અંકઃ ૧૩ મે, ૨૦૧૬.
હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..
‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે…..
જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ!
સાતમી ઈન્દ્રીયઃ કીર્તિ ત્રાંબડીયા
kirtipatel.saraswati@gmail.com
“કેમ ચૂકવાય એનું ઋણ!”
આજે અહીં એક સત્ય હકિકત તમને જણાવી રહી છું. સત્ય એટલે કહી રહી છું કે, મેં મારા કાને સાંભળેલી છે, મેં તે અહેસાસને અનુભવેલો છે....
રેલ્વે પ્લેટફોર્મ પર બિસ્કીટનો થેલો ભરીને ગઈ હતી. આમ પણ મધર્સ ડે હતો. મધર્સડેની ઉજવણી કરવા નહીં, પરતું એ જાણવા ગઈ હતી કે, રેલ્વે પ્લેટફોર્મ પર ફરતા ભીખારીઓ આ દિવસની ઉજવણી કેવી રીતે કરતાં હશે? ફક્ત મારા સવાલનો જવાબ લેવા.
સાતેક વર્ષની એક છોકરી ફાટેલાં કપડાંમાં ઉભી હતી. તેની ગરીબીનો અંદાજ તેના કપડાં પરથી આવતો હતો. પરતું તેમના ચહેરા પ એક અનેરી ચમક દેખાઈ રહી હતી. તેમની પાસે જઈને પૂછ્યું... બેટા તારું નામ શું છે?
તમને ગમે તે નામે બોલાવો, કોઈ ગાડી, તો કોઈ ભીખારણ, તો કોઈ રખડું કહે છે......
તો હું તને ઢીગલી કહીશ. મારા ઘરમાં પણ તારા જેવી ઢીંગલી છે.
થોડી ખુશ થતાં બોલી તમારા ઘરમાં મારા જેવી ઢીંગલી હશે પણ તે ઢીંગલી પાસે મારી માં જેવી માં નહી હોય?
તેના જવાબે મને વિચારમાં નાંખી દીધી.
ખીલખીલાટ હસતાં બોલી.... કેમ લાગ્યોને એકસો આઠ વોલ્ટનો જાટકો... મારી માને મળશો?
હા, પડતાં જ બોલી, ચાલો મારી સાથે. રેલ્વેસ્ટેશનની બહાર અંધારાને ચીરતી એક ઝુંપડી પાસે લઈ ગઈ. ત્યાં પહોચતાં જ કાને અવાજ પડ્યો..... માગીને ખાવામાં આલ આવે છે, મારા પીટીયા આવતે ભવે કોઈ પટેલીયાને ત્યાં જન્મ લેજે એટલે ખબર પડે કે મહેનત કેમ કરાય... તારી બેન તારાથી નાની છે આખા ઘરનો ભાર ઉપાડીને ફરે છે. છતાંય તેના નસીબમાં ખાવાનું હોતું નથી, અને તું તો ઘરમાં બધાંયથી મોટો છે. થોડીવાર માટે શાંતી છવાય ગઈ. ફરી ગુસ્સા સાથે બોલી, મારા લાડ પ્રેમે જ તને બગડયો છે. મારો દીકરો મારઓ દીકરો કર્યો એમાં જ તું બગડ્યો છે....
માં જો તો, તને કોણ મળવા આવ્યું છે?
ઢીગલીની પાછળ ગઈ તો ખરી! પરતું અંદરનું દ્રશ્ય જોતા તો મારા રૂવાડા ઉભા થઈ ગયા.....
બને પગ કપાયેલા એક હાથ ખંભેથી કપાયેલ, બીજો કોણી સુધીનો હાથ. ઝુપડામાં પણ બે-ત્રણ ખાવાના વાસણ દેખાય રહ્યા હતા.
મા આ બુન કહે છે મારા જેવી ઢીંગલી તેના ઘરમાં છે. તેની વાતને કાપતાં ભીંની આંખે તેની માં બોલી વાત તો સૌ આની સોના જેવી કરી છે બુન. તારી ઘરે આવી ઢીગલી છે તો...તો... તું પણ માટી જેમ નસીબદાર છે કિસ્મત લખાવીને આવી લાગશ. ભગવાનની દયાથી આવો કપાતા ન પાકવો જોઈએ.
મારા લાડ અને પ્રેમે તેને એટલો બગાડી નાખ્યો છે કે તેને જરાયે લાગણી જેવું લાગતું નથી. બસ પોતાના સિવાય કોઈનું પેટમાં નથી બરતું.
અચાનક મારા હાથમાં રહેલ થેલી તેના તરફ લંબાવી, ઢીંગલી હસતાં હસતાં હાથ લંબાવી બોલી માં કોઈએ દીધેલ ચીજ હાથો હાથ નથી લેતી, તેની માની અપંગતાને કેટલી સરળતાથી ઢાંકી દીધી તે દીકરીએ.....
તેની માતાએ સવાલ પૂછ્યો, આટલા બધા ભીસ્કુટ લાવ્યા તે કોઈનો જન્મ દિવસ છે? મેં હસતા ચહેરે જ જવાબ આપ્યો. આજ મધર્સ ડે છે ને? ખુશ થતા બોલી મારી દીકરી તો રોજ આ દિવસનું ઉજવણું કરે છે. મને જમાડ્યા વગર ક્યારેય જમતી નથી. સાચુ ખુ બુન મારી માં તો નાનપણમાં મરી ગઈ છે, આ ઢીંગલીએ માની ખોટ નથી સાલવા દીધી. ભીંની આંખે એક માં બોલતી રહી...
શું મધર્સ ડે એક જ દિવસ ઉજવવાનો હોય છે? ક્યારેક અનાથ આશ્રમમાં જઈને પૂછો તો ખરાં કે, માં એટલે શું? તેમની આંખના આંસુ શબ્દો બનીને ફૂટી નીકળે છે....
શું તમે પણ રોજ મધર્સ ડે ઉજવો છો? કહેવાનો મતલબ જે વ્યક્તિ તમને આ દુનિયામાં લાવ્યું છે તેના ચહેરા પર તમારા દ્વારા હંમેશા હાસ્ય રહેવું જોઈએ... એટલે રોજ મધર્સ ડે.....
ક્યારેય વિચાર કર્યો છે કે, મધર્સ ડે ક્યારથી ઉજવવામાં આવે છે? તેની શરૂઆત કોણે કરી?
ઈ.સ.૧૮૫૦માં મધર્સ વર્ક કલબની સૌ પ્રથમ સ્થાપના કરનાર આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરિકન મહિલા હતી. કલબની સ્થાપના કરવા પાછળનું મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોની સહાય કરવાનું અને તેમના મનમાં સ્વચ્છતા પ્રત્યે જાગ્રતતા લાવવાનું હતું. અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ધાયલ સૈનિકોને મદદ કરી. ૧૨ મેં ૧૯૦૭ન દિવસે તેમનું અવસાન થતા તેની જ પુત્રી અન્ન જાર્વીસે તેમની માતાએ કરેલી શરુઆતને જીવંત રાખી. પરતું આપણે શું કરી રહ્યા છીએ..... જરા આંખો બંધ કરીને વિચારો જોઈએ....