીંથી બીજી છોકરીને ભરમાવી જાય છે... સાવ ખોટું હોય તોય દીકરીને પરદેશ મોકલવાના કોડ મા-બાપને હોય છે. મુરતીયો ગમે તેવો હોય તોય....મોટી ઉંમરનો હોય... બબ્બે-ત્રણ-ત્રણ પત્નીઓ કરી હોય તોય તેની સાથે પોતાની ફુલ જેવી દીકરીને પરણાવી પરદેશ મોકલવાની તક કોણ જતી કરે...? લાલચ.... પૈસાનો લોભ.... પરદેશનો મોહ.... છે ભાઈ..... પણ તમે આ બધું કેમ પૂછો છો?”

પણ દુકાનદારને જવાબ આપવાને બદલે નિરાશ ચહેરે તેઓ ગાડીમાં બેઠા અને ઘર તરફ હંકારી મૂકી.... આખા રસ્તે વિચાર કરતા રહ્યા... પોતાની એકની એક દીકરીના ભાવિની ચિંતા.... તેના ત્રણ સંતાનોનું ભવિષ્ય શુ ?

ઘેર આવીને તેમણે અમેરિકા ફોન જોડ્યો.... ધરતી સાથે વાત કરવાની કોશિષ કરી પણ સાગરના રહેઠાણને બદલે બીજા કોઈનો નંબર લગાવવા સંદેશો મળ્યો.... એ નંબર ઉપર ફોન પર મળેલી ધરતીના અવાજમાં રૂદન હતું....

“પપ્પા મને અહીં સાગરે ખૂબ મારી હતી અને મને ઘરની બહાર કાઢી મૂકી છે એટલે અહીં રહેવા આવી છું.... સાગર હવે છૂટાછેડા માગે છે.... એ દેશમાં આવ્યો છે અને ત્યાં કોઈ છોકરીને પરણવાનો છે....” ત્રુટક ત્રુટક શબ્દોનાં રૂદન મિશ્રિત અવાજમાં ધરતીએ તમામ વાત કરી.....

“ પણ.... બેટા.... તારે મને તો જાણ કરવી જોઈએ ને....?”

“ના.... પપ્પા....મારૂ દુઃખ હું ભોગવી લઈશ... મારા કરમ.... તમે મારા પ્રત્યે દુઃખી થાવ એટલા માટે મેં તમને જાણ કરી નહોતી.... પણ..... તમે.....?”

“તું ચિંતા ના કર દીકરી.... હું એ સાગરને એવો પાઠ ભણાવીશ કે પછી કોઈ મુરતિયો કોઈ છોકરીની જીંદગી સાથે ખેલતાં વિચાર કરશે....”

“પપ્પા ત...તમે....” ધરતી બોલતી ગઈ પણ બામુકુન્દે ફોન મૂકી દીધો અને ચહેરો કડક બનાવી દીધો....સાગર બીજા લગ્ન કરે તે પહેલાં તેને રોકવો પડશે કોઈ પણ હિસાબે.....

એ જ દિવસે મોંઘી દાટ ગાડીઓ પેલા ગામમાં પ્રવેશી.... બાલમુકુન્દના મિત્રો અને સંબંધીઓ તેમની સાથે હતાં. ગામમાં ગાડીઓની લાઈન થઈ ગઈ.... શ્યામલીના ઘરની સામે....

બાલમુકુન્દ અને તેમની સાથે આવેલા હિતેચ્છુઓએ શ્યામલી અને તેના પિતાને હકીકતથી વાકેફ કર્યા :

“જુઓ.... તમે જેને જમાઈ બનાવવા માગો છો એનાં લગ્ન તો દશ વર્ષ પહેલાં અમારી દીકરી સાથે થયા છે અને હાલમાં ત્રણ સંતાનો છે..... અમારી દીકરીના છુટાછેડા થયા નથી.... તમે સાગર પર વિશ્વાસ ના રાખશો.... તમારી દીકરીની જીંદગી ના બગાડશો.....” ઘણું સમજાવ્યા પણ.... અને છેલ્લે છેલ્લે જો તમે સમજી નહીં જાવ તો પરિણામ સારૂં નહિ આવે.... અને ગાડીઓ ધૂળ ઉડાડતી રવાના થઈ ગઈ.

શ્યામલીને પરદેશ મોકલવાના અભરખાં પૂરા કરવા તેના પિતાએ એકના એક માની અને ઘડિયા લગ્ન લીધાં... પણ તે પહેલાં.... પરદેશી પંછી દેશી પંછીને લઈને ઊડી જાય તે પહેલાં તો બાલમુકુન્દે સાગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.... પોતાની દીકરીનો ઘરસંસાર હેમખેમ રાખવા કોઈ પણ મા-બાપ ગમે તેવું પગલું ભરી લે છે.... બાલમુકુન્દે કાયદાનો સહારો લીધો.... સાગર પરદેશને બદલે સરકારી મહેમાન બની ગયો....

ત્યારે ધરતીની સૌથી નાની પુત્રીને હૈયા સરસી ચાંપીને બાલમુકુન્દ પેલા ગુજરાતી ચિત્રને વાગોળવા લાગ્યા.... તેમની આંખોમાં આંસુ હતાં.

૧૨. લોહીનો તરસ્યો.....

રક્ષાબંધન એક પવિત્ર તહેવાર ગણાય છે. ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા છે.... ભાઈના લાંબા આયુષ્ય માટે અને કુશળતા ઈચ્છતી બહેનની લાગણીના બંધન..... એક ધાગો જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધોની નિશાની બની જાય છે.... કોઈની બહેન નથી હોતી ત્યારે કોઈ ધરમની બહેન બનાવી દે છે અને વીરપસલીના રૂપમાં પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર થાય છે તો બીજી તરફ કોઈને ભાઈ નથી હોતો તો એ ધરમનો ભાઈ બનાવી રક્ષાબંધનના પવિત્ર તહેવારે રાખડી બાંધીને તેની રક્ષા કરવા ભગવાનને પ્રાર્થે છે એના ઓવારણાં લે છે....એના દુઃખણા લે છે... પરંપરાથી ચાલી આવતી આ રૂઢિઓથી સમાજમાં આવા બંધનો અગ્નિપરીક્ષા આપીને પાર ઉતરેલા પવિત્ર બંધનો માનવામાં આવ્યા છે પરંતુ.....!

પ્રેમ....લાગણી....ત્યાગ.... બલિદાન છે ભાઈ-બહેનના સંબંધમાં....પરંતુ બદલાતા જતા આ જમાનામાં કેટલાક પાપી જંતુઓ પણ જન્મ લેતાં હોય છે જેમને આવા કોઈ પવિત્ર બંધન નડતા નથી એટલું જ નહિં બલ્કે આવા પવિત્ર બંધનની આડ લઈને પાપીઓ પાપલીલા આચરતા હોય છે. સમાજની આંખોમાં પવિત્ર સંબંધ લઈને ફરતા પાપાચારીઓ બંધ બારણે વણકલ્પ્યું પાપ આચરે છે ત્યારે કલંક બનીને પોકાર કરી ઉઠે છે.... સમાજના આવા જ એક સફેદ કલંકની કહાની અહીં રજુ કરી છે.

નદી કિનારે આવેલું એ જૂનું પુરાણું નગર....ઉનાળો આકાશમાં તપે છે....વેપારીઓ વામકુશી કરી આરામ ફરમાવી રહ્યા છે.... કેટલાંક વેપારીઓ દુકાનમાં ઝોકે ચડ્યા છે.... ધૂળિયા બજારમાં આડા-અવળા ગધેડાં ઊભાં છે....સઘળું ઝંપી ગયું હતું....એવા સમયે....

ખંડેર જેવા બની ગયેલા નગરના તૂટ્યા ફૂટ્યા કિલ્લામાં બેલી શેરીમાં એક યુવાન જોરશોર પ્રવેશ્યો...શેરીના નાકે ઊંધી રહેલું એક કુતરૂં આદમીના પગરવના અવાજથી ભસ્યું પણ ખરૂં....પણ જોશભેર ચાલતા યુવાને એને અવગણ્યું એટલે વળી પાછું આંખો બંધ કરીને સૂઈ ગયું.... અને પેલો પચ્ચીસ- ત્રીસ વર્ષની ઉંમરનો જુવાન એક ખડકી આગળ આવીને થોભી ગયો.....

એ જુવાને ખડકીના દરવાજાની સાંકળ ખખડાવી....તેનો ચહેરો સખ્ત બની ગયો હતો....થોડી રાહ જોઈ પછી બૂમ પાડી.

“લાજો....ઓ લાજો....લાજુડી....?.....બારણું ખોલ.....”

જુવાનનો પરિચિત અવાજ સાંભળીને બારણાંની અંદરની બાજુ થોડો ખડભડાટ થયો.... કપડાં સંકોરતી લાજો દરવાજો ખોલવા જતી હતી ત્યારે તેની પાછળ પાછળ બે બાળકો પણ દોડી આવ્યા હતા.... એક આઠેક વર્ષનો હતો અને બીજો પાંચેક વર્ષનો હતો..... જનેતાની સાથે પથ્થરવાળી ફર્સ પર સૂઈ રહ્યા હતા અને સાંકળ ખખડાવવાનો અવાજ સાંભળીને બંને બાળકો પણ સફાળા જાગી ગયા.... અને લાજો સાથે બારણા સુધી દોડી આવ્યા પરંતુ....આમ તો પરિચીત.... રોજના સમયે આવતા પરિચીત અવાજ સાંભળીને બંને બાળકો સમજી ગયા હતા કે કોણ આવ્યું હશે....?

પ્રેમઘેલી નજર માંડીને આવકારવા જતી લાજોએ જેવી સાંકળ ખોલીને બારણું ખોલ્યું કે તે જુવાનનો સખ્ત અને ઉશ્કેરાટમાં લાલચોળ થઈ ગયેલી આંખો જોઈને એક કદમ પાછળ હટી ગઈ....માતાની ગભરામણ અને રોજ હેત અને વાત્સલ્ય ભર્યા ચહેરાને બદલે ડરામણા ચહેરા સાથે ઉભેલા જુવાનને કાળઝાળ બનેલો જોઈને લાજોના બંને બાળકો પણ દૂર ખસી ગયા... બંને બાળકોની આંખોમાં ભય તરવરવા લાગ્યો.... ત્યાં જ....

ભર બપોરે કાળઝાળ બનીને આવેલા પેલા જુવાને પોતાના ખિસ્સામાંથી ચમકતી છરી કાઢી....દાંત પીસ્યા અને.... લાજો પર તૂટી પડ્યો....છાતીમાં....પેટમાં....છરીના ઘા ઝીંકી દીધા...

શેરી આખી જાણે ભેંકાર ભાસતી હતી.... સૂમસામ વાતાવરણમાં એક નિરાધાર અબળાની કારમી ચીસોએ શેરી જાણે કે ગજવી મૂકી....અને છરીના ઘાથી બેવડ વળી જતી લાજો લાશ બનીને ઊંબરા ઉપર ઢળી પડી....તેનું લોહીથી ખરડાયેલું શરીર અડધું બહાર હતું.... આંખો ફાટી ગઈ હતી..... લાલ કલરના પહેરેલ બ્લાઉઝ-ચણિયો લાલ લોહીથી ખરડાઈ ગયા હતા અને....લોહીવાળી છરી સાથે જુવાન એટલી જ ઝડપથી ત્યાંથી રવાના થઈ ગયો....

એ આવ્યો હતો એવા જ સખ્ત ચહેરે પાછો વળી ગયો હતો.... આંખો હજુ પણ અગ્નિ વરસાવતી હતી.... નર્યો તિરસ્કાર વરસતો હતો એની આંખોમાંથી..... અબળાની ચીસો સાંભળીને અમસ્તુ બેઠું થઈ ગયેલું પેલું કુતરૂં છે ક શેરીના નાકા સુધી જુવાનની પાછળ ભસતું ભસતું ગયું હતું પણ જુવાને પાછું વળીને જોયું પણ જુવાને પાછું વળીને જોયું પણ નહોતું.....

સવારના અગિયાર વાગ્યે જ્યારે મનોહર ઓફિસે જવા નીકળ્યો ત્યારે કંઈક અમંગળ બનવાના ડરથી ભાંગ્યા પગે ચાલ્યો હતો.... તેના બંને બાળકોને તેણે વ્હાલ કર્યુ હતું અને.....“બેટા....મમ્મીને પજવશો નહિં.... શાંતિથી મમ્મી સાથે સૂઈ જજો....અને લાજો.... આજે કદાચ લંચ ટાઈમે ઘેર નહિં અવાય એટલે.... તમ તમારે બારણાં બંધ કરીને આરામ કરજો....” એવું કહીને નીકળ્યો હતો....પણ.

મનોહરને ક્યાં ખબર હતી કે ત્રણ કલાકમાં એની દુનિયા લૂંટાઈ જવાની છે? છતાં કેમ જાણે આજે એને ઓફિસમાં પણ અમંગળના ભણકારા લાગતાં હતા.... વારંવાર તે ઘડિયાળ સામે જોતો હતો.... અને ત્યાં જ એની નજર ઓફિસના દરવાજા પર ગઈ....તેનો મોટો દીકરો રડમશ ચહેરે તેની પાસે આવ્યો અને....

“શું થયું બેટા....? કેમ આવ્યો છે.....? કેમ રડે છે.....? તારી મમ્મીએ માર્યુ તને....? હું હમણાં આવીને ચખાડું છું....” એમ કહેતા મનોહર તેને બાથમાં લીધો કે તેનો દીકરો રડતાં રડતાં કહેવા લાગ્યો....

“પપ્પા....પપ્પા....મમ્મીને માર્યુ છે.... આટલું બધું લોહી નીકળ્યું છે....મમ્મી બોલતી નથી....બહુ માર્યુ છે.”

“મમ્મીને માર્યુ છે ?....કોણે માર્યુ છે?”

“શાંતુમામાએ.... છરી મારી છે.... છરી લઈને આવેલા અને....મમ્મીને ખૂબ મારી છે....”

“શાંતુમામાએ....?!” વિશ્વાસ ન આવતો હોય તેમ મનોહર આપમેળે બોલી ગયો.... એ દિવસ લંચ ટાઈમે ઘેર ગયો નહોતો... પણ પછી ઓફીસમાં અડધી રજા લઈને મનોહર તત્કાળ તેના દિકરા સાથે ઘેર જવા રવાના થઈ ગયો....

શેરીમાં પ્રવેશેલા મનોહરે દૂરથી જ પોતાના ઘર આગળ માણસોનું ટોળું ઊભેલું જોયું અને તેના પગ ભાંગી પડ્યા જાણે.... ભારે થઈ ગયા પગ .... મહાપરાણે ઘર સુધી પહોંચ્યો.... ટોળું આઘું ખસી ગયું અને.... બારણા વચ્ચે લોહીથી ખરડાયેલી લાજોને જોઈને એ ભાંગી પડ્યો.... બંને બાળકો પપ્પાને રડતાં જોઈને એ પણ પપ્પાને વળગીને રડવા લાગ્યા.

લાજોની લાશ.... લોહીથી ખરડાયેલી પડી હતી.... પોલીસ આવી અને ઈન્કવેસ્ટ ભરીને પી.એમ. માટે મોકલી આપી.... કોણે માર્યુ હતું ? હત્યારો કોણ હતો? એનો જવાબ તો પોલીસને આઠ વષૅનો બાળકે જ આપી દીધો હતો પણ લાજોની હત્યા કેમ કરી એનું કારણ અધ્યાહાર રહ્યું હતું પોલીસે શાંતુંની શોધખોળ આરંભી દીધી હતી પણ કયાંક એનો પત્તો મળ્યો નહતો....

મોડી રાત્રે પી.એમ. કર્યા પછીની લાજોનો મૃત દેહ તેનો પતિને સોંપવામાં આવ્યો.... મનોહર રિવાજ પ્રમાણે લાજોને નવોઢા ના શણગાર સજાવીને સ્મશાનઘાટ પહેંચાડી.... લાશની દફનક્રિયા પતાવી ડાધુઓ સાથે મનોહર પરત ફર્યો ત્યારે તેનો દિમાગમાં એક જ વાત ઘમરોળતી હતી....

“લાજોને શાંતુએ કેમ મારી નાંખી....?” શાંતુ તો લાજોનો ધરમનો ભાઈ હતો ?.... લાજો એની ધરમની બહેન હતી.... રક્ષાબંધનના દિવસે લાજો શાંતુને રાખડી પણ બાંધતી હતી પણ તો પછી એક ધરમનો ભાઈ ધરમની બહેનના લોહીનો તરસ્યો કેમ બની ગયો....?”

આજ પ્રશ્નએ તપાસ અધિકારીના દિમાગમાં પણ ધમાસાણ મચાવ્યું હતું..... નગરજનો પણ આ વિચિત્ર ઘટનાને જુદા જુદા સ્વરૂપમાં લેતાં હતા.... ચર્ચા કરતા હતા.... પણ લાજોની હત્યાનું ચોક્કસ કારણ મળતું નહોતું....હા....હત્યારો શાંતુ જો પોલીસના હાથે ઝડપાઈ જાય તો કદાચ હત્યા પાછળનો હેતુ જાણવા મળે પણ.....

શાંતુ પલાયણ થઈ ગયો હતો.... મા વગરના બની ગયેલા બે બાળકોને બગલમાં ઘાલીની શોક મનાવતા મનોહર નિર્દોષ ચહેરાવાળી પત્ની લાજોની યાદ આવતાં રડી પડતો હતો.....

અને ત્યાં જ....

સ્માશનઘાટ પર જ્યાં લાજોની કબર હતી ત્યાં બીજા દિવસે હત્યારા શાંતુની લાશ પડેલી જોતાં ચકચાર મચી ગઈ.... શાંતુએ ઝેર ગટગટાવી લીધું હતું.... લાજોની કબર પાસેથી મળી આવેલી શાંતુની લાશનો પોલીસે કબજો લીધો હતો કાનૂની કાર્યવાહી આરંભી... પણ મરતાં મરતાં શાંતુએ લાજોની હત્યા પાછળનું કારણ છતું કરતો ગયો.... અને ધરમના ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કાળું કલંક લગાડતો ગયો.... લાજોની કબર પાસેથી મળેલી શાંતુની હસ્તલિખિત ચિટ્ઠીઓ અને શાંતુના ઘેરથી કેટલાંક મળી આવેલા કાગળ પરના લખાણે પોલીસ અધિકારીઓ સહિત નગરજનોમાં આશ્ચર્ય તિરસ્કાર વર્તાયો.... ખુદ લાજોનો પતિ મનોહર પણ અચંબો પામી ગયો હતો... તેના ચહેરા પરનો વિશાદ્દ ઉડી ગયો અને તિરસ્કાર વ્યાપી ગયો જાણે....

નવોઢાનો શણગાર સજીને પતિગૃહે પધારેલી લજામણીના છોડ જેવી લાજોને મનોહર અતૂટ પ્રેમ કરતો હતો. પતિ-પત્ની સુખેથી રહેતા હતા. મનોહર નોકરી પર જતો ત્યારે લાજો ઘેર એકલી જ રહેતી.... કંટાળતી ત્યારે પડોશીને ત્યાં ઘડીક જઈ આવતી અને આ સંજોગોમાં લાજો અને શાંતુ બંને પરિચયમાં આવ્યા હતા. લાજોનો સ્વભાવ અને રૂપ જોઈ તેની સાથે વાતો કરવામાં.... તેની સાથે બેસવાનો લ્હાવો લેવા કોઈપણ યુવાન કોઈપણ સંબંધ અપનાવવા તૈયાર થઈ જતા....શાંતુએ પણ લાજોને ધરમની બહેન માની લીધી.....લાજુએ મનોહરની હાજરીમાં શાંતુના હાથે રાખડી બાંધી સમાજની નજરમાં ધરમનો ભાઈ બનાવી દીધો.... ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શંકાની નજરે જોવામાં પણ પાપ સમજતો મનોહર શાંતુની પોતાના ઘરમાં સતત રહેતી હાજરીથી સંતોષ એટલા માટે માનતો કે લાજો ઘેર એકલી કંટાળે નહિં.... આંટાફેરા ખાવામાં શાંતુ મદદ કરતો... પગાર થાય એટલે ખરીદી કરવા શાંતુ અને લાજો બંને બસમાં બેસીને શહેરમાં જતા.... આખો દિવસ બંને ભાઈ-બહેન શહેરમાં પસાર કરતા અનેસાંજે પરત આવતા.....

પરંતુ.... દુનિયાની નજરમાં ધરમના ભાઈ-બહેન બનેલા શાંતુ લાજો અપવિત્ર સંબંધોથી જોડાયા હતા.... બંને જણાં સમાજમાં કલંકરૂપ બને એવા અનૈતિક સંબંધો બાંધ્યા હતા એનો અણસાર સુધ્ધાં મનોહરને આવવા દીધો નહોતો... શાંતુ કોઈ કામધંધો કરતો નહોતો....હરીફરીને એ લાજો પાસે પહોંચી જતો.....મનોહરની ગેરહાજરીમાં બંને ભાઈ-બહેન રંગરેલીયા મનાવતા ત્યારે પસાર થતી હવા પણ શરમની મારી પોતાની દિશા બદલી નાખતી જાણે.... શાંતુ રાત્રે માત્ર સુવા માટે જ પોતાના ઘેર ચાલ્યો જતો..... કેમ કે રાત્રે મનોહર પોતાની ફરજ અને હક્ક નિભાવતા.... અને દિવસે મનોહરની ગેરહાજરીમાં શાંતુ અને લાજો પાપલીલા આચરતા.... સમય પસાર થતો ગયો....એક વર્ષ....બે વર્ષ....ત્રણ....ચાર....

દશ વર્ષ પસાર થઈ ગયા.... બે બાળકોની માતા બનેલી લાજોના રૂપયૌવન અકબંધ રહ્યા હતા....એનો ઠઠારો પણ એવો જ હતો....ધરમની બહેન માનેલી લાજો કોઈ પરપુરૂષ સાથે હસીને વાત કરે તો પણ શાંતુ ઈર્ષાથી સળગી ઉઠતો... એ લાજોને પોતાની અમાનત સમજતો..... મનોહર પ્રત્યે પણ થોડો ઝેર બળતો..... અને એ લાજોને પસંદ નહોતું..... કોઈપણ સ્ત્રી પોતાના પતિ પ્રત્યે પરપુરૂષ તિરસ્કારની ભાવના દર્શાવે એ પસંદ કરતી નથી હોતી...

ઈર્ષાની આગમાં ને આગમાં અને લાજોનો પ્રેમ મેળવવા પાગલ જેવો બની ગયેલો શાંતુ હદ વટાવી ચૂક્યો હતો.... તેની લાશ પાસેથી મળેલા પત્રોમાં કલંકરૂપી ભાઈ બહેનની પાપલીલા છતી થઈ..... અને ત્યારે મનોહરને ખબર પડી કે એનું નામ જે બાળકો પાછળ લખાય છે એ બાળકો તો પત્ની લાજોના ધરમના ભાઈ શાંતુના હતા.... અધર્મના રસ્તે જઈ રહેલા બંને ભાઈ-બહેનો પોતાના પાપે સ્વધામ પહોંચી ગયા હતા.... ઈર્ષાની આગમાં જલતા શાંતુએ ઉશ્કેરાટમાં લાજોની હત્યા કરી નાંખી હતી અને પ્રશ્ચાતાપમાં તપવાને બદલે શાંતુએ ખુદ લાજોની કબર પાસે ઝેર ઘોળીને જીંદગી ટૂંકાવી નાંખી.....

હત્યા અને આત્મહત્યાનું કારણ છતું થતાં પતિ વિરહમાં આંસુ વહાવતા પતિ મનોહરના ચહેરા પરનો શોક દૂર લઈ ગયો અને તિરસ્કારભરી રીતે મનોમન બોલી ઉઠ્યો.....

“ધરમની ધરતી પરથી પાપનો નાશ અધર્મનો નાશ થયો....”

૧૩. ગર્ભવતીની હત્યા અને ન્યાયની દેવી

એ નાનકડા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો..... હવાના ઝોકાની સાથે વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી.... લોકચર્ચાએ ભારે વાતાવરણ સર્જી દીધું હતું. જેણે જેણે વાત સાંભળી એ તમામ જાણે પોતાના કાન પર વિશ્વાસ બેસતો ન હોય એમ “ના-હોય!” એવા ઉદ્દગાર સાથે વાત માનવા તૈયાર થતા નહોતા...વાત માની શકાય એવી પણ નહોતી...લોકો વિચિત્ર વાતો કરતા....

“ કઈ સુશીલા.....? હમણાં છ મહિના પહેલાં જ પરણીને આવી છે એ સુશીલા....?”

“તે એનું શું થયું....? હજુ હમણાં જ પંદરેક દિવસ પહેલાં આ પિયરમાં જઈને આવી છે.... અને એને તો સારા દિવસો પણ જાય છે.... રૂપાળી કામળગારી તો છે એનો છોકરો પણ રાજકુમાર જેવો અવતરશે..... ભગવાને એનો ખોળો જલદી ભરી દીધો.....”

“પણ એને રાજકુમાર જેવો છોકરો કે રાજકુમારી જેવી છોકરી અવતરશે ક્યાંથી.....?”

“કેમ....? એણે છોકરૂં પડાવી લીધું કે શું....?”

“ના..... પણ.... બિચારી સુશીલા.....રાતે ધાબા ઉપરથી પડી ગઈ અને મરી ગઈ.....”

“ના હોય.....”

બસ....વાત કહેનાર વાત પૂરી કરે અને વાત સાંભળનાર આ છેલ્લા શબ્દો બોલી વાત માનતા નહોતા.... અને એમાં એમનો દોષ નહોતો... વાત જ એવી હતી કે કોઈએ વાત સ્વપ્નમાં પણ ન સાચી માને.... એકવીસ વર્ષની સુશીલાના લગ્ન છએક મહિના પહેલાં થયા હતા અને છ માસના લગ્નજીવન દરમ્યાન સુશીલા ગર્ભવતી બની હતી.... તેના ઉંદરમાં પાંચ માસનો ગર્ભ હતો.... બસ. ત્રણ ચાર મહિના પછી તો એ મા બનવાની હતી. પંદર દિવસ પહેલાં તો એ પિયરમાં પણ જઈ આવી હતી....પાછી આવી ત્યારે ન જાણે કે શું બન્યું કે....રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે સુશીલા ધાબા ઉપર જાંગિયા સુકવવા જતી હતી અને અચાનક ધાબા ઉપરથી પટકાતાંની સાથે જ મોતને ભેટી ગઈ હતી....

સુશીલા ધાબા ઉપરથી પડી ગઈ છે અને બેભાન છે એવો સંદેશો સુશીલાના મા-બાપને તેના ખુદના સસરા કહેવા માટે ગયા હતા અને સુશીલાના મા-બાપ ભાંગી પડ્યાં.... એકની એક દીકરી ગર્ભવતી બની હતી અને ધાબા ઉપરથી પડી ગઈ હતી.... કંઈક અઘટિત બની ગયાના ભયથી તેમના પગ નીચેથી ધરતી સરકી જવા લાગી.....સુશીલાના પિયરમાં નાઠા-પડ્યા આવી પહોંચ્યા.... સુશીલાનો પતિ સુરેશ પણ ત્યાં બેઠો હતો. સુશીલાને ઘરમાં સુવાડી હતી.....

મા-બાપ સુશીલાને જોવા ઘરમાં ગયા ત્યારે હૈયું ફાટી પડ્યું.... સુશીલા ધાબા ઉપરથી પડી ગઈ છે અને બેભાન છે એવું જાણીને આવેલા મા-બાપે સુશીલાની લાશ જોઈને હૈયાફાટ રૂદન કરવા લાગ્યા....પિયરમાંથી આવેલા કાકાકાકી, મા-બાપ વગેરેએ સુશીલાના શરીરનું નિરીક્ષણ કર્યુ તો માથાના ભાગમાં તથા શરીરના અન્ય ભાગો પર ઈજા પહોંચી હતી અને ગળા ઉપર પણ કશાકનો કાપો પડ્યો હતો.

સુશિલાના સસરાને પૂછ્યું તો જાણવા મળ્યું કે રાતના સુશિલા જાંગિયા સુકવવા ધાબા ઉપર ચડી હતી. ધાબાની બારી એટલી નાની હતી જેમાંથી સામાન્ય માણસને ધાબામાં ચડવા માટે ઢીંચણભેર થવું પડે.... સુશીલાને પાંચ માસનો ગર્ભ હોવાથી તે આ બારીમાંથી પસાર થઈ શકે એમ નહોતી છતાં તેના સસરાએ વાત આગળ વધારી....ધાબા ઉપરથી પગ લપસ્યો અને નીચે પટકાતાં જ મરી ગઈ.... પિયરીયાઓએ જોયું તો સુશીલા જ્યાંથી પડી હતી અને જ્યાં પડી હતી એનું અંતર માત્ર નવ ફુટનું હતું કેમ કે સુશીલા જ્યાં પડી હતી ત્યાં દેશી નળિયા ભાંગ્યા નહોતા....

બીજો વિચાર પણ એ આવ્યો કે સુશીલા આ લોકો દવાખાને કેમ ના લઈ ગયા....?જો કે આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસે અકસ્માતમાં ખપાવી કાગળિયા કર્યા પણ પિયરિયાંઓએ વાંધો ઉઠાવ્યો અને સુશીલાના મૃતદેહનું પેનલ ડૉક્ટરથી પી.એમ. રિપોર્ટમાં સુશીલાનું મોત ગળું દબાવાથી શ્વાસ રૂંધાઈ જવાથી થયું હોવાનું અને શરીર પર થયેલ ઈજાઓ પડી જવાથી નહિં પણ લોથડ પદાર્થ મારવાથી થઈ હોવાનું જણાતાં પોલીસને જખમારીને સુશીલાના પિતાની ફરિયાદને આધારે સુશીલાએ આત્મહત્યા કે તેની હત્યા થઈ હોવાનો ગુનો દાખલ કરવો પડ્યો પણ આનાથી સુશીલાના પિતાને સંતોષ ન થયો. એમણે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી કે તેમની દીકરી સુશીલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે અને તેની તપાસ તટસ્થ અધિકારી દ્વારા થવી જોઈએ.

સુશીલાના પિતાએ પોતાની અરજીમાં રજુઆત કરી હતી કે,

તેમની દીકરી સુશીલા દશમાં ધોરણ સુધી ભણી હતી.... તે ઉંમરલાયક થતાં તેના હાથ પીળા કરવાની તેમણે તૈયારી કરી ત્યારે સુશીલાના મોંઢામાં બે દાંત આગળ વધુ પડતાં બહાર નીકળેલા હોવાથી તેના પિતાએ આ દાંત સરખા કરાવ્યા હતા જેથી તેમની દીકરીને સારો મુરતિયો મળે....વાતે વાતથી સુરેશ સાથે સુશીલાની સગાઈ પણ થઈ ગઈ....સુરેશ કોલેજ કરતો હતો અને સુશીલા દશ પાસ હોવાથી સુરેશ લગ્ન કરવા તૈયાર નહોતો પણ સમાજમાં આબરૂ ન જાય અને મા-બાપની આજ્ઞાનું પાલન કરવા માટે તેણે મજબૂરીથી લગ્નની હા પાડી હતી.

પરણીને સાસરે સિધાવેલી સુશીલા પતિગૃહે બરાબર જાણકારી મેળવી પણ શકી નહોતી કે તેનો પતિ સુરેશ ત્રીજા જ દિવસે ગૃહત્યાગ કરી ગયો હતો જે સુશીલા પ્રત્યેનો અણગમો વ્યક્ત કરવા ઘણું હતું જો કે થોડા દિવસ પછી તે પાછો પણ આવ્યો હતો. પતિને મનાવવા સુશીલા ઘણી બધી કોશિષો કરતી પણ નિષ્ફળ જતી....

પતિ સાથે ગુજારેલી કેટલીક સુખી ક્ષણોના ફળ સ્વરૂપે સુશીલાને ગર્ભ રહ્યો અને જ્યારે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ થયો ત્યારે ન જાણે કોઈકની ચડવણીથી સુરેશે આ ગર્ભ પડાવી લેવાનો નિર્ણય કર્યો એને બાળકો જોઈતા નહોતા એટલે તેણે સુશીલાને તેના પિયરમાં મોકલી દીધી અને જણાવી દીધું કે ગર્ભપાત કરાવ્યા વગર પાછી આવીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી પણ આપી હતી.... પરંતુ સુશીલા પિયરમાં ગઈ ત્યારે તેના મા-બાપ અને કાકાએ ગર્ભપાત કરાવવાના નિર્ણય કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. અને ત્યારબાદ સુશીલાના કાકા ચાલ્યા ગયા હતા અને થોડા જ દિવસમાં સુશીલાનું મોત થયું હતું.

સુશીલાના પતિ સુરેશ તથા સાસુ-સસરાની વર્તણૂંક શંકાસ્પદ લાગી હતી એટલું જ નહિં પણ તેના વિશે ગામમાં ચર્ચાઓ થતી હતી સુશીલાના પિતાની રજૂઆતથી આ કેસની તપાસ સી.આઈ.ડી.ને સોંપવામાં આવી. અને સી.આઈ.ડી.ના અધિકારીની તપાસના કેટલાંક આશ્ચર્યજનક પુરાવાઓ મળ્યા. જેના આધારે આખાયે કેસનો જબરદસ્ત વળાંક આવ્યો ત્યારે લોકો મોંઢામાં આંગળા નાંખી ગયા.

અણગમતી પત્ની ગર્ભવતી બને અને એ પોતાના સંતાનને જન્મ આપે એ સુરેશ અને તેના મા-બાપને પસંદ નહોતું અને એટલે જ એક પૂર્વ યોજીત કાવતરૂં રચીને એક વ્યવસ્થિત તખ્તો તૈયાર કર્યો....

રાત્રિના સાડા નવેક વાગ્યા હતા.... ફળિયામાં સૌ જંપી ગયા હતા. આ ફળિયામાં સુરેશના કુટુંબીઓ જ રહેતા હતા... સુરેશ તેના પિતા અને મા ત્રણેય જણાં ભેગાં થયાં અને અણગમતી સુશીલાનો કાંટો કાઢી નાંખવા માટે ઘરના પાછળના ખંડમાં લઈ ગયા... એક વાયરથી સુશીલાના ગળે ટુંપો દીધો....લોથડ પદાર્થથી તેના માથામાં ઘા કર્યો.... સુશીલાની હત્યા કર્યા બાદ ઘરની બહાર પડેલા નળિયાનાં ઢગલા ઉપર તેને ફેંકી દીધી.... અને ધાબા ઉપરથી પડી ગઈ એવા અકસ્માતની અફવા ઉડાવી....

પણ સી.આઈ.ડી.ના અધિકારીની આંખોમાં અને દિમાગમાં આખો પ્લાન જણાઈ આવ્યો. ધાબા ઉપરથી પડેલી સુશીલાના વજનથી નળિયાનો ઢગલો પણ યથાવત હતો અને નળિયા પણ ભાંગ્યા નહોતાં....બીજો પોઈન્ટ એ હતો કે સુશીલા માત્ર નવેક ફૂટના અંતરથી પટકાઈ હોવાનું તેના સસરાએ જણાવ્યું હતું પણ સામાન્ય માણસ પણ વિચારી શકે કે નવ ફુટની ઊંચાઈથી પટકાવાથી આદમીનો હાથ-પગ તૂટે પણ મરી ના જાય.... અને વળી નળિયાના ઢગલા ઉપર પડતાં બહુ ઓછી ઈજા પહોંચે....ધાબા ઉપરથી નીચે પટકાતાં ઈજા પામેલી સુશીલાને દવાખાને લઈ જવાના બદલે તે મરી જ ગઈ છે એમ કઈ રીતે માની લીધું એના સાસરિયાઓએ... પણ હકીકતમાં સુશીલાને પ્રથમથી જ મારી નાંખી હોવાથી દવાખાને લઈ જવાની નથી એ તેઓ જાણતાં હતાં. સી.આઈ.ડીના અધિકારીએ તાળું મારેલ રૂમનો દરવાજો કબજે કરી તેની એફ.એસ.એલમાં તપાસ માટે મોકલી આપ્યાં.

આ તમામ રીપોર્ટને અંતે જ્યારે સી.આઈ.ડી. ક્રાઈમના અધિકારીઓએ સાબિત કરી બતાવ્યું કે સુશીલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હત્યારા તેનો પતિ,સાસુ અને સસરા છે ત્યારે સમગ્ર પંથકમાં અચરજ સાથે આ હત્યારાઓ પ્રત્યે તિરસ્કાર વરસાવવા લાગ્યા. જો કે ન્યાયની દેવીએ ગર્ભવતી સુશીલાને મોતને ઘાટ ઉતારનાર ત્રણેયને જન્મટીપની સજા ફટકારીને ન્યાયનો હેતુ જીવિત રાખ્યો....

૧૪. ‘મેં આત્મહત્યા કરી નથી.... પણ મારા મા-બાપ અને ભાઈએ મારી નાંખ્યા બાદ સળગાવી દીધી છે.....’

“અરે... મારી દીકરી બળી મરી રે.... કોઈ બચાવો રે....ફળિયાવાળા જાગો....મારી દિકરીને સળગતી બચાવો રે....મારી દીકરી મરી ગઈ.... કોઈ આવો.... બચાવો....” વાલીબેને બૂમાબૂમ કરી મૂકી છાતી ફૂટતા જાય અને બૂમો પાડતા જાય.... આખું ફળિયું મળસ્કે પડેલી બુમો સાંભળી જાગી ગયું.... કેટલાંક જુવાનિયા કેટલાંક આધેડ સોમજીના ઘર આગળ એકઠા થઈ ગયા અને ઘરના રસોડામાં દોડી ગયા પણ ત્યારે તો બધું ખતમ થઈ ગયું હતું....નીતા રસોડામાં આખા શરીરે સળગીને ભડથું થઈ ગયું હતું. અને રસોડામાં વચ્ચો વચ્ચ છત્તી પડી હતી. તેની લાશ બિહામણી લાગતી હતી. રસોડું આખું ગંધાઈ ઉઠ્યું હતું.... ભાઈ કે બાપ કોઈ નીતાને બચાવી ન શક્યું.... આશા અને અરમાનો સાથે લઈ નીતા પરલોક સિધાવી ગઈ.

નડીઆદ શહેરની નજીકમાં એક વિકસિત ગામ....ગામ મોટું છે એટલે નગર પંચાયત પણ છે અને પોલીસ સ્ટેશન પણ આવેલું છે. એક રીતે જોઈએ તો આ ગામ ઐતિહાસિક છે. રજવાડાની હવેલી પણ છે. લગ્નની મોસમ પણ આ ગામમાં છવાઈ ગઈ હતી ત્યારે ગામ મધ્યે આવેલ એક ફળિયામાંથી જાન ઉઘલાવવામાં આવી.... વરરાજાના ચહેરા પર કુત્રિમ આનંદ છવાયેલો જણાતો હતો.... જાનૈયાઓ અને જાનડિયુંની સાથે બલ્કે સૌથી આગળ જઈ રહેલો વરરાજા નયને તેના ઘરની બરાબર સામે આવેલા ઓરડામાં તીરછી નજરે જોઈ લીધું તેના આશ્વર્ય વચ્ચે હંમેશા ખુલ્લા રહેતા એ ઓરડાના બારણાં આજે બંધ હતા. તેની નજર કોઈકને શોધી રહી હતી પરંતુ બારણામાં અથડાઈને હતાશ થયેલી નજર પાછી વાળી લીધી. સૂરજ ડૂબી ગયો હતો. અજવાળું છવાવા લાગ્યો હતો. અજવાળું પામવા માટે પંથ ઘણો લાંબો હતો. નયને એક નિસાસો નાંખ્યો પોતાના માટે ખાસ મંગાવેલ મોટરકારમાં બેસી ગયો....તેની નજરમાં એક ખૂણા પર ભય વર્તાતો હતો. કંઈક અઘટિત બનશેની ભિતી હતી.

નીતા એને ખૂબ ચાહતી હતી. બંને જણા સાથે જ કોલેજ કરતા હતા. ખૂબસુરત નીતા અને નયન બંને કોલેજ જવાના બહાને ઘેરથી નીકળતા અને પછી ફિલ્મો જોવી....બાગમાં બેસીને પ્રેમાલાપ કરવો.... બસમાં પણ બંને એકબીજાની જગ્યા રોકીને સાથે જ બેસતા.... ત્યારે એમને સ્વર્ગમાં ઉડતા હોય એવું લાગતું છડે ચોક ચાલતા આ પ્રેમાલાપની વાત નીતાના ભાઈ અને મા-બાપના કાને પડી.... ઘરમાં ગભરૂ થઈને ફરતી નીતા અટલી બધી ચાલાક અને ચાલુ હશે એવી જ્યારે જાણ થઈ એટલે નીતાને કોલેજ જવાનું બંધ કરાવી દીધું એના માબાપે પ્રેમીને મળવા પર પાબંદી આવી જતાં એક વખત લાગ જોઈને પ્રેમી પંખીડા ભાગી ગયા પરંતુ નાદાનીયતના માર્ગે આગળ વધે તે પહેલાં જ નીતાના ભાઈ હસમુખે તેમને પકડી પાડ્યા....આપવા જેવો ઠપકો નયનને આપ્યો અને નીતાને સમજાવીને ઘેર લઈ આવ્યા. જગજાહેર થયેલા આ પ્રણય કિસ્સાથી તંગ આવી ગયેલા મા-બાપે નીતાને પરણાવી દેવાં મૂરતિયા શોધવા માંડ્યા... પણ જે મૂરતિયો જોવા આવે એને નીતા પોતાના પ્રણયની વાત કરી દેતાં પેલો મૂરતિયો ત્યાંથી ભાગી છૂટ્યો....નીતાએ ઘરમાં સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે હું નયનને ચાહું છું અને એની સાથે જ લગ્ન કરવાની છું.... એટલે મારા માટે મુરતિયો શોધવાની જરૂર નથી. બળજબરી કરશો તો હું સળગી મરીશ.... એ વખતે નીતાના ઘરમાં ઘમસાણ મચી ગયું. તેના ભાઈ હસમુખે છુટા મોંએ ગમે તેમ બોલતી નીતાને ખૂબ મારી.... તેની મા વાલી અને પિતા સોમજીએ પણ કોઈ કસર છોડી નહીં પણ નીતા એકની બે નહોતી થઈ.

નીતાએ સળગી મરવાની આપેલી ધમકી આખું ફળિયું જાણી ગયું હતું.... હારેલા તેના કુટુંબીઓએ નયનના મા-બાપને વાત કરી અને નયનને અન્ય સ્થળે પરણાવી દેવા આજીજી કરી. માની ગયા નયનના મા-બાપ અને નયન પણ.... લગ્નનો દિવસ જેમજેમ આવી પહોંચ્યો એમ એમ નીતા પર આખા કુંટુંબનો પહેરો સખ્ત બની ગયો.... નયનની જાન નીકળી અને આ બાજુ નીતાના ઘરમાં કોલાહલ મચી ગયો....નયનને પરણવા આતુર નીતાએ ઘરમાં ધમાલ મચાવી દીધી..... અને પછી આ ધમાલ એકદમ શાંત પડી ગઈ....

ગામમાં જ પોલીસ સ્ટેશન હોવાથી કોઈકે જાણ કરતાં પોલીસ અધિકારી સ્થળ પર ઈન્કવેસ્ટ પંચનામું કરીને લાશને પી.એમ. માટે મોકલી આપ્યા બાદ પોલીસે નીતાના ઘરના હાજર સભ્યો અને ફળિયાવાળાઓનાં નિવેદનો લીધાં. નીતા નયનના પ્રેમમાં હતી. નયન સાથે નહીં પરણવા દે તો આત્મહત્યા કરી લેશે એવી ધમકી આપી હતી. નયન બીજે પરણી ગયો એટલે તેને લાગી આવતાં નીતાએ સળગી જઈને આત્મહત્યા કરી લીધી હોવી જોઈએ....આટલે સુધી તો તમામના નિવેદનો એક સરખો તાગ મળતો હતો પરંતુ.....

સ્થળ સ્થિતિ અને લાશનું પંચનામું કરતા પોલીસ અધિકારીને નીતાએ આત્મહત્યા કરી હોય એ વાતને તેની ધમકી સિવાય કોઈ અન્ય હકીકત સમર્થન આપતી નહોતી. જો કે નીતાની લાશનું પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેના વીસેરા કાઢીને ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા.

નીતા સળગી મરી છે એ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો પછી પોલીસ દિમાગ દોડાવતા પોલીસ અધિકારીના મગજમાં શંકાનો કીડો આળોટતો હતો. તેમણે બનાવ અંગે પ્રાસ બેસાડવા દિમાગ દોડાવ્યું, સૌ પ્રથમ તો પી.એમ. રીપોર્ટમાં નીતાનું મોત આઠ કલાક પહેલાં થયું હતું તેમ જણાવેલ જ્યારે નીતા સળગે છે....બચાવો....ની બૂમો આઠ કલાક પછી પાડવામાં આવે છે....સ્થળ સ્થિતી અને લાશના પંચનામાના કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો.... કોઈ આદમી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે તો સળગ્યા પછી નાસભાગ કરે.... બૂમાબૂમ કરે.... પણ રસોડામાં સળગે તો....? રસોડાથી દોડીને બહાર આવે.... બારણું બંધ કરી દીધું હોય તો કદાચ રસોડાની અંદર જ ભાગંભાગ કરે.... પણ નીતા સળગી ત્યારે રસોડાનું બારણું ખુલ્લું હતું. જો તે એવી સ્થિતીમાં આત્મહત્યા કરવા સળગી હોય તો તેની બૂમો સાંભળીને તેના મા-બાપ-ભાઈ અને પડોશીઓ પણ આવી પહોંચે..... રસોડામાં નીતાની લાશ ચત્તીપાટ પડી હતી. આત્મહત્યા કરનાર વ્યક્તિ સળગે પછી ગમે તે ઢંગમાં પડી જાય.... અથવા ઢગલો થઈ જાય કે ઉંધી વળી જાય નીતાએ આત્મહત્યા કરવા ઉભી ઉભી પોતાના શરીરે કેરોસીન રેડી સળગી હોય તો રસોડાની છત ચાર દિવાલો અન્ય રાચરચીલું સળગે.... અને તેના માથાના બાલ પહેલાં જ સળગી જાય....પણ નીતાના માથાનો ચોટલો વ્યવસ્થિત સળગેલો રાખ થઈને પડ્યો હતો અને ચોટલાનો અંતિમ છેડો સળગ્યા વગરનો પડ્યો હતો....

જે લક્ષણો સ્થળ સ્થિતિ અને લાશની સ્થિતિના પંચનામામાં જણાવ્યા હતા તે પ્રથમ દ્રષ્ટિએ જ આત્મહત્યા ના જણાતા નહોતા.... અને વળી પી.એમ. નોટમાં આઠ કલાક પહેલાં નીતાનું મોત થયું હતું જ્યારે આઠ કલાક બાદ નીતા સળગી હતી. એ બંને વાતોમાં સુસંગતતા નહોતી.... પોલીસ અધિકારીએ આ કેસમાં અંગત રસ દાખવ્યો અને ધીરજ ધરી.... કોઈ દાર્શનિક કે અન્ય પુરાવા વિના કોઈનાં પર આક્ષેપ કરવો હિતાવહ નહોતા.

બરાબર પાંચ મહિના પસાર થઈ ગયા. નીતા નામની છોકરી રહેતી હતી એ વાત પણ લોકો ભૂલી ગયા.... નયન પણ પોતાની પત્ની સાથે બહારગામ રહેવા ચાલ્યો ગયો.... નીતાના કુટુંબીઓ તનો ભાઈ હસમુખ મા વાલી અને પિતા સોમાજી પણ નીતાના અંતિમક્રિયા, બેસણું, કાંણમાંકણ, બધું પતાવીને સઘળું ભૂલી ગયા હતા.

પોતાના ફળિયાના છોકરા સાથે પ્રેમ કરીને અને પ્રેમી યુવાન અન્ય સ્થળે પરણી જતાં લાગી આવતા નીતાએ આત્મહત્યા કરી લીધાની ચર્ચાઓ ફળિયામાં, ગામમાં અને સમાજમાં પૂરી થઈ ગઈ હતી. કોઈક વાત કરે તો પણ “મૂઈ એ તો” કહીને વાતને ટાળવામાં આવતી... ભૂલાઈ જવા આવેલી આ વાત તપાસ અધિકારી કેમેય ભૂલવા તૈયાર નહોતા.

અને એક દિવસ.... પાંચ મહિના બાદ ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલેલા વિસેરાનો રીપોર્ટ આવ્યો. જેમાં કરેલી પૃથ્થકરણની નોંધે નીતાના આત્મહત્યાના પ્રકરણે એક નવો જ વળાંક લીધો. નીતાએ આત્મહત્યા કરી નહોતી પણ તેનું ગળું દબાવી ગૂંગળાવીને મારી નાંખવામાં આવી હતી. એવો અર્થ તારવતાં ફોરેન્સીક લેબોરેટરીના રીપોર્ટમાં જણાવાયું હતું કે પ્રથમ નીતાને ગળે ફાંસો આપીને મારી નાંખ્યા બાદ તેણે આત્મહત્યા કરી હોય એવો સ્ટંટ ઉભો કરવા માટે નીતાના મૃત શરીરની ઉપર કેરોસીન છાંટી સળગાવવામાં આવ્યું હતું. આટલો પુરાવો મળતાંની સાથે જ પોલીસ અધિકારીએ મરનાર નીતાના હત્યા કરવાના ગુનામાં તેની સગીમાં, સગો બાપ અને સગા ભાઈને પકડી જેલભેગા કરી દીધા.

પાંચ માસ પહેલાં આત્મહત્યાના કેસમાં ખપી ગયેલા બનાવ ખૂનનો હોવાનું તારણ બહાર આવતાં જ લોકચર્ચાઓ ફરીથી ગરમાવો પકડ્યો.... જ્યારે નીતાએ આત્મહત્યા કરી ત્યારે તેના પર લોકો ફિટકાર વરસાવતા હતા અને હવે તેના મા-બાપ અને ભાઈ પર ફિટકાર વરસાવવા લાગ્યા.... કેટલી નિર્દયતાથી પોતાની દીકરીને મારી નાંખી હશે... કુંવારી કન્યાને મારી નાંખ્યા બાદ તેને સળગાવી દેતાં જીવ કેમનો ચાલ્યો હશે?

નીતાની હત્યા અંગેની વિચિત્ર ચર્ચાઓ ચાલી બધી ચર્ચાઓમાં એક હકીકત સામાન્ય હતી.

નયન વરરાજા બનીને જ્યારે જાનૈયાઓ સાથે નીકળ્યો ત્યારે નીતાએ ઘરમાં ધમાલ મચાવી મૂકી.... મારે નયનને જોવો છે.... મારે એની સાથે પરણવું છે.... મને પરણાવો નયન સાથે....હું એના વગર નહીં રહી શકું....હું મરી જઈશ....

અને ત્યારે વાલી માએ તેને ખૂબ સમજાવી.... “દીકરી.... તું સમાજમાં અમારૂં નાક કપાવા બેઠી છું...તારા નયન સાથે લગ્ન થાય એમ નથી.....” એવું ઘણું બધું કહ્યું પણ નીતા એકની બે ન થઈ.... પાણી માથા ઉપરથી પસાર થઈ ગયું હતું એટલે વાલી માએ નીતાને થોડી ઠમઠોરી.... ઘરમાં હાજર ભાઈ અને બાપે નીતાને સ્વધામ પહોંચાડવાની જાણ નેમ લીધી....

ઘરનાં બારણાં તો આમેય બંધ હતાં. નયનની જાન રવાના થઈ ગઈ હતી ફળિયું સૂમસામ બની ગયું હતું.... રાતના આઠ-સવા આઠ વાગ્યા હશે અને ભાઈ હસમુખ અને પિતા સોમાજી નીતાની હઠથી ઉશ્કેરાઈ ગયા અને ટોટો પીસી નાંખવા નીતાને ગરદને ટૂંપો દીધો... ઘડીના છઠ્ઠા ભાગમાં તેનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું.... શ્વાસ રૂંધાતાં નીતા થોડી તડફડી.... પગ પછાડ્યા.... હાથ પછાડ્યા.... અંતે ઢગલો થઈને ફર્શ પર ઢળી પડી....

હવે ! આ લાશનું શું કરવું.... આમને આમ રહેવા દઈશું તો પોલીસ કેસ થશે.... લાશને રસોડામાં નાંખીને ઉપર ગોદડું ઓઢાડી દીધું.... રખેને કોઈ આવી જાય અને નીતા વિશે પૂછે તો.... કહેવા થાય કે એને તાવ આવ્યો છે એટલે સૂઈ ગઈ છે.... આવનારને બારણાં આગળથી પાછો વળાવી દેવો.... રાત વીતવા લાગી એક તરફ રસોડામાં પ્રાણહીન બની નીતાનો દેહ સોડ તાણીને પડ્યો હતો તો બીજી તરફ ઘરના એક ખૂણામાં બેસીને મા-બાપ-દીકરાની ત્રિપુટી આ લાશનું શું કરવું એ વિશે વિચારી રહી હતી.

જુવાન જોધ દીકરીને સાસરે વળાવવાને બદલે તેને પરધામ વળાવી દીધા બાદ એ પાપ છુપાવા માટે હવે ફાંફાં મારવા લાગ્યાં. લોકો જાણશે કે ગઈકાલે જીવતી નીતા અચાનક કેમ મરી ગઈ? પોલીસ તેની લાશનું પોસ્ટમોર્ટમ કરાવશે તો પોલીસને પણ ખબર પડી જશે કે નીતાની હત્યા કરવામાં આવી છે. હસમુખ હોંશિયાર હતો. એણે આઈડીયા લડાવ્યો. નીતાની લાશને સળગાવી દઈ તેણે જાતે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. યોજના બરાબર લાગતાં તેનો અમલ કરવાનો હતો. આખી રાત ત્રણેય જણાં નીતાના નિર્જીવ દેહને સાચવીને બેસી રહ્યા. અને વહેલી પરોઢે.... રસોડામાં સૂતેલી નીતાનીલાશ ઉપર કેરોસીન રેડીને દિવાસળી ચાંપી દીધી અને રસોડાનું બારણું ઠાલું બંધ કરી દીધું.... લાશ કંઈ ચીસો પાડવાની નહોતી.... એવું લાગ્યું કે હવે અડધા ઉપરાંતની લાશ સળગી ગઈ છે ત્યારે વાલીએ બૂમાબૂમ કરવા માંડી...લોકો જાગી ગયા.... હસમુખ અને સોમાજી પણ જાણે ઉંઘમાંથી જાગ્યા હોય એમ આંખો ચોળીને એ પણ પછાડા મારવા લાગ્યા... પણ તેમનું પાપ આખરે પાંચ મહિના પછી પોકાર્યુ..... નીતાની લાશના બચી ગયેલા અંશો ચિત્કારી ઉઠ્યા હતા.... હું મારી જાતે નથી બળી મરી.... મારા મા-બાપ અને મારા ભાઈએ મારી હત્યા કરી છે....મને મારી નાખ્યા પછી કેરોસીન છાંટી બાળી મૂકી છે. આ નરાધમોએ....

જેલના સળિયા ગણી રહેલા મા-બાપ અને દિકરાને ત્યારે ખ્યાલ આવ્યો કે વિજ્ઞાન આટલું બધું વિકસી ગયું છે.

૧૫. અંધારી રાતનો નરશેતાન

ચોમાસું શરૂ થઈ ગયું હતું. મોસમના પ્રથમ વરસાદે ધરતીને ભીંજાવી દીધી હતી પરંતુ ત્યાર બાદ વરસાદે વિરામ લીધો અને ઉકળાટથી ત્રાસેલા લોકો રાત્રિના સમયે ખેલ્લા આકાશ તળે વરસાદની રાહ જોતાં નીંદર માણી રહ્યાં હતાં. એક ઝૂંપડામાં વતનમાંથી મજૂરી કરવા આવેલું કુટુંબ પણ ઘેરી નિંદ્રામાં પડી ગયું હતું. આ પરિવારમાં એક દશેક વર્ષની ફુલ જેવી બાળકી પણ હતી. નાનકડું ફ્રોક,પહેરીને નિંદ્રામાં સૂતેલી આ બાળકીની આજુબાજુમાં તેના ભાઈ-ભાભી જનેતા વગેરે પણ નિશ્વિંત બની સૂતાં હતાં.

આકાશમાં વાદળો ઘેરાયા હતા.... અને વાદળો પાછળ અંધકાર છવાયો હતો... નરી આંખે કશું દેખાય એમ ન હોતું ક્યારેક ક્યારેક પસાર થતાં વાદળો વચ્ચે પડતી જગ્યામાંથી ચંદ્રનું અજવાળું પથરાતું વળી પાછો ચંદ્ર વાદળ પાછળ સંતાઈ જતો. આ ગરીબ પરિવારના ઝૂંપડા પાસેથી મધરાતે એક નરશેતાન પસાર થયો.... રાત્રિના અંધકારમાં અને આકાશમાં ઘેરાયેલા વાદળોના વાતાવરણ વચ્ચે આ અંધકારના ઓળાને જોઈને ભલભલાના હાંજા ગગડી જાય એવું સ્વરૂપ હતું એનું.... ચંદ્ર આગળથી વાદળ ખસતાં ક્ષણેક અજવાળું પથરાયું અને એની નજર ગરીબ મજુરના ઝૂંપડા બહાર સૂતેલી બાળા પર પડી.... અને ઉભો રહી ગયો એ શેતાન.... પરિવારના તમામ સભ્યો ઊંઘતા હતા. બાળકીની ફરાક ઊંચે ચઢી ગઈ હતી.... શેતાનની આંખોમાં વાસના ચમકી અને.... એ નમ્યો બાળકી તરફ.... એક હાથે એણે બાળકીનું મોં દબાવ્યું અને બીજા હાથે તેને ઊંચકી લઈને અંધકારમાં ગરકાવ થઈ ગયો....બાળકી બૂમ પાડી ન શકી.... અને એને ઉઠાવી ગયા પછી કોઈ જાગ્યું પણ નહીં.

આ બાજુ પેલો નર શેતાન પોતાની હવસ સંતોષવા માટે દશ વર્ષની બાળાને ઉઠાવીને નજીકમાં આવેલા એક ખેતરમાં શેઢા ઉપર લઈ ગયો અને બાળા બૂમ ન પાડે એટલા માટે તેણે બાળાનું મોં દબાવી રાખી તેની ફ્રોક કાઢી નાંખી અને આ બાળાને નગ્ન કરી નરશેતાને પોતાની હવસ સંતોષી....નાનકડી બાળા તરફડતી રહી....નરપિશાચ નરાધમની પકડમાંથી છૂટવા ધમપછાડા કરતી રહી....અસહ્ય પીડા.... વેદનાથી કણસતી રહી....પોતાની હવસ સંતોષી લીધા પછી હવસખોરે શેતાનને પણ શરમાવે એવું અધમ કૃત્ય આચર્યું.... કદાચ આ બાળા તેને ઓળખી ગઈ હશે અને તેનું નામ જાહેર કરી દેશે તો....? આ શેતાને બાળાની ફ્રોકથી જ બાળાના ગળે ટૂંપો દઈને એને સ્વધામ પહોંચાડી દીધી અને ફરાર થઈ ગયો.... અંધકારમાં ઓગળી ગયો જાણે....

વહેલી પરોઢે.... ઝાંખા ઉજાસમાં મજૂર પરિવાર જાગી ઉઠ્યો ત્યારે.... પરિવારની લાડકી બાળા તેની પથારીમાં નહોતી.... કદાચ કુદરતી હાજતે ગઈ હશે એવું માનીને નિત્યક્રમથી પરવારવા લાગ્યા.... પણ ઘણો સમય થયો હોવા છતાં બાળા પરત ન આવી ત્યારે તેની શોધખોળ આરંભી.... ઝૂંપડાની આજુબાજુ અને પછી સીમ સીમાડા ખૂંદવા માંડ્યા....થોડે દૂર ખેતરના શેઢા પર કંઈક પડેલું જોતાં બાળાનો મોટો ભાઈ ત્યાં પહોંચ્યો અને જોયું તો.... તેના પગ નીચેથી ધરતી ખસી જતી લાગી.... આંખોએ અંધારા આવી ગયા.... તેની નાનકડી બહેનની નગ્ન લાશ પડી હતી.... ફ્રોકથી તેના ગળે ટૂંપો દીધો હતો.... નાજુક અંગો પર વહી ગયેલું લોહી જામી ગયું હતું.... પોતાની બહેનને પીંખી નાંખવામાં આવી હતી.... પોલીસ કેસ હતો એટલે તેણે પોતાનું ફાળિયું કાઢી બહેનની નગ્ન લાશ ઉપર ઓઢાડ્યું અને નજીકના પોલીસ મથકે બનાવની હકીકત જણાવતાં પોલીસ કુમક ઘટના સ્થળે દોડી આવી.... ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો પણ આવી પહોંચ્યો.... રેપ એન્ડ મર્ડરના આ કેસ અંગે પોલીસ અધિકારીઓ અનામી નરશેતાનને શોધી કાઢવા દિમાગ દોડાવવા લાગ્યા....

સવારનો સૂરજ દેખા દે તે પહેલાં તો ગામ આખામાં આ ઘટનાની વાત ફેલાઈ ગઈ.... આ ગામમાં અને ગામની નજીકમાં બાર માસમાં આ ત્રીજો બનાવ હતો. કેટલાંક મહિનાઓ અગાઉ એક નાનકડી આઠ-નવ વર્ષની બાળા સાથે આવું અધમ કૃત્ય આચરાયું હતું.... એ બાળા પણ મજૂરી કરવા આવેલ ગરીબ પરિવારની હતી.... આ બેના બનાવ વચ્ચે તફાવત એ હતો કે આઠેક વર્ષની બાળા પર હવસખોર શેતાને બળાત્કાર ગુજારવામાં સફળ થયો હતો પરંતુ એ બાળાની હત્યા કરી શક્યો નહોતો.....ગુનો કરીને પલાયન જરૂર થઈ ગયો હતો.... એ ઘટનાની ચર્ચા પણ પંથકમાં વિભિન્નરૂપમાં થતી રહી હતી.... આ ચર્ચા ધીરેધીરે ધીમી પડતી ગઈ ત્યાં તો..... બીજો એક ચકચારી બનાવ બની ગયો.....

ચલચિત્રમાં જેમ એક પછી એક ચિત્ર બદલાય એ રીતે વાસ્તવિક ઘટનાઓ બનવા લાગતાં લોકો માનવા તૈયાર નહોતા....“ના હોય....આવું બને જ નહિં.....” પણ હકીકત સામે આવતાં લોકો સામે આચરનાર નરાધમ પર ફિટકાર વરસાવવા લાગ્યા. જો કે એ બનાવ તો માની શકાય એવો હતો. છતાં પણ સત્ય હકીકત હતી.....

આ જ ગામની એક વૃદ્ધ ડોશીની સીમમાંથી લાશ મળી આવી હતી.... પછાત જાતિની આ વૃદ્ધા સીમમાં લાકડાં વીણવા ગયેલી અને ત્યાં તેના પર બળાત્કાર ગુજારી તેની સાડી વડે ગળે ફાંસો આપીને હત્યા કરી દેવામાં આવી હતી. આટલો બધો વિકૃત મગજનો કોણ નરાધમ હશે એવું ચર્ચાવા લાગ્યું. જો કે હત્યારાનું કોઈ પગેરૂં મળ્યું નહોતું.... ત્યાં આ ત્રીજો બનાવ બન્યો..... હવસખોર કોણ હશે ? હત્યા કોણે કરી હશે ? શિકારી પોતાની હવસ સંતોષવા માટે દશ વર્ષની ઉંમરની આજુબાજુની બાળાને કે પછી સાઈઠ પાંસઠ વર્ષની વદ્ધાઓનો જ કેમ શિકાર કરતો હશે....? આવા ઘણાં બધા પ્રશ્નોના જવાબ પોલીસને મળ્યા નહોતા.....જો કે આ ત્રણેય ઘટનાઓનો વિચાર કરવામાં આવે તો ગુનેગાર ઘણો બધો ચાલાક અને ચપળ હોય. ગુનો કર્યા પછી કોઈ પુરાવો તેણે છોડ્યો નહોતો...

એક જ ગામમાં અને એકજ ગામના સીમાડે બળાત્કાર અને હત્યાના બનાવો બનતાં ગામના લોકો ફફડી ઉઠ્યાં....નાની બાળાઓના વાલીઓ અને એકલ દોકલ વૃદ્ધાઓને સાચવવામાં વધુ ધ્યાન આપવા લાગ્યા.... ત્રણેય બનાવો ગરીબ વર્ગના પરિવારોના બન્યા હતા. એક જ પ્રકારની એક સરખી રીત અપનાવનાર અને પોલીસના માથાનો દુખાવો બની જનાર આ ગુનેગારને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓના દિમાગ પણ કામ ન લાગ્યા.... જ્યાં સુધી કોઈ સજ્જડ પુરાવો કે કડી ન મળે ત્યાં સુધી એ પણ આ કેસનો કોયડો ઉકેલવામાં લાગી ગયા.... દશેક વર્ષની બાળા પર બેરહેમીપૂર્વક બળાત્કાર ગુજારીને તેની નિર્દયતાથી હત્યા કરવાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી.... આ બનાવને હજુ બે દિવસ પણ વીત્યા નહોતા કે આ જ ગામમાં ત્રીજા દિવસની સવારે એક નવાજ પ્રકારનો સનસનાટીખેજ બનાવ પ્રજાની સામે આવ્યો અને પ્રજાની સાથે સાથે પોલીસતંત્ર અને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા....

ગામના બસ સ્ટેન્ડની નજીક આવેલી પ્રાથમિક શાળામાં ભણવા આવતાં ગામના બાળકો વહેલી સવારે શાળાનો મુખ્ય દરવાજો ખોલીને શાળાના મકાનમાં પહોંચ્યા અને કેટલાંક ઉતાવળિયા વિદ્યાર્થીઓ મકાનના બીજા મજલે આવેલા પોતાના વર્ગમાં જવા દાદરો ચઢવા અને ઉપરના માળની લોબીમાં નજર પડતાં જ “ભૂત....ભૂત.... ભાગો....ભાગો...”ની બૂમો પાડતાં ભયભીત બનીને દાદરો ઉતરવા લાગ્યા.....કેટલાંક તો ભાગવા જતાં પગથિયું ચૂકી જતાં પડી ગયાં....વાગ્યું પણ ખરૂં છતાં ભાગ્યા.... શાળાના કંમ્પાઉન્ડમાં ભૂત...ભૂત.... કરતા નાઠેલા વિદ્યાર્થીઓની બૂમો સાંભળીને બીજા વિદ્યાર્થીઓ પણ ભાગ્યા......

પાછળ ભૂત પડ્યું હોય એ રીતે ભાગતાં વિદ્યાર્થીઓ કંમ્પાઉન્ડના મુખ્ય દરવાજા સુધી આવી ગયા.... એમને જોઈને કેટલાંક શિક્ષકો અને અન્ય લોકોએ વિદ્યાર્થીઆને પૂછ્યું.

“છોકરાઓ..... કેમ ધમાલ કરો છો..... કેમ ભાગા ભાગ કરો છો ?”

“સાહેબ..... ત્યાં નિશાળમાં ભૂત છે.....ભૂત લટકે છે....ભૂત લટકે છે સાહેબ.....”

“ભૂત-બૂત કશું ના હોય..... ચાલો બેસી જાવ વર્ગમાં....”

પણ છોકરૂં નિશાળમાં આવાવ તૈયાર ન થયું.... એમના કહ્યા પ્રમાણે ખાતરી કરવા શાળાના મકાના ઉપલા માળે નજર કરી તો કંઈક લટકતી ચીજ નજરે પડી.... કદાચ કોઈ તોફાની બાળકે સાથી બાળકોને ડરાવવાના નુસખા રૂપે કંઈક લટકાવ્યું હશે એવું વિચારીને ખાતરી કરવા શાળાના બીજા માળે પહોંચ્યા અને જોયું તો......!

એક વૃદ્ધાની લાશ લટકતી હતી....હકીકતમાં લાશ લટકતી જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પ્રથમ તો પોલીસ અધિકારીને પણ બનાવટ લાગી....અગાઉ આ જ પોલીસ અધિકારીને કોઈક બનાવટ કરીને લાશ પડી હોવાની ખોટી માહિતી માટે દોડાવ્યા હતા. વળી આ જ પોલીસ અધિકારી આ વખતે પણ ફરજ પર હતા અને બાળાની હત્યા કેસ ઉકેલવામાં મગ્ન હતા અને ત્યાં જ ફોન આવ્યો.... આ ગામમાં આવા ત્રણ કેસ બનેલ છે અને ચોથો પણ બને એ કોઈનેય વિશ્વાસ ક્યાંથી બેસે..... પણ કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી ખાતરી કરવા.... ફરજ બજાવવા.... કદાચ સાચું પણ હોય એવું માનીને પોલીસ જીપ લઈને ઉપડ્યા.....

ફોન કરનાર વ્યક્તિએ પ્રાથમિક શાળામાં બીજા માળે વૃદ્ધાની ગળે ફાંસો આપેલી લાશ લટકે છે એવું કહ્યું હતું..... પોલીસ અધિકારી પણ એ અંગે વિચારતા પહોંચ્યા પ્રાથમિક શાળામાં....બીજા માળે પહોંચીને જોયું તો એક વૃદ્ધાની લાશ હકીકતમાં લટકતી હતી.... એની જીભ બહાર નીકળી ગઈ હતી.... શરીર પર ચણિયો અને બ્લાઉઝ પહેરેલ હતા જેમાં બ્લાઉઝ અને બ્રા ફાટી જતાં વૃદ્ધાનું શરીર અર્ધનગ્ન દેખાતું હતું.... હત્યારાએ એ જ વૃદ્ધાની સાડીથી ગળે ફાંસો આપી લટકાવી દીધી હતી.... સાડીનો વધેલો છેડો વૃદ્ધાના બંને હાથની બગલમાં ભરાવી બાંધી દીધો હતો.... બ્લાઉઝ અને ચણિયા ઉપર લોહીના ડાઘ પડેલા હતા.....

ગામ આખામાં ચકચાક જાગી ગઈ.... ગામની સવર્ણ વૃદ્ધાને બળાત્કાર કરીને તેની હત્યા કરી દીધી હોવાની વાતથી સનસનાટી મચી ગઈ.... પોલીસે લાશનો કબજો લઈ પી.એમ. માટે મોકલી આપી....ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગાડીઓ ફરીથી દોડવા લાગી..... ઘણો બધો ઉહાપોહ થયો.... પરંતુ સક્ષમ અધિકારીઓ પણ જ્યાં સુધી કોઈ પુરાવા કે કડી હાથ ન લાગે ત્યાં સુધી શું કરી શકે?

પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયેલો આ હત્યારો એટલો બધો ચાલાક નીકળ્યો કે તેણે કોઈ પુરાવો છોડ્યો નહોતો.... પોલીસની ડોગ સ્કવોડ પણ નિષ્ફળ નીવડી.....

ગામમાં ચર્ચાઓએ જોર પકડ્યું. ગામમાં ત્રણ હત્યાઓ થઈ હતી.... ત્રણેય હત્યામાં બે વૃદ્ધા અને એક બાળકી ભોગ બની હતી.... ત્રણેયની હત્યામાં એકજ પધ્ધતિ અપનાવાઈ હતી.... પ્રથમ જે પછાત અને ગબીર વૃદ્ધાની હત્યા થઈ એ કેસમાં હત્યારાએ પ્રથમ તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ પોતે ઓળખાય ન જાય એટલા માટે એ વૃદ્ધાની જ સાડીથી તેને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી.... બીજા બનાવમાં મજૂર વર્ગની એમ દશ વર્ષની બાળકીનો શિકાર કરવામાં આવ્યો હતો.... આ બાળાની ઉપર પણ બળાત્કાર ગુજારી તેને ગળે ફાંસો આપી હત્યા કરી હતી..... જ્યારે આ બનાવના બે દિવસ પસાર થયા હશે ત્યાં તો હત્યારાએ એક વૃદ્ધાનો શિકાર કર્યો હતો.... આ વૃદ્ધાના કપડાં લોહીથી ખરડાયેલા હતા. એટલે તેના પર પણ બળાત્કાર ગુજારાયો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું વળી આ વૃદ્ધાની હત્યા પણ તેણે જ પહેરેલ સાડીથી ગળે ફાંસો આપી હત્યા કરવામાં આવી હતી.

આટલા બનાવો પરથી એવું અનુમાન પણ કરવામાં આવે છે કે આ ત્રણેય બનાવો પાછળ એક જ પ્રકારની રીત અપનાવી હોવાથી હત્યારો એક જ હોવો જોઈએ... અને આ હત્યારો માનસિક વિકૃતિથી પીડાતો હોય કે પછી દશ વર્ષની આજુબાજુની ઊંમરની બાળાઓ કે જેને શારિરીક સંભોગની સમજણ પણ નથી અને એવી વૃદ્ધાઓ કે જે સંસાર જીવનથી નિવત્ત થઈ ગઈ હોય એવી સ્ત્રીઓ સાથે બળજબરીથી બળાત્કાર ગુજારી આનંદ માણવાની વિકૃતિ ધરાવતો હોય.....

એક જ ગામમાં એક જ પ્રકારની બનેલી ઘટનાઓમાં બળાત્કારી અને હત્યારો એક જ છે અને કોણ છે એ બાબતે એવું પણ અનુમાન લગાવી શકાય છે કે હત્યારો ગામની અંદર કે ગામની નજીકમાં ક્યાંક રહેતો હોય અને આ હત્યારો કાંતો કાચો કુંવારો હોય કે પછી શરીર સંભોગથી વંચિત રહેલો કોઈ પાકી ઉંમરનો પુરૂષ હોય.... કેટલાંકને તેની ઘરની સ્થિતિને કારણે સમાજમાં કોઈ છોકરી આપે નહીં એટલે લગ્નની ઉંમર વટાવી ચૂકેલા અતૃપ્ત રહી ગયેલા એકલવાયું જીવન જીવતા પુરૂષ આ રીતે પોતાની હવસ સંતોષી લે.... અથવા તો કેટલાંક પાકટ વયના પુરૂષો કે જે પોતાની પત્ની ગુમાવી ચૂક્યા હોય અને પોતાની હવસ સંતોષવાનું પાત્ર ગુમાવી બેઠો હોય એવો પુરૂષ નાસમજ બાળકી કે વૃદ્ધાઓને નિશાન બનાવી હવસ સંતોષી લેતો હોય.....

જો કે એક જ ગામમાં એક જ પોલીસ મથકની હદમાં ઉપરા ઉપરી બનેલા આ બળાત્કાર અને હત્યાના બનાવ અંગે પોલીસ અધિકારીઓ પોલીસ દિમાગ દોડાવી વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવી રહ્યા છે..... હવે જોવાનું એ રહે છે કે આ પધ્ધતિથી પોલીસને કેટલી સફળતા મળે છે......

૧૬. હોરર ફિલ્મ અને સસ્પેન્સ ફિલ્મ જેવી વાસ્તવિકતા

તમે હોરર ફિલ્મો તો જોઈ જ હશે.... સસ્પેન્સ ફિલ્મો પણ જોઈ હશે....એવી પણ ફિલ્મો જોઈ હશે જે હોરર પણ હોય અને સાથે સાથે સસ્પેન્સ પણ હોય..... હોરર કથાઓ, સસ્પેન્સ કથાઓ પણ(જો તમે એમાં રસ ધરાવતા હશો તો) વાંચી હશે....કેટલીક ફિલ્મોમાં હોરર-ભયાનક દ્રશ્ય એવાં તો બતાવતા હોય છે કે પ્રેક્ષકો વાસ્તવમાં ભયભીત થતા હોય છે..... અમાસની રાત હોય કે પૂનમની રાત હોય.... ક્યાંક કોઈ વેરાન યા સ્મશાનમાંથી એક ભયાનક પડછાયો બહાર નીકળે.... કોઈ પ્રેતાત્મા ધીમે ધીમે આગળ વધે અને પ્રેક્ષકોના ધબકારા વધે.... ભૂતને એટલો ભયાનક બતાવે કે.... ખોફનાક ચહેરો.... ચહેરા પર ખરબચડી સપાટી.... બે હોઠ વચ્ચે બંને ખૂણા પર રાક્ષસી દાંત..... આંખો એકદમ સ્થિર અને ભાવહિન.... આ ભૂત સીધે સીધું જતું હોય એના પગ આગળ નીચે નજર ના હોય..... આવા દ્રશ્યો ફિલ્મોમાં જોવા મળે અને સ્સપેન્સ પણ....

પરંતુ આવા હોરર દ્રશ્યો વાસ્તવમાં જોયા છે? કોઈ ઘટનાનું સસ્પેન્સ વાસ્તવિક જીવનમાં જોઈ કે અનુભવી છે? અહીં રજુ કરેલા કિસ્સામાં પ્રેમ અને નફરત છે.... હોરર અને સસ્પેન્સ પણ છે.... આ રોમાંચક ઘટનાની વિગતો જોઈએ.....

ફેબ્રુઆરી મહિનો અડધો પસાર થઈ ગયો હતો.... શિયાળાનો સમય હતો.... કાતિલ ઠંડીનું સામ્રાજ્ય સર્વત્ર ફરી વળ્યું હતું.... ઠંડીથી બચવા માટે કાળા માથાનો માનવી તરેહ તરેહના ઉપાય કરતો હતો.... કોઈ ગરમ ધાબળા ઓઢે છે કોઈ ઉનનાં કપડાં પહેરે છે.... કેટલાંક છોકરાઓ તાપણું કરીને ઠંડી ભગાડે છે..... સવારના નવ-સાડા નવ વાગ્યાનો સમય હતો... સૂર્યનો તડકો મેળવવા કેટલાંક ચોગાનમાં જમા થયા છે.... અને એવા સમયે....

તાલુકાના મુખ્ય મથકના પોલીસ સ્ટેશનની પાછળ આવેલા ચર્ચ પાસેના ફળિયામાં ભયાનક દ્રશ્ય ખડું થઈ ગયું..... ચોવીસ-પચ્ચીસેક વર્ષની ઉંમરનો એક યુવાન ફળિયા વચ્ચે સળગતી હાલતમાં દોડી રહ્યો હતો.... આ દ્રશ્ય જોઈન ઠંડીમાં ઠુંઠવાઈ બેઠેલા કૂતરા પણ ભયભીત બનીને ભસતા ભસતા દૂર નાઠા..... જે કોઈએ આ દ્રશ્ય જોયું.... પહેલાં તો કૂતુહલવશ બનીને જોઈ રહ્યા.... પછી હકીકતમાં કોઈક સળગે છે એવી ખાતરી થતાં સડક થઈ ગયા. અને પછી સળગ્યો.... એ સળગ્યો....એવી બૂમો પાડવા લાગ્યા....

ન ધારેલું થાય.... માન્યામાં ન આવે એવું દ્રશ્ય નજર સમક્ષ ચડે ત્યારે માનવી કાં તો સ્થિર થઈ જાય કે પછી બુમો પાડવા માંડે.... પણ કંઈક કાર્ય કરવાનું ન સૂઝે.... સમજ્યા વગરની બૂમો પાડતો રહે.... આ કિસ્સામાં પણ એવું જ બન્યું....ભડભડ સળગતો પેલો યુવાન ચાલવા માટે અસમર્થ બની ગયો.... આંખો આગળ આગની જવાળા સળગતી હતી.... ફળિયાના છેડા સુધી પહોંચેલો યુવાન પાછો ફર્યો.... અને ધબ દઈને ધરતી પર પટકાયો...

એ હતો પ્રેમમાં નાસીપાસ થયેલો પ્રતિક.... મા શિક્ષિકા અને પિતા કોન્ટ્રાક્ટર... મોટો ભાઈ પરણેલો.... શહેરમાં જ એક દવાની દુકાને નોકરી કરતો હતો.... પ્રતિક કોલેજ કરતો હતો અને ટાઈપ પણ શીખવા જતો હતો.... તેના જ ફળિયામાં તેના ઘરની નજીકમાં રહેતી પ્રીતિકા પણ કોલેજ કરતી હતી અને ટાઈપ પણ શીખવા જતી હતી....બંને પડોશી....બંને સાથે જ કોલેજ જાય - આવે.... ટાઈપ ક્લાસમાં પણ સાથે જ હોય.... બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા.... એકાંતમાં બંને પ્રેમીપંખીડા ગૂટરગૂ કરતા રહ્યા.... ત્રણ વર્ષ પસાર થઈ ગયા....બંને વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ પાંગર્યો કે બંને એક-બીજા વિના રહી શકતા નહોતા.... સમાજ એમને નડવા લાગ્યો.... સમાજથી દૂર જઈને પોતાની અલગ દુનિયા વસાવવા એક રાત્રે બંને યુવાન પ્રેમી પંખીડા ઘેરથી ભાગી ગયા.... પરંતુ બહુ દૂર ઊડી ન શક્યા....ઝડપાઈ ગયા....પ્રીતિકા એના પિતાના ઘેર ચાલી ગઈ....શરમનો માર્યો પ્રતિક તેની મોટી બહેનના ઘેર થોડા સમય માટે રહેવા ચાલ્યો ગયો....

આ બાજુ પિતાના ઘેર પરત આવેલી પ્રીતિકાને તેના મા-બાપ,કાકા,કાકી, વગેરે ઘણું સમજાવી.... અંતે પ્રીતિકાના મગજમાં વાત બેઠી એટલે તેના પિતાએ પ્રીતિકાને માટે મુરતિયો શોધવા માંડ્યો.... મળી પણ ગયો.... છોકરા - છોકરીને ભેગા કરવામાં આવ્યા.... પરસ્પર પસંદગી થઈ જતાં સગાઈ પણ થઈ ગઈ.... ક્યારેક ક્યારેક પ્રીતિકા તેનો ભાવિ પતિ સ્કુટર ફરવા માટે લઈ જતો.....

પોતાની બહેનના ઘેર રહેતો પ્રતિક આવ્યો.... આત રોકાયો હતો..... એની ભાભીએ પ્રીતિકાની સગાઈ થઈ ગઈ છે એ વાત દિયરને કરી હતી.... એ આખી રાત પ્રતિકને ઊંઘ નહોતી આવી.... ત્રણ ત્રણ વર્ષ સુધી જેને પ્રેમ કર્યો એ પ્રીતિકા હવે પારકી થઈ જશે...

બીજા દિવસની સવારમાં પ્રતિક ચ્હા-પાણી કરીને કપડાં પહેરીને તૈયાર થયો.... અને ઘરની બહાર નીકળ્યો....પણ પછી..... ન બનવાનું બન્યું....ફળીયા પેલા છેડા પર પ્રતિક સળગેલી હાલતમાં પડ્યો છે એ જાણીને તેની ભાભી દોડતી પહોંચી ઘટના સ્થળે.... કોઈકે પ્રતિકના ભાઈને સંદેશો કહેવડાવતાં પ્રતિકને એક રિક્ષામાં નાંખી તાત્કાલિક દવાખાને લઈ ગયા.

શિયાળો હતો.... કડકડતી ઠંડી હતી.... ઠંડીથી બચવા લોકો લોકો તાપણું કરતાં.... અને તાપણાની ઝોળ લાગવાથી અકસ્માત મોત થવાના પણ અનેક બનાવો બનતા..... પ્રતિક પણ આ રીતે દાઝી ગયો હશે એવું માનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો....

પોતાના પોલીસ મથકની હદમાં અકસ્માતે દાઝી જવાનો બનાવ બન્યો હોવાથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઘટના સ્થળે દોડી જઈ લાગતાં વળગતાના નિવેદનો લેવા લાગ્યા.... પ્રતિક અકસ્માતે દાઝી ગયો છે કે તે જાતે સળગ્યો છે એ પ્રશ્નનો જવાબ મેળવવા નજીકમાં આવેલ પ્રતિકની પ્રેમિકા પ્રીતિકા અને તેની માતાનાં પણ નિવેદનો લીધાં. મા-દીકરીના નિવેદને ઈન્સ્પેક્ટરને આશ્વર્યમાં મૂકી દીધા....

પ્રીતિકા અને તેની મા બંને પોતાના ઘરમાં બેઠા બેઠા ઘરકામ કરી રહ્યા હતા ત્યારે નવ- સાડા નવેક વાગ્યાના સુમારે પ્રીતિકાની નજર અચાનક પોતાના ઘરની પાછળ પડતાં બારણામાં પડી અને એકદમ ઉભી થઈ ગઈ.... પાછળના દરવાજામાં પ્રતિક પોતાની જાતે સળગતો ઘરમાં પ્રવેશ્યો અને ઉભી થઈ ગઈ.... પાછળના દરવાજામાં પ્રતિક પોતાની જાતે સળગતો પ્રવેશ્યો અને ઉભી થયેલી પ્રીતિકાને જોતાં જ એને બાથ ભરવા માટે દોડ્યો..... પલકવારમાં નિર્ણય કરવાનો હતો.... પ્રતિક પોતાને પણ સાથે સળગાવી મારવાનો ઈરાદો ધરાવતો હતો એવું જાણી જતાં જીવ બચાવવા માટે પ્રીતિકા ઘરના આગળના બારણામાં થઈને ઓસરીમાં આવી ગઈ..... તેની પાછળ ભયભીત બની ગયેલી તેની મા પણ દોડી.... ત્રણ ત્રણ વર્ષ સુધી પ્રેમના આલિંગનમાં રહેલી પ્રીતિકા પ્રેમીથી દૂર ભાગી રહી હતી.... પ્રતિક પણ તેની પાછળ પાછળ આગળના બારણામાં થઈને બહાર આવ્યો.

જીવ પર આવી ગયેલો પ્રતિક પોતાને સળગાવી જ મારશે એ વિચારથી ગભરાઈ ગયેલી પ્રીતિકા જીવ બચાવવા ફળિયા વચ્ચે દોડી.... તેની પાછળ તેની મા દોડી.... જેણે આ દ્રશ્ય જોયું હશે એની નજર સામે હજુ પણ એ દ્રશ્ય દેખાતું હશે....

આગની લપટમાં લપટાયેલો પ્રતિક પ્રેમિકાની એકદમ નજીક પહોંચી ગયો.... આગની ઝોળ તેની આંખોમાં આગળ જાણે પડદો બની જતી હતી..... પાછળ આવી રહેલા મોતને જોતી અને આગળ ભાગતી પ્રીતિકાને ઠોકર વાગી અને બંને મા-દીકરી જમીન પર પટકાઈ.... ત્યાં સુધી તો પ્રતિક એમની એકદમ નજીક આવી ગયો હતો.... બંને મા-દીકરીના હોશ ઉડી ગયા.... હવે જે થાય તે ખરૂં એમ વિચારીને આંખો બંધ કરીને પડી રહી.... સદ્દનસીબે એ દરમ્યાન પ્રતિક ભડકે બળી રહ્યો હતો. એને આગળ કશું દેખાતું નહોતું..... જમીન સરસી ઊંધી પડી રહેલી પ્રીતિકા અને એની મા પ્રતિકને દેખાઈ નહીં અને એ બંનેની પાસેથી સળગતો પ્રતિક પસાર થઈ ગયો.... થોડે આગળ ગયો અને પછી અચાનક તે પાછળ ફર્યો.... એ જોઈને બંને મા-દીકરી ફરીથી ઉઠીને પાછી ભાગી.... પ્રતિક પણ તેમની પાછળ ભાગવા જતો હતો પણ ભાગી ન શક્યો.... તેનું આખું શરીર ભયંકર રીતે દાઝી ગયુ હતું....માંડ થોડું ચાલ્યો અને ધબ દઈને પટકાયો જમીન પર....પ્રીતિકા અને એનીમા બચી ગયા....

આ જવાબો ઉપરથી પોલીસે માન્યું કે પ્રતિક જાતે સળગ્યો હતો....હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રતિકના પ્રાણ બળેલું ખોળિયું છોડી ગયા.... પરંતુ મરતાં મરતાં પ્રતિકે પોતાના મરણોન્મુખ નિવેદનમાં જે લખાવ્યું હતું એનાથી આત્મહત્યાનો કેસ હત્યામાં ફેરવાઈ ગયો....

હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર સમક્ષ મરણોન્મુખ નિવેદનમાં તેની પ્રેમિકા પ્રીતિકા અને તેના ઘરવાળાઓએ તેને સળગાવ્યો હતો. એવું જણાવી તેણે હિસ્ટ્રી કહી.

બનાવના દિવસે સવારે તેના ઘેર તેના ભાભી અને દાદી હતા. મોટાભાઈ અને મા નોકરીગયા હતા. તેના પિતા ધંધાર્થે બહાર ગયા હતા. સવારના નવ સાડા નવ વાગ્યે પ્રતિક તૈયાર થઈને બહાર જવા નીકળ્યો હતો.... અનાયાસે જ તેની નજર તેની પ્રેમિકા પ્રિતીકાના ઘર તરફ નજર ગઈ અને પ્રતિક ફળિયા વચ્ચે ઉભો રહી ગયો. પ્રિતીકા તેને ઈશારો કરીને ઘરમાં બોલાવતી હતી.... પ્રતિક પ્રીતિકાને મળવાની લાલચ જતી ન કરી શક્યો.... કદાચ પ્રીતિકા એકલી હશે અને કંઈક કહેવા માગતી હશે એમ માનીને પ્રતિકે આજુ-બાજુ નજર કરી.... કોઈ જોતું તો નથી ને...? અને ખાતરી કર્યા પછી પ્રતિક પ્રીતિકાના ઘરમાં ગયો..... ગયો એવો જ પ્રીતિકાના ઘરમાં ભરાઈ રહેલા તેના પિતા- મા,દાદી,કાકા,કાકી વગેરેએ પ્રતિકને પકડી લીધો અને કેરોસીન રેડીને દિવાસળી ચાંપીને સળગાવ્યો અને ઘરની બહાર ધકેલી દીધો.... પ્રતિકે આગથી બચવા માટે આંધળી દોટો મૂકી પરંતુ તેને બચાવવા કોઈ આવ્યું નહીં.... દોડતો દોડતો ફળિયાના છેડે જઈને પડ્યો ત્યારે આવી પહોંચેલા તેના ભાઈએ તેની ઉપર ગોદડી નાખીને તેને ઓલવી નાખ્યો અને તાત્કાલિક રીક્ષામાં નાંખી હોસ્પિટલમાં લઈ ગયો.....

આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. તરેહ તરેહની ચર્ચાઓ થતી હતી... પહાડ જેવો પોતાનો દિકરો મોતને ભેટતાં શોકમગ્ન બનતાં પિતાને જ્યારે ખબર પડી કે તેમનો દીકરો પ્રતિક જાતે સળગ્યો નથી પણ પ્રીતિકા અને તેના ઘરના માણસોએ પ્રીતિકાના લગ્ન સમયે વિધ્ન ઊભું ન કરે એ માટે પ્રતિકનો કાંટો કાઢી નાંખવા પુર્વયોજીત કાવતરૂં કરીને સળગાવી માર્યો છે ત્યારે કચેરીઓના પગથિયાં ઘસીને ન્યાય મેળવવા દોડા દોડી કરવા લાગ્યા....

અંતે છ વર્ષ બાદ ન્યાયની દેવીએ આંખે પાટા બાંધીને ન્યાયના ત્રાજવામાં ન્યાય તોળ્યો... પ્રતિકે મરતી ઘડીએ સક્ષમ અધિકારીને આપેલ નિવેદનને મરણોન્મુખ નિવેદન સબળ પુરાવો ગણીને પ્રીતિકાના પિતા, કાકા-કાકી વગેરેને છ જણાને જન્મટીપની સજા કરી ત્યારે પ્રતિકના પિતાની આંખમાં આંસુ આવી ગયાં... આરોપીઓને સજા થઈ એટલા માટે નહીં પણ ન્યાયની દેવીએ કરેલા ન્યાયથી લાગણી વશ થઈ ગયા હતા અને પ્રેમની વેદી પર બલિ ચડનાર પોતાના પુત્ર પ્રતિકની યાદમાં.....

૧૭. ઘટના અને દુર્ઘટના વચ્ચેનો ભેદ....

સપના એકાએક અદ્રશ્ય થઈ ગઈ.... બાવીસ વર્ષની ઉંમરની સપના શહેરમાંથી એકાએક અદ્રશ્ય થઈ જતાં તેની શોધ કરવા માટે ભારે દોડધામ મચી ગઈ.... હજુ તો કાલે તેને તેની ખાસ બહેનપણી શાલુની સાથે બજારમાં જતા જોઈ છે અને આજે....?

આખી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ..... કેટલાંક જુવાનિયાઓ પણ સપનાની શોધમાં લાગી ગયા.... સપનાના મા-બાપની આબરૂનો સવાલ હતો..... હજુ હમણાં થોડા દિવસ પહેલાં તેની સગાઈ કરવામાં આવી છે અને લગ્નનો દિવસ પણ નજીક આવતો જાય છે.... તેની સાસરી વાળાને શું મ્હદં બતાવીશું..... એમને શું જવાબ આપીશું.....? ક્યાંક પોતાના ભાવિ પતિને મળવા તો નહીં ગઈ હોય ને.....? આ વિચાર આવતાં જ ગોવિંદભાઈ અને લીલાબેનને રાહત થઈ.... તેમણે સપનાની સાસરીમાં એક યુવાનને મોકલ્યો..... પણ જ્યારે તે પાછો આવ્યો અને એણે જે જવાબ આપ્યો એ સાંભળીને સપનાના મા-બાપ લીલાબેન અને ગોવિંદભાઈ ફરીથી ચિંતા કરવા લાગ્યા....

સપનાની સાસરીમાં ગયેલો યુવાન સપનાના પતિને જ મળીને આવ્યો હતો. યુવાને કેટલાંક તર્કબદ્ધ સવાલો પૂછીને એટલું તો જાણી જ લીધું કે સપના તેના પતિને સગાઈ બાદ મળી નથી..... તો....? ક્યાં ગઈ હશે....? ક્યાંક સપના છૂપી રીતે કોઈ યુવાનને પ્રેમ કરતી હોય અને પોતાના લગ્ન પહેલાં એ યુવાન સાથે ભાગી ગઈ હોય એવું તો....?

પણ.....ના.....ના..... સપના દેખાવ સુંદર હતી.... તેનું શરીર પણ યુવાનોને આકર્ષે એવા યૌવનથી બદાયેલું હતું પણ.... તેના રોજના ક્રમ પ્રમાણે તે કોઈ યુવાનને પ્રેમ કરતી હોય એવી તો લેશમાત્ર શંકાને સ્થાન નહોતું.....અને વળી સપનાએ વિક્રમને પ્રથમ મુલાકાતે જ પસંદ કર્યો હતો......જો કોઈ યુવાન સાથે તેને પ્રેમ હોત....અને એની સાથે ભાગી જવું હોત તો તેણે વિક્રમ સાથે લગ્ન કરવાની સંમતિ આપી ન હોત.... અને મૂરતિયો પસંદ કરવો કે ના કરવો એ માટે ગોવિંદભાઈએ પણ સપનાને આઝાદ રાખી હતી. એટલે પરાયા યુવાન સાથે ભાગી જવાની વાત તો નક્કામી જ હતી.

કોલેજ સુધી ભણેલી સપનાના કોણ કોણ મિત્રો હતા એની તપાસ કરી.... વિચાર કર્યો પણ ક્યાંયથી કોઈએ એવા સમાચાર ન આપ્યા કે સપના કોઈ યુવાન મિત્રને મળતી હતી.....સોસાયટીના યુવાનોએ પણ ખાત્રી આપી કે સપના કોઈ જ યુવાન સાથે બોલતી નહોતી કે તેના રૂપને જોઈને આકર્ષાતા યુવાન સામે સપના જોતી સુદ્ધાં નહોતી... એ તો મોટા ભાગે એની બહેનપણીઓમાં....

અરે હાં.... સપનાની ખાસ બહેનપણી એક ન હતી.....શાલુ.....સગી બહેનોકરતાં પણ વધારે પ્રેમ ધરાવતી આ બંને બહેનપણીઓ અવારનવાર એક બીજીને મળતી હતી.... કદાચ એ શાલુને મળવા ગઈ હશે.... વળી પાછી ગોવિંદભાઈ અને લીલાબેનની ચિંતા ઓછી થઈ.....શાલુ આ સોસાયટીમાં જ રહેતી હતી. પણ તેના લગ્ન થઈ ગયા હતા. લગ્ન પછી શાલુ સાસરીમાં રહેવા ચાલી ગઈ હતી. જો કે શાલુના પતિનો વેપાર શહેરમાં જ ચાલતો હોવાથી શાલુ અને સપના એક બીજીને અવાર નવાર મળી શકતી હતી. કેમ કે ધંધાના સ્થળે જ શાલુ પતિ સાથે રહેતી હતી....કદાચ સપના તેના ભાવિ પતિ વિશે વાતો કરવા માટે શાલુના ઘેર ગઈ હશે....

શાલુ અને સપના બંને એક સોસાયટીમાં બાજુ-બાજુમાં જ રહેતી હોવાથી બચપણથી જ બંને સાથે રમતા હતા....

સાથે રમવાનું..... જમવાનું.... ન્હાવાનું-ધોવાનું બધું જ સાથે.... નાનપણથી જ સાથે ઉછરેલી આ બંને સખીઓ બાલમંદિરથી માંડીને કોલેજ સુધી સાથે ભણી હતી.....પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, એક સાથે જ લીધું હતું..... એટલું જ નહિં પણ બંને સખીઓ એક જ વર્ગમાં એક જ બેન્ચીસ પર બેસતી. એકવખત તો બંનેને અલગ-અલગ વર્ગમાં બેસાડતાં બંને સખીઓએ આખી સ્કુલ માથે લીધી હતી..... એક જ વર્ગમાં બેસીને ભણવાની જીદ આગળ આચાર્યએ પણ નમતું જોખ્યું હતું અને વર્ગશિક્ષકને કહીને બંનેને એક જ વર્ગમાં બેસાડી હતી. જો કે બંને ભણવામાં પણ પાવરધી હતી. ગૃહકાર્ય સાથે કરતી....પરીક્ષા પૂર્વેની તૈયારીઓ પણ સાથે જ કરતી...

બંને ખાસ બહેનપણીઓ હોવાથી રાત્રિના એક જ પલંગમાં પરસ્પરને આલિંગન આપીને ઊંઘી જતાં.... ક્યારેક શાલુના ઘેર તો ક્યારેક સપનાના ઘેર....

સવારમાં બંનેને ઊંઘમાંથી જગાડવા જતાં સપનાની મા લીલાબેન તેમને ઢંઢોળતા ઢંઢોળતા બબડતાં પણ ખરા કે,

“ખરી છોકરીઓ છે.... આટલી બધી તે લાગણી હોતી હશે.....? જ્યારે જુઓ ત્યારે લાજ શરમ વગરની..... આવડી મોટી થઈ છે પણ જો ને.....” અને શાલુ-સપના બંને કઢંગી હાલતમાં સૂતી જોઈને અને બંનેના કપડાં અસ્તવ્યસ્ત હાલતમાં જોઈને લીલાબેન અકળાઈ ઉઠતાં અને બોલતાં..... કપડાંનુંય ભાન રાખતી નથી.....

પણ આ બંને સખીઓમાં ક્યારેય વિખૂટા પડવાનો વિચાર પણ પેદા થયો નહોતો.... હા.... જ્યારે શાલુના લગ્ન થયા ત્યારે તેને વળગીને સપના ખૂબ રડી હતી.... જો કે પછી શાલુ શહેરમાં જ રહેવા આવતી રહી એટલે બંને ફરીથી સાથે રહેવા લાગી હતી....

શલુ અને સપનાની બહેનપણાની વાત ધ્યાન પર આવતાં શાલુના ઘેર તપાસ કરવા ગોવિંદભાઈ જાતે જ તૈયાર થયા કે તેમને એકબીજો આંચકો આપે એવા સમાચાર મળ્યા, શાલુનો પતિ જ સપનાને ઘેર આવ્યો અને તેમને પૂછપરછ કરે તે પહેલાં જ તેમણે શાલુ વિશે પૂછ્યું.

“શાલુ અહીં આવી છે ?.....”

“શાલુ.....! અહીં તો નથી આવી પણ.... સપના તમારે ત્યાં આવી છે ? અમને એમ કે શાલુને મળવા સપના ત્યાં આવી હશે ?” પ્રશ્નો ગૂંચવાળા પેદા કરવા લાગ્યા.....

“શાલુ ઘેરથી ક્યારની નીકળી છે ?”

“આજે બપોરે....”

“તો.... સપના પણ આજે બપોરે નીકળી છે....કોઈને કહ્યું પણ નથી કે ક્યાં ગઈ છે ?” સિનેમા જોવા ગઈ હોય તોય કહીને જાય..... પણ.

હવે બંનેને શોધવા માટે શાલુના પતિ અને સપનાના પિતા શહેર આખામાં ફરી વળ્યા. સગાવ્હાલામાં ફરી વળ્યા.... ક્યાંયથી બંનેની ભાળ મળી નહીં ત્યારે રાત્રે હારીને થાકીને પાછા આવેલાં બંને જણાં ભગવાન પર ભરોસો રાખી બેસી રહ્યા.... પણ સપનાના મા-બાપ કે શાલુના પતિને ક્યાં ખબર હતી કે કાલે શું થવાનું છે ?

બપોરના સમયે ઘેરથી નીકળેલી આ બંને સખીઓ બસ સ્ટેશનમાં આવી....ક્યાં જવું છે એનું કોઈ આયોજન નહોતું....એટલે બંને સખીઓ પ્રથમ જે બસ આવી એમાં બેસી ગઈ અને અંતિમ બસ સ્ટેશનની ટિકીટો લઈ લીધી.

બસમાં એક જ સીટ પર બેઠેલી શાલુ અને સપના આનંદિત હતી. ઘણાં સમય બાદ જાણે પ્રેમીપંખીડાનું મિલન થયું હોય એ રીતે શાલુ અને સપના ભાવવિભોર બનીગઈ હતી. બસમાં અન્ય મુસાફરો પણ બેઠેલા છે. એનો ખ્યાલ રાખ્યા વગર જાણે બંને સખીઓ હવામાં ઉડતી હતી આજુબાજુ બેઠેલા મુસાફરો આ બંને સામે કુતુહલથી જોતાં હતા. કેટલાંક જુવાન મુસાફરોની નજર વારંવાર આ બંને યુવાન સખીઓ પર ચોંટી જતી પણ શાલુ-સપનાને એ તરસ્યા યુવાનો સામે જોવાની પણ પડી નહોતી બંને જણીઓ પોતાની મસ્તીમાં મશગુલ હતી.

“ખરેખર કહું સપના... તારા બનેવી હને ખૂબ પ્રેમ કરે છે પણ તારા વગરની એક્ષણો મને જરાય ગમતી નહોતી....”

“હા શાલુ....મને પણ તારા વગર ગમતું નહોતું જરાય..... થોડા દિવસ પછી મારા લગ્ન થઈજાત તો હું તો વિખૂટી પડી જાત.... અને તારા વગર ઝૂરી ઝૂરીને મરી જાત.... આપણી દોસ્તી પાક્કી છે.... એટલે તો આપણે અહીં બસમાં સાથે જઈ રહ્યા છે.....”

“અને હવે.... આપણે ક્યારેય છૂટા નહીં પડીએ..... સાથે જીવશુ સાથે મરીશું....લોકો આપણને સાથેજીવવા તો નહિં દે પણ સાથે મરવા તો દેશે ને....!”

એસ.ટી. બસના છેલ્લા સ્ટેશને બંને બહેનપણીઓ ઉતરી ત્યારે જાણે કે જેલમાંથી મુક્ત થયેલા કેદીથી પણ વધારે ખુશ જણાતી હતી. સામાન કંઈ ખાસ નહોતો એમની પાસે....બંને પાસે એક એક લેડિઝ પર્સ હતા અને તેમાં થોડા રૂપિયા.... બંને સખીઓની તો ભૂખ પણ મરી પરવારી હતી જાણે.... બંને એકબીજાને મળી એ જ એમની ભૂખ સંતોષાઈ ગઈ એવું માનતી હતી.

નજીકના રેલવે સ્ટેશનથી બંને સખીઓ રેલના પાટા પર ચડી ગઈ....અને શહેરથી ઘણે દૂર એકાંતમાં નીકળી ગઈ. એક ઝાડ નીચે બેસીને રાહતનો દમ લીધો અને પછી એકબીજાની સામે લોલુપ નજરે જોઈને પરસ્પર આલીંગનમાં ભરાઈ ગઈ.... ખુશીની મારી ઉછળી પડી હતી બંને સખીઓ....

વનવગડાનું એકાંત હતું..... ક્યારેક ક્યારેક નજીકના રેલવેના પાટા પરથી ગાડી પસાર થતાં શાંત વાતાવરણમાં ખળભળાટ મચી જતો.... રાત્રિ ધીરે ધીરે ગાઢ બનતી જતી હતી અને અંધકાર એકાંતમાં આ બંને સહેલીઓ ડર્યા વગર એકબીજાની બાહુમાં સમાઈ જઈને ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાતો કરતી હતી. બંનેના પહેરેલા કપડાંનાં પણ ઠેકાણાં રહ્યાં નહોતાં એટલી મસ્તીમાં આવી ગઈ હતી જાણે.....

સપનાને પોતાના વગર મા-બાપ શું કરતા હશે અને શાલુને પોતાના પતિ શું કરતો હશે એની જરાય ચિંતા ન હોતી કે બંનેની વાતોમાં તેનો જરાય ઉલ્લેખ થતો નહોતો. આખી રાત જાણે કે બંને સખીઓ સ્વપ્નમાં રાચતી રહી હતી અને.....

પરોઢમાં તો બંને સખીઓ થોડા થોડા કઢંગી હાલતમાં અસ્ત વ્યસ્ત કપડાં સાથે ચિર નિંદ્રામાં પોઢી ગયેલી હાલતમાં પડી હતી.

ત્યાં થઈને નજીકનો કોઈ રહેવાસી કુદરતી હાજતે જવા નીકળ્યો હશે કે તેણે આ યુવતીઓને પડેલી જોતાં જ ચમક્યો..... અને સીધો જ પોલીસને બોલાવી લાવ્યો.... બંને અજાણી યુવતીઓના મૃતદેહ જોતાં જ કાળજુ કંપાવી નાંખે એવું દ્રશ્ય ખડું થઈ જતું.....

પોલીસે કાયદેસરની કાર્યવાહી આટોપી અને બંને યુવતીઓની લાશ પાસેથી મળેલ સરનામા પરથી તેમના સગા વહાલાને બોલાવી તપાસ પૂરી કરી પરંતુ.....

વતનથી ચારસો કિલોમીટર જેટલા દૂર જઈને એક સાથે બંને સખીઓએ ઝેર ઘોળીને જીવનનો અંત આણી દીધો એ આખું રહસ્ય વનવગડાના શાંત વાતાવરણમાં જાણે કે ધરબાઈ ગયું..... બંનેના જીવનના અંત સાથે જ આ ઘુંટાતા રહસ્યનો અંત આવી ગયો. શાલુનો પતિ, સપનાનો ભાવિ પતિ,બંને સખીઓ ઘર છોડીને ભાગી ગઈ એ ઘટના અને ઝેર ઘોળવાની દુર્ઘટના વચ્ચેનો ભેદ સમજ્યા હશો ?

૧૮. જોરૂ....જવાન....અને ઝનૂન....

મધરાતનો સમય હતો. સઘળુ ઝંપી ગયું હતું. ગામની સીમમાં ભેંકાર ભાસતો હતો. ક્યાંક ક્યાંકથી ચિબરીના બોલવાનો અવાજ આવતો હતો. દૂર આવેલ તલાવડીના કિનારેથી ટીંટોડીનો અવાજ કાને પડતો હતો. આ સિવાય સર્વત્ર સૂનકાર ભાસતો હતો. એવા સમયે એક આધેડ નારી ડરની મારી ભાગતી હતી. જાણે ભૂત પાછળ પડ્યું હોય એવી રીતે ફાળ ભરતી જઈ રહી હતી. ભયભીત બનેલી આ નારીએ તેના દિયરના ઘરનો દરવાજો ખટખટાવ્યો....અને દિયરના ઘરનો દરવાજો ખૂલે એની રાહ જોવાની પણ ધીરજ ખોઈ બેઠેલી આ નારી “દરવાજો ખોલો.... જલદી....” એવી બૂમો પાડવા લાગી. કોશો દૂરથી દોડીને આવી હોય એમ એની છાતી ધમણની માફક ઉચી-નીચી થતી હતી. હાંફી ગઈ હતી એ.

ઘરનો દરવાજો ખૂલતાં જ એ ઘરમાં ઘૂસી ગઈ. “ભાભી તમે ! આમ.... અત્યારે અડધી રાતે ! કશું બન્યું હોવાની શંકા જતાં પૂછ્યું.”

“તમારા ભાઈ તો ઉંટગાડી લઈને બાજરી વેચવા શહેર ગયા છે હજુ આવ્યા નથી....પણ....”

“પણ શું ભાભી ? દિયરનો જીવ તાળવે ચોંટી ગયો. મોટાભાઈના કોઈ માઠા સમાચાર તો નથી ને ? એવું વિચારી ઢીલો થઈ ગયો. પણ જ્યારે ભાભીએ વાત કરી એ સાંભળીને તો દિયર પણ સડક થઈ ગયો.”

ગામના સીમાડામાં પોતપોતાના ખેતરનો પાક સાચવવા ખેતરોમાં ખેડુતો મકાન બાંધીને પોતાના કુટુંબ-કબીલા સાથે રહેતા હતા. એટલે બંબે ખેતરવા દૂર છૂટા છવાયા ઘર બન્યા હોવાથી અને ત્યાં કુટુંબ સહિત લોકો રહેતા હોવાથી રાત- મધરાતે ડર લાગે એવું નહોતું. વળી ખેડૂત પત્ની પણ ટેવાઈ ગઈ હોવાથી ડર નામની ચીજ એમના મગજમાં સામાન્ય રીતે ન હોય પણ....

પોતાના ઘરની ઓસરીમાં પોતાના બાળકો સાથે ખાટલામાં પડી પડી જશોદાની આંખમાં ઉંઘ ન હતી. એની પાછળના બે કારણો હતા. એક તો એનો પતિ ઉંટગાડી લઈને શહેરના બજારમાં બાજરી વેચવા ગયા હતા એ હજુ આવ્યા નહોતા એટલે એમની રાહ જોવાની હતી. મઘરાત થવા આવી હોવા છતાં પતિ પરત આવ્યા નહીં હોવાથી ચિંતા થતી હતી. બીજું કારણ એ પણ હતું કે, જશોદા જ્યાં સૂઈ રહી હતી ત્યાંથી બે ખેતરવા દૂર આવેલા ખેતરમાં ખેડ કરવા માટે ટ્રેક્ટરની હેડ લાઈટ ક્યારેક આ બાજુ પણ પ્રકાશ ફેંકતી હતી. ટ્રેક્ટરનો અવાજ એના લીધે જશોદા ઉંઘી શકતી નહોતી.

ખેડ કરતું ગામના સરપંચનું હતું અને એ ટ્રેક્ટર પર નજીકના ગામનો યુવાન કાનો ડ્રાઈવર હતો એ જશોદાને ખબર હતી. આ કાનો હજુ અઠવાડિયા પહેલાં અહીં નજીકમાં રહેતા ખુમાનસિંહના ટ્રેક્ટર પર ડ્રાઈવીંગ કરતો હતો. કાનો અપરણિત હોવાથી ખુમાનસિંહના ઘેર જ ખાતો પીતો હતો અને નોકરી કરતો હતો. ખુમાનસિંહ પોતે કુંવારો હતો. પણ તેનાથી નાનોભાઈ હજુ હમણાં જ પરણ્યો હતો. અને આ ચાર ભાઈઓ વચ્ચે એક બહેન હતી. ૧૮-૧૯ વર્ષની ઉંમરની કૈલાસ પણ કુંવારી હતી. ભાઈના લગ્ન થયા પછી એના માટે મુરતીયો શોધવાનો હતો પરંતુ....

ખુમાનસિંહને જ્યારે એક ગુપ્ત વાતની જાણ થઈ ત્યારે તેનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. તેમના ટ્રેક્ટર પર ડ્રાઈવીંગ કરતો કાનો પોતાની બહેન કૈલાસ સાથે આંખો લડાવી રહ્યો હતો. ડ્રાઈવર કાનો એકલતામાં કૈલાસ સાથે છાનગપતિયાં કરતો હતો ત્યારે આ કાનો કૈલાસ સાથે પ્રેમ કરતો હોવાની વાત જાણ્યા પછી ગુસ્સે ભરાયેલા ખુમાનસિંહે કાનાને નોકરીમાંથી કાઢી મૂક્યો અને ત્યાર પછી આ કાનો ગામના સરપંચના ટ્રેક્ટર પર ડ્રાઈવીંગ કરતો હતો એ જશોદા જાણતી હતી.

રાતના બારેક વાગ્યા હશે....

ત્યાં.... અચાનક એક ચીસ સાંભળીને જશોદા સફાળી બેઠી થઈ ગઈ. એ કારમી ચીસ સાંભળીને બેઠી થઈ ગયેલી જશોદાની નજર પ્રથમ જ્યાં ટ્રેક્ટર ફરતું હતું એ તરફ ગઈ અને કોઈ ગર્ભીત ભયથી ફફડી ઉઠી.

કોઈની ચીસ સાંભળી ત્યારે ટ્રેક્ટરનો અવાજ આવતો બંધ થઈ ગયો. અને એટલે ન અનાયાસે જશોદાની નજર ટ્રેક્ટર તરફ ગઈ. ટ્રેક્ટરની હેડલાઈટ તથા પાછળની લાઈટ ચાલુ હતી. ટ્રેક્ટર સ્થિર ઉભું હતું. એટલે કદાચ ટ્રેક્ટરના ડ્રાઈવરની ચીસ હશે. અને એને કોઈએ ગભરાઈ ગયેલી જશોદા આગળ વિચારી ન શકી. અને દોડતી પોતાના દિયરને આની જાણ કરી.

જરૂર કંઈ અઘટતું બન્યું હશે એવું વિચારીને ટ્રેક્ટર માલિક સરપંચને એની જાણ કરી અને સરપંચે નજીકના પોલીસ મથકે જાણ કરી. પોલીસની જીપ આવી જતાં સરપંચ તથા જશોદા અને તેનો દિયર વગેરેને સાથે લઈ પોલીસની જીપ ઘટના સ્થળે પહોંચી.

જીપ ખેતર નજીક ઉભી રાખીને ચાલતાં ટ્રેક્ટર નજીક પહોંચ્યા. શક્તિશાળી ટોર્ચથી પોલીસ અધિકારીએ ઘટના સ્થળનું નીરિક્ષણ કર્યુ. ટ્રેક્ટરથી પચ્ચીસેક ફૂટ દૂર પાછળના ભાગે એક યુવાન પડ્યો હતો. ઝીણવટથી નિરીક્ષણ કરતાં એ યુવાન ટ્રેક્ટર ડ્રાઈવર કાનો હતો અને એનું મોત થઈ ચૂક્યું હતું. તેના માથામાં તથા ચહેરા ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા પડેલા હતા. લાશની આજુબાજુમાં ચાર-પાંચ ઈસમોના પગલાં પડ્યા હતા. પોલીસે કોઈને નજીકમાં જવા દીધાં નહીં અને સ્થળ પર ઈન્કવેસ્ટ ભરી ડોગ સ્કવોડ બોલાવી.

પોલીસ ડોગ પગલાં અને ચંપલના નિશાન સુંઘીને ફરતો ફરતો ખેતરાળુ રસ્તે થઈ ખુમાનસિંહના ઘર આગળ પહોંચ્યો ત્યારે ઘરને તાળું હતું. પણ કાનાની હત્યા કરવામાં ખુમાનસિંહ કે તેના ભાઈઓમાંના જ કોઈ સંડોવાયેલા હોવાનું પોલીસને નક્કી થતાં તેમની તપાસ આરંભી અને ટ્રેક્ટર સાથે સગાને ઘેર જતાં રહેલા ત્રણ ભાઈઓને પકડીને પોલીસે પૂછપરછ આરંભી ત્યારે પોલીસના દિમાગમાં ગુનાનો ઈતિહાસ સ્પષ્ટ ગઈ ગયો.

જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂંકનાર ડ્રાઈવર કાનાને નોકરીમાંથી કાઢી મૂક્યો છતાં પોતાની બહેન કૈલાસ અને કાનો છાનાછપના મળતાં હતાં. લગ્નની મીઠાઈ આપવા પોતાના સગામાં કૈલાસને મોકલી ત્યારે કૈલાસ સાથે તેનો સૌથી નાનો ભાઈ પણ સાથે હતો અને નજીકના રોડ પરથી વાહનમાં બેઠા ત્યારે કાનો પણ સાથે હતો. સગાને ત્યાં મીઠાઈ આપ્યા બાદ પાછા ફરેલી કૈલાસને તથા તેના ભાઈને સાથે લઈને કાનો પોતાના ભાઈની સાસરીમાં પહોંચી ગયો અને એ રાત ત્યાં રોકાયા હતા. અને વાત નાના ભાઈએ મોટાભાઈ ખુમાનસિંહને કરી ત્યારે તેના ગુસ્સાનો પાર ન રહ્યો.

નોકરીમાંથી કાઢી મૂક્યો હોવા છતાં કાનો કૈલાસને મળતો હતો. કૈલાસ કુંવારી હતી. કાના સાથેના તેના આડા સંબંધની વાત સમાજમાં ફેલાશે તો કૈલાસનો હાથ કોઈ નહિં પકડે અને સમાજમાં આબરૂ જશે. કૈલાસને ઠપકો આપ્યો તો રિસાઈને કૈલાસ કાના પાસે પહોંચી ગઈ. બંનેએ ભાગી જવાનો નિર્ણય કર્યો પરંતુ પાસે ફૂટી કોડી નહોતી. એ રાત પણ કાના સાથે વિતાવીને કૈલાસ ઘેર પાછી ફરી. હવે આ આડા સંબંધનો અંત નહિ આવે. સમાજમાં નાકનો સવાલ હતો. ચહેરા પરની મૂંછનો વટ જાળવી રાખવા ભાઈઓએ ખતરનાક નિર્ણય કરી લીધો અને કાનાનું કાસળ કાઢવાનું કાવતરૂ રચ્યું. તક મળતાં જ ત્રણ ભાઈઓ તથા તેમના કાકા સરપંચના ફરતા ટ્રેક્ટર આગળ પહોંચી ગયા.

હાથમાં લોખંડની કોશ, લોખંડની ખોરીવાળી લાકડી અને ડફણાં સાથે પહોંચી ગયેલા ચારેય જણાએ કાનાને ટ્રેક્ટર ઉભું રાખવા કહ્યું. પોણા ભાગનું ખેતર ખેડી ચૂકેલા કાનાને કલ્પના નહોતી કે બાકીનું ખેતર ખેડવા તે જીવતો રહેવાનો નથી.

જેવું કાનાએ ટ્રેક્ટર ઉભું રાખ્યું કે ખુમાનસિંહ છલાંગ મારીને ટ્રેક્ટર પર ચડી ગયા અને કાનાને પકડીને નીચે પટક્યો. “અમાારૂં ખાધુ અને અમારૂ ખોધ્યું ? એનું પરિણામ જોઈ લે....” ઝનૂને ચડેલો ખુમાનસિંહ ટ્રેક્ટર પરથી નીચે કૂદયો અને ભાગવા જતાં કાનાનન માથામાં લોખંડની કોશ ખોસી દીધી.

એક ભયંકર ચીસ સાથે કાનો જમીન પર પટકાયો. કાનાને આજે પતાવી જ દેવાનો નિર્ણય કરીને આવેલા ચારેય જણા તૂટી પડ્યા. ખુમાનસિંહે પોતાની કોશથી બીજા ત્રણ ઘા ઝનૂનથી મારતાં કાનાના રામ રમી ગયા.

આડો સંબંધ જ્યારે આડો આંક વાળે છે ત્યારે એનું પરિણામ આથી પણ વિપરિત આવે છે. અને જેના દિમાગમાં ઝનૂન સવાર થઈ જાય છે એ પરિણામનો પણ વિચાર કરતો નથી.

૧૯. તારી દીકરી તેના પ્રિયતમ સાથે જુવારના ખેતર મધ્યે મોતની સોડ તાણીને સૂતી છે?

શિયાળાનો સમય હતો. સમી સાંજે સૂર્ય આથમકી ચૂક્યો હતો. સીમમાં ગયેલા ખેડૂતો પોતાના બાળકો સાથે ઘેર પરત ફરી રહ્યા હતા. કોઈક કોઈક બળતણના લાકડાં તો કોઈ દૂઝણી ગાય માટે ઘાસચારાના પોટલા માથે મૂકી ઘર ભણી જઈ રહ્યા હતા ત્યારે ગામના મુખી ગણાતા રાવજી કાકા પોતાના ખેતરમાં મૂઢ બનીને ઊભા હતા. તેમની સાથે તેમનાં ધર્મપત્ની જીવીકાકી પણ હતા. રાવજીકાકા ઠંડી નજરે ખેતરમાં તાકી રહ્યા હતા.

ખાસ્સા લાંબા પહોળા ખેતરમાં તેમણે જુવાર કરી હતી. કેડસમાણી આવી પહોંચેલ જુવાર પવનના લહેરકા સાથે ડોલી રહી હતી પણ રાવજીકાકાની નજર તો ખેતરની વચ્ચો વચ્ચ સરખા ભાગ પર ઊંચી થઈ ગયેલી જુવાર ઉપર હતી. બે ખાટલા ઢળાય એટલી જગ્યામાં જુવારનો પાક અલગ તરી આવતો હતો. રાવજીકાકાની આંખો ભીની થઈ ગઈ પણ પછી પોતાની પત્ની જોઈ જશે એવા ડરથી તેમણે આંખો લૂંછી નાંખી અને નજર ફેરવી લીધી. પરંતુ તેમની હાલત પારખી ગયેલા જીવીકાકીએ પૂછ્યું પણ ખરૂં....

“શું થયું.... કેમ આંખો ભીની થઈ ગઈ....? આમ એકી ટસે જોઈ રહો તો આંખમાં પાણી ભરાય જ ને?....”

ત્યારે રાવજીકાકા જાણે કડવો ઘૂંટ ગળી જતાં હોય તેમ કંઈ પણ બોલ્યા વિના હાથમાં નાનો ડંડો લઈને ચાલવા લાગ્યા. તેમને અનુસરતા જીવીકાકી પણ ચાલતા થયા પણ તેમની નજર પણ ખેતરની મધ્યમાં અમૂક ભાગે જુવાર અલગ રીતે ઉપસી આવેલ તે ભાગ પર પડી અને અમસ્તા પૂછી બેઠા : “કહું છું સાંભળો છો?.... ખેતરમાં વચ્ચો વચ્ચ પેલી જુવાર કેમ આટલી ઊંચી થઈ ગઈ હશે....?”

પત્નીના પ્રશ્નનો જવાબ આપવાને બદલે રાવજીકાકા ઉભા રહી ગયા.... ફરી પાછી ખેતર મધ્યે નજર નાંખી અને તેમની આંખ ફરીથી ભરાઈ આવી.... અને ત્યારે જીવીકાકીને ખ્યાલ આવ્યો કે આ ખેતરમાં જ્યારે ખેડ કરીને જુવાર વાવવામાં આવી હતી ત્યારે... ત્યારે જ તેમની એકની એક પુત્રી લીલી અચાનક ગૂમ થઈ ગઈ હતી. રાવજીકાકા અને પુત્ર કુશવે જીવીકાકીનું મન રાખવા માટે લીલીની ઘણી શોધખોળ કરી હતી પણ ક્યાંય લીલી મળી આવી નહોતી. કાકડી જેવી કાયા ધરાવતી અઢારેક વર્ષની ઉંમરની લીલી ઘરમાં લાડકોડથી ઉછરી હતી. મા-બાપ, ભાઈ-ભાભી બધાને વહાલી હતી.... પાંચેક ચોપડી ભણેલી લીલીની સગાઈ થઈ ત્યારે લીલી ઘણું બધું રડી હતી. પણ એનાં આંસુને કોઈ પામી શક્યું નહોતુ.

લીલીના ઘઊંવર્ણા શરીર ઉપર લીલા કલરનો કબજો અને ચણિયો ખૂબ શોભતા....યૌવન હિલોળા લેતું હતું. રાવજીકાકાએ પોતાના ખેતરમાં કામ કરે અને ખેતરનું રખોપું કરે એવો માણસ બાદલને કામે રાખ્યો હતો. બાદલ જુવાન હતો.... દેખાવડો હતો. તેને ખેતરમાં કરવાનું હોવાથી રાવજીકાકની મંજુરી લઈને તેણે ખેતરમાં એક ખૂણા ઉપર નાનકડી ઝુંપડી બનાવી હતી. સૂવા માટે ખાટલો અને ગોદડા ઉપરાંત પાણીનું માટલું, ચ્હા પીવા માટે કીટલી, તપેલી, એક થાળી વાટકો, પ્યાલો બધું જ રાવજીકાકાએ આપ્યું હતું.

લીલોતરા પાકની લહેરાતી લહેરોનું વાતાવરણ બાદલને ગમતું. ના છૂટકે જ તે રાવજીકાકાના ઘેર જતો ત્યારે લીલી શરમાઈને ભઠ વરી જતી. ચહેરો તેનો લાલ લાલ થઈ જતો. તેની ભાભી લીલીના આ ફેરફારને જોતી પણ કશું કહેતી નહોતી. ઘેર આવેલા બાદલને પીવા માટે પાણી કે ચ્હા આપવા પણ લીલી જતી નહોતી... જોકે લીલી જ્યારે ખેતરમાં તેની ભાભીની સાથે જતી ત્યારે તેનું અંગેઅંગ ખીલી ઉઠતું.... ઘાસ કાપતી ભાભીની નજર ચૂકવીને તે ખેતરના ખૂણામાં બાંધેલી છાપરી તરફ મીઠી નજરે જોઈ લેતી.... પણ એકલી ત્યાં જવાની હિંમત કરી શકતી નહોતી.

પણ એક દિવસ...

પિયરમાં લગ્ન પ્રસંગે ભાભી ગયા અને તેમની સાથે તેનો ભાઈ પણ ગયો ત્યારે ખેતરમાંથી ઘાસચારો લાવવાની જવાબદારી લીલી ઉપર આવી પડી. જો કે આ જવાબદારી લીલીએ ઉમળકાથી ઉપાડી લીધી. બની ઠનીને ખેતરમાં ગઈ ત્યારે છાપરીની બહાર ખાટલો ઢાળીને સૂઈ રહેલા બાદલને તે ક્યાંય સુધી જોઈ રહી. પછી સીધી ઘાસ કાપવાના કામે લાગી ગઈ. માંડ તેણે થોડું ઘાસ કાપ્યું હશે કે તે એકદમ ઉભી થઈ ગઈ. તેની પાછળ બાદલ આવીને ઊભો હતો. લીલી શરમાઈને નીચું જોઈ ગઈ.

“લાવ દાતરડું....હું ઘાસ કાપી આપું છું.....” એમ કહીને બાદલે લીલીના હાથમાંથી દાતરડું લીધું ત્યારે અનાયાસે બાદલનો હાથને સ્પર્શી ગયો ત્યારે લીલીના આખા શરીરે ઝણઝણાતી વ્યાપી ગઈ અને લજામણીના છોડની માફક સંકોચાઈ ગઈ લીલી....

અને ત્યારથી રોજ લીલી ઘાસ લેવા આવતી. ઘાસનો ભારો માથે લઈને બાદલ લીલીની સાથે ગામની ભાગોળ સુધી આવતો.... ધીરે ધીરે બંને નજીક આવવા લાગ્યા. ઘાસનો ભારો માથે ચડાવતાં અને ગામની ભાગોળેથી બાદલના માથેથી પોતાના માથે ભારો લેતી વખતે લીલીનું શરીર બાદલના ખડતલ શરીર સાથે દબાતું-પીસાતું....બંને વચ્ચે આકર્ષણ જન્મ્યું....ખેતરમાં હરિયાળી વચ્ચેના વાતાવરણમાં આ યુવાન હૈયાને એકાંત મળ્યું....અને પ્રેમના અંકુર ફૂટ્યા....પછી તો આ પ્રેમાંકુરની કૂંપણો ફૂટી અને લીલી-બાદલ સંસારની, સમાજની મર્યાદારેખા પણ ઓળંગી ગયા....લીલીને બાદલનો સહવાસ ગમવા લાગ્યો. પ્રેમ પ્રકરણમાં બંને ઘણાં બધાં આગળ નીકળી ગયાં હતાં.

સાસરે આવેલી ભાભીએ લીલીના શરીર અને વર્તનમાં ઘણો ફરક જોયો અને તપાસ કરી, તો તેની ગરેહાજરીમાં ખેતરમાં લીલીએ ઘણું બધું ન કરવાનું કરી નાખ્યું હતું એટલી હદ સુધી કે જો તેનાથી બાદલને એક દિવસ પણ અલગ કરવામાં આવે તો સારસ બેલડીમાંથી વિખુટી પડી ગયેલ સારસી માથું પછાડી પછાડીને મરી જાય એવા વસમા પરીણામ આવવાની સંભાવના હતી. ભાભીએ કેશવને શાંતિથી માંડીને વાત કરી કેશવ ઉકળી ઉઠ્યો પણ તેને સમજાવતા અને પાણીમાંથી પોરો કાઢવાની સલાહ આપી.... કેશવને ઠીક લાગ્યું અને તેણે પિતા રાવજીકાકાને વાત કરી ખાનદાની લોહી ગરમ હતું. બાદલના કટકા કરી નાખવાનો ઉશ્કેરાટ થયો પણ તેનાથી તેમની એકની એક દીકરી લીલીના જીવનું જોખમ હતું. એ વાતને ધ્યાનમાં રાખી મનમાં ને મનમાં સમસમી ગઈ.

બાપ-દીકરાએ બેસીને વચ્ચેનો માર્ગ કાઢ્યો અને સારૂં ઠેકાણું જોઈને લીલીના હાથ પીળા કરી દેવા મુરતિયો શોધ્યો.... તાત્કાલિક સગાઈ પણ કરી દીધી અને જેમ બને તેમ વહેલી તકે લગ્ન આટોપાઈ જાય પછી બાદલનું કરવું હશે તે થશે એમ વિચારીને બાપ-દીકરો બંને લગ્નની તૈયારીમાં પડ્યા. બાપ-દિકરો તો શું પણ ખુદ ભાભીએ લીલીને એ વાત કળવા નહોતી દીધી કે બાદલ સાથેના તેના અનૈતિક સંબંધોથી તેઓ વાકેફ છે. બલ્કે લીલીને ખેતરમાં જવા દેવા માટે પણ કોઈ પ્રતિબંધ નહોતો....માત્ર તે જ્યારે ખેતરમાં જાય ત્યારે તેની સાથે તેની ભાભી જરૂર રહેતી....નણંદ-ભોજાઈ સાથે જ ખેતરે જતા અને પરત ઘેર આવતા....લીલીની સગાઈ થઈ ત્યારે તે ઘણું બધું રડી હતી એ બાદલના ભાવિ વિયોગના વિચારથી રડી હોવા છતાં તેને તેની ભાભીએ એ બાબતે પૂછ્યું નહોતુ... માત્ર છાતી સરસી ચાંપીને કહ્યું હતું કે “નણંદબા....એકને એક દિવસ તમારે સાસરે તો જવું જ પડશે.... આ ઘર છોડવું જ પડશે....તમે મા-બાપુની ચિંતા ના કરો....હું એમની સેવા કરીશ....”

“પણ ભાભી....” ગળે સુધી આવી ગયેલા શબ્દો લીલી બોલી ન શકી. જોકે તે જે કંઈ કહેવા માંગતી હતી તે તેની ભાભીથી કાંઈ અજાણ્યું નહોતું.

અને થોડા જ દિવસો બાદ લીલી અચાનક ગૂમ થઈ ગઈ....સાથે બાદલ પણ અદ્રશ્ય થઈ ગયો હતો. પિતા-પુત્રએ લીલી બાદલ સાથે ભાગી ગઈ છે એવી વાત વહેતી મૂકી અને શોધખોળ પણ કરી.....પણ આ દુનિયામાં લીલી કે બાદલ હયાત હોય તો મળે ને.....?

ખેતરમાં ખેડ કરી હતી. જુવારની વાવણી કરવાની હતી....એવા સમયે સાંજના ખેતરમાં બાદલને વાવણીની સમજણ આપવા ગયેલા રાવજીકાકાએ ન ધારેલું દ્રશ્ય જોયું. આંખોમાં આંસુ અને ખુન્નસ બંને તરી આવ્યા.

ખેતરના ખૂણે બનાવેલી છાપરીમાં ઢાળેલા ખાટલામાં બાદલ અને લીલી કઢંગી હાલતમાં પડ્યા હતા....બંનેની આંખો અર્ધખુલ્લી હતી. મોંઢામાંથી ફિણ વહી ગયેલા હતા.....લીલીના કબજાના તમામ બટન તૂટી ગયા હતા. ચણિયો ઊંચો ચડી ગયો હતો.... બાદલ પણ જાંગીયા ભેર હતો....ધ્યાનથી જોતાં ખાટલા નજીક જંતુનાશક ઝેરી દવાનું ડબલું પડ્યું હતું.... એકદમ ખાલી ડબલું....બંને જણા ઝેરી દવાનું આખું ડબલું ગટગટાવી ગયાં હતાં.

સ્તબ્ધ થઈ ગયેલા રાવજીકાકાએ નીચે પડેલું એક ગોદડું બંનેની ઉપર નાંખી દીધું અને ઉતાવળે પગલે ઘર તરફ ભાગી ગયા....રાત્રિનો અંધકાર અવનિ પર ઉતરી રહ્યો હતો. નજીકના શહેરમાં લગ્નની ખરીદી કરવા ગયેલો કેશવ આવ્યો કે તેને રાવજીકાકાએ એક બાજુ બોલાવી લીધો. જીવીકાકીએ કેશવની પત્નીને ખબર ના પડે એટલા માટે ખેતરના બનાવની છાની વાત કરી બંને બાપદીકરાએ નિશ્ચય કર્યો. ઘરમાં કોઈને ખબર પડે નહિં એટલા માટે બંને જમ્યા અને પછી ખેતરમાં અત્યારે જ ખેડ કરવાની છે એમ કહીને બંને જણા પાવડો કોદાળી લઈને નીકળી પડ્યા...લોકો જાણશે અને પોલીસ કેસ થશે એવા ડરથી બાપ-દીકરો ગભરાઈ ગયા હતા.

ખેતરમાં જઈને બેટરીના અજવાળે બાપ-દીકરાએ ફરીથી બાદલ અને લીલીની લાશો ધ્યાનથી જોઈ અને પછી પાવડો-કોદાળી લઈને ખેતરના મધ્ય ભાગમાં ગયા.... પાંચેક ફૂટ ઊંડો ખાડો કર્યો અને બંનેની લાશો ગોદડા સહિત ખાડામાં દફનાવી દીધી. સાથે સાથે દવાનો ડબ્બો, કપડાં વગેરે પણ સાથે જ દફનાવી દઈ ખાડો પૂરી દીધો. ઘણું બધું દબાણ કર્યુ પણ ખેતર મધ્યે સાધારણ ટેકરો થઈ ગયો....આખી રાત મહેનત કરીને બાપ દીકરાએ જુવારની વાવણી કરી દીધી.....પણ કેડ સમાણી આવેલી જુવારમાં ખેતરના મધ્યભાગમાં માથોડું ઊંચી જુવાર નજર ખેંચે તેવી હતી.

આખું દ્રશ્ય ભૂતકાળનું રાવજીકાકાની આંખ સામે તરી આવ્યું હતું.... એ કઈ રીતે પોતાની પત્ની જીવીકાકીને વાત કરે કે એની વ્હાલસોયી દીકરી બાદલ સાથે ભાગી નથી ગઈ પણ એ તો આ દુનિયા છોડી ગઈ છે અને આ સામે દેખાય એ માથોડું ઊંચી જુવાર નીચે તારી લીલી માટી થઈ ગઈ છે?

જો કે ઘણા સમય પછી આ જગ્યાએથી માથું ફાટી જાય એવી દુર્ગંધ મારતાં કોઈક પોલીસને ખબર કરી અને શંકાને આધારે પોલીસે ઉભી જુવારના ખેતરના મધ્યે ખોદાવતાં અંદરથી બે હાડપીંજર નીકળ્યા હતા. સાથે ઝેરી દવાનો ડબ્બો પણ નીકળ્યો હતો અને ત્યારે રાવજીકાકાએ ગુનાનો પુરાવો નાશ કરવાનો ગુનો કબૂલી લીધો હતો.

૨૦. બાળોતીયાની બળેલી-ગામડાની ગોરી

ઉનાળાનો સમય છે. રાત પડી ગઈ હતી. ગરમીને કારણે લોકો ઘરની બહાર ફળિયામાં ખાટલા ઢાળીને સૂતાં હતાં. કેટલાંક ધાબે ચડીને ઠડી હવા ખાતા નિંદ્રામાં પોઢી ગયાં હતાં. પરંતુ એક ઘરની રવેશીમાં ખાટલામાં સૂઈ રહેલી નીલાબેનની આંખમાં ઊંઘ નહોતી.... પણ આંખોના ખૂણામાંથી આંસુની ધારા વહી રહી હતી.... એમની એકની એક દીકરી સેફાલી ચૌદ વર્ષની હતી ત્યારે જ ઘર છોડી ગઈ હતી.... ચાર ચાર વર્ષ થયા હોવા છતાં સેફાલીનો કોઈ પત્તો મળ્યો નહોતો.... સેફાલી ગઈ એ વખતે ઉનાળો હતો.... એટલે દર ઉનાળની ઋતુમાં નીલાબેનને સેફાલી ખૂબ યાદ આવતી હતી....

સેફાલી એમના પ્રથમ પતિની નિશાની હતી. નીલાબેને પ્રેમ લગ્ન કર્યાં હતાં. પરંતુ બે બાળકો થયા પછી પતિ-પત્ની વિખૂટા પડ્યાં હતાં. ત્યારબાદ અન્ય પુરૂષ સાથે ફુલહાર કર્યા હતા. પણ એ લગ્નસંબંધ ઝાઝો સમય નહિ ટકતાં આખરે તેમને ત્રીજા લગ્ન કરવા પડ્યાં હતાં. પણ પ્રથમ પતિથી થયેલ સેફાલીને નીલાબેન ત્રીજા ઘેર પણ સાથે લાવ્યા હતા. ચૌદ ચૌદ વર્ષ સુધી સેફાલી પોતાની આંખો આગળ મોટી થઈ હતી અને ચાર વર્ષથી આંખોથી ઓજલ થઈ જતાં એની ચિંતા સતત રહ્યા કરતી હતી. ક્યારેક તો સેફાલીના નામની ભ્રામક બૂમો પણ પાડી ઉઠતાં નીલાબેન સેફાલી નથી એવું ભાન થતાં ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા હતા.

આજે પણ સેફાલી ખૂબ યાદ આવી રહી હતી. છતાં નીલાબેનની આંખો નિંદ્રામાં ઘેરાઈ હતી અને ત્યાંજ.....

“મમ્મી....મમ્મી....મા....કાકા....” કોઈ યુવતીનો અવાજ આવતાં નીલાબેનની આંખો ખૂલી ગઈ પછી દર વખતની માફક માત્ર ભ્રમ થયો હશે એમ માનીને વળી પાછા સૂઈ ગયા. સેફાલી તેના પાલકપિતાને કાકા કહેતી હતી અને નીલાબેનને મમ્મી..... કોઈ વખત લાગણીસભર થઈને મા પણ કહેતી....

“મા....એ મા....” બીજી વખત અવાજ સાંભળીને નીલાબેન સફાળા બેઠા થઈ ગયા. “કોણ છે ?” એમ પૂછતાં પૂછતાં તેમણે ઉભા થઈને રવેશીની લાઈટ ચાલુ કરી પૂછ્યુ : “કોણ?”

“મા.....એ તો હું છું મમ્મી....સેફાલી....”

કેડમાં એક નાના બાળક સાથે ઉભેલી વીસેક વર્ષની યુવતી બોલી. એની પાસેનું બાળક પણ રડતું હતું.

“સેફાલી....! તું.... અત્યારે....બેટી આ....” નીલાબેનથી આગળ કશું બોલાયું નહીં.

“તમે શાંત થાવ બેન....” સેફાલીની સાથે આવેલી આધેડ ઊંમરની મહિલા બોલી ... “તમને બધી શાંતિથી વાત કરીએ છીએ.... આ તમારી દીકરી તમારા ગામમાં રહેતા આશિષ સાથે ભાગી ગયેલી પણ પછી એની જે હાલત થઈ એ આ ચાર વર્ષમાં આખી જીંદગીનો સિતમ ગુજારાયો છે.”

વર્ષો પછી મળેલી મા-દીકરી એકબીજાના સહારે ખૂબ રડી અને પછી એ આખી રાત તેઓ ઊંઘી ન શક્યા સેફાલીની સાથેની બાર મહિનાની નાની દીકરી મહિનાઓ પછી શાંતિથી નિંદર માણવા લાગી. અને મા-દીકરી વિયોગ અને વિતકની વાતો કરવા લાગી.

નવમું ધોરણ ભણેલી સેફાલી તેની કાચી ઉંમરે પણ મધ્યમ કદનું શરીર ધરાવતી... ઘઉંવર્ણી અને ગોળ ચહેરો....તીણી આંખોથી જાણે જોબન છલકાવતી હતી. તેને ગામમાં પોતાની બહેન સાથે રહેતા આશિષ નામના યુવાન સાથે પ્રેમ થઈ ગયો.... આશિષનું વ્યક્તિત્વ પણ જાણવા જેવું હતું.... અગાઉ તે પોતાના મોસાળમાં રહેતો હતો ત્યાં કોઈક છોકરીને પ્રેમજાળમાં લપેટીને ભગાડી લાવ્યો હતો પણ પછી પોલીસ કેસ થતાં જ તે જેલમાં પણ જઈ આવ્યો હતો. એ છોકરીને એના મા-બાપ લઈ ગયા ત્યારબાદ આશિષ જેલમાંથી છૂટ્યો હતો. તેની બહેન કે જે સેફાલીના ગામમાં રહેતી હતી.... તેણે મા-બાપની ઈચ્છા વિરૂધ્ધ પરજ્ઞાતિના યુવાન સાથે લગ્ન કર્યા હતા. પોલીસ કેસ થતાં પ્રેમલગ્નમાં સમાધાન થયું અને આશિષની બહેન તેના પ્રેમ સાથે રહેવા ચાલી ગઈ. તેના પ્રેમીપતિ વિદેશમાં કમાણી કરવા ઉપડી ગયો. ત્યારે તેનો ભાઈ આશિષ તેની પાસે રહેવા આવ્યો.

આશિષની મા વર્ષો પહેલાં ભરજુવાનીમાં વિધવા થતાં તે એક બ્રાહ્નણને લઈને ભાગી અને એક મંદિરમાં તે બ્રાહ્મણપતિ સાથે સેવાપૂજા કરી રહેવા લાગી. આ બંનેના પ્રેમ સંબંધથી આશિષ અને તેની બહેનનો જન્મ થયો. બંને બ્રહ્મણ કહેવાયા....ત્યારબાદ તેમના મા-બાપ ગુજરી ગયા....આશિષ મોસાળમાં રહેવા લાગ્યો અને બહેન તેની સાસરીમાં રહેતી હતી. ત્યાં બહેનના ઘેર રહેતો આશિષ સેફાલીના પ્રેમમાં પડ્યો. પણ એક વખત પોલીસ કેસમાં ફસાયો હતો એટલે બીજી વખત તે ભૂલ કરવા માંગતો નહોતો. સેફાલીની ઉંમર ઓછી હતી. તે પુખ્ત ઉંમરની થયા પછી જ તેની સાથે લગ્ન કરશે એમ સમજાવીને રાખતો હતો સેફાલીને પરંતુ તેમના છાનગપતીયાંની જાણ સેફાલીના પાલકપિતાને થતાં તેમણે સેફાલીને અન્ય સ્થળે પરણાવી દેવા માંગતા હતા પરંતુ એક દિવસ સેફાલીને જોવા આવેલા મહેમાનો ઘેર રાહ જોતાં રહ્યા અને સેફાલી ઘર છોડીને નીકળી ગઈ.સીધી આશિષ જોડે અને વળગી પડી.

“આશિષ....તારે જે કરવું હોય તે કર પણ મને અહીંથી લઈ જા નહિંતર મારા કાકા મને બીજે પરણાવી દેશે....જો તું મને નહિં લઈ જાય તો હું ઘેર પાછી જવાની નથી હું ઝેર પીને મરી જઈશ.....”

આખરે મજબૂર બનીને આશિષ સેફાલીને લઈને ભાગ્યો..... અને સો ગાઉ દૂર રહેતી પોતાની દૂરની બહેનના ઘેર પહોંચ્યો. તેણે બહેન આગળ પોતે સેફાલી સાથે લગ્ન કરીને આવ્યો છે એવી વાત કરી અને ત્યાં આશરો મેળવ્યો.... રાત્રે બંને જણાં ઊંઘી ગયા અને એ વખતે સંસારના તમામ બંધનો તોડીને બંને જણાંએ શરીર સુખ માણ્યું ત્યારે સેફાલી ભાવવિભોર બની ગઈ હતી અને જીંદગીમાં ક્યારેય આશિષને છોડીને નહીં જાય.... તેને દગો નહિં કરે એવા વચનો આપ્યા....પણ આવા વચનો કળિયુગમાં કોઈએ પાળ્યા છે ? છતાં પરસ્પર વચનોથી બંધાયેલા સેફાલી અને આશિષ બીજી રાત્રે પણ પતિ-પત્ની તરીકેનું સુખ મેળવી ત્રીજા દિવસે ત્યાંથી રવાના થયા.

પ્રેમ કરીને ભાગ્યા તો ખરા પણ હવે....? પ્રેમ ખાઈને જીવાય તો નહીં એના માટે પૈસા જોઈએ અને પૈસા માટે કામ કરવું પડે.... બંને જણાં એક શહેરમાં આવ્યા.....આશિષે નોકરી શોધી લીધી અને સેફાલી ઘરકામ કરવા લાગી.... બંને જણા એક ચાલીમાં ભાડાની રૂમમાં રહેવા લાગ્યા.... એડવાન્સ પગાર લઈને થોડું રાશન ખરીદી લીધું. અને દૂધ નજીકમાં રહેતા એક રબારીને ત્યાં ઉધારેથી લેવાનું ચાલુ કર્યું.

નવા નવા નવ દિવસ એવી કહેવત કાંઈ ખોટી નથી. અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરીને આવેલી પરણેતર પણ પાંચમાં દિવસે પોત પ્રકાશતી હોય છે જ્યારે આ તો માત્ર પ્રેમ.....શરીરના બાહ્યાકર્ષણથી પ્રેરાઈને ભાગવાની ભુલ કરી બેઠેલા આ પ્રેમી પંખીડાનું જીવન કેટલું સફળ થાય ? સેફાલીની સિનેમા જોવા જવાની, કપડાં ખરીદવાની જીદથી આશિષ અકળાતો અને સેફાલીને મારઝૂડ પણ કરતો. બીજી તરફ દૂધના પૈસા પણ ચડી ગયા હતા જેના પૈસાની ઉઘરાણી રબારીનો યુવાન અને અપરણિત છોકરો સેફાલી પાસે વારંવાર કરતો હતો.

આ દરમ્યાન લોડીંગનું કામ કરવા જતો આશિષ બિમાર પડ્યો....એક તરફ પૈસાની તૂટ અને બીજી તરફ કમાનાર પ્રેમી બિમાર પડ્યો. તો ત્રીજી તરફ દૂધના ચડેલા પૈસા વાળવાના હતા.

સેફાલીએ ચારિત્ર્ય દેખાડ્યું....બિમાર પડેલા આશિષ તેને પૂરતું ખાવાનું લાવી આપવા અસમર્થ હતો ત્યાં તેના મોજશોખ ક્યાંથી પૂરા કરવાનો હતો ? વિચાર કરીને સેફાલીએ એક નિર્ણય લઈ લીધો....રબારીનો જુવાન દીકરો આમેય તેને પસંદ હતો એટલે સેફાલીએ થોડાં નખરા દેખાડ્યા એટલે પલળી ગયો. દૂધ લેવાના બહાને સેફાલી આ રબારી યુવાનના બાહુપાશમાં આવતી અને શરીરસુખ માણીને પાછી આશિષ જોડે જતી રહેતી....તેના બદલાયેલા સ્વભાવથી વહેમાતો આશિષ તેની સાથે ઝઘડતો. અને આ ઝઘડાનો અંત લાવવા રબારી યુવાન સાથે સેફાલીએ લગ્ન કરવાની વાત કરતાં રબારી યુવાને તેને રબારણનો પહેરવેશ પહેરાવી ઘરમાં રાખી લીધી. પંદર દિવસ સુધી સેફાલી રબારીની સાથે તેની પત્ની તરીકે રહી.... આ વાતની જાણ આશિષના એક મિત્ર થતાં તેણે સેફાલીને સમજાવી કે આ રીતે તારૂં જીવન સુખી નહીં થાય એના કરતાં ચાલ મારી સાથે તને સારા ખાનદાનમાં પરણાવીને સુખી કરી દઉં. સેફાલી લાલચમાં લપેટાઈ.

આશિષ અને રબારી યુવાન રહ્યા પડતાં. સેફાલી આશિષના મિત્રની સાથે ભાગી ગઈ.....પણ આ સેફાલીની ત્રીજી ભૂલ હતી. પેલો યુવાન દલાલ નીકળ્યો.... આની જાણ થતાં સેફાલી ભાંગી પડી....તેનું યૌવન ચટકા દેતું હતું હવે પાછી આશિષ જોડે જઈશ તો આશિષ તો હવે નક્કામો થઈ ગયો હતો. એક તો બિમાર એટલે તેની સેવા કરવી પડશે જ્યારે રબારી યુવાન પાસે પણ પોતે કરેલા દગાને કારણે જઈ ન શકે. પોતાના વતનમાં મા-બાપ પાસે પણ જઈ ન શકે....સેફાલી ઉપડી આશિષના દૂરની બહેનના ઘેર જઈને પોકે પોકે રડવા લાગી. એટલે એને પૂછ્યું કે કેમ રડે છે? અને એકલી કેમ આવી છે આશિષ ક્યાં ગયો?

કઠણ કાળજાવાળી સેફાલીએ કહી દીધુંઃ “આશિષ....તો... બિમાર પડીને મરી ગયો એટલે હું અહીં આવી છું.....મારા મા-બાપ પણ મરી ગયા છે અને આશિષ પણ મરી ગયો.....મારો કોઈ આધાર રહ્યો નહીં એટલે તમારા આશરે આવી છું..... મને તમારા ત્યાં રાખો....”

અભિનય સાથે કરેલી વાત આશિષના બહેન-બનેવી માની ગયા અને નિરાધાર સેફાલી બિચારી ક્યાં જાય એવું વિચારીને તેને રાખી લીધી.... ઘરકામમાં તથા ખેતીકામમાં મદદ કરતી સેફાલી કુટુંબના એક સભ્ય તરીકે ભળી ગઈ પણ પછી.....? સેફાલીની ઉંમર માંડ પંદર સોળ વર્ષની થઈ હશે અને આટલી નાની ઉંમરમાં બે પતિ સાથે શરીર સુખનો સ્વાદ ચાખીને આવી હતી. એટલે તે શારિરીક સહવાસ વિના દિવસો પસાર કરે? જે ઘરમાં રહેતી હતી એ જ ઘરમાં એક યુવાન પણ રહેતો હતો. આશિષની બહેનનો છોકરો સતીસ સતીસના લગ્ન નાનપણમાં થયા હતા પણ તેની નાની ઉંમર હોવાથી તેડી લાવ્યા નહોતા. આ સતીસ ઉપર નજર નાંખી સેફાલીએ.

ખેતરમાં ક્યારેક ક્યારેક સાથે કામ કરવા જતાં સેફલી અને સતીસ બંને વચ્ચે પરિચય ગાઢ બનતાં ધીરે ધીરે બંને નજીક આવ્યા અને સેફાલીની કામણગારી કાયાએ સતીસને લલચાવ્યો અને બંને જણાં ખેતરમાં એકાંત મળતાં જ રંગરેલીયા મનાવવા લાગ્યાં. આ વાતની જાણ સતીસના મા-બાપને થતાં ઠપકો સાંભળવો પડ્યો પણ પછી બંને જણા ત્યાંથી પણ ભાગ્યા અને દૂર જઈને એક ફેક્ટરીમાં રહેવા લાગ્યા. ત્યાં શોધતા આવેલા સતીસના પિતાએ બંનેના લગ્ન કરી આપવાનું વચન આપતાં બંનેજણા પાછાં આવ્યાં. તેમને ખેતરમાં બાંધેલા જૂના ઓરડામાં રહેવા દીધા. સેફાલીને જોઈતું હતું એ મળી ગયું..... ભૌતિક સુખ અને પતિ સુખ પણ.... મજાની રહેવા લાગી સેફાલી એને ન તો એનો પ્રેમી આશિષ યાદ આવ્યો કે ન તો તેનો બીજો પતિ રબારી યાદ આવ્યો.... મા-બાપને તો પ્રથમથી જ ભૂલાવી દઈને આવી હતી.

આ બાજુ સતીસ સાથેના શરીર સંબંધથી સેફાલી ગર્ભવતી બની..... બે વર્ષ સુધીના આ શરીર સંબંધથી ગર્ભવતી બનેલી સેફાલીએ નાની બાળકીને જન્મ આપ્યો....નામ રાખ્યું સોનાલી....બારેક મહિનાની સોનાલી થઈ ત્યાં સુધી સતીસના મા-બાપને પણ પુત્રની પુત્રીને રમાડવાનો લ્હાવો મળ્યો. સતીસ પણ સોનાલીને ખૂબ વ્હાલ કરતો હતો. સેફાલી તો જાણે સ્વર્ગ સમાન સંસાર મળી ગયો હતો. પતિ મળ્યો....પુત્રી મળી.....સાસુ અને સસરા પણ મળ્યા અને આનંદથી રહેવા લાગી ત્યાં એના જીવનમાં નવો ફણગો ફૂટ્યો.

બિમાર હાલતમાં ત્યજી દીધેલો આશિષ સેફાલીને શોધતો શોધતો આવી ચઢ્યો....એણે જ્યારે પોતાની પ્રેમિકા સેફાલીને એક નાની બાળકી સાથે જોઈ ત્યારે તેના દિલને એક આંચકો લાગ્યો.... દગાખોર સેફાલીએ આશિષને છોડીને રબારી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ તેની બહેનના પુત્ર આશિષનો ભાણો સતીસ સાથે પણ પોતાની હવસ સંતોષવા શિકાર બનાવ્યો એ બધું જાણી ચૂકેલો આશિષ ઉશ્કેરાઈ ગયો હતો પણ કોણ જાણે કેમ આવી ચારિત્ર્યયુક્ત સેફાલી પ્રત્યે હજુ પણ તેને પ્રેમ હતો. એ પ્રેમ હતો કે પછી આકર્ષણ કે પછી દયાની લાગણી.....જે હોય તે પણ તેણે સેફાલીને સ્વીકારવા તૈયારી બતાવી પણ સેફાલીને છોડવા સતીસ તૈયાર નહોતો અને મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ....આશિષ નબળો પડ્યો....એ વખતે તો તેણે મેદાન છોડી દીધું પણ આશિષના આવવાથી હવે સતીસ છંછેડાયો અને સેફાલી આશિષની સાથે જતી ના રહે એટલા માટે મારઝૂડ કરવા લાગ્યો....તેના ત્રાસથી કંટાળેલી સેફાલી ત્યાંથી પોતાની નાનકડી બાળકી લઈને છટકી અને નજીકમાં આવેલા નાના શહેરમાં રહેતા આશિષ પાસે પહોંચી ગઈ.

પ્રથમ આશિષ સાથે ભાગી જઈ,તેની હાજરીમાં દૂધવાળા રબારી સાથે રંગરેલિયા મનાવી,આશિષને બિમાર હાલતમાં છોડીને તેના ભાણિયા સાથે પોણા બે વર્ષ સુધી પત્ની તરીકે રહી ચૂકેલી સેફાલીને તેની બાળકી સાથે પ્રથમ પતિ આશિષે સ્વીકારી અને વીખૂટા પડેલા પ્રેમીઓ વર્ષો પછી ભેગા થતાં કંઈક સુખી થવાની આશાએ ત્યાંથી નીકળી ગયા.

પ્રેમ કરીને પ્રેમી સાથે ભાગેલી સેફાલી પ્રેમીને છોડીને પરાયા પુરૂષોનાં પડખાં સેવતી રહી....જેના માટે મરી જવાનું વચન આપેલ એ પ્રેમી મરી ગયો હોવાની જાહેરાત કરી પોતાનો સ્વાર્થ સાધનાર બેવફાને પારકાની બાળકી સહીત સ્વીકાર કરનાર આશિષ પ્રત્યે ધન્યતા અનુભવવા લાગી સેફાલી....જો કે સોનાલી પોતાની જ બાળકી હોય તે રીતે તેમને તિરસ્કારને ભૂલી જઈ પ્રેમ કરતા આશિષને કલ્પના પણ નહોતી કે હજુ પણ સેફાલી તેને છોડીને ચાલી જશે. ત્યાગ કરનાર આશિષ માટે સેફાલી પોતાનું આખું જીવન ન્યોઝાવર કરી દે તો પણ ઓછું હતું....બંને જણાં નાની બાળકી સોનાલી લઈને પોતાના વતન નજીકના શહેરમાં ઝૂંપડું બનાવી રહેવા લાગ્યા. સેફાલીએ વાસણ માંજવાનું કામ સંભાળ્યું અને આશિષ પણ છૂટક મજૂરી કરવા લાગ્યો. ક્યારેક આશિષ ઘેર હોય તો સેફાલી જ્યારે કચરા-પોતું કરવા કે વાસણ માંજવા જાય ત્યારે સોનાલીને રમાડવામાં સમય ગાળતો.... સેફાલી તેની શેઠાણીને ત્યાંથી વધ્યું-ઘટ્યું ખાવાનું લાવે તે ખાઈને બંને જીવવા લાગ્યા.

થોડો સમય ચાલ્યું.....પણ આખરે તો....સેફાલી તૈયાર થઈને જતી....વહેલા-મોડા ઘેર આવવું.....એ આદત નાપસંદ કરનાર આશિષ ફરીથી સેફાલીને મારઝૂડ કરવાનું શરૂ કર્યુ આ ઝઘડો રોજનો થઈ પડ્યો અને....નજીકમાં રહેલી સેફાલીની બહેનપણી સાથે સેફાલી ભાગી અને તેની મા પાસે આવી પહોંચી.

ચાર વર્ષની જીંદગીમાં સંસારનો રંગ પારખી ગયેલી સેફાલીએ જીવનની અમૂલ્ય ઘડીઓ હવસખોરોનો શિકાર બનીને વેડફી નાંખી....પણ હવે લાખ પસ્તાવો કરે તો પણ તેનું અમૂલ્ય આભૂષણ પરત મેળવી શકવાની નથી.... તેની નાદાન ઊંમરમાં નાદાન નિર્ણય કરવાના બદલામાં જીંદગી ધૂળધાણી થઈ ગઈ. વિશ્વાસઘાત, બેવફાઈ કોણે કરી એ મહત્વનું નથી પણ વિશ્વાસઘાત, બેવફાઈ થઈ છે એ હકીકત છે અને એનું પરિણામ તે ભોગવી રહી છે. આધુનિક જમાનામાં બાહ્યાકર્ષણથી પીડાતા નવયુવાનો યુવતીઓ એને પ્રેમ સમજીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની જીદ પકડે છે પણ એ ખોટી જીદથી જીંદગી વેડફી નાંખનાર યુવતી અને યુવકોને માટે દાખલો બેસાડે એવો આ સેફાલીનો કિસ્સો છે.

હાલમાં પોતે-કરેલા ખોટા નિર્ણય અને ભૂલનું પરિણામ બાર માસની નાની બાળકી સાથે એક એક ક્ષણ એક એક યુગની જેમ સેફાલી પસાર કરી રહી હતી.

૨૧. જેનું કોઈ નથી હોતું એનો કાયદો હોય છે....

જેનું કોઈ નથી હોતું એનો ભગવાન હોય છે. જેની પાછળ....આગળ....ઉપર.....નીચે.....કોઈ રડનાર નથી હોતું એના માટે કાનૂન હોય છે એ સાબિત કરતો એક કિસ્સો બની ગયો....માત્ર પાંત્રીસેક વર્ષના એક અપરણિતની મિલ્કત પચાવી પાડવાનો કિસ્સો.....

નામ એનું ગાંડારામ.....પણ સાવ એકલા રામ.....મા-બાપ તેને બચપણમાં જ આ દુનિયામાં એકલો છોડીને મોટા ગામતરે ઉપડી ગયેલા..... પણ તેમની એકાદ વીઘું જમીન અને ઘરથાળની જમીન છોડી ગયેલા. બાપે વર્ષો પહેલાં એક ઘર બને એટલી આ ઘરથાળની જમીન તેમના ભાઈને ત્યાં માત્ર ૩૦૦ રૂપિયામાં ગિરો મૂકેલી.... એની વાત ગાંડારામને બચપણમાં જ કરી દીધી હતી....બાપના અવસાન પછી એકલા પડેલા ગાંડારામ પોતાની એક વીઘા જમીનમાં છાપરૂં બાંધીને રહેવા લાગ્યો.... ક્યારેક જાતે રોટલા બનાવીને ખાઈ લેતો તો ક્યારેક ભૂખ્યા પેટે જ દિવસ પસાર કરતો સમય પસાર થતો રહ્યો.....ગાંડારામ ત્રીસ વર્ષ વટાવી ચૂક્યો હતો.....નામ એવા ગુણ ધરાવતો હશે એવું માનીને તેની ગીરો જમીન રાખનાર કાકાના દિકરાઓની આ જમીન પડાવી લેવા દાઢ સરકી.....

એ લોકો ત્રણ ભાઈઓ વિધવા મા સાથે રહેતા. વચોટ ભાઈ અશ્વિન થોડી વધારે બુદ્ધિ વાપરતો હતો....ગાંડારામની ઘરથાળની જમીન પચાવી પાડવા એ જમીનમાં પત્ની સાથે છાપરૂં બાંધીને રહેવા લાગ્યો.....જો કે ગાંડારામે તેનો વિરોધ ના ઉઠાવ્યો પણ જ્યારે તેની ખર્ચી ખૂટતાં તેણે આ ઘરથાળની જમીન ઉપર પૈસાની માગણી કરી ત્યારે અશ્વિને એને નન્નો ભણ્યો.

“પૈસા કેવા અને વાત કેવી.... આ જમીન વેચાય એટલા બધા પૈસા તને આપી દીધા છે માત્ર દસ્તાવેજ કરી આપ એટલે આ જમીનમાં હું મકાન બનાવી દઉં.....”

કુટુંબી કાકો થતો હોવા છતાં અશ્વિને માજા મૂકી દીધી હતી અને ત્યારથી તેમની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થયા હતા....ગાંડારામ પૈસા માંગવા આવે અને અશ્વિન ગાળો બોલીને કાઢી મૂકતો.....તેનો ઈરાદો ઘરથાળની જમીન તો પચાવવાની જ હતી સાથે સાથે જો ગાંડારામનો કાંટો નીકળી જાય તો તેની એક વીઘા જમીન પણ ઓઈયા કરી જવાય..... પછી એના માટે વ્યવસ્થિત આયોજન કરવું પડે એમ હતું..... અને એ આયોજન સમય માગી લે તેવું ટ્ઠહતું.

પાંચ પાંચ વર્ષ પસાર થઈ ગયા. ભત્રીજા બધાય પરણીને ઠેકાણે પડ્યા હતા પણ પાંત્રીસ વર્ષના કુંવારા કાકાને કોઈ કન્યા આપવા તૈયાર નહોતું...કદાચ કોઈ બાપે પોતાની દીકરીને ગાંડારામ સાથે પરણાવવા નક્કી કર્યુ હોય તો તેમનો વિચાર બદલાઈ જતો....એની પાછળ ભત્રીજાનું દિમાગ કામે લાગી જતું. જો ગાંડારામ પરણી જાય તો એની જમીનના વારસદાર ઉભા થાય......એ લાંબી ઝંઝટ મીટાવવા માટે ભત્રીજા ફાંસ મારી આવતા અને ગાંડારામનું પરણવાનું સ્વપ્ન અધુરૂં રહી જતું....

ગાંડારામની જમીન પચાવી પાડવા માટે અધીરા બનેલા અશ્વિને ઝડપથી તખ્તો ગોઠવી દીધો... પૈસાની માંગણી કરવા આવેલા ગાંડારામને અશ્વિને ઢોરમાર માર્યો અને ગામલોકોને ભરમાવવા તેણે ઉલટી વાતો વહેતી મૂકી.

“ગાંડાકાકા.....તમને થોડા થોડા કરીને આ જમીન ઉપર અત્યાર સુધીમાં ત્રણ હજાર રૂપિયા તો આપ્યા છે હજુ કેટલા પૈસા માંગો છો ? આટલા રૂપિયામાં તો આવી જમીન આવી વેચાતી મળે.... તમે અમારી મૂડી પાછી આપી શકવાના નથી એટલે હવે આ ઘરથાળની જમીનનો અમને વેચાણ દસ્તાવેજ કરી આપો....”

પણ ગાંડારામ મક્કમ રહ્યા એટલે અશ્વિને હાથનો ઉપયોગ કર્યો તેની સાથે તેના બંને ભાઈઓ દલપત અને દાનજીએ પણ હાથ પગનો ઉપયોગ કરીને ગાંડારામને અધમૂઓ કરી નાંખ્યો....પછી....

અશ્વિને દાનજીને રીક્ષા લઈ આવવા મોકલ્યો અને લોકો સાંભળે તેમ બોલવા લાગ્યો......“આજે તો તમને પોલીસ સ્ટેશને સોંપી દેવા છે.....રીક્ષા આવવા દો.....”

સાંજના છ-સાત વાગ્યા હતા....એવા સમયે દાનની એક રીક્ષા ભાડે કરી લાવ્યો...એમાં ગાંડારામને નાંખ્યો અને સાથે ત્રણ ભાઈઓ તથા તેની વિધવા મા પણ બેઠા અને “આજે તો પોલીસને સોંપી દેવો છે....” એવું બોલતાં બોલતાં રીક્ષામાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ ગયા હોવાની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ.....પણ કોઈ તેની તપાસ કરવા પોલીસ સ્ટેશને ગયું નહિં.... આ બધામાં એક ગાંડારામના કાકાનો દિકરો ભાઈ તમાશો જોઈ રહ્યો હતો.... ગાંડારામ પ્રત્યે સહાનુભૂતિ ખરી પણ મારશે એવા ડરથી તેઓ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હતા. આ મણીરામ ગામમાં આંટાફેરા કરવા લાગ્યા.... જમી-પરવારીને પણ તેઓ ગામમાં આંટો મારવા નીકળ્યા પણ તેમને ક્યાંય ગાંડારામ દેખાયા નહીં....

રાત્રિના લગભગ દશેક વાગ્યે એક રીક્ષા ગામમાં પ્રવેશી.....ત્યાં સુધીમાં તો મણીરામને ખબર પડી ગઈ હતી કે ગામમાંથી પોલીસ સ્ટેશન જવાનું કહીને ગયેલા ભત્રીજાઓ પોલીસ સ્ટેશને ગયા જ નહોતા અને ગાંડારામ પણ પોલીસ સ્ટેશને નહોતા. મણીરામ ચિંતામાં પડી ગયા.....રીક્ષામાંથી માત્ર વિધવા ભાભી અને દલપત જ ઉતર્યા હતા.

હિંમત કરીને મણીરામે પૂછી જોયું“ભાભી ગાંડાને ક્યાં મૂકી આવ્યા?” ત્યારે તેમને દલપતે જણાવ્યું કે “એ તો રીક્ષામાંથી ઉતરીને નાસી ગયા છે.....”મણીરામને દાળમાં કાળુુ લાગ્યું અને તેમણે ગાંડારામની તપાસ આરંભી.....પોલીસને તેમના ગુમ થયાની જાણ કરી....

એ દરમ્યાન ચોથા દિવસે તેમને ખબર મળી કે દૂરના એક ગામની સીમમાંથી પાંત્રીસેક વર્ષની ઉંમરના યુવાનની હત્યા કરીને કોથળામાં બાંધેલી એક લાશ પોલીસને મળી છે. તેઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા તો....એ લાશ ગાંડાની હતી. તેની હત્યા ભત્રીજાઓએ જ કરી હશે એવી શંકા જતાં તેમણે પોલીસને ગુપ્ત માહિતી આપી....પોલીસે જ્યારે ત્રણ ભાઈઓ અને તેમની વિધવા માની સઘન પૂછપરછ આરંભી તો રૂંવાડા ખડા કરી દે એવી ઘટના બહાર આવી.

પોલીસ મથકે લઈ જવાનું બહાનું કાઢીને અશ્વિન તથા તેના ભાઈઓ ગાંડાને રીક્ષામાં નાખીને તેના મોસાળમાં લઈ ગયા હતા.... રાત પડી ગઈ એટલે ગામની સીમમાં રીક્ષા ઉભી રાખી અને ગાંડાને નીચે ઉતારી અશ્વિને દલપતને કહ્યું કે તું માને લઈને રીક્ષામાં ઘેર જતો રહે. અમે મોસાળમાં જઈને સમાધાન કરી આવીશું......

રીક્ષાવાળો દલપત અને તેની માને લઈને પરત આવવા નીકળી ગયો.....જ્યારે આ બાજુ રીક્ષામાંથી ઉતારેલા ગાંડાને અશ્વિન અને દાનજીએ નગ્ન કરી નાંખ્યો અને કણજીના ઝાડ નીચે એક નાયલોનની દોરીથી નિર્દયતાથી ગળે ટૂંપો દઈને કાકાની હત્યા કરી નાંખી....હવે....?

અશ્વિને દાનજીને મોસાળમાં કોથળો લેવા મોકલ્યો અને પોતે લાશ પાસે ઊભો રહ્યો. ગાંડારામના કપડાં તેણે નજીકમાં એક ધૂંગામાં સંતાડી દીધા....મોસાળમાં વિધવા મામીના ઘરનું બારણું ખખડાવી દાનજીએ કોથળો માંગ્યો....કંઈક અનાજ ભરી જવું હશે એમ માનીને મામીએ મોટો કોથળો આપ્યો. એ કોથળામાં અશ્વિન અને દાનજીએ ગાંડારામની નગ્ન લાશ કોથળામાં ઠાંસી દીધી અને કોથળો બાંધીને નજીકના ખેતરના શેઢા નજીક ગટરમાં નાખી દીધી અને બંને જણાં રવાના થઈ ગયાં.....

આ લાશ ચાર દિવસ પછી ગંધાઈ ઉઠતાં પોલીસને જાણ થતાં પોલીસે કબજે લીધી અને હત્યારાઓને પકડી જેલ હવાલે કરી દીધા.... કુંવારા ગાંડાકાકાની જમીન પચાવી પાડવા તેમનો કાંટો કાઢી નાંખનારા જમીનનો ઉપયોગ કરવાને બદલે સબ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.

૨૨. હું તારો જેઠ નહિં તારો બનેવી છું અને તું મારી સાળી.... અડધી ઘરવાળી છે

મે માસનું પ્રથમ પખવાડિયું જાણે આકાશમાંથી નરી આગ વરસી રહી હતી. આકરા તાપથી માનવજીવન જાણે આકળ વ્યાકળ થઈ ગયું હતું અને આખા દિવસના તાપ અને ઉકળાટથી કંટાળેલા લક્ષ્મણજી ડોસા બાપદાદાના જૂના ખાનદાની ખોરડા સામે આવેલા ખુલ્લા ચોગાનમાં ખાટલો ઢાળીને હુકો પીતા બેઠા હતા. આકાશમાં નજર કરતાં કરતાં વિચારે ચડી ગયા....દુઃખના દહાડા જાણે ચપટીમાં વહી ગયા હતા. તેમનો દિકરો શિક્ષકની નોકરી કરતો હતો. સારો એવો પગાર મળતો હતો. અને એ તેની પત્ની સાથે નોકરીના સ્થળે રહેતો હતો.

લખમણજીને બે દીકરીઓ રીટા અને ગીતા. બંને બહેનોને એક જ ગામમાં.... એક જ ઘર-ખાનદાનમાં અને એક જ બાપના દીકરા બે ભાઈઓ સાથે એક જ માંડવે પરણાવી હતી. મોટી રીટાને દામોદર સાથે અને ગીતાને મનોજ સાથે રંગેમંચે લગ્ન કરાવ્યા હતા. જ્ઞાતિના રીતરિવાજ પ્રમાણે અને પોતાના મોભાને ધ્યાનમાં રાખી સંપત પ્રમાણે કરિયાવર પણ કર્યો હતો.

બંને દીકરીઓ એમની સાસરીમાં સુખેથી જીવન ગુજારતી હતી. નાની દીકરી ગીતા બાવીસ - ત્રેવીસ વર્ષની ઉંમરમાં બે બાળકોની માતા બની ગઈ ચૂકી હતી. જોકે માતા બન્યા પછી પણ ગીતા વધુ આકર્ષક લાગતી હતી. તેનું શરીર સૌષ્ઠવ.... જોબનિયું છલકાતું હતું. ક્યારેક ક્યારેક અને ક્યારેક વાર તહેવારે બંને બહેનો પિયરમાં આવતી ત્યારે લખમણ ડોશાનું ઘર ભર્યુભાદર્યું લાગતું....દીકરી જમાઈઓને શું ખવાડવું-શું પીવડાવું - જેવી સરભર કરવામાં પાછીપાની કરતા નહીં....દીકરીઓના ઘરસંસારમાં સુખી જોઈને એક રાહતનો શ્વાસ લેતાં લખમણ ડોશા આજે કંઈક દ્વિધામાં પડ્યા હતા. હુકો ગગડાવવાનું પણ ભૂલી ગયા હતા. હુકાની ચલમમાં દેવતા બુઝાતો જઈ રહ્યો હતો....ત્યાં.....

લખમણ ડોશાનો પુત્ર કેતન ચહેરા પર મૂંઝવણના ભાવ સાથે આવ્યો....શિક્ષકપુત્રના ચહેરો જોઈને કંઈક અઘટિત બન્યું હોવાના ડર સાથે લખમણજી પૂછી બેઠા.

“બેટા.....! આવ.... કેમ આમ મુંઝાયેલો લાગે છે ?”

“બાપુ....આપણી ગીતા અને મનોજકુમાર મારે ત્યાં આવ્યા છે. કહે છે કે ઘર બનાવવા પૈસા આપો.”

“કેટલા પૈસા.....? કદાચ ઉછીના લેવા આવ્યા હશે.... લખમણજીએ વાતનો તાગ મેળવવા પ્રશ્ન અને જવાબમાં વાત કરી.”

“બાપુ..... એ તો પચ્ચીસ હજાર રૂપિયા ઉછીના લેવા આવ્યા છે અને એ પણ ઉછીના નહીં પણ.... સાથે ગીતા પણ છે અને ગીતાની વાત પરથી મને કંઈક દાળમાં કાળું લાગે છે....

તો શું કરવું છે ?.... એમ કર....થોડા દિવસમાં ફરી આપીશું એવું કહીને થમ એમને રવાના કરી દે..... પછી વિચારીશું....પચ્ચીસ હજાર રૂપિયા કંઈ એમને એમ આપી તો ના દેવાય.....”

પિતાની સલાહ સૂચના લઈને કેતન પાછો ગયો અને બહેન-બનેવીને થોડા દિવસ પછી માગ્યા પ્રમાણેના પૈસા કરી આપવાનો વાયદો કરીને રવાના કરી દીધા.... જોકે પૈસા નહિ મળવાથી મનોજને અસંતોષ થયો હતો. અને ગીતાના ચહેરા પર પણ ભાવી ભય વર્તાયો હતો. છતાં પણ.... એ લોકોને રવાના કર્યા પછી પણ કેતનના મગજમાં ચિંતાએ ઘર કર્યું..... ક્યાંક કશુંક અઘટિત બની જવાનું હોય એવો ભય સતત રહ્યા કરતો હતો. જો કે માનવી ધારે છે શું અને થાય છે કંઈક જુદું જ.....પણ આ કિસ્સામાં તો જેવું બનવાનું ધાર્યુ હતુ એવું બનવાનું હતું એની કેતનને ક્યાં ખબર હતી....? ગીતાના જીવનમાં એક કરૂણ વળાંક આવ્યો કે..... સાંભળનારના હ્યદય દ્રવી ઉઠે....

ભાઈના ઘરથી પૈસા લીધા વગર પાછા ફરેલ મનોજ તથા તેના ભાઈ અને મા-બાપનો ગીતા પર રોષ ભભૂકી ઉઠ્યો પણ કંઈક હજુયે મળશે.... કેતના વાયદાએ આ લોકોના હાથ બાંધી રાખ્યા.

એક દિવસ.... સાંજ ઢળી ચૂકી હતી ગીતાના નાના બાળકો ઘરમાં રમી રહ્યા હતા. ઘરની બાજુમાં આવેલ ભેંસની ગમાણ.... અને ગમાણમાંથી ભેંસના ભાંભરવાનો અવાજ આવતાં નિરણ નાંખવા માટે ગીતા પહોંચી ગમાણમાં.... સાંજના છ-સાત વાગ્યાનો સમય હતો. હજુ સુરજનો પ્રકાશ પરિવર્તિત થઈને પૃથ્વી પર અજવાળા પાથરતો હતો....ગીતા જેવી નિરણ લઈ ભેંસને નિરવા નમી કે અચાનક....

નીચી નમેલી ગીતાને કોઈકે પાછળથી આવી કમર ફરતે બાહુપાશમાં જકડી લીધી....કદાચ તેના પતિ મનોજ હશે.... એમ માનીને થોડાક છણકાં સાથે જ્યારે ગીતા પાછળ ફરી પણ..... તેનાથી એક ચીસ નંખાઈ ગઈ. ગીતાની કોમળ કાયાને બાહુપાશમાં જકડનાર તેનો પતિ મનોજ નહોતો પણ તેનો બનેવી અને જેઠ દામોદર હતો.

દામોદરે ગીતાને મજબૂત બાહુપાશમાં જકડીને તેના શરીર સાથે ચેડાં કરવા લાગ્યો અને....

“છોડી દો મને.... છોડો....” દામોદરની પકડમાંથી છટકવા માટે ગીતાએ તરફડિયાં માર્યાં પણ દામોદરની મજબૂત પકડમાંથી તે છૂટી ન શકી. તેને વધુ મજબુતાઈથી પકડવાની અને ગીતાની આબરૂ લેવાની કોશિષ કરતાં કરતાં દામોદર મદહોશ અવાજમાં પોતાના બદઈરાદો વ્યક્ત કરવા લાગ્યો....

“બહુ વર્ષે મારા ઘાટમાં આવી છે....તમારી બહેનમાં કશું રહ્યું નથી.... તારી કાયા ચુંથવા માટે તો હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો..... અને આજે છોડી દઉં.....”

“છોડો કહું છું.... હું તમારા નાના ભાઈની પત્ની છું... તમે મારા જેઠ થાવ છો....તમને શરમ આવવી જોઈએ.....”

“તું મારી સાળી છે.... તને ભોગવ્યા વગર છોડીશ નહીં.... તારા માટે તો મેં તારી બહેન સાથે લગ્ન કર્યા છે....આવી જા મારી સાળી.....ચૂપચાપ શરણે થઈ જા....”

પરંતુ ગીતાએ પોતાની આબરૂ બચાવવા માટે હતું એટલું બધું જોર એકઠું કર્યુ અને દામોદરની પકડ ઢીલી થતાં તેણે છટકવા હાથ-પગ ઉલાળ્યા.....હાથમાં આવેલો મોકો જતો રહેશે એમ માનીને ગીતાને દામોદરે પકડીને ભીંતમાં પછાડી જેનાથી ગીતાને પીઠ અને કમરમાં ઈજા પહોંચી હતી એ ઈજા ભૂલી જઈને લઘરવઘર કપડાંમાં ગીતા ગમાણમાંથી બહાર દોડી આવી.... આ બધી ધમાલ થયેલી જાણી ગીતાની સાસુ અને તેનો પતિ મનોજ પણ આવી ચઢ્યો.....

“શું થયું.... શું થયું....” એવા પ્રશ્નના જવાબમાં દામોદરે તેની ઈજ્જત લૂંટવાની કોશિષ કરી હોવાનું ગીતાએ જણાવ્યું તો મનોજ ગીતા ઉપર ઉકળી પડ્યો....

“રાંડ.... નાલાયક..... મારા રામ જેવા ભાઈને બદનામ કરે છે ? તારા જ લક્ષણ એવા હશે....” એમ કહીને મનોજે ગીતાના વાળ પકડી ઢસડી અને ઘરમાં લઈ ગયો..... તેની પાછળ દામોદર પણ ગયો અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દઈને બંને ભાઈઓએ લાકડી અને દંડા વડે ગીતાને ઝૂંડવા લાગ્યા..... ગીતા ચીસો પાડવા લાગી પણ નિર્દયી પતિ અને જેઠના કાને તેનો અવાજ ના પડ્યો.....

મિનિટોની અંદર બનેલા આ બનાવથી અને ગીતાની ચીસો સાંભળીને તેની મોટી બહેન રીટાએ પણ બારણું ખોલવાનો પ્રયત્ન કર્યો....

“ના મારશો.... મારી બહેનને ના મારશો.... મારી બહેન મરી જશે.... છોડી દો એને..... બારણું ખોલો.....” પણ ખુન્નસ ભરેલા બે ભાઈઓ અંધાધુંધ રીતે ગીતાની કમર અને પીઠ પર લાકડીનો મારો ચલાવતા રહ્યા.... રઘવાયી થયેલી રીટાએ હિંમત એકઠી કરીને બારણાની અંદરની સાંકળ ખોલી ત્યારે ગીતા પીડાથી કણસતી પડી હતી. બારણું ખોલતાં જ દામોદર અને મનોજ બહાર નીકળી ગયા.... રીટાએ ગીતાને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.... ગીતાની કમરના મણકા તૂટી ગયા હતા. ગીતા તો બેશુદ્ધ અવસ્થામાં કણસતી પડી હતી.

નિર્દયી મનોજ અને દામોદરે ગીતાને દવાખાને લઈ જવાની પણ દયા ના ખાધી.... આખી રાત રાતેપાણીએ રડેલી રીટાની ગીતાની બાજુમાં જ પડી રહી અને રીટાએ સવારે આંખો ખોલી તો તેની બહેન ગીતા અને ગીતાના બે ભાણિયા નહોતા.

બહેનને વાગેલા કચ્ચરઘાણ જોઈને જ બેશુદ્ધ બની ગયેલી રીટાને પડતી મૂકીને મનોજ અને દામોદરે ગીતાને તેનાં બાળકો સાથે એક વાહનમાં તેના પિતાને ઘેર ફેંકી આવ્યા હતા....

પ્રભાતના સમયે ઘરઆંગણે પોતાની વ્હાલસોયી અને લાડકી દીકરી ગીતાને ઢગલો થઈને પડેલી જોતાં તેના પિતા લખમણજી પણ ગીતાની હાલત જોઈ ઢગલો થઈને પડ્યા..... આ વાતની જાણ થતાં પોતાના દિમાગમાં રહેલો ભય સાચો ઠરતાં કેતન આવી પહોંચ્યો અને ગીતાને તત્કાળ દવાખાને પહોંચાડી દીધી...... ગીતાની કમર ભાંગી ચૂકી હતી.... તેની આ હાલત કરનાર બંને બનેવીને તેમના કર્મોની સજા અપાવવા માટે પોલીસનો આશરો લીધો....

૨૩. એક વણ નોંધાયેલી હિચકારી ઘટના ગેંગ-રેપ

શહેરના છેવાડે ઘણી બધી કોલજો આવેલી છે. આર્ટસ,કામર્સ,સાયન્સ ઉપરાંત કાયદાની કોલેજ આવેલી છે.....શહેર ઉપરાંત શહેર બહારના ગામડાઓ,તાલુકા મથકોએથી અહીં કોલેજ કરવા માટે યુવક-યુવતીઓ આવતી... દૂર દૂરના તાલુકા મથકેથી ટ્રેન કે બસમાં કોલેજીયન યુવતીઓ આવતી.... કેટલીક કોલેજોનો સમય બપોરનો હતો. કેટલીક સવારની.....કેટલીક મહત્વકાંક્ષી યુવતીઓ બસોમાં ટીચાતી-પીસાતી પણ દૂરથી અભ્યાસ માટે આવતી....એમાંની એક યુવતી હતી. આકાંક્ષા.... દૂરના તાલુકા મથકેથી બેચલર બનીને કાયદાનું જ્ઞાન મેળવવા અહીં શહેરમાં કાયદાની કોલેજમાં આવતી હતી.... કોલેજનો સમય સવારનો હોવાથી ઘેરથી વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને તૈયાર થઈને આકાંક્ષા બસ મથક પહોંચતી અને બસમાં દોઢ કલાક જેટલી લાંબી મુસાફરી કરીને કોલેજમાં સમયસર પહોંચી જતી.... અને સાડા અગિયાર-બાર વાગ્યે કોલેજ છૂટતાં કોલેજના મુખ્ય દરવાજા પાસે આવેલા સીટી બસ સ્ટેન્ડ કે એસ.ટી. બસ સ્ટેન્ડેથી બસમાં બેસી શહેરના મુખ્ય બસ મથકે આવતી અને ત્યાંથી પોતાના વતનની બસમાં બેસી બપોરે બે વાગ્યે ઘેર પહોંચતી....આ આકાંક્ષાનો નીત્ય ક્રમ હતો....ભણવામાં હોંશિયાર હતી.....

વીસ-બાવીસ વર્ષની ઉંમરની આકાંક્ષા દેખાવે ઘણી જ સુંદર.... તેનો નાક નકશો.... માથાના વાળ ઓળવાની સ્ટાઈલ.... હરણી જેવી ચાલથી કોઈ ફિલ્મની હિરોઈન લાગતી.... ખાનદાન કુટુંબની અને ખાતા-પીતા ઘરની આકાંશા ઘણી વખત આકર્ષક કપડાં પહેરીને પણ કોલેજ આવતી..... સવાર સવારમાં ખીલતી કળી જેવો એનો ચહેરા ઉપર ચમકતી લાલી જોઈને કોઈપણ યુવાન આકર્ષાય એટલું બધું એનામાં આકર્ષણ હતું..... પરંતુ આકાંક્ષા ક્યારેય કોઈ યુવાનના સંપર્કમાં આવી નહોતી કે કોઈ યુવાન તરફ આકર્ષાઈ નહોતી..... કે કોઈ યુવાન સામે ડાફોરિયા મારવા ટેવાયેલી નહોતી.....

આ આકાંક્ષા.... ભરપૂર યૌવન સાથે કોલેજ પાસે આવેલા બસ સ્ટોપ નજીક બપોરના બારેક વાગ્યાના સુમારે બસની રાહ જોતી ઉભી હતી..... ખાસ્સો અડધો કલાક સુધી રાહ જોતી ઉભેલી આકાંક્ષા થાકી ગઈ.... તેના ચહેરા ઉપર કંટાળાનો ભાવ સ્પષ્ટ વર્તાતો હતો.... એક બાજુ આકાશમાંથી જાણે આગ ઓંકતો સૂર્ય માથે તપી રહ્યો હતો..... અને આજે કોણ જાણે કેમ..... પણ કોઈ બસ ઉભી રહેતી નહોતી..... બસમાં મુસાફરોની ગીરદી હોવાથી એકલી અટૂલી ઉભી રહેલી આ યુવતીની દયા ખાઈને પણ બસ ઉભી રાખવા કોઈ ડ્રાઈવર તૈયાર નહોતો....આજુબાજુની કોલેજના ઘણા ભાગના અભ્યાસી ચાલ્યા ગયા હતા.... ગણ્યા ગાંઠ્યા જ યુવક યુવતીઓ રહી ગયા હતા. જેઓ પણ બસની રાહ જોયા વગર રીક્ષામાં બેસીને તૂટક - તૂટક રવાના થઈ રહ્યા હતા..... ઘણું મોડું થઈ જશે અને કદાચ બધા છોકરા-છોકરી જતા રહેશે તો તે એકલી પડી જશે એમ વિચારીને તેણે એક રીક્ષા ચાલકને બોલાવ્યો.... રીક્ષા ચાલક તેના પર એક નજર કરી ઉભી રાખી અને પૂછ્યું....

“બોલો.... ક્યાં જવું છે.....”

“બસ મથકે જવું છે.... કેટલા પૈસા લેશો.....?”

“સ્પેશ્યલ જવું હોય તો વધારે પૈસા થશે.... અને બીજા પેસેન્જરો બેસાડવા હોય તો બે રૂપિયા થશે.....”

આટલી વાત-ચીત દરમ્યાન રીક્ષા ચાલકે આકાંક્ષાના આખા શરીર પર પગથી માથા સુધી નિહાળી લીધી હતી. તેની તરસ્યા અને ભૂખ્યા ડાંસ જેવી નજર આકાંક્ષા પારખી ના શકી.....તેના પહેરેલા કપડાંમાંથી ફાટફાટ થતાં યૌવનને તાકી રહેલા યુવાન રીક્ષા ચાલકની દાડ સળકી.....“હમણાં આવું..... એક મિનીટમાં....” એમ કહીને આ રીક્ષા ચાલક આકાંક્ષા બુમો પાડતી રહી તો પણ રીક્ષા મારી મૂકી.... હાથ આવેલી રીક્ષા પણ ચાલીગઈ.... હતાશ થઈને આકાંક્ષા બેસી પડી.... પણ ત્‌ જ વચનનું પાલન કરતો રીક્ષા ચાલક એક મિનીટની અંદર જ પાછો આવ્યો ત્યારે રીક્ષામાં બીજા ત્રણ યુવાન મુસાફરો હતાં.... આકાંક્ષા રીક્ષામાં આ યુવાનો સાથે બેસવું કે નહીં એ દ્વીધામાં પડી એટલામાં તો.....

“ચાલો બેસી જાવ.... જે આપવું હોય એ આપજો.....” રીક્ષા ચાલકે કહ્યું.... કંઈક વિમાસણમાં પડેલી આકાંક્ષા મોઢેથી બોલવાને બદલે માથું નકારમાં હલાવ્યું.... તો અંદર બેઠેલા એક ચબરાક યુવાને ટોન માર્યો.....

“હા...હા... ચાલો... કશું ય ના આપશો....તમારા બદલે અમે પૈસા આપી દઈશું...” પણ જ્યારે આકાંક્ષા તૈયાર ન થઈ ત્યારે રીક્ષામાં બેઠેલા ત્રણ પૈકીના બે યુવાનો નીચે ઉતર્યા....દૂર દૂર સુધી ક્ષણવારમાં નજર કરી જોઈ....કોઈની નજર આ તરફ નથી.... વળી રીક્ષા ચાલકે થોડી રીક્ષા આગળ કરીને ઓથો કર્યો અને.....

રીક્ષામાંથી ઉતરેલા બે યુવાનોએ આકાંક્ષાને પકડી અને નાખી દીધી રીક્ષામાં.... બૂમો પાડવા જતી આકાંક્ષાનું એક યુવાને મોઢું દબાવી દીધું અને રીક્ષાની પાછળની સીટમાં ત્રણેય યુવાનોએ આકાંક્ષાને દબાવી દીધી.... રીક્ષા પુરપાટ દોડવા લાગી....કોલેજ નજીકની નહેર પસાર કરીને રીક્ષા બાજુમાં આવેલા ગામની સીમ તરફ..... આવતા-જતા વાહન ચાલકો કે રાહદારીઓની નજર આ રીક્ષામાં પડી ખરી પણ.... ત્રણ યુવાનોની વચ્ચે દબાયેલી યુવતી નજરે ચડી નહીં.... યુવાનો પણ એ રીતે બેઠા હતા જાણે યુવતીને ખભા ફરતે હાથ વીંટાળીને બેઠેલા યુવકની એ પ્રેમીકા હોય.....

બપોરનો સમય હતો.... માથે સુરજ તપી રહ્યો હતો. રીક્ષા રોડની સાઈડમાં કાચા રસ્તા પર વળી ગઈ.... આ રસ્તા પર ભાગ્યે જ કોઈ વાહન પસાર થયેલું જણાતું નહોતું.

ઉબડ-ખાબડ રસ્તા પર રીક્ષા આગળ ધપી.... રોડ પરથી રીક્ષા દેખાય નહીં એટલા ઉંચા ઉંચા બાવળના ધૂંગા હતા..... ગાઢ ઝાડી ઝાંખરાં હતાં.... એકદમ જંગલ જેવું લાગતું હતું.... અને એક મોટા ધૂંગાની ઓથે રીક્ષા ઊભી રહી ગઈ..... રીક્ષામાં કોલેજ આગળથી ઉપાડાયેલી આકાંક્ષા પોતાની સાથે હવે શું થશે એ વિચાર માત્રથી ફફડી ઉઠી હતી.... આખા રસ્તે તેણે ધમપછાડા કર્યા હતા પગ છૂટા કરવા મથી હતી પરંતુ મજબૂત બાંધાના આ યુવાનોએ પોતાના મજબૂત પગ નીચે આકાંક્ષાના બંને પગ દબાવી દીધા હતા અને એનું મોઢું પણ મજબૂત હથેળીમાં દબાવી દીધું હોવાથી બે હાથે યુવાનની હથેળી ખસેડવાના પ્રયાસો પણ તેના નિષ્ફળ ગયા હતા.

રીક્ષા ચાલક અને પેલા ત્રણેય યુવાનોએ ભેગા મળીને આકાંક્ષાને રીક્ષામાંથી જયારે નીચે ઉતારી ત્યારે તે અધમૂઈ જેવી થઈ ગઈ હતી.... રીક્ષામાં બેઠા બેઠા જ યુવાનોએ તેની સાથે શારીરિક અડપલા કરીને હેરાન કરી મૂકી હતી.... નીચે ઉતાર્યા બાદ ચારેય યુવાનો ભૂખ્યા વરૂની માફક તેના પર તૂટી પડ્યા..... શરૂ શરૂમાં આકાંક્ષાએ પ્રતિકાર કર્યો હતો પણ ચાર મજબૂત યુવાનો એક તરફ અને બીજી તરફ એક નિરાધાર..... લાચાર..... યુવતી એકલી અટૂલી.... કેટલોક વિરોધ કરી શકે.....? નરાધમ હવસખોરોએ તેના કપડાંના ચીરા કરી દીધા હતા.... વેરાન જંગલમાં ગભરૂ કબૂતરીની માફક ગીધડાંઓએ એને ચૂંથી નાંખી..... વારાફરતી હવસ સંતોષી લીધા બાદ આકાંક્ષાને લોહીલુહાણ હાલતમાં જ ત્યાં છોડીને રીક્ષા લઈને ભાગી ગયા....

ચાર નરામધોએ આચરેલા સામૂહિક બેરહેમ બળાત્કારથી આકાંક્ષા કેટલીયે વાર સુધી બેશુદ્ધ જેવી બનીને પડી રહી.... જ્યારે એના શરીરમાં થોડું થોડું ચેતન આવ્યું અને પોતાના શરીર અને શરીર પરના કપડાંની હાલત જોઈને અર્ધપાગલ જેવી બની ગઈ..... તેનું સર્વસ્વ લુંટાઈ ગયું હતું. અબોટ યૌવન બિલાડા બોટી ગયા હતા.... હવે.....

ફાટેલા કપડાંમાં દેખાતા અર્ધનગ્ન દેહને ઢાંકવાની કોશિષ કરતી અથડાતી-કૂટાતી થોડુંક ચાલી ત્યાં..... સીમાડામાં ઘર બનાવીને રહેતા એક ખેડૂતના ઘેર પહોંચીને ખેડૂત પત્નીની પાસે પ્રથમ એક કપડું અંગ ઢાંકવા માંગ્યું આંગણે આવેલ યુવતી પર અત્યાચાર ગુજારાયો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જ પારખી ગયેલ ખેડૂત પત્નીએ તેનું ઉપવસ્ત્ર આપીને યુવતીનું અંગ ઢાંક્યું અને પછી પાણી પણ પીવડાવ્યું.... થોડી પૂછપરછ કરતાં આકાંક્ષાએ પોતાનું ઠામ ઠેકાણું આપ્યું અને બીજું કંઈ વધૂ કહેવાને બદલે પોતાના ઘેર પહોંચાડવાની મદદ માંગી..... ખેડૂત પત્ની અને તેના પતિ બંને જણાં પોતાના ખર્ચે આકાંક્ષાને તેના બતાવેલા ઠેકાણે છોડી આવ્યા.....

કોલેજ કરવા જતી પોતાની દીકરીની હાલત જોઈને જ તેના પર શું વીતી હશે એ વિશે અનુમાન કરી ચૂકેલાં આકાંક્ષાના મા-બાપે ખેડૂત દંપતિનો આભાર માની રવાના કરી દીધા.... પછી પ્રથમ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી..... જો કે અન્ય કારણ બતાવી સારવાર લીધા બાદ બીજા દિવસે સ્વસ્થ થયેલી આકાંક્ષાએ રડતાં રડતાં આપવિતી કહી સંભળાવી ત્યારે તેના માબાપના પગ નીચેથી જાણે ધરતી ખસી જતી લાગી.... પ્રથમ તો એ અજાણ્યા ચારેય હવસખોરો યુવાનોને તેમના કાળા કર્મની સજા કરાવવા તૈયાર થઈ ગયેલાં મા-બાપે પોતાની દીકરીના ભવિષ્યનો વિચાર આવતાં એ વિચાર પડતો મૂક્યો.....

ભણીગણીને દિકરી બેરિસ્ટર થશે એવી આશા ઉપર પાણી ફરી વળ્યું..... બેરિસ્ટર થવાનું તો દૂર રહ્યું પણ હવસખોરોના સામૂહિક હુમલાનો ભોગ બનેલી દીકરી અર્ધપાગલ જેવી બની ગઈ છે. ઈજ્જત જવાની બીકે પોલીસ ફરિયાદ પણ ન કરી..... એવું માનીને કે....અહીંની અદાલત તો કદાચ તેને હરામાખોરો પાપીઓને પુરાવાના અભાવે છોડી પણ દે પરંતુ ઉપરવાળાની અદાલત આ પ્રાણીઓને તેમણે કરેલા પાપોની સજા જરૂર કરશે.....

અત્યારે એક આશાસ્પદ યુવતીની અર્ધપાગલ અવસ્થાને સિંચન કરીને યુવતીની દિમાગી અવસ્થાને પુનઃસ્થાપિત કરવા અને તેના જીવનમાં બનેલી આ વિતક ઘટનાને ભૂલાવી દેવડાવવા માટે તેના મા-બાપ પુરા પ્રયત્નો કરી રહ્યા છે.... અને પસ્તાઈ રહ્યા છે જુવાનજોધ દિકરીને આમ એકલી ભણવા મોકલવા બદલ..... પોતાની બનતી જવાબદારીમાંથી છટકી ગયેલા મા-બાપે માત્ર કમાણી કરવા પુરતું નહિં પણ સાથે સાથે પોતાના સંતાનનું ખાસ કરીને દિકરી (પારકી થાપણ) તરફ પણ આગવું ધ્યાન આપવું આવશ્યક કેટલું છે એ કિસ્સો બરાબર કિંમત સમજાવી જાય છે.

૨૪. તુમ...અગર...ન...હોતે...તો.?!

દામિની... એનું તો જણે જીવન બરબાદ થઈ ગયું...એના લગ્ન થયા ત્યારે તો એનો પતિ સુંદર અને સાજો નરવો હતો અને એટલે જ તો દામિનીએ એની સાથે લગ્ન કરવા સંમતિ આપી હતી..... પરણીને સાસરે આવેલી દામિની ખુશખુશાલ હતી. પોતાની સહઉંમરની અને સહેલીઓના વર કરતાં દામિનીને સારો વર મળ્યો હતો. એનું એને ગૌરવ પણ હતું. સહેલીઓ પણ તેના ભાગ્ય પર ઈર્ષા કરતી હતી.

મારો વર આવો ને મારો વર તેવો.... મારો વર તો આવું કરે-તેવું કરે.... દામિની પોતાના પતિની વાત અને વખાણ કરતાં થાકતી નહીં....પણ....

દામિનીના ભાગ્યમાં એના પતિ સાથે જાણે કે લગ્નસુખ ભોગવવાનું લખ્યું જ ન હોય.... એનું જીવન જાણે અંધકારમય બની ગયું..... એના લગ્નના એકાદ વર્ષ પછી દામિનીના પતિને લકવા થઈ ગયો.... શરીરનું એક તરફનું આખું અંગ નિશ્વેતન બની ગયું.... કુદરતે દામિનીના ભાગ્ય પર જાણે લકવાની લપડાક મારી દીધી હતી.... પતિવ્રતા દામિની શરૂ શરૂમાં પતિની સેવા-ચાકરી કરવા લાગી પરંતુ....

આખો દિવસ પતિની સેવા-ચાકરીમાં રચી-પચી રહેતી દામિની રાત પડતાં જ ગૂંગળામણું અનુભવવા લાગતી....લગ્નના એક વર્ષના ગાળામાં માંડ એણે સંપૂર્ણ લગ્નસુખ ભોગવ્યું હશે અને પતિને લકવા મારી ગયો.... લગ્નસુખ તો બાજુ પર રહ્યું પરંતુ પતિ સાથે જ સહશયન કરવાનું પણ નસીબ રહ્યું નહોતું દામિનીનું.....

પતિનું અંગ નિશ્વેતન બની જતાં એક જ પડખે ચત્તો પાટ સૂઈ રહેતો.... શયનખંડમાં રાત્રે લાઈટ બંધ થતાં જ દામિનીને જોબનિયું ચટકા ભરવા લાગતું.... પડખાં ફરેુવતી દામિનીની ઉંઘ હરામ થઈ જતી..... આ તો વખાણી ખીચડી દાંતે વળગી જાણે.... જે જે સહેલીઓ આગળ પોતાના વરની પ્રશંસા કરતી થાકતી નહોતી એ દામિની પર એ જ સહેલીઓ દયા તાકવા લાગી હતી....

મૂંઝવણ..... ગૂંગળામણ.... અસંતોષથી દામિની અકળામણ અનુભવતી હતી.... ભવિષ્ય વિશે વિચાર કરવામાં અજંપો અનુભવતી હતી કે અચાનક એના જીવનમાં લાલ ગુલાબી સવાર પડી..... અને દામિની ગુલાબના ફૂલની માફક ખીલી ૈઠી....ઝૂમી ઉઠી દામિની....

લગ્નસુખ માણવા બાબતે અપંગ જેવો બની ગયેલો એના પતિને પણ દામિનીના વર્તનમાં આવેલા ફેરફારે શંકાશીલ બનાવી દીધો પણ એનાથી કશું થઈ શકે એમ નહોતું....

ભરજુવાનીમાં વિધવા બની ગયેલી કોઈ યુવતી જ્યારે અન્ય પુરૂષ કે યુવાન સાથે બીજા લગ્નથી જોડાય ત્યારે તેને જેટલો આનંદ થાય એટલાથી પણ અધિક ઉત્સાહ અને આનંદ લકવાગ્રસ્ત પતિની પત્ની દામિનીના થનગનાટમાં જોવા મળ્યો.... એનું કારણ માત્ર દામિની એકલીની જ જાણમાં હતું....

બન્યું એવું કે.....

શહેરમાં નોકરી કરવા માટે આવતાં એક યુવાનની નજર દામિની પર મંડાયેલી રહેતી હતી..... આ રંગીલા યુવાન શંકરની થોડા દિવસ પહેલાં જ દામિનીનો પરિચય થયો.... દામિનીના પતિને લકવો થઈ ગયો છે અને દામિની લગ્નસુખથી વંચિત રહેતી હતી એ આખી વાત શંકર જાણી ગયો હતો..... બીજું તો ઠીક પણ દામિની સાથે ટાઈમ પાસ થઈ જશે એવા વિચાર થી શંકરે દામિની સાથે સંબંધ વધારવા માંડ્યો અને તેના ઘર સુધીના સંબંધો જોડી ચૂક્યો.

લકવાગ્રસ્ત પતિની હાજરીની પણ અવગણના કરીને દામિની શંકર સાથે પ્રેમિકાનો અભિનય કરતી.... શંકર પણ અભિનય કરવામાં પાછો પડે એમ નહોતો....

શંકર અપરણિત છે અને પોતાને ખુબ ચાહે છે એ જાણીને દામિની ખુશખુશાલ થઈ ઉઠી.... રાત પડતાંની સાથે જ તેને શંકર યાદ આવી જતો..... હવે શંકરનો વિયોગ એનાથી સહન થતો નહોતો....

એક રાત્રે ઘેર આવેલા શંકર સાથે સહશયન કરતી વખતે દામિનીએ શંકરને બાહુપાશમાં જકડીને કહી દીધું.

“શંકર.... હું તમારા વગર જીવી નહીં શકું....મને અહીંથી લઈ જાવ.... મારે તમારી પત્ની બનવું છે.... મને અહીંથી ભગાડી જાવ શંકર.....મારાથી હવે તમારો વિયોગ સહન થતો નથી....”

અને શંકરે પ્રેમીનો પૂરેપૂરો અભિનય કર્યો..... એ આખી રાત તેણે દામિની સાથે તેના જ ઘરમાં ગાળી અને પછી વહેલી સવારે બંને જણા ત્યાંથી ભાગી છૂટ્યા.... દૂર આવેલા શહેરમાં જઈને બંને જણાએ લગ્ન રજીસ્ટર કરાવ્યા અને પછી ત્યાં જ પતિ-પત્ની તરીકે રહેવા લાગ્યાં.....

દામિનીને જે જોઈતું હતું એ તમામ સુખ એને મળવા લાગ્યું..... કુદરતે ફરીથી જાણે એના ઉપર મહેરબાની કરી હતી. પણ આ વખતે દામિની પોતાના સુખ અને પતિ વિશે વાતો કે વખાણ કરવા સહેલીઓ પાસે ગઈ નહીં. કેમ કે શરૂઆતમાં દામિનીના સુખની ઈર્ષા કરતી સહેલીઓ બીજા તબક્કામાં દયા તાકવા લાગી હતી અને એ જ સહેલીઓ અત્યારે નફરત અને ખોદણી કરતી હતી.

દુનિયા જાય ભાડમાં.... મારે તો મારા ભવિષ્યનું જોવાનું.... મારો પ્રેમી કમ પતિ શંકર ખુબ ચાહે છે મને....એ પોતે કુંવારો હોવા છતાં મારી સાથે લગ્ન કર્યા એ શું ઓછું છે?

પણ આ સુખ દામિનીએ બળજબરીથી મેળવ્યું હોય એવું બન્યું.... તેના જીવનમાં બીજો ભયંકર વળાંક રાહ જોઈને જ બેઠો હતો.... શંકરના શહેરમાં જ રહેતી દામિનીને વજ્રઘાત લાગે એવી હકીકત જાણવા મળી અને....

એક વર્ષના લગ્નજસવન બાદ પરણેતર પતિ લકવાનો ભોગ બન્યો....અતૃપ્ત રહી ગયેલી હવસ પુરી કરવા પતિને છોડીને કુંવારા યુવાન શંકર સાથે ભાગી નીકળેલી દામિની એક વર્ષ સુધી શંકરની પત્ની બનીને રહી પણ....

જ્યારે એણે જાણ્યું કે શંકર તો પરણેલો છે અને એની બીજી પત્નીને એક નાની બાળકી પણ છે.... ત્યારે દામિની ઘોકેબાજ અને વિશ્વાસઘાતી શંકર પ્રત્યે ફિટકાર વરસાવવા લાગી.... રાત્રે જ્યારે શંકર ઘેર આવ્યો ત્યારે દામિનીએ એનો ઉધડો લીધો....

વિશ્વાસઘાતી.... તમે પરણેલા છો અને એક દિકરીના બાપ છો છતાંય મારી સાથે લગ્ન કર્યા.....? અને એ પણ.... બંનેને અલગ-અલગ રાખીને પ્રથમ લગ્નની વાત છુપાવી રાખી....?

તો.... તું ક્યાં કુંવારી હતી : શંકરે સામો જવાબ આપ્યો.

પણ હું કુંવારી નહોતી અને લગ્ન કરેલા હતા એ તો તમને ખબર હતી.... મેં તો એ વાત છુપાવી નહોતી પછી તમે પરણેલા છો અને એક છોકરી પણ છે એ મને કહેવામાં તમને શાની બીક લાગતી હતી...? તમે મારી સાથે દગો કર્યો છે.

બસ ત્યારથી દામિની અને શંકર વચ્ચે ચકમક ઝરવા લાગી....દામિનીએ પિયરવાટ પકડી....શંકરને તો એની પડી નહોતી.... કેમ કે એની બીજી પત્ની તો હતી જ.... એક વર્ષ સુધી એક જ શહેરમાં શંકરે બંને પત્નીને અલગ અલગ રાખી હતી.... બંનેને ક્યારેય એવો શક પેદા થવા દીધો નહોતો કે શંકર બબ્બે પત્નીઓ ધરાવે છે..... ત્રિકોણીયા પ્રણયજંગમાં તેણે એકેય ખૂણાને ભેગા થવા દીધા નહોતા.... પણ એની હવસલીલાએ આ ખૂણાને સામસામે લાવી દીધા.

થોડા સમય સુધી તો શંકરે દામિનીની ગેરહાજરી સાંખી લીધી પણ પછી દેહાકર્ષણથી ટેવાયેલા શંકર દામિનીના ઘેર જઈ પહોંચ્યો.....પ્રારંભમાં તો દામિનીએ એને મ્હોં ના આપ્યું પણ પછી શંકરની વાકચાતુર્ય અને મીઠી બોલીએ એને ભરમાવી દીધી..... પોતાના ભાઈને ઘેર જવાનું બહાનું કાઢીને દામીનીને સાથે લઈ શંકર નીકળ્યો..... ત્યારે દામિનીને શંકરના મનમાં રમી રહેલી ગંદી રમતની ખબર પડી નહોતી.....

શંકરે દામિનીના ઘેર જતાં પહેલાં શહેરમાં જ આવેલ એક હોટલનો રૂમ બુક કરાવ્યો હતો. આખો દિવસ આમતેમ દામિની સાથે ફર્યો....બાગમાં બેઠા....સિનેમા જોઈ.... રાત્રે એક લોજમાં જમ્યા પણ ખરા અને પછી હોટલની રૂમમાં પહોંચી ગયાં.....

ઘણાં વખત પછી શંકર.... તેનો પતિ.....તેનો પ્રેમી....હોટલની રૂમમાં એકલો મળશે એ ક્ષણના વિચાર માત્રથી દામિની ઝુમી ઉઠી.... આખી રાત પતિ સાથે ગાળવાની છે. દામિની માનસિક રીતે તૈયાર થઈ ગઈ હતી....

હોટલની રૂમમાં ગયા પછી શંકરે દરવાજો અંદરથી બંધ કરી દીધો કે તરત જ દામિની શંકરને બાઝી પડી શંકરે એને પલંગ તરફ ધકેલી અને દામિનીને અર્ધનગ્ન કરી નાખ્યા બાદ દામિનીના માખણ જેવા લીસા શરીર પર બચકાં ભરવા લાગ્યો.... એકાદ વખત દામિનીને લાગ્યું કે ઘણાં દિવસે ભેગાં થયાં એટલે વહાલ કરતા હશે પણ પછી તો પીડા થાય એવા બચકાં ભરતાં દામિની ચીસો પાડવા લાગી....

શંકરના તિક્ષ્ણ દાંતે દામિનીને લોહી લુહાણ કરી નાંખી.... શંકરના આવા ઘાતકી હુમલાથી બચવા માટે ચીસો પાડતી દામિની પલંગ પરથી ઉઠીને દરવાજા તરફ લપકી પણ.... વળી પાછા શંકરે તેને પકડી અને દામિનીના ઉઘાડા ખભા ઉપર.... બરડા ઉપર બચકાં ભરવાનું ચાલુ કર્યુ..... દામિનીએ ધમાલ મચાવી દીધી...બચાવો....બચાવો.....ની બૂમો સાંભળીને હોટલવાળા રૂમ આગળ દોડી આવ્યા અને દરવાજો ખટખટાવ્યો.....

દામિનીને દૂર હડસેલી શંકરે દરવાજો ખોલી કંઈ જ બન્યું ન હોય એ રીતે ના ભાવ સાથે ઊભો રહી ગયો.....

આવેલી તક જતી રહેશે તો આ ઘાતકી શંકર બચકાં ભરી ભરીને મારી નાંખશે એવો ક્ષણેકમાં વિચાર આવી જતાં જ રૂમના એક ખૂણા પર હડસાયેલ દામિની બચાવો..... બચાવોની બૂમો પાડી અને હોટલના માણસોએ ફટાક કરીને દરવાજો ખોલી નાંખ્યો અર્ધનગ્ન શરીર સાથે ધ્રૂજતી ઊભેલી દામિની દોડીને બારણાં બહાર નીકળી ગઈ.... આખી હકીકતથી વાકેફ થયેલ હોટલના મેનેજરે દામિનીના પિતાને ફોન કરીને બોલાવ્યા અને દામિનીને સોંપી દીધી.

શંકરે હવસ સંતોષવાની લ્હાયમાં પ્રથમ પત્નીને બાકાત રાખીને બીજી પત્ની કરી..... પણ બીજી પત્નીએ શંકરને જેલના સળિયા ગણતો કરી દીધો.....

૨૫. વીસ વર્ષ પછી વિધવાની સેક્સલીલા નજરે જોનાર યુવાન પુત્રને ઘરમાંથી હાંકી કાઢતી જનેતા

એ એક સંસ્કારી સોસાયટી હતી જ્યાં ડૉક્ટર,વકીલ,એન્જીનિયરો જેવા વ્યવસાયિક કુટુંબો રહેતાં. આ સોસાયટીના છેવાડે આવેલો એક બંગલો જ્યાં માત્ર મા-દીકરો રહેતાં હતાં. સુમિત્રા ભરજુવાનીમાં વિધવા બની હતી. એક માર્ગ અકસ્માતમાં તેનો પતિ મનોજ શ્રીવાસ્તવ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારે સુમિત્રાનો પુત્ર હિરેન માત્ર એક વર્ષનો હતો..... મા-દિકરાને આ દુનિયામાં એકલા અટુલા છોડી જનાર મનોજ શ્રીવાસ્તવ સોસાયટીમાં એક બંગલો તથા ખાસ્સી એવી સંપત્તિ છોડી ગયો હતો.... કંઈ કમાણી ન કરે તો પણ બે પેઢી બેઠા-બેઠા આરામથી ગુજરાન ચલાવી શકે.... વીસ-બાવીસ વર્ષની ઉંમરે વિધવા બનેલી સુમિત્રા પતિની આ સંપતિ કોઈના હવાલે છોડીને અન્ય કોઈની પત્ની બનવા તૈયાર નહોતી. સુખ છોડીને દુખમાં કોણ મુરખ જવા તૈયાર થાય?

સમાજમાં ત્યક્તા-વિધવા-છૂટાછેડા લીધેલી કન્યાઓ બીજી વખતના લગ્ન કરી શકતી હતી પરંતુ સુમિત્રાએ બીજા લગ્ન કરી ઘર માંડવાનો વિચાર માંડી વાળ્યો હતો. સ્વર્ગસ્થ પતિની સંપતિ અને પુત્રને જ પોતાનું જીવન માનીને જીવી લેવા માંગતી હતી. તેના સગા-સંબંધીએ પણ તેને બીજા લગ્ન કરવા સમજાવી હતી પણ તેને માન્યું નહીં.....ત્યારે ધીરે ધીરે તેના ઘેર આવતા સંબંધીઓએ તેને સમજાવવાનું છોડી દીધું....

તેનું યૌવન ફાટ-ફાટ થતું હતું.... સંસાર જીવનમાં માત્ર પૈસો જ સર્વસ્વ હોતો નથી. જુવાન સ્ત્રીને કંઈક અન્ય ચીજની આવશ્યકતા હોય છે. પતિના વિયોગમાં નિષ્કલંક બનીને આખું જીવન પસાર કરી જતી નારી હતી પણ એ બધું સતયુગમાં..... કથાઓ.... ફિલ્મોમાં..... વાસ્તવિક જીવનમાં એવું ભાગ્યેજ જોવા મળતું હોય છે....

પુત્ર હિરેન બે વર્ષનો થયો હતો..... પિતાની સંપતિમાંથી તેને તમામ સુખ મળતાં હતાં. સુમિત્રા પણ શરૂ શરૂમાં પતિની એકમાત્ર નિશાની હિરેન તરફ વધુ આકર્ષાતી હતી. બહુ વહાલ કરતી રહેતી હતી. હિરેનને રમાડવામાં જ તેનો દિવસ પસાર થઈ જતો હતો અને રાત્રે હિરેન ઉંઘી જતો ત્યારે પતિ સાથે ગુજારેલી પળો, રતિસુખની ક્ષણોને વાગોળતી જાગતી પડી રહેતી સુમિત્રાની આખોમાં આંસુ વહેતાં રહેતાં.... પણ આ બધું બહુ દિવસ ચાલ્યું નહિ.... પતિના મોતને ધીરે ધીરે તે ભૂલવા લાગી.

જોબનિયું જાણે હવે તેને ચટકા ભરવા લાગ્યું હતું..... પથારીમાં પડખાં ફરતી રહેતી સુમિત્રાના દેહમાં જાણે આગ ભડકતી રહેતી..... અને એક દિવસ તેને આગમાં જલતી બચાવવા જ જાણે કે એક સાથી મળી ગયો.... મનોજ શ્રીવાસ્તવ દૂરના એક કાકા શહેરમાં જ રહેતા હતા.... જો કે સંબંધમાં કાકા લાગતા શાંતિલાલ મનોજ જેટલી જ ઉંમર ના હતા.... અવાર-નવાર શાંતિલાલ તેમના ભત્રીજા વહુ સુમિત્રાની ખબર જોવા આવતા અને હિરેનને રમાડતા.... જતાં જતાં જરૂર હોય તો કહેજો એવું કહેતા શાંતિલાલને એક દિવસ સુમિત્રાએ કહ્યું કે રાત્રે હિરેન ખૂબ રડે છે.... અને મને અહીં બંગલામાં એકલા-એકલા બીક લાગે છે.... તમે અહીં સૂઈ જાવ તો ન ચાલે.....? શાંતિલાલ પણ જાણે કે આવી જ કોઈ તકની રાહ જોઈ રહ્યા હતાં.

“ઓહોહો..... એમાં તમે આટલા બધા ગળગળા કેમ થઈ જાવ છો.... આ તો મારી ફરજ છે.... હું તો બહુ પહેલાંથી આમ કરવાનો હતો પણ તમને ખોટું ન લાગે એટલે હું તમને કહી શકતો નહોતો..... પણ હવે તમે ચિંતાના કરશો..... કહેતા હો તો હવે હું રોજ અહીંયા સુવા માટે આવું.....તમારે ડરવાની કોઈ જરૂર નથી.... હિરેન મારી સાથે રહેશે.....”

પિતાનું મોત થયું ત્યારે હિરેન એક વર્ષનો હતો અને ત્યારથી શાંતિલાલ અવાર-નવાર તેને રમાડવા આવતા. ફરવા લઈ જતા એટલે હિરેન શાંતિલાલને ખૂબ ચાહતો હતો.... રાત્રે તે શાંતિલાલ સાથે સૂઈ જવા લાગ્યો.... પણ એક જ બંગલામાં એક વિધવા યુવતી અને એક પુરૂષ સૂઈ રહેતા હોય ત્યારે એ સ્તરી કે પુરૂષને ઉંઘ ક્યાંથી આવે....? સુમિત્રા અને શાંતિલાલ શારિરીક સુખ માણવા તલપાપડ બન્યા અને એક રાત્રે જે થવાનું હતું તે થઈને જ રહ્યું.... પતિના વિયોગમાં જીવન જીવતી સુમિત્રાને પુરૂષની ગરજ હતી અને એ ગરજ શાંતિલાલે પુરી પાડી.... ત્યારથી જ બંને જણાં રાત્રિની એકલતામાં લગ્નસુખ માણતા રહ્યો......

એક મહિનો.... એક વર્ષ...બે..... ત્રણ એમ કરતાં ઓગણીસ વર્ષ પસાર થઈ ગયાં....હિરેન ર૧વર્ષનો જુવાન બની ગયો હતો.... કોલેજમાં ભણવા જતો હતો.... હિરેનમાં સમજણ આવી ત્યારથી સુમિત્રા અને શાંતિલાલ તેની ગેરહાજરીમાં દેહસુખ માણતા રહ્યા હતા. એટલે હિરેનને તેની વિધવા માના આડા સંબંધની જાણ થઈ નહોતી.... અને શક કરવા જેવું પણ તેના મનમાં ક્યારેય આવતું નહીં..... કોલેજમાં ભણવા જતા હિરેનને તેની જ કોલેજમાં ભણતી અને તેની જ સોસાયટીમાં રહેતી ડૉક્ટર પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેની જાણ ડૉક્ટરને થતાં ડૉક્ટરે પુત્રી માલા પર અંકુશ લાવવા પ્રયત્ન કર્યો પણ માલા હિરેન સાથે ભાગી ગઈ.... અને બંને પુખ્ત ઉંમરના હોવાથી સિવીલ મેરેજ કરી લીધાં.... સિવીલ મેરેજ કરતાં પહેલા થોડા દિવસો સુધી આ પ્રેમી પંખીડા અજ્ઞાત સ્થળે રહ્યાં હતાં. પણ માલાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હોવાથી બંને જણા પોલીસ સમક્ષ હાજર થયા પણ બંને પુખ્ત હોવાથી પોલીસ પણ તેમને કશું કરી શકી નહીં.... માલાએ કોર્ટમાં પોતાના પિતાને બદલે પતિ હિરેન સાથે જવા ઈચ્છા દર્શાવતા કોર્ટે મંજુર રાખ્યું..... પણ હવે....?

લગ્ન તો કોર્ટમાં ગઈ ગયા હતા.... પતિ-પત્ની તરીકે સાથે રહેવા માટે તેમને કોર્ટે પણ પરવાનગી આપી હતી.... માલા અને હિરેન બંને જણાં પોતાના ઘેર આવ્યાં.... પિતાની મિલકત હતી અને તેનો વારસદાર એક માત્ર હીરેન હતો.... હા.... હિરેનની મા સુમિત્રાનો તેમાં હક્ક ખરો પણ સુમિત્રાના અવસાન પછી તમામ મિલકત હિરેનની માલિકીની હતી..... સુમિત્રા હાલ હયાત હોવાથી તમામ વહીવટ સુમિત્રાએ જ કરવાનો હોય..... નવદંપતિ ઘેર આવ્યા ત્યારે શરૂઆતમાં તો સુમિત્રા હિરેનને કશું કહી શકી નહોતી.

હિરેન સ્કુટર લઈને ક્યારેક બહાર જતો તો ઘરમાં સાસુ-વહુ એકલાં રહેતાં. શિક્ષિત માલા ઘણું બધું સમજતી હતી.... સાસુ સાથે કેવો વહેવાર રાખવો.... કેવું વર્તન કરવું વગેરે તેના સંસ્કારમાં હતું જ.... માલા ઘર છોડીને ક્યાંય જતી નહીં એટલે સુમિત્રાને અગવડ પડવા લાગી..... શાંતિલાલ આવે તોય તેની સાથે શંકા ઉભી થાય તેવી વાત કરી શકતી નહોતી.... પણ આવું ક્યાં સુધી ચલાવી લેવાય.... શાંતિલાલને જોતાંની સાથે જ સુમિત્રાને ગલગલિયાં થતાં પણ ઘરમાં જુવાન વહુ હતી..... હિરેન તો આખો દિવસ બહાર રહેતો..... એટલ માલાને ઘરમાંથી બહાર કાઢવા સુમિત્રા પેંતરા રચવા લાગી.... શાંતિલાલ આવે કે તરત જ માલાને બજારમાંથી કંઈક ખરીદી લાવવા સુમિત્રા મોકલતી.... અને એ સમય દરમ્યાન શાંતિલાલ અને સુમિત્રા રંગરેલિયા મનાવી લેતાં.....

ભણેલી ગણેલી માલાને વિચાર આવ્યો કે શાંતિકાકા આવે છે ને તેની સાસુ તેને બજારમાં મોકલે છે.... જરૂર કંઈક કારણ હોવું જોઈએ.... ઘણું બધું વિચારીને આખરે આ વાત તેણે તેના પતિ હિરેનને કરી પહેલાં તો માલા પર ગુસ્સે થઈ ગયો હિરેન.... પોતાની જનેતાએ વીસ-વીસ વર્ષ સુધી વિધવા જીવન ગુજાર્યુ છે અને એવી જનેતા વિશે માલાએ શંકાસ્પદ વાત કરી હતી.....

“પણ હું એમ ક્યાં કહુ છું કે બા એવા છે..... પણ હું તો તમને એમ કહું છું કે શાંતિકાકા આપણા બંગલે આવે છે ત્યારે જ મને બજારમાં કેમ મોકલતા હશે ?” માલાએ શાંતિથી પોતાની વાત પતી હિરેનના ગળે ઉતારી હિરેનને પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયો અને એનો જવાબ મેળવવા માટે માલા સાથે એક યોજના ઘડી....

બીજા દિવસે બજાર જાઉં છું અને સાંજે મોડો આવીશ એવું કહીને હિરેન ઘેરથી નીકળી ગયો.... ત્યારે બપોરે ઘેર આવેલા શાંતિલાલે હિરેનનું પૂછતાં સુમિત્રાએ જણાવેલું કે એ તો મોડો આવવાનું કહીને ગયો છે..... અને પછી તેણે માલાને બજારમાં મોકલી.... માલા પૈસા લઈને બજારમાં જવા નીકળી કે તક મળતાં જ બેડરૂમમાં સુમિત્રા અને શાંતિલાલ પહોંચી ગયા.

પૂર્વ આયોજન મુજબ સોસાયટીથી થોડે દૂર એક હોટલમાં બેઠેલ હિરેનને માલાએ વાત કરી અને બંને જણા ચાલતા બંગલે પાછા આવ્યા. બહાર શાંતિલાલનું સ્કુટર પડ્યું હતું. હિરેનઅઅને માલા દબાતે પગલે બંગલામાં પ્રવેશ્યા.... બેઠક રૂમમાં અને રસોડામાં કોઈ નહોતું. એટલે બંને જણાં બેડરૂમામ બંધ બારણા તરફ આગળ વધ્યા.....

આ બાજુ હિરેન મોડો આવવાનો છે અને માલાને બજારમાં જઈને પરત આવતાં એક કલાકથી વધુ સમય લાગશે એવું માનીને આ આધેડ પ્રેમીઓએ દરવાજો ઠાલી બંધ કર્યો હતો.... અને બેડરૂમમાં જે પલંગ પર દીકરો અને વહુ સૂતાં હતાં એ પલંગ પર તેમની ગેરહાજરીમાં સુમિત્રા અને શાંતિલાલ રંગરેલિયા મનાવતાં હતાં.

બેડરૂમનો દરવાજો ખોલતાં જ હિરેનની આંખો ફાટી ગઈ..... માલા શરમાઈને પાછી વળી ગઈ..... દેવી જેવી જનેતાને શાંતિલાલની બાહુપાશમાં કઢંગી હાલતમાં જોઈને પુત્ર હિરેન પણ પાછો વળી ગયો.... પોતાની વીસ-વીસ વર્ષની સેક્સલીલાની પોલ ખુલી જતાં સુમિત્રા અને શાંતિલાલ ઝંખવાઈ ગયાં..... ત્યારથી શાંતિલાલે આ બાજુ આવવાનું બંધ કરી દીધું.... હિરેને સુમિત્રાને કશું કહ્યું નહોતું પણ હવે ઘરમાં હરતા ફરતા સુમિત્રાને ડર લાગ્યા કરતો.... એક વખત બજારમાં શાંતિલાલને મળીને સુમિત્રાએ રસ્તો કાઢવા જણાવ્યું અને પછી સુમિત્રાએ પોલીસ મથકે અરજી આપી કે “મારો પુત્ર મારા કહ્યામાં નથી.... એ અને એવી વહુ મારી મિલકત પચાવી પાડશે..... એમને ઘરની બહાર કાઢી આપો....”

વીસ-વીસ વર્ષ સુધી સમાજની નજરોમાં વૈધવ્ય પાળનાર અને છૂપી રીતે પરાયા પુરૂષ સાથે રંગરેલીયા મનાવનાર સુમિત્રાની પાપલીલાનો ભાંડો ફૂટતા હવે પિતાના અસલી વારસદાર પુત્રને ઘરની બહાર કાઢી પોલીસ સ્ટેશનના આંટા મારી રહી છે. પોતાની હવસલીલા સંતોષવામાં કાંટો બનેલા પુત્રને દૂર કરવાની માતાની કેવી ચાલ....?

૨૬. ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર..... એક સનાતન સત્ય

પ્રેમીલા અને રમીલા. બે સગી બહેનો. મોટી પ્રેમીલા ચાર વર્ષની અને નાબી બહેન રમીલા બે વર્ષની થઈ ત્યારે તેની જનેતા મોટું ગામતરૂં કરી ગઈ હતી. નાની બાળકીઓને સાચવાવ અને માનો પ્રેમ મળે તે હેતુથી તેના પિતા બીજી પત્ની લઈ આવ્યા હતા. પિતા સારી એવી મિલકત ધરાવતા હોવાથી ઓરમાન મા આ મિલકત વાપરવા માટે બંને દીકરીઓને લાડ લડાવ્યા કરતી હતી. વર્ષો વીતી ગયા. પ્રેમીલા સોળ વર્ષની અને રમીલા ચૌદ વર્ષની થઈ ગઈ હતી. બંને બહેનો બાપને ત્યાં સારી રીતે રહેતી હોવાથી બંનેના શરીર ઘડાયેલા હતા. ઓરમાન મા કામ સોંપે તે પણ તેઓ હોંશે હોંશે કરી લેતી.

પણ.... લગ્નની ઉંમરે પહોંચેલી આ બંને બહેનોના લગ્નના ખર્ચ કરવામાં આવ્યા તે ઓરમાન માને ગમ્યું નહોતું.... નામ શારદા હતું પણ લક્ષણો કડવા હતા. હવે શારદાને એમ લાગ્યું કે તેને તેનો પતિ છોડી તો નહીં દે.... શારદાએ વાતાવરણ જ એવું બનાવી દીધું હતું કે કોઈને ય તેના પ્રત્યે શંકા ન જાય.... પતિની ગેરહાજરીમાં તે પ્રેમીલા અને રમીલા પર તે સિતમ ગુજારવા લાગી. જો કે પ્રેમીલા આવડતથી ઓરમાન માના સિતમ ઠુકરાવી દેતી પણ રમીલા બધો માર સહન કરતી રહેતી.

સુખ-દુઃખ વેઠીને પણ બંને બહેનો દિવસો પસાર કરતી. પ્રેમીલાને સાસરે વળાવી દેવામાં આવી પણ રમીલાની નાની ઉંમર હોવાથી તેને સાસરે વળાવી નહોતી. પ્રેમીલા સાસરે જતાં તેણે પોતાનો ઘરસંસાર માંડ્યો પણ રહી ગઈ માત્ર રમીલા.... લગ્ન ટાણે તેના પિતાએ આપેલા સોના-ચાંદીના ઘરેણાં રમીલાની પેટીમાં રહેતા.... અને આ ઘરેણાં પર શારદાની નજર હંમેશા રહેતી.... હજારો રૂપિયાના ઘરેણાં આમ નાની અમથી છોકરીના કબજામાં રહેલા જોઈને શારદાનો જીવ બળી જતો.

જો કે રમીલા પાસેથી આ ઘરેણાં લઈ લેવા માટે શારદા ઘણી વખત તેને માર મારતી.... પણ રમીલા આ ઘરેણાંની પોટલી લઈને તેના મોસાળમાં ચાલી જતી.... વળી પાછા પિતા તેડવા આવે એટલે તેમની સાથે પાછી આવતી રહેતી. વળી પાછી ઝઘડો થતાં રમીલા ચાલી જતી....

શારદાએ પોતાના જમા પાસામાં પ્રેમીલાનો સાથ લીધો હતો. તેની સાથે સારો વ્યવહાર રાખતી. પ્રેમીલાના પતિની સાથે પણ સારી રીતે વર્તતી. શારદા પ્રત્યે પ્રેમીલાને માન હતું.... પોતાની જનેતા જેવું વર્તતી આ ઓરમાન મા વિરૂધ્ધ એક અક્ષર પણ બોલવાની હિંમત પ્રેમીલા કરી શકતી નહોતી.

દરમિયાનમાં તીર્થધામ પર દર્શન કરવાનો કાર્યક્રમ ગોઠવતાં શારદાએ પ્રેમીલાને તથા જમાઈને બોલાવ્યા હતા અને તેઓ દર્શન કરીને પરત ઘેર આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી. જમી પરવારીને બધા બેઠા ત્યારે રમીલા સૂઈ ગઈ હતી. દીકરી - જમાઈ સાથે શારદાએ વાત કરતાં રમીલાની ફરિયાદ કરી.

“જો ને બેટા.... રમીલા હજુ સાસરે ગઈ નથી અને તેના દાગીના ઘરમાં મને સાચવવા આપવાને બદલે પોતાની પાસે રાખે છે..... ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તેની સાસરીવાળાને શું જવાબ આપવો....?”

ઓરમાન માની વાત સાંભળીને પ્રેમીલાએ ખાટલામાં આડી પડેલી રમીલાને ઠપકો પણ આપ્યો હતો પણ રમીલાએ કોઈ ઉત્તર આપ્યો નહતો....એ રાત્રે શારદાએ ભયંકર નિર્ણય લઈ લીધો અને આરામથી ઉંઘી ગઈ.....

બીજા દિવસથી સવાર રમીલા માટે ખતરનાક સાબિત થવાની હતી. જેની કલ્પનાથી જ ખુદ પોતે શારદા ધ્રુજી ઉઠતી હતી..... પણ પોતાની ઓરમાન માતા પોતાના માટે ખતરનાક પગલું ભરવાની હશે એવું નિર્દોષભાવે ઊંઘી ગયેલી રમીલાને વિચાર પણ ક્યાંથી આવે..... એ તો પોતે પિતાના હાથે વિદાય લઈને સાસરીમાં વળાવતાં પતિ સાથે સુખી જીવન જીવવાનું સ્વપ્ન જોઈ રહી હતી.

પરોઢ થયું અને રમીલા ઝબકીને જાગી ગઈ.... રોજ વહેલી સવારે રમીલા સૌથી વહેલી ઉઠીને ઘરનું કામકાજ પતાવી દીધા પછી તેની ઓરમાન માને ઉઠાડતી.... ઝબકીને જાગેલી રમીલા ચમકી... આજે તેની મા શારદા પણ વહેલી ઉઠી હતી. રમીલા ઉઠી કે તરત જ શારદાએ એને પકડી અને “ચાલ.... વાડામાં....” કહીને ઘરની બહાર ઢસડીને લઈ ગયા બાદ શારદા શું કરવા કે શું કહેવા માંગે છે એ જાણવા રમીલાએ પૂછ્યું : “શું છે માસી.... કેમ આજે વહેલા ઉઠી ગયા અને મને અહીં વાડામાં કેમ લાવ્યા.....” એવું બોલી રહેલી રમીલાની આંખોમાં ભય ડોકાયો......

શારદાના હાથમાં કેરોસીન ભરેલું વાસણ હતું અને આંખોમાં ગુસ્સો..... તેણે ઉભી રહેલી રમીલા પર કેરોસીનનું ડબલું રેડી દીધું અને બીજી જ ક્ષણે દિવાસળી ચાંપીને રમીલા પર નાંખી દીધી અને પોતે સડસડાટ કરતી ઘરમાં જતી રહી.....

આ બાજુ સવારમાં વહેલી ઉઠેલી રમીલા દાતણ પાણી કરે એ પહેલાં.... હજુ તો તેની ઊંઘ પણ બરાબર ઉડી નહોતી અને વાડામાં તેની ઓરમાન માએ ઉભી સળગાવી.... આગ લાગતાં જ તેણે ચીસો પાડવા માંડી..... વધુ આગ પકડે તે પહેલાં વાડામાં પડી રહેલી રેતીના ઢગલામાં તે અળોટવા લાગી. સદ્‌ભાગ્યે તેને શરીરે લાગેલી આગ રેતીના કારણે ઓલવાઈ ગઈ..... પણ જનેતા જેવી ઓરમાન માએ તેને જીવતા સળગાવી દીધાના આઘાત તે સહન કરી ના શકી.... તેની કારમી ચીસોથી આખું ફળિયું જાગી ગયું....ઘરની ઓસરીમાં સૂઈ રહેલો તેનો બનેવી પણ જાગી ગયો અને તેમણે જોયું તો રમીલા દાઝેલી હાલતમાં રેતીના ઢગલામાં પડી છે.... તેણે પ્રેમીલાને જગાડી..... ત્યાં સુધી તો શારદા પણ જાણે ઉંઘમાંથી જાગી હોય તેમ શું થયું.... શું થયું કહેતી બહાર આવી..... અને દુનિયાને દેખાડવા કકળવા લાગી..... “અરેરે.... દીકરી તેં આ શું કર્યુ.... તારા માથે શું દુઃખ આવી પડ્યું હતું તે સળગી ગઈ....પણ”

જ્યારે શારદાએ જોયું કે રમીલા હજુ જીવે છે ત્યારે તેને ધ્રાસકો પડ્યો.... પ્રેમીલાનો પતિ નજીકના ગામેથી ડૉક્ટરને બોલાવી લાવ્યો.... ડૉક્ટરે રમીલાને દવાખાનામાં લઈ જવાની સલાહ આપી..... ફળિયાનો કોઈ જણ નજીકમાં આવેલા રમીલાના મોસાળમાં દોડી ગયો.... કોઈક છોકરો ખેતરમાં રાતવાસો કરવા ગયેલ રમીલાના પતિને બોલાવી આવ્યો.... એક ટેમ્પામાં નાંખીને રમીલાને અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરી.

દરમિયાનમાં તેની મામી-મામા વગેરે આવી પહોંચ્યા..... રમીલાને ટેમ્પામાં સુવાડી ત્યારે તેની સાથે તેની મામી હતી.... સળગી જવાથી લાગેલા આઘાતમાંથી રમીલા થોડી ભાનમાં આવી.... દવાખાને જતાં માર્ગમાં તેની મામીએ ભાનમાં આવેલી રમીલાને પૂછ્યું..... તો રમીલાએ રડતાં રડતાં તેની ઓરમાન માંના કારસ્તાન કહી દીધાં....

આ બાજુ શારદાએ લોકો આગળ એવું ઠસાવ્યું હતું કે, રમીલાને રાત્રે ઠપકો આપ્યો હતો એટલે મનમાં લાગી આવતાં તેણે આપઘાત કરવા માટે જાતે કેરોસીન છાંટી સળગી હતી પણ અસત્ય ક્યાં સુધી છૂપું રહે....?

અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી રમીલાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું અને આ દુનિયા છોડી દીધી. તેના નિવેદનને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ઓરમાન મા શારદાને પકડીને કોર્ટ હવાલે કરી દીધી.

ન્યાયની અદાલતમાં પણ શારદાએ છૂટવા ઘણાં ધમપછાડા કર્યા પરંતુ એક કોડભરી કન્યાને ઘરેણાં માટે નિર્દયતાથી જીવતી જલાવી મારી નાંખનાર ઓરમાન જનેતાને જન્મટીપની સજા ફટકારી દીધી ત્યારે..... કોર્ટ હાઉસમાં સન્નાટો છવાઈ ગયો હતો..... હત્યારી જનેતા પર ફિટકાર વરસાવ્યો હતો. લોકોએ.... ઓરમાન માના કાળા કરતૂતોનો બદલો મળી ગયો..... આવી મિલકતની લાલચુ ઓરમાન મા ઘાતકી કુત્ય આચરે ત્યારે મા વિનાના નોંધારા બની ગયેલા એ નિર્દોષ બાળકો કોનો વિશ્વાસ કરે....?

૨૭. અદાલતના કઠેરામાં ઉભેલી કઠોર યુવતીએ જ્યારે ફેંસલો સંભળાવ્યો....!!

શહેરના મધ્યમાં આવેલા એક સંસ્કારી લત્તામાં પોતાના પરિવાર સાથે રહેતી એ કિશોરી આજે જાણે આનંદથી ઉછળતી હોય એવું લાગતું હતું. પંદર- સોળ વર્ષની ઉંમરની વૈશાલી કોલજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના ખાનદાન ખોરડાની બરાબર સામે જ એક બંગલામાં ઘરડાં માજી રહેતાં હતાં. તેમના ઘેર જઈ ઘરનું કામ કાજ ખાવા-પીવા બધું જ આ વૈશાલી કરતી હતી. અમેરિકા રહેતા સંદિપનો તેની માતા ઉપર ફોન આવ્યો હતો. આજે રાત્રે સંદિપ વતનમાં આવવાનો હતો. અને એટલે તો વૈશાલી ખુશ હતી. તેના ચાલવામાં, બોલવામાં અનેરો ઉત્સાહ તરી આવતો હતો.

સંદિપ વર્ષોથી અમેરિકા રહેતો હતો. તેણે વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેની પત્ની કવિતા તથા સત્તરેક વર્ષનો પુત્ર કિર્તેશ સાથે અમેરિકા સ્થાયી થયો હતો. વતનમાં માત્ર ઘરડાં બા એકલા રહેતાં હતાં. જેમની સારસંભાળ વૈશાલી લેતી હતી. સંદિપ જ્યારે પણ વતનમાં આવતો ત્યારે વૈશાલી માટે મોંઘી ચીજ વસ્તુઓ લાવતો અને તેને ભેટ આપતો હતો. જેથી સંદિપના આગમનના સમાચાર જાણીને વૈશાલી નાચી ઉઠતી હતી.

વૈશાલીને અમેરિકા લઈ જવાની વાતો અને લાલચો આપતા સંદિપ પર સગીરબાળા ઓળઘોળ થઈ જતી. ધીરે ધીરે પોતાનાથી અઢી ગણી ઉંમર ધરાવતાં સંદિપની રસઝરતી વાતો, અમેરિકા લઈ જવાની લાલચ ઘેલી ઘેલી થવા લાગી હતી.

સંદિપ વૈશાલીને પુત્રી તરીકે દત્તક લેવાનો વિચાર વૈશાલીના મા-બાપ સમક્ષ મૂકતાં ઘણી ચર્ચા-વિચારણાને અંતે તેઓ પોતાની દીકરીને સંદિપને દત્તક આપવાની પરવાનગી આપી. બંને વચ્ચે કાયદાકીય રીતે દત્તકવિધાન કરવામાં આવ્યું. પણ તેની કાર્યવાહી પૂર્ણ કરવા જ સંદિપ આવવાનો હતો.

એ જ્યારે આવ્યો ત્યારે જાણે કે ભગવાન આવ્યા એવા ભાવથી વૈશાલી નાચી ઉઠી હતી. મોંઘી ભેટો પણ સંદિપ લાવ્યો હતો. વર્ષમાં ઓછામાં ઓછું બે વખત તો ભારત આવતો જ હતો. આ કાર્યવાહી પૂર્ણ કરી.

સંદિપ વૈશાલીને કેમ દત્તક લેતો હશે ?.... તેને તો વૈશાલી કરતાં પણ મોટો એક પુત્ર છે.... પછી પારકી દીકરીને દત્તક લેવાની શી જરૂર પડી હશે? એવી ચર્ચાઓ ચાલવા લાગી. પણ એ વખતે સંદિપે એવી વાત વહેતી મૂકી હતી કે તેની પત્ની પુત્રનો જન્મ આપ્યા પછી માતા બની શકે એમ નહોતી જેથી પુત્રીની ખોટ પુરી કરવા વૈશાલીને દત્તક લીધી છે.

વૈશાલીના મા-બાપને પણ એમાં કશું અજુગતુ લાગ્યું નહોતું. એક પુત્ર ધંધે લાગી ગયો હતો અને મોટી દીકરીની સગાઈ થઈ ગઈ હતી. જ્યારે વૈશાલીને સંદિપે દત્તક લીધી એટલે તેના લગ્નનો ખર્ચ પણ બચી જશે. વળી સંદિપની પુત્રી બનીને વૈશાલી અમેરિકા જશે અને સુખી થશે. એવા બધા અરમાનોથી મા-બાપ ખુશ હતા. વૈશાલી મોટા ભાગે સંદિપના બંગલામાં જ રહેતી અને સંદિપની માની સેવા કરતી.

સોળ વર્ષની ઉંમર વટાવી ચૂકેલી વૈશાલી બે વર્ષ મોટી લાગતી હતી. તેનું શરીર કસાયેલું લાગતું. સાડી પહેરે તો જોનારને તે પરિણીત હોય તેવું લાગે. સુખી ઘરમાં ઉછરી હતી અને વળી અમેરિકા સ્થિત પૈસાદાર સંદિપના ઘર સાથે નાતો બંધાયો.... કોઈ વાતનું દુઃખ નહોતું..... તેના રૂપ-યૌવન પણ આકર્ષક બની ગયાં હતાં.

આ દરમ્યાન સંદિપના ઘરમાં રહેતી વૈશાલીના અંગ-ઉપાંગોમાં આવેલા ફરેફારથી તેની માતા ચિંતામાં પડી ગઈ. જરૂર દાળમાં કંઈક કાળું છે એવી શંકા જતાં ખાતરી કરી તો શંકા સત્યમાં પરિણમી. ભારત આવેલા સંદિપનો વૈશાલી સાથેનો વ્યવહાર બાપ - બેટીનો નહીં પણ અવૈધ હતો. જેની જાણ થતાં જ એક જનેતાની આખમાં અને દિલમાં ખૂંચ્યું. બાપ બનવા બેઠેલો સંદિપ વૈશાલીના દેહનો ઉપયોગ કરતો હોવાની જાણ થતાં જ વૈશાલીની માતાએ દત્તકવિભાન રદ્દ કરવા માટે દાવો માંડ્યો.

ચાલીસેક વર્ષની ઉંમરનો સંદિપ પુત્રી ભૂખ સંતોષવાના બહાને પુત્રી સમાન સગીર વૈશાલીના દેહ સાથે રમત કરી પોતાની સેક્સભૂખ સંતોષતો હતો. અને વૈશાલી પણ જાણે કે સંદિપનો રંગ લાગ્યો હતો, ઘેલી થઈ ગઈ હતી તે.... અને એટલે જ તો સંદિપના વ્યવહારનો વિરોધ કરતી નહોતી.... એની પાછળ અમેરિકા જવાની પણ લાલશા હતી.... એટલે સંદિપનું ઘર છોડીને પિતૃગૃહે જવા માટે વૈશાલી તૈયાર નહોતી આખરે..... કોર્ટ દ્વારા વૈશાલીનો કબજો મેળવવા કાર્યવાહી કરતાં કોર્ટે વૈશાલીને કોર્ટ સમક્ષ રજૂ કરવા સર્ચ વરોન્ટ કાઢ્યું..... અને પોલીસને હુકમ કર્યો .

અમેરિકાથી આવેલા સંદિપના ઘેરથી વૈશાલીનો કબજો મેળવવા માટે સર્ચ વોરન્ટ લઈને પોલીસ અધિકારીઓ સંદિપના ઘેર પહોંચ્યા.... ડોરબેલ વગાડતાં બારણું ખૂલ્યું અને પોલીસ અધિકારીઓ અંદર ઘૂસી ગયા.... સોફા પર બેઠેલા સંદિપની પાસેના કૂતરા ખાખી વર્દી જોઈને ભડક્યા અને પોલીસ પર તૂટી પડ્યા.... દરમ્યાનમાં સંદિપે પોતાની પાસેની રિવોલ્વર કાઢી અને સામનો કરવા તૈયાર થયો.... પરંતુ સંપૂર્ણ તૈયારી સાથે ગયેલ પોલીસે તેને ફાવવા દીધો નહીં... તેને પકડ્યા પછી વૈશાલીનો કબજો મેળવ્યો અને કોર્ટ સમક્ષ તેને હાજર કરી.

પોલીસ રૂબરૂ નિવેદનમાં વૈશાલીએ જે કેફિયત રજૂ કરી એ સાંભળીને પોલીસ અધિકારીઓ પણ મ્હોંમાં આંગળા નાંખી ગયાં. વૈશાલી સંદિપને ચાહતી હતી. એટલું જ નહીં પણ તેણે સંદિપને પ્રેમપત્રો પણ લખ્યા હતા. અને તે હંમેશા સંદિપ પાસે જ રહેવા માંગતી હતી. સગીર ઉંમરની વૈશાલીની હિંમત દાદ માંગી લે તેવી હતી. સંદિપ વૈશાલીને મેળવવા અને તેને ઉપપત્ની બનાવવાના બદઈરાદાથી દત્તક લઈ લીધી હતી. કોર્ટ સમક્ષ પણ વૈશાલીએ સંદિપ સાથે રહેવા આગ્રહ રાખ્યો એટલે કોર્ટે સગીરબાળા હોવાથી વૈશાલીને નારીગૃહમાં મોકલી આાપી.

“વૈશાલી..... તું હવે પુખ્ત ઉંમરની થઈ ગઈ છે. તારા જીવનના લાભ-ગેરલાભ,સારા-નરસાનું વિચારી શકવા સમર્થ છે..... જીંદગીનો ફેંસલો કરવા માટે તું મુક્ત છે, તને કોઈ બંધન હવે નડશે નહીં બોલ હવેતારે ક્યાં જવું છે ?..... તારા મા-બાપના ઘેર કે પછી સંદિપના ઘેર.....?”

કોર્ટ હાઉસમાં સંદિપ હાજર હતો. સામે પક્ષે વૈશાલીના મા-બાપ પણ હાજર હતા. પેટે પાટા બાંધીને ઉછરેલી દીકરી શું કહેશે....? મા-બાપની આબરૂનો પણ વિચાર કરશે કે નહીં.....? સોળ સોળ વર્ષના પરવરિશના બદલામાં વિશ્વાસઘાત તો નહીં કરે ને.....? લાગણીવશ બની ભીની આંખે આજીજી કરતા ભાવ સાથે મા-બાપ વૈશાલી સામે તાકી રહ્યા હતા.

કોર્ટ હાઉસ આખું શાંત હતું.... ટાંકણી પડે તોય તેનો અવાજ સંભળાય તેવું વાતાવરણ છવનઈ ગયું હતું. બધાની નજર કઠેરામાં ઉભેલી વૈશાલીના ચહેરા પર મંડાયેલી હતી. કોઈ વિસ્ફોટ કરવાની હોય તેવી સ્થિતિમાં વૈશાલીએ કોર્ટ હાઉસમાં નજર ફેરવી..... પછી મા-બાપ સામે જોયું.... તેમની આંખોમાં આંસુ વહેતા હતા. વૈશાલીએ મનોબળ મજબૂત કર્યુ અને એક જ વાક્ય બોલી.

“મારે સંદિપની સાથે જવું છે.....”

સાંભળીને તેના મા-બાપના પગ નીચેથી ધરતી સરકી જતી લાગી. લોકોની આંખો અને મ્હોં ફાટેલાં જ રહી ગયા.... કઠોર બનેલી વૈશાલીએ કઠણ કાળજું કર્યુ પણ પછી મા-બાપની સામે જોવાની હિંમત કરી ન શકી. વૈશાલીના નિવેદનથી કોર્ટે કબજો સંદિપની તરફેણમાં ફેંસલો સંભળાવ્યો.

૨૮. સુશીલાના સેંથાનું સિંદુર - બગલા ભગત

રાતના આઠ-સાડા આઠેક વાગ્યાનો સુમાર હતો.....શહેરના મધ્યમાં આવેલા રહેણાંકના મકાનમાં બગલા ભગત જમવા બેઠો હતો. તેને ઝડપથી કોળિયો મ્હોંમાં મૂકતાં જોઈને તેની જુવાન પત્ની સુશીલાએ તેને ટોક્યો પણ ખરો.

“આટલી બધી શી ઉતાવળ છે.... શાંતિથી ખાઓ ને? ક્યાંય ગળે કોળિયો ભરાઈ જશે તો હેડકી આવશે અને પાછા કહેશો કોઈક યાદ કરતું હશે - પાછા તમે તો.....” સુશીલા બોલવાનું શરૂ કરે તે પહેલાં તો બોલવા જતાં બગલા ભગતને હેડકી આવી..... “ જો હું કહેતી હતી ને ? શાંતિ થી....”

સુશીલા આગળ બોલે તે પહેલાં તો બગલા ભગતે થાળી એંઠી મૂકીને ઊભો થઈ ગયો....

“તું બોલ બોલ ના કર..... મારે ઉતાવળ છે.... વકીલે બોલાવ્યો છે.... એજન્સી માટેની ચર્ચા કરવા.... તું મારી રાહ જોતી નહીં.... છોકરાઓને લઈને ઊંઘી જજે.... આજે આખરી ચર્ચા થઈ જશે.... પછી ચાર દિવસ પછી તો એજન્સી ચાલુ કરી દઈશું.... અને ત્યારેય હવે તો સમય રહેશે નહીં.... આ તો હું ઊલમાંથી ચૂલમાં પડ્યો છું.... તારા નામે એજન્સી લઈને....” બગલા ભગત હાથ-મ્હોં ધોતાં બોલ્યો.....

કદાચ કંઈક અજુગતું બનવાનો અણસાર આવી ગયો હશે તે સુશીલાની આંખમાં આંસુ આવી ગયા “મેં તમને થોડું કહ્યું કે તમે મારા નામે આ એજન્સી લો ?.... આ તો ઠીક છે કે બે પૈસા કમાવાય..... છોકરાંય મોટા થવા આવ્યા છે.... ચાર છોકરા જીવાડવા..... આ મોંઘવારીના જમાનામાં પુરૂ ક્યાંથી થાય.... અને તમે એક છો તે રાજકારણમાં ડૂબ્યા રહો છો.... પાર્ટીએ શું હોદ્દો આપી દીધો છે તે હવામાં ઉડવા લાગ્યા છો.....”

કોઈ દિવસ નહીં ને આજે સુશીલા કંઈક વિચિત્ર વાતો કરી રહી હતી.... આમ તો નામ એવા ગુણ હતા એનામાં સુશીલ અને ગુણવંતી.... એના વ્યવહાર અને વર્તનના સમાજમાં વખાણ થતા....વડીલોની મર્યાદા જાળવવામાં એક્કો.... એવી સુશીલા પતી સામે પણ કદાપિ ઊંચા અવાજે વાત કરતી નહોતી.... પણ કોણ જાણે કેમ, આજે એંઠી થાળી મૂકીને ઊભા થયેલા પતિને કોઈ કુદરતી સંકેત આપવા માટે જ જાણે કે ઠપકો આપીને ચેતવી રહી હોય એવું લાગ્યું પણ બગલા ભગત જેનું નામ.... સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા બગલા ભગતનું કસાયેલું શરીર અને હિંમતે એના આત્મવિશ્વાસમાં વધારો કરી દીધો હતો.... વળી પાર્ટીનો પ્રમુખ પછી પૂછવું જ શું ?

સુશીલા કુદરતી રીતે જ જાણે ઝઘડો કરીને પણ પતિને અત્યારે રાત્રે બહાર જતો રોકવાની કોશિષ કરી રહી હતી પરંતુ એની વાતને સામાન્ય ગણીને બગલા ભગત ઘરની બહાર નીકળી ગયો..... પડછંદ કાયા ધરાવતા બગલા ભગત શહેરમાં એક જાણીતો યુવાન હતો.... એની સાથે બાથ ભીડવા કે ઝઘડો કરવા કોઈ તૈયાર નહોતું અને એની આ હિંમત જોઈને ચૂંટણી ટાણે મત મેળવવામાં તકલીફ ન પડે...

જો કે બગલા ભગતને એજન્સી મળી એ એની જ પાર્ટીના કેટલાંકને ગમ્યું નહોતું..... આ એજન્સી જો એ ચાલુ કરી દેશે તો બગલા ભગતના ઘરમાં રૂપિયાનો ઢગલો વળી જશે અને એ અદેખુ માણસો યેન કેન પ્રકારેણ એજન્સી પડાવી લેવા માંગતા હતા..... આ એજન્સી પડાવી લેવા માટે ઘણાં બધા પ્રયત્નો કર્યા હતા એ લોકોએ..... એમની સાથે વિરોધ પાર્ટીનો માણસ પણ જોડાયો.... બંનેએ ભેગાં મળીને એજન્સી હડપ કરી જવા માટે કાવતરા રચ્યા હતા.... બોગસ દસ્તાવેજો તૈયાર કરાવીને એજન્સીનો ભાગીદાર પણ ઊભો કર્યો હતો અને એજન્સી શરૂ કરવા સામે મનાઈ હુકમ મેળવ્યો હતો.... બે વર્ષ સુધી આ કેસ કોર્ટમાં ચાલ્યો પરંતુ અંતે કોર્ટમાં ભાગીદાર માટેના બોગસ દસ્તાવેજો સાબિત થતાં કોર્ટે એજન્સી શરૂ કરવા માટે બગલા ભગતને પરવાનગી આપી દીધી હતી.

એ દિવસે એજન્સી પડાવી લેવાના પ્રયત્નો કરનારાઓના પેટમાં તેલ રેડાયું જ્યારે બગલા ભગતે એજન્સીનું ઉદ્દઘાટન કર્યુ..... એ રાત્રે બગલા ભગતને તેના વકીલે પોતાના બંગલે બોલાવ્યો હતો...એજન્સી શરૂ કરવા બાબતે અને વકીલ ફીની ચર્ચા કરવાની છે એવું કહેવામાં આવ્યું હતું. હવે ચોથા દિવસે જ એજન્સીનો શુભારંભ કરવાનો હતો એટલે ઘણી જહેમત ઉઠાવવી પડશે એમ સમજીને રાત્રે જ વકીલને મળી આવવાનું નક્કી કરીને બગલા ભગત વકીલના ઘેર પહોંચ્યા......

વકીલ સાથેની ચર્ચા દરમ્યાન એજન્સી પડાવી લેવા મથતા વિરોધીઓથી ચેતતા રહેવા માટે અને એ અંગે કોઈપણ જાતના પૈસાની લેવડ દેવડ કરવી નહીં એવી એવી સલાહ બગલા ભગતને આપી હતી વકીલે..... વિરોધીઓ એજન્સીના બદલામાં નવ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને છેવટે ચાર લાખ રૂપિયા આપી દેવા ધમકીઓ પણ આપી હતી પરંતુ બગલા ભગત જેનું નામ.... એકપણ પૈસો આપવા તૈયાર થયો ન હતો. અને એમ મફતના પૈસા આપે પણ શા માટે ? એણે એજન્સી પોતાની અક્કલ-હોંશિયારીથી સુશીલાના નામે મેળવી હતી.....એની દલાલી વિરોધીઓને શામાટે ચૂકવે ?

બે કલાક સુધી ચર્ચા કર્યા બાદ જ્યારે ઘરે જવા માટે બગલા ભગત ઉઠ્યો ત્યારે જોઈ જાળવીને જજે એમ કહીને વકીલે ઘરનો દરવાજો બંધ કરી દીધા..... ઘેર જવા નીકળેલા બગલા ભગત રાત્રિનાા અંધકારને દૂર કરવા મથતાં સ્ટ્રીટ લાઈટના બલ્બ જોતો જોતો આગળ વધ્યો.... ત્યાં ટાવરના ડંકા પડ્યા.... ટન...ટન...ટન...ટન...

“ઓહો..... અગિયાર વાગી ગયા....? અત્યારે તો કોઈ રીક્ષા પણ નહીં મળે.....” મનમાં બબડતા બગલા ભગત એક ધક્કા આગળ વાહનની રાહ જોતો ઉભો રહ્યો.... પણ ક્યાંયથી કોઈ વાહન દેખાયું નહિં.....એટલે એણે ચાલતી પકડી..... કે ન જાણે કઈ ગલીમાંથી એક ટેક્ષી નીકળી એ એને ખબર ન પડી પણ કદાચ પોતાના ઘરની નજીક ઉતારી દે તે આશાએ એણે ટેક્ષીને ઊભી રાખવા હાથ કર્યો અને ટેક્ષી ઊભી રહી ગઈ.....

ટેક્ષી ઊભી રહી કે અંદરથી ચાર યુવાનો બહાર નીકળ્યા. એમના હાથમાં તલવાર, ચાકુ,ગુપ્તી જેવા હથિયારો હતા.... બગલા ભગત બે કદમ પાછો હટી ગયો..... અને કંઈ સમજે તે પહેલાં.....

“ એજન્સી ચલાવવી છે કેમ ? પૈસા નથી આપવા-મફતમાં એજન્સી લેવી છે..... તને ખબર નથી તારા વકીલે તને અમારા કહેવાથી બોલાવ્યો હતો.... સમજ્યો ?” એક જણાંએ કહ્યું.

બગલા ભગત આખી વાત સમજી ગયો.... એને મારવા તેના વિરોધીઓએ મારાઓ મોકલ્યા છે.... પણ એ પાછો ના પડ્યો.... જો કે એની પાસે કોઈ હથિયાર નહોતાં.... જ્યારે સામે ચાર જણા હથિયારો સાથે હતા..... એ લોકો હુમલો કરે તે પહેલાં બગલા ભગતે ચારેયને ઝાપટવા માંડ્યા.....પણ.... એ ચારેય જણાએ બગલા ભગતને પકડી પાડ્યો.

થોડી ધમાચકડી અને બુમબરાડથી આજુબાજુના રહીશો ઘરની બહાર નીકળ્યા..... પરંતુ ખુલ્લા હથિયારો ચમકતા જોઈને પાછા ઘરમાં ઘૂસી ગયા અને શું થાય છે એ જોવા અગાસીમાં ચડી ગયા....

આ બાજુ બજાર વચ્ચે બગલા ભગતને મારવો નથી એને ગાડીમાં નાંખીને મારી નાંખવો અને પછી શહેરની બહાર ફેંકી દેવો એવું કાવતરૂ કર્યુ હોવાથી ચારેય જણાએ બગલાને ગાડીમાં નાંખ્યો પરંતુ પડછંદ કાયા ધરાવતો બગલો હાથ પગ મારીને ગાડીના કાચ તોડી નાંખ્યા અને બળજબરીથી બહાર નીકળી ગયો.....એ ભાગી જશે તો....? એમ તત્કાળ વિચારીને ચારેય મારાઓ બહાર નીકળ્યા અને બગલાના પેટના ભાગે ગુપ્તી-તલવારના ઘા ઝીંકવા લાગ્યા....

અગાસી પર રહીને આ જીવતી જાગતી સ્ટંટ ફિલ્મના દ્રશ્યો જોતાં લોકો ચુપ થઈ ગયા હતા.... કોઈ પણ મરદ મુંછાળો આ અત્યાચાર ખાળવા આગળ ન આવ્યો.....

તીક્ષ્ણ હથિયારોના ઘા પેટમાં પડવાથી બગલાના પેટના આંતરડા બહાર નીકળી ગયા.... અને ધડામ કરતો બગલા ભગત ધરતી પર પછડાયો....એટલે મારાઓ તેને છોડીને દશ કદમ દૂર પડેલી ગાડીમાં બેસવા આગળ વધ્યા.... અને ગાડીમાં બેસવા જતા એકની નજર બગલા ભગત પર પડી....

પેટના બહાર નીકળી ગયેલા આંતરડા બે હાથે ભેગા કરી પેટમાં દબાવીને બગલા ભગત ઊભો થયો.....એ જોઈને પેલા ચારેય મારાઓ પાછા બગલાની આવ્યા અને ફરી પાછા બગલાની ગરદન પર તથા અન્ય ભાગો પર તલવારના ઘા ઝીંકી દઈ ફરીથી પાડી દીધો..... અને હંમેશને માટે બગલા ભગતની આંખો બંધ થઈ ગઈ....

મારાઓ ચાલ્યા ગયા....હિચકારી હત્યા કરીને.... પણ આ હત્યાકાંડ નજરે જોનાર આજુબાજુના રહીશોએ ન તો હત્યાનો ભોગ બનનારને બચાવવાની કોશિષ કરી કે ન પોલીસને જાણ કરી....

આખી રાત પતિની રાહ જોઈને જાગતી બેસી રહેલી સુશીલા..... અજંપો અનુભવતી હતી.... છોકરાઓને એકલા મૂકીને ઘરની બહાર નીકળી શકે એમ નહોતી.... વળી વકીલનું ઘર પણ શહેરના સામા છેડે આવ્યું હતું.... એકલી અટૂલી સુશીલા શું કરે ? તેને જાણે કે કંઈક અજુગતું બનવાના એંધાણ વર્તાતા હતા....

જ્યારે વહેલી સવારે સુશીલાને ખબર પડી કે કોઈક યુવાનની લાશ મળી છે ત્યારે સુશીલાને ફાળ પડી.... અને જ્યારે એણે લાશ ઓળખી ત્યારે ફાટી પડી સુશીલા..... એનો સુહાગ નંદવાઈ ગયો..... તેના સેંથાનું સિંદુર ભૂંસાઈ ગયું હતું..... એક એજન્સીની લ્હાયમાં ? એનું ચાલ્યું હોત તો એજન્સી વિરોધીઓને સોંપી દેત પણ.... તેનું અમુલ્ય રત્ન તો ન ખોવાઈ જાત..... બહાદુર પતિ ચાર બાળકો નાના મૂકીને વિધવા બનાવી પરધામ પહોંચ્યો... હવે પહાડ જેવું વિધવાનું જીવન કેમ પસાર કરશે સુશીલા.... ?

ર૯. ખંજર...

વિકસિત શહેરની મધ્યમાં આવેલી પ્રખ્યાત હાઈસ્કૂલના મુખ્ય દરવાજામાં ઉભેલા મેહુલની નજર દરવાજામાંથી પસાર થતાં દરેક છોકરા- છોકરી પર ફરતી હતી. મેહુલ આજ હાઈસ્કૂલમાં બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. બારમાં ધોરણમાં પ્રવેશ મેળવ્યા બાદ તેના કેટલાક મિત્રો પણ બન્યા હતા... થોડાક દિવસો પસાર થયા બાદ આ મેહુલ તેની મિત્ર મંડળીથી જાણે વિમુખ થઈ ગયો હતો....

મેહુલના મિત્રો પણ પોતાના મિત્ર અતડો-અતડો રહેતો અને બોલકા ગણાતા આ મિત્ર સૂનમૂન બની ગયેલ મેહુલને શું ચિંતા હશે એ જાણવા પ્રયત્ન પણ કર્યો અને એમાં અસફળતા મળી....

આજે મેહુલને દરવાજામાં ઊભેલો જોઈ તેને કંપાઉન્ડમાં આવવા હાથ પકડ્યો પણ હાથ છોડાવી મેહુલે છણકો કર્યો.

“તમે જાવ... હું હમણાં આવું છું....”

મિત્રો મનીશ,નિમેશ અને અકબર ત્રણેય જણાં દંગ રહી ગયા. આ મેહુલને થયું છે શું? પહેલાંની જેમ હસતો નથી...બોલતો નથી...ક્લાસમાં પણ ધ્યાન આપતો નથી...પૈસાની પણ તેને ચિંતાફિકર નહોતી...તો પછી...?

અને એક દિવસ... મેહુલની ઉદાસિનતાનું કારણ મળી ગયું.... છેલ્લા કેટલાંય દિવસથી રજા પર રહેલી સોનલ જ્યારે તેની લ્યુના લઈને હાઈસ્કૂલના દરવાજામાં પ્રવેશી ત્યારે મેહુલે એના મિત્રો સાથે હસી-હસીને વાતો કરવાની ચાલુ કરી... પણ તેની નજર સોનલ પર હતી...

એકદમ સ્વાભાવમાં ફેરફાર થતાં મેહુલની નજર જે તરફ હતી એ તરફ જોતાં તેના મિત્રો પણ અચંબામાં પડી ગયા... નક્કી આ ભાઈ સાહેબની દવા સોનલ જ છે. ત્રણેય મિત્રોએ મેહુલને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું અને આજની ખુશી વિશે પણ પૂછ્યું ત્યારે આનંદના અતિરેકમાં આવી ગયેલા મેહુલે કહી દીધું.

“ મિત્રો.... આ સોનલને જ્યારથી જોઈ છે ત્યારથી હું મારૂ દિલ લઈ બેઠો છું અને.... મારૂં દિલ ચોરી ગઈ છે એ સોનલ....મારે એને પ્રેમ કરવો છે....એના ખાતર મારો જીવ આપવા પણ તૈયાર છું....”

“ પણ યાર... તને ખબર છે એ છોકરી કોણ છે?”

“ જે હોય એ... છોકરી તો છે ને...આપણા જ ક્લાસમાં ભણે છે... મારી બાજુની લાઈનમાં બેસે છે...શું એનું રૂપ છે ? એની કામણગારી આંખોએ મને પાગલ કરી દીધો છે યાર....”

“પણ સાંભળ તો ખરો....? એ સોનલ સામેની હાઈસ્કૂલના પ્રિન્સીપાલની એકનીએક દિકરી છે એના બે ભાઈઓ ખાઈ જાય એવા છે.... એટલું જ નહિં પણ આપણી હાઈસ્કૂલના પ્રન્સિપાલને ખબર પડશે તો તને કાઢી મૂકશે અને....”

“ભલે કાઢી મૂકે...હું સોનલને ખૂબ પ્રેમ કરૂં છું.... એનો ચહેરો જોવા માટે હું હાઈસ્કુલના દરવાજા આગળ ઉભો રહીશ.... દિવસમાં બે વખત પણ જો સોનલનો સુંદર ચહેરો જોઈ લઈશ તો પણ ઘણું છે.”

“પણ એ સોનલ તને પ્રેમ કરે છે કે પછી....?”

“ એ તો ખબર નથી... પણ પ્રેમ કરશે વહેલી મોડી... હજુ હમણાં જ એ મારી સામે જોઈ રહે છે.... એક બે વખત તક મળી જાય ત્યારે એની પણ ઈચ્છા જાણી લઈશ...”

એ તમ પણ મેહુલને મળી ગઈ.... અને પંદર દિવસથી ખિસ્સામાં લઈને ફરતો પ્રેમપત્ર એણે સોનલને પકડાવી દીધો... લોકલાજે ગભરાઈ જઈને સોનલે મેહુલ પાસેથી પત્ર તો લઈ લીધો....વાંચ્યો પણ ખરો....પણ એનો જવાબ આપ્યો નહિં.... માત્ર મેહુલ એની સામે જોતો ત્યારે પણ સોનલ એને મૂક નજરે જોતી...ગભરૂ હરણીની માફક.... જવાબ નહીં મળતાં મેહુલ અકળાયો.... એણે સ્કુલના કંપાઉન્ડમાં જ સોનલને પકડી અને કહી દીધું.

“ આઈ લવ યુ...” પણ એની સામે જવાબ નહિ આપનાર સોનલે વિરોધ ન કર્યો એટલે મેહુલે માની લીધું કે સોનલ તેને ચાહે છે અને પછી તો જાણે એ આસમાનમાં ઉડવા લાગ્યો. તેના મિત્રોએ એને ઘણો સમજાવ્યો પણ ન માન્યો..

બારમાં ધોરણની પરીક્ષા પસાર થઈ ગઈ અને રજાઓ પડી ગઈ.... વિરહની વેદના અનુભવતો મેહુલ સોનલના બંગલાના ચક્કર કાપવા લાગ્યો... આ દરમ્યાન સોનલના ભાઈને આ મેહુલની વાત પહોંચી હતી.... સ્કુલમાં તે સોનલને પજવતો હોવાની વાત પણ કેટલાંક મિત્રોએ કરી હતી.... પણ એણે ધ્યાનમાં લીધી નહોતી અને સોનલે પણ ફરિયાદ કરી નહોતી.

રજાઓ બાદ જ્યારે સોનલે સાયન્સ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો અને ત્યારે એને ખબર પડી કે તેની પાછળ પડેલ મેહુલ પણ એની જ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે એને ધ્રાસકો પડ્યો... અહીં પણ જો આ મેહુલ પત્ર આપશે કે રસ્તા વચ્ચે ઉભી રાખશે તો આબરૂ કાઢશે.... વળી જો મારા ભાઈને ખબર પડશે તો મારૂ ભણતર બગાડશે અને આ મેહુલને મારશે એ જુદુ.... એનાથી પોતે તો મેહુલ વિશે કોઈ ફરિયાદ કરાય એમ નહોતી.... કેમ કે ફરિયાદ કરે તો તેના ભાઈઓ મેહુલની હત્યા કરી નાખે એવા ઝનૂની હતાં....

જો કે સોનલના ભાઈઓને ખબર પડી ગઈ કે સોનલની પાછળ પાછળ મેહુલે પણ સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે એવું જાણીને ઉશ્કેરાઈ ગયેલ બંને ભાઈઓ અને તેમના મિત્રોએ મેહુલને કોલેજમાં જઈને ધોલધપાટ કરી આવ્યા પણ.... તેના મિત્રોએ છોડાવ્યો.... સમજાવ્યો.... પણ મજનું એક નો ના માન્યો.... તેના મિત્રો પણ આ જ કોલેજમાં હતાં.

માર ખાધા પછી મેહુલ વધુને વધુ સોનલ પાછળ ફરવા લાગ્યો.... તક મળતાં વાત કરવા જતો પણ ગભરાઈને તે ભાગી જતી. હવે એ કેડો નહીં મૂકે એવું જાણી ચૂકેલી સોનલે આખરે તેના ભાઈઓને ફરિયાદ કરી અને તેના ભાઈને ઝનૂન ચડ્યું.....

બીજા દિવસે કોલેજના કમ્પાઉન્ડમાં બેઠેલા મેહુલે તેના ત્રણ મિત્રો મનીષ,નિમેશ અને અકબર બેઠા બેઠા વાતો કરતા હતા અને ત્યાં સોનલના ભાઈ દશેક જુવાનિયાઓને લઈને આવી પહોંચ્યા અને સીધા જ તૂટી પડ્યા.... કોઈના હાથમાં ચેઈન હતી તો કોઈના હાથમાં કમર પટ્ટો....

મેહુલને માર ખાતો નહિ જોઈ શકનાર અકબર વચ્ચે પડ્યો.... પણ.... મેહુલની સાથે સાથે અકબરને પણ ટોળાએ મારવા માંડ્યો.... દરમ્યાનમાં એક યુવાને તેના હાથમાંનુ ખંજર ઉગામ્યું મેહુલ મેહુલના ઠેકાણે રહ્યો અને આ પ્રેમની વદી પર એક મિત્રએ મિત્રતાની લાજ રાખવા બલિદાન આપી દીધું....